________________
પ્રશ્ન : તિથિના દિવસે આયુષ્ય બંધાય એવો પાઠ આવે છે તેનું
શું ? ઉત્તર : તિથિના જ દિવસે આયુષ્ય બંધાય એવો નિયમ નથી. પરંતુ
જીવ સદા આરાધક જ રહે તેવા આશયથી તિથિઓની રચના
કરવામાં આવી છે. જે દિવસોમાં પ્રભુના વધુ કલ્યાણકો હોય, અથવા આરાધનાનાં કોઈ કારણવિશેષ હોય તેથી ૨, ૫, ૮, ૧૧, ૧૪ તિથિઓ ગોઠવવામાં આવી છે. દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારની વિરતિના આરાધન માટે બીજ છે. મતિજ્ઞાનાદિ પાંચ પ્રકારના જ્ઞાનની આરાધના માટે પાંચમ છે. જાતિમદ કુલમદ આદિ આઠ પ્રકારના મદની નાબૂદી માટે આઠમ આરાધવાની છે. શ્રાવકની અગિયાર પડિમા વહન કરવાના આશયથી અગિયારસ આરાધવાની છે. ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે ચૌદસ આરાધવાની છે.
આ પ્રમાણે પાંચમાંની કોઈપણ એક તિથિનું આરાધન કરનાર જીવ પૂર્વ દિવસે = અગાઉના દિવસે આરાધના કરવાનું છે તેનાં પરિણામોના ઉલ્લાસવાળો હોય છે. અને પાછળના દિવસે પૂર્વના દિવસમાં કરેલા વ્રતનિયમની અનુમોદનાવાળો હોય છે. દા.ત., આઠમની આરાધના કરતો જીવ સાતમ, આઠમ અને નોમ એમ ત્રણ દિવસ આરાધક બને છે. તેથી સદા આરાધક બનવાથી ગમે ત્યારે આયુષ્ય બંધાય છે, તો પણ શુભ જ બંધાય છે. > અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યની ચર્ચા:
બાંધેલું આયુષ્ય બે પ્રકારનું છે. (૧) અપવર્તનીય અને (૨) અનાવર્તનીય.
અપવર્તનીય એટલે જેટલાં વર્ષોનું બાંધ્યું હોય તેટલાં વર્ષો કરતાં વેળાસર ભોગવાઈ જાય છે. જેમકે વીજળીકરંટ, અગ્નિસ્નાન, એક્સિડંટ આદિ નિમિત્તોથી ૧૦૦ વર્ષનું બાંધેલું આયુષ્ય પણ ધારો કે ૬૦ મા વર્ષે તૂટી જાય તો ૬૦ થી ૧૦૦નું બાકી રહેલું આયુષ્ય ભેગું થઈને એકસાથે એક મિનિટમાં જ ભોગવાઈ જાય છે. તેને અપવર્તનીય આયુષ્ય કહેવાય છે.
આ અપવર્તનીય આયુષ્યમાં ભોગવવાનો કાળ ઓછો થાય છે. પરંતુ આયુષ્યકર્મ બાકી રહેતું નથી. જેમ ૧૦૦ ફૂટ લાંબું દોરડું એક છેડાથી સળગાવીએ અને એક ફૂટ બળતાં એક મિનિટ થતી હોય તો ૬૦ મિનિટમાં ૬૦ ફૂટ બળ્યા પછી ૬૦ થી ૧૦૦ ફૂટના દોરડાનું ગૂંચળું વાળી ભટ્ટામાં નાખીએ તો ૬૦ થી ૧૦૦ ફૂટનું તે દોરડું ૧ મિનિટમાં બળી શકે છે. આ
૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org