________________
પ્રસ્તાવના
સને-૧૯૯૧માં અમેરિકા જવાનું થયું, એકેક અઠવાડીયા પ્રમાણે જુદાજુદા ગામોમાં જૈન ધાર્મિક ભણાવવાના વર્ગો ગોઠવાયા. તે દેશમાં લોકો વ્યવહારિક સારૂ ભણેલા હોવાથી જૈન દર્શનનું “તત્ત્વજ્ઞાન” ભણાવવું વધારે સરળ બન્યું. તથા છેલ્લા પાંચ-સાત વર્ષથી બીજા અનેક વક્તાઓ પણ ત્યાં આવતાં હોવાથી તેઓનું પ્રવચન સતત સાંભળીને તત્ત્વજ્ઞાન મેળવવાની પૂર્વભૂમિકા કંઈક પ્રાપ્ત કરેલી હતી. તેથી તીર્થંકર પરમાત્માએ જણાવેલ મુખ્ય મુખ્ય સિદ્ધાન્તોનું જ્ઞાન તેઓને થાય તે આશયથી નીચેના મુખ્ય પાંચ વિષયો ઉપર મેં સમજાવવાનો પ્રારંભ કર્યો.
(૧) સામાયિક-પ્રતિક્રમણ જેવી પ્રાથમિક ધાર્મિક ક્રિયા કરે તો તેમાં કંઈક અધિક રસ આવે તે આશયથી સૌ પ્રથમ નવકારમંત્રથી સામાઈવવયાત્તો સુધીનાં સૂત્રો ઉપર જ વિવેચન સમજાવ્યું, (૨) ત્યારબાદ જીવ-અજીવ વિગેરે નવતત્ત્વો સૂક્ષ્મચર્ચાથી સમજાવાયાં, (૩) મિથ્યાત્વ-સાસ્વાદન આદિ ચૌદ ગુણસ્થાનકો સમજાવાયાં, (૪) ત્યારબાદ કર્મોનાં મૂલ આઠ અને ઉત્તર એકસો અઠ્ઠાવન ભેદો સવિસ્તરપણે સમજાવ્યા, (૫) ત્યારબાદ જૈન દર્શનનો અનેકાન્તવાદસ્યાદવાદ-સાતનયો-સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર વિવેચન આપ્યું.
ત્યારબાદ ૧૯૯રમાં લંડનમાં પણ આ જ પાંચ વિષયો ભણાવવાનો પ્રારંભ કર્યો. દરેક ગામોમાંથી લોકોની એવી માગણી ઉઠી કે જો આ પાંચ વિષયોનું એક પુસ્તક તૈયાર થાય તો ભણેલો આ વિષય વારંવાર વાંચીને કંઠસ્થ કરી શકાય. તે માગણીને સંતોષવા મેં આ પુસ્તક તે જ વિષયો સમજાવતું તૈયાર કરેલ છે. તેની વિક્રમ સંવત ૨૦૪૯-સને ૧૯૯૩માં ૧૦૦૦ નકલ છપાવેલી પરંતુ તે સંપૂર્ણપણે ખલાસ થઈ જવાથી અને આ પુસ્તકની સવિશેષ માગ ચાલુ રહેવાથી આ તેની બીજી આવૃત્તિ છપાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org