________________
નરકાયુષ્ય, ૪૮ : નીચ ગોત્ર, અને ૩૪ નામકર્મની એમ કુલ ૮૨ અશુભ છે. નામકર્મની ૩૪ પ્રકૃતિઓ આ પ્રમાણે છે.
(૧) નરકગતિ (૨) તિર્યંચતિ (૩) નરકાનુપૂર્વી (૪) તિર્યંચાનુપૂર્વી (૫) થી (૮) એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ. (૯) થી (૧૩) પહેલાં સિવાયના પાંચ સંઘયણ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કિલીકા - છેવઠું સંઘયણ. (૧૪) થી (૧૮) પહેલા વિનાનાં પાંચ સંસ્થાન. ન્યગ્રોધ પરિમંડળ સાદિ વામન- કુંજ- હુંડક (૧૯ થી ૨૨) અશુભ વર્ણાદિ ચાર વર્ણ ગંધ રસ અને સ્પર્શ (૨૩) અશુવિહાયોગતિ. (૨૪) ઉપઘાતનામકર્મ. (૨૫ થી ૩૪) સ્થાવરદર્શક : સ્થાવર
સાધારણ
-
-
-
સૂક્ષ્મ - અપર્યાપ્ત; અસ્થિર - અશુભ, દુર્ભાગ્ય દુઃસ્વર, અનાદેય, અયશ.
ઉપર મુજબ પાપકર્મોના ૮૨ ભેદો છે. ૪૨ પુણ્યકર્મ અને ૮૨ પાપકર્મ એમ કુલ ૧૨૪ કર્મોના ભેદો થાય છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ ચાર પુણ્ય-પાપ એમ બંનેમાં આવવાથી એકવાર ગણીએ તો ૪ બાદ કરતા કુલ ૧૨૦ કર્મોના ભેદો થાય છે તે કર્મગ્રંથ વખતે સમજાવીશું. આ પ્રમાણે પુણ્ય-પાપતત્ત્વ સમજવું.
(૫) આશ્રવતત્ત્વ :
આત્મામાં જેનાથી કર્મ આવે તે આશ્રવ-કર્મ આવવામાં હેતુભૂત જે કારણો તે આશ્રવ, તળાવમાં પાણી આવવા માટે જેમ ખાળ, ગટર હોય તેમ કર્મ આવવાનાં જે દ્વારો તે આશ્રવ કહેવાય છે. તેના ૪૨ ભેદો છે. ૫ ઇન્દ્રિયો, ૫ અવ્રત, ૪ કષાય, ૩ યોગ અને ૨૫ ક્રિયાઓ એમ કુલ ૫ + ૫ + ૪ + ૩ + ૨૫ = ૪૨ ભેદો જાણવા. તેનું વર્ણન આ પ્રમાણે છે.
પાંચ ઇન્દ્રિયો : આપણા શરીરમાં કાન, આંખ, નાક, જીભ અને ચામડી આ પાંચ ઇન્દ્રિયો છે. તે પાંચે ઇન્દ્રિયો મનગમતા વિષયો મળે ત્યારે રાજી થાય છે અને અણગમતા વિષયો મળે ત્યારે નારાજ થાય છે. એમ રાગદ્વેષથી આપણો જીવ કર્મ બાંધે છે માટે પાંચ ઇન્દ્રિયો તે આશ્રવ.
પાંચ અવ્રત : હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એમ કુલ પાંચ અવ્રત છે. આવાં પાપો કરવાથી પણ જીવ કર્મોનો આશ્રવ કરે છે.
ચાર કષાય : ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો છે. અનંત સંસારને વધારે તે અનંતાનુબંધી આદિ ચાર પ્રકારે છે. તે કષાયો કરવાથી
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org