________________
(૨)
આ પ્રમાણે છે : (૧) ઈર્ષા સમિતિ : જ્યારે જ્યારે ચાલીએ ત્યારે ત્યારે સાડાત્રણ હાથ
ભૂમિ જોતાં જોતાં ચાલવું જેથી કીડી, મંકોડા, ગરોળી, ઉંદર જેવા નાના જીવો હોય તો પગ નીચે આવી ચગદાઈને મરી ન જાય. સર્પ, વીંછી, અજગર જેવા મોટા જીવ હોય તો આપણા પ્રાણોનો વિનાશ ન થાય માટે સામે ભૂમિ જોતાં જોતાં ચાલવું તે. ભાષા સમિતિ : પાપ ન લાગે તેવાં નિર્દોષ વચનો બોલવાં, સ્વ-પર-કલ્યાણકારી ભાષા બોલવી, સામાયિક, પૌષધ અને સાધુપણામાં રહેલા જીવોએ મુખ આગળ મુહપત્તી રાખવાપૂર્વક
બોલવું તે. (૩) એષણા સમિતિઃ સાધુને આશ્રયી ૪૨ દોષ વિનાની ગોચરીની
ગવેષણા કરવી તે. ગૃહસ્થને આશ્રયી બની શકે તેટલા વધુ દોષોનો ત્યાગ કરી નિર્દોષ આહાર બનાવવો અને લેવો તે પણ યત્કિંચિત્ સમિતિ કહેવાય છે. આદાન ભંડમનિખેવણા સમિતિઃ પહેરવા માટેનાં વસ્ત્રોનું અને વાપરવા માટેના પાત્રોનું આદાન-પ્રદાન જોઈ પુંજી-પ્રમાર્જીને કરવું
તે.
(૫) પારિષ્ઠાપનિકા સમિતિઃ પરઠવવા લાયક મળ-મૂત્ર વિગેરે પદાર્થો
નિર્જીવ ભૂમિમાં પરઠવવા; કીડી, મંકોડાનાં અને ઉદરાદિનાં દરો ન હોય ત્યાં પરઠવવા. (૧) મનગતિ : મનમાં આવતા માઠા વિચારો છોડીને
સારા વિચારો કરવા. (૨) વચનગુપ્તિ : મૌન રાખવું, બોલવું જ પડે તો
જયણાપૂર્વક નિર્દોષ બોલવું. (૩) કાયમુક્તિ શરીરને સ્થિર કરવું, હલાવવું પડે
તો પુંજવા-પ્રમાર્જવાપૂર્વક હલાવવું. આ સૂત્રમાં જણાવેલા કુલ ૫ + ૯ + ૪ + ૫ + ૫ + ૫ + ૩ = ૩૬ ગુણો આચાર્ય મહારાજના છે. તે બોલવાપૂર્વક ગુરુજીની કલ્પિત સ્થાપના
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org