SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ડાબો ખભો (૨) ડાબા ઢીંચણથી જમણો ખભો, (૩) કપાળથી પલોઢીનો મધ્ય ભાગ (૪) બે ઢીંચણ વચ્ચેનો ભાગ ખૂણાનું અંતર જ્યાં સરખું હોય તે. આ ચારે (૨) ન્યગ્રોધ પરિમંડળ : ન્યગ્રોધ એટલે વડવૃક્ષ. જેમ વડલાનું ઝાડ ઉપરથી શોભાવાળું છે અને નીચેથી વડવાઈઓના કારણે શોભા વિનાનું છે તેવી રીતે જે શરીરોમાં નાભિની ઉપરનો ભાગ શોભાવાળો અને નીચેનો ભાગ શોભા વિનાનો છે તે બીજું સંસ્થા. અહીં શોભા એટલે પ્રમાણસર હોય તે. (૩) સાદિ સંસ્થાન : બીજા સંસ્થાનથી વિપરીત, શાલ્મલી વૃક્ષ જેવું. નાભીથી નીચેના અવયવો પ્રમાણસરના હોય અને નાભિથી ઉપરના અવયવો બીનપ્રમાણસરના હોય તે સાદિ. (૪) વામન સંસ્થાન : જે શરીરમાં હાથ, પગ, માથું અને પેટ આ ચાર અવયવો જ પ્રમાણસરના હોય બાકીના અવયવો પ્રમાણ વિનાના હોય તે ચોથું વામન સંસ્થાન. (૫) કુબ્જ સંસ્થાન : જે ચોથાથી વિપરીત, અર્થાત્ હાથ, પગ, માથું અને પેટ આ ચાર અવયવો જેના પ્રમાણ વિનાના હોય અને બાકી અવયવો પ્રમાણવાળા હોય તે કુબ્જ સંસ્થાન. (૬) હુંડકસંસ્થાન સર્વે અવયવો જેના પ્રમાણ વિનાના જ હોય તે હુંડક-સંસ્થાન. આ પ્રમાણે આ શરીરમાં છ જાતનાં સંસ્થાન પ્રાપ્ત થાય તે ૬ જાતનાં સંસ્થાન નામકર્મ. (૯) વર્ણ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવને પોતાના શરી૨માં કાળો, નીલો, ધોળો, પીળો અને લાલ રંગ ચામડી આદિનો પ્રાપ્ત થાય તે વર્ણ નામકર્મ. તેના પાંચ ભેદ છે. કાળા આદિ વર્ણોનાં. નામ ઉપ૨થી જ (૧) કૃષ્ણ (૨) નીલ (૩) શ્વેત (૪) પીત અને (૫) રક્ત. (૧૦)ગંધ નામકર્મ : જે કર્મના ઉદયથી શરીરમાં સુગંધ અથવા દુર્ગંધ પ્રાપ્ત થાય તે ગંધ નામકર્મ. તેના બે ભેદો છે. (૧) સુરભિ (૨) દુભિ. Jain Education International ૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy