________________
નારાચ સંઘયણ કહેવાય છે. જેના શરીરમાં મર્કટબંધ અને તેના ઉપર પાટો મજબૂત વીંટેલો હોય તેના જેવી મજબૂતાઈ હોય, તે બીજું ઋષભનારાય. ઋષભ એટલે પાટો, નારાચ એટલે મર્કટબંધ. તથા જે બે હાડકાંની વચ્ચે મર્કટબંધ હોય તેની ઉપર પાટો વીંટેલો હોય અને તેના ઉપર ખીલી મારેલી હોય તેના જેવી મજબૂતાઈ જે હાડકામાં હોય તે વજઋષભ નારાચ પ્રથમ સંઘયણ કહેવાય છે.
(૧) વજ્ર = ખીલી, ઋષભ = પાટો, નારાચ = મર્કટબંધ આ ત્રણે વસ્તુઓ હોય તેવી હાડકાંની મજબૂતાઈ જ્યાં હોય ત્યાં પ્રથમ સંધયણ.
(૨) ઋષભનારાચ ઃ ખીલી વિના માત્ર પાટો અને મર્કટબંધ બે હોય અને તેના જેવી મજબૂતાઈ જે હાડકામાં હોય તે બીજું ઋષભનારાચ સંઘયણ.
(૩) નારાચ : કેવળ ફક્ત મર્કટબંધના જેવી મજબૂતાઈ હોય તે ત્રીજું સંધયણ.
(૪) અર્ધનારાચ : જે બે હાડકાંમાંનું એક હાડકું બીજા હાડકાની આરપાર વીંટળાયેલું હોય અને બીજી બાજુ ખુલ્લું હોય એવું સંઘયણ તે અર્ધનારાય.
(૫) કીલીકા : જે બે હાડકાંની વચ્ચે મર્કટબંધ ન હોય પરંતુ ફક્ત ખીલી જ મારેલી હોય – સાંડસીની જેમ તે કીલીકા સંઘયણ.
-
(૬) છેવ સંઘયણ : જ્યાં બે હાડકાં માત્ર અડીને જ રહેલાં હોય બીજી કોઈ પણ જાતની મજબૂતાઈ ન હોય તે છઠ્ઠું ‘છેવટું’ અથવા ‘છેદસૃષ્ટ' સંઘયણ કહેવાય છે. છેદ છેડા, સૃષ્ટ અડેલા છે જ્યાં તે છેવટ્ઠ. આ પ્રમાણે સંઘયણ નામકર્મ છ પ્રકારનાં છે (૮) સંસ્થાન નામકર્મ : સંસ્થાન એટલે શરીરની રચના, શરીરનો આકાર. તેના પણ ૬ ભેદો છે. તે ભેદોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે.
(૧) સમચતુરસ્ર : ચારે ખૂણા જેના સરખા છે. (૧) જમણા ઢીંચણથી
૯૫
Jain Education International
=
For Private & Personal Use Only
=
www.jainelibrary.org