Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/005712/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋસ્કિાલિદ્ધ શ્રી ( ૪ વાચની પ્રદાતા: પ.પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. પ્રકાશને શ્રી અનેકાન્તપ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર (અધ્યયન ૧, ૨) આ : વાચના પ્રદાતા : ૫.પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના પાલંકાર ૫.પૂ. સ્વ. આ.ભ.શ્રી.વિ. મુક્તિચન્દ્રસૂ.એ. ના શિષ્યરત્ન પ.પૂ. સ્વ.આ.ભ.શ્રી.વિ. અમરગુપ્તસૂમ.ના શિષ્યરત્ન પ.પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂમ. - : પ્રકાશન : શ્રી અનેક પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : પૂ.માતુશ્રી લક્ષ્મીબહેન મંગળદાસ ઘડીયાળી વીજાપુરવાળાના આત્મશ્રેયાર્થે શાહ કૈલાસબહેન ઈન્દ્રજિતકુમાર તરફથી .sA. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવકાલિક સૂત્ર આવૃત્તિ : પ્રથમ નકલ : ૧૦૦૦ દ્વિ. જેઠ વદ ૧ વિ.સં. ૨૦૬૩ : પ્રાપ્તિસ્થાન : શા. મુકુંદભાઈ રમણલાલ ૫, નવરત્ન ફ્લેટ્સ નવાવિકાસગૃહ માર્ગ પાલડી, અમદાવાદ-૭ * પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ * ૫ સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૯૭ જતીનભાઈ હેમચંદ શાહ કોમલ' છાપરીયા શેરી મહીધરપુરા સુરત-૩ : ફોટો કંપોઝિંગ : પ્રિટલ અંટસ, પૂના-૪૧૧૦૩૭. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશવૈકાલિક સૂત્ર * પ્રથમ શ્રી કુમપુષ્પક અધ્યયન ક અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓનો પ્રયત્ન એક જ હોય છે કે આ અસાર સંસારમાંથી આપણે સૌ મુક્ત બનીએ-તેવો ઉપાય બતાવવો. અત્યાર સુધીમાં આવા અનેક મહાપુરુષોએ આપણા હિત માટે પ્રયત્ન કર્યો છે. એ મહાપુરુષોના પ્રયત્નને અનુરૂપ આપણે પણ આપણા હિતને સાધવા માટે તત્પર બનવું છે. એ જ આશયથી આજે આપણે આપણા પરમોપકારી ચૌદપૂર્વી શ્રી શય્યભવસૂરિ મહારાજાએ રચેલું “શ્રી દશવૈકાલિક સૂત્ર’ વાંચવાની શરૂઆત કરવી છે. આ સૂત્ર એવું છે કે જે આ પાંચમા આરાના છેડા સુધી ટકવાનું છે. આ પાંચમા આરામાં શ્રુતજ્ઞાનનો હાસ થતો આવ્યો છે અને હજુ થતો રહેવાનો. છતાં અંતે આ સૂત્ર રહેવાનું છે. પાંચમા આરાના છેડા સુધી જે સૂત્ર ટકવાનું છે એ સૂત્ર આપણને સાંભળવા મળે, એનો અર્થ આપણને સમજવા મળે – એ આપણી પરમભાગ્યશાલિતા મનાય ને ? આ ભાગ્યશાલિતાને સફળ કરવાના આશયથી જ આ વખતની વાચનાશ્રેણીમાં આપણે આ વિષય પસંદ કર્યો છે. તેમ જ કેવળ સાધુભગવન્તોને ઉદ્દેશીને રચાયેલા આ સૂત્રનાં દસમાંથી ચાર અધ્યયન સૂત્રથી અને અર્થથી ભણવાની શ્રાવકોને પણ અનુજ્ઞા છે-એ કારણથી પણ આ સૂત્રનાં ચાર અધ્યયન વાંચવાનું નક્કી કર્યું છે. આ સૂત્રમાં સાધુપણાના આચારનું વર્ણન હોવા છતાં શ્રાવકો આગળ એ વાંચવાનું પ્રયોજન એ છે કે શ્રાવકપણામાં રહેવા છતાં શ્રાવકની નજર તો સાધુપણા ઉપર જ મંડાયેલી હોય. સાધુપણા સિવાય કલ્યાણ નથી-એવું જેના હૈયામાં વસેલું હોય તેનામાં સાચું શ્રાવકપણું આવે. જેને સાધુપણા પ્રત્યે પ્રેમ હોય, જેને સાધુ થવાનું મન હોય તે સાધુના આચાર સાંભળવા સદા તત્પર હોય ને ? શ્રાવક કોને કહેવાય? શ્રાવકપણાના આચાર પાળે અને સાધુ થવા માટે સાધુપણાના આચાર સાંભળે તેનું નામ શ્રાવક. આવા શ્રાવક માટે આ સૂત્રનાં ચાર અધ્યયન ભણવાની અનુજ્ઞા છે. સાધુ થવું નથી માટે જેઓ ગૃહસ્થપણામાં રહ્યા હોય તેમને આ અધિકાર નથી. સાધુ થવાતું ન હોય માટે ગૃહસ્થપણામાં રહ્યા હોય તેવાઓને આ અધિકાર છે. સાધુપણાનો પુરુષાર્થ પાંગળો પડે-એ બને, પરંતુ તેની ઈચ્છા તો કોઈ સંયોગોમાં પાંગળી ન બનવી જોઈએ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી - સાધુપણું લઈ ન શકીએ એ બને પણ “સાધુપણું લેવું છે' એવી ઈચ્છા વિનાનો એક સમય પણ ન જવો જોઈએ. જેના શ્વાસોશ્વાસમાં સાધુપણાનું રટણ હોય તેવાને (૧) Page #5 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થપણામાં પણ પરમપદ હથેળીમાં હોય. આજે વરસોથી ધર્મ કરનારાએ ક્યારે ય વિચાર્યું છે કે સાધુપણાની ઈચ્છા કેટલી છે અને સાધુપણા માટે પુરુષાર્થ કેટલો કર્યો ? આજે મોટાભાગના આરાધકવર્ગની એ મનોદશા છે કે ધર્મ કરવો છે પણ સાધુ નથી થવું. શાસ્ત્રમાં કહ્યું છે કે - માર્ગાનુસારીપણાનો ધર્મ તેને અપાય કે જેને સમ્યક્ત્વ જોઈતું હોય, સમ્યક્ત્વ તેને અપાય કે જેને દેશવિરતિ જોઈતી હોય, દેશવિરતિ તેને અપાય કે જેને સર્વવિરતિ જોઈતી હોય અને સર્વવિરતી તેને અપાય કે જેને વીતરાગતા જોઈતી હોય. જેને ફળ જોઈતું હોય તેને ઉપાયમાં પ્રવૃત્તિ કરાવાય. ફળની ઇચ્છા વિના ઉપાયમાં પ્રવર્તે તે ઉપાયને પણ બગાડયા વગર ન રહે. સાધુપણાની ઇચ્છા વિના જે શ્રાવકપણાના આચાર પાળે તેના શ્રાવકપણામાં ભલીવાર ન આવે. તમે ગૃહસ્થપણામાં રહ્યા છો, તે સાધુ થઇ શકાતું નથી માટે રહ્યા છો કે સાધુ થવું નથી માટે રહ્યા છો ? સાધુપણાની ઇચ્છા વગર ઊંચામાં ઊંચો ગૃહસ્થપણાનો ધર્મ પાળવામાં આવે તોય તે ફળદાયી બનતો નથી, માત્ર કાયકષ્ટસ્વરૂપ બની રહે છે. ધર્મનું ફળ મોક્ષ છે અને એ મોક્ષને મેળવવાનો મૂળભૂત માર્ગ સાધુપણું છે. જેને મોક્ષે જવાનું મન હોય તેને એ મોક્ષના મૂળભૂત માર્ગને જાણવાનું, જાણીને પામવાનું મન ન હોય એ બને ? મોક્ષ માટે ધર્મ કરનારને સાધુપણું ન મળે તેનો રંજ ન હોય એ કેમ ચાલે ? સ. મોટી ઉંમરે તો સાધુપણાની ઇચ્છા ક્યાંથી થાય ? મોટી ઉંમરે ખવાતું નથી, ખાધેલું પચતું નથી, છતાં ખાવાની ઇચ્છા થાય છે ને ? મોટી ઉંમરે કમાવાનું માંડી વાળ્યું ? ખાવાપીવાનું માંડી વાળ્યું ? કે ચાલુ છે ? પચતું ન હોય તો પાચન માટેની ગોળી લઈને પણ ખાવાની તૈયારી છે ને ? ખાવાની રુચિ ન જાગે તો તેને માટે પણ દવા લેવાની તૈયારી છે ને ? ખવાતું ન હોય, પિવાતું ન હોય તો નળી દ્વારા પણ આહારપાણી લઈને જીવન ટકાવવું છે અને અહીં સાધુપણાની મોક્ષની ઇચ્છા જીવતી રાખવા માટે કોઈ પ્રયત્ન નહિ ? મોટી ઉંમરે પણ અર્થકામ વગર ન ચાલે અને ધર્મ-મોક્ષ વગર ચાલે ? આહારપાણી એ જીવનનો આધાર નથી, ધર્માત્મા માટે તો મોક્ષની અને સાધુપણાની ઇચ્છા એ જ જીવનનો આધાર હોય. આ આધાર ગુમાવી બેઠા હોય અને પાછી એની ચિંતા પણ ન હોય એવાઓને ધર્મ કઈ રીતે ફળે ? સાધુપણા ઉપર નજર સ્થિર કર્યા વગર કોઈ પણ રીતે કલ્યાણ થાય એવું નથી. એક વાર સાધુપણાનું સાચું સ્વરૂપ તમારી નજર સામે આવી જાય તો આ જ જીવનમાં સાધુપણું પામવાની ઇચ્છા થયા વગર રહે નહિ. એટલે આ શ્રી (૨) - Page #6 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિકસૂત્રના આધારે આપણે ભગવાને ભાખેલું સાધુપણું કેવું હોય છે તે સમજી લેવું છે. આ સૂત્ર શ્રી શષ્યભવસૂરિ મહારાજાએ સંસારીપક્ષે પોતાના પુત્ર શ્રી મનક મુનિ માટે આત્મપ્રવાદ વગેરે પૂર્વોમાંથી ઉદ્ધરીને રચ્યું છે. તેના ઉપર નિયુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ રચી છે અને ભાષ્યની રચના શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કરી છે. સૂત્રની, નિર્યુક્તિની તેમ જ ભાષ્યની ગાથાઓ ઉપર ટીકા શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કરી છે. મોક્ષે જવા માટે નીકળેલા મુમુક્ષુઓને માર્ગના સ્વરૂપના જ્ઞાનમાં તથા પાલનમાં કોઈ પણ જાતની દ્વિધા ન થાય તે રીતે સ્પષ્ટપણે સાધુપણાનો માર્ગ આ ચાર ચાર મહાપુરુષોએ આમાં સમજાવ્યો છે. ચાર ચાર મહાપુરુષોએ આ શ્રી દશવૈકાલિક સૂત્ર દ્વારા મોક્ષને સાધી આપનાર સાધુપણાને સમજાવવા માટે જે પુરુષાર્થ કર્યો છે, એના ઉપરથી પણ આ સૂત્રની તેમ જ સાધુપણાની કિંમત આપણા હૈયામાં અંકાઈ જવી જોઈએ. મોક્ષે જવાની ઇચ્છા થયા પછી અને મોક્ષે જવા માટેનું આ સુંદર સાધન છે એવું જાણ્યા પછી પણ આ જીવનમાં આપણે સાધુપણું પામી ન શકીએ કે પામીને સારી રીતે આરાધી ન શકીએ તો, કાં તો આપણે મૂર્ખશિરોમણિ છીએ કાં તો કમનસીબ છીએ-એમ માનવું જ રહ્યું. આ સૂત્ર વાંચવાની શરૂઆત કરવા પહેલાં તેની રચના કેવા સંયોગોમાં થઈ તે વૃત્તાન્ત પણ જાણવાજેવો છે. મહાપુરુષો પોતાના જીવનમાં મહાપુરુષતાને કેવી રીતે પામતા હોય છે, તે તેમના જીવનપ્રસંગો ઉપરથી જાણી શકાય છે. માત્ર ગુણગાન ગાવા માટે મહાપુરુષોના પ્રસંગો શાસ્ત્રમાં આલેખવામાં નથી આવતા, પરંતુ આપણી દષ્ટિએ જે અશક્ય કે અઘરું લાગે તે, મહાપુરુષોએ પોતાના જીવનમાં કેટલી સહેલાઈથી શક્ય બનાવ્યું હતું તે જાણવા દ્વારા આપણે પણ આપણા જીવનમાંથી માર્ગ પ્રત્યેની ઉદાસીનતાને ટાળીને માર્ગની આરાધનામાં સમુત્સુક બનીએ – એ પણ એક આશય આ કથાનકોનાં નિરૂપણમાં રહેલો હોય છે. શાસ્ત્રના પાને લખાયેલા સિદ્ધાન્તો જીવનમાં અપનાવી શકાય એવા છે – એવી શ્રદ્ધા આપણા હૈયામાં બેસે એ માટે મહાપુરુષોના જીવનવૃત્તાંતો ખૂબ ઉપકારક નીવડે છે. આ શ્રી શય્યભવસૂરિ મહારાજાના કથાવૃત્તાન્તને જણાવતાં શ્રી ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે - આ ચોવીસીના ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરપરમાત્માના શિષ્ય શ્રી સુધર્માસ્વામી નામના ગણધર હતા. તેમના શ્રી જમ્બુસ્વામી નામના શિષ્ય હતા અને તેમના પણ શ્રી પ્રભવસ્વામી નામના શિષ્ય હતા. આ શ્રી પ્રભવસ્વામી મહારાજાને કોઈ એક મધ્યરાત્રિએ એ પ્રમાણે ચિંતા થઈ કે મારી પાટે કોણ આવશે ? આવી (૩) Page #7 -------------------------------------------------------------------------- ________________ ચિંતાથી તેઓશ્રીએ પોતાના ગણ તથા ચતુર્વિધ શ્રીસંઘમાં ઉપયોગ મૂક્યો. પરંતુ કોઈ એવો યોગ્ય જીવન જણાયો કે જે ગચ્છની પરંપરાને અવિચ્છિન્નપણે ચલાવી શકે. ત્યારે અન્યધર્મીઓમાં ઉપયોગ મૂક્યો અને રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા એવા શäભવબ્રાહ્મણને જોયા. આ શય્યભવબ્રાહ્મણને યોગ્ય જાણીને તેમને પ્રતિબોધવા માટે રાજગૃહનગરમાં આવીને બે સાધુઓને કહ્યું કે તમારે યજ્ઞમંડપમાં જઈને ભિક્ષા માટે ધર્મલાભ આપવો અને તે બ્રાહ્મણો તમારો તિરસ્કાર કરે ત્યારે તમારે કહેવું કે - “અહો રુમ્ મહો મુ, તવંત જ્ઞાયતે પરમ્ !” (અહો કષ્ટની વાત છે, કષ્ટકારી છે, પરંતુ તત્ત્વ શું છે – એ જાણતા નથી.) આ રીતે ગુરુના આદેશથી તે બે સાધુઓ યજ્ઞમંડપમાં ગયા અને બ્રાહ્મણોએ તેમને ભિક્ષાનો નિષેધ કર્યો ત્યારે તેમણે કહ્યું કે - ‘પ્રદો ખમ્.....' - આ વચનો દ્વારમાં ઊભા રહેલા શય્યભવ બ્રાહ્મણે સાંભળ્યાં. એ સાંભળીને તેઓ વિચારવા લાગ્યા કે - “આ તો ઉપશાન્ત અને તપસ્વી એવા જૈન સાધુ છે તેઓ ક્યારે પણ ખોટું બોલે નહિ, માટે જરૂર આમાં કાંઈક રહસ્ય છે. એ વખતે જૈનો માટે લોકોના હૈયામાં કેવી છાયા હતી, એ સમજાય છે? જૈન અને જૂઠું બોલે એ બને ? અમે એક સ્થાને ચોમાસા માટે રહેલા ત્યારે અમારા ઉપાશ્રયની, નીચે બે છોકરીઓ રમતી હતી. તેમાં એક ખ્રિસ્તીની છોકરી હતી ને બીજી જૈનની છોકરી હતી. એ જૈનની છોકરી રમતાં રમતાં કંઈક ખોટું બોલી એટલે પેલી ખ્રિસ્તીની છોકરી એને કહેવા લાગી કે, ‘તું જૈન થઈને જૂઠું બોલે છે? શરમ નથી આવતી ?' એ ખ્રિસ્તી છોકરીના મનમાં જૈનો માટે કેવી છાપ હશે ? જૈનો કદી જૂઠું ન જ બોલે ને ? આજના જૈનો માટે આવું કહી શકાય ખરું? અન્યધર્મીઓના હૈયામાં પણ જૈનધર્મની ઊંચામાં ઊંચી છાપ હતી તે છાપ આજે જળવાય એવું લાગે છે ? આજના તમારા વ્યાપારધંધા લગભગ જૂઠ ઉપર જ નભે છે ને? જૂઠું બોલવું – એ તો તમારે ત્યાં વ્યાપારની હોશિયારી ગણાય ને ? આજના જૈનોને એવા વ્યાપારની ફાવટ પણ વધારે હોય ને? જૂઠું ન બોલે એવો જૈન આજે મળવો મુશ્કેલ છે ને? વ્યવહારની વાત તો જવા દો હવે તો શાસ્ત્રના વિષયમાં પણ જૂઠાણાનો પગપેસારો થવા માંડયો છે. જે શાસ્ત્રના જ્ઞાતા સાધુઓ માટે આવી ઊંચી છાપ હતી તે શાસ્ત્રના જાણકાર કહેવાતા સાધુઓ આજે મજેથી શાસ્ત્રના મનફાવતા ઊંધા અર્થ કરી અનેકોને ઉન્માર્ગે દોરી જતા હોય તો તે કેવી વિષમદશા કહેવાય ? ધર્મસ્થાનમાં, ધર્મના વિષયમાં પણ, જૂઠું ન બોલનારા મળવા દુર્લભ છે. આપણું પરમ સદ્ભાગ્ય છે કે આવા કાળમાં પણ આપણને આ શ્રી દશવૈકાલિક સૂત્ર તથા તેનો યથાર્થ બોધ Page #8 -------------------------------------------------------------------------- ________________ કરાવનાર ગુરુભગવન્તોનો ભેટો થઈ ગયો. તમે કે અમે ઉન્માર્ગના પ્રવાહમાં તણાઈ ન જઈએ એ માટે શાસ્ત્રના સમ્યમ્ અર્થ કરવાનું શીખવનારા મહાપુરુષની છાયા આપણને મળી એ કાંઈ જેવીતેવી ભાગ્યશાલિતા છે? ભગવાનનું શાસન એકવીસ હજાર વરસ સુધી ચાલવાનું છે. શાસનના છેડે તો આ સૂત્રનાં માત્ર ચાર જ અધ્યયન રહેવાનાં છે. આપણને તો આ સૂત્રનાં દસદસ અધ્યયન અને ઉપરથી બે ચૂલિકા જાણવા, સમજવા, આચરવા માટે મળી છે. આમ છતાં સંસારના સુખ ખાતર કે ગમે તેવા સાહિત્ય માટે આપણા કીમતી જીવનને વેડફી નાખવું-એ બુદ્ધિમત્તાનાં લક્ષણ નથી. અન્યદર્શની જેટલી પણ શ્રદ્ધા આપણને આપણા પરમતારક દેવ-ગુરુ-ધર્મ ઉપર થઈ જાય તોય આપણા જીવનમાં પરિવર્તન આવ્યા વિના ન રહે. આ બાજુ શય્યભવબ્રાહ્મણને તત્ત્વમાં શંકા પડવાથી પોતાના અધ્યાપક પાસે જઈને પૂછે છે કે, “આમાં તત્ત્વ શું છે?' તેમના અધ્યાપક કહે છે કે-વેદ જ આમાં પ્રમાણભૂત છે. ત્યારે શય્યભવબ્રાહ્મણ કહે છે કે – “આ જૈન સાધુ ખોટું બોલે નહિ માટે જરૂર તત્ત્વ કાંઈક જુદું છે. જો મને સાચું નહિ કહો તો તમારું મસ્તક છેદી નાખીશ.' આથી તેમના અધ્યાપકે શિરચ્છેદના ભયે કહ્યું કે – “આ યજ્ઞના સ્તંભની નીચે અરિહંત પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનની સર્વ રત્નમયી પ્રતિમા છે. એ અરિહંત પરમાત્માએ જણાવેલો ધર્મ એ જ તત્ત્વ છે. આ રીતે અધ્યાપકે સાચી વિગત જણાવી તેથી તે શય્યભવબ્રાહ્મણ અધ્યાપકના પગમાં પડ્યા અને યજ્ઞસંબંધી ઉપકરણ વગેરે અધ્યાપકને સોંપી પોતે પેલા બે સાધુઓને શોધતા શોધતા આચાર્ય ભગવન્ત શ્રી પ્રભવસ્વામી મહારાજ પાસે આવ્યા. તત્ત્વ અને અતત્ત્વનો ભેદ સમજાયા પછી અતત્ત્વનો ત્યાગ કરી તત્ત્વનો સ્વીકાર કરવા કેટલી વાર લાગે ? જેને સત્યનો ખપ હોય અને કોઈ પણ જાતનો સ્વાર્થ નડતો ન હોય તેને સાચું સમજાયા પછી વરસોથી આચરેલું પણ ખોટું છોડતાં વાર ન લાગે. આજે સાચું સમજનારા પણ સાચાને સ્વીકારવા જ તૈયાર ન થતા હોય તો તેનું કારણ તેમણે જાતે જ વિચારી લેવું. શäભવબ્રાહ્મણ આચાર્યભગવન્તને તથા બીજા બધા સાધુ ભગવન્તને નમસ્કાર કરીને કહે છે કે – “સાચો ધર્મ શું છે – એ મને સમજાવો'. આથી આચાર્યભગવનને તે શય્યભવબ્રાહ્મણને, સાધુપણાનો ધર્મ જ તત્ત્વ છે- એ પ્રમાણે સમજાવ્યું. એ સાંભળતાંની સાથે જ તેઓ પ્રતિબોધ પામ્યા અને આચાર્યભગવન્ત પાસે પ્રવ્રયા (દીક્ષા) ગ્રહણ કરી. આચાર્ય ભગવાન પાસે શાસ્ત્રોનું અધ્યયન કરી અને સંયમનું સુંદર પાલન કરી અનુક્રમે તેઓશ્રી ચૌદ પૂર્વના જ્ઞાતા થયા. Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્યારે શય્યભવ બ્રાહ્મણે દીક્ષા લીધી ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. દીક્ષા બાદ તેણીએ પુત્રને જન્મ આપ્યો. લોકોએ તેનું મનક નામ પાડ્યું. આ પુત્ર જ્યારે આઠ વરસનો થયો ત્યારે એક વાર તેણે માતાને પૂછ્યું કે, ‘મારા પિતા કોણ છે ?’ ત્યારે માતાએ કહ્યું કે ‘તારા પિતા તો દીક્ષા લઈને સાધુ થયા છે.’ આ સાંભળી મનકને પણ દીક્ષા લેવાનું મન થયું. આથી ત્યાંથી ભાગીને તે પિતામુનિ જે નગરમાં હતા ત્યાં પહોંચી ગયો. તે વખતે આચાર્યભગવન્ત ચંપાનગરીમાં વિહાર કરતા હતા. પેલો બાળક પણ ચંપાનગરીમાં આવ્યો ત્યારે, આચાર્યભગવન્ત શ્રી શય્યભવસૂરિ મહારાજા તે વખતે બહાર સંજ્ઞાભૂમિએ ગયેલા હતા તે સામે જ મળ્યા. રસ્તામાં આ બાળકને જોતાંની સાથે આચાર્યભગવન્તને તેની પ્રત્યે સ્નેહ જાગ્યો. પેલા બાળકને પણ આચાર્ય ભગવન્તને જોતાંની સાથે સ્નેહ જાગ્યો. સ્નેહના સંસ્કાર કેવું કામ કરે છે ? પરસ્પર એક બીજાને જાણતા ન હોવા છતાં જોવામાત્રથી પરસ્પરની પ્રત્યે સ્નેહને જન્માવે છે. તે બાળકે આચાર્યભગવન્તને વંદન કર્યું એટલે આચાર્યભગવન્તે તેને પૂછ્યું કે ‘હૈ બાલક! તું ક્યાંથી આવ્યો છે અને તું કોનો પુત્ર છે ?' ત્યારે પેલા બાળકે કહ્યું કે ‘હું રાજગૃહ નગરમાં શય્યભવ નામના બ્રાહ્મણનો પુત્ર છું. મારા પિતા સાધુ થયા છે એટલે મારે પણ સાધુ થવું છે. માટે જ મારા પિતાને શોધવા માટે હું અહીં આવ્યો છું. તમે એમને જાણો છો ? ત્યારે આચાર્યભગવન્તે કહ્યું કે ‘હું એમને જાણું છું, તે મારા મિત્ર છે, હું અને એ બન્ને એકજેવા છીએ. તેથી તું મારી પાસે જ દીક્ષા લઈશ ?' ત્યારે બાળકે કહ્યું કે – ‘સારું, એ પ્રમાણે કરીશ’. આ રીતે પોતે જ તેના પિતા છે એ પ્રમાણે તે બાળકને કે અન્ય કોઈ સાધુને જણાવ્યા વગર આચાર્યભગવન્તે તે મનક નામના બાળકને દીક્ષા આપી. ત્યાર બાદ તેમણે ઉપયોગ મૂકીને જોયું કે આ તો માત્ર છ મહિનાનું જ આયુષ્ય ધરાવે છે. હવે શું કરવું- આવી ચિંતાથી તેમણે વિચાર્યું કે - ‘‘ચૌદપૂર્વીઓ જો કોઈ કારણ ઉત્પન્ન થાય તો ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને સૂત્રની રચના કરે છે. મારે પણ આ પ્રયોજન ઉપસ્થિત થયું છે.’’ એમ સમજીને આ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરવાનું શરૂ કર્યું. એની રચના પૂરી થઈ ત્યારે દિવસ થોડો જ બાકી હતો. આ રીતે વિકાલે અર્થાત્ સંધ્યાસમયે તેની રચના થઈ હોવાથી તેમ જ તેનાં દશ અધ્યયન હોવાથી આ સૂત્રનું ‘દશવૈકાલિક’ આ પ્રમાણે નામ પડયું. શ્રી મનકમુનિએ અલ્પ કાળમાં જ સૂત્રથી અને અર્થથી આ સૂત્રને કંઠસ્થ કર્યું અને એના અધ્યયન દ્વારા સુંદર સંયમની સાધના કરી છ મહિનાના અંતે સ્વર્ગલોકે સિધાવ્યા. આચાર્યભગવન્તે આત્મકલ્યાણનો માર્ગ કેવી રીતે ચિંતવ્યો ? જ - (૬) Page #10 -------------------------------------------------------------------------- ________________ છ પ્રબળ પુણ્યોદય હોય ત્યારે આવી આરાધના-નિયંમણા કરાવનાર ગુરુનો ભેટો થાય તેમ જ પરમ.સુંદર કોટિની યોગ્યતા હોય ત્યારે આઠ વરસની ઉંમરે છ મહિનામાં આ રીતે સૂત્રથી અને અર્થથી આ સૂત્ર જીવનમાં આત્મસાત્ કરી શકાય. આપણા પુણ્યમાં તો કોઈ જ કમીના નથી ને ? હવે જે કાંઈ ખામી છે તે યોગ્યતાની જ છે ને ? કે પુરુષાર્થની છે ? મનક મુનિ પાસે સંસ્કૃતનું, પ્રાકૃતનું, વ્યાકરણનું કે વ્યવહારનું કોઈ વિશેષ જ્ઞાન ન હતું, રમવાની વય હતી અને વૈરાગ્યનો અભ્યાસ પાડયા વગર તેમણે દીક્ષા લીધી હતી. છતાં આ રીતે ભણી શક્યા ને આરાધી શક્યા. જ્યારે આપણે તો જ્ઞાનથી, વયથી અને વૈરાગ્યથી પણ તેમના કરતાં ચઢિયાતા ગણાઈએ ને ? છતાં આ સૂત્રને આત્મસાત્ ન કરી શકીએ ? આજે આ સૂત્ર કેટલાં સાધુસાધ્વીને કંઠસ્થ હશે ? જેને સૂત્રથી કંઠસ્થ હોય તેને અર્થ આવડે તેવો નિયમ ખરો ? જેને સૂત્રાર્થ આવડતા હોય તેને તે ઉપસ્થિત હોય તેવાં સાધુસાધ્વી ગણ્યાગાંઠયાં જ મળે ને ? અને જેને તેના સૂત્રાર્થ ઉપસ્થિત હોય અને સાથે એ મુજબ જીવન જીવનારા હોય તેવાં સાધુસાધ્વી તો ભાગ્યે જ જોવા મળે ને ? મનકમુનિનું જીવનચરિત્ર જેની નજર સામે આવે તેને આ શ્રી દશવૈકાલિકસૂત્ર આ જ જીવનમાં આત્મસાત્ કરી લેવાનું મન થયા વિના ન રહે. શ્રી મનકમુનિ કાળધર્મ પામ્યા ત્યારે શ્રી શય્યભવસૂરિ મહારાજાનાં નેત્રો સહેજ ભીનાં થઈ ગયાં. તે વખતે તેમના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિ મહારાજાએ પૂછ્યું કે ‘ભગવન્ ! ક્યારે ય નહિ ને આજે કેમ આમ ?’ ત્યારે આચાર્યભગવન્તે કહ્યું કે ‘આ હર્ષનાં અને સ્નેહનાં આસું છે. અમારો આની સાથે પિતાપુત્રનો સંબંધ હતો અને તેણે અલ્પકાળમાં સુંદર આરાધના કરી તેથી સ્નેહ અને હષર્ના યોગે આ આંસુ આવ્યાં.' ત્યારે શ્રી યશોભદ્રસૂરિમહારાજા વગેરેએ કહ્યું કે આપે અમને જણાવ્યું કેમ નહિ ? ત્યારે આચાર્યભગવન્તે કહ્યું કે ‘તમે તેને ગુરુપુત્ર માનીને ગુરુતુલ્ય સેવા કરત તો તે આરાધનાથી વંચિત રહી જાત, માટે જ ન કહ્યું.' આના ઉપરથી પણ ખ્યાલ આવે છે ને કે આચાર્યભગવન્દે ગ્રહણશિક્ષા સાથે તેમને આસેવનશિક્ષા પણ આપી હતી. કારણ કે માત્ર ભણવાથી નિસ્તાર નથી થતો. ભણવાની સાથે વૈયાવચ્ચ અને ભક્તિ પણ હોવાં જોઈએ. ભણતર આરાધનાનું અને નિર્જરાનું અંગ ત્યારે જ બને કે જ્યારે તે વિનય, વૈયાવચ્ચ, ભક્તિમાં પરિણમે. ભણનારા ભક્તિના અવસરે આંખ આડા કાન કરે તો તેઓ પોતાના જ ભણતરને વગોવનારા બને છે. શ્રી મનકમુનિ અલ્પ વયમાં અને અલ્પ કાળમાં જે સાધી ગયા તે આપણે આટલી મોટી ઉંમરે અને આટલા (0) Page #11 -------------------------------------------------------------------------- ________________ પર્યાયમાં પણ ન સાધી શકીએ તો તેનું કારણ વિચારવું પડે ને? એ બાલસાધુ હતા છતાં તેમને કયાંય જાહેરમાં લાવવા માટે આચાર્યભગવન્તાદિએ મહેનત નથી કરી. આજે તો નાની ઉંમરે દીક્ષા લેતા હોય તો તેને જાહેરમાં લાવવાં કેટલી મેહનત કરાય?. છાપામાં ચમકાવે, ટી.વી.માં આપે, પર્ષદામાં આગળ બેસાડી પરિચય આપે. જાણે પોતાની પ્રસિદ્ધિ કરવાનું એક સાધન મળી ગયું! આમાં પોતાના અને એના (બાલસાધુના): બંન્નેના હિતની ચિંતા બાજુએ રહી જાય છે. આપણે ત્યાં શ્રી અઈમુત્તા મુનિ, શ્રી મનકમુનિ, શ્રી વજસ્વામી મહારાજા વગેરે અનેક બાલમુનિ થઈ ગયા, પણ કોઈ મહાપુરુષોએ, શાસનના નામે પોતાની પ્રભાવનાનું સાધન તેઓને બનાવ્યા ન હતા. કારણ કે એવું કરવાથી તો ઊલટી એની સાધના સિદાય અને હિત જોખમાય. બાલસાધુઓનું હિત જે હૈયે વસ્યું હોય તો તેમને વિશેષ કરીને લોકસંપર્કથી દૂર રાખવા જોઈએ. વર્તમાનમાં જેઓ આવું કરે છે તેમની ટીકા માટે આ વાત નથી. આપણે આવું કરનારા ન બનીએ અને આવું કરનારાઓથી આઘા રહીએ એટલું સમજાવવા પૂરતી આ વાત છે. જે માર્ગ નથી તેને માર્ગ માની તેને શાસનપ્રભાવનાનું સ્વરૂપ આપવું એ તો એક પ્રકારની આત્મવંચના છે. માર્ગે ચાલનારાય માર્ગ કઈ રીતે ભૂલે છે – એ પણ જાણવું જરૂરી છે. આપણે માર્ગે ચાલવું હોય તો માર્ગની જેમ જે ઉન્માર્ગ હોય તેને પણ ઓળખી લેવો પડે ને ? ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે ઓળખવો કે ઓળખાવવો એ ઉન્માર્ગગામીની ટીકા નથી, આપણી જાતને બચાવી લેવાનો એક પ્રયાસ છે. લોકોને અટકાવવા એ આપણું કામ નથી કે આપણા હાથની વાત નથી. યોગ્યને સમજાવીએ, પૂછનારને જણાવીએ-એ વાત જુદી છે. બાકી તો આપણે પોતે આવા પ્રકારની આત્મવંચના કરી માર્ગથી વંચિત ન રહીએ-એ જ એક આશયથી આટલું સમજી લેવું છે. શ્રી મનકમુનિ કાળ કરી ગયા પછી શ્રી શય્યભવસૂરિ મહારાજાએ આ સૂત્રને સંહરી લેવાની વાત કરી ત્યારે શ્રી યશોભદ્રસૂરિ મહારાજે વિનંતિ કરી કે આ પડતા કાળમાં ભવિષ્યના જીવોને આ સૂત્ર ખૂબ ઉપકારક નીવડશે. તેથી તેમણે આ સૂત્ર સંધ્યું નહિ અને આપણા સદ્ભાગ્યે આપણા સુધી આ સૂત્ર પહોંચ્યું. પહેલાંના કાળમાં શ્રી આચારાંગસૂત્રનું પહેલું શ્રી શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણાવ્યા પછી વડી દીક્ષા અપાતી હતી. વર્તમાનમાં આ શ્રી દશવૈકાલિક સૂત્રનાં પહેલાં ચાર અધ્યયન ભણાવ્યા વગર વડી દીક્ષા અપાતી નથી. (૮) Page #12 -------------------------------------------------------------------------- ________________ સ. આ સૂત્રનું અધ્યયન સાધુપણામાં ફરજિયાત છે ? સાધુપણું ફરજિયાત છે કે નહિ એ કેમ નથી પૂછતા? આપણને મનુષ્યપણું મળ્યું છે તે સાધુપણા માટે મળ્યું છે અને સાધુપણું શ્રાવક માટે ફરજિયાત છે – એવું લાગશે તો આ સૂત્ર સાંભળવાની મજા આવશે. સાધુપણામાં સાધુભગવન્તોને સૌથી પહેલાં આ સૂત્ર જ જગસહિત ભણાવવામાં આવે છે. ગૃહસ્થપણામાં તો આનાં ચાર જ અધ્યયન ભણી શકાય છે. દસદસ અધ્યયન ભણવાં હશે તો તે માટે સાધુ થવું જરૂરી છે. એક વાર ગૃહસ્થપણાનું પાપમય જીવન નજર સામે આવે, બીજી બાજુ સાધુપણાનું નિષ્પાપ જીવન નજર સામે આવે તો સાધુપણું લેવાનું મન અવશ્ય થાય. શ્રી મનકમુનિ આટલી નાની ઉંમરે પણ જો પોતાના પરિણામ સાચવી શક્યા તો આપણને કયું વિઘ્ન નડે એમ છે? આપણને સાધુપણાના પરિણામ કેમ નથી જાગતા? ઈચ્છા નથી માટે કે શક્તિ નથી માટે : તેનો વિચાર પ્રામાણિકપણે કરવાની જરૂર છે. આ સૂત્રની રચના ક્યા સંયોગોમાં થઈ એ આપણે જોઈ ગયા. હવે આપણે આ સૂત્રના પહેલા અધ્યયનની શરૂઆત કરીએ. આ સૂત્રના દરેક અધ્યયનમાં સાધુપણાના આચારની વાત આવવાની. તમને આચારની વાત ગમે ખરી ? આજે ઘણાને અધ્યાત્મની વાતો ગમે છે, તત્ત્વજ્ઞાનની વાતો ગમે છે પણ સાધુ થવાની કે આચરવાની વાત આવે તો ગમતું નથી, તેનું કારણ શું છે? અધ્યાત્મ કે તત્ત્વજ્ઞાન એ શું સાધુપણાથી જુદી વસ્તુ છે? શાસ્ત્રમાં કહ્યું છે કે પાપથી આઘા રહેવું, સર્વથા પાપરહિત બનવું તેનું નામ અધ્યાત્મ. આગળ વધીને કર્મથી આઘા રહેવું, સર્વથા કર્મરહિત બનવું તે અધ્યાત્મ. આજે તમારે ત્યાં અધ્યાત્મની કઈ વ્યાખ્યા છે? પાપ કરવા છતાં પાપમાં લેપાવું નહિ-તેને જ તમે અધ્યાત્મ માની બેઠા છો ને? પાપ કરવાનું ગમતું હોય, મજેથી બિનજરૂરી પાપ પણ કરવાનું ચાલુ હોય છતાં પાપ કર્યાનો ડંખ છે - એવું બતાવવું એ તો એક પ્રકારનો માયામૃષાવાદ છે. આચાર ઉપર ભાર એટલા માટે આપવો છે કે આચાર એ ધર્મનો પાયો છે. પાયા વિનાનો ખાટલો બેસવા કામ ન લાગે તેમ આચાર વિનાનો ધર્મ તરવા કામ ન લાગે. જ્ઞાન કે શ્રદ્ધા પણ આચાર(ચારિત્ર)ને ઉદ્દેશીને હોય તો તે કામનાં. જાણવાનું શું? આચાર. માનવાનું શું? આચાર. પાળવાનું શું? આચાર. મોક્ષે જવા માટે ભગવાને જે આચાર બતાવ્યો છે તેને જાણવો-તેનું નામ જ્ઞાન અને આચાર જ તત્ત્વ છે એવું - માનવું-તેનું નામ શ્રદ્ધા અને એ આચારને સારી રીતે પાળવો એનું નામ ચારિત્ર. જાણવું, માનવું પણ કરવું નહિ આવી અવસ્થા ક્યાં સુધી નભે ? દીક્ષા લેવાનો Page #13 -------------------------------------------------------------------------- ________________ પરિણામ આચારના પ્રેમમાંથી પ્રગટે છે. “સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવું છે - એવું તો ધર્મદેશના આપનારા બોલે, તમારે શું બોલવાનું? “સંસાર છોડવો છે અને સંયમ લેવું છે' એમ જ ને ? કોઈ વ્યાપારી પોતાની વસ્તુની જાહેરાત કરે કે “આ વસ્તુ લેવા જેવી છે, ટકાઉ છે, વસાવવા જેવી છે ત્યારે તમે શું કરો ? તમે પણ એની જેમ લેવાજેવી છે' એમ બોલો કે “લેવી છે' એમ કહીને લેવાની મહેનત કરો ? પૈસા ન હોય, ઓછા હોય તો વસ્તુ વગર ચલાવી લો અથવા ઓછી કિંમતવાળી કામચલાઉ વસ્તુ ખરીદી લો છતાં નજર તો ટકાઉ, કીમતી વસ્તુ તરફ જ હોયને? લેવી છે પણ લેવાતી નથી એનું દુઃખ હોય ને ? કોઈ પૂછે તો શું કહો ? “લેવી હતી તો પેલી જ, પણ શું કરીએ ? આપણી તેવડ નહિ એટલે આ લઈ આવ્યા!' એમ જ ને ? જ્યારે અહીં દેશવિરતિ લેનારને સર્વવિરતિ ન લેવાયાનું દુઃખ હોય ? દેશવિરતિ ઉચ્ચરીને પ્રભાવના લઈને ઘરે જનાર, ઘરના લોકો આગળ પ્રભાવનાનાં વખાણ કરે કે સર્વવિરતિ ન લીધાનું દુઃખ વ્યક્ત કરે ? વ્યક્ત કદાચ ન પણ કરે પરંતુ સર્વવિરતિ ન લીધાનું દુઃખ એના હૈયે તો સાલે ને? સાધુપણું ન લીધાનું દુઃખ ન હોય અને શ્રાવકપણાનો જેવોતેવો પણ ધર્મ કર્યાનો સંતોષ હોય તેવા ધર્મનું સ્વરૂપ જ સમજ્યા નથી અથવા તો ધર્મના સાચા અર્થપણાને પામ્યા નથી-એમ માનવું પડે. માર્ગાનુસારિપણાના ધર્મની શરૂઆત પણ સંસારની અસારતા સમજાવાના કારણે સંસારને છોડવાની ભાવનાથી થાય છે, જ્યારે આજે દેશવિરતિ-શ્રાવકપણાનો ધર્મ કરીને પણ સંસારમાં ગોઠવાવાની ભાવના હોય એવા ધર્માત્માઓ આગળ સર્વવિરતિની વાત કઈ રીતે કરવી ? સ. સર્વવિરતિમાં દોષ વધારે લાગે ને? સર્વવિરતિમાં તો મહાલાભ થાય. સર્વવિરતિમાં ગાફેલ રહે તો જ દોષ લાગે. ઉપયોગ રાખે, સાવધાની રાખે એને દોષ ન લાગે. સાવધાની ન રાખે તો નાનો પણ નિયમ ભંગાયા વગર ન રહે. તમે દોષના ભયે સંસારમાં રહ્યા છો કે સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે, સાધુપણા વગર ચાલે એવું છે માટે ત્યાં રહ્યા છો? કરોડોનો ધંધો કરનાર લાખો ગુમાવે, નોકરિયાતને કાંઈ ચિંતા નહિ-એમ કહી ધંધો કરવાનું બંધ કર્યું ? શક્તિ ન હોય તો કેળવી લે, આવડત ન હોય તો મેળવી લે, કોઈકના હાથ નીચે કામ કરી અનુભવ લે અને પછી પોતાનો ધંધો ચલાવે; પણ ગુમાવવાના ભયે કમાવાનું બંધ કરનારા કોઈ મળે ? અહીં જ કેમ આવા વિચાર આવે છે? સર્વવિરતિમાં દોષો લાગવાની સંભાવના હોય તો દોષો ટાળવા માટે મહેનત કરવાની કે સર્વવિરતિને ટાળીને બેસી જવાનું? (૧૦) Page #14 -------------------------------------------------------------------------- ________________ સ. નાના નિયમ પણ પાળી ન શકાય તો પાંચ મહાવ્રત કઈ રીતે પળાય ? નાનાં નિયમ પણ પાળી શકાતા નથી તેનું કારણ એ છે કે નિયમ લીધા પછી નિયમભંગનાં નિમિત્તોથી આઘા રહેવાની તૈયારી નથી. પાપનાં નિમિત્તોની વચ્ચે રહીને, પાપત્યાગના નિયમનો અભ્યાસ પાડવા મહેનત કરે તો આકરું જ પડે ને? મૌન લેનારા, બોલકણા મિત્રોનો સંગ છોડે અને રાત્રિભોજનનો નિયમ લેનારા, રાત્રિભોજન કરનારાનો સંગ છોડે તો મજેથી નિયમ પાળી શકે ને? તો સર્વ સંગનો ત્યાગ કરનારા સાધુભગવન્તો પાંચ મહાવ્રત કેમ ન પાળી શકે ? પાપ કરવાનું એક પણ નિમિત્ત ન મળે એવું આ સાધુપણું છે. જે પાપોનો ત્યાગ કર્યો છે તે પાપનું નિમિત્ત ન મળે તે માટે તો સાધુપણામાં સર્વસંગનો ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. સંસારીઓનો સંગ છોડે, સાધુપણાના વાતાવરણમાં રહે તેમ જ ગુરુભગવન્તની આજ્ઞાના ચોકઠામાંથી બહાર ન નીકળે તે પાંચ મહાવ્રત મજેથી પાળી શકે. પાપનાં નિમિત્તો વચ્ચે રહેવું છે અને પાપ છોડવું છે – એ શક્ય નહિ બને. શાસ્ત્રમાં કહ્યું છે કે જે નિયમ લે તેણે અધિકગુણી કે સમાનગુણીના સંપર્કમાં રહેવું, નિયમ વિનાનાઓના સંપર્કમાં ન રહેવું. પાપ કરનારનો સંગ, પાપના સંસ્કારને તાજા રાખે છે, ભૂંસાવા નથી દેતો. આપણા ભગવાન કેવા ? માતાની કુક્ષિમાં આવ્યા ત્યારથી પાપથી અટકવાવાળા, જન્મથી વિરાગી અને મહાસત્ત્વશાળી ! એવા પણ ભગવાન સર્વસંગનો ત્યાગ કરીને દીક્ષા લે. જ્યારે આપણે પાપનાં નિમિત્તોની વચ્ચે રહીને પાપરહિત બનવું છે, રાગનાં નિમિત્તામાં રહીને, વૈરાગ્ય પામવો છે – એ શક્ય બનવાનું? ભગવાને પોતે કેવું સાધુપણું પાળ્યું અને આપણને કેવું બતાવ્યું? અનંતમા ભાગે! છતાં તેને સ્વીકારવા માટે, પાળવા માટે ગલ્લાતલ્લાં કરીએ – એ ચાલે ? જેવા વાતાવરણમાં રહીએ એવી અસર પડે. નિષ્પાપ જીવન જીવવાનો અભ્યાસ પાડવો હોય તો પાપ કરનારાના સંગમાં રહેવું જોઈએ કે પાપરહિતના ? સં. સંગમાં રહેવા છતાં અલિપ્ત રહીએ તો? મનથી ન રહીએ તો? અગ્નિના સંગમાં અલિપ્ત રહીએ તો ઉષ્ણતા ન અડે ને? ઝાળ ન લાગે ને ? ઉકરડામાં વિષ્ટાની વચ્ચે મન વગર બેસીએ તો ગંધ ન આવે ને? ત્યાં અલિસપણે રહેવાની વાત કરો કે છોડવાની વાત કરો ? અને અહીં પાપ કરવા છતાં અલિત રહેવાની વાતો કરવી છે? સંસાર તો અગ્નિ કરતાં ય ભયંકર છે અને ઉકરડા કરતાં ય નિસાર છે તો એમાં રહેવાની વાત કરવાની હોય કે એમાંથી નીકળવાની? (૧૧) Page #15 -------------------------------------------------------------------------- ________________ સ. શાસ્ત્રમાં આવે છે ને કે સમકિતી સંસારમાં રહે, પણ રમે નહિ ? એ વાત બધા માટે છે કે જેને રહેવું પડે, જે નીકળી ન શકે એના માટે છે ? તમે સંસારમાં રહ્યા છો કે રહેવું પડયું છે ? જે રહેવા માટે રહે તે રમ્યા વગર ન રહે. જે નીકળી શકતો ન હોવાથી રહ્યો હોય તે રમે નહિ. જેના હાથપગ ભાંગી ગયા હોય તે આગમાંથી કે ઉકરડા વચ્ચેથી ખસી ન શકે એ બને પણ સાજો માણસ એક ક્ષણ પણ ત્યાં ઊભો રહે ખરો ? એવી રીતે નિકાચિત કર્મના યોગે જેનું સામર્થ્ય હણાઈ ગયું હોય તે સંસારમાં રહે, બાકી સાજો તો આઠમા વરસે જ સંસાર છોડી ચાલી નીકળે-તમે કર્મના યોગે રહ્યા છો કે મનના યોગે ? તમને, આઠમે વરસે દીક્ષા લેવાનું કહ્યું છે – એ યાદ ન આવ્યું અને ‘રહે, પણ રમે નહિ’ એ યાદ રહ્યું : એના ઉપરથી પણ તમારા હૈયાનો ઢાળ કઈ તરફ છે, એ જણાઈ આવે છે. દીક્ષાની ભાવનામાં રમતા મહાત્માઓ કર્મયોગે સંસારમાં રહ્યા હોય તોય તેમની ચિંતા નહિ. તમારી જાતને એ મહાપુરુષોની સાથે સરખાવતાં સત્તર વાર વિચાર કરજો. દીક્ષાની ભાવના વિનાનું અધ્યાત્મ એ કોરું અધ્યાત્મ છે, એને ઊડી જતાં વાર નહિ લાગે. એ અધ્યાત્મમાં ભીનાશ આવે-એવું કરવું છે. ‘ચારિત્ર વિના નિસ્તાર નથી' આ પરિણામ જ અધ્યાત્મની ભીનાશ છે. સ. શ્રાવકધર્મ પણ છે તો ભગવાનના ઘરનો. ભગવાને બે પ્રકારના ધર્મ બતાવ્યા ને ? શ્રાવકધર્મ ભગવાને બતાવ્યો એ વાત સાચી, પણ તે શક્તિસંપન્ન માટે બતાવ્યો કે અશક્ત માટે ? શ્રાવકપણામાં જે ધર્મ બતાવ્યો છે તે સાધુપણાના કારણરૂપે બતાવ્યો છે. શ્રાવકધર્મની યોગ્યતા આવ્યા વિના સાધુધર્મની યોગ્યતા આવતી નથી તેથી ક્રમિક વિકાસ બતાવવા માટે શ્રાવકપણામાં પણ ધર્મ બતાવ્યો છે; માત્ર શ્રાવકધર્મથી પણ નિસ્તાર થાય છે-એ જણાવવા માટે નહિ. સંપૂર્ણ ધર્મ તો સાધુપણામાં મળે. શ્રાવકપણામાં તો ધર્મ અને અધર્મ બે ભેગા. તેમાં ય ધર્મ થોડો ને અધર્મ વધારે. જેઓ સંપૂર્ણ ધર્મ આરાધી ન શકે તેવાઓ સાવ ધર્મ વગરના ન રહી જાય એ આશયથી તેવાઓ માટે અધૂરો ધર્મ બતાવ્યો. દેશવિરતિ (શ્રાવકપણા) માં પંદર આની પાપ ચાલુ અને એક આની જેટલો ધર્મ. એટલા ધર્મમાં પણ તમને ધર્મ કર્યાનો સંતોષ છે ? મજૂરી કરો તો પૈસા મળે, બે વખત પેટ ભરવા જોગું મળી રહે તેને કમાણી કરી કહેવાય ? જમવા બેસો ને બે કોળિયા ખાવા મળે તો પેટ (૧૨) Page #16 -------------------------------------------------------------------------- ________________ ભરાય ? બે ઘૂંટડા પાણી પીઓ તો તરસ છિપાય ? રાત્રે બે ઘડી આંખ મળી હોય તો ઊંઘ કરી ક઼હેવાય ? બિલકુલ જ ન મળે ત્યારે એટલાથી ચલાવો એ જુદું, પણ એમાં સંતોષ તો ન જ હોય ને ? ખાવા પૂરું જોઈએ, પીવા પૂરું જોઈએ, ઊંઘવા પૂરું જોઈએ, સુખ પૂરેપૂરું જોઈએ અને ધર્મ માત્ર અધૂરો ચલાવવો છે ? એક આની ધર્મ પણ ભગવાનના ઘરનો છે – એમ કહીને સંતોષ માનવો છે ? આ તો એક પ્રકારનો ધર્મ પ્રત્યેનો અણગમો છે – એવું નથી લાગતું ? સ. ત્યાં જેટલું લક્ષ્ય અહીં નથી. રાખ્યું નથી એમ કહો ને ? શ્રાવકપણાનો બધો ધર્મ સાધુપણું પામવા માટે છે - આટલું જો તમારા હૈયામાં અંકાઈ જાય તો આ બધી ચર્ચા લેખે લાગી એમ સમજવું. ચર્ચાના વિસ્તારમાં આપણો મૂળભૂત વિષય ભુલાવો ન જોઈએ . શ્રાવકપણું પાળે તે શ્રાવક નહિ. સાધુપણું ઝંખે તે શ્રાવક. માટે જ આ સૂત્ર દ્વારા સાધુપણાના આચાર તમને સમજાવવા છે. આ સૂત્રના પહેલા અધ્યયનનું નામ શ્રી ધ્રુમપુષ્પિકા અધ્યયન છે. દ્રુમ એટલે વૃક્ષ. વૃક્ષના પુષ્પના ઉદાહરણથી આમાં સાધુભગવન્તની ભિક્ષાચર્યાનો આચાર બતાવેલો હોવાથી આ અધ્યયનનું નામ ‘મપુષ્પિકા' છે. જેમ વૃક્ષના પુષ્પ ઉપર બેસેલો ભમરો પુષ્પને કિલામણા પહોંચાડયા વગર તેનો રસ લે છે અને રૃમ થાય છે તેમ સાધુભગવન્ત પણ દાતાને કોઈ પણ પ્રકારની પીડા પહોંચાડયા વગર તેની પાસેથી આહારપાણી ગ્રહણ કરે છે અને સંયમજીવનનો નિર્વાહ કરે છે. જેના વગર જીવનનો નિર્વાહ શક્ય નથી એવા આહારપાણી માટે પણ કોઈ જીવને પીડા ન પહોંચાડે એવા ભગવાનના સાધુ હોય. એક પણ જીવને દુ:ખ પહોંચાડચા વગર અને કોઈ પણ જાતનું પાપ કર્યા વગર જીવી શકાય એવું સુંદર આ સાધુપણાનું જીવન છે. આ અધ્યયનના નામનો અર્થ વિચારવાથી પણ સાધુપણાનું સર્વથા નિષ્પાપ જીવન નજર સામે આવે એવું છે. વૃક્ષના પુષ્પનું ઉદાહરણ તો બીજી ગાથામાં જણાવ્યું છે. તેની પહેલાં પહેલી ગાથામાં ધર્મનું જે સ્વરૂપ બતાવ્યું છે તે સમજી લઈએ. धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो वो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥१- १ ॥ અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મમાં જેનું · મન સદા લાગી રહ્યું હોય તેને દેવો પણ નમસ્કાર કરે છે. આ પ્રમાણે પહેલી ગાથાનો શબ્દાર્થ છે. આ ગાથાનાં પ્રત્યેક પદોનો અર્થ વિસ્તારથી ટીકામાં જણાવ્યો છે. (૧૩) Page #17 -------------------------------------------------------------------------- ________________ નિયંતિની ગાથાના આધારે નિક્ષેપાની ચર્ચા પણ આમાં સારી રીતે જણાવવામાં આવી છે. ટીકાના પદાર્થોનું વાસ્તવિક કોટિનું જ્ઞાન મેળવવા માટે સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય (તર્કશાસ્ત્ર) વગેરે ગ્રંથનો સારો અભ્યાસ જરૂરી છે. એવા અભ્યાસ વિના શ્રાવકશ્રાવિકાને જ નહિ, દરેક સાધુસાધ્વીને પણ આ ટીકાનો અક્ષરેઅક્ષર સમજાવો કઠિન છે. વર્તમાનમાં સાધુસાધ્વી વર્ગમાં કે શ્રાવકશ્રાવિકા વર્ગમાં જ્ઞાન પ્રત્યેની જે ઉદાસીનતા છવાયેલી છે તેના યોગે આજનો મોટાભાગનો ધર્મીવર્ગ છતી શક્તિએ શાસ્ત્રોના પરમાર્થથી અજાણ રહ્યો છે. પોતાનું અજ્ઞાન ખટકે તેને જ્ઞાનની કિંમત સમજાય. આ સૂત્રના અર્થ સાંભળતાં, ટીકાના પદાર્થોનું વિસ્તારથી જ્ઞાન કદાચ ન થાય, છતાં આપણા અજ્ઞાનનું આપણને ભાન થઈ જાય તો ય સાંભળેલું સફળ થયું - એમ સમજવું. આપણે તો માત્ર ટીકાનો સારભૂત ભાગ જ અહીં સમજવો છે. બને - એટલી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. તમે ધ્યાન રાખીને, જિજ્ઞાસાભાવે, કાંઈક પામવાના ભાવે સાંભળશો તો સમજાશે, કાંઈક હાથમાં પણ આવશે. પહેલી ગાથામાં જણાવ્યું છે કે ધર્મ એ શ્રેષમાં શ્રેષ્ઠ કોટિનું મંગલ છે. મંગલની વ્યાખ્યા કરતાં ટીકાકારશ્રી ફરમાવે છે કે જેનાથી આત્માનું હિત મંગાય છે - પ્રાપ્ત કરાય છે (મક્યતે હિતમનેન તિ મ મ્I ) તેને મંગલ કહેવાય છે. અથવા મને એટલે કે આત્માને પોતાને આ ભવ-સંસારમાંથી ગાળ-તારે (માં માત્ નિયંતિ તિ માતYI) તેને મંગલ કહેવાય. જે આ સંસારથી તારનાર ન હોય અને જે આત્માને હિતકર ન હોય તે પરમાર્થથી અપમંગલસ્વરૂપ છે. આ દુનિયામાં શ્રી વીતરાગપરમાત્માએ બતાવેલ સર્વવિરતિધર્મ સિવાય બીજું કોઈ આ સંસારથી તારનાર કે આત્મહિતને સાધી આપનાર નથી. દુનિયામાં બીજાં મંગલો તો સંસારમાં ડુબાડનારાં અને આત્માના અહિતને કરનારાં છે. માટે સર્વ મંગલો કરતાં ચઢિયાતું મંગલ આ ધર્મ છે માટે જ તે ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ મંગલસ્વરૂપ કઈ રીતે છે તે જણાવવા માટે ધર્મનું સ્વરૂપ સમજવું જરૂરી છે. ધર્મની વ્યાખ્યા કરતાં જણાવે છે કે જે, દુર્ગતિમાં પડતા એવા પ્રાણીઓને ધારી રાખે તેમ જ તેઓને શુભ સ્થાનમાં સ્થાપિત કરે તેને ધર્મ કહેવાય. દુર્ગતિ એટલે ચારગતિમય સંસાર અને શુભ સ્થાન એટલે મોક્ષરૂપ સ્થાન. એટલે નક્કી છે કે આ ચારગતિમય સંસારમાંથી આત્માને તારીને પરમ હિતકારી એવા મોક્ષરૂપ સ્થાનમાં સ્થાપિત કરનાર ધર્મ હોવાથી તે મંગલસ્વરૂપ છે. જેમાં આત્માની દુર્દશા થાય તેનું નામ દુર્ગતિ. આ ચારે ગતિમાં કર્મના યોગે આત્માની દુર્દશા થાય છે. કર્મયોગે જીવ ચારે ગતિમાં ભટકે છે, માટે ચારે ય ગતિ દુર્ગતિ છે. આ ચારમાંથી એક (૧૪) Page #18 -------------------------------------------------------------------------- ________________ પણ ગતિ એવી નથી કે જ્યાં કર્મરહિત શુદ્ધ આત્મા રહી શકે, માત્ર મોક્ષ જ એક એવું સ્થાન છે. માટે મોક્ષ એ સદ્ગતિ-શુભ સ્થાન છે. જ્યાં આત્માની શુદ્ધ દશા હોય તેનું નામ સદ્ગતિ. સ. મનુષ્યગતિ અને દેવગતિ : એમ સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષે ગયા - એવું કહેવાય છે ને ? એ તો સદ્ગતિરૂપ મોક્ષમાં જવાની નિસરણી બને એટલાપૂરતી સદ્ગતિ કહી. ' ત્યાં રહેવા જેવું છે માટે સદ્ગતિ નથી કહી. નિસરણી એ રહેવાનું સ્થાન ગણાય કે ચઢવાનું સ્થાન ગણાય? મકાનમાં જવા માટે નિસરણી ગોતવી પડે પરંતુ નિસરણી મળી ગયા પછી ત્યાંથી ઉપર ચઢીએ તો મકાનમાં જવાય. ઉપર ન ચઢીએ તો નિસરણી ઉપર રહેવા ન મળે, ત્યાંથી પાછા નીચે ઊતરી જવું પડે. જે નિસરણી, ઉપર ચઢવા માટે રાખી હોય તે ય નીચે ઊતરવા પણ કામ લાગે ને ? તેમ જે મનુષ્યદેવ ગતિ મોક્ષમાં જવા કામ ન લાગે તે નરકાદિગતિનું કારણ બનતી હોવાથી દુર્ગતિ સ્વરૂપ છે. વ્યવહારથી શુભ સ્થાન તરીકે મનુષ્યગતિ અને દેવગતિને સદ્ગતિ તરીકે ભલે ગણી હોય, પરંતુ પરમાર્થથી તે પણ દુર્ગતિ છે – એ યાદ રાખવું. આથી જ દેરાસરમાં સાથિયો ચાર પાંખડાંનો કરવામાં આવે છે. જો બે ગતિ સદ્ગતિ હોય અને ટાળવાયોગ્ય ન હોય તો માત્ર બે જ પાંખડાંનો સાથિયો કરવાનું કહ્યું હોત. તમે ચઉગતિભ્રમણ નિવારવાની વાત કરો કે નરક-તિર્યંચરૂપ દુર્ગતિના ભ્રમણને જ નિવારવાની વાત કરો? શ્રી નમુત્યુસંસૂત્રમાં શ્રી તીર્થંકરભગવન્તને ધમ્મરચાઉરંતચક્રવટ્ટણ કહ્યા છે ને ? તેનો અર્થ શું? ચાર ગતિનો અંત કરનારા હોવાથી ધર્મના ચતુરંત ચક્રવર્તી તરીકે તેમને સ્તવ્યા છે. માટે નક્કી છે કે ચાર ગતિથી તારીને પાંચમી ગતિમાં જે લઈ જાય તેનું નામ ધર્મ. જે ચારગતિને નિવારવા મથે તે દેવગતિને સદ્ગતિ કઈ રીતે માની શકે ? અવિરતિને ભૂંડી માનીને સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર કે સર્વવિરતિધર બનેલાઓ પાછા અવિરતિને ઈચ્છે – એ બને ? - સ. સાધુપણું આરાધી દેવલોકમાં ગયા - એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે ને? ' એતો જે બન્યું તે જણાવ્યું, ત્યાં જવા જેવું છે માટે નથી જણાવ્યું. દેવલોકમાં જવા જેવું છે - એવું કોઈ શાસ્ત્રમાં આવે છે ? ત્યાં ગયેલા અનુત્તરવાસી દેવો પણ પોતાના જન્મને વ્યર્થ ગણે છે, ને તમારે ત્યાં જવું છે? સવારે “શ્રી વિશાલલોચન સૂત્ર' માં બોલો ને કે – (૧૫) Page #19 -------------------------------------------------------------------------- ________________ येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥ જેઓના જન્માભિષેકકર્મને કરીને હર્ષના સમુદાયથી મસ્ત બનેલા દેવેન્દ્રો પોતાના સ્વર્ગને તણખલાજેવું પણ ગણતા નથી તે શ્રી જિનેશ્વર દેવો કલ્યાણ-મોક્ષ માટે થાઓ. ત્યાં ગયેલા દેવો પણ જો પોતાના સુખને ઘાસથી તુચ્છ માને તો આપણે મૂરખ છીએ કે ત્યાં જવા માટે પ્રયત્ન કરીએ ? ‘ચારિત્ર વગર મુકૃતિ નહિ’ કે ‘ચારિત્ર વગર દેવલોક નહિ' ? દેવલોક એ સાધુપણાની સાધનાનું ફળ નથી, સાધનાની અપૂર્ણતાનું સૂચક છે. સાધુભગવન્ત દેવલોકમાં જાય તો સમજી લેવું કે આરાધના અધૂરી રહી માટે દેવલોકમાં ગયા. આરાધના પૂરી થઈ હોત તો મોક્ષમાં જ જાત. એક વાર અમદાવાદ જ્ઞાનમંદિરમાં આચાર્યભગવન્ત બિરાજમાન હતા ત્યારે આ લોક કે પરલોકના સુખના આશયથી ધર્મ ન કરવાની વાત વ્યાખ્યાનમાં ચાલતી હતી. તે વખતે એક ભાઈએ પૂછ્યું કે - સાધુભગવન્તો પણ સાધુપણું પાળીને દેવલોકમાં જાય છે ને ? ત્યારે આચાર્યભગવન્તે કહ્યું હતું કે–સાધુપણું પાળતાં ન આવડે તો દેવલોકમાં જાય, બાકી પાળતાં આવડે તો સાધુભગવન્ત મોક્ષમાં જ જતા રહે. લોકમાં પણ, જેઓ કામ અધૂરું મૂકે તેને કરતાં ન આવડયું - એમ કહેવાય છે ને ? તેમ સાધુભગવન્તની પણ આરાધના અધૂરી રહી જાય તો માનવું પડે ને કે તેમાં ખામી રહી છે ? દેવલોકમાં જવા માટે સાધુપણાની જરૂર નથી. સમ્યક્ત્વમાત્રથી પણ દેવલોકમાં જઈ શકાય છે. આગળ વધીને મિથ્યાત્વની હાજરીમાં પણ દેવલોકમાં જઈ શકાય છે. તેથી સર્વવિરતિનો ઉપદેશ દેવલોકમાં જવા માટે નથી આપ્યો. આ પાંચમા આરામાં આ ક્ષેત્રમાંથી સીધા મોક્ષે તો જઈ શકાવાનું નથી અને દેવલોકમાં તો સમ્યક્ત્વમાત્રથી પણ જઈ શકાય છે છતાં પાંચમા આરાના જીવોને સાધુ થવાનો ઉપદેશ ભગવાને શા માટે આપ્યો – એનો વિચાર કર્યો છે ? પાંચમા આરામાં પણ સાધુપણું મોક્ષે જવા માટે જ પાળવાનું છે. મોક્ષ ભલે ન મળે પણ મોક્ષને નિકટ બનાવવાનું કામ, એક-બે ભવમાં મોક્ષને નિશ્ચિત કરવાનું કામ આ સાધુપણું જ કરે છે. સર્વવિરતિથી સર્વકર્મથી રહિત બનાય છે - એ યાદ રાખવું. સ. મનુષ્યપણું પણ દુર્ગતિ ? શાસ્ત્રમાં મનુષ્યજન્મ વખાણ્યો છે ને ? એ તો સાધુપણું અપાવે છે માટે વખાણ્યો છે, મેળવવાજેવો છે માટે નથી વખાણ્યો. મેળવવાજેવો મોક્ષ કે મનુષ્યપણું ? મનુષ્યપણું દુર્લભ છે – એ પ્રમાણે (૧૬) Page #20 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યું, મળેલા મનુષ્યજન્મનો સદુપયોગ કરી લેવાનું જણાવ્યું પરંતુ મનુષ્યપણું મેળવવાનો ઉપદેશ નથી આપ્યો. મનુષ્યપણું મળે એટલે મોક્ષ મળે જ – એવો નિયમ નથી. સંસારમાં અનન્તા ભવો સુધી રખડવા માટે પણ આ મનુષ્યપણું કામ લાગે છે. નરકાદિ દુર્ગતિમાં જવાનો મસાલો ખૂટે ત્યારે તેને ભેગો કરવા માટે ઘણા જીવો મનુષ્યપણામાં આવતા હોય છે. માટે મનુષ્યગતિ પણ દુર્ગતિ છે. આ સંસારમાં ચાર ગતિમાંથી એકે ગતિમાં સ્થિર રહી શકાય એવું નથી, માટે પાંચમી ગતિમાં જવું છે. ત્યાં જવા માટેની સાધનાની અનુકૂળતા માત્ર મનુષ્યજન્મમાં જ મળે છે – એટલા પૂરતો મનુષ્યજન્મ ઉપાદેય છે. મોક્ષનું કારણ બનાવતાં આવડે તો મનુષ્યજન્મ સારે. મનુષ્યગતિ કે દેવગતિ શુભગતિ છે, પુણ્યપ્રકૃતિ છે માટે સારી નથી. પુણ્ય પણ તે સારું કે જે ક્રમે કરી મોક્ષે પહોંચાડે. જે મોક્ષે જતાં અટકાવે તે પુણ્ય સારું નહિ, જે મોક્ષે પહોંચાડે તે પાપ પણ સારું. પુણ્યપ્રકૃતિનો ઉદય સંસારમાં રખડાવતો હોય અને પાપપ્રકૃતિનો ઉદય મોક્ષે પહોંચાડતો હોય તો કોની પસંદગી કરો ? નરકગતિમાં સમ્યકત્વ મળતું હોય એ સારું કે દેવગતિમાં મિથ્યાત્વ હોય એ ચાલશે? સમ્યકત્વ જો મળતું હોય તો નરકગતિ ચાલશે, દેશથી પણ વિરતિ મળતી હોય તો તિર્યંચગતિ ચાલશે પરંતુ મિથ્યાત્વમાં સબડવું પડે એવો દેવલોક નથી જોઈતો : આટલું બોલી શકો ? તમે ભગવાનની આગળ બોલો છોને કે - નિનવનિર્મો મા પુર્વ . ચાં વેટોડપિ વિદ્રોડપિ વિનધર્માધિવાસિત: // શ્રી જિનેશ્વર ભગવાના ધર્મથી રહિત ચક્રવર્તીપણું પણ મારે નથી જોઈતું. ભલે દરિદ્ર બનું કે દાસ બનું પરંતુ જિનધર્મથી વાસિત હોઉં તો મારે કાંઈ ચિંતા નથી. તેમ અહીં પણ કહેવું છે કે દીક્ષા અપાવે એવું રંકપણું ચાલશે પણ દીક્ષા ન મળે એવું રાજાપણું નથી જોઈતું. શ્રી સંપ્રતિ મહારાજાને રંકના ભવમાં દીક્ષા મળી અને રાજાના ભવમાં દીક્ષા ન મળી : કયો ભવ સારો ગણાય ? સંપ્રતિ મહારાજાના ભવમાં જાતિસ્મરણશાન થયું પણ દીક્ષા ન મળી. શ્રી મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન થયું તો તરત દીક્ષા લઈને નીકળી પડ્યા. માતાએ કહ્યું કે દીક્ષામાં દુઃખનો પાર નથી અને તારી કાયા તો સુકુમાલ છે. ત્યારે શ્રી મૃગાપુત્ર કહે છે કે આ સંસારમાં દુઃખનો પાર નથી. અત્યાર સુધી દીક્ષા કરતાં અનન્તગુણી વેદના નરકાદિમાં અનન્તી વાર સાક્ષાત્ ભોગવી આવ્યો છું. આથી હવે એ દુઃખનો ડર કાંઈ સતાવતો નથી. હવે તો આ સંસાર જ ન જોઈએ.... એમ કહીને ચાલી નીકળ્યા. આમ શ્રી મૃગાપુત્રજી જાતિસ્મરણ જ્ઞાનથી દીક્ષા પામ્યા પણ શ્રી સંપ્રતિ મહારાજા જાતિસ્મરણશાન થવા છતાં ચારિત્ર ન પામી શક્યા. ચારિત્ર પ્રત્યે (૧૭) Page #21 -------------------------------------------------------------------------- ________________ રાગ હતો તેથી નેવું હજાર જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, છત્રીસ હજાર જિનપ્રાસાદ નવાં બંધાવ્યાં, અનાર્યક્ષેત્રમાં પણ સાધુસાધ્વીનો વિહાર સુલભ બને તેવી વ્યવસ્થા કરી. દીક્ષા લેવાની આકંઠ ઇચ્છા છતાં દીક્ષા ન મળે – એ પુણ્ય કેવું કહેવાય ? સ. રાજાપણામાં પણ દીક્ષા પ્રત્યે આવો રાગ હતો એટલે એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ને ? એ પુણ્ય તો સારું ને ? પુણ્યાનુબંધી પુણ્ય પણ સાધુપણું લેતાં અટકાવતું હોય તો સારું કઈ રીતે કહેવાય ? સુખના ઢગલામાં પણ આસક્તિ ન કરાવે, સંસારને વધારનારું ન બને એટલાપૂરતું એ પુણ્ય સારું. બાકી સંસારને કાપવામાં કામ ન લાગતું હોય તો એવા પુણ્યમાં શું રાચવાજેવું છે ? પુણ્યાનુબંધી પુણ્ય નિર્મળ આરાધનાથી બંધાય છે, છતાં એ પુણ્યયોગે મળતાં ભોગસુખો આરાધકને અગ્નિજેવાં અનિષ્ટ લાગે એમ શાસ્ત્રમાં હ્યું છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને ટાળ્યા વગર ચારિત્ર ઉદયમાં ન આવે. કપડાં ધોતી વખતે પાણીનો યોગ તો થાય પણ ભીનું કપડું પહેરવા કામ ન લાગે, એ કપડું સૂકવવું પડે. તેમ શુભ ભાવે ધર્મ કરતી વખતે પુણ્યાનુબંધી પુણ્યનો યોગ તો થાય, પરંતુ શુદ્ધ ચારિત્રધર્મની આરાધના કરવી હોય તો તે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને ટાળવો પડે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદ્દયથી મળેલાં સુખો છોડયા વગર ભગવાનનું સાધુપણું પામી ન શકાય. તીર્થંકરના આત્માઓને છેલ્લા ભવમાં જે દેવતાઈ ભોગો મળે છે તે પુણ્યાનુબંધી પુણ્યના યોગે જ મળે છે ને ? છતાં નિકાચિત પુણ્ય તેઓને પણ દીક્ષા લેતાં અટકાવે ને ? ન સ. નિકાચિત કર્મ ભોગવ્યા વિના ન જાય ? નિકાચિત ન જાય પણ અનિકાચિત વગર ભોગવ્યે ટળી શકે. આથી જ જ્યારે ભગવાને જોયું કે કર્મ નિકાચિત નથી રહ્યું ત્યારે ભગવાન ભોગવવા નથી રહ્યા. ભોગસુખમાં તદ્દન વિરાગી એવા પણ ભગવાને જ્યારે એ ભોગસુખનો ત્યાગ કર્યો ત્યારે જ દીક્ષા મળી ને ? ભગવાન તો જાણતા હતા કે પોતાનું કર્મ નિકાચિત છે કે અનિકાચિત. માટે ભગવાન નિકાચિત કર્મને ભોગવીને પૂરું કરે એ બરાબર છે. આપણે જાણીએ છીએ કે આપણું કર્મ નિકાચિત છે કે અનિકાચિત ? નહિ ને ? તો એવા વખતે નિકાચિત માનીને ભોગવવા કરતાં તો અનિકાચિત માનીને દૂર કરવાનો પુરુષાર્થ કરવો, એમાં જ બુદ્ધિમત્તા છે ને ? આપણી અશાતા નિકાચિત છે કે અનિકાચિત – એની જાણ નથી છતાં ય તેને નિકાચિત માની ભોગવી લો કે અનિકાચિત (૧૮) Page #22 -------------------------------------------------------------------------- ________________ માની ટાળવા મથો? લીમડાના રસમાં, જેમ સાકરનો સ્વાદ ભળી જાય તેમ શાતા પણ અશાતામાં ભેળવીને ભોગવાઈ જાય એવું છે – બોલો, કરવું છે? ભગવાન પરિષહ ઉપસર્ગો વેઠે ત્યારે ઈન્દ્રાદિ દેવતા સ્તવના કરે, શાતા પૂછે છતાં ભગવાન કાઉસ્સગ્ગ ધ્યાને રહે, આંખ ઊંચી કરીને પણ ન જુએ. કારણ કે પુણ્યોદય ભોગવવો નથી. આજે તો કો'કના બદલે કો'ક આવે તો કહે કે પદ્માવતી આવ્યાં. એવાઓ પુણ્યના ભોગવટાને ક્યાંથી છોડી શકે? પાપના ઉદય વખતે પણ પુણ્ય ભોગવવાની લાલસા ન મરે તો સાધુપણું કઈ રીતે આરાધી શકાય? સુખ ઉપરથી નજર ખસે, સુખ આપનાર પુણ્ય ઉપરથી નજર ખસે પછી ધર્મ કરવાની યોગ્યતા આવે. સંસારના સુખના આશયથી ધર્મ ન કરાય તેમ એ સુખ અપાવનાર પુણ્ય બંધાય એવી લાલસાથી પણ ધર્મ ન કરાય. ધર્મ તો કર્મમાત્રની નિર્જરા દ્વારા આત્માને નિર્મળ બનાવવા માટે કરવાનો છે. આત્માનું એ નિર્મળ સ્વરૂપ પ્રગટાવનાર ચારિત્રધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગલ છે. કારણ કે આ ચારિત્રધર્મથી જ આત્માનું હિત સધાય છે અને આ ચારિત્રધર્મથી જ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આ ચારગતિમય સંસારથી અળગા થઈ પંચમગતિરૂપ મોક્ષમાં જવાય છે. પરમપદે પહોંચવું એ આ ધર્મનું ફળ છે અને અહિંસા, સંયમ, તપ એ ધર્મનું સ્વરૂપ છે. અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ. સ. આજ્ઞા એ ધર્મ નહિ ? આશા એ ધર્મ ખરો, પરંતુ એ આજ્ઞા કોની ? પરમાત્માની જ ને ? પરમાત્માની આશા કઈ ? અહિંસા, સંયમ અને તપનું પાલન કરવું એ જ ભગવાનની આજ્ઞા છે. ધર્મનું સ્વરૂપ સમજવા માટે ભગવાનની આજ્ઞાનું સ્વરૂપ સમજવું પડે અને આજ્ઞાનું સ્વરૂપ સમજવા માટે અહિંસા, સંયમ અને તપનું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે. અહિંસા, સંયમ અને તપની વ્યાખ્યા ટીકાકાર પરમર્ષિએ અહીં વિસ્તારથી કરી છે, એ જોતાં આપણી વ્યાખ્યા અને શાસ્ત્રકારોની વ્યાખ્યામાં ઘણું અંતર છે એમ લાગ્યા વિના નહિ રહે. એ અંતર કાપવા આપણે ક્રમસર અહિંસા વગેરેનું સ્વરૂપ સમજી લેવું છે. અહિંસા કોને કહેવાય? 1. સ. કોઈ પણ જીવને મારવું નહિ. " દુઃખ પહોંચાડીએ તો વાંધો નહિ, પણ મારવું નહિ – એમ જ ને? (૧૯) Page #23 -------------------------------------------------------------------------- ________________ સ. દુઃખ પહોંચે તો મિચ્છામિ દુક્કડં આપી દઇએ. - તમારો મિચ્છામિ દુક્કડં પણ કેવો ? સામાના દુઃખમાં વધારો કરે એવો ને ? સામાની સાત પેઢીની ભૂલો યાદ કરાવીને, ‘તમને દુઃખ થયું હોય તો મિચ્છામિ દુક્કડં’ કહેવું – એ મિચ્છામિ દુક્કડં આપવાની રીત નથી. ‘તમારો વાંક નથી, મારો જ વાંક છે, મારી જ ભૂલ છે’ - એવું માનવાની – કહેવાની તૈયારી હોય તો સાચો મિચ્છામિ દુક્કડં આપી શકાય. કોઈ પણ જીવને મારવાનું કે દુ:ખ પહોંચાડવાનું કયારે બને ? તે આપણને દુઃખ આપે છે – એવું માનીએ ત્યારે ને ? અને કોઈ આપણને દુઃખ ક્યારે આપી શકે ? આપણે પાપ કર્યું હોય તો ને ? નિર્નિમિત્ત કોઈ આપણને દુ:ખ આપતું નથી. આપણે પાપ ન કર્યું હોય તો કોઈની તાકાત નથી કે આપણને દુઃખ આપી શકે. આપણે પાપ કર્યું છે માટે બીજા આપણા દુ:ખમાં નિમિત્ત બને છે. આપણે પાપ કર્યું એ આપણો જ વાંક ને ? છતાં આપણા પાપને આગળ કરવાના બદલે એ પાપયોગે આપણા દુ:ખમાં નિમિત્ત બનનારને આગળ કરી, સામે તેને દુ:ખ પહોંચાડવું – તે આપણી જ ભૂલ ને ? પોતાની ભૂલ જોતાં શીખે તે સાચી ક્ષમાપના કરી શકે. ધર્માત્મા તે કે જે ગમે તેવા કપરા સંયોગોમાં પણ પોતાનો વાંક શોધી કાઢે. જે પોતાનાં ગુના ઢાકે અને બીજાનો વાંક કાઢે તે ધર્મી ન હોય. ધર્મી તે કે જે બીજાના વાંક ઢાંકીને પોતાનો વાંક શોધી કાઢે. સંગમે એક રાત્રિમાં ઘોર ઉપસર્ગ કર્યા, છતાં ભગવાને શું વિચાર્યું ? ‘ત્રણ જગતના તારક એવા અમે આના સંસારપરિભ્રમણનું કારણ બન્યા.’ એમ જ ને ? શ્રી ગજસુકુમાલમુનિને માથે અંગારા મુકાયા, શ્રી ઝાંઝરિયામુનિને જીવતાં દાટી દીધા, શ્રી ખંધકમુનિની જીવતાં ચામડી ઉતારાઈ.... છતાં કોઈએ પૂછ્યું નથી કે-કયા ગુનાની સજા છે. પોતે કરેલા પાપનું જ આ ફળ છે એમ સમજી પરમસમતાથી એ મરણાન્ત દુઃખો સહ્યાં તો કેવળજ્ઞાન પામી પરમપદે પહોંચી ગયા. આપણા ભગવાન પોતાનો વાંક જુએ, આપણા સાધુભગવન્તો પોતાનો વાંક જીએ અને તેમના અનુયાયી એવા આપણે બીજાનો વાંક કાઢયા કરીએ-એ કેમ ચાલે ? / જે પોતાના દોષો જુએ તે દુ:ખ મજેથી વેઠી શકે. જે દુ:ખ મજેથી વેઠે તે જ બીજાના દુઃખને ટાળી શકે. પોતાના મન, વચન, કાયાના યોગે કોઈના પણ મન, વચન કે કાયાને દુ:ખ ન પહોંચાડવું તેનું નામ અહિંસા. સૂક્ષ્મ જીવ હોય કે બાદર જીવ હોય, ત્રસ હોય કે સ્થાવર હોય, અપરાધી હોય કે નિરપરાધી હોય, કોઇ પણ જીવને કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ કાળમાં, રાગાદિ કોઈ પણ ભાવથી; મનથી, વચનથી કે કાયાથી કરવારૂપે, કરાવવા૫ે કે અનુમોદવારૂપે દુઃખ ન પહોંચાડવું – તે અહિંસા. (૨૦) Page #24 -------------------------------------------------------------------------- ________________ અહિંસા એટલે પ્રાણાતિપાતની વિરતિ. પ્રાણાતિપાત એટલે હિંસા. ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય વગેરે દસ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનો અતિપાત એટલે કે નાશ કરવો, પીડા પહોંચાડવી તેનું નામ હિંસા. આ હિંસાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરેને આશ્રયીને અનેક પ્રકાર છે. તેમાંથી એક પણ પ્રકારે હિંસા ન કરવી, દરેક પ્રકારની હિંસાથી વિરામ પામવું – અટકવું તે અહિંસા. સાધુભગવન્તોનું પહેલું મહાવ્રત કહો કે અહિંસા કહો બન્ને એક જ છે. કોઈ પણ જીવને દુઃખ પહોંચાડ્યા વગર જીવી શકાય એવું એકમાત્ર આ સાધુપણાનું જીવન છે. એ સિવાય આ સંસારમાં કોઈપણ જીવને દુ:ખ આપ્યા વગર જીવી શકાતું નથી. આ સંસારમાં મોટામાં મોટું પાપ જ એ છે કે – બીજાને દુઃખ આપ્યા વગર જિવાતું નથી. આથી જ ભગવાને સાધુપણાનો માર્ગ બતાવ્યો છે. સંસારમાં દુઃખ ઘણું આવે છે માટે સંસારનો ત્યાગ કરીને સાધુ થવાનું ફરમાવ્યું નથી. સંસારમાં દુ:ખ આપવું પડે છે અને બીજાને દુ:ખ આપવું તે પાપ છે માટે સાધુ થવાનું ફરમાવ્યું છે. બાકી દુઃખ તો જેમ સંસારમાં આવે છે તેમ સાધુપણામાં ય આવે છે. સાધુપણામાં તો દુ:ખ ઊભું કરીને વેઠવાનું છે. આજે ઘણાં સાધુસાધ્વી મુમુક્ષુઓને સમજાવે છે કે ‘સંસારમાં રાંધવાનું દુઃખ, કમાવાનું દુઃખ, મરણાદિના પ્રસંગે વ્યવહાર સાચવવાનું દુ:ખ, સાધુપણામાં કશી કડાકૂટ નહીં...' આવાઓ પોતે જ માર્ગના અજાણ હોવાથી બીજાને ય ઉન્માર્ગે દોરવાનું કામ કરે છે. દુ:ખથી બચવા સાધુપણું નથી, પાપથી અટકવા માટે સાધુપણું છે. દુ:ખ આપવું તે પાપ અને એ પાપથી બચવા દુ:ખ મજેથી વેઠી લેવું તે ધર્મ : સાધુ દુ:ખ ભોગવે પણ દુ:ખ આપે નહિ. આપણને દુઃખ આવે તો રાજી થઇએ કે રોવા બેસીએ ? દુ:ખ આવે તો પાપનો ઉદય માની દીન બની જાય તે ધર્મ આરાધી ન શકે. દુ:ખને પાપકર્મની નિર્જરા કરવાની તક માને તે ધર્મ સારામાં સારી રીતે આરાધી શકે. દુ:ખ આપવાના પાપથી તે જ બચી શકે કે જે ગમે તેવા દુઃખને વેઠી લેવા તૈયાર હોય. પોતાના પ્રાણની રક્ષા માટે બીજાના પ્રાણની આહુતિ ન લેવી, પરંતુ અવસરે બીજાના પ્રાણની રક્ષા માટે પોતાના પ્રાણ મૂકી દેવા – તેનું નામ સાધુતા. તમે શ્રી ધર્મરુચિ અણગારને જાણો છો ને ? માસક્ષમણના પારણે ગોચરી લેવા ગયા હતા ત્યારે એક સ્ત્રીએ કડવું તુંબડું વહોરાવ્યું, તે લઈને ગુરુ પાસે આવ્યા, ગોચરી આલોવીને ગુરુભગવન્તને બતાવી. જ્ઞાની ગુરુએ વિષતુલ્ય જાણી એ તુંબડાનું શાક નિરવદ્ય સ્થાને પરઠવવા કહ્યું. શ્રી ધર્મરુચિ અણગાર નિરવઘ સ્થાને ગયા. પરઠવવા જતાં માત્ર એક ટીપું નીચે પડયું, તેની પાસે જેટલી કીડીઓ આવી તે તરત જ મરી ગઈ. (૨૧) Page #25 -------------------------------------------------------------------------- ________________ એ જોઈને તેમનું હૈયું દ્રવી ગયું. અનેક જીવોનો સંહાર ન થાય તે માટે ગુરુની આજ્ઞા અનુસાર પોતાની કુક્ષિરૂપ નિરવઘ સ્થાનમાં આહાર પધરાવ્યો અને પોતાના પ્રાણના ભોગે બીજા અનેક જીવોના પ્રાણ બચાવ્યા. આપણા પ્રાણ ગમે તેટલા કીમતી હોય તો ય બીજાના પ્રાણના ભોગે તેની રક્ષા નથી કરવી. આ જ શ્રી દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં જણાવ્યું છે કે સર્વે નવા વિ રૂછતિ નીવિડ ન મન્નિડ બધા જીવો જીવવાને ઈચ્છે છે, કોઈ પણ મરવાને ઇચ્છતા નથી, માટે આપણા મનવચનકાયાના યોગો ભગવાનની આજ્ઞાથી એ રીતે પ્રવર્તાવવા કે જેથી કોઈને પણ દુઃખ આપવાનું ન થાય. આ પરિણામ સાચવવા માટે સાધુપણું છે. સ. અમે તો જીવદયા પાળવી તેને અહિંસાધર્મ કહીએ. વર્તમાનમાં અહિંસાધર્મ પશુ-પંખી વગેરે જીવ બચાવવામાં જ સમાયો છે પરંતુ આ રીતે જીવદયામાં પૈસા લખાવવા માત્રથી કે કતલખાનેથી જીવ છોડાવવા માત્રથી અહિંસાધર્મ ન પળાય. આપણી અહિંસા તો કોઈ પણ જીવને દુઃખ ન. પહોંચાડવાના આત્મપરિણામ સ્વરૂપ છે. આજે ચણ નાખવા વગેરે દ્વારા ઢોરની દયા પાળનારા, માણસની કેટલી દયા પાળે ? રાતદિવસ સાથે રહેનારાની કેટલી દયા પાળે? એક બાજુ ઘરના લોકોને – માતાપિતા, ભાઈ, બહેન, પત્ની, સંતાન વગેરેને - દુઃખ પહોંચાડે અને બીજી બાજુ જીવદયાનો રસ બતાવે એ ચાલે? જીવદયાનો પ્રેમી તો કોઈની સાથે ઝઘડે નહિ. આપણને દુઃખ થાય તો વાંધો નહિ પણ બીજાને કકળાટ થાય, મનદુઃખ થાય એવું નથી કરવું એ સાચી અનુકંપા. આ અનુકંપાની શરૂઆત આપણા ઘરથી કરવાની. તમારી જીવદયાની પ્રવૃત્તિ બંધ કરવાની આ વાત નથી, પરંતુ એ પ્રવૃત્તિ લેખે ત્યારે લાગશે કે જ્યારે આપણા વડીલોની, ઘરના લોકોની અપ્રીતિનો - દુઃખનો પરિહાર કરીએ. આપણા વર્તનના કારણે કોઈનેય દુઃખ થાય તેવું નથી કરવું. આપણે અપમાન વેઠવું પડે, નુકસાન વહોરવું પડે, આપણું જતું કરવું પડે તો વાંધો નહિ, પણ ઘરના વડીલ કહે તો કરી લેવું છે-આટલું નક્કી કરવું છે ? સ. ઘરના વડીલને તો ઘરનાને કહેવું ય પડે ને? તો વડીલ અહિંસા કઈ રીતે સાચવે? બીજાને કહેતાં આવડે તો અહિંસા મજેથી સચવાય. તમે જેવું બીજાને કહો છો એવું તમને કોઈ કહે તો તમને ગમે કે નહિ – એનો વિચાર કરીને કહો તો લગભગ કોઈને દુઃખ પહોંચાડવાનો વખત નહિ આવે. તમે બીજાને-ઘરનાને કહો તો એનું (૨૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ ન અહિત ન થાય એવી હિતબુદ્ધિથી કહો કે ‘હું ઘરનો વડીલ, મારું બધાએ માનવું જોઈએ’ એમ વડીલપણું બતાવવા માટે કહો ? સામાનું હિત ઘવાતું હોય એટલાપૂરતું કહેવું પડે તો એક-બે વાર કહીને છૂટા થઈ જવું, પણ તેને દુ:ખ થાય, મોઢું પડી જાય, આંખમાં આંસુ આવે ત્યાં સુધી તો ન ખેંચાય ને ? સામાને દુ:ખ પહોંચે તેની દરકાર ન કરવી તેનું નામ હિંસા. સામાને દુ:ખ ન પહોંચે તેની દરકાર રાખવી તે અહિંસાનો પરિણામ. આપણે વડીલ હોવા છતાં વડીલપણું બતાવવું નથી. ઘરના લોકો આપણને વડીલ માને એ જુદી વાત છે, પણ ન માનતા હોય તો આપણે એમને પાઠ નથી શીખવવા. નાનાની ફરજ વડીલ ન વિચારે, વડીલ તો પોતાનું કર્તવ્ય જુએ. એ જ રીતે નાનાએ પણ વડીલની ફરજ વિચારવાને બદલે પોતાના કર્તવ્યનો વિચાર કરવો, જેથી કોઈને પણ અન્યાય કરવાનું ન બને. જે બીજાની ફરજ વિચારવા બેસે તે પોતાનું કર્તવ્ય ચૂકે. આપણે જો આપણા કર્તવ્યનું પાલન કરીએ અને સામા જીવમાં થોડીઘણી પણ યોગ્યતા હોય તો તેને પોતાની ફરજનું ભાન થયા વિના ન રહે. સામાએ હિતકારી વાતમાં દુઃખ ન ધરવું જોઈએ-એ બીજી વાત, આપણે હિતકારી પણ વાત સામાને દુઃખ થાય એ રીતે ન કહેવી – તે પહેલી વાત. વર્તમાનમાં નાનાઓ વડીલની ફરજ વિચાર્યા કરે છે અને વડીલો નાનાની ફરજ વિચાર્યા કરે છે માટે બંન્ને પોતાનું કર્તવ્ય ચૂકી જાય છે અને અહિંસાધર્મ સચવાતો નથી. તમારી જેમ અમારે ત્યાં પણ લગભગ આવી જ વિષમતા સર્જાઇ છે. એના યોગે અહિંસા કે જે સાધુપણાનો પ્રાણ છે તે ઘૂંટાવા માંડયો છે ! કોઈ પણ જીવને દુ:ખ ન પહોંચાડવાની પ્રતિજ્ઞા લઈ બેઠેલાઓ, સંજ્ઞી પંચેન્દ્રિય, લોકોત્તર માર્ગના આરાધક એવા સહવર્તી તથા પોતાના પરમ ઉપકારી એવા ગુરુભગવન્તના દુ:ખનીય પરવા ન કરે તો તેમનું પહેલું મહાવ્રત ટક્યું છે એવું કઈ રીતે માની શકાય ? એક બાજુ નજરે જોઈ ન શકાય એવા કંથવા વગેરે સૂક્ષ્મ જંતુની જયણા માટે પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયાઓ કરે અને બીજી બાજુ સંયમમાં સહાયક અને ભવનિસ્તારક એવા ગુર્વાદિને હૈયે ઠેસ પહોંચે એ રીતે વર્તે ! ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા ! અમારે માટે આ જ શ્રી દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં જણાવ્યું છે કે અમને વહોરાવવા માટે ગૃહસ્થની સ્ત્રી પોતાના ખોળામાંથી છોકરું નીચે મૂકી વહોરાવતી હોય અને એ છોકરું રોવા તો માંડે તો અમારે એવો આહાર લેવો કલ્પે નહિ, તો અહીં ગુરુ કે સહવર્તીને રોવડાવી – દુઃખ પહોંચાડી સંયમ પળાય ? શ્રી ગુરુવંદન ભાષ્યમાં જણાવ્યું છે કે ગુરુભગવન્ત સંજ્ઞાભૂમિએ જવા તૈયાર થયા હોય તો તેવા વખતે વંદન ન કરવું. કારણ કે વંદનના કારણે વિલંબ થાય તો જ (૨૩) Page #27 -------------------------------------------------------------------------- ________________ પીડા થાય. આ રીતે પીડાનો પરિહાર કરવાનું ફરમાવ્યું હોય તો ગુરુભગવન્તાદિ સાથે કઈ રીતે વર્તવું જોઈએ ?.... આ બધું ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આપણી અનુકૂળતાને જતી કરવાની અને પ્રતિકૂળતાને વેઠી લેવાની તૈયારી વિના તમારે ત્યાં કે અમારે ત્યાં અહિંસાધર્મ પાળી શકાય એવું નથી. આપણા કારણે કોઈને પણ દુઃખ થાય તેવું નથી કરવું - આ જ અનુકંપાનો સાચો પરિણામ છે. ભગવાનના શાસનમાં નવ તત્ત્વની આસ્તિકતા(શ્રદ્ધા) પછી સૌથી પહેલાં આ અનુકંપાનો ભાવ પ્રગટે છે. એ અનુકંપામાંથી જ નિર્વેદ આવે, નિર્વેદમાંથી સંવેગ એટલે કે મોક્ષનો અભિલાષ જાગે અને સંવેગમાંથી પ્રશમભાવ પ્રગટે. આ સંસારમાંથી ભાગી છૂટવાનો પરિણામ તેનું નામ નિર્વેદ, અહિંસારૂપ અનુકંપામાંથી આ નિર્વેદ જન્મે છે. આ સંસારમાં પંચેન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય સુધીના દરેક જીવનો આત્મા મારા જેવો જ છે; મને જેમ સુખ ગમે છે અને દુઃખ નથી ગમતું તેમ દરેક જીવોને સુખ ગમે છે, દુઃખ કોઈને ગમતું નથી. માટે મારે કોઈને પણ દુઃખ આપવું નથી આવો અનુકંપાનો પરિણામ જાગ્યો હોય અને આ સંસારમાં કોઈપણ જીવને દુઃખ આપ્યા વગર રહી શકાય એવું નથી : આવું જેને સમજાય તે આ સંસારમાં મજેથી રહી શકે ? નહિ ને? આજે આવું જાણવા છતાં સંસારમાં મજેથી જીવી શકાતું હોય તો તે પરિણામની નઠોરતાના કારણે. પરિણામ થોડા પણ કૂણા પડ્યા હોય તેને આ રીતે સંસારમાં રહેવું પાલવે નહીં. આજે નવતત્ત્વની આસ્તિકતા પણ નિર્વેદનું કારણ ન બનતી હોય તો તે આ અહિંસારૂપ અનુકંપાના અભાવના કારણે. બીજાનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પરંતુ બીજાને આપણા તરફથી દુઃખ ન આપવું એ આપણા હાથની વાત છે. ભૂંડ વગેરે પશુનું દુઃખ જોવાતું નથી – એમ કહીને રોવા નથી બેસવું. જીવમાત્રનું દુઃખ જોવાતું નથી – એમ કહીને આપણી તરફથી સર્વ જીવોને અભયદાન આપવા માટે આ સંસારમાંથી ચાલી નીકળવું છે. સ. બીજાના દુઃખે દુઃખી થવું એ ધર્મ નહિ ? બીજાના દુઃખે દુઃખી થવું એ ધર્મ નહિ, બીજાને દુઃખ ન પહોંચાડવું, બીજાને દુઃખ ન પહોંચે એ રીતે જીવવું - તેનું નામ ધર્મ. બીજાનું દુઃખ જોઈ ન શકે તે બીજાને દુઃખ આપી શકે ખરો ? બીજાનું દુઃખ જોઈ રોવા બેસવું એ તો એક પ્રકારનો મોહ છે – અજ્ઞાનદશા છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ સ. કરુણા ન કહેવાય ? એ કરુણા પણ મોહજન્ય કરુણા છે. શાસ્ત્રની પરિભાષામાં દ્રવ્યકરુણા છે. પ્રાથમિક કક્ષામાં આ અવસ્થા સારી ગણાતી હોવા છતાં એટલામાત્રથી નિસ્તાર નથી થતો. બીજાના દુઃખે રોવા બેસવાથી એનું દુ:ખ દૂર થઈ જવાનું હતું ? બીજાનું દુઃખ ખરેખર જોવાતું ન હોય તો નક્કી કરવું જોઈએ ને કે કોઈ પણ જીવને આપણે દુઃખ નથી આપવું ? બીજાના દુઃખે દુ:ખી થવા રૂપ અનુકંપાનો પરિણામ પરાકાષ્ઠાએ ત્યારે પહોંચે કે જ્યારે કોઈને પણ દુઃખ નથી આપવું – એવો પરિણામ જાગે. સ. ભગવાન સંગમના દુઃખે દુ:ખી થયા ને ? ભગવાન એના દુ:ખે દુ:ખી નથી થયા. ‘સકલ જીવોને આ સંસારથી તારવાની ભાવનાવાળા અમે આના સંસારનું કારણ બન્યા' : એ પ્રમાણે ભગવાનને પોતાના નિમિત્તે થયેલ એના સંસારપરિભ્રમણને જોઈને તેની દયા આવી હતી. આ કરુણા દ્રવ્યકરણા ન કહેવાય, આને ભાવકરુણા કહેવાય. દુઃખીને જોઈ જે દયા આવે તેને દ્રવ્યકરુણા કહેવાય અને ધર્મથી હીન એવા સુખી પ્રત્યે પણ જે દયા આવે તેને ભાવકરુણા કહેવાય. તમને દીનદુઃખી પ્રત્યે જેવી દયા આવે તેવી દયા સંસારના સુખમાં રાચીને મોજમજા કરનારા જીવો પ્રત્યે આવે ? બીજાની વાત તો જવા દો, તમારા આત્માની દયા પણ ક્યારે આવે ? દુ:ખ આવે ત્યારે ‘મારું શું થશે ?’ એની ચિંતા થાય કે સુખમાં મજેથી પાપ કરતા હો ત્યારે ‘મારું શું થશે' એની ચિંતા થાય ? દુ:ખ ભોગવી રહેલા આત્માની દયા આવે કે સુખ મજેથી ભોગવી રહેલા આત્માની દયા આવે ? જેને પોતાના આત્માની ભાવકરુણા ન હોય તે બીજાની ભાવકરુણા ન કરી શકે. પોતાના આત્માની ધર્મહીનતાની દયા આવે તો બીજા ધર્મહીન પ્રત્યે દયા જાગે. સ. સાધર્મિકના દુઃખે આસું પાડવા એ ગુણ નહિ ? સાધર્મિક પ્રત્યે અનુકંપાનો ભાવ ન હોવો જોઈએ, ભક્તિનો – વાત્સલ્યનો ભાવ હોવો જોઈએ. સાધર્મિકનું વાત્સલ્ય, તેની પ્રત્યે બહુમાનભાવથી કરવાનું છે, તેને મદદ કરવાના ભાવથી નથી કરવાનું. એક વાર આચાર્યભગવન્તની નિશ્રામાં સાધર્મિકનાં ફંડ માટે એક ભાઈ ઊઠીને બોલવા લાગ્યા કે - ‘જૈનો કેટલા દુઃખી છે, એમનું દુઃખ જોવાતું નથી.....વગેરે.' ત્યારે આચાર્યભગવન્દે એ ભાઈને બેસાડી દીધા Page #29 -------------------------------------------------------------------------- ________________ અને કહ્યું કે – ‘જે જૈન હોય તે દુઃખી હોય નહિ અને જે દુઃખી હોય તેને જૈન કહેવાય નહીં. રોવું એ શોકમોહનીયનો ઉદય છે, એક પ્રકારનું આર્તધ્યાન છે. સાધર્મિકનું વાત્સલ્ય કરવા તૈયાર થવું નહિ અને માત્ર તેના દુઃખને રોવા બેસવું. આ તો એક જાતની બનાવટ છે. સ. ગુરુના વિરહમાં આંસુ આવે તો? એ આંસુ ગુરુના વિરહના છે કે સ્વાર્થના વિરહના-એ વિચારવાની જરૂર છે. ગુરુના ગુણો યાદ આવવાના કારણે ગુણવાનના વિરહને લઈને આંખ ભીની થઈ જાય એ જુદી વાત. અથવા ગુણવાનને પામવા છતાં આપણે ગુણહીન જ રહી ગયા તેનો વસવસો થવાથી આંખ ભરાઈ જાય, એ ય જુદી વાત. પરંતુ એવો કોઈ ભાવ હોય નહિ અને હવે મારું કોણ ?' એવી દીનતાના કારણે રોવું આવે એ ગુણ નથી; એ તો એક પ્રકારનો મોહ છે, સ્વાર્થ છે, કાયરતા છે. ગુરુ પાસે જે સ્વાર્થ સધાતો હતો તે હવે નહિ સધાય, જે દોષો નભી જતા હતા તે હવે નહિ નભે. એનું દુઃખ ધરે તો તે ગુણ ક્યાંથી કહેવાય? જેઓ ગુરુ પાસે સ્વાર્થ ન સાધતા હોય અને પરમાર્થની સાધના કરતા હોય તેવાઓને ગુરુના વિરહનું દુઃખ થવા છતાં રોવા ન બેસે, ઊલટા વધુ મજબૂત થવા મહેનત કરે. એને “મારું કોણ ?' એથી દીનતા ન હોય. મોહનો ઉછાળો આવી જાય તોય તેને સ્વસ્થ બનતાં વાર ન લાગે. એ તો; “ભગવાનનું શાસન મારું છે, ભગવાનની આજ્ઞા મારી છે, ગુરુભગવન્ત બતાવેલો માર્ગ મારી પાસે છે, ગુરુની હાજરીમાં તો પ્રમાદપૂર્ણ જીવન નથી જતું હતું હવે તો પ્રમાદ ખંખેરીને સાધના કરવા લાગી જવું છે...' એમ વિચારીને બીજા યોગ્ય ગુરુની નિશ્રા સ્વીકારીને અપ્રમત્તપણે જીવવા માંડે. આપણા પરમાત્માએ અને આપણા ગુરુભગવતે આપણા પર કેટલો ઉપકાર કર્યો ? આપણા આત્માની કેટલી બધી ચિંતા કરી છે! વિરાધનાથી જ જેની શરૂઆત થાય અને વિરાધનાથી જ જેનો અંત આવે, એવા ગૃહસ્થપણાનો ત્યાગ કરીને જીવવા માટે એવો સુંદર સાધુપણાનો માર્ગ બતાવ્યો કે જેમાં ચાલતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં, ખાતાં-પીતાં, બોલતાં..... એક પણ પાપ કરવું ન પડે. આવું જીવન બતાવીને મહાપુરુષોએ આપણા પર જે કરુણા બતાવી છે એ કરુણા જો ઝીલતાં આવડી જાય તો આપણે ક્યારે ય મોહજન્ય કરુણાના ભાજન ન બનીએ. મસ્તક ઉપર ભગવાનની આજ્ઞા હોય, હૈયામાં ગુરુના વચનની પરતંત્રતા હોય અને કોઈને પણ દુઃખ પહોંચાડયા વગર જીવવા સ્વરૂપ સંયમનો પરિણામ હોય તો એ ત્રણના બળે સહેલાઈથી સંસારના પારને પામી શકીશ આટલો વિશ્વાસ જેને હોય તેને (૨૬) Page #30 -------------------------------------------------------------------------- ________________ આ સંસારમાં કયું દુઃખ રોવડાવી શકે ? શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ જો પોતાના આચારમાં માર્ગમાં સ્થિર રહે તો આરાધક પણ બને અને પ્રભાવક પણ બને. પરંતુ જે ભગવાનની અને ગુરુની આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળે તે વિરાધક બની પાપમાં પડ્યા વગર ન રહે. સ. પાપને છોડીને આજ્ઞા પાળવા માટે તૈયાર થયેલા આજ્ઞાને મૂકી પાછા પાપમાં કેમ પડે ? દુઃખ અસહ્ય લાગવા માંડે અને સુખની ભૂખ જાગે એટલે આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળીને ઉન્માર્ગગામી બને. મરીચિના ભવમાં ભગવાનના જીવને દુઃખ અસહ્ય લાગ્યું તો પાછા પાપમાં પડ્યા ને ? પડ્યા તો કેવા પડ્યા? દુઃખની અસહનશીલતા સુખની ભૂખને પણ ખેંચી લાવી ને ? અને એ બેએ ભેગા થઈને ઉત્સુત્રભાષણ પણ કરાવ્યું ને? એક ભૂલ કેવી ભૂલોની પરંપરા સઈ ? સ. તો માર્ગસ્થ બની રહેવા માટે શું કરવું? જે છોડ્યું છે તે છોડી જાણવું. સુખનો રાગ મારવો અને એ માટે દુઃખ વેઠવા સહનશીલ બની જવું. દુઃખ ભોગવી લેવાથી સંસાર કપાય છે અને દુઃખને ટાળવાથી દુઃખની પરંપરાવાળો સંસાર વધે છે. સહન થતું નથી – એમ બોલવાથી દુઃખ ટળી નથી જવાનું. આથી દુઃખને ટાળવાને બદલે અસહનશીલતાને ટાળવા પ્રયત્ન કરવો છે. જે સુખશીલતાનો ત્યાગ કરે તે સહનશીલ બની શકે. શાસ્ત્રમાં કહ્યું છે કે સિંહની જેમ જીવે તે સાધુપણું પાળી શકે. જે છોડ્યું છે તે પાછું વાળીને જોયું નથી. સુખશીલતા ટાળવાનો આ જ ઉપાય છે. વાપરતી વખતે શું નથી આવ્યું તે નથી જેવું, જે હાજર છે તે રાગ વગર વાપરીને ઊઠી જવું છે. ખાવુ, પીવું, પહેરવું, ઊઠવું, બેસવું... વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે તેમાંથી સુખ કેમ મળે એ શોધવા નથી બેસવું. સુખનો રાગ સહનશીલતાનો વિરોધ કરે છે. જેને સહનશીલ બનવું હોય તે સુખની શોધમાં ન નીકળે. જેને ઠંડી વેઠવી હોય તે ધાબળો કે બંધ મકાન ગોતવા ન બેસે ને ? ઠંડી વેઠતી નથી – એવું બોલવાના બદલે ‘ઠંડી વેઠી લેવી છે? એ પરિણામ કેળવવો છે. દુઃખનો પર્યાય છે - એવું માની લીધું છે માટે દુઃખ ટાળવાનું મન થાય છે. દુઃખ ભોગવી લેવા સિવાય બીજો કોઈ પર્યાય નથી – એવું વિચારશો તો સહનશીલતા કેળવાશે. આપણને જે દુઃખ આવ્યું છે તેના કરતાં કંઈકગણું અધિક દુઃખ ટાળવાનો પર્યાય હોવા છતાંય સમતાથી વેઠનારા પણ આ (૨૭) Page #31 -------------------------------------------------------------------------- ________________ દુનિયામાં છે. અધિક દુઃખની કલ્પનામાત્રથી પણ વર્તમાનનું દુ:ખ સહ્ય બની જાય છે. સુખ ભોગવતા રહીએ તો સુખ ભોગવવાની ટેવ પડી જાય છે અને દુઃખ ભોગવતા રહીએ તો દુ:ખ કોઠે પડી જાય છે. સુખની ભયંકરતા સમજાય તો સુખશીલતા છૂટે. સુખશીલતા છૂટે તો સહનશીલતા આવે. સુખશીલતા ન હોય અને સહનશીલતા હોય તો સુખ મજેથી છોડાય અને દુ:ખ મજેથી વેઠાય. આ રીતે પોતાનું સુખ જતું કરી દુ:ખને આવકારે તે જ બીજાને દુઃખ આપ્યા વગર જીવી શકે. જે સુખ છોડે નહિ અને દુઃખ વેઠે નહિ તે બીજાને દુ:ખ આપ્યા વગર ન રહે. માટે સુખ ભોગવવાનો પરિણામ તેનું નામ હિંસા અને સુખ છોડવાનો પરિણામ તેનું નામ અહિંસા. એ જ રીતે દુ:ખ ટાળવાનો પરિણામ તે હિંસા અને દુ:ખ વેઠી લેવાનો પરિણામ તે અહિંસા. બીજાને દુઃખ ન આપવું એ અહિંસારૂપ ઢાળની એક બાજુ છે, જ્યારે આ અહિંસાની ઢાળની બીજી બાજુ તો એ છે કે ચૌદે રાજલોકના જીવો દુ:ખ આપે તો ય વેઠી લેવું છે, પ્રતીકાર નથી કરવો. ‘દુઃખ કોઈને ગમતું નથી માટે મારે કોઈ પણ જીવને દુઃખ આપવું નથી અને દુનિયાનો કોઈપણ જીવ મને દુઃખ આપે તો તેને મજેથી ભોગવી લઈશ’ આનું નામ અહિંસા. હું કોઈને દુઃખી નથી કરતો છતાં લોકો મને રંજાડે - આ કેવો અન્યાય ? આવું માને તે અહિંસા ધર્મ સાચવી ન શકે. સ. દોષી હોઈએ ને કહે તો વાંધો નહીં, વગર વાંકે દંડે એ ચાલે ? વર્તમાનમાં ભલે વાંક ન દેખાય, પણ વાંક વગર દંડ કદી કોઈનેય થતો નથી આ વાત સમજી લો. પણ એટલું ય ખરું કે – દોષ કર્યો હોય તો પ્રતીકાર નથી કરવો ! એમાંય પ્રતીકાર કરવાની શક્તિ હોય તો કર્યાં વગર ન રહો ને ? પ્રતીકાર થઈ શકે એવો ન હોય માટે મૌન રહો - એ બને. પરંતુ પ્રતીકાર કરી શકાય એવું હોવા છતાં ગુનો કર્યો છે માટે મૌન રહેવું છે, એટલું ય ખરું ? એટલી તૈયારી હોય તો ય નિસ્તાર થાય. કારણ કે શાસ્ત્રકારો કહે છે કે વગર ગુનાની સજા ભગવાનના શાસનમાં ન હોય, માટે સહન કરી લેવું છે ? કે વર્તમાનનો દોષ નથી માટે પ્રતીકાર કરવો છે ? - સ. પ્રતીકાર કરીએ એ જ વર્તમાનની નિર્દોષતાનો પુરાવો કહેવાય ને ? વર્તમાનમાં નિર્દોષ હોવા છતાં દોષી ઠરવું – એ મૂર્ખાઈ ન કહેવાય ? ખંધકમુનિએ પ્રતીકાર ન કર્યો, સુદર્શન શેઠે પ્રતીકાર ન કર્યો તો મૂર્ખાઈ કરી કે સારું કર્યું ? વર્તમાનમાં ગુનો કર્યો ન હોવા છતાં ખુલાસો કરવો નથી – આટલું બને ? (૨૮) Page #32 -------------------------------------------------------------------------- ________________ સ. નિર્દોષ હોવા છતાં પ્રતિકાર ન કરીએ અને ખમી લઈએ તો લોકો કહેશે કે ગુનો કર્યો હોય તો અમે જ ને ? ક્યાં જાય ? સુદર્શન શેઠે એવી ચિંતા કરી ? ખંધક મુનિએ કરી ? લોક તો અજ્ઞાની છે. ભલે બોલે, એ ય સહન કરી લઈશું. દુઃખ પણ વેઠવું છે ને લોકોનાં કડવાં વચનો પણ સહન કરવાં છે. કારણ કે તિતિક્ષા એ અહિંસાપાલન માટેનો મુખ્ય ઉપાય છે. તિતિક્ષા એટલે પ્રત્યે સનમ્ – દીનતા વગર સહન કરવાની વૃત્તિ. માત્ર સહન કરવાની વૃત્તિ તે તિતિક્ષા નથી. દીનતા કે કાયરતા ધારણ કર્યા વગર સહન કરવું – એ જ તિતિક્ષા કહેવાય. દુઃખ ભોગવવાના અવસરે જેઓ કાયર બને છે, કાયરતાથી - દીનતાથી દુઃખ વેઠે છે તેઓના અશુભકર્મની વૃદ્ધિ થાય છે, શુભ કર્મનું અશુભમાં સંક્રમણ થાય છે અને શુભકર્મના રસની પણ હાનિ થાય છે. જ્યારે કોઈ પણ જાતની વ્યાકુળતા ધારણ કર્યા વિના જેઓ દુઃખને વેઠી લે છે તેઓ વહેલી તકે દુઃખની પરંપરાવાળા સંસારથી મુકાય છે. દુઃખનો પ્રતીકાર કરવાથી કે દીનતાપૂર્વક દુઃખ વેઠવાથી સંસાર વધે છે અને દીનતા વગર દુઃખ વેઠી લેવાથી સંસાર કપાય છે. શું કરવું છે? સહન નથી થતું એમ કહીને પ્રતીકાર કરવો છે કે સંસાર પૂરો કરવા સહનશીલતા કેળવી લેવી છે ? આપણા ભગવાને પરિષહ-ઉપસર્ગો કેવી રીતે સહન કર્યા ? મેં માના પેટમાં પણ પાપ નથી કર્યું, કોઈને દુઃખ નથી આપ્યું – એમ ન કહ્યું ને? ભગવાનને કૂવામાં ઉતાર્યા, માથે ઘણના ઘા પડ્યા, કાળચક્ર મુકાયું, માંસના લોચા કાઢ્યા છતાં ભગવાને દીનતા ન કરી, પ્રતીકાર ન કર્યો કે બચાવ પણ ન કર્યો તો ભગવાન સર્વ દુઃખોથી મુકાઈ ગયા. દુઃખ ન આપવું એ જેમ ભગવાનની આજ્ઞા છે તેમ કોઈએ પણ આપેલું દુઃખ વેઠી લેવું એ પણ ભગવાનની આજ્ઞા છે. પણ એ આપણને ગમતી નથી, કારણ કે આપણે આપણી જાતને નિર્દોષ માનીએ છીએ. કોઈ પણ ધર્મ કરતી વખતે દુઃખ પડે, કષ્ટ અનુભવાય તો આનંદ થાય કે માથું ફરી જાય ? તપ કર્યો હોય ને રોગ આવે તો ? કોઈ અપમાન કરે તો ? “એક તો ભૂખનું દુઃખ અને એમાં આ પીડાનું દુઃખ...” એમ થાય ને ? કે જેટલું દુઃખ આવતું હોય તેટલું ભલે આવતું, બધું એકીસાથે પૂરું કરી લેવું છે – એવું થાય ? સ. તપમાં ઉગ્રતા કેમ આવી જાય છે? તપના કારણે નથી આવતી, દુઃખ અસહ્ય લાગવાના કારણે આવે છે. (૨૯) Page #33 -------------------------------------------------------------------------- ________________ . સ. કહેવાય છે ને કે ભૂખ્યાને છંછેડવો નહિ? એ ઉપદેશ તો જે ભૂખ્યા ન હોય તેને આપવાનો. ભૂખ્યાને શું ઉપદેશ આપવાનો? સમતા રાખવાનો જ ઉપદેશ આપવાનો હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુની આશાતના ન કરવી, સાધુને દુઃખ ન આપવું. સાધુની આશાતના કરવાથી ગાઢ મોહનીયકર્મ બંધાય તેને યોગે ભવાન્તરમાં સાધુપણું દુર્લભ બને. પણ સાધુભગવન્તને શું ઉપદેશ આપ્યો ? ‘કોઈ ગમે તેવું દુઃખ આપે, ગમે તે રીતે અપમાનતિરસ્કાર કરે તો વેઠી લેવું..” એમ જ ને ? આપણે ત્યાં જ નહિ, અન્યદર્શનમાં પણ સહનશીલતાના પાઠ આ રીતે આપ્યા છે. ગૌતમબુદ્ધના લિંક્ષઓ જ્યારે ભિક્ષાએ જવા નીકળ્યા ત્યારે ગૌતમબુદ્ધ તેમને કહે છે કે - “હે ભિક્ષુઓ! તમે જે ક્ષેત્રમાં ભિક્ષાએ જાઓ છો એ ક્ષેત્ર તો જ્ઞાતપુત્ર (શ્રી મહાવીર પરમાત્મા)થી ભાવિત છે આથી તમને કોઈ ભિક્ષા નહિ આપે તો ?' ત્યારે ભિક્ષુઓ કહે છે કે – “કાંઈ વાંધો નહિ, તિરસ્કાર તો નહિ કરે ને ?' ગૌતમબુદ્ધ કહે છે કે – “તિરસ્કાર કરશે તો ?' ભિક્ષુઓ કહે છે કે – “મારશે તો નહિ ને ?' ગૌતમબુદ્ધ કહે છે કે “મારશે તો ?' ભિક્ષુઓ કહે છે કે – મારી તો નહિ નાંખે ને ? ગૌતમ બુદ્ધ કહે છે કે - “મારી નાંખશે તો ?' ભિક્ષુઓ કહે છે કે –“ભલે મારી નાખે, આત્માને તો નહિ જ હશે ને ?' ત્યારે ગૌતમબુદ્ધ પ્રસન્ન થઈ કહે છે કે – “જો આટલી તૈયારી હોય તો ખુશીથી જાઓ!' ગૌતમબુદ્ધના અનુયાયીમાં જો આટલી ક્ષમતા હોય તો, આપણે તો શ્રી મહાવીરપરમાત્માના અનુયાયી છીએ ને? ભગવાનની આજ્ઞા પાળવા માટે ગમે તેવું દુઃખ વેઠવું પડે તો તેમાં જરાય ય પાછીપાની નથી કરવી. તિતિક્ષા એ સાધુપણાનો પ્રાણ છે. સાચી અનુકંપા લાવવાનું કામ આ તિતિક્ષા જ કરે છે. આ તિતિક્ષાગુણ પામવા માટે દીનતા કર્યા વગર સહન કરવાની ટેવ પાડવી છે. આપણામાં સહન કરવાની વૃત્તિ હશે તો ગમે તેનું સહન કરી શકીશું. શરૂઆત આપણા ઘરથી કરવી છે. આપણા ઘરના લોકોનું, ચોવીસ કલાક સાથે રહેતા લોકોનું દીન બન્યા વગર વેઠતાં થઈએ તો સાધુપણામાં આખા ગામનું વેઠી શકીશું. જ્યાં આપણો સ્વાર્થ હોય કે મમત્વ હોય ત્યાં દીનતા વગર વેઠતાં આવડે છે ને? ધંધામાં ઘરાકનું વેઠો ને ? ઘરમાં પત્નીનું પણ વેઠો ને ? તો અહીં ગુરુનું ન વેઠી શકાય ? ઘરમાં છોકરાનું મજેથી વેઠનારા અહીં સહવર્તીનું-સાધર્મિકનું ન વેઠી શકે ? સહનશીલતા નવી નથી કેળવવાની. અપ્રશસ્તમાર્ગનો બધો અભ્યાસ અહીં કામ લાગે એવો છે. માત્ર વૃત્તિ જોઈએ. અત્યાર સુધી સ્વાર્થ ખાતર ઘણાનું વેડ્યું હવે ભગવાનની આજ્ઞા ખાતર વેઠતાં થઈ (૩૦) Page #34 -------------------------------------------------------------------------- ________________ જવું છે. સ્વાર્થ સધાય કે ન સધાય, ભગવાને કહ્યું છે કે – બધાનું વેઠી લેવું પણ દુઃખી તો કોઈને ફરવા નથી – એમ સમજીને સહનશીલતા કેળવીએ તો અહીંથી જ સાધુપણાનો અભ્યાસ શરૂ થઈ જાય. સ. દુઃખ ન આપવું સહેલું, પણ કોઈએ આપેલું દુઃખ સહી લેવું - એ કપરું કામ છે. માટે જ તો અહિંસાધર્મ પામી શકાતો નથી. કષ્ટ પડે એવું કરીએ તો ધર્મ આવે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે “કૃષ્ટીય તીક્ષા ' અનુકંપા અને તિતિક્ષા આ બે પરિણામ ભેગા થાય તો સાચો અમારિધર્મ આવે. એકલી અનુકંપાથી નિસ્તાર નથી. જેની તિતિક્ષા કાચી તે અનુકંપા સાચવી ન શકે. જેને દુઃખ સહન કરવાની વૃત્તિ ન હોય તેને બીજાને દુઃખી બનાવ્યે જ છૂટકો થવાનો. બીજાનું દુઃખ ટાળવા માટે જાતે દુઃખ ભોગવી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે સહનશીલ બને તે બીજાનું દુઃખ મજેથી ટાળી શકે. શ્રી શાંતિનાથ ભગવાનના જીવે પારવાને અભયદાન કઈ રીતે આપ્યું? પારેવાને ચણ નથી નાંખ્યા, પોતાના શરીરના માંસના ભોગે અભયદાન આપ્યું. આજે પારેવાને ચણ નાંખનારા, પોતાના ઘરનાને પણ અભય આપી શકે? તમારે શરણે આવેલાને આપો તો તમારું રાખીને આપો કે તમારું જતું કરીને આપો ? ભગવાન તો આખા ત્રાજવામાં બેસી ગયા. આપણે આપણી સુરક્ષિતતાનો વિચાર પહેલાં કરીએ ને? બીજાનો વિચાર તે કરી શકે કે જે પોતાનું જતું કરી શકે. પોતાના દુઃખનો જ વિચાર કરનારા બીજાનું દુઃખ કઈ રીતે ટાળી શકે? સ. દુઃખ ભોગવતાં સમાધિ રહેવી જોઈએ ને ? નથી રહેતી, શું કરવું ? સમાધિ ક્યારે રહેશે? દુઃખ વેઠવાની તૈયારી કરશો તો કે દુઃખથી છટકવાની બારી શોધ્યા કરશો તો ? આપણા કરતાં અધિક દુઃખીને યાદ કરીએ તો આપણા દુઃખમાં સમાધિ રહે. જેટલું દુઃખ આવ્યું છે એનાથી અધિક દુઃખ આવવાની પણ સંભાવના છે એટલી કલ્પના કરીએ તો અસમાધિ ન થાય. સુખની આશામાં બેઠા હો ને દુઃખ આવે તો અસમાધિ થાય. પણ દુઃખ આવવાનું જ છે – એવી ધારણા રાખીને બેઠા હોઈએ તો અસમાધિન થાય ને ? ઘરનાં બૈરાં બોલે તો વિચારવાનું કે “છોકરાની વહુ ય બોલશે'; “મારી માય બોલી નથી એમ ન વિચારવું તો એની મેળે સમાધિ રહેશે. દુઃખ વેઠવું હોય તો નીચે નજર રાખવી, ઉપર નહિ. નરક-તિર્યંચગતિ ઉપર નજર જાય તેને મનુષ્યપણામાં-સાધુપણામાં એકે દુઃખ નથી. પણ દેવલોક તરફ (૩૧) Page #35 -------------------------------------------------------------------------- ________________ નજર ચટેલી હોય તેને તો દુઃખનો પાર નથી. નરકનાં દુઃખો યાદ આવે તો અહીંના દુઃખમાં પરમ સમાધિ રહે ને ? કોઈ કહે કે-સખત ગરમી છે, સખત ઠંડી પડે છે. તો એમ થાય ને કે આ ઠંડી તો કાંઈ નથી. નરકની ઠંડી જુઓ ! અહીં તો માત્ર ચામડી જ ફાટે છે ત્યાં તો ગાત્ર થીજી જાય, ટુકડે ટુકડા થઈ જાય એવી ઠંડી હોય. અહીં ભૂખ લાગે તો નરકના જીવોની ભૂખ યાદ કરવાની. એમને તો એવી ભૂખ લાગે કે જો ત્યાંના જીવને નરકમાંથી બહાર કાઢીને અહીં લાવવામાં આવે તો એ એક દાણો બાકી ન રાખે, છતાં કશું ખાવા નથી મળતું, તો વેઠવું જ પડે છે ને? ત્યાં પરાણે વેઠવાનું જ હોય તો અહીં સમજીને વેઠી ન લઈએ? વેઠવામાં ધર્મ છે, સહન કરવામાં ધર્મ છે, તિતિક્ષા કેળવવામાં ધર્મ છે, પ્રતીકાર કરવામાં ધર્મ નથી. સહન કરતાં શીખવું હોય તો થોડું થોડું દુઃખ વેઠવા માંડો. તમારી ભાષામાં, જે ઘડાય તે સમાધિ જાળવી શકે. અને ઘડાય કોણ? જે ટાંકણા ખમે તે કે જે આઘાપાછા થાય તે દુઃખ આપણી સહનશીલતા કે સમાધિ જોઈને નથી આવતું, એ તો આપણા પાપકર્મનું મોટું જોઈને આવે છે. “સહનશીલતાની પણ હદ હોય ને ?' એમ નથી બોલવું. પાપ જો હદ વગરનું કર્યું હોય તો દુઃખની હદ ક્યાંથી આવે? દુઃખની હદ કરતાં સહનશીલતાની હદ વધે એવું કરવું છે તો સમાધિ મળશે. સમાધિ સહનશીલતામાંથી આવે છે, સહનશીલતા સત્ત્વમાંથી કેળવાય છે, સત્ત્વ સમજણશક્તિમાંથી પ્રગટે છે અને સમજણશક્તિ ભગવાનના વચનમાંથી મળે છે. આવું પરમહિતકારી ભગવાનનું વચન આપણા સદ્ભાગ્યે સદ્ગુરુભગવન્તો પાસેથી આપણને મળી ગયું છે ને ? તો હવે દુઃખને રોવાને બદલે કામે લાગવું છે - ભગવાનના વચન પર શ્રદ્ધા રાખીને દુઃખ વેઠવાનો અભ્યાસ પાડીએ તો દુઃખ સહ્ય બનશે. દુઃખ અસહ્ય ન લાગે તો અસમાધિ ન થાય. આત્મામાં અનંતી સહનશક્તિ પડેલી છે, નવી નથી લાવવાની; માત્ર ખીલવવાની જરૂર છે અને એ ખીલવવાનું સાધન પરમાત્માનું વચન છે. એ વચનનો આદર કરવામાં આવે તો ગમે તેવા ભયંકર દુઃખમાં પણ પરમસમાધિમાં ઝીલી શકીએ. આપણો મોક્ષ નજીક બને એ માટે આ જીવનમાં પ્રયત્ન કરી લેવો છે. આપણો મોક્ષ દૂર થાય - એવું આપણું જીવન ન હોવું જોઈએ. મોક્ષ ઉપાદેય ન લાગે અને પુણ્યથી મળતું સુખ જ ઉપાદેય લાગ્યા કરે તેનામાં ધર્મ કરવાની યોગ્યતા ન આવે. સંસારના ઉચ્છેદની ભાવના જાગ્યા વગર ધર્મ કરવાની યોગ્યતા આવતી નથી. આ સંસાર ચારગતિમય છે. માત્ર પાપના ઉદયથી મળતી નરકતિર્યંચગતિ જ સંસાર નથી. પુણ્યના ઉદયથી મળનાર દેવમનુષ્યગતિ પણ સંસારમાં જ આવે. જેને દેવગતિ (૩૨) Page #36 -------------------------------------------------------------------------- ________________ અને મનુષ્યગતિ ગમતી હોય, જોઇતી હોય તેણે નરક અને તિર્યંચગતિમાં પણ જવાની તૈયારી રાખવી જ પડશે. પુણ્યના કે પાપના ઉદયથી મળનાર ચારે ગતિમય સંસારથી ભાગી છૂટવાની ભાવના જાગે ત્યારે ધર્મનું સાચું અથાણું પ્રગટે. આ ચારગતિમય સંસારથી તારનારો ધર્મ અહિંસા, સંયમ અને તપસ્વરૂપ છે. તેમાં આપણે બે પાસાએ અહિંસાધર્મ જોઈ ગયા. હવે આપણે સંયમધર્મની વાત શરૂ કરવી છે. આપણે જોઈ ગયા કે આપણે કોઇને પણ દુઃખ આપવું નહિ તે અહિંસાધર્મનું પહેલું પાસું છે. અને કોઈએ પણ આપણને આપેલું દુઃખ કોઈ પણ જાતના વિકલ્પ વિના સમભાવે વેઠી લેવું-એ અહિંસાધર્મનું બીજું પાસું છે. સ. બીજા સહન કરવાના પાસામાં તો માત્ર આપણા આત્માની જ ચિંતા આવી ને? આપણે સહન નહિ કરીએ તો બીજાને સહન કરાવ્યા વગર નહિ રહીએ. તેથી આપણા કારણે બીજાને સહન કરવાનો વખત ન આવે તે માટે આ સહન કરવાની વાત છે. આમાં બીજા પ્રત્યેનો દયાભાવ પણ સચવાઈ ગયો ને ? એ જીવની પણ ચિંતા સમાઈ ગઈ ને ? સ. આપણને દુઃખ આપવા દ્વારા સામો જીવ આપણા નિમિત્તે પાપ બાંધેતેનું શું ? આપણે દુઃખનો પ્રતીકાર ન કરીએ અને સહન કરી લઈએ એવા વખતે બીજા આપણા નિમિત્તે કર્મ બાંધે, એમાં આપણો ઉપાય નથી. આપણને બીજાના કર્મબંધમાં નિમિત્ત બન્યાનો દોષ ત્યારે લાગે કે જ્યારે આપણે સામેથી નિમિત્ત આપીએ. આપણે વિવેકપૂર્વક સહન કરવાની વાત કરીએ છીએ. “તું મને માર.” એમ ન કહીએ પણ કોઈ મારતું હોય તો તેનો પ્રતીકાર નથી કરવો : મૈત્રી ભાવનામાં કોઈ પણ જીવ પાપ ન કરે, કોઈ પણ દુઃખી ન થાય...' એવી ભાવના ભાવવાનું કહ્યું. પણ સાથે પાપ કરનારનું કાંડું પકડીને તેને અટકાવવાનો ઉપદેશ નથી આપ્યો. કારણ કે બીજા પાપ કરે તેમાં આપણો મોક્ષ નથી અટકતો. આપણે બીજાને પાપની પ્રેરણા કરીએ તો ચોક્કસ આપણો મોક્ષ અટકે. ગૌતમબુદ્ધ સામે જઈને પોતાનું માથું સિંહના મોઢામાં ધતો શાસ્ત્રકારોએ તેમને આત્મભરિ (સ્વાર્થી, પોતાની જાતનો જ વિચાર કરનારા) કહ્યા અને આવા સાહસને પણ માત્ર મોહ-અજ્ઞાનજનિત ચેષ્ટા કહી. કારણ કે તેમણે સિંહને પાપ કરવાની પ્રેરણા કરી. આપણે બીજાને પાપ કરવાની પ્રેરણા નથી (૩૩) Page #37 -------------------------------------------------------------------------- ________________ કરવી. પરંતુ બીજા જે પોતાની મેળે પાપ કરતા હોય અને એમાં આપણે વેઠવાનો વખત આવે તો વેઠી લેવું છે, પ્રતીકાર નથી કરવો. આટલી જ વાત છે. જો આપણે વેઠીશું નહિ ને પ્રતીકાર કરીશું તો શું સામો જીવ પાપ કરતો અટકી જશે? તમે કદાચ બળવાન હો ને તેની પ્રવૃત્તિ અટકાવો તો ય તેના મનના પરિણામને અટકાવવાનો કોઈ ઉપાય છે? અને તમે પ્રતિકાર કરો તો સામો વધુ ઉગ્ર બને ને ? જે ખરેખર સામાના હિતની ચિંતા હોય તોય પ્રતીકાર કરવામાં એનું હિત નથી. ઊલટું, તમે કાંઈ પણ પ્રતીકાર કર્યા વગર સહન કરી લો તો પેલા ઉપર તમારી સમતાની છાયા પડવાથી તેને સુધરવાની-પાપથી પાછા ફરવાની તક છે. તેથી નક્કી છે ને કે સહન કરી લેવામાં આપણા આત્માના હિતની સાથે બીજા-સામા આત્માનું પણ હિત સમાયેલું છે..? સ. સામો માણસ શાસનનો દ્રોહ કરતો હોય તો ય સહન કરી લેવાનું? અત્યારે આપણી જાત ઉપર આવતી આપત્તિની વાત ચાલે છે તેમાં શાસન ' ઉપરની આપત્તિની વાત વચ્ચે ક્યાંથી લઈ આવ્યા? શાસન સ્પરની આપત્તિને તો પહેલી તકે, સઘળા પ્રયત્ન, આપણી જાતના, આપણા માનના, આપણા સ્થાનના ભોગે પણ ટાળવાની. પરંતુ પોતાના ઉપર આવેલી આપત્તિને શાસનની આપત્તિમાં ખતવીને તેને ટાળવી એ પણ એક જાતનો શાસનદ્રોહ કહેવાય છે – એટલું યાદ રાખવું. પોતાની અવહેલનાને શાસનની અવહેલના તરીકે ખતવે અને પોતાની ભક્તિને શાસનની ભક્તિ તરીકે લેખવે તેઓ જાતના પૂજક છે, શાસનના આરાધક નથી. શાસનની આપત્તિને પોતાની આપત્તિ માનીને ટાળવી અને પોતાની ભક્તિને રોકી શાસનની ભક્તિમાં તેને ફેરવવી. લોકો ભલે આપણી ભક્તિ કરે, આપણે તો શાસનની ભક્તિ વધારવા પ્રયત્ન કરવા. સ. આપણે ભક્તિ ન લઈએ તો બીજાને વિનયભક્તિના સંસ્કાર કઈ રીતે પડે? બીજાને સંસ્કાર આપવા પહેલાં આપણે જાતે સંસ્કાર ઝીલવાની જરૂર છે. આપણને જો ઝીલતાં આવડે તો બીજાને સંસ્કાર આપવા ન પડે એ એની મેળે ઝીલતો થઈ જાય. આપણે ભક્તિ લઈએ તો કરનારને પણ લેવાના સંસ્કાર પડે. આપણે જાતે ભક્તિ કરીએ તો જેનારને ભક્તિ કરવાના સંસ્કાર પડે. દીકરાને વિનયના સંસ્કાર આપવા હોય તો તેને કહેવાનું નહિ કે દાદાને પાણી આપ. આપણે જાતે જ ઊઠીને (૩૪) Page #38 -------------------------------------------------------------------------- ________________ પાણી આપવાનું. તમે તમારા દીકરાના ભલે બાપ હો પણ તમારા બાપાના તો દીકરા ખરા ને ? તમને બાપાની ભક્તિ કરતા જોઈ ડાહ્યો દીકરો એની મેળે જ તમારી ય ભક્તિ કરતો થઈ જશે કે “બાપુજી ! તમે રહેવા દો, હું જ દાદાજીને પાણી આપું છું અમારે ત્યાં પણ કહ્યું છે કે ઉપાધ્યાય ભગવન્ત વિનયના ભંડાર હોય. છતાં કોઈને વિનયના પાઠ શીખવવા ન બેસે. પોતે જાતે આચાર્ય ભગવન્તનો વિનય જ એ રીતે કરે કે જેથી નાના સાધુને થાય કે આમના જેવા જ્ઞાની, પદસ્થ પણ જો આ રીતે આચાર્યભગવન્તની ભક્તિ કરતા હોય તો આપણે કેટલા અપ્રમત્તપણે આપણા વડીલોની ભક્તિ કરવી જોઈએ ! જે યોગ્ય હોય તે જોઈ-જોઈને શીખે, જે અયોગ્ય હોય તેને કીધા પછી પણ અસર ન થાય. આજે તો તમે સંસ્કાર ઝીલવાના બદલે સંસ્કાર આપવાની શરૂઆત કરી તેથી ન તો તમે સંસ્કારી બન્યા ને ન તો બીજાને સંસ્કારી બનાવી શક્યા. સંસ્કાર આપવા ઘરમાં રહેવાના બદલે મહાપુરુષોએ આપેલા સંસ્કાર ઝીલીને નીકળી ગયા હોત તો આજે ઠેકાણું પડી જાત. સંસ્કાર ઝીલવાની કેટલી તકો જતી કરી ? સૌથી પહેલાં આઠમા વરસે દીક્ષા લેવાનું કહ્યું હતું, તે તક ગુમાવી ને? બીજી તક વીસમા વરસે સંસાર માંડવા પહેલાં હતી તે પણ ગુમાવી ને ? હવે ત્રીજી તક છે કે પહેલાં છોકરાના લગ્ન થતાંની સાથે ઘરની જવાબદારી તેને સોંપીને નીકળી જવું. આ તક પણ જતી કરવી છે કે લગભગ ગઈ જ છે- એમ સમજે? હજુ પણ સંસ્કાર આપવા માટે સંસારમાં જ રહેવું છે? . સ. આ ઉમરે આવીને શું કરીશું ? ગુરુભગવન્તનું કહ્યું માનીશું ! સ. ઘરમાં કોઈનું નથી માનતા તો અહીં શું માનવાના ? ઘરમાં કોઈનું ન માનો છતાં મુસાફરીમાં ડ્રાઈવરનું માનો ને ? માંદગીમાં ડોકટરનું માનો ને ? જ્યાં તમારી ગરજ હોય ને જ્યાં તમે લાચાર હો ત્યાં બીજાનું માનતાં આવડે છે ને? જેનું અર્થપણું હોય તેમાં આપણા કરતાં જાણકાર મળે તો તમારું ડહાપણ ન ચલાવો ને ? તેમ અહીં પણ ગુણનું અર્થીપણું જાગે, પોતાના અજ્ઞાનનું "ભાન થાય અને ગુરુભગવન્તના જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા જાગે તો ગુરુનું માનવાનું અઘરું નથી. પોતાના સ્વભાવને સુધારે અને ગુરુનું કહ્યું માને તેવાને સાધુપણામાં કોઈ મુશ્કેલી નથી. અમારે ત્યાં મોટી ઉંમરે દીક્ષા લીધેલ એક સાધુભગવન્ત હતા, પોતાનો કાપ પણ કાઢી ન શકે. પણ બેઠાં બેઠાં ઘણાં કામ કરે. બીજા મહાત્માઓના કાપ કાઢેલા (૩૫) Page #39 -------------------------------------------------------------------------- ________________ કપડાંની ગડી વાળે, ઉપધિ-પાત્રાં પલેવે, અને બાકીના સમયમાં મકાનમાં જેટલી વાચના ચાલે તે બધામાં બેસે. બહોંતેર વરસની ઉંમરેં કાળ કરી ગયા. જેને આરાધવું હોય તેને માટે ઉપાય છે. પણ જેને આરાધના કરવી જ ન હોય તેના માટે ઉપાય પણ શું કામ લાગવાના ? અત્યાર સુધીમાં આપણે જોઇ ગયા કે પોતાની મન-વચન-કાયાની કોઇ પણ પ્રવૃત્તિથી કોઇને પણ દુ:ખ પહોંચાડવું નહિ- એવા પરિણામને અહિંસા કહેવાય છે. સૂક્ષ્મ નિગોદના જીવથી માંડીને સંશીપંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થાને પામેલા જીવો સુધીના અનન્તાનન્ત જીવોમાંથી કોઇને ને કોઇને પણ આ સંસારમાં દુઃખ પહોંચાડ્યા વિના જિવાતું નથી. આપણા જીવનના અસ્તિત્વ માટે બીજાના જીવનનું અસ્તિત્વ મિટાડવું જ પડે છે–એનો જેને ખ્યાલ છે એવા આત્માઓ જેમ બને તેમ વહેલાં આ સંસારનો અન્ત લાવવા પ્રયત્નશીલ બને છે. આવા આત્માઓને ઉદ્દેશીને શ્રી વીતરાગ પરમાત્માએ ધર્મનો ઉપદેશ કર્યો છે. કોઈ પણ જીવને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડયા વિના જીવન જીવવાની શૈલી આ સૂત્રમાં વર્ણવી છે. પ્રમાદાદિને આધીન બનીને આપણે કંઇ કેટલાય જીવોને દુ:ખ પહોંચાડતા હોઇએ છીએ. અમિયા, વત્તિયા, ઝેશિયા, વગેરે દશ પ્રકારે જીવોને દુઃખ પહોંચતું હોય છે. એ દશ પ્રકારને; એકેન્દ્રિયાદિ પાંચ પ્રકારના જીવોની સાથે, મનવચનકાયાના ત્રણ યોગની સાથે અને કરણ-કરાવણ અનુમોદન સ્વરૂપ ત્રણ કરણની સાથે ગુણવાથી હિંસાના જે ભેદો (૧૦૪૫૪૩૪૩=૪૫૦) થાય છે તે નજર સામે આવે તો આ આખોય સંસાર હિંસામય જણાયા વિના નહિ રહે. ‘બધા જ જીવો મારી જેમ જીવવાને ઇચ્છે છે, કોઇપણ જીવ મરવાને ઇચ્છતો નથી માટે મારે કોઇપણ જીવને દુ:ખ આપવું ન જોઇએ' - આવી ભાવનાથી સદાને માટે સર્વથા હિંસાથી વિરામ પામેલા સાધુભગવન્તોનો ધર્મ જ અહિંસાસ્વરૂપ છે. આપણે એ પણ જોઇ ગયા કે માત્ર કોઇપણ જીવને દુ:ખ ન આપવાના પરિણામથી અહિંસાધર્મ પ્રાપ્ત કરી શકાતો નથી. એની સાથે એ પરિણામ પણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે કે : ‘મને કોઇપણ દુ:ખ આપે તો તે હું સહી લઇશ.’ અન્યથા ‘હું કોઇને દુઃખ આપતો નથી, કોઇની પ્રત્યે દુષ્ટ વર્તન કરતો નથી, તો મને શા માટે હેરાન કરે છે ?....' વગેરે પરિણામ આવે તો દુઃખ આપનારને દુઃખ પહોંચાડવાનો પરિણામ આવી જશે. આવા પ્રસંગે એમ વિચારવું જોઇએ કે “આ ભવમાં મેં કોઇને દુ:ખ ન આપ્યું હોય તો ય પૂર્વેના ભવોમાં દુ:ખ આપેલું જ છે. વર્તમાનની સા ભૂતકાળના અપરાધનું ફળ છે. વગર ગુનાની સજા શ્રી જિનશાસનમાં નથી. તેથી ચૌદ (૩૬) Page #40 -------------------------------------------------------------------------- ________________ રાજલોકમાં રહેલા કોઇપણ જીવને હું દુઃખ પહોંચાડીશ નહિ. અને ચૌદ રાજલોકમાં રહેલા બધા ય જીવો દુઃખ દેશે તો ય હું મજેથી વેઠી લઈશ....” આ પરિણામસ્વરૂપ અહિંસાધર્મ છે. આ અહિંસાનું સ્વરૂપ, સમજવા માટે ખૂબ જ સરળ છે. મનને ગમી પણ જાય એવું છે. પરન્તુ આત્મસાત્ કરવાનું ઘણું જ અઘરું છે. બીજાને દુઃખ પહોંચાડીને પણ સુખ ભોગવવાની વૃત્તિને દૂર કર્યા વિના અને દુઃખ મારા જ પાપનું ફળ છે માટે ભોગવી જ લેવું જોઈએ-એવી વૃત્તિ કેળવ્યા વિના અહિંસાનું પાલન શક્ય નથી. આ અહિંસાધર્મ પછી અહિંસાના પાલનમાં કારણરૂપ સંયમધર્મ બતાવ્યો છે. જેને અહિંસા પાળવી હશે તેણે સંયમ લીધા વિના નહિ ચાલે. સંયમ શબ્દનો અર્થ નિયંત્રણ રાખવું - એ પ્રમાણે લોકમાં પ્રસિદ્ધ છે. અહીં સંયમ એટલે સારી રીતે વિરામ પામવું. હિંસાદિ સર્વ પાપોથી સારી રીતે વિરામ પામવું તેનું નામ સંયમ, આ રીતે અહિંસા અને સંયમ પરમાર્થથી એક જ જણાય છે, છતાં બંન્નેને જુદા બતાવ્યા છે તેનું કારણ એ છે કે અહિંસા એ સાધ્ય છે અને સંયમ તેનો ઉપાય છે. કોઈપણ જીવને દુઃખી બનાવવા નથી- એ આપણું ધ્યેય છે અને એ ધ્યેયને સિદ્ધ કરવા માટે તે તે જીવોની જયણા-પાળવી, રક્ષા કરવી – તે સંયમ છે. સંયમ પાળ્યા વિના અહિંસા સાચવી શકાય - એવું નથી. જ્યણા પાળવા માટે સૌથી પહેલાં પ્રવૃત્તિ ઉપર કાપ મૂકવો જ પડશે. જે ઘણી પ્રવૃત્તિ કરે તે અસંયમ ર્યા વગર નહિ રહે. જે પ્રવૃત્તિ કર્યા વિના ચાલે એવું હોય તેમાં હાથ નાંખવો જ નથી અને જે કર્યા વિના ચાલે એવું નથી તે પ્રવૃત્તિ એ રીતે કરવી છે કે જેમાં જ્યણા સચવાય. આચાર્યભગવન્ત કહેતા કે ભગવાનની આજ્ઞા મુજબ ઈર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક ચાલવું હોય તો એક કે બે કિલોમિટરનો વિહાર માંડ કરી શકે-આને જ ઉગ્રવિહાર કહેવાય. એક દિવસમાં માઈલોના માઈલો કાપવા તે ઉગ્રવિહાર નથી. કપડાં-કામળીના છેડા લબડતા હોય તો ફરક્યા કરે તેથી વાયુકાયની તેમ જ પૃથ્યાદિની વિરાધના થાય. માટે તે છેડા સાચવીને-દબાવીને ચાલવું, યુગપ્રમાણ ભૂમિ ઉપર નજર સ્થિર રાખવાની, આજુબાજુ જોતાં કે વાતો કરતાં ન ચાલવું, તે ઉગ્રવિહાર. સ. આ રીતે ચાલે તો સામે ગામ ક્યારે પહોંચે ? " આપણે સામે ગામ નથી પહોંચવું, મોક્ષે જવું છે. મોક્ષે જે રીતે પહોંચાય તે રીતે સામે ગામે પહોંચવું છે. સામું ગામ નજીક આવે અને મોક્ષ દૂર થાય- એ વિહાર કેવો? થોડી પ્રવૃત્તિ હોય તો સંયમ સાચવી શકાય. ઢગલાબંધ પ્રવૃત્તિ હોય તો (૩૭) Page #41 -------------------------------------------------------------------------- ________________ જ : - સંયમનો ભોગ લેવાય જ ને ? સંયમ પાળવું હશે તો તેના પાલનના જે જે ઉપાય છે તે ધ્યાનમાં લેવા જ પડશે. શાસ્ત્રમાં સંયમના સત્તર પ્રકાર જણાવ્યા છે. પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવોની રક્ષા કરવી(પ), બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય –પંચેન્દ્રિય : આ ચાર ત્રસ જીવોની રક્ષા કરવી), અજીવની રક્ષા કરવી અર્થાર્ તેની પ્રત્યે દ્વેષ ન કરવો તેમ જ અજીવને આશ્રયીને રહેલા જીવોની વિરાધના ન થાય તેની કાળજી રાખવી(૧૦), પ્રેક્ષાસંયમ એટલે ઉપયોગપૂર્વક જોવું(૧૧), ઉપેક્ષાસંયમ એટલે અયોગ્ય જીવોને વિષે માધ્યસ્થ્ય રાખવું તેમને પ્રેરણા ન કરવી(૧૨), પ્રમાર્જના એટલે પૂંજવું(૧૩), પરિષ્ઠાપના એટલે વસ્ત્ર, પાત્ર, અશનાદિ નિરવદ્ય ભૂમિમાં પરઠવવાં(૧૪), અકુશલ મનવચનકાયાનો નિરોધ કરવા સાથે કુશલ મનવચનકાયયોગને પ્રવર્તાવવા(૧) : આ પ્રમાણે સત્તર પ્રકારનું સંયમ છે. અહિંસાના પરિણામની પ્રાપ્તિ અને રક્ષા માટે ઉપયોગપૂર્વકના આ સંયમનું પાલન આવશ્યક છે. પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોની રક્ષા કરવાનું કામ ધારીએ છીએ એટલું સહેલું નથી. આપણા પ્રાણં કરતાં એમના પ્રાણનું મૂલ્ય અધિક છે – એવું સમજાય તો જ એ શક્ય છે. ‘દુઃખ વેઠી લઇશ પણ દુઃખ આપીશ નહિ' આ પરિણામ જ પૃથ્વીકાયાદિની રક્ષા કરાવવા સમર્થ બને છે. પથ્થર, બારી વગેરે અજીવના નિમિત્તે જ્યારે પણ આપણને પીડા થાય છે ત્યારે તેની પ્રત્યે દ્વેષ આવવાનો સંભવ છે. પરંતુ તેવા વખતે, તેમાં આપણી અનુપયોગદશા જ કારણ બને છે એનો જેમને ખ્યાલ છે તેઓ અજીવની રક્ષા કરી શકે છે. અજીવની હિંસા થતી નથી, છતાં તેને આશ્રયીને જીવો રહેલા હોય છે તેની હિંસા-વિરાધનાથી બચવા અજીવનો સંયમ જણાવ્યો છે. જે જે અજીવને ગ્રહણ કરવાથી સંયમ સચવાતું નથી તેવા વીસ ભેદ અહીં જણાવ્યા છે. પાંચ પ્રકારનાં પુસ્તક, પાંચ પ્રકારનાં વસ્ત્ર, પાંચ પ્રકારનાં ચર્મ-ચામડું અને પાંચ પ્રકારનાં તૃણઘાસ : આ બધા અજીવને ગ્રહણ કરવામાં અસંયમ થાય છે. ઉત્સર્ગમાર્ગે સાધુભગવન્તને પુસ્તક પણ રાખવાં કલ્પે નહિ. કાળને આશ્રયીને ચારિત્રના પાલન માટે અને આગમના જ્ઞાનનો વ્યવચ્છેદ ન થાય એ નિમિત્તે જરૂરપૂરતા પુસ્તકને જયણાપૂર્વક ગ્રહણ કરવામાં સંયમ થાય છે-એ પ્રમાણે ચૂર્ણિમાં જણાવ્યું છે. અટવી વગેરેનું ઉલ્લંઘન કરતી વખતે ચર્મપંચક ગ્રહણ કરવાનો પ્રસંગ આવે છે. બાકી ઉત્સર્ગમાર્ગે તો આ બધાં ઉપકરણો અસંયમનું કારણ હોવાથી નિષિદ્ધ છે. જે ઉપકરણો ભગવાને વિહિત નથી કર્યાં તે વસાવવાથી વિરાધના થવાની જ. વિહિત કરેલાં ઉપકરણો પણ જરૂરપૂરતાં રાખી તેની પ્રતિલેખના-પ્રમાર્જના કરે તો અજીવના અસંયમથી બચી શકાય. જરૂરથી અધિક વસ્ત્રપાત્ર રાખે અને તેની પ્રતિલેખના ન કરે તો અજીવસંયમ નહિ પળાય. (૩૮) Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષા, ઉપેક્ષા અને પ્રમાર્જના સંયમ તો સાધુભગવન્તના પ્રાણજેવા છે, એનાથી શૂન્ય મુનિજીવનની કલ્પના પણ કરી શકાય એમ નથી. જે સ્થાને બેસવા-ઊભા રહેવા વગેરેની ક્રિયા કરવી હોય તે સ્થાનને દષ્ટિથી જોઈને રજોહરણાદિથી તે સ્થાનને પૂંછ-પ્રમાજીને પછી જ બેસવા વગેરેની ક્રિયા કરવી તેને પ્રેક્ષાસંયમ કહેવાય છે. સામાન્યતઃ પ્રેક્ષા એટલે ઉપયોગપૂર્વક જેવું. પ્રેક્ષા જીવજંતુની હોય છે અને પૂંજવાપ્રમાર્જવાની ક્રિયા સામાન્યતઃ અજીવને આશ્રયીને કરાય છે. અજીવને પૂંજવાપ્રમાર્જવાની તકેદારી ન રાખવામાં આવે તો છકાયજીવની હિંસાનું પાપ લાગવાનું જ. ઉપેક્ષાસંયમ : વ્યાપાર-ઉપેક્ષા અને અવ્યાપાર-ઉપેક્ષા એમ બે પ્રકારનું છે. સિદાતા એવા સાંભોગિકને પ્રેરણા કરવી તે વ્યાપાર – ઉપેક્ષા અને અનેક કાર્યમાં સિદાતા એવા ગૃહસ્થને પ્રેરણા ન કરવી તે અવ્યાપાર-ઉપેક્ષા. પ્રમાર્જનાસંયમમાં ગામનગરાદિમાં પેસતાં-નીકળતાં પગને પૂંજવાનું વિધાન છે. સાગારિકના દેખતાં પ્રમાર્જના ન કરવી તેમ જ સાગારિક ન હોય ત્યારે પ્રમાર્જના કરવી તેનું નામ પ્રમાર્જનાસંયમ. સંયમની સાધના માટે નિરુપયોગી બનેલાં વસ્ત્ર-પાત્રાદિ તેમ જ અશુદ્ધ આહાર વગેરે પરઠવવાં પડે ત્યારે નિરવધ એવી ભૂમિમાં પરઠવવાં એ પણ સંયમ છે - આને પરિઝાપનાસંયમ કહેવાય. મનવચન-કાયાનો સંયમ તો પ્રસિદ્ધ છે. આના ઉપરથી ખ્યાલ આવે છે ને કે સાધુભગવંતો કેવા હોય? જયણાપૂર્વક ચાલે, જોઈ-વિચારીને બોલે, જયણાપૂર્વક સ્થાન તપાસે, પૂંછ-પ્રમાઈને કોઈપણ વસ્તુ લે-મૂકે, નકામી વસ્તુ પણ અણુજાણહ જસુગ્રહો કહીને નિર્જીવભૂમિમાં પરઠવે, પરઠવીને વોસિરે વોસિરે કહે... આ બધો જ ભગવાને બતાવેલો આચાર નજર સામે આવે તો લાગે કે આવું જીવન જીવવા માટે પ્રવૃત્તિ તદ્દન ઘટાડવી પડશે. આહારપાણી અલ્પ હોય તો કુદરતી રીતેં લઘુ-વડીનીતિ પણ અલ્પ હોય અને તેથી સાધના સરસ થાય. સંગીતકાર, તબલચી, ડોક્ટરો, ક્રિકેટરો વગેરે બધા જ પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને જવા માટે કેવી સાધના કરે છે? ખાવાપીવાની પ્રવૃત્તિ પર કાપ મૂકે, વિકથાદિ પર કાપ મૂકે અને પ્રમાદ આવી ન જાય એવું જીવન જીવે ને ? પૈસા કમાવવા કે શાખ જમાવવા જેવા તુચ્છ સ્વાર્થ ખાતર જ આવી અપ્રમત્તતા આજના કાળમાં પણ કેળવી શકાતી હોય તો મોક્ષરૂપ પરમોચ્ચ સ્વાર્થ માટે પ્રમાદ ખંખેરી ન શકાય? આ બધું અશક્ય માનીને તેની ઉપેક્ષા કરવાના બદલે શક્ય માનીને તેમાં પુરુષાર્થ કરવાની જરૂર છે. સંયમની ઉપેક્ષા પ્રાણઘાતક નીવડ્યા વિના નહિ રહે. આ સત્તરે ય પ્રકારનો સંયમ પાળવા માટે બિનજરૂરી પ્રવૃત્તિ ઘટાડે, જરૂરી પ્રવૃત્તિ પણ ઉપયોગ તથા જ્યણાપૂર્વક કરે, પ્રમાદ (૩૯) Page #43 -------------------------------------------------------------------------- ________________ ખંખેરીને અપ્રમત્તદશા કેળવે... આવા સંયમી આત્મા મળી જાય તો તેમનાં ચરણોમાં માથું મૂકીને પૂછો કે “ભગવન્! આપને સંયમ મળી ગયું, મને કેમ મળતું નથી ?' સાધુસાધ્વી ભગવન્તનાં દર્શન થતાંની સાથે સંયમ યાદ આવે એવું જીવન ભગવાને બતાવ્યું છે. પંદર કલાક સ્વાધ્યાય કરે, બાહ્યપ્રવૃત્તિ પર કાપ મૂકે અને મહેચ્છા પર કાબૂ રાખે તો સંયમ સુંદર રીતે પાળી શકાય. અહિંસાધર્મ અને સંયમધર્મ પછી તપધર્મ બતાવ્યો છે. ધ્યેય તરીકે અહિંસા બતાવી, તેને સિદ્ધ કરવા માટે સંયમ બતાવ્યું, એ સંયમને વિશુદ્ધ બનાવવા માટે તપ છે. આપણા તરફથી કોઈ પણ જીવને કોઈ પણ જાતનું દુઃખ ન પહોંચે તે માટે વર્તમાનના પાપથી વિરામ પામવું તે સંયમ છે. વર્તમાનમાં પાપરહિત થયા પછી પણ જ્યાં સુધી ભૂતકાળનાં પાપોનો નિકાલ ન થાય ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ થતી નથી. તેથી શ્રી વીતરાગપરમાત્માએ ભૂતકાળનાં એ કર્મોની નિર્જરા માટે તપ કરવાનું ફરમાવ્યું છે. આમ તો તપનું સ્વરૂપ આપણે સૌ જાણીએ છીએ છતાં વર્તમાનમાં આપણે જે રીતે તપની આરાધના કરીએ છીએ અને અનંતજ્ઞાનીઓએ જે રીતે તપ કરવાનું ફરમાવ્યું છે તે બે વચ્ચે ઘણું અંતર છે. ઈચ્છાના નિરોધને શાસ્ત્રમાં તપ કડ્યો છે. આવો તપ વર્તમાનમાં જોવા મળે ખરો ? ઈચ્છાઓનો અંત લાવવો છેએવું લક્ષ્ય જ હજુ કેળવાયું નથી. આજ સુધીમાં આપણી સઘળી શક્તિનો ઉપયોગ ઈચ્છાઓને પૂરી કરવામાં જ કર્યો છે ને ? અને પાછી એ ઈચ્છાપૂર્તિને જ આપણે ઈચ્છાઓનો અત માની લીધો છે. ઈચ્છા પૂરી કરવાના પ્રયત્નથી અનેક ઈચ્છાઓની પરંપરા ચાલે છે, ઈચ્છાઓ શાંત નથી થતી. અસલમાં ઈચ્છાઓને સફળ બનાવવા પ્રયત્ન ન કરીએ તો; બળતણ ન મળવાથી જેમ અગ્નિ શાંત થાય છે તેમ ઈચ્છાઓ પણ શમી જાય છે અને અને વિનાશ પામે છે. એ માટે જ તપધર્મનો ઉપદેશ છે. આવા પ્રકારના ઈચ્છાનિરોધ સ્વરૂપ તપધર્મના પાલન માટે એક દૃઢ સંકલ્પ અને થોડી ધીરજ કેળવવાની જરૂર છે. ઇચ્છાની ભયંકરતા સમજાયા વિના એ શક્ય નહિ જ બને. આવા પ્રકારની અહિંસા, આવા પ્રકારનું સંયમ અને આવા પ્રકારનો તપ એ જ વાસ્તવિક કોટિનો ધર્મ છે. આ સિવાયનો ધર્મ જો આના કારણભૂત હોય તો જ તે ધર્મ છે. અહિંસાના ઉદ્દેશ વિનાનું સંયમ જેમ નકામું છે તેમ સંયમ વિનાનો તપ પણ કામ નથી લાગતો. અહિંસા, સંયમ અને તપમાં ત્રણે કાળનું પાપરહિત સ્વરૂપ સમાય છે. ભવિષ્યમાં પાપથી મુક્ત થવા અહિંસાધર્મ બતાવ્યો, એ ઉદ્દેશને સિદ્ધ (૪૦) Page #44 -------------------------------------------------------------------------- ________________ કરવા વર્તમાનના પાપથી વિરામ પામવા સ્વરૂપ સંયમધર્મ બતાવ્યો અને ભૂતકાળનાં પાપોને દૂર કરવા તપધર્મ બતાવ્યો. પાપરહિત તે જ બની શકે જે સહનશીલ હોય. અસહનશીલતા ગયેલાં પાપોને પણ પાછાં નોંતરી લાવે છે. પાપના ત્યાગ પછી પણ જીવનમાં પ્રચ્છન્ન(ગુપ્તપણે)પાપતા પેસતી હોય તો તેમાં મોટો ફાળો અસહનશીલતાનો છે. અસહિષ્ણુતાનો પ્રતિકાર એ જ સાધના છે. એ સિવાયનો પ્રયત્ન સાધનાને વેરવિખેર કરી નાખશે. અરતિનું મૂળ અસહનશીલતા છે. તેને ટાળવા માટે જ સકલ શાસ્ત્રોની રચના છે. સહનશીલતા કેળવવા માટે જ તપધર્મ છે. મનને મારવા માંડીએ અને સામાન્ય ટેવ પાડીએ તો અસહનશીલતા ટાળવાનું કામ કપરું નથી. આચાર્યભગવન્તે એક વાર કહયું હતું કે ‘દુ:ખ વેઠવા માંડો, વેઠતાં વેઠતાં દુ:ખ કોઠે પડી જશે....’ સમર્થજ્ઞાની ભગવન્તો પણ પાછા પડતા હોય તો તે પ્રમાદપ્રિયતા અને સુખની લાલચમાંથી જન્મેલી અસહનશીલતાના કારણે જ પાછા પડે છે. ‘હું કેમ ન કરી શકું ?' એમ વિચારે તેના માટે સહનશીલતા દુ:સાધ્ય નથી. ‘આપણું કામ નહિ !' એવું વિચારવાના કારણે અસહિષ્ણુતા વધવા માંડે છે. ‘મારાથી કેમ ન બને ?’, ‘હું કરી શકીશ’... એવું વિચારીએ તો સહનશીલતા આવ્યા વગર ન રહે. સંયોગો વિપરીત હોય તો તે સંયોગોને આધીન બનવાને બદલે તેને હઠાવવા પ્રયત્ન કરીએ અથવા મળેલા સંયોગોનો ઉપયોગ કરી લઇએ તો સિદ્ધિને નજીક બનાવી શકાય. ન જ અનાદિકાળથી અનેક ભવોમાં સુખના રાગે અને દુઃખના દ્વેષે જે કર્મો બાંધ્યાં છે તે; સુખ છોડવાનો અને દુઃખ વેઠવાનો અભ્યાસ પાડ્યા વિના दूर કરી નહિ શકાય. આથી જ એ અભ્યાસ પાડવા માટે ભગવાને, છ પ્રકારે બાહય અને છ પ્રકારે અભ્યન્તર : એમ બાર પ્રકારનો તપ બતાવ્યો છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહય તપ છે. તેમ જ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અભ્યન્તર તપ છે. આ બારમાંથી આપણે તો માત્ર એક જ તપને તપ માનીએ ને ? અનશન સિવાયનો તપ એ તપ છે- એવું માનીએ ખરા ? અશન એટલે ખાવું, અનશન એટલે ન ખાવું. નવકારશીથી માંડીને છ મહિનાના ઉપવાસ સુધીનો તપ અનશનમાં આવે. સૂર્યોદયથી માંડીને બે ઘડી સુધી આહારપાણી ન લેવાનું પચ્ચક્ખાણ તેને નવકારશી કહેવાય, એનો અર્થ એ નથી કે રાત્રે સૂર્યોદય સુધી ખાવાની છૂટ છે. જે નવકારશી કરે તે રાત્રિભોજન ટાળે ૪. (૪૧) Page #45 -------------------------------------------------------------------------- ________________ - સ. ન ટાળી શકે તો ? તો પહેલાં રાત્રિભોજન ટાળતાં શીખે પછી નવકારશી કરે. રાત્રિભોજન માટે ભાગે આહારની લાલસાના કારણે થાય છે. સંયોગો કરતાં પણ મન વધારે નબળું છે. નવકારશી, એકાસણાં, આયંબિલ... વગેરે ગમે તેટલો તપ કરો પણ એની સાથે જે ખાવાનો પરિણામ નાશ ન પામે ત્યાં સુધી તે તપની કિંમત નથી. અનશન કર્યા પછી પણ ઊણોદરી રાખી શકાતી ન હોય તો તે આહારની લાલસાના કારણે, ઊણોદરીપમાં આહારનું પ્રમાણ ઘટાડવાનું હોય છે. પુરુષોએ બત્રીસ કોળિયાથી અને સ્ત્રીઓએ અઠયાવીસ કોળિયાથી બે-પાંચ કોળિયા ઓછું વાપરવું તે ઊણોદરી. સામાન્યથી ૩ર કે ૨૮ કોળિયા આહારથી ભૂખ શમી જાય. એ ભૂખ કરતાં ઓછું વાપરવું તે ઊણોદરી. આ તપ માટે સૌથી પહેલાં, ભૂખ લાગ્યા પછી જ ખાવું - આ નિયમ જાળવવો પડશે, નહિ તો ઊણોદરી કરવાનો પ્રસંગ જ નહિ આવે. આથી જ સાધુભગવન્તને છે કારણ ઉપસ્થિત થયે છતે જ આહાર લેવાનું ફરમાવ્યું છે. જે, કારણે વાપરે તે જ તપસ્વી, અકારણે વાપરે તે ઊણોદરી વગેરે તપ કરવા છતાં તપસ્વી ન ગણાય. છમાંથી એક પણ કારણ ઉપસ્થિત ન હોય તેવા વખતે નિર્દોષ આહાર વાપરે તો ય દોષ લાગે. અને કારણ ઉપસ્થિત થયે છતે કોઇવાર આધાકર્માદિ દોષયુક્ત આહાર વાપરે તો ય દોષ ન લાગે. બેંતાલીસ દોષથી રહિત આહાર લાવ્યા પછી પણ જો કારણાભાવ, સંયોજના, પ્રમાણાતિરિક્તતા વગેરે પાંચ માંડલીના દોષ ટાળવામાં ન આવે તો નિર્દોષ આહાર પર પાણી ફરી જાય. આખું ચિત્ર તૈયાર થયા પછી એના પર શાહીનો ખડિયો ઢોળાઈ જાય તો ચિત્રની શી દશા થાય? સ. કોઈનો આહાર કુદરતી વધારે હોય તો? આહાર ઘટાડવાનો ઉપાય પણ શાસ્ત્રમાં બતાવ્યો છે. જેનો આહાર વધારે હોય તેને રોટલીમાં ઘી ભેળવીને આપે, મિષ્ટાન્ન-ભારે ખોરાક વધારે આપે એટલે તેનો આહાર ઘટી જાય. પછી મિષ્ટાન્નાદિ બંધ કરાવી દે. એટલે આહાર પ્રમાણસરનો થઈ જાય. સ. સાધુભગવન્તને આહાર મળે તો સંયમવૃદ્ધિ કહી અને ન મળે તો તપોવૃદ્ધિ કેમ કહેવાય ? ન મળે ત્યારે પણ સંયમ તો હતું જ, તપ કુદરતી રીતે થઈ જવાથી તપોવૃદ્ધિ છે પણ થઈ એમ સમજવું. તપની ભાવના હતી પણ પરિણામ ન હતો માટે વહોરવા (૪૨) Page #46 -------------------------------------------------------------------------- ________________ ગયા અને નિર્દોષ આહાર ન મળે ત્યારે નરકાદિ ગતિની સુધાને યાદ કરીને, ભગવાનની આજ્ઞાનું આલંબન લઈને શુભ ભાવે તપ કરે. આહાર ન મળવાથી સંયમની વૃદ્ધિ ભલે ન થઈ હોય, પણ સાથે સંયમ સિદાયું પણ નથી. સંયમની સાથે તપ પણ ભળ્યો માટે તપોવૃદ્ધિ થઈ એમ કહેવાય છે. એ જ રીતે આહાર મળ્યા પછી પણ આ પાંચ દોષો ટાળવામાં આવે તો જ સાધુભગવન્ત ખાવા છતાં તપસ્વી કહેવાય. ઊણોદરી કરવા માટે સંયોજના ટાળવી જરૂરી છે. સંયોજના કરે તે ઊણોદરી ન કરી શકે. સંયોજના ન કરે તો ઊણોદરી મજેથી કરાય. કોળિયાનું પ્રમાણ સાચવવા માટે વસ્તુ પસંદગી કરીને ન લેવી. ઊણોદરી ત્યારે કરી શકાય કે જ્યારે દ્રવ્ય ઘટાડીએ, વધુ દ્રવ્ય વાપરનાર ધારે તોય ઊણોદરી ન કરી શકે. આથી ઊણોદરી પછી ત્રીજો તપ વૃત્તિસંક્ષેપ (દ્રવ્યસંક્ષેપ) જણાવ્યો અને દ્રવ્યનો સંક્ષેપ કરતી વખતે પાંચ દ્રવ્યો પણ સારાંમાં સારાં રસકસવાળાં ગ્રહણ ન કરે તે જણાવવા માટે ચોથો રસત્યાગ નામનો તપ બતાવ્યો. નવકારશી વગેરે તપ કરનાર પણ જો ઊણોદરી, વૃત્તિસંક્ષેપ કે રસત્યાગ (વિગઈત્યાગ) ન કરે તો તેનો તપ લેખે નથી લાગતો. સાધુભગવન્તને પણ નિત્ય એકાસણાને બદલે અપવાદે નવકારશી કરાવે તોપણ વિગઈ વાપરવાની રજા આપવામાં આવતી ન હતી. આયંબિલ મજેથી કરનારા આયંબિલના પારણે નવકારશીમાં લૂખા ખાખરા ન વાપરી શકે? તપનું પારણું એવું ન હોવું જોઈએ કે જે તમને ધોઈ નાંખે. ભક્તિ માટે સત્તર જાતની વસ્તુ બનાવવાની, પણ જાત માટે બે દ્રવ્યથી ચાલે તો ત્રીજું પણ નથી લેવું. તપ કર્યા પછી અશક્તિ લાગે છે માટે પારણે પૌષ્ટિક આહાર લેવાની જરૂર નથી. કારણ કે અશક્તિ લગાડવા માટે જ તપ કરવાનો છે. લોહી, માંસને સૂકવવા માટે તપ છે. આચાર્યભગવન્ત કહેતા હતા કે પારણે વિશિષ્ટ વસ્તુની અપેક્ષા જાગે તેવો તપ ન કરવો. તપનો અભ્યાસ પાડવા પહેલાં પારણાં કરતાં શીખવાની જરૂર છે. રોટલી, દાળ, ભાત, શાકથી ચાલતું હોય તો પાંચમી વસ્તુ વાપરવી નથી. આ અભ્યાસ પાડ્યા પછી ઉત્કૃષ્ટ તપ કરવાનો અભ્યાસ પાડવાનો. ખામાં વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ : આ બે તપ તો કુદરતી રીતે થઈ જાય. આજે તો વિગઈનો ત્યાગ કરનારા પણ પહેલેથી સૂચના આપી દે ને ? વિગઈનો ત્યાગ તો ભાણે બેસ્યા પછી કહેવાનો. જે બનેલું છે તેમાંથી ત્યાગ કરવાનો છે. ઘી નથી વાપરવું માટે ઢેબરાનો વિકલ્પ શોધવો એ વિગઈત્યાગ નથી. (૪૩) Page #47 -------------------------------------------------------------------------- ________________ સ. આપણા માટે બનાવેલું ન વાપરીએ તો ઘરના લોકો કહે ને કે તમારા માટે ખાસ આ વસ્તુ બનાવી છે, તમે નહિ ખાઓ તો કોણ ખાશે ? આપણે સાધુ થવું છે ને ? તો આપણા માટે બનાવેલી ખાસ વસ્તુ નથી વાપરવી. કોણ ખાશે-એની ચિંતા નથી. સાધર્મિકની ભક્તિ કરશું, ઘરના લોકો વાપરશે અને નહિ તો ભિખારીને આપીશું. જમાઈ જમવાનું નક્કી કરીને ગયા હોય અને કારણસર ન આવે તો બગાડ થયો–એમ લાગે ? અને અહીં કોઇ વાર સાધર્મિકને જમવાનું આમંત્રણ આપ્યા પછી બીજો કોઇ એને જમવા લઇ જાય તો દુ:ખ થાય ને ? એ દુઃખ શેનું થાય ? સાધર્મિકનો લાભ ન મળ્યાનું કે બગાડ થયાનું ? શ્રાવક ઉદાર હોય અને વસ્તુનો નિકાલ કરવામાં પાવરધો હોય તેથી બગાડની ચિંતા તેને ન હોય. આપણા માટે બનાવેલું જો આપણે નહિ ખાઇએ તો કદાચ વસ્તુનો બગાડ થશે પણ આપણા માટે બનાવેલી ભાવતી વસ્તુ વાપરવાથી આપણો બગાડ થશે. ક્યો બગાડ પાલવે એવો છે ? છતી વસ્તુ ન વાપરવી તેને ત્યાગ કહેવાય. માટે ભાણે પિરસાયેલી વસ્તુમાંથી ત્યાગ કરવો. તમારો તપ તો આ ચારમાં જ પૂરો થઇ ગયો. હવે આગળના કાયક્લેશ અને સંલીનતા તેમ જ અભ્યન્તર તપ તો સાધુ માટે જ રહ્યા છે ને ? સ. શ્રાવકો લોચ કરાવે ને ? લોચ કરાવવા પહેલાં સહનશીલતા કેળવવાની જરૂર છે, સ્વભાવ સુધારવાની જરૂર આજના મુમુક્ષુઓ ખોટી દિશાએ પ્રયત્ન કરી રહ્યા છે. ઘરમાં લોચ કરાવે અને દીક્ષા લીધા પછી ગુરુ અને સહવર્તીના વાળ ઊખડી જાય એ રીતે વર્તે ! લોચની ટેવ પાડવા પહેલાં બીજાનું ખમી ખાતાં શીખવાની જરૂર છે. લોચ કરાવવાની ટેવ કદાચ નહિ હોય તો આપણી આંખમાં આંસુ આવશે, જ્યારે સહનશીલતા નહિ કેળવીએ તો ગુર્વાદિકની આંખમાં આંસુ આવશે. સ. શ્રાવકોથી લોચ ન કરાવાય ? લોચ કરાવવાની ના નથી પણ પહેલાં ભાવ લોચનો અભ્યાસ પાડવો જરૂરી છે. સ. શરૂઆત દ્રવ્યથી થાય ને ? શું વાત કરો છો ? તમે જમવાનું આમંત્રણ કેવું છે એ જુઓ કે જમણવાર કેવો છે એ જુઓ ? તમારે ત્યાં બધે ભાવથી શરૂઆત કરો અને અમારે ત્યાં ભાવને પાછળ રાખવો છે ? છે. (૪૪) Page #48 -------------------------------------------------------------------------- ________________ સ. ભાવ એકાએક કેવી રીતે આવે ? મોક્ષની ઉત્કટ ઇચ્છામાંથી. સ. એ ઇચ્છા કઇ રીતે થાય ? સંસાર પ્રત્યે નફરત પેદા થવાથી. સ. એ નફરત પણ કેવી રીતે પેદા થાય ? સંસારની અસારતાનું પરિભાવન કરવાથી. અત્યાર સુધી સંસારને સારભૂત માન્યો-એનું જ આ પરિણામ છે. આપણી દષ્ટિથી સંસારને સારભૂત માનવાના કારણે જે પરિણામ આવ્યું છે તે તો આપણે ભોગવી જ રહ્યા છીએ. હવે કાંઇક સારું પરિણામ લાવવું હોય તો અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિથી સંસારની અસારતા સમજવા અને માનવા માટે રાત-દિવસ પ્રયત્ન કરી લેવો છે. સંસારની અસારતા માન્યા પછી સંસારથી તરવાનો ભાવ જાગ્યા પછી બધાં જ અનુષ્ઠાન કામ લાગે. નાવડું હોય તો તરાય કે તરવાનો ભાવ હોય તો નાવડું કામ લાગે ? સ. દ્રવ્યની હાજરીમાં ભાવ ન આવે ? દ્રવ્યની હાજરીથી ભાવ ન આવી જાય, ભાવની હાજરીમાં દ્રવ્ય કામ લાગી જાય : આમાં ખરી કિંમત કોની ? સ. દ્રવ્યનું આલંબન લઇએ તો ભાવ આવે ને ? અભવ્યને દ્રવ્યનું આલંબન મળે તો ય કામ નથી લાગતું ને ? જેની પાસે ભાવનું આલંબન હોય તે દ્રવ્યને લે તો કામ લાગે. સ. ભાવ લાવવાનો ભાવ હોય તો દ્રવ્યનું આલંબન ખરું ને ? ભાવ લાવવાનો ભાવ પણ છેવટે ભાવ જ છે ને ? દ્રવ્ય કામ લાગે છે, એની ના નહિ, પણ એની પાછળ દ્રવ્યને ભાવનું કારણ બનાવવાની ભાવના હોવી જોઇએ. તેથી જ શાસ્ત્રમાં ‘માવાવું માવપ્રવૃત્તિ:’ કહયું છે, ‘દ્રવ્યાર્ માવપ્રસૂતિ:' નથી કહ્યું. ભાવ લાવવાનો ભાવ ન હોય અને ચોરી કરવાનો ભાવ હોય તો તેની દ્રવ્યપૂજા તારનારી બને કે મારનારી ? સંસાર તરવાનો ભાવ તે ભાવ. સંસારનું સુખ મેળવવાનો (૪૫) Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાવ તે ભાવ નહિ. સંસાર ઉપરનું બહુમાન ઘટે તેનું નામ ભાવ. એક વાર સંસારનો ભાવ ઘટે પછી મોક્ષની સાધનાનો ભાવ પ્રગટે. અને સાધનાનો ભાવ પ્રગટયા પછી ગમે તેવું કષ્ટ પણ કષ્ટરૂપ ન લાગે. તેથી તપમાં પણ આનંદ આવે. ભગવાનની આજ્ઞા મુજબ શારીરિક કષ્ટ વેઠવું તેનું નામ કાયક્લેશ. આજે નિયમ આપી દઉં કે દેરાસર અને ઉપાશ્રય જતી વખતે સાધનમાં ન જવું, પોતે વસાવેલું વાહન પણ ન વાપરવું. દેરાસર-ઉપાશ્રયે ખુલ્લા પગે ચાલીને જઇએ તો જ ઉષ્ણ, શીત, કાંટા, કાંકરા વગેરે કષ્ટો વેઠવાનો પ્રસંગ આવે. કાયમ માટે ખુલ્લા પગે ચાલો તો સારી વાત છે પણ એ ન બને તો છેવટે ધર્મસ્થાનમાં તો ઉઘાડા પગે જ જવું–એટલું બને ને ? તમે ડોક્ટર હો અને સાધુસાધ્વીની ટ્રીટમેંટ માટે સાધનમાં જવું પડે તો ભલે, પણ વ્યાખ્યાન કે પૂજા માટે તો પગે ચાલીને જવું. શરીરને કષ્ટ આપ્યા વગર ભગવાનનો ધર્મ આરાધી નહિ શકાય. લાચારીથી દુ:ખ ભોગવવું તે તપ નથી, આજ્ઞાથી દુ:ખ ભોગવવું તે તપ. આજે વાંદણાં આપી શકે એટલા પણ પગ વળે નહિ તેનું કારણ એક જ છે કે ટેવ જ પાડી નથી. કાયક્લેશતપ અભ્યાસથી શક્ય છે. અભ્યાસ પાડતી વખતે પણ ઉદ્દેશ ધર્મનો જોઇએ, શરીરની કસરત કરવાનો કે આરોગ્ય મેળવવાનો નહિ. આજે તો સાધુભગવન્તો પણ પાટે બેસીને બોલવા માંડયા કે ‘આપણા ભગવાને આપણા શરીરની કેટલી બધી ચિંતા કરી છે, ધર્મ પણ એવો બતાવ્યો કે જેથી શરીર સારું રહે !!' ભગવાને કાયાને સારી રાખવાના ઉપાય નથી બતાવ્યા, કાયાને ક્લેશ આપવાના ઉપાય બતાવ્યા છે. શરીરની મમતા ઉતારવા માટે શરીરને સારું બનાવવું જોઇએ કે ક્ષીણ કરવું જોઇએ ? શરીરનું સુખ મેળવવાના ઉપાય ભગવાન ન બતાવે. સંસારનું સુખ છોડીને દુઃખ વેઠવાનો અભ્યાસ પાડવો તે કાયક્લેશ. સંસારનું સુખ ન મળે તેથી દુઃખ વેઠે અથવા સુખ મેળવવા દુ:ખ વેઠે તે કાયક્લેશ નહિ. આચાર્યભગવન્ત કહેતા કે ભગવાનની આજ્ઞા મુજબ ખમાસમણું પણ આપીએ તો કાયાને કષ્ટ પડયા વિના ન રહે. ખમાસમણાં આપતાં જેટલા સાંધા તૂટે તેટલાં કર્મો તૂટે. પુણ્યયોગે ગમે તેટલી સારામાં સારી ચીજ મળી હોય તોપણ તેનો ઉપભોગ નથી કરવો, ત્યાગ કરવો છે. અને અનાદિકાળથી કાયયોગાદિ દ્વારા કરેલાં બધાં પાપોને સાક્ષાત્ ભોગવવાનો વખત આવે તે પહેલાં પાપમુક્ત બનવા માટે આ કાયક્લેશતપને ઇચ્છાથી(પરાણે નહિ) કરી લેવો છે. કાયક્લેશ પછી છઠ્ઠો સંલીનતા નામનો બાહય તપ જણાવ્યો છે. સામાન્યથી શરીરનાં અંગોપાંગ વગેરે સંકોચી રાખવાં અને સ્થિર આસને બેસવું તેને સંલીનતા (૪૬) Page #50 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. મન, વચન અને કાયાના યોગોને ગોપવીને રાખવાં તેનું નામ સલીનતા. શરીરનાં અંગોપાંગ પહોળા કરીને બેસવાની ટેવ હોય તેને સંલીનતાતપ આકરો જ પડવાનો. સંસારનાં કાર્યોમાં તો સલીનતા રાખતાં આવડે જ છે. ટ્રેઈનમાં કે બસમાં મુસાફરી કરતી વખતે કઈ રીતે બેસો? મન પણ સલીન, વચન પણ સલીન અને કાયા પણ સંલીન. મન જે સંલીન નહિ હોય તો વચન અને કાયાની સંસીનતા બનાવટી હોવાથી વ્યર્થ જવાની. તેથી મનની સંલીનતા સૌથી વધુ જરૂરી છે પરંતુ એની સાથે એ યાદ રાખવું કે મનની સંલીનતા લાવવા માટે અને ટકાવવા માટે વચન અને કાયાને કાબૂમાં રાખવા જ પડશે. કલાક સુધી ગોખે છતાં ગાથા ન ચઢે તેનું કારણ મોટે ભાગે મનની અસલીનતા જ છે. કારણ કે મન જો એકાગ્ર હોય તો ગાથા જલદી ચઢે છે- આ આપણો અનુભવ છે ને? છતાં એવા વખતે કોઈ પૂછે કેગાથા કેમ નથી થઈ તો શું કહીએ ? “આજે તો જ્ઞાનાવરણીયનો ઉદય ભારે છે.” અસલમાં આ જ્ઞાનાવરણીયનો ઉદય છે કે મોહનીયનો ? સુખ ગમી ગયું - તેમાં શું કારણ? જ્ઞાનાવરણીય કર્મ કે મોહનીય કર્મ? સુખ ગમી જાય અને દુઃખ અકળાવે એટલે મન સ્થિર હોય તો ય ચંચળ બને. સ. ટેન્શનમાં મનસલીનતા લાવવા શું કરવાનું ? જ્ઞાનીએ દીઠું હશે તે પ્રમાણે થશે' એમ કહીને ટેન્શન દૂર કરીને બેસવું. જે કાળે જે બનવાનું હોય છે તે બન્યા વગર નથી રહેવાનું. આપણે ગમે તેટલું ટેન્શન રાખીએ તો ય તેનાથી કશું વળવાનું નથી. જેને જ્ઞાનીના વચન પર વિશ્વાસ છે તેને કોઇ ટેન્શન નથી. કૃષ્ણમહારાજા ત્રણ ખંડના અધિપતિ, છપ્પન્ન કરોડ યાદવના સ્વામી અને બત્રીસ હજાર સ્ત્રીઓના ભર્તા હોવા છતાં અંતસમયે કોઈ પાસે ન હતું. ગ્રીષ્મ ઋતુના તાપથી તરસ અને થાક લાગવાથી શરીર અને મન અત્યંત વ્યાકુળ હોવા છતાં તે વખતે તૃણનો સંથારો કરીને અદીનપણે સમભાવમાં લીન બની જે ભાવનાઓ ભાવી તેં પ્રભાવ જિનવચન પરની અવિતથ શ્રદ્ધાનો જ હતો. આખું જગત પલટાઈ જાય તોપણ જિનવચન મિથ્યા ન થાય- એવી અવિચલ શ્રદ્ધા હોવાથી જ પોતાની દ્વારિકા નગરી નજર સામે બળતી જોવા છતાં સમતા ગુમાવી નથી. દ્વારિકા નગરીના દાહનો વૃત્તાંત સાંભળતાં જરાકુમાર રુદન કરવા લાગ્યા હતા, કૃષ્ણમહારાજા તો નજરે જોયેલાનું વર્ણન કરતી વખતે પણ સ્વસ્થ હતા. એનું કારણ શું? ‘જ્ઞાનીએ જે જોયું હોય તે થયા વગર ન રહે : આવી શ્રદ્ધા જ ને ? Page #51 -------------------------------------------------------------------------- ________________ સ. અશુભ લેશ્માના ઉદ્દયમાં સમતા કેવી રીતે રહે ? અશુભ લેશ્યાનો ઉદય તો છેલ્લે થયો અને એ પણ ભૂતકાળમાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું માટે ઉદયમાં આવે. તેમણે તો નરકનું આયુષ્ય બાંધી દીધું હતું – એ પોતે જાણતા હોવા છતાંય અંતિમ આરાધના કરવા તત્પર બન્યા ને ? તમે આયુષ્ય બાંધ્યું છે કે નહિ તેની ખબર નથી તો શા માટે પાણીમાં બેસી જાઓ છો ? અશુભ આયુષ્ય બંધાઇ ગયું છે એમ માનીને બેસી રહેવાના બદલે નથી બંધાયું એમ સમજીને કામે લાગવું છે. આયુષ્ય બંધાયું હોય કે ન બંધાયું હોય, સમતા લાવવા માટે કરેલો પ્રયત્ન નકામો નહિ જ જાય. સમતાની ઉપેક્ષા કરવી એ તો અશુભ કર્મને ચાલના આપવા જેવું છે. એના બદલે અસમાધિનાં નિમિત્તો મળતાંની સાથે ઊભા થઇ જવાનું. ઉઘરાણી માટે આવનારાને જોઇને જેવી સંલીનતા કેળવો એવી સંલીનતા કર્મને આવતાં જોઇને અહીં કેળવવી છે. આ રીતે છ પ્રકારના બાહ્ય તપ પૂરા થયા. બાહ્ય તપ પછી અભ્યન્તરતપ એટલા માટે બતાવ્યો છે કે બાહ્યતપ પણ અભ્યન્તરતપ માટે કરવાનો છે. ભણવું છે માટે તપ કરવાનો છે. આજે લગભગ ઊંધું છે. ભણવુ નથી માટે તપ કરવો છે. ગાથા ચઢતી નથી, અર્થ આવડતા નથી માટે તપ કરે. શાસ્ત્રકારો કહે છે કે ગાથા ચઢતી ન હોય તો બેવડો પ્રયત્ન કરવાનો, ભણવાનું પણ ખરું ને તપ પણ કરવાનો. પાણીની મોટરથી પાણી ચઢતું ન હોય તો શું કરો ? એ મોટર કાઢી નાંખો કે બીજી પણ ભેગી લગાડો ? તે રીતે અહીં પણ ગોખવાનું બંધ નહિ કરવાનું. ગોખવાની સાથે તપ શરૂ કરવાનો. સ. નબળો હોય એ વધારે નબળો થઇ જાય. લકવાના દર્દીને ડોક્ટર કસરત કરવા કહે ત્યારે આવી ફરિયાદ કરે ખરો કે એક તો લકવા છે અને પાછી કસરત કરાવો છો ? તે રીતે અહીં પણ બેવડું કષ્ટ વેઠવાથી કઠિન કર્મની નિર્જરા વહેલી થશે અને ક્ષયોપશમ પ્રગટવા માંડશે. એકલી માટીથી ઘડો ન થાય તેમ એકલા અનશનતપથી નિર્જરા ન થાય. તપથી નિકાચિત કોટિના કર્મની નિર્જરા થાય છે એમ કહ્યું છે તે બારેબાર તપ ભેગા થવાથી થાય છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મનો ક્ષય કરે છે. એ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે તેના ઉપરથી પણ સમજાય એવું છે કે એકલા બાહ્યતપથી નિર્જરા નથી થતી. (૪૮) Page #52 -------------------------------------------------------------------------- ________________ સ. એકલા કાયોત્સર્ગથી નિર્જરા થાય ? કાયોત્સર્ગમાં તો બધો જ તપ સમાઈ ગયો. શરીરની મમતા જેણે ઉતારી તેણે બધું જ મૂક્યું. ખાવાની મમતા પણ શરીરની મમતાને આભારી છે. શરીરને માફક ન આવતું હોય તો પ્રિયમાં પ્રિય વસ્તુ પણ ન વાપરો ને ? શરીરની મમતા બહુ ખરાબ છે. શરીરની મમતા નડે તો જે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મનો ક્ષય કરે તે જ જ્ઞાની સમયે સમયે ચીકણાં કર્મો બાંધતો થઈ જાય. એવા વખતે જ્ઞાન પણ કામ ન આવે ને અનશન પણ કામ ન આવે. અને જે શરીરની મમતા ઉતારે તો વાપરનાર સાધુ પણ અનશની ગણાય. એક રાજાની રાણીને સાધુભગવન્તને વંદન કર્યા વિના આહારપાણી ન વાપરવાનો નિયમ હતો. એક વાર વરસાદમાં નદીમાં પૂર આવ્યું હોવાથી રાણી નદીને પેલે પાર ઉદ્યાનમાં રહેલા સાધુભગવન્તને વંદન કરવા જઈ ન શકી. તેથી રાણીએ આહારપાણીનો ત્યાગ કર્યો એ જાણીને રાજાએ રાણીને કહ્યું કે નદી પાસે જઈને કહેજે કે “મારો પતિ બ્રહ્મચારી હોય તો તે નદી! મને માર્ગ આપ.” રાજાના કહેવા પ્રમાણે રાણીની વિનંતિથી નદીએ માર્ગ કરી આપ્યો. સામે કાંઠે જઈ રાણીએ સાધુભગવન્તને વંદન કરી, આહારપાણી વહોરાવીને પોતે પારણું કર્યું. વળતાં કેવી રીતે જવું તેની મૂંઝવણ થતી જાણીને સાધુભગવત્તે કહ્યું કે “સાધુભગવન્ત તપસ્વી હોય તો તે નદી ! મને માર્ગ આપ’. આ પ્રમાણે કહેવું. સાધુભગવન્તના કહેવા પ્રમાણે વિનંતિ કરવાથી ફરી નદીએ માર્ગ કરી આપ્યો. આના ઉપરથી સમજાય છે ને કે રાજાને આસતિ ન હોવાથી અબ્રહ્મની પ્રવૃત્તિ પણ બ્રહ્મચર્યની બાધક ન હતી, તેમ જ સાધુભગવન્તને ય આસક્તિ ન હોવાથી આહારની પ્રવૃત્તિ પણ તપસ્વીપણાની બાધક ન હતી. તે જ રીતે શરીર કે આહાર પર મમત્વ ન હોય તે કાયમ માટે તપસ્વી છે.' આ રીતે આપણા બાહ્ય તપ પૂરા થયા. તેને બાહ્ય તપ એટલા માટે કહેવાય છે કે તે તપને લોકો તપ તરીકે જાણી શકે છે. જ્યારે અભ્યન્તર તપ લોકની દષ્ટિએ તપ તરીકે નથી જણાતો. આ અભ્યન્તર તપના પણ છ પ્રકાર છે. પહેલો અભ્યત્તર તપ પ્રાયશ્ચિત્ત નામનો છે. પ્રાયઃ કરીને જે ચિત્તને શુદ્ધ બનાવે તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. અથવા તો જે પાપને છેદે છે તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. તપ ચિત્તની શુદ્ધિ માટે છે. તપથી પુણ્ય કે દેવલોક નથી જોઈતો, તપથી નિર્જરા કરવી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે તપ કરવા છતાં પણ પાપ ન ખટકે તો નિર્જરા થતી નથી. આજે તમે કે અમે તપ ઘણો કરીએ છીએ છતાં કર્મોની નિર્જરા થતી ન હોય, કર્મની લઘુતા (૪૯) Page #53 -------------------------------------------------------------------------- ________________ થતી ન હોય તો તેનું કારણ એક જ છે કે પાપ ખટકતું નથી. ધર્મ કરનારને પાપનો ભય પેદા થવો જ જોઈએ. પછી જ પ્રાયશ્ચિત્ત લેવાની પાત્રતા આવે. માત્ર પાપની સજા ભોગવ્ય નિર્જરા નહિ થાય. પાપ ખટક્યા પછી આલોચના લેવાની. આજે ય પાપ તો ખટકે, પણ કોઈ જાણી જાય તો! પાપ થતાંની સાથે આંચકો લાગે તો સમજવું કે પાપ ખટક્યું. પાપની નફરત હોય તે જ પ્રાયશ્ચિત્ત કરી શકે. કપડાં ધોતી વખતે મેલ પ્રત્યે નફરત કેવી હોય ? કપડું ફાટે ત્યાં સુધી ઘસઘસ કરે ને ? જ્યારે અહીં પ્રાયશ્ચિત્ત કેવું લો? સ. મનનાં પાપ તો કહેતા નથી ! મનનાં પાપ પણ યોગ્ય અને ગંભીરાશયી ગુરુને જણાવવાનાં, અયોગ્ય આગળ નહિ. યોગ્ય ગુરુનો યોગ ન હોય અને તેવા સંયોગો ન હોય તેથી ન જણાવીએ-એ બને, પણ મનના અશુભ ભાવ ગુરુભગવન્ત પાસે છુપાવવાનો ભાવ હશે તો શુદ્ધિ નહિ જ થાય. સ. પરિણામે જ ધર્મ છે ને ? એટલે પાપ ન કહીએ તો ચાલે ને? પરિણામે ધર્મ છે એની સાથે યાદ રાખવું કે ઈચ્છા મુજબની પ્રવૃત્તિ અધર્મ છે. પાપ છુપાવવાં નથી અને કબૂલ કરવાના પરિણામ છે તો એવી પ્રવૃત્તિ શા માટે નથી કરતા તેનું વ્યાજબી કારણ હોવું જોઈએ ને ? ગુરુ અયોગ્ય છે માટે પાપની કબૂલાત નથી કરતા કે ખરાબ દેખાવાનો ડર છે માટે ? સ. મનના પાપની આલોચના મનથી જ કરી લેવી-એવું એક વાર આપે કહ્યું હતું ને? એ તો માત્ર મનમાં વિચારો આવતા હોય તો બધે કહેવા ન જવું એટલા પૂરતી વાત હતી. બાકી મનના વિચારો અમલમાં મૂકવાની ઈચ્છા થાય તો તરત ગુરુને કહેવા જવાનું. માત્ર વિચારો જ આવતા હોય તો પંદર દિવસે, મહિને કે વરસે આલોચના લેતી વખતે જણાવી દેવાનું કે આવા વિચારો પણ આવે છે. સાવ નિર્દોષ છીએ - એવો દેખાવ ન કરવો અને સાથે વાતવાતમાં ફરિયાદ કરવાની જરૂર નથી કે બહુ ખરાબ વિચાર આવે છે. કરવું કશું નહિ ને ફરિયાદ કર્યા કરવી એ સુધરવાનાં લક્ષણ નથી. આપણે કહીએ કે વિચારો ભલે આવે પણ અમલ નથી કરવો ને ? તો ગોખવા બેસી જા ! પેલો કહે કે વિચારો જાય તો ભણવામાં ચિત્ત લાગે, આપણે કહીએ કે Page #54 -------------------------------------------------------------------------- ________________ ભણવામાં પરાણે પણ ચિત્ત પરોવો તો વિચારો જાય : આ બેનો મેળ કઈ રીતે બેસે ? જેને કીધું કરવું ન હોય, તેને ગુરુ તો શું ભગવાન પણ સુધારી ન શકે. જેને પાપની ખટક છે તેના માટે પ્રાયશ્ચિત્ત છે, બાકી તો માત્ર ઉપચાર છે. પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર બતાવ્યા છે : ૧.આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. મિશ્ર, ૪. વિવેક, ૫. કાયોત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯. અનવસ્થાપ્ય, ૧૦. પારાંચિત. ૧. આલોચનપ્રાયશ્ચિત્ત : પાપ ખટકવાના કારણે પાપનું નિવેદન કરવું તે આલોચના પ્રાયશ્ચિત્ત. આજની આલોચના તો માત્ર જાણ કરવા પૂરતી જ રહી છે, તેમાંથી પાપની ખટક નીકળવા માંડી છે- એમ કહીએ તો ખોટું નહિ ને? શુદ્ધ થવા માટે આલોચના લેવાય છે કે આચાર જાળવવા માટે એ પૂછવું પડે એવી દશા છે ને? સામાન્યથી ભિક્ષાચર્યામાં આહારાદિ ગ્રહણ કર્યા બાદ તે આલોવવા તે આલોચન પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૨. પ્રતિક્રમણ : એટલે પાપથી પાછા ફરવું તે. સમિતિનું પાલન બરાબર ન કરવાથી જે સામાન્ય અપરાધ થયો હોય તેની શુદ્ધિ મિચ્છામિ દુક્કડ આપવાથી થાય છે. માટે પાપ થતાંની સાથે મિચ્છામિ દુક્કડું આપવું તે પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત. ૩. મિશ્ર : મિશ્ર પ્રાયશ્ચિત્ત તેને કહેવાય કે જેમાં આલોચના અને પ્રતિક્રમણ આ બંને પ્રાયશ્ચિત્ત ભેગાં હોય. માર્ગમાં જતાં-આવતાં જે એકેન્દ્રિયાદિ જીવની વિરાધના થઈ હોય તે વખતે ઉપયોગ રાખી તેનું પ્રતિક્રમણ કરવું - ઈરિયાવહી બોલવા તે મિશ્ર પ્રાયશ્ચિત્ત. એમાં જીવવિરાધનાનું નિવેદન અને મિચ્છામિ દુક્કડ બન્ને હોવાથી તેને મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૪. વિવેકપ્રાયશ્ચિત્ત એટલે ગોચરીમાં આવેલ અશુદ્ધ આહારાદિ પરઠવવા. ૫. કાયોત્સર્ગ : એટલે જે ગુના કર્યા હોય તેની સજા જાતે ભોગવી લેવી. કાયાથી કષ્ટ ભોગવવા તૈયાર ન થઈએ ત્યાં સુધી કાયાનું મમત્વ નહિ છૂટે. નદી ઊતર્યા પછી, ગમણાગમણે આલોવતાં, અશુભ સ્વપ્નદર્શન નિમિત્તે. એમ અનેક પ્રકારે કરાતો કાઉસ્સગ્ગ એ કાયોત્સર્ગપ્રાયશ્ચિત્ત છે. ૬. તપ્રાયશ્ચિત્ત: અઠ્ઠમથી આગળનો તપ આ તપપ્રાયશ્ચિત્તમાં આવે છે. આરાધના માટેનો આ તપ નથી. પાપના પ્રાયશ્ચિત્તરૂપે, અપરાધની સજારૂપે આ તપ છે. દાનમાં પૈસા આપવા અને કર ભરવો એ બેમાં જેમ ફરક છે તેમ આરાધના માટેના તપમાં અને પ્રાયશ્ચિત્તરૂપ તપમાં ફરક છે. ૭. છેદપ્રાયશ્ચિત્ત : રાજા કે રાજમાન્ય પુરુષની હત્યા, ચોથા વ્રતનો ભંગ... વગેરે સ્વરૂપ તેવા પ્રકારનો ઘોર અપરાધ કર્યો હોય ત્યારે એક દિવસથી માંડીને પંદર, ત્રીસ દિવસ, વરસ, પાંચ વરસ વગેરેના પર્યાયનો છેદ કરવો અર્થીએટલો પર્યાય ગણતરીમાં ન લેવો તે છેદ પ્રાયશ્ચિત્ત. ૮. મૂલપ્રાયશ્ચિત્ત: Page #55 -------------------------------------------------------------------------- ________________ તેવા પ્રકારના અપરાધમાં મૂળમાંથી બધો પર્યાય કાપી નાંખવો તે મૂલપ્રાયશ્ચિત્ત કહેવાય. ઘાવાળા અંગની પાટાપિંડી કરવા જેવું તપપ્રાયશ્ચિત્ત છે, અંગના સડેલા ભાગને કાપી નાંખવા જેવું છેદ પ્રાયશ્ચિત્ત છે અને મૂળમાંથી સડેલું અંગ કાપી નાંખવા જેવું મૂલપ્રાયશ્ચિત્ત છે. ૯. અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત : સર્વ પર્યાયનો છેદ કર્યા બાદ ગચ્છબહાર કરીને છ એક મહિના જેટલો તપ કરાવ્યા બાદ ફરી ગચ્છમાં લેવો તે અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત. જે વખતે તપ કરે તે વખતે કોઇ પણ સાધુ તેની વૈયાવચ્ચ ન કરે. અશક્તિ આદિના કારણે ચક્કર ખાઇને પડી જાય તોપણ કોઇ તેમને ઊભા ન કરે... એવું કડક પ્રાયશ્ચિત્ત આ છે. સ. આવા નિબઁસ પરિણામ સાધુઓ રાખે ? ગંભીર બિમારીવાળા દર્દીને ડોક્ટર આઇ.સી.યુ. માં રાખે, આખા શરીરમાં નળીઓ મૂકે, સળિયા નાંખે, ખાવા ન આપે.... તોય તે નિર્બંસ ન કહેવાય ને ? ત્યાં દર્દીની દયા જ સમાયેલી છે ને ? ત્યાં જેમ ગમે તેમ કરીને દર્દીને જિવાડવો છે તેમ અહીં પણ પૂરતા પ્રયત્ને અપરાધીને સુધારવો છે. કડક પ્રાયશ્ચિત્ત છે, એ જોવાને બદલે ભારેમાં ભારે અપરાધ કર્યાં પછી પણ જેને સુધરવું હોય તેના માટે સુધરવાની પૂરતી તકો ભગવાનના શાસનમાં છે – એવું વિચારશો તો શાસન પ્રત્યે બહુમાન જાગ્યા વગર નહિ રહે. સ. આજના કાળમાં આવાં પ્રાયશ્ચિત્ત અપાય છે ? આજે આવાં પ્રાયશ્ચિત્તને યોગ્ય ગુના વિદ્યમાન હોવા છતાં જીવો એ પ્રાયશ્ચિત્ત આપવા માટે યોગ્ય ન હોવાથી આવાં પ્રાયશ્ચિત્ત અપાતાં નથી. ડોક્ટરો પણ કહે ને કે આ દર્દ માટે આ દવા છે પરંતુ આ ઉંમરે કે આ સ્થિતિમાં આ દવા ન અપાયતેમ અહીં સમજવું. શરીરના આરોગ્ય જેટલી ભાવઆરોગ્યની કિંમત સમજાય તો આ બધું સમજી શકાય એવું છે. ડોક્ટર ખાવા-પીવાનું ન આપે, કડક ચરી પળાવે તોય દયાના દેવ કહેવાય, નવી જિંદગી આપનારા કહેવાય તેમ અહીં પણ પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરાવીને ગુરુમહારાજ શિષ્યનો ભવ સુધારે છે. ૧૦. પારાંચિતપ્રાયશ્ચિત્ત : ગચ્છબહાર થઇ, બાર વરસ સુધી સાધુવેષ છુપાવીને સાધુપણામાં રહેવાનું અને બાર વરસ બાદ એક રાજાને પ્રતિબોધીને પછી પાછું ગચ્છમાં આવવું-તે પારાંચિત પ્રાયશ્ચિત્ત. નવકારમંત્રનું સંસ્કૃતમાં ભાષાંતર કરવાના (૫૨) g Page #56 -------------------------------------------------------------------------- ________________ કારણે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજને તેમના ગુરુએ આ પ્રાયશ્ચિત્ત આ પાંચમા આરામાં આપ્યું.હતું અને તેમણે પૂરું પણ કર્યું હતું. પ્રાયશ્ચિત્ત નાશ નથી પામ્યા, ગુના નાશ નથી પામ્યા પણ યોગ્યતા નાશ પામી છે: ગણધરભગવન્તોએ જે ભાષામાં સૂત્રો રચ્યાં છે તેનું ભાષાન્તર નથી કરવું. વર્તમાનમાં જે સમશ્લોકી અનુવાદ થાય છે તે યોગ્ય નથી. સ. મહાપુરુષો જે કરી ગયા હોય તેમાં ફેરફાર ન કરાય. અને એમ છતાં જે ફેરફાર કરે તેને મહાપુરુષ ન મનાયઃ એ પણ ભેગું યાદ રાખવું. ગણધરભગવન્તોને ગુજરાતી આવડતું હતું છતાં તેમણે આવશ્યકસૂત્રો ગુજરાતીમાં ન રચ્યા. તેમના પછી પણ ઘણા સમર્થ મહાપુરુષો થઇ ગયા. તેમણે ટીકાઓ રચી, ગ્રંથો રચ્યા પણ સૂત્રોનો સમશ્લોકી અનુવાદ ન કર્યો, તો આપણે એવો પ્રયત્ન શા માટે કરવો ? શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે આ પ્રાયશ્ચિત્ત પૂરું કર્યું, તો આજે અમારા જેવા સખણા રહ્યા. આ રીતે એ મહાપુરુષની ભૂલ પણ આપણને ઉન્માર્ગથી બચાવનાર છે. સ. આજે નવકારમાં NAMO નમો લખે તે ચાલે ? એ તો લીપીનો ભેદ છે, ભાષાનો નહિ. પરંતુ એમાંય વાંધો છે જ. કારણ કે ત્યાં ‘ત’ ના બદલે ‘ટ’ નો ઉચ્ચાર કરે, ‘ણ’ ના બદલે ‘ન’ નો ઉચ્ચાર કરે - એ ન ચાલે. છોકરાને અંગ્રેજીમાં નવકાર શીખવવાને બદલે તેમને ગુજરાતી આગળ વધીને સંસ્કૃતપ્રાકૃત શીખવીને નવકારાદિ સૂત્રો ભણાવવાની જરૂર છે. આ રીતે આપણે દશેય પ્રાયશ્ચિત્તનું વર્ણન પૂરું કર્યું. આ પ્રાયશ્ચિત્તોનું સ્વરૂપ જેને સમજાય તેને પાપની ભયંકરતા અને પાપશુદ્ધિની મહત્તા સમજાયા વિના ન રહે. પાપ ખટક્યા વિના સાધના થઇ શકવાની જ નથી. આત્માને શુદ્ધ બનાવવાના-પાપરહિત બનાવવાના ઉપાયો જાણવા છતાં આડેધડ પ્રવૃત્તિ કરે અને એનો કોઇ રંજ ન હોય તેવાઓ પોતાનું આત્મહિત કઇ રીતે સાધી શકવાના ? અયોગ્ય જીવોની ઉપેક્ષા કરાય, પણ યોગ્યની ઉપેક્ષા ન કરાય. તેથી યોગ્યને સુધરવા માટે આ પ્રાયશ્ચિત્તના પ્રકાર જણાવ્યા છે. વીતરાગપરમાત્માના શાસનમાં કર્મનિર્જરા માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હોય તો આ તપ જ છે. શ્રી તીર્થંકરપરમાત્માના આત્માઓ પણ તે જ ભવમાં નિશ્ચે કરી કેવળજ્ઞાન અને મોક્ષ પામવાના છે એવું જાણવા છતાં તપ કર્યા વિના રહેતા નથી. જ્યારે આપણે તો અનેક ભવોથી સુખના રાગે પાપોનો ઢગલો કર્યો છે (૫૩) Page #57 -------------------------------------------------------------------------- ________________ જ તે તપ વિના કઇ રીતે પૂરો થશે ? વર્તમાનમાં ગમે તેટલા નિષ્પાપ બનીએ, નિષ્કર્મ બનવા માટે તપ કરવામાં આવે તો જ કૈવલ્યની પ્રાપ્તિ થશે. સુખના રસિયા પાપકર્મનું ઉપાર્જન કર્યા કરે છે. એક વાર સુખનો રસ ઊડી જાય તો એક-બે ભવમાં તપધર્મથી સિદ્ધ થઇ જવાય. પાપ જ્યાં સુધી ખટકે નહિ ત્યાં સુધી અત્યંત ઘોર તપની પણ કોઇ કિંમત નથી. પાપનું પ્રાયશ્ચિત્ત કરવા ગુરુભગવન્ત પાસે જવાનું. તે વખતે વિનય અવશ્ય કરવા યોગ્ય હોવાથી પ્રાયશ્ચિત્ત પછી વિનય નામનો તપ જણાવ્યો છે. રોગથી મુક્ત થવા માટે ડોક્ટરનો વિનય જેવો કરીએ તેવો વિનય પાપથી મુક્ત થવા માટે ગુરુનો કરવાનો. આજે ડોક્ટરનો વિનય જેવો કરો એવો વિનય ગુરુનો કરવાનું ફાવે ખરું ? રોગની ચિકિત્સા માટે જે રીતે જાઓ અને રોગમુક્તિની પ્રાર્થના જે રીતે કરો તે રીતે અહીં કરવાનું બને ખરું ? આલોચના લેવા આવે અને કહે કે લખી આપું તો ચાલશે ને ? ડોક્ટરની પાસે રોગ લખીને આપો કે મોઢે કહો ? ત્યાં લખી આપો તો ન ચાલે અને અહીં ચલાવવાનું ને ? સ. ગુરુભગવન્ત તો કરુણાના ભંડાર કહેવાય ને ? ન ગુરુ તો કરુણાના ભંડાર છે પણ તમે પાપના ભંડાર કેમ રહ્યા તેનું કારણ વિચારવું પડે ને ? પાપ ખાલી કરવું હશે તો વિનય શીખવો જ પડશે. રોગ ખટકે છે માટે ત્યાં વિનય કરવો ફાવે છે, પાપ એવું ખટકતું નથી માટે વિનય શીખવવો પડે છે. ડોક્ટરનો વિનય કેવો કરે ? લેવા જાય, મૂકવા જાય, બેસવા માટે આસન આપે, એની બેગ હાથમાંથી લઇ લે, દોડધામ કરે. ગુરુનો જેવો વિનય કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે તેવો વિનય બરાબર ત્યાં કરે અને અહીં ગુરુનો ન કરે. ગુરુની કરુણા પાપથી મુક્ત થવા માટે જ જોઇએ છે ને ? ગુરુને માથે રાખવાનું પ્રયોજન જ આ છે કે આપણે પાપરહિત બનવું છે. વિનય એ જિનશાસનનું મૂળ છે છતાં તેને અહીં બીજા ક્રમમાં જણાવ્યો તેનું કારણ જ એ છે કે વિનયની જરૂર પાપમુક્ત થવા માટે છે. તેથી જ પહેલાં પ્રાયશ્ચિત્ત તપ બતાવી તેના સાધન તરીકે વિનયતપ બતાવ્યો. વિનયની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે વિશેષે અષ્ટ નિ નીયન્ત અનેન - જેના કારણે આઠેય કર્મો વિશેષે કરીને અર્થાત્ ફરી પાછા ન આવે તે રીતે-દૂર કરાય તેનું નામ વિનય. વિનય કરવાનું તો તમને શીખવવાની જરૂર જ નથી. તમારા લોકવ્યવહારમાં અર્થકામના ક્ષેત્રમાં કેવી રીતે વિનય કરવો એ તમને આવડે જ છે. એવો વિનય 6 (૫૪) Page #58 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર શાસનમાં કરવાની જરૂર છે. એટલું જ અમારે સમજાવવાનું છે. આ લોકનાં ક્ષણિક સુખો ખાતર પણ જો આવો વિનય કરતા હો તો શાવિતસુખ માટે કેવો વિનય આચરવો જોઈએ ? આ લોકના વિનય કરતાં લોકોત્તર વિનય ચઢિયાતો છે તેને માટે શાસ્ત્રમાં એક દૃષ્ટાન્ત આવે છે. એક રાજા અને આચાર્યભગવન્ત વચ્ચે વિનયગુણની વાત ચાલતી હતી. રાજા કહે રાજકુળમાં વિનય સારો. આચાર્યભગવા કહે જૈન શાસનનો વિનય સૌથી ચઢિયાતો. કોનો વિનય ચઢિયાતો તેની ખાતરી કરવા માટે રાજાએ એક રાજસેવક અને એક સાધુની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. રાજાએ પોતાના રાજકુમારને પરીક્ષા માટે પસંદ કર્યો. આચાર્યભગવતે રાજાને કહ્યું કે તમને ઠીક પડે તે સાધુને લઈ જાઓ. કારણ કે આચાર્યભગવન્તને ખાતરી હતી કે નાનામાં નાનો સાધુ પણ વિનયમાં પાછો નહિ પડે. આજે આવી ખાતરી આપી શકાય ખરી ? રાજાએ સૌથી નાના ક્ષુલ્લક સાધુને પસંદ કર્યો. રાજાએ રાજકુમારને અને આચાર્યભગવતે બાલસાધુને કહ્યું કે – ગંગાનદી કઈ દિશામાં વહે છે – તેની તપાસ કરી આવો. રાજકુમાર વિચારે છે કે આખા ગામને ખબર છે કે ગંગાનદી પૂર્વ દિશામાં વહે છે. છતાં આવું કેમ પૂછે છે – એ જ સમજાતું નથી. પણ વડીલની સામે કંઈ કહેવાય નહિ. એમ સમજીને ગંગાનદીની દિશામાં થોડે આગળ જઈ તપાસ કર્યાનો ડહોળ કરી પાછો આવ્યો ને રાજાને કહ્યું કે ગંગા પૂર્વદિશામાં વહે છે. આ બાજુ પેલા બાલસાધુ વિચારે છે કે બધા જ લોકો જાણે છે કે ગંગા પૂર્વદિશામાં વહે છે છતાં આચાર્યભગવતેં પૂછ્યું છે માટે નક્કી છે કે આની પાછળ કોઈક વિશેષ કારણ હશે તેથી મારે ચીવટપૂર્વક આ તપાસ કર્યા વિના નહિ ચાલે...' એમ સમજીને કામળીદાંડો લઈને છેક ગંગાનદીને કિનારે પહોંચ્યા. રસ્તામાં જેટલા મળે તે બધાને પૂછે છે કે ગંગા કઈ દિશામાં વહે છે ? છેવટે નદી પાસે પહોંચી નૌકામાં બેસેલા નાવિકને પણ પૂછે છે. બધા લોકો એને હસે છે. ઘણા તેને મૂર્ખ સમજે છે. છતાં તેની કોઈ પરવા તેઓ કરતા નથી. છેવટે પોતે પણ નદીમાં તણખલાને વહેતાં જુએ છે અને અંતે પોતાનો દાંડો પ્રવાહમાં મૂકીને ખાતરી કરીને પાછા ફરે છે. વળતાં પણ લોકોને પૂછતા પૂછતા આવે છે. આવીને ગુરુભગવન્તને પહેલેથી છેલ્લે સુધીનો પોતે કઈ રીતે તપાસ કરી તેનો વૃત્તાંત કહે છે. અને અંતે પોતે નજરે જોઈને ખાતરી કરીને આવ્યા પછી પણ કહે છે કે – “આ રીતે ગંગા પૂર્વ દિશામાં વહે છે એવું લાગે છે, છતાં અંતે આપશ્રી જે કહો તે પ્રમાણ છે.' વિનયની પરાકાષ્ઠા કોને કહેવાય એ સમજાય છે ને? નજરે જોયેલી, અનુભવેલી વસ્તુને પણ ગુરુ અન્યથા કહે તો માની લેવું છે-એવું હૈયું (૫૫) Page #59 -------------------------------------------------------------------------- ________________ કેળવ્યું છે ? ગુરુની આજ્ઞાનું પાલન કરતાં આખું ગામ આપણને મૂર્ખ કહે તોપણ તેની પરવા ન હોય એવો વિનય આચરનારા આ ભગવાનના શાસનમાં હતા. આજે તો આવો વિનય બીજે શોધવા જવું પડે ને? ભગવાનના શાસનમાં આવો વિનય હોય જ. આપણા જીવનનો વિચાર કરતાં આવો વિનય શોધતાં પણ જડે કે નહિ- એ આજે એક પ્રશ્ન છે ને ? વિનય શોધવાને બદલે આપણે જે કરીએ તેને જ વિનય માનવો પડે – એવી દશા છે ને ? કારણ કે આજે વિનયનું સ્થાન સ્વચ્છંદતાએ લઈ લીધું છે. જ્યાં સુધી આપણી જાત મહાન છે એવું લાગે ત્યાં સુધી વિનયગુણ પામી નહિ શકાય. આપણે લઘુ છીએ અને સામી વ્યક્તિ મહાન છે એવું લાગે તો વિનય આવ્યા વિના નહિ રહે. એક વાર આપણી જાત ઓળખાઈ જાય અને સામી વ્યક્તિ સમર્થશાની છે એવું લાગે તો અહં ઓગળતાં વાર ન લાગે. અહંભાવ સ્વચ્છંદતાને લાવે છે. એ અહંભાવ ટળે એટલે ગુણવાનની પરતંત્રતા આવ્યા વિના ન રહે. ભગવાનના શાસનનો સાર કહો, બધાં ફળનું કારણ કહો કે સકલ ગુણોનું મૂળ કહો - તે એકમાત્ર આ વિનય જ છે. વિનય જેમ ભગવાનના શાસનનું મૂળ છે તેમ અવિનય અર્થાત્ વિનયના પ્રતિપક્ષભૂત માન-અહંભાવ એ આ સંસારનું મૂળ છે. કારણ કે હું જ સાચો’ આવો અહંભાવ મિથ્યાત્વને જીવતું રાખે છે. મિથ્યાત્વ હોય ત્યાં સુધી મોહનીયકર્મ સલામત છે, એ મોહનીયકર્મ મજબૂત હોય તો આઠમાંથી એકે કર્મ હલે નહિ. અને આઠ કર્મો વળગેલાં હોય ત્યાં સુધી સંસાર અનાબાધ છે. આ રીતે વિનયની કિંમત સમજાય એટલે અહંભાવ ઓગળવા માંડે. અહં ઓગળે એટલે મિથ્યાત્વ ચાલવા માંડે. મિથ્યાત્વ જાય એટલે મોહનીય ઢીલું પડે. મોહનીયનું જોર ઓછું થાય એટલે બાકીનાં ચાર ઘાતિને ધક્કો લાગે. અને એક વાર ઘાતિ જાય એટલે અઘાતિને ગયે જ છૂટકો થાય. આ રીતે વિનયગુણ આઠે કર્મોની નિર્જરા કરાવે છે. ભગવાનના શાસનનાં બધાં જ અનુષ્ઠાનો આઠે કર્મની નિર્જરા કરાવનારાં હોવા છતાં તેમાં વિનય સૌથી મુખ્ય છે. કારણ કે વિનય વિના વિદ્યા ન મળે, વિદ્યા વિના સમતિ ન મળે અને સમકિત વિના ચારિત્ર ન મળે. તેમ જ ચારિત્ર વિના મુક્તિ પણ ન જ મળે. ચારિત્ર લીધા પછી પણ વિનય જ મોક્ષે પહોંચાડે છે. વિનયમાત્રનું ફળ ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. માતાપિતાદિના વિનયના ફળરૂપે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય છે અને સાધુપણામાં કરેલા ગુર્નાદિકના વિનયથી ચારિત્રમોહનીયના ક્ષયોપશમની નિર્મળતા અને અંતે ચારિત્રમોહનીયનો ક્ષય થાય છે. વિનય કર્યા વિના દીક્ષા પળાતી જ નથી. (૫૬) Page #60 -------------------------------------------------------------------------- ________________ સ. પર્યાયમાં નાના હોય તેનો વિનય કઇ રીતે કરવાનો ? પર્યાયમાં નાના હોય છતાં જ્ઞાન અગાધ હોય, દર્શન નિર્મળ હોય, કષાયનો હાસ સારો હોય, સમતા ગજબ કોટિની હોય તો વિનય કરવાનું ફાવે ને ? ચાર માસના તપસ્વી એવા મુનિઓએ પણ કૂરગડુ મુનિનો વિનય કેવી રીતે કર્યો ? એ રીતે નમ્યા કે પોતે પણ કેવળજ્ઞાન પામી ગયા. ચંડ ુદ્રાચાર્યના શિષ્યની સમતા જોઇને ચંડરૂદ્રાચાર્યે પોતાના માટે કેવા શબ્દો વાપર્યા હતાઃ “વયં તુ આવાર્યન્નુવા:' અમે તો આચાર્ય કહેવાઇએ છીએ, ખરા આચાર્ય તો આ છે... આ રીતે પોતાની લઘુતાનું જ્ઞાન થવાથી જે વિનય આચર્યો તેનાથી તેઓ પણ કેવળજ્ઞાન પામી ગયા. આઠ પ્રકારનાં કર્મ દૂર કરવાં છે અને પરમપદે પહોંચવું છે આ સંકલ્પ મજબૂત હોય તો વિનય-વૈયાવચ્ચ આવશે. ભગવાને ગોઠવેલો આ ક્રમ એવો છે કે અનશનતપ કાયોત્સર્ગને ખેંચી લાવ્યા વિના ન રહે. એક ગુણ જો યોગ્ય રીતે ગ્રહણ કરતાં આવડે તો બીજા બધા ગુણો અંકોડાની જેમ સંકળાયેલા હોય તે રીતે પ્રાપ્ત થાય છે. સાચો વિનયી વૈયાવચ્ચ કર્યા વગર રહે જ નહિ. કારણ કે વિનયયોગ્યની વૈયાવચ્ચ કર્યા વિના આઠ કર્મો દૂર ન થાય. સ. સેવાનો લાભ મળશે-એવી ભાવના હોય તો ? આજે તો એ ભાવની ય અછત છે. ‘હું સેવા કરું છું' આ ભાવ જ મુખ્ય બનવા માંડ્યો છે. આપણે એવો ભાવ નથી જોઇતો. તરવું છે માટે સેવા કરવી છે, આપણે સારા દેખાઇએ એ માટે વૈયાવચ્ચ નથી કરવાની. વૈયાવચ્ચ સેવાના લાભ માટે નથી, આપણી જાતને તારવા માટે છે. અનુકૂળતા બીજાને આપીને પણ તરવું આપણે છે. અમદાવાદ જ્ઞાનમંદિરમાં આચાર્ય ભગવન્ત બિરાજમાન હતા ત્યારે એક સાધુભગવન્ત, આચાર્યભગવન્તને અનુકૂળ પડે એવી વસ્તુ ભર તડકે હઠીભાઇની વાડીથી રોજ વહોરી આવતા હતા. આચાર્યભગવન્તને ખબર પડી એટલે તેઓશ્રીએ તે સાધુભગવન્તને બોલાવીને કહ્યું કે ‘મારા માટે આટલે દૂર જવાનું શું કામ છે ?' ત્યારે તે સાધુભગવન્તે કહ્યું કે ‘ભગવન્ ! આપના માટે નથી જતો, મારા માટે જઉં છું'.... ગુરુની વૈયાવચ્ચ કરવી એ આપણું કામ છે ગુરુનું નહિ, આવો ભાવ આવે તો વૈયાવચ્ચ કરવાની મજા આવે. શ્રી યોગશતકમાં સાધુભગવંતની વિશ્રામણા શ્રાવક કઇ રીતે કરે તે જણાવતાં ફરમાવ્યું છે કે- સાધુઓ તો પોતાના શરીર પ્રત્યે નિઃસ્પૃહ છે, તેમની કાયાની જરૂર મને છે માટે ઉત્સર્પળીયોડ્યું જાયઃ । સાધુભગવન્તના શરીરની (૫૭) Page #61 -------------------------------------------------------------------------- ________________ રક્ષા કરવી એ જ સ્વાર્થ છે અને એ જ પરમાર્થ છે. એક વાર મારા ગુરુમહારાજને તાવ આવ્યો હતો. એકાસણું થઇ ગયું હતું, ઇંજેક્શન લેવો તૈયાર ન હતા. એક ભાઇ ત્યાં બેઠેલા હતા. તે ચિંતામાં પડી ગયા કે શું કરવું. છેવટે કોઇ ઇલાજ ન હોવાથી ઉપાશ્રયમાંથી ઘરે જવા નીકળ્યા. દાદર ઊતરતાં પાછો વિચાર આવ્યો કે આ રીતે તાવમાં આખી રાત પસાર કરવી મુશ્કેલ પડશે. આથી પાછા ફર્યાં અને બામની બાટલી લઇને અડધા કલાક સુધી આખા શરીરે બામ ઘસ્યો. થોડી વારમાં પરસેવો વળી ગયો ને તાવ ઊતરી ગયો. આનું નામ વૈયાવચ્ચ. આ તારકની છાયા નહિ હોય તો તરશું કઈ રીતે ? આ પરિણામ વૈયાવચ્ચને ખેંચી લાવે છે. ગાડી નહિ હોય તો જશું કેવી રીતે–એવો વિચાર આવે તો ગાડીની સંભાળ આપણે જ લેવી પડે ને ? આવા ભાવથી કરાતી વૈયાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે, બાકી તો એ મજૂરી જ છે. સ. વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ કેમ કહેવાય છે ? વૈયાવચ્ચનું નિર્જરા એ જ એક ફળ છે, જે નકામું નથી જતું. જ્યારે સ્વાધ્યાયના ફળ તરીકે નિર્જરાની સાથે જ્ઞાનની પ્રાપ્તિ પણ ગણાય છે. અને એ જ્ઞાનસ્વરૂપ ફળ પ્રમાદાદિથી જતું રહે છે. માટે સ્વાધ્યાય પ્રતિપાતી ગુણ કહેવાય છે. વૈયાવચ્ચનું ફળ નકામું જતું ન હોવાથી તે અપ્રતિપાતી કહેવાય છે. વૈયાવચ્ચ પછી ‘તહેવ સાઓ’ અહીં ‘તહેવ’ કહીને સ્વાધ્યાય ઉપર ભાર આપ્યો છે, કારણ કે સ્વાધ્યાય અળખામણો લાગે છે ને ? ગુરુભગવન્ત ભણવાનું કહે તો ગમે ? સ. ગુરુભગવન્ત વાત્સલ્યથી જ્ઞાન આપે તો ગમે ! વાત્સલ્ય આપે તો લઇ લઇશું, પણ ન હોય તો શું કરવું ? અજ્ઞાની રહેવું ? સોનામાં સુગંધ હોય તો સારું પણ ન હોય તો સોનાથી પણ ચલાવશું. વાત્સલ્ય ન હોય ને કડકાઇ હશે તો ય નભાવશું પણ જ્ઞાન વિનાના નથી રહેવું – આટલું નક્કી કરવું છે ? સ્વાધ્યાય એ સાધુપણાનો પ્રાણ છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા : આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. પહેલાં સ્વાધ્યાય આત્મસાત્ થાય પછી ધ્યાનની યોગ્યતા આવે. આજે તમારે ત્યાં કે અમારે ત્યાં ઊંધું છે. નવકારવાળી લઇને ધ્યાનમાં બેસવાનું ગમે પણ સ્વાધ્યાય કરવાનું ન ગમે. જ્યાં સુધી હાથ, પગ અને માથું ચાલે છે ત્યાં સુધી જ્ઞાન મેળવી લેવું છે. પછી ધ્યાનની વાત કરવાની. જ્ઞાન વિના ધ્યાન આવે પણ નહિ અને પચે પણ નહિ. જ્ઞાનની અપૂર્ણતામાં ધ્યાન ધરવા બેસે તો જ્ઞાનથી સર્વથા વંચિત રહેવાનો વખત આવે: એક વિષય પર (૫૮) Page #62 -------------------------------------------------------------------------- ________________ મનને સ્થિર રાખવું તેનું નામ ધ્યાન. ધ્યાન ચાર પ્રકારનું છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન : આ બે અશુભ ધ્યાન છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે શુભધ્યાન છે. ધ્યાન પછી કાયોત્સર્ગ નામનો છેલ્લો તપ છે. કાયાની હાજરીમાં કાયાની મમતા ઉતારવી તેનું નામ કાયોત્સર્ગ. ગમે તેટલા જ્ઞાની કે ધ્યાની કાયાની મમતા ન ઉતારે ત્યાં સુધી જ્ઞાનાદિ કામ ન લાગે. ધ્યાનનું ફળ આત્મરમણતા છે. આત્મરમણતા પામવા પહેલાં કાયાની મમતા ટાળવી પડશે. - સ. ઘણીવાર બીજા અનુષ્ઠાન કરતાં ધ્યાનમાં વધુ આનંદ આવે. એ તો કષ્ટ નથી પડતું, માટે. માથે સગડી હોય અને સ્મશાનમાં ઊભા રહો પછી ધ્યાનમાં મજા આવે તો કહેજો. તમે જે ધ્યાનની વાત કરો છો એ તો માત્ર શરીરનો વ્યાયામ છે. શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજા પણ ધ્યાન ધરવા ગયા હતા, પરંતુ ભણવાનું પૂરું થયા પછી ગયા હતા. સ. કલાક સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન ધરીએ તો? - એક કલાક ધંધો કરો અને બાકીના ટાઈમમાં ઊંઘો તો શું થાય? જેટલા કલાક ધંધો થાય તેટલો કરીને કરોડપતિ થઈએ પછી ઊંઘવાનું. તેમ અહીં પણ પંદર કલાક સ્વાધ્યાય કરીને, ધ્યાનની મૂડી ભેગી કરીને પછી ધ્યાન ધરવાનું. જ્ઞાનની તીવ્ર લાલસામાંથી ધ્યાનયોગ આવે. સ્વાધ્યાયના કારણે ધ્યાન આવે અને ધ્યાનના કારણે ચિત્તની એકાગ્રતાનો અભ્યાસ પડવાથી કાયાની મમતા ઊતરે, ખાવાપીવાનો રસ ઊડી જાય. વિદ્વાન મજેથી ખાઈ ન શકે. જેને ચિંતા હોય તે ખાઈ ન શકે. જેને ચિંતા ન હોય તેનો આહાર વધારે હોય-એવું બને. જેને વાચનામાં જવું હોય, પાઠ જેવો હોય, પંક્તિઓ બેસાડવી હોય... તેને ખાવામાં રસ ક્યાંથી રહે? કાયાની મમતા ઉતારી કષ્ટ વેઠીને ધ્યાન ધરાય તે ધ્યાનયોગ સાચો. આજના ધ્યાની કાયાની મમતા નથી ઉતારતા. એક કાનજીસ્વામીના અનુયાયીને મેં કહ્યું હતું કે – તમારે ત્યાં સ્વાધ્યાયનો રસ કેળવવાનું શિખવાડાય છે પણ કાયાની મમતા ઉતારવાનું નથી શીખવતા. લોકમાં પણ કહેવાય છે કે વિદ્યાર્થીને સુખ ન હોય અને સુખાર્થીને વિદ્યા ન હોય. તેમણે પણ કબૂલ્યું કે અમારે ત્યાં શરીરને કષ્ટ આપવાની વાત નથી. ટાઢતડકો વેઠીને ભણે તો કાયાની મમતા ઊતરે... આ રીતે બાર પ્રકારના તપની વાત સાથે અહિંસા, સંયમ અને તપનું વર્ણન પૂરું થયું. આ વર્ણન સાંભળીને એમ લાગે છે ને કે આવો ધર્મ સાધુપણામાં જ શક્ય છે? (૫૯) Page #63 -------------------------------------------------------------------------- ________________ સ. એમાં કોઈ બે મત નથી. એમ કહીને તમારી જાતને આમાંથી બાકાત નહિ કરી નાખતા. તમે પણ સાધુપણાને ઉદ્દેશીને આ ધર્મ પામવા માટે પ્રયત્ન કરો તો કારણરૂપ અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ થાય. આવા પ્રકારના અહિંસા સંયમ અને તપસ્વરૂપ ધર્મમાં જેનું મન સદા માટે રત હોય તેને દેવો પણ નમસ્કાર કરે છે. દેવો અહીં ન આવે તો પણ ત્યાં બેઠા બેઠા મનથી નમસ્કાર કરે તેમ જ સભામાં પ્રશંસા કરવા દ્વારા નમસ્કાર કરે છે. અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ મંગલમય ધર્મને આરાધનારા પૂ.સાધુભગવન્તોએ સંસારનો ત્યાગ કર્યો હોવા છતાં હજી શરીરનો ત્યાગ કર્યો ન હોવાથી સુધા-તૃષા તો લાગવાની. એ વખતે તેને દૂર કરવા માટે હિંસા વગેરે પાપ કરવા પડશે અને તેથી તેમની પ્રતિજ્ઞાનો ભંગ થશે... આવી શંકાના સમાધાન માટે પાપ કર્યા વિના શરીરનો નિર્વાહ કઈ રીતે થાય-તે દષ્ટાંતથી બીજી ગાથા દ્વારા જણાવે છે : जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ण य पुष्पं किलामेइ, सो अ पीणेइ अप्पयं ॥२॥ ભમરો જેમ વૃક્ષનાં પુષ્પોમાંથી થોડો થોડો રસ ચૂસે છે, પણ પુષ્પોને કિલામણા એટલે કે પીડા કરતો નથી અને પોતાની જાતને તૃપ્ત કરે છે... તે રીતે સાધુભગવતો દાતાનાં ઘરોમાંથી ભિક્ષા લે છે- એમ ત્રીજી ગાથામાં અન્વય કરવો. પ્રાણનિર્વાહ માટે ભિક્ષાએ જાય ત્યારેય પોતાની જરૂરિયાતનો વિચાર ન કરે અને બીજાના પરિણામનો વિચાર કરે તેવા ભગવાનના સાધુ હોય. જીવનનિર્વાહ માટે પણ અહિંસા, સંયમ અને તપનો ઘાત ન થાય તેવો આચાર અહીં બતાવ્યો છે. સંયમની સાધના કરતી વખતે મૂળ ઉદ્દેશ હણાય એવું ક્યારે ય બનવું ન જોઈએ. સાધુપણું લીધું એટલામાત્રથી કૃતકૃત્ય નથી બનાતું. સાધનાની શરૂઆત જ હવે થાય છે. પોતે દુઃખ વેઠી લેવું પણ કોઈનેય દુઃખ ન આપવું... એ પ્રમાણે અહિંસાનું સ્વરૂપ જણાવ્યું. હવે એ અહિંસાનું પાલન એ રીતે કરવું જોઈએ કે જેથી અહિંસા સચવાય. અહિંસાધર્મ બતાવ્યા પછી ભગવાને આહાર, નીહાર, વિહારાદિની રીત ન બતાવી હોત તો અહિંસાધર્મ સચવાત નહિ. માટે આગળની ગાથાથી સૌ પ્રથમ આહારનો આચાર બતાવ્યો છે. માર્ગ સમજ્યા વગર આગળ વધવાની કોશિશ કરે તે પડ્યા વગર ન રહે. પહેલા ભગવાનના ચાર હજાર સાધુ માર્ગનું જ્ઞાન ન હોવાથી તાપસ બન્યા ને ? આથી જ ભગવાને પ્રતિજ્ઞાનું સ્વરૂપ બતાવ્યા બાદ એનો નિર્વાહ થાય એવો આચાર બતાવ્યો છે. (૬૦) Page #64 -------------------------------------------------------------------------- ________________ સ. ભગવાને શિલ્પકર્મ વગેરે બીજો બધો આચાર બતાવ્યો તો દીક્ષાનો આચાર પહેલાં કેમ ન બતાવ્યો? દીક્ષાનો આચાર તો કેવળજ્ઞાન થયા પછી તીર્થની સ્થાપના કર્યા બાદ બતાવવાનો હતો, માટે પહેલાં ન બતાવ્યો. સર્વજ્ઞ થયા પછી ધર્મ બતાવે તો તેમાં કોઈ જ જાતની ખામી ન રહે, માટે પાછળથી બતાવ્યો. અને જે લૌકિક આચાર ભગવાને બતાવ્યો તે પોતે તીર્થંકર હતા માટે નથી બતાવ્યો. અવસર્પિણીકાળમાં પહેલા ભગવાનનો એવો કલ્પ હોવાથી બતાવ્યો હતો. બાકી ઉત્સર્પિણી કાળમાં તો આ બધો વ્યવહાર કુલકરો જ પ્રવર્તાવે છે. લૌકિક આચાર શ્રી ઋષભદેવ ભગવાને બતાવ્યો છે – એવું નથી, રાજા ઋષભે બતાવ્યો છે – એ યાદ રાખવું. જે ભગવાને ગૃહસ્થપણામાં અગ્નિ પ્રગટાવવાનું શીખવ્યું, તે જ ભગવાને દીક્ષા લીધા પછી અગ્નિને એડવાની ના પાડી; જે અગ્નિ પર પાત્ર મૂકી તેમાં પાણી નાંખીને રાંધવાનું જણાવ્યું, તે અગ્નિ પર પાત્ર મૂકેલું હોય તો આહાર લેવાની ના પાડી. શિલ્પકલા વગેરે શીખવી, પણ સાધુપણામાં તે તે કળાને જણાવનારાં શાસ્ત્રને પાપગ્રુત તરીકે જણાવ્યાં. લૌકિક આચાર સંસારમાં રાખનારો છે, જ્યારે લોકોત્તર આચાર તો સંસારથી તારનારો છે, માટે એ આચારમાં કોઈ ખામી ન જ આવવી જોઈએ. તેથી ભગવાને કેવળજ્ઞાન પામ્યા પછી બતાવ્યો અને આથી જ ભગવાને બતાવેલા માર્ગમાં કોઈ પણ જાતની શંકા કર્યા વગર તેનું પાલન કોઈ પણ જાતની કચાશ રાખ્યા વિના કરવું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સંઘયણ વગેરેને અનુરૂપ જ માર્ગ ભગવાને બતાવ્યો છે. હવે તેમાં બાંધછોડ કરવાનું રહેતું જ નથી. જેટલી છૂટ આપવાની હતી તેટલી આપી જ દીધી છે. હવે જે બાંધછોડ કરાય છે તે સંયમની સાધના માટે નથી કરાતી પણ તે સુખશીલતાને આભારી છે. એવું જ માનવું પડે ને? ભગવાને પોતે સાડા બાર વરસ સુધી ઉગ્ર તપ કર્યો હોવા છતાં આપણને નિત્ય એકાસણાં કરવાનું જણાવ્યું. ભગવાન ભગવાન થયા પછી પણ આ એકાસણાનો તપ કરે છે. હવે આમાં છૂટ માંગવાની કે એને અનુકૂળ બનવાનું ? ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે દુઃખ વેઠવા અને સુખ છોડવા માટે બતાવ્યો છે, પરંતુ તે ગજા ઉપરાંતનો નથી બતાવ્યો. માર્ગ કદાચ આકરો લાગે તોય અશક્ય નથી જ. અહિંસા, સંયમ અને તપ સહનશીલતાના પાયા પર રચાયેલા છે અને સહનશીલતા ત્યારે જ આવે કે જ્યારે આપણું જતું કરવાની વૃત્તિ કેળવાય. ભગવાને બતાવેલો આચાર પણ ભગવાનની આજ્ઞા મુજબ પાળવાનો છે, આપણી ઇચ્છા મુજબ નહિ. આજના મુમુક્ષુઓને પણ ચારિત્ર ગમે ખરું પરંતુ તે (૬૧) Page #65 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા મુજબનું ગમે. તેમને સાધુપણું પાળવું છે, પણ પોતાની કલ્પના મુજબનું પાળવું છે, આજ્ઞા મુજબનું જીવન નથી જીવવું. એ એમ કહે કે – લોટ(પાત્રા)નું પાણી વાપરીશ, ખાદીનાં કપડાં પહેરીશ, કાપ નહિ કાઢું.. પણ એમ ન કહે કે ગુરુભગવાનની આજ્ઞા જે હશે તે પ્રમાણે કરીશ. પોતાની ઈચ્છા મુજબ દુઃખ વેઠવા તૈયાર થાય પણ ગુરુની આજ્ઞા ખાતર પોતાની ઈચ્છા મૂકવા તૈયાર ન થાય ! તમને પણ કેવો ધર્મ ગમે ? આજ્ઞા મુજબનો? કે ઈચ્છા મુજબનો? અષ્ટપ્રકારી પૂજા કરવી ગમે પણ સવારે કરવી ગમે ને ? આયંબિલ કરવું ગમે પણ ગરમાગરમ અને મરીમસાલાવાળું ગમે ને? સ. ઠંડું ફાવતું નથી. ‘મને ફાવતું નથી'-આ શબ્દ જ આપણા મોઢામાં ન જોઈએ. ફાવતું ન હોય તો વડાવવું છે. જેને ભગવાનની આજ્ઞા ફાવે તેને બધું જ ફાવે. જ્યાં સુધી ઈચ્છામાં ફાવટ છે ત્યાં સુધી આજ્ઞા નહિ ફાવે. ભગવાને બતાવેલા આચાર પ્રત્યે શ્રદ્ધા અને બહુમાન જાગે તો એનું પાલન આજે પણ આપણા માટે સુકર છે. ભમરો જેમ દરેક પુષ્પ ઉપરથી થોડો થોડો રસ ચૂસે છે તેમ સાધુભગવન્ત એક ઘરેથી બધી ગોચરી નથી લેતા પરંતુ દરેક ઘરમાંથી થોડો થોડો આહાર લે છે. અને તે પણ તે રીતે કે જેથી દાતાને કોઈ જાતની તકલીફ ન પડે. ભમરો રસ એ રીતે લે કે જેથી પુષ્પને કિલામણા ન થાય. સ. પુષ્પના જીવને અવ્યક્ત પીડાનો અનુભવ થાય ને ? અહીં કિલામણા નથી થતી એનો અર્થ એટલો કરવાનો છે કે પુષ્પ કરમાઈ નથી જતું. પુષ્પ ઉપર ભમરો બેસવાથી પુષ્પ કરમાઈ નથી જતું તેમ દાતાના ઘરેથી સાધુભગવન્ત વહોરે એટલામાત્રથી દાતાના આહારાદિમાં કોઈ ઓછાશ આવી નથી જતી, તેને ખૂટી પડે કે ફરી રાંધવું પડે તેવું સાધુભગવન્ત વહોરે નહિ એટલું જ કહેવાનું તાત્પર્ય છે. તમે ભણ્યા નહિ એટલે આવો પ્રશ્ન થાય છે. દૃષ્ટાન્ત સર્વ અંશે ઘટાડવાનું નથી હોતું, અમુક અંશે જ સરખામણી કરાય છે. કોઈ સ્ત્રીનું મુખ પૂનમના ચંદ્ર જેવું છે એવું કીધું હોય એનો અર્થ એવો નથી કે એ હોય તો રાત્રિમાં દીવાની જરૂર ન પડે અથવા તો તેના કારણે રોજ પૂનમ કહેવાય. અહીં ભમરાની અનિયતવૃત્તિ બતાવવાનું તાત્પર્ય છે. આ રીતે ભમરો પુપે પુષ્પ જાય અને થોડું થોડું ચૂસે તો તે તૃપ્ત ન થાય – આવું કોઈ કહે તો તેના નિરાકરણમાં જણાવે છે કે જો ન પીને (૬૨) Page #66 -------------------------------------------------------------------------- ________________ અપ્પય અર્થાત્ પુષ્પને પીડા પહોંચાડ્યા વિના પણ ભમરો જેમ તૃપ્ત થાય છે તેમ સાધુભગવન્ત પણ થોડું થોડું વહોરવા છતાં પોતાનો નિર્વાહ કરે છે. તમે જેમ શંકા કરો છો કે અનીતિ ન કરીએ તો ભૂખ્યા મરીએ – તેવી કોઇ શંકા કરે તે માટે અહીં જણાવ્યું છે કે બીજાને પીડા પહોંચાડ્યા વિના પણ નિર્વાહ થઇ શકે છે. સ. થોડું થોડું વહોરે તેના બદલે વધારે વહોરે તો દાતાને લાભ મળે ને ? જે લાભ આપી આવે તે ભગવાનનો સાધુ ન હોય. સાધુ લાભ આપવા માટે ન જાય પોતાના શરીરના નિર્વાહ માટે ગોચરીએ જાય છે. એ વખતે પોતાની જરૂરિયાત સામે ન જુએ, સામા પાત્રને જોઇને વહોરે. દાતાને કિલામણા ન થાય અને લેનારને સંતોષ થાય : એવો આચાર સાધુનો હોય. સ. સાધુમહાત્મા પાત્રુ ભરીને ઘી વહોરી લાવ્યા હતા, એવું આવે છે ને ? ક્યારે લાવ્યા હતા ? અપવાદપદે લાવ્યા હતા. સંયોગવિશેષમાં જે આચરણ કરાયું હોય તેને માર્ગ ન કહેવાય. પહેલાં ઉત્સર્ગમાર્ગે ચાલ્યા હોય તેના માટે અપવાદપદ છે. જે કષ્ટ વેઠવા તૈયાર હોય પણ સહિષ્ણુ ન હોય તેના માટે અપવાદ છે. સુખ ભોગવવાની વૃત્તિવાળા માટે અપવાદ નથી, દુ:ખ વેઠવાની વૃત્તિવાળા માટે અપવાદ છે. લીંબુની ફાડ પણ ચૂસવા કોને અપાય જે દોડયા હોય તેને ને ? શાસ્ત્રમાં ગોચરી તો ગીતાર્થની કહી છે. કેટલું વહોરવું, કોને ત્યાંથી વહોરવું, ક્યારે વહોરવું... વગેરે બધું જેની જાણમાં હોય તેનું આ કામ છે. સામાનો ભાવ અને પોતાનો ભવ બન્ને સાથે જોતાં આવડવું જોઇએ. શ્રી ઇલાતીપુત્ર કેવળજ્ઞાન પામ્યા તે આ આચારના કારણે પામ્યા. દાતા તરીકે પદ્મિની જેવી સ્ત્રી, દેય વસ્તુ તરીકે મોદક અને આગ્રહભરી વિનંતિ છતાં નીચી દૃષ્ટિ રાખીને ગ્રહણ કર્યા વિના પાછા વળ્યા... આ આચાર જોતાંની સાથે પોતાના અનાચારનું ભાન થયું અને તેનો પશ્ચાત્તાપ કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા. આ શ્રી દશવૈકાલિકસૂત્રમાં જે આચાર બતાવ્યા છે તે રીતે તેનું પાલન કરવામાં આવે તો પાંચસો સાધુઓ સાથે હોય તો ય ચિંતા નહિ. આજ્ઞામાં રહેલા હજારો નભે, આજ્ઞાથી વિપરીત ચાલનાર એક પણ ન પાલવે. શ્રી દશવૈકાલિકસૂત્રના પહેલા અધ્યયનની પાંચ ગાથા માંગલિક તરીકે બોલાય છે. તમે તમારાં સાંસારિક કાર્યો કરતી વખતે પણ માંગલિક સાંભળવા આવો ને ? આ ગાથાઓના અર્થનો વિચાર કરવામાં આવે તો ધંધો કરવાનું, મુસાફરી કરવાનું, (૬૩) Page #67 -------------------------------------------------------------------------- ________________ પરણવાનું માંડી વાળવાનું મન થયા વિના ન રહે. સાધુભગવન્ત વહોરવા માટે જાય, ત્યારે પણ કોઈને પીડા ન થાય તેનો ઉપયોગ રાખે તો આપણે ગૃહસ્થપણામાં કઈ રીતે જીવીએ છીએ – એવો વિચાર આવે ને ? ગૃહસ્થપણાનું કોઈ પણ સુખ બીજાને પીડા આપ્યા વગર ભોગવી શકાય એવું નથી. જેની પાસે સાત પેઢી ચાલે એટલું ધન હોય તે કમાવા શા માટે જાય છે? આજે એટલો નિયમ આપું કે ત્રીસ લાખની મૂડી હોય તો બજારમાં ન જવું? આટલી મૂડી હોવા છતાં ઉઘરાણી લેતી વખતે ઘર ખાલી કરાવતાં દુઃખ ન થાય ? તેવા વખતે તેટલા પૈસા જતા કરાય કે આ રીતે દુઃખી કરીને પૈસા લેવાય ? બીજાના સુખમાં અંતરાય કરીને, આગળ વધીને દુઃખી કરીને સુખી થવા માટે પ્રયત્ન કરવો તે કેવી નિર્ધ્વસતા જે શરીર અત્યન્ત ઉપયોગી કહેવાય તેના માટે પણ સાધુભગવન્ત પાપ ન કરતા હોય તો આપણે તુચ્છ સુખો ખાતર છતે પૈસે અનાર્ય દેશોમાં જવાનું પાપ કેમ કરીએ છીએ એવું આ ગાથા સાંભળતાં થાય ને ? સાધુપણાના આ આચાર નજર સામે આવે તો તમે તમારી પ્રવૃત્તિમાંથી પાછા ફરો કે ન ફરો, પગ ઉપાડો કે ન ઉપાડો; તમારી પ્રવૃત્તિનો રસ ઊડી જશે, માંડી વાળવાનું મન થશે. કદાચ પ્લેનમાં જવાનું માંડી નવાળો તોય તેમાં બેસતાં આનંદ નહિ થાય. એક વાર પરિણામ મોળા પડે તો પાપ નબળું પડ્યા વિના ન રહે. - શ્રી શય્યભવસૂરિ મહારાજે શ્રી મનકમુનિ માટે આ સૂત્રની રચના કરી છે. બાલ્યાવસ્થા હતી, શરીર કેળવાયેલું ન હતું છતાં સત્ત્વ અદ્ભુત હતું. ગુજ્ઞા વચનને અનુસારે આરાધના કરી તો છ મહિનામાં આત્મકલ્યાણ સાધી લીધું. એક વાર મોહ મારીએ તો શરીરની મમતા ઊતરે. મોહ વધારીએ તો શરીરની મમતા ન ઊતરે. શરીરનો વિચાર કરવાનું માંડી વાળીએ તો આચાર મજેથી પળાય. રમવાની ઉંમરમાં અહીં આવી સાધુપણું એવું પાળ્યું કે જેથી મોક્ષ નજીક બની ગયો. ભૂતકાળમાં આરાધના કરીને આવ્યા હશે એની ના નહિ, પણ આપણી પાસે આરાધના ન હોય તો હવે કરી લેવી છે ને? આ ભવમાં દીક્ષા ન મળે તો પણ ભવાંતરમાં દીક્ષા સુલભ બને તે રીતે જીવવું છે. અને આ ભવમાં દીક્ષા મળી હોય તો એ રીતે પાળવી છે કે જેથી ભવાંતરમાં દુર્લભ ન બને. આજે આરાધનાનું લક્ષ્ય નથી અને મોક્ષ મેળવવો નથી-માટે આ દશા છે. આ સૂત્રમાં સાધુના આચારની શરૂઆત ગોચરી વહોરવાની વિધિથી કરી છે. સાધુભગવન્ત તપસ્વી કહેવાય અને તપસ્વી તપ ઉપરથી ન ઓળખાય, પારણાં ઉપરથી ઓળખાય. માટે આહાર લેવાની વિધિ પહેલાં બતાવી. સાધુભગવન્ત ગોચરીએ Page #68 -------------------------------------------------------------------------- ________________ ન જાય ત્યારે ‘મળે તો વાપરવું છે' આ પરિણામવાળા હોય, વાપરવા માટે મેળવવું છેએવા પરિણામવાળા ન હોય. ખાવાની પ્રવૃત્તિ ઘટે કે ન ઘટે, ખાવાનો પરિણામ ઘટે તેનું નામ તપ. ખાવાનું છોડે તે તપસ્વી નહિ, ખાવાનો પરિણામ છોડે તે તપસ્વી. એકલા પચ્ચખ્ખાણથી વિરતિ ન આવે, વિરતિના પરિણામ હોય તો પચ્ચખ્ખાણ કામ લાગે. પરિણામ સુધર્યા ન હોય તો સુધરેલી પ્રવૃત્તિ પણ બગડયા વિના ન રહે. તેથી પરિણામ સુધારવા ઉપર ભાર આપવો છે. ખર્ચા પ્રમાણે આવક નક્કી કરે તો ચોરી કર્યા વિના ન રહે. એના બદલે આવક પ્રમાણે ખર્ચા ગોઠવે તો ચોરી કરવાનું નરહે ને ? તેમ સાધુપણામાં પણ વસ્તુ નક્કી કરીને ગોચરીએ જાય તો દોષ લગાડયા વિના ન રહે. આ આચાર પાળવાનો અભ્યાસ ગૃહસ્થપણામાંથી પાડવો છે. જે મળ્યું છે તે ભોગવવાજેવું નથી અને જે નથી મળ્યું તેની પ્રાર્થના કરવાજેવી નથી : આટલું જે સમજાઇ જાય તો સાધુપણું ઝટ ઉદયમાં આવશે. મળેલામાં ચોંટી પડે અને નહિ મળેલાની પાછળ દોડે તો સાધુપણું દૂર ભાગશે. દીક્ષા લેવી હોય, આરાધવી હોય, હૈયામાં વસાવવી હોય તો આટલું કોતરી રાખવું. પુણ્યથી મળેલું સુખ ભોગવવું નથી અને નસીબમાં ન હોય તે માંગવું નથી. સ. આશા અમર છે ને ? પણ આપણે મરી જવાનું છે – એ યાદ છે ને ? આપણે મરી જઈશું પછી શું? આપણે મરીએ એ પહેલાં આશાને મારીને જવું છે. આશા મરશે નહિ ત્યાં સુધી, મર્યા પછી પણ આપણે જનમવું પડશે. આશા અમર હશે ત્યાં સુધી આપણે અજન્મા નહિ બનીએ. માટે આશાને મારવાનો સંકલ્પ વહેલી તકે કેળવી લેવો છે. સાધુભગવન્તોની દાતાના ઘરમાંથી આહાર ગ્રહણ કરવા સ્વરૂપ ભિક્ષાવૃત્તિ અર્થાત્ ભિક્ષાચર્યા કેવી હોય છે તે બીજી ગાથામાં ભમરાના દૃષ્ટાન્તથી સમજાવ્યું. હવે એ દૃષ્ટાન્તના ઉપનયને જણાવે છે. એટલે કે ભમરાનું દૃષ્ટાન્ત સાધુભગવન્તની ભિક્ષાચર્યામાં કઇ રીતે સંગત થાય છે-તે ત્રીજી ગાથાથી જણાવે છે : एमए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥१-३॥ ભમરાઓ જે રીતે પુષ્પોને વિષે રત હોય છે તે રીતે જેઓ ગૃહસ્થો દ્વારા અપાતા પ્રાસુક(અચિત્ત) એવાં અશન-પાનાદિને ગ્રહણ વગેરે કરવામાં પ્રયત્નશીલ (૬૫) Page #69 -------------------------------------------------------------------------- ________________ કે હોય છે તેઓ આ લોકમાં આ પ્રમાણે બાહય અને અભ્યન્તર પરિગ્રહથી મુક્ત એવા શ્રમણ સાધુભગવન્તો છે... આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. બીજી ગાથામાં જણાવ્યા મુજબ વૃક્ષોનાં પુષ્પોમાં રસને ગ્રહણ કરવામાં ભમરાઓ જેમ લીન બને છે તેમ ગૃહસ્થો દ્વારા અપાતાં એવાં અશનપાનાદિને જ ગ્રહણ કરવામાં પૂ. સાધુભગવન્તો પ્રયત્નશીલ હોય છે. દાતા જે વસ્તુ આપતા નથી તે વસ્તુ સાધુભગવન્ત લેતા નથી. દાનમાં રત એટલે આપેલામાં રત. આપવામાં રત એવો અર્થ અહીં નથી કરવાનો. કારણ કે સાધુભગવન્તોને માત્ર અભયદાન કે જ્ઞાનદાનનો જ અધિકાર હોય છે. અહીં દાનમાં રત કહેવાનો આશય એ છે કે દાતા પોતાની ઇચ્છાથી જે આપે તે જ લેવું. દાતા ન આપે તો સામેથી માયા કરીને માંગીને ન લેવું. માયા કરે, યુક્તિઓ અજમાવે, મુત્સદ્દીપણું કરે તે ધર્મ ન કરી શકે, સરળ હોય તે જ ધર્મ કરી શકે. નજર સામે પડેલી વસ્તુની દાતા વિનંતિ ન કરે તો માંગવું નહિ અર્થાત્ યાચના ન કરવી. જેની જરૂર હોય તે સામે ન હોય તો યાચના કરવામાં વાંધો નહિ. પણ સામે હોય ને વિનંતિ ન કરે ત્યારે જરૂર હોય તો ય યાચના ન કરવી. કારણ કે જાણી-જોઇને વિનંતિ ન કરી હોય ને માંગીએ તો દાતાને અપ્રીતિ થાય કે સાધુ આગળ કશું મૂકવું જ નહિ, અથવા તો ભૂલી ગયા હોય તો શરમમાં પડે. આથી ધ્યાન રાખવું. આજે જો વધારે વહોરવું હોય તો ઘણાં સાધુસાધ્વી એવી યુક્તિ અજમાવે કે આંખ આડા કાન કરીને વહોરી લે અને પછી કહે કે ‘અરે રે ! આ શું કરો છો ? આટલું ન' તું વહોરવાનું !...' આવી માયા ન કરવી. સાધુપણું આરાધવાનું કામ સહેલું નથી. જે માયા ટાળે ને ગીતાર્થ હોય તેને ગોચરી જવાનો અધિકાર છે. દાતા ન આપે તે વસ્તુ વગર ચલાવવું પણ તેના પરિણામ બગડે એ રીતે ન વહોરવું. કારણ કે તેથી તેને સાધુપણા પ્રત્યે અપ્રીતિ જાગે તો સાધુને પણ ચારિત્રમોહનીય કર્મ બંધાય. દાતા જે વસ્તુ આપે તે પણ ભક્ત હોય એટલે કે પ્રાસુક, એષણીય, આધાકર્માદિ (બેંતાળીસ) દોષથી રહિત હોય તો જ તે વસ્તુ સાધુભગવન્તો ગ્રહણ કરે છે. ભક્ત એટલે ભોજન. પ્રાસુક કે અપ્રાસુક અશનપાનાદિને સામાન્યથી ભક્ત કહેવાય છે. છતાં અહીં એવો સામાન્ય અર્થ ન કરતાં ‘પ્રાસુક અશનાદિ’ એવો વિશેષ અર્થ કરવાનો છે. જેમ ધન બધાની પાસે હોવા છતાં બધાને ધનવાન નથી કહેતા. વિશિષ્ટ એટલે કે ગણનાપાત્ર ધન જેની પાસે હોય તેને જ ધનવાન કહેવાય. તેમ અહીં પણ સાધુ માટે જે બનાવેલું ન હોય, કાપેલું ન હોય, છેદેલું ન હોય તેવા પ્રાસુક-એષણીય આહારને ભક્ત કહેવાય છે અને તેની એષણામાં સાધુભગવન્ત રત હોય. ભગવાનના સાધુ મહાન છે તેનું કારણ જ આ છે કે તેઓ પોતાના પેટ માટે પણ કોઇને પીડા પહોંચાડતા નથી હોતા. (૬૬) Page #70 -------------------------------------------------------------------------- ________________ અહીં શિષ્ય શંકા કરે છે કે પોતાના માટે બનાવેલું ન હોય તેવું જ ગ્રહણ કરવાનું હોય તો એવાં અશન-પાનાદિ પ્રાપ્ત થવાં શક્ય નથી. કારણ કે સામાન્યથી દાતા પુણ્યના અર્થી હોવાથી તેઓ તે તે સાધુઓને ઉદ્દેશીને અન્નાનાદિ બનાવ્યા વિના રહેતા નથી. તેથી ભ્રમરના જેવી ભિક્ષાવૃત્તિ પણ શક્ય નથી. આવી શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ગૃહસ્થમાત્ર સાધુઓને ઉદ્દેશીને રાંધવા વગેરેની પ્રવૃત્તિ કરે છે – એ વાત સાચી નથી. જ્યાં સાધુભગવન્તો ભિક્ષા માટે જતા જ નથી એ સમયે અને એ સ્થાને પણ ગૃહસ્થો રાંધવા વગેરેની પ્રવૃત્તિ કરે છે. તેથી સાધુભગવન્તોને નિર્દોષ આહારાદિની પ્રાપ્તિ દુર્લભ નથી, અશક્ય પણ નથી. સાધુભગવન્ત જે આહાર ગ્રહણ કરે તે નવકોટીથી શુદ્ધ હોવો જોઈએ. હનન, પચન અને ક્રયણ : આ ત્રણ કોટિ અને કરેલું, કરાવેલું કે અનુમોદેલું આ ત્રણ કોટિ : એમ ત્રણ પ્રકારે ત્રણ કોટિથી શુદ્ધ અશનાદિ નવ કોટિથી શુદ્ધ કહેવાય છે. સાધુ માટે ઝાડ ઉપરથી તોડેલું હોય કે કાપેલું-સમારેલું હોય તે હનન-દોષયુક્ત આહાર કહેવાય. સાધુ માટે રાંધેલું હોય તે પચનદોષયુક્ત આહાર કહેવાય અને સાધુના નિમિત્તે ખરીદેલું હોય તે ક્રોણ દોષથી યુક્ત આહાર કહેવાય છે. આ પ્રત્યેકના કરણ, કરાવણ અને અનુમોદનરૂપ ત્રણ ભેદ ગણતાં નવ ભેદ થાય છે. સ. સાધુભગવન્તને અનુમોદનાનું પાપ કઈ રીતે લાગે ? ભક્ત વગેરે એની મેળે દોષિત આહાર વહોરાવે ત્યારે “આ શ્રાવક વિવેકી છે, આપણે કહેવું ન પડે, તેની મેળે જ બધું બરાબર ધ્યાન રાખે છે.' ઇત્યાદિ કહેવું તેનું નામ અનુમોદના. એવા વખતે તો લાલ આંખ કરીને કહેવું જોઈએ કે અમારા માટે આરંભસમારંભ કરો તો તે અશનાદિ અમને ન ખપે. સ. સાધુથી આટલા કડક થવાય ? શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે સાધુભગવન્ત જે મકાનમાં ઊતર્યા હોય . ત્યાંનો ગૃહપતિ, સાધુ માટે બનાવવાનો આદેશ આપે અથવા તો સાધુ માટે ગૃહસ્થની સ્ત્રીઓ રાંધે છે એવી વાતચીત સાંભળવાથી સાધુને ખબર પડે તો સાધુભગવન્ત દાતાને ત્યાં જઈને કહી આવે કે તમે અમારા માટે રાંધો એ અમને ન કહ્યું. છતાં તમે રાંધશો તો અમે નહિ લઈ જઈએ.... આ બધું જ સાધુ-સાધ્વી ભણેલાં તો છે છતાં આહાર અને ભગત પ્રત્યેના મમત્વના કારણે આ અનુમોદનાનું પાપ પેસવા માંડ્યું છે, વધવા માંડ્યું છે. દોષોને ટાળવા માટે મમત્વ ટાળવું પડશે અને સુખનો રાગ (૬૭) Page #71 -------------------------------------------------------------------------- ________________ મારવો પડશે. આ રીતે દાન અને ભક્તની વ્યાખ્યા કર્યા પછી એષણાની વ્યાખ્યા કરી છે. એષણા ત્રણ પ્રકારની છે. ગવેષણા એટલે શોધવું, ગ્રહણૈષણા એટલે લેવું અને ગ્રાસૈષણા એટલે વાપરવું. દોષરહિત વસ્તુ શોધવી તે ગવેષણા. દોષરહિતપણે ગ્રહણ કરવું તે ગ્રહણૈષણા અને દોષ ન લાગે તે રીતે વાપરવું તે ગ્રાસૈષણા. શુદ્ધ શોધવું પછી શુદ્ધ લેવું અને શુદ્ધ રીતે વાપરવું: આ ત્રણ પ્રકારની એષણા છે, તેમાં સાધુભગવન્ત રત હોય છે. શોધીને લાવવું તે ગવેષણા છે, ઉપાડી લાવવું તે તો મજૂરી છે. ઊંચકાય નહિ માટે ના પાડવી તે ગવેષણા નથી. ઊંચકાય એટલું નથી લાવવાનું જરૂર જેટલું જ લાવવાનું, તે પણ નિર્દોષ હોય તો જ લાવવાનું. નિર્દોષ શોધ્યા પછી તે લેતી વખતે દોષ ન લાગે તેની કાળજી રાખવી. નિર્દોષ આહાર આપતી વખતે ઢોળાઇ જાય કે ઢોળતાં ઢોળતાં આપે તો ના પાડવી કે ‘ન મે કપ્પઇ તારિસ' (અમારે આવો આહાર લેવો કલ્પે નહિ.) આ સિવાય એક પણ શબ્દ આડો-અવળો ન કહેવો. ‘વહોરાવતાં આવડતું ન હોય તો આગળ શા માટે આવો છો, આજે સવારે જ કાપ કાઢ્યો છે, એક વારના કાપમાં એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે'... આ બધું ભાષણ કરવા ન બેસવું. માથું દુર્વાસાજેવું હોય તેવાએ ગોચરી ન જવું. દાતા પાત્ર-દોરા બગાડે, ઝોળી-પડલાં બગાડે કે કપડો-કામળી બગાડે, આપણે મોઢું ન બગાડવું, માથું ન ગુમાવવું. ગોચરી જનારા ઠંડા મગજવાળા જોઇએ. અશુદ્ધ આહારાદિ વહોરાવે કે અશુદ્ધ રીતે વહોરાવે ત્યારે સાધુભગવન્ત શું કરે તે જણાવતાં માત્ર એક જ પદ જણાવ્યું છે કે ‘િિતઅં પડિઆઇખે, ન મે કપ્પઇ તારિસં.’ આ વસ્તુ જેને યાદ હોય તે ગૃહસ્થના ઘરમાં આડુંઅવળું બોલે જ નહિ. ગવેષણા અને ગ્રહણૈષણામાં બેંતાલીસ દોષ સમાય છે. સોળ ઉદ્ગમના એટલે કે પિંડની ઉત્પત્તિ સંબંધી દોષ ગૃહસ્થ થકી લાગે છે અને સોળ ઉત્પાદન દોષ સાધુ થકી લાગે છે. આ બત્રીસ દોષોનો સમાવેશ ગવેષણામાં થાય છે. અને દસ એષણાના દોષો કે જે સાધુ અને ગૃહસ્થ ઉભય થકી જે લાગે છે તેનો સમાવેશ ગ્રહણૈષણામાં થાય છે. આ રીતે નિર્દોષ શોધીને દોષરહિતપણે ગ્રહણ કર્યા પછી પણ ગ્રાસૈષણા સાચવવામાં ન આવે તો દાટ વળી જાય. નિર્દોષ આહાર લીધા પછી વાપરતી વખતે દાતાનાં, ગામનાં, ઘરનાં કે પોતાના પુણ્યનાં વખાણ સાધુ ન કરે. ગ્રાસૈષણાના પાંચ દોષોને માંડલીના પાંચ દોષ કહેવાય છે. રસની લાલચે આહારાદિની સંયોજના કરવી, પ્રમાણથી અધિક આહાર લેવો, ઇષ્ટ આહાર કે તેના દાતાનાં વખાણ કરવા, અનિષ્ટ આહાર કે તેના દાતાની નિંદા કરવી તેમ જ નિષ્કારણ આહાર લેવો : આ પાંચ દોષ માંડલીના છે. ક્ષુધાવેદના શમાવવા, ન : (૬૮) Page #72 -------------------------------------------------------------------------- ________________ વૈયાવચ્ચ ન થતી હોય, ઈર્યાસમિતિનું પાલન ન થતું હોય, સંયમનું પાલન કરવા માટે, પ્રાણ કંઠે આવ્યા હોય કે સ્વાધ્યાય ન થતો હોય તો જ સાધુ આહાર લે. આ છમાંથી એક પણ કારણ ન હોય છતાં આહાર લે તો ગ્રામૈષણાનો દોષ લાગે. આ રીતે બેંતાળીસ અને પાંચ, સુડતાળીસ દોષોનું વર્જન કરવામાં તત્પર એવા સાધુભગવા કોઈપણ જીવને પીડા પહોંચાડયા વિના પોતાનો જીવનનિર્વાહ કરનારા ઉપર જણાવ્યા મુજબ સાધુભગવન્તો ભમરાની જેમ આહારાદિને ગ્રહણ કરવામાં રત હોવાથી શ્રમણ-તપસ્વી છે. ધન ધાન્યાદિ નવ બાહ્ય પરિગ્રહ અને પુરુષવેદાદિ ત્રણ વેદ, હાસ્યાદિ છે, મિથ્યાત્વ અને ચાર કષાય: આ ચૌદ અભ્યન્તર પરિગ્રહથી રહિત હોવાથી મુક્ત છે. તેમ જ અઢી દ્વીપમાં રહેલા તેઓ જ્ઞાનાદિ મોક્ષમાર્ગની સાધના સદાને માટે કરે છે તેથી તેમને સાધુ કહેવાય છે. અહીં શ્રમણની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે શ્રાતિ-તપતિ તિ શ્રમ: સંયમની સાધના કરતાં કરતાં થાકીને લોથપોથ થઈ જાય તે શ્રમણ. પોતે થાક પણ બીજાને ન થકવે, પોતે તપ કરે પણ બીજાને તપ ન કરાવે તેનું નામ શ્રમણ. પોતે સંતાપ પામે પણ બીજાને સંતાપ ન પમાડે એવા સાધુભગવન્ત હોય. જે પોતાના કામ માટે ટ્રસ્ટી, કાર્યકર્તા, પૂજારી, ઘાટી વગેરેને હંફાવે તોબા તોબા કરાવે તે ભગવાનના સાધુ ન હોય. સાધુભગવન્તો જેમ તપ કરે છે તે રીતે બાહ્ય તપ કરનાર બીજા શાક્ય વગેરે પણ શ્રમણ કહેવાય છે તેના નિરાકરણ માટે અહીં મુત્તા (મુવા) પદ આપ્યું છે. મુક્ત એટલે બાહ્ય (નવ પ્રકારનો) અને અત્યંતર (ચૌદ પ્રકારના) પરિગ્રહથી રહિત. શાક્ય, તાપસ વગેરે બાહ્ય તપ કરનારા હોવા છતાં તેઓ મુક્ત નથી. કારણ કે તેઓ બાહય અને અભ્યન્તર પરિગ્રહથી યુક્ત હોય છે. સાધુભગવન્તો તાપસ વગેરેથી જુદા ત્યારે જ પડે કે જયારે તેઓ ધન-ધાન્યાદિ બાહ્ય અને માનલોભાદિ અભ્યન્તર પરિગ્રહથી રહિત હોય. સાધુભગવન્ત તપ કરે પણ તેની જાણ કોઇને ન થાય તેનું ધ્યાન રાખે. તેમ જ સાધુનું પારણું પણ કોઈને ખબર ન હોય. તપની કે પારણાની જાણ કરવામાં માનકષાય, લોભકષાય પુષ્ટ થાય ને? કદાય કોઈ પૂછવા આવે કે પારણું ક્યારે કરવાના તો સાધુ શું કહે ? પારણું કરું ય ખરો ન ય કરું, પારણું કરવા રહીએ. કે નહિ ખબર નથી ને? સાધુભગવા તો કહે કે જ્ઞાનીએ દીઠું હશે ત્યારે પારણું થશે. (૬૯) Page #73 -------------------------------------------------------------------------- ________________ સ. આજે સાધુભગવન્તના તપનું પણ ઉજમણું કરાય છે ને ? આપણે વર્તમાનના આચાર જોવા નથી બેઠા, શાસ્ત્રના આચાર સમજવા માટે પ્રયત્ન કરવો છે. ઓળી વગેરે તપનાં પારણાં સાધુભગવન્તનાં જાહેરમાં ન થાય. શ્રી નંદનઋષિના ભવમાં ભગવાનના આત્માએ અગિયાર લાખ, એંશી હજાર અને છસો પિસ્તાળીશ માસક્ષમણ કર્યા હતાં છતાં એનું ઉજમણું નથી કર્યું. આ તપની નોંધ અનન્તજ્ઞાનીઓએ લીધી છે, તેમણે તપ પ્રગટ નથી કર્યો. શ્રી અનુત્તરોપપાતિક સૂત્રમાં જેનું વર્ણન છે એવો તપ ધન્ના કાકંદીએ કર્યો હતો છતાં ત્યાં ઉજમણાની વાત નથી આવતી. માત્ર આહારનો ત્યાગ કરવાથી તપસ્વી નથી બનાતું સાથે ઈચ્છાઓનો પણ નિરોધ કરવો પડે. આ રીતે શ્રમણ અને મુક્ત કહ્યા પછી ફરી ‘સાધુ” વિશેષણ આપ્યું છે. જોકે જે શ્રમણ અને મુક્ત હોય તે તો સાધુ જ હોય તેથી આ વિશેષણ નકામું છે – એવું લાગે, પરંતુ એ વિશેષણ નિહ્નવોના વ્યવચ્છેદ માટે છે. નિકૂવો તપ સારામાં સારો કરે, ચારિત્ર ઊંચામાં ઊંચું પાળે, વ્યવહારથી બાહ્યાભ્યન્તર પરિગ્રહથી મુક્ત હોય છે છતાં તેમનામાં સાધુતા નથી. બેંતાલીસ દોષથી રહિત આહારાદિ લાવે છતાં પણ ઉત્સુત્રભાષણ કરવાથી તેઓ મિથ્યાત્વના ઉપાસક બનવાથી તેમનામાં સાધુતા રહેતી નથી. જે સમ્યગ્રજ્ઞાનાદિની સાધના કરે તે સાધુ. નિનવો સમ્યગ્રજ્ઞાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગની સાધના કરવાને બદલે ઉન્માર્ગની સાધના કરતા હોવાથી સાધુ નથી. તેથી તેમનો વ્યવચ્છેદ સાધુ પદથી કર્યો. ફરી શિષ્ય શંકા કરે છે કે ગાથામાં ક્ષતિ પદ આપ્યું છે. સૂત્ર ત્રિકાળગોચર હોવાથી ક્ષત્તિ “એટલે કાયમ હોય છે - એવો અર્થ થાય. અને નિકૂવો તો કાયમ હોતા નથી તેથી તેમનો વ્યવચ્છેદ સનિ પદથી જ થઈ જશે... આવી શંકાના નિરાકરણમાં ટીકાકાર જણાવે છે કે વર્તમાન તીર્થની અપેક્ષાએ જ આ સૂત્રની રચના છે અને આ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં તો નવ નિહનવ અને દસમા દિગંબર નિદ્ભવ થઈ ગયા છે, તેથી તેમના વ્યવચ્છેદ માટે “સાધુ' પદ જરૂરી છે... આ બધું જ આચાર્યભગવન્ત શ્રી શય્યભવસૂરિ સમજાવી રહ્યા છે, કોને? સ. મનકમુનિને. આપણને નહિ? ઉપલક્ષણથી આપણને જ કહ્યું છે એવું માનો ને ? એવું માનશો તો જ વિસ્તાર થશે. આપણે સુસાધુ બનવું છે અને એ માટે સુસાધુને ઓળખી લેવા છે. ભમરાની જેમ આવે ને વહોરી જાય તે સુસાધુ. મહેમાનની જેમ (0) Page #74 -------------------------------------------------------------------------- ________________ આવે તે સુસાધુ નહિ. વર્તમાનના સાધુસાધ્વીની ટીકાટિપ્પણ માટે આ બધું નથી કહેવાતું. આપણી જાતને સુધારવા અને બચાવવા માટે જ આ આચાર સાંભળવાનો છે. ભમરાજેવું જીવન જીવવા માટે અપ્રમત્ત બનવું પડશે. સાધુસાધ્વીઓએ તો ખાસ ધ્યાન રાખવું. ગમે તેટલા પર્યાયવૃદ્ધ હોય કે પ્રભાવક હોય : આજ્ઞા ન રહી જાય તે માટે પુરુષાર્થ કર્યા વિના નહિ ચાલે. સંઘસ્થવિર કે સંઘાચાર્ય પદે બિરાજમાનને પણ આજ્ઞાપાલનમાંથી બાદબાકી ન મળે : એ યાદ રાખવું. સાધુભગવન્ત આહાર, વિહાર કે નીહાર આજ્ઞા મુજબ જ કરે. સ. સાધુભગવન્ત ઉગ્રવિહાર કરે ને? આજ્ઞા મુજબ બે માઈલનો વિહાર કરવો તે ઉગ્ર વિહાર. તમે ઉગ્ર ધંધો કોને કહો? થોડા સમયમાં ને થોડી મહેનતમાં વધુ કમાણી થાય છે કે પરસેવો પાડવો પડે તે? કલાકમાં લાખો કમાય તે ઉગ્રધંધો કહેવાય તેમ આજ્ઞા મુજબ વિચરવાથી ઘણી નિર્જરા સાથે તે ઉગ્રવિહાર. બાકી તો તમે જેમ મજૂરી કહો તેમ અમારે ત્યાં પણ આજ્ઞાની ઉપરવટ થઈ માઈલોના વિહાર કરવા એ ગધ્ધામજૂરી છે. ઈર્યાસમિતિનું પાલન થઈ શકે એટલો વિહાર કરવો. આજનાં સાધુસાધ્વી જે ઉગ્ર વિહાર કરે છે તેના કારણે ઇર્યાસમિતિ કે એષણાસમિતિ જળવાતી નથી. દોષિત આહાર લેવાની અને અંધારામાં ચાલવાની ફરજ પાડે એવો આ ઉગ્રવિહાર છે. ભગવાનની આજ્ઞા પર પગ મૂક્વો પડે એવું એક પણ પગલું નથી ભરવું. અહીં જે ભિક્ષાવૃત્તિનું વર્ણન કર્યું છે એ રીતે જો નિર્દોષ આહાર લીધો હોય તો પરિણામ પણ કેવા જાગે ? તમારી ભાષામાં કહીએ તો આહાર તેવો ઓડકાર. દીક્ષા લીધા પછી જો પરિણામ બગડ્યા હોય તો તે દોષો સેવ્યા માટે. ભગવાન ના પાડે, ગુરુ ના પડે, શાસ્ત્ર ના પાડે છતાં લેવા માંડ્યા તેથી આ દશા થઈ છે. આ અવસ્થામાંથી બહાર નીકળવું હશે તો આજ્ઞાનો આદર કરવાનું શરૂ કરવું જ પડશે. તપ કરવાની ઉતાવળ કરવા પહેલાં પારણાં કરતાં શીખી લેવું. સાધુ તપસ્વી કેમ કહેવાય ? તપ કરે છે માટે નહિ, આહારનો પરિણામ નથી હોતો માટે તપસ્વી કહેવાય છે. જેને આહારનો પરિણામ હોય તે દોષ સેવે. સાધુને આહારનો પરિણામ ન હોવાથી દોષિત નથી વાપરતા. નિર્દોષ વાપરે છે માટે જ તપસ્વી છે. આહારની પ્રવૃત્તિ હોવા છતાં ઈચ્છા ન હોવાથી તપસ્વી છે. જે દોષિત ન હોય, જે લેવામાં પ્રમાદ સેવાયો ન હોય અને જેમાં સ્વાદ ન આવે તે નિર્દોષ સર્વસંપન્કરી ભિક્ષા છે. બાકી તો પુરુષાર્થનો ઘાત કરનારી ભિક્ષા કહેવાય. નિર્દોષ ભિક્ષાવૃત્તિ એ પણ એક પ્રકારનો તપ છે. આ તપને આચરનારા શ્રમણભગવન્તો મરની જેમ ઘર-ઘરથી ભિક્ષાને દોષરહિતપણે ગ્રહણ કરવામાં તત્પર હોય છે. (૧) Page #75 -------------------------------------------------------------------------- ________________ પહેલા અધ્યયનમાં ધર્મની પ્રશંસા કરી છે. દુનિયાના ધર્મ કરતાં ભગવા ભાખેલો ધર્મ પરમોચ્ચ અને લોકોત્તર કોટિનો છે-એ સમજાવવા માટે અહીં નિરવ આચારનું વર્ણન કર્યું છે. આ આચારધર્મ કલ્પનાથી રમણીય છે. આચરવા માટે અઘરો છે-આવું કોઇ ન કહે તે માટે આ આચારનું પાલન શક્ય બનાવવાનો ઉપા પણ અહીં બતાવ્યો છે. ધર્મ એ કેવલ કલ્પનાનું ચિત્ર નથી. ભગવાને જે ધર્મ બતાવ્યું તે આચરી શકાતો ન હોય તો તે માત્ર કલ્પનારૂપ બની રહે કે ઉપેક્ષાનો વિષય બને. પૂર્વના રાજાઓ કે રાજકુમારો રાજકુમારીનું ચિત્ર જોઇને આસક્ત બનતા અને ચિત્રકારને સૌથી પહેલાં પૂછે કે આ કાલ્પનિક છે કે વાસ્તવિક ? ત્યારે પેલો ચિત્રકાર કહે કે વ્યક્તિ હાજર છે તેને જોઇને આ ચિત્ર બનાવ્યું છે. આવું જાણીને પછી અનુરાગ વધે ને ? તેવી રીતે ધર્મ પણ કાલ્પનિક નથી, મહાપુરુષો સ્વયં આચરી ગયા છે. એવો આ માર્ગ અહીં આલેખ્યો છે. અહીં કોઇ શંકા કરે કે ત્રીજી ગાથામાં કહ્યું કે ‘ભ્રમરની જેમ સાધુભગવન્તો દાતા દ્વારા અપાતાં પ્રાસુક અશનાદિને ગ્રહણ કરે’... પરંતુ આથી જ સાધુભગવન્તો પ્રત્યે ભક્તિથી આકૃષ્ટ બની દાતાઓ તેમના (સાધુઓ) માટે બનાવીને અશનાદિ તેમને આપશે અને જો સાધુમહાત્મા તે ગ્રહણ કરશે તો તેમને પ્રાણીવધનું પાપ લાગશે અને જો ગ્રહણ નહિ કરે તો તેમનો નિર્વાહ નહિ થાય.... આવા સંયોગોમાં આ ભિક્ષાવૃત્તિ સુકર કઇ રીતે કહેવાય ? – તેના નિરાકરણમાં ચોથી ગાથાથી જણાવે છે : = वयं च वित्तिं लब्भामो न य कोइ उवहम्मइ । अहागडेसु रीयंते पुप्फेसु भमरा जहा ॥१-४ ॥ ‘અમે એ રીતે આજીવિકાને પ્રાપ્ત કરીએ છીએ કે જેથી કોઇ પણ જીવ હણાય નહિ’. આ રીતે સાધુભગવન્તો પુષ્પમાં ભમરાઓની જેમ, દાતાએ પોતાના માટે બનાવેલા આહારાદિના વિષયમાં ગવેષણાદિ માટે જાય છે. કહેવાનો આશય એ છે કે ભમરાઓ જેમ પોતાના માટે નહિ પરંતુ કુદરતી રીતે ખીલેલાં પુષ્પોમાં ફરે છે તેમ મુનિભગવન્તો પણ, દાતાએ પોતા માટે બનાવેલા આહારાદિને વિષે ગવેષણાદિ કરે છે. આ રીતે દાતાએ સાધુઓને ઉદ્દેશીને બનાવેલા આહારાદિને વિષે સાધુભગવન્તો ગવેષણા માટે જતા જ નથી કે જેથી પ્રાણવધના પાપનો કે અનિર્વાહનો પ્રસંગ આવે. આજીવિકા મળ્યા કરે અને કોઇ જીવ હણાય નહિ : એવો આચાર ભગવાને બતાવ્યો છે. આહારાદિ વસ્તુના કારણે કે શરીરના કારણે સંયમ નથી પળાતું, સંયમ ભગવાનની આજ્ઞાના કારણે જ પળાય છે, એની ના નથી. પરંતુ શરીરને અકાળે મારીને નિસ્તાર (૭૨) Page #76 -------------------------------------------------------------------------- ________________ નથી થવાનો. કર્મની નિર્જરા કરવા માટે નિષ્પાપ જીવન જીવવું પડશે, અને જીવન માટે શરીર પણ જોઇશે. આથી સંયમપાલન માટે શરીર ઉપયોગી હોવાથી એ શરીર ટકાવવા આહારાદિની જરૂર પણ પડવાની. પણ એ આહારાદિ એવાં જોઇએ કે જે શરીરને ટકાવે અને પાપને ટાળી આપે. એવો ઉપાય તે ભગવાનની આજ્ઞા મુજબની ભિક્ષાચર્યા સ્વરૂપ છે. દર્દીને જેમ રસકસ વગરનો અલ્પ આહાર અપાય છે તેમ સાધુભગવન્ત અંતપ્રાંત આહાર પ્રમાણોપેત લઇને શરીર ટકાવે. અન્યદર્શનકારો કહે છે કે સેંકડો અકર્મ (પાપ) કર્યા વગર આ શરીરનો નિર્વાહ થતો નથી, એની સામે ભગવાનના શાસનમાં આ નિરવધ ઉપાય બતાવેલો છે. ગૃહસ્થે પોતાના માટે બનાવેલા આહારને યથાકૃત કહેવાય. સ. સાધુભગવન્તને વહોરવા માટેની મર્યાદા છે તેમ ગૃહસ્થ માટે કર્તવ્ય શું ? ગૃહસ્થનું કર્તવ્ય એટલું કે એના ઘરમાં વસ્તુની અછત ન હોય. ગૃહસ્થનું ઘર છે તો દાનનો અભ્યાસ પાડવા માટે વસ્તુ તો જોઇએ જ. ગમે ત્યારે અતિથિ આવી જાય, દીનદુ:ખી આવી જાય કે સાધર્મિકનો લાભ મળે તે માટે ગૃહસ્થના ઘરમાં પૂરતી વસ્તુઓ હોય જ. સાધુના ઉદ્દેશથી નહિ પણ દાનધર્મના પાલનના ઉદ્દેશથી બેચાર માણસની રસોઇ તો ગૃહસ્થને ત્યાં વધારે હોય જ. સ. સાધુસાધ્વી માટે રસોડાં ખોલે તો ? એ પ્રવૃત્તિ યોગ્ય નથી. નિષ્કારણ સાધુના નિમિત્તે બનાવેલું વહોરાવવું તે લાભના બદલે દોષનું કારણ છે. પાલીતાણા વગેરેમાં સાધુસાધ્વી માટે ભક્તિ રખાય છે ત્યાં સાધુસાધ્વીથી વહોરવા ન જવાય અને તમારે એવી ભક્તિ પણ ન રખાય. સ. તો નિર્દોષ રીતે વહોરાવવા શું કરવું ? કુટુંબસહિત જવું, સાધર્મિકવાત્સલ્ય કરવું પછી લાભ લેવો. ગમે તેટલાં સાધુસાધ્વી આવે પણ વસ્તુ ત્યારે ખૂટે કે જ્યારે ઉદારતા ખૂટે ને ભાવ ખૂટે. તીર્થયાત્રા માટે આવેલા સાધર્મિકનો લાભ મળે એ ઉદ્દેશથી આયોજન કરવું. અને એટલી શક્તિ ન હોય તો જેટલી શક્તિ હોય એટલાનો લાભ લેવો. પણ દોષિત વહોરાવવા માટે આયોજન ન કરવું. શાસ્ત્રમાં કહ્યું છે કે નિષ્કારણ દોષિત આહારાદિ વહોરાવવાથી દાતાને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ પડે છે. આજે તીર્થસ્થાનોમાં નિર્દોષ આહાર દુર્લભ બની ગયો છે. આથી જ આચાર્યભગવન્દે એકવાર કહ્યું હતું કે એકવાર (૭૩) Page #77 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણાની યાત્રા જેણે કરી હોય તેવાં સાધુસાધ્વીએ બીજી વાર કરવાનો આગ્રહ ન રાખવો. ભવ્યત્વની છાપ તો એક વારમાં જ પડી ગઇ છે. પરંતુ ત્યાં રહેવાથી દોષો સેવવાની ટેવ પડવાથી જીવન બરબાદ થઇ જાય છે. યાત્રાની યાત્રા થાય ને મજાની મજા થાય : એવી તીર્થયાત્રા તો ભવયાત્રા વધારે ને ? અમને દાતાનાં કુળો મળતાં ન હોવાથી અમારે પાલીતાણા જવાનું નહિ. તમારે જવાનું, પણ અનુકૂળતા ભોગવવા નહિ જવાનું. તીર્થસ્થાનમાં અનુકૂળતાનો રાગ છોડવા માટે જવાનું છે એના બદલે ત્યાં જઇને ઘર કરતાં પણ વધુ અનુકૂળતા ભોગવીએ તો તીર્થયાત્રા કરતાં ભવયાત્રા વધવાની. આ બધું બરાબર સમજી લેવાની જરૂર છે. સાધુભગવન્તના આચાર સમજવા સાથે તમારા કર્તવ્યને પણ સમજી લો. ગૃહસ્થ સાધુ માટે રાંધે નહિ અને સાધુસાધ્વી માટે બનાવે તેવાં કુળમાં સાધુભગવન્ત જાય નહિ. એકવાર મમત્વ માર્યા પછી કોઇ પણ જાતનું મમત્વ ન વધે તે માટે સાધુભગવન્તો સાવધ રહે. સાધુની વૃત્તિ એવી હોય કે જેમાં કોઇને હણવાનું બને નહિ. શાસનની લઘુતા થાય એ રીતે નિર્દોષ આહારપાણી માટે અન્ય કુળોમાં ન જાય. તેમ જ સ્વ (જૈન) કુળોમાં પણ મંત્રતંત્રદોરાધાગા વગેરે કરવા દ્વારા અનુકૂળ આહારાદિ પ્રાપ્ત કરવાનું કામ સાધુભગવન્ત ન કરે. મન્ત્ર તન્ત્રાદિ કરવા દ્વારા જે ભક્તવર્ગ ઊભો કર્યો હોય ત્યાં દોષિત આહાર જ મળવાનો. આજ્ઞા પળાય નહિ અને પોતાના નિમિત્તે જીવોની વિરાધના થાય : તેથી આવા ધંધા સાધુસાધ્વી ન કરે. પોતાના માટે બનાવેલું છે – એવી જાણ થયા પછી સાધુથી તે વહોરાય નહિ. આવો આહાર ગવેષણા કરવાથી મળે એમ છે, દુર્લભ નથી. આ રીતે ગૃહસ્થે પોતાના માટે બનાવેલો આહાર યથાકૃત છે. અને ગૃહસ્થ પણ પોતાના માટે જ રાંધે, ખરીદે કે છેદન વગેરે કરે તો સાધુસાધ્વી માટે નિર્દોષ આહારપાણી સુલભ છે. આવા પ્રકારના યથાકૃત આહારની ગવેષણા કરતાં કરતાં એવું કુળ મળી જાય તો માંડ માંડ નિર્દોષ મળ્યું છે, માટે ખંખેરી લેવાનું કામ સાધુભગવન્ત ન કરે–તે જણાવવા માટે ફરીથી ‘પુષ્ટ્રેસ ભમરા જહા' એમ કહ્યું. શોધવાનું પુષ્પ, પણ પાછું કરમાવા નહિ દેવાનું. અમારે વિહારાદિમાં આવો પ્રસંગ આવે. જે ગામમાં વિહાર કરીને જતા હોઇએ ત્યાં બે-ચાર ઘર હોય કે કોઇ વસતિ ન હોય તેવા વખતે મુસાફરી કરનાર શ્રાવક અમને રસ્તામાં અચાનક મળી જાય અને ગાડી ઊભી રાખી વહોરવાની વિનંતિ કરે તો ત્યારે નિર્દોષ આહાર સમજીને અમારે પાત્રાં ન ભરાય. આગળ વધીને ગુરુભગવન્ત આગળ-પાછળ હોય તો તેમને પૂછ્યા વિના અમારાથી વહોરાય પણ નહિ. (૭૪) Page #78 -------------------------------------------------------------------------- ________________ સ. આ રીતે તો આજ્ઞા પાળવાનું કામ અઘરું છે. અઘરું કશું નથી. તમે જાતે સહેલાઈથી પાળો છો. મોટી મોટી ઓફિસો કે મીલો એક જ માણસ ચલાવે, હજારો માણસોને પ્રવર્તાવે તે આશાના બળે જ ને? હોસ્પિટલોમાં સિસ્ટરો, વોર્ડબોય બધા જ આજ્ઞામાં હોય ને ? ત્યાં બધે વ્યવસ્થિત તંત્ર હોય છે ને ? બેગના ચોકઠામાં ગોઠવેલો સામાન જે છૂટો કરવામાં આવે તો લઈ જવો ફાવે ? એના જેવું જ આજ્ઞાનું તંત્ર અમારે ત્યાં છે. આ તો આજ્ઞાને બદલે ઈચ્છા મુજબ જીવવા માંડીએ તો તંત્ર ખોરવાઈ જ જાય ને? અનિષ્ટથી બચવા અને ઈષ્ટ સ્થાને પહોંચવા માટે ગુરુની આજ્ઞા છે. ભમરાની જેમ આહાર લીધો ત્યારે કહેવાય કે જ્યારે દાતાને કોઈ પણ જાતની પીડા ન થાય. મુસાફરી માટે રાખેલો નાસ્તો પૂરતા પ્રમાણમાં વહોરી લઈએ તો શ્રાવકને પીડા થવાની સંભાવના છે ને? સ. સાધુભગવત ભમરાની જેમ ભિક્ષા લે, તો શ્રાવક કરતાં ભમરો સારો કહેવાય? - અહીં સાધુને ભમરાની ઉપમા આપી છે, ભમરાને સાધુ નથી કહ્યો કે જેથી તેને શ્રાવક કરતાં સારો માનવો પડે. અને સાધુને ભમરાની ઉપમા આપીને ભમરાની પ્રશંસા નથી કરી. તેમાં જે અનિયત વૃત્તિ છે એની સાથે સરખામણી કરી છે. ચંદ્રમુખી સ્ત્રી કહીએ ત્યારે ચંદ્રની પ્રશંસા નથી કરાતી, ચંદ્રની સૌમ્યતા વગેરે ગુણવાળા સ્ત્રીના મુખની પ્રશંસા છે. દષ્ટાન્ત હંમેશાં અમુક અપેક્ષાએ અપાય છે. આ વસ્તુ પહેલાં પણ કહેવાઈ ગઈ છે. બાકી ભમરો તો તિર્યંચ છે, અજ્ઞાનની માત્રા તેનામાં ઘણી હોય છે અને પુષ્પને કિલામણા ન થાય માટે દયાના કારણે અલ્પ રસ લે છે એવું કાંઈ નથી. માત્ર ભવપ્રત્યયિકી અનિયતવૃત્તિ છે એવી અનિયત વૃત્તિ સાધુની. પુરુષાર્થપ્રત્યયિકી હોય છે – એટલું જણાવવાનું તાત્પર્ય છે. આ રીતે કોઈ પણ જીવને પીડા ન પહોંચાડે, પોતાનો નિર્વાહ કરે, યથાકૃત આહાર મળે એવાં દાતાનાં કુળો શોધે અને એવાં કુળો મળ્યા પછી ત્યાંથી પૂરતું ઉપાડી લાવવાની વૃત્તિ ન રાખે. આવા સાધુપણા પ્રત્યે બહુમાન જાગે ને? કોઈને પણ પીડા આપ્યા વગર જીવી ન શકાય એવું ગૃહસ્થપણું સારું કે જીવવા માટે પણ કોઈને પીડા આપવી ન પડે એવું સાધુપણું સારું ? ગૃહસ્થપણામાં પાપનો પાર નથી. આજે તો બોલે કે “અવિરતિના યોગે નિયમ નથી લેતો એટલું જ, બાકી પાપ કરતો (૭૫) Page #79 -------------------------------------------------------------------------- ________________ નથી.' એના બદલે એમ માનતા થવું છે કે ‘પાપ કરતો નથી, પણ પાપથી વિરામ પામવાનો નિયમ નથી માટે અવિરતિનું પાપ ચાલુ જ છે' - તો આજે ઠેકાણું પડી જાય, સ. નિયમ ભાંગી જવાનો ડર છે. જેને પડી જવાનો ડર હોય તેણે સવારે ગાદીમાંથી ઊભા જ નહિ થવાનું કારણ કે ઊભા થઈએ ને પડી જઈએ તો? અકસ્માતનો ભય હોય તો ગાડીમાં નહિ બેસવાનું. ત્યાં એવો વિચાર કરો ? ત્યાં તો કહેશો કે એવું વિચારીએ તો કશું કરી જ ન શકાય. એ તો થોડું સાહસ કરવું જ પડે. તેમ અહીં પણ નિયમ ભાંગી જશે - એના બદલે પાપ ભાગી જશે એવું વિચારશો તો સત્વ પ્રગટશે. અસલમાં અવિરતિના પાપનો ભય નથી માટે વિરતિ પ્રત્યે પ્રેમ જાગતો નથી. ગૃહસ્થપણાના પાપનો ઢગલો દેખાય તો સાધુપણામાં આવવાનું મન થયા વિના ન રહે. સર્વથા પાપથી વિરામ પામેલા સાધુભગવન્તો આજીવિકાનો નિર્વાહ કરતી વખતે પણ આ રીતે નિષ્પાપ જીવન જીવે છે – એવું જાણ્યા પછી ગૃહસ્થપણા પ્રત્યે નફરત જાગે ને ? સાધુપણાના આચાર બતાવીને તમારી સામે ગૃહસ્થપણાનાં પાપોનો ચિતાર રજૂ કરવાનો ઇરાદો સ. અમે નિવૃત્ત જીવન જીવીએ તો ? તમે પાપ ન કરવું પડે તે માટે ધંધે ન જાઓ, મૂડીમાંથી ચલાવો પણ આરંભસમારંભનું પાપ તો જીવતું જ રહેવાનું ને? તમે કદાચ કહેશો કે – ‘દિવસમાં ચાર-પાંચ સામાયિક કરું છું, ધંધામાં કે છોકરાઓની બાબતમાં માથું મારતો નથી'.. એ બધું સાચું પણ સાથે અવિરતિ ગઈ નથી – એ ય સાચું ને ? સાધુ થવાનું મન ન હોય તેને શ્રાવક ન કહેવાય. અવિરતિનું પાપ તમને દેખાતું નથી માટે તમારી નિવૃત્તિ નિવૃત્તિ નથી રહેતી. નિવૃત્ત થયા પછી પણ સુખ જ ગમ્યા કરે તો પાપ ક્યાંથી જાય? સુખની લાલચ છૂટવાને બદલે વધે એવી નિવૃત્તિ શા કામની ? ધંધાનું પાપ વધારે કે અવિરતિનું? સુખ ગમે તેટલું મળે પણ પાપ ન જાય તો એવા સુખની કિંમત શું? સુખ જતું હોય તો ભલે જતું, સાથે પાપ જાય છે તો ચિંતા નહિ. સુખની સાથે પાપ ગમે છે કે અવિરતિ ગમે છે – બને એક જ છે. સુખ ગમે છે માટે તેની સાથેનું પાપ ગમે છે, અને તેથી જ જીવનમાંથી પાપ જતું નથી.. (૭૬) Page #80 -------------------------------------------------------------------------- ________________ સાધુભગવા માટે ભ્રમરનું જે દષ્ટાન્ત આપ્યું છે તે કેવી રીતે સંગત થાય છે તે જણાવ્યું. આ રીતે દષ્ટાન્તનો ઉપનય ઘટાડ્યા બાદ નિગમન તરીકે સાધુભગવન્તો સાધુ કઈ રીતે કહેવાય છે તે પાંચમી ગાથાથી જણાવે છે – महुगारसमा बुद्धा जे भवंति अणिस्सिया । नाणापिंडरया दंता तेण वुच्चंति साहुणो त्ति बेमि ॥१-५॥ મધુકર એટલે કે ભમરાની જેમ અનિયતવૃત્તિવાળા જે જ્ઞાની ગુરુભગવન્તો કોઈની પણ નિશ્રાએ બંધાયેલા નથી, અનેક પ્રકારના પિંડ(આહારાદિ)ને ગ્રહણ કરનારા છે અને ઇન્દ્રિયોનું દમન કરે છે તે કારણથી તેઓ સાધુ કહેવાય છે – આ પ્રમાણે હું (ગ્રંથકારશ્રી શય્યભવસૂરિ મહારાજા) તને (સામે રહેલા શિષ્ય મનક વગેરેને) કહું છું. પહેલા અધ્યયનને પૂર્ણ કરતી વખતે તેની છેલ્લી ગાથામાં ભ્રમર જેવી વૃત્તિવાળા સાધુભગવન્તોને બુદ્ધ, અનિશ્રિત, નાનાપિંડરત અને દાન્ત : આ ચાર વિશેષતાઓથી વર્ણવ્યા છે. સાધુને ભ્રમરની ઉપમા પૂર્વે જણાવ્યા મુજબ સર્વ અંશે નથી અપાઈ, અમુક અંશે જ અપાઈ છે-તે જણાવવા માટે બુદ્ધ અને અનિશ્રિત આ બે વિશેષણ આપ્યાં છે. ભમરો જે રીતે અજ્ઞાની અને અસંયત છે તેવા સાધુભગવત નથી હોતા. બુદ્ધ હોવાથી તેઓ સંમૂર્છાિમ નથી અને અનિશ્રિત હોવાથી અસંયત નથી. પોતાની સંયમની સાધના માટે અનિવાર્ય એવા શરીરના નિર્વાહ માટે પણ કોઈ પણ જાતનું પાપ કરતા ન હોવાથી સાધુભગવન્ત ખરેખર બુદ્ધ (બોધ પામેલા) હોય છે. શરીર ગમે તેટલું ઉપકારક હોય તોપણ શરીર કરતાં ધર્મની કિંમત વધારે છે. શરીર ખંડિત થાય તો વાંધો નહિ, આશા ખંડિત ન થવી જોઈએ-એ ભાવનાથી સાધુસાધ્વી ભગવતોએ શરીરની મમતા ઉતારી હોવાથી જ તેઓ આવો આચાર સારી રીતે પાળી શકે છે. સામાન્યથી ભણેલામાં અને ગણેલામાં જે ફરક છે એવો જ ફરક જ્ઞાન અને બોધમાં છે. કોઈ પણ જાતના પાપથી દૂર રહેવા માટે બોધની ખૂબ જ જરૂર છે. એવો બોધ ન હોય તો જ્ઞાનમાત્રથી પાપથી દૂર રહેવાનું કામ વસ્તુતઃ અશક્ય છે. શાનને પામેલા નહિ, પરન્તુ જ્ઞાનના ફળને જે પામેલા છે તે બુદ્ધ કહેવાય છે. જ્ઞાન પામ્યા પછી ફળને પામવા પુરુષાર્થ ન કરે તે જ્ઞાની હોવા છતાં અબુધ છે. બોધ પામ્યા પછી પણ કેટલીક વાર મમત્વાદિના કારણે સામી વ્યક્તિને આપણે ટાળી ન રાકીએ, એ વ્યક્તિ કહે તો ના ન કહી શકીએ, તેની નિશ્રાએ જ આપણે કામ કરવું પડે - એવું બને, પરંતુ સાધુભગવન્તોને એવી કોઈ નિશ્રા હોતી નથી - તે જણાવવા (૭) Page #81 -------------------------------------------------------------------------- ________________ માટે અનિશ્રિત વિશેષણ આપ્યું છે. ગૃહસ્થ વિનંતિ કરે માટે ત્યાં જાય એવું નહિ, ખપ હોય તો જાય અને એ પણ જ્યાં ઉચિત લાગે ત્યાં જાય. ભમરો જેમ પુષ્પ ધારીને કે રસનું પ્રમાણ નક્કી કરીને જતો નથી તેમ સાધુભગવન્ત અમુક દાતાના કુળમાં નિયમિતપણે, નિયમિત પ્રમાણમાં, નિયમિત વસ્તુ લેવા જતા નથી. પોતાને અનુકૂળ હોય એવી નહિ પરંતુ આજ્ઞાને અનુકૂળ હોય એવી ભિક્ષા તેઓ ગ્રહણ કરે છે. મુંબઈમાં હોવા છતાં કોઈ સુરતી ઘરમાં જ ગોચરી જાય, કોઈ રાજસ્થાની ઘરોમાં જાય તો કોઈ વળી ગુજરાતીનાં ઘરોમાં જાય. આ રીતે જેને જે ફાવે તેવાં કુળોમાં જાય તે નિશ્રિત કહેવાય. સાધુસાધ્વી ભગવન્તો સંસારીની નિશ્રા સ્વીકારે તો તેમને અબુધ જ કહેવા પડે ને ? જે બુદ્ધ હોય તે તો અનિશ્ચિત જ હોય. જે ભગવાન અને ગુરુની નિશ્રાએ જીવે તે જ સાધુપણું પાળી શકે. ભગતની નિશ્રાએ જીવનારા સાધુપણું પાળી ન શકે. આજે શરમ સંકોચ નડે તો કોના નડે? ગુરુભગવન્તના કે ભગતના? સાધુભગવન્ત બુદ્ધ હોવાથી અનિશ્રિત હોય છે અને અનિશ્રિત હોવાથી જ નાનાપિંડરત એટલે કે અનેક પ્રકારના પિંડને ગ્રહણ કરવામાં રત હોય છે. અનેક પ્રકારના પિંડમાં રક્ત રહેવાનું છે, અનેક પ્રકારની ઈચ્છાઓમાં નહિ. ઇચ્છા તો એક જ જોઈએ કે ભગવાનની આજ્ઞામાં રહેવું છે. ઉદયન-રાજર્ષિ રાજર્ષિ હોવા છતાં ભૂતકાળની સારું વાપરવાની ટેવ છોડીને અંતપ્રાંત વાપરવાની ટેવ પાડી ને? રોગ વકરવા છતાં પણ ભિક્ષામાં ફેરફાર ન કર્યો. આજ્ઞાપાલન ખાતર શરીરની ઉપેક્ષા કરવી છે, ચિકિત્સા કરવી નથી - આટલા સુધી કદાચ ન પહોંચી શકીએ તોપણ જે મળે તે વાપરી લેવું છે, જેવું મળે તેવું ચલાવી લેવું છે - આટલું બને ને ? સ. માફક ન આવે તો? માફક આવે એ માટે પ્રયત્ન કરવો જ પડે. “આપણને તો ભાવે જ નહિ, આપણે તો જોયું જ નથી એવું સાધુ ન બોલી શકે. જેવું મળે તેવું વાપરવાની ટેવ પાડવી જ પડશે. જમણવારના ભોજનની પણ ટેવ પાડવી પડે. દાંતથી પણ ન તૂટે એવી પુરી હોય, કાચા ભાત હોય, તીખા તમતમતાં શાક હોય છતાં ટેવ પાડી હોય તો ન નડે. ખુદ આચાર્યભગવન્ત પણ ખંભાત જેવા ગામમાં વાલ લગભગ આવે તો સૌથી પહેલાં પોતાના પાત્રામાં લે. સાહેબ કહેતા કે સ્વાદથી ન વાપરો તો કશું ન નડે. ઈચ્છાથી કે સ્વાદથી વાપર્યું હોય તો નડે. આ રીતે અનેક પ્રકારના પિંડ વાપરે પણ સાથે આસક્ત ન બને તે જણાવવા દાન્ત’ વિશેષણ છે. મન અને ઈન્દ્રિયોનું દમન (૭૮) Page #82 -------------------------------------------------------------------------- ________________ કરે તે દાન્ત. અનિયત સ્થાને અનિયત આહારાદિ ગ્રહણ કરવા માટે ઈન્દ્રિય અને મનનું દમન કરવાનું પણ અનિવાર્ય છે. કોઈ વાર કોઈ વિશિષ્ટ (કેરીનો રસ વગેરે) વસ્તુ અનિયત સ્થાને જવા છતાં નિયમિત રીતે મળતી હોય છે - આવા પ્રસંગે દમન કરવું જોઈએ. જેમ બને તેમ ઈન્દ્રિયોને અનુકૂળ વિષયોથી દૂર-સુદૂર રાખી પ્રતિકૂળ વિષયોમાં કેળવવી – તેને ઈન્દ્રિયોનું દમન કહેવાય છે. મળેલું અનુકૂળ છોડવાનું અને પ્રતિકૂળ શોધવાનું તે ધારીએ છીએ એટલું સહેલું નથી જ.... આ બધું શ્રી શäભવસ્વામી મહારાજા પોતાના સંસારીપણાના આઠ વર્ષના પુત્ર શ્રી મનકમુનિને સમજાવી રહ્યા છે. જે, શિષ્યનું અનુશાસન કરી ન શકે તે સાધુપણું પળાવી ન શકે. પુત્ર હોવા છતાં બચાવ નથી કર્યો. દુઃખ વેઠવાનો અને સુખ છોડવાનો અભ્યાસ પાડવાનું શીખવ્યું. દીક્ષા આપી તો સાચવવા પડે – એવું નથી. દીક્ષા આપ્યા પછી સુકુમાલ નથી બનાવવાના, દુઃખ વેઠવા માટે પાવરધા બનાવવાના. સારણાવારણા કરવા માટે તો ખુદ ભગવાન પણ દીક્ષા આપ્યા પછી સ્થવિરભગવન્તને સોંપે છે. માત્ર દયા રાખે તે સારણાવારણા ન કરી શકે. સ. નવા નવા સાધુને તો સાચવવા પડે ને ? નવાની તો કોઈ ચિંતા નથી, એ તો સામેથી હિતશિક્ષા માંગતો આવે. ચિંતા જૂનાની છે. આજે તો જૂના, નવાને બગાડે નહિ તો નસીબ. ‘ગુરુ મહારાજ કહે તે સાંભળવાનું એમ કહે, પણ કરવાનું ન કહે. જવાબ નહિ આપવાનો' કહે, પણ આજ્ઞાંતિ બનવાનું, માનવાનું ન કહે. કાન ફૂંકીને તૈયાર કરે તેનું કામ નથી. કામ કરે, કામ કરાવે, આજ્ઞાંતિ બનાવે તેવાનું કામ છે. માત્ર છ મહિનાના દીક્ષા પર્યાયમાં આત્મકલ્યાણ કરાવવાના સામર્થ્યને જેઓ આ અધ્યયનમાં જોઈ શકે છે તેઓએ આ અધ્યયનના અર્થની ઉપેક્ષા કરવાને બદલે તેને આત્મસાત્ કરી લેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. દ્વિતીય શ્રી ગ્રામર્થપૂર્વક અધ્યયન ક અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મનું સ્વરૂપ પહેલા અધ્યયનમાં વર્ણવ્યું હતું-તે આપણે જોઈ ગયા. આવા ઉત્તમ કોટિના સર્વવિરતિધર્મને પામ્યા પછી એના પાલનમાં અવરોધ આવે તો એ અવરોધને દૂર કરીને ધર્મમાં સ્થિર કઈ રીતે થવું તે આ અધ્યયનમાં જણાવે છે. જે ગુણ પામ્યા હોઈએ એ ગુણને વમી નાંખવાનું ન બને (૯) Page #83 -------------------------------------------------------------------------- ________________ તે માટે અવરોધોને ટાળવાનું અત્યન્ત જરૂરી છે. સંસારનાં સુખોનો સર્વથા ત્યાગ કરીને કેવળ દુ:ખ ભોગવી લેવાના આશયથી સાધુ થયેલા નૂતન દીક્ષિતને કોઇવાર એ સર્વવિરતિધર્મનું આરાધન અકૃતિનું નિમિત્ત બની જતું હોય તો એવા સંયોગોમાં અતિ-અધીરાઇને દૂર કરીને કૃતિ-ધીરજ કેવી રીતે કેળવવી તે જણાવવા માટે આ શ્રામણ્યપૂર્વિકા નામનું બીજું અધ્યયન છે. શ્રમણ એટલે સાધુ. શ્રામણ્ય એટલે સાધુપણું. આ સાધુપણાના પૂર્વમાં ધૃતિ રહેલી છે. એટલે કે ધૃતિ જો હોય તો જ સાધુપણું પાળી શકાય. માટે ધૃતિને શ્રામણ્યપૂર્વિકા કહી છે. અને એ ધૃતિનું વર્ણન આ અધ્યયનમાં કરેલું હોવાથી તેનું નામ શ્રામણ્યપૂર્વિકા છે. સુખ છોડવા માટે અને દુઃખ ભોગવવા માટે જે સત્ત્વ, જે સ્થિરતા જોઇએ તેને ધૃતિ કહેવાય છે. સુખ છોડયા પછી પાછી સુખમાં રિત જાગે અને દુઃખ વેઠતી વખતે અતિ થવા લાગે તો ધૃતિ જવા માંડે, તેના કારણે સંયમનું પાલન દુષ્કર બની જાય. દુઃખની અતિ કરતાં પણ સુખની રિત વધુ ભૂંડી છે. સુખની રિત જ દુઃખમાં અરતિ જન્માવે છે. એકવાર સુખની લાલચ મરી જાય તો દુઃખની અતિ ટાળવાનું કામ સાવ સહેલું છે. આથી જ અહીં અધૃતિના બીજ તરીકે સુખ ભોગવવાના સંકલ્પને પહેલી ગાથાથી જણાવે છે - कहं नु कुज्जा सामण्णं जो कामे न निवारए । पए पर विसीदंतो संकप्पस्स वसं गओ ? ॥२-१॥ સંકલ્પને વશ પડેલો હોવાથી પગલે પગલે સ્ખલનાને પામતો એવો જે સાધુ કામનું નિવારણ ન કરે તે શ્રમણપણું કઇ રીતે પાળી શક્યું ? અર્થાત્ નહિ પાળી શકે. સંકલ્પ એટલે અપ્રશસ્ત અધ્યવસાય. અને સુખ ભોગવવાનું મન તેનું નામ અપ્રશસ્ત અધ્યવસાય. આવા અધ્યવસાયને આધીન થયા પછી સાધક સંયમની સાધનાના સમયે દરેક સ્થાને વિષાદને પામે છે. આ રીતે વિષાદને પામનાર, કામોનું અર્થાત્ વિષયોપભોગની ઇચ્છાનું નિવારણ ન કરે તો તે કોઇ સંયોગોમાં સાધુપણું પાળી ન શકે. સંયમધર્મ પાળવા માટે તૈયાર થયેલાને મોટામાં મોટું વિઘ્ન હોય તો તે આ ઇચ્છા મુજબનું જીવન છે. હ્રામ્યન્તે રૂતિ ામા:। જે ઇચ્છાય તેને કામ કહેવાય. પાંચેય ઇન્દ્રિયોના મનોજ્ઞ (મનોહર) એવા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ વિષયોને દ્રવ્યકામ કહેવાય છે અને એ વિષયોની ઇચ્છાને ભાવકામ કહેવાય છે. દ્રવ્યમાં તાકાત નથી કે નુકસાન કરે. દ્રવ્ય ત્યારે જ નડે કે જ્યારે તેની ઇચ્છા થાય. આથી ભાવકામને અહીં વિઘ્ન તરીકે જણાવ્યો છે. ઇચ્છાકામ અને મદનકામ : એમ બે પ્રકારે ભાવકામ (૮૦) Page #84 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રશસ્ત એવા મોક્ષ વગેરેની ઈચ્છાને પ્રશસ્ત ઈચ્છા સ્વરૂપ કામ કહેવાય છે અને સંસારસંબંધી કોઈપણ ઈચ્છાને અપ્રશસ્ત ઈચ્છા સ્વરૂપ કામ કહેવાય છે. આ ઈચ્છાકામ લોભમોહનીયકર્મના ઉદયથી જાગે છે, જ્યારે મદનકામ વેદમોહનીયકર્મના ઉદયથી જાગે છે. સ્ત્રીવેદાદિના ઉદયથી જે વિષયોપભોગાદિની ઈચ્છા જાગે છે તેને મદનસ્વરૂપ કામ કહેવાય છે. અહીં મુખ્યત્વે મદનકામને આશ્રયીને વાત કરી છે. સ્ત્રીને ભોગવવાની ઈચ્છા સ્વરૂપ કામરાગને જો દૂર કરવામાં ન આવે તો સાધુપણું કોઈપણ રીતે પાળી નહિ શકાય. આજે મોટા ભાગનાં સાધુસાધ્વીજીની એ ફરિયાદ છે કે દીક્ષા લેતી વખતે જે ઉલ્લાસ હતો તે પાળતી વખતે નથી. આ ફરિયાદનું નિદાન આ અધ્યયનની પહેલી ગાથામાં સ્પષ્ટપણે કરી આપ્યું છે. દુઃખ વેઠવા માટે સાધુપણું લઈને નીકળેલા પણ ધૃતિ ગુમાવીને ઘરભેગા થવા તૈયાર થતા હોય તો તે આ સુખની લાલચના કારણે. આ નિદાન અનન્તજ્ઞાનીઓએ કર્યું છે. સાધુપણામાં વિસ્રોતસિકાનો પરિણામ સુખની લાલસાના કારણે જાગે છે. મોક્ષ તરફ લઈ જનાર પરિણામની ધારા તેનું નામ સ્ત્રોત અને સંસાર તરફ લઈ જનાર પરિણામની ધારા તે વિસ્ત્રોત, આ પરિણામની તુચ્છતા જણાવવા માટે 'ઈક' પ્રયત્ન લાગીને વિસ્રોતસિકા શબ્દ બને છે. સાધુ થયા પછી પાછા સંસારમાં જવાની ઈચ્છા તેનું નામ વિસ્રોતસિકા. આજે ‘દુઃખ ઘણું છે એમ બતાવે પણ “સુખની લાલચ નડે છે એવું ન બોલે તો તેવાની ચિકિત્સા કઈ રીતે કરાય ? દુઃખે પેટ અને કૂટે માથું તો દુઃખાવો કઈ રીતે દૂર કરાય ? બગડે મન અને કહે કે ગુરુ બરાબર નથી, સહવર્તી બરાબર નથી - તો તેની ફરિયાદનો નિકાલ કઈ રીતે લવાય? ખોટું દર્દ બતાવે તો નિદાન પણ ખોટું થાય અને ચિકિત્સા પણ ઊંધી પડે. જ્યારે જ્યારે સાધુપણામાં અરતિની ફરિયાદ કરે ત્યારે સમજી લેવું કે સુખની લાલચ જાગી છે. આજે આવી સાચી કબૂલાત કરનારા કેટલા મળે? શ્રી મેઘકુમારમાં એટલી લાયકાત હતી કે સાધુભગવન્તોની ભૂલ ન બતાવી, પોતાની અસહિષ્ણુતાને આગળ કરી. મારો સંથારો ધૂળવાળો કર્યો એમ ન કહ્યું, મને ઊંઘ ન આવી – એમ કહ્યું. સુખશીલતાના કારણે આટલું દુઃખ વેઠાય એવું નથી – એમ કહીને ઘરે જવા તૈયાર થયા હતા. ફરિયાદ કરવાની રીત આ છે. આપણે શું કહીએ ? અમારો સંથારો ધૂળથી ભરાઈ જાય, અમારી ઊંઘ બગડે એવી રીતે આ લોકો ચાલે છે, તેમની સાથે કેવી રીતે ફાવે? કોઈની ઊંઘ ન બગડે એટલો તો વિવેક રાખવો જોઈએ ને ?... એવું એવું કહીએ ને ? શ્રી મેઘકુમાર જાણતા હતા અને માનતા હતા કે સાધુપણામાં આવું અને આટલું દુઃખ આવે જ. સાધુપણામાં દુ:ખની ફરિયાદ ન હોય, અસહનશીલતાની ફરિયાદ હોય. દુઃખની ફરિયાદ કરનારને દુઃખ ટાળવાના ઉપાય બતાવવા પડે જ્યારે (૮૧) Page #85 -------------------------------------------------------------------------- ________________ અસહિષ્ણુતાની ફરિયાદ કરનારને સહિષ્ણુતા કેળવવાના ઉપાય બતાવવાના રહે. દુ:ખ ટાળવું એ આપણા હાથની વાત છે કે સહનશીલતા કેળવવી એ આપણા હાથની વાત છે ? અસહિષ્ણુતાની ફરિયાદનો નિકાલ થઈ શકે છે. કારણ કે એમાં આપણી જાતને સુધારવાની વાત આવે. જ્યારે દુઃખની ફરિયાદનો નિકાલ થઇ શકે એમ નથી. કારણ કે એમાં બીજાને સુધારવાની વાત આવે, જે શક્ય નથી અને એ આપણો અધિકાર પણ નથી. આપણે તો એ કહેવું છે કે આ દુ:ખની અસહિષ્ણુતાના મૂળમાં પણ સુખની અપેક્ષા પડેલી છે – એ જ સંયમમાં થનારી અસ્કૃતિનું બીજ છે. આજે તમે દીક્ષા લઇ ન શકતા હો કે અમે દીક્ષા પાળી ન શકતા હોઇએ તો તેનું કારણ એક જ છે કે સુખની લાલચ મરતી નથી. આ નિદાન શ્રી શય્યભવસ્વામી મહારાજે કર્યું છે, અનન્તજ્ઞાની ભગવન્તોએ કરેલું આ નિદાન છે. એની સામે વિકલ્પો ઊભા કર્યા વિના તેને હૈયાથી સ્વીકારવા જેટલી સરળતા કેળવી લઇએ તો કાંઇક રસ્તો નીકળે એમ છે. આજે અમારા મુમુક્ષુઓ પણ અમને પૂછવા આવે કે ઓછામાં ઓછું કેટલું વેઠવું પડે ? અમારે કહેવું પડે કે ભાઇ ! સહન ઓછું થશે તો વાંધો નહિ પણ રાગ સંપૂર્ણ છોડીને આવજે. સુખશીલતા અસહનશીલતાને જન્મ આપે છે. સાધુપણું લેવા ન દે કે પાળવા ન દે એવી આ સુખની લાલચ છે. સંસારનું સુખ ગમે છે માટે દીક્ષા લેવાતી નથી અને સંસારનું સુખ ગમવા માંડે તેથી દીક્ષા પળાતી નથી. સાધુપણું જો પાળવું હશે તો સુખનો રાગ માર્યા વગર અને દુઃખ ઉપર પ્રેમ કેળવ્યા વગર નહિ ચાલે. સંસારના સુખ ઉપરનો રાગ માર્યા વગર અને દુઃખ ઉપર પ્રેમ કેળવ્યા વગર સમ્યક્ત્વ પણ ન મળે તો ચારિત્ર કેવી રીતે પળાય ? દુઃખ વેઠવાની સ્થિરતા અને સુખ છોડવાની સ્થિરતા એનું જ નામ ધૃતિ છે. દુઃખ તો આના કરતાં ય નરકાદિ ગતિમાં ઘણું વેઠ્યું છે. જે બાકી છે તે સુખ છોડવાનું બાકી છે. જે ગતિમાં જેટલું પણ સુખ મળ્યું એમાં ચોંટી પડવાના સંસ્કાર એવા ગાઢ છે કે એ જલદી ભૂંસાય એવા નથી. આથી જ એક વાર સુખ છોડયા પછી પાછું એ વળગે નહિ – એ માટેની ધૃતિ કેળવવી – એ સાધુપણાના પાલન માટે જરૂરી છે. તમારી આગળ આ બધું વર્ણન કરવાનું કારણ એ છે કે તમને સાધુપણું ઉદ્દયમાં કેમ આવતું નથી તેનું વાસ્તવિક કારણ સમજાય, સાધુપણામાં આવેલાને પણ પતનને અભિમુખ બનાવનાર સુખની લાલચની ભયંકરતા તમારી નજર સામે આવે અને સાથે કોઇપણ સાધુસાધ્વી તમારી આગળ ખોટી ફરિયાદ કરે તો તેનો યોગ્ય ઉકેલ તમે કાઢી શકો. સાધુસાધ્વીને ગુરુની ફરિયાદ કરવાનો અધિકાર નથી તેમ તમને પણ ફરિયાદ સાંભળવાનો અધિકાર નથી. જ (૮૨) Page #86 -------------------------------------------------------------------------- ________________ તમારા પરિચિત હોય, સંબંધી હોય કે સગાં દીકરાદીકરી વગેરે હોય પણ જો તે ગુરુ કે સહવર્તીની ફરિયાદ કરે તો તેમને સ્પષ્ટપણે કહી દેવું કે સાધુપણામાં આવી ફરિયાદ કરવાની હોય નહિ. જો સાધુપણું પાળવું હશે તો સુખની – અનુકૂળતાની અપેક્ષા મૂક્યા વગર નહિ ચાલે અને દુ:ખ સહેવાનું સત્ત્વ કેળવ્યા વગર નહિ ચાલે. આથી જ અહીં કહ્યું છે કે સંકલ્પને આધીન થયેલો સાધુપણું પાળી ન શકે. સંકલ્પ એટલે અપ્રશસ્ત અધ્યવસાય. સુખ મેળવવાનો અને દુઃખ ટાળવાનો અધ્યવસાય અપ્રશસ્ત છે. આવા પરિણામવાળા સંયમમાર્ગમાં અલના પામવાના જ. રસ્તો ગમે તેટલો સરળ હોય, પણ ચાલવાનું મન જ જેને ન હોય તે ડગલે પગલે સ્કૂલના જ પામે ને ? સંકલ્પને આધીન થયેલાનું ચિત્ત કશામાં ચોંટતું નથી. આજે ઘણાની ફરિયાદ છે કે પ્રતિક્રમણમાં ચિત્ત લાગતું નથી. અમારા જેવા કદાચ કહે કે અર્થનો ઉપયોગ નથી રાખતા માટે ભાવ નથી આવતો. બાકી અમને પણ ખબર છે કે ભાવ નથી આવતો એનું કારણ એક જ છે કે પાપ ખરાબ નથી લાગતું અને સુખ ગમે છે. સ્વાધ્યાયમાં ચિત્ત ન લાગતું હોય તેનું પણ આ જ કારણ છે. જેને વિષયની આસક્તિ ચઢી ગઈ હોય તેને જ્ઞાન ન ચઢે. રોગ ભલે અનેક હોય તેનું નિદાન એક જ છે અને એથી ચિકિત્સા પણ એક જ પ્રકારની છે. બધા દોષોનું નિદાન સુખનો રાગ અર્થાત્ મોહ છે. અને એ મોહને મારવા માટે “સઝાયસમો નલ્થિ મંતો’ (સ્વાધ્યાયસમાન કોઈ મંત્ર નથી.) જેને સાધુ થવાની ઈચ્છા હોય જેને સાધુપણું લેવું હોય તેણે વિષયનો વિરાગ કેળવ્યા વિના ચાલે એમ નથી. આજે ક્રિયારૂચિ પર જેટલો ભાર અપાય છે તેટલો વિષયના વિરાગ પર નથી અપાતો. વિષયના રાગને દૂર કરવા માટે શાસ્ત્રમાં ઉત્કટમાં ઉત્કટ કોટિના ઉપાય બતાવ્યા છે. જરૂર પડે તો અનશન કરવાની પણ રજા આપી છે. રાગની માત્રા વધતી હોય તો વિષયથી દૂર રહેવું – એવી ભલામણ યોગશતકમાં કરેલી છે. જેને જે વસ્તુ માફક ન આવે તેનાથી દૂર રહેવાનું ડોક્ટરો પણ કહે છે ને ? દૂધની કે માવાની વસ્તુ માફક ન આવે તો ડોક્ટરો કાયમ માટે બંધ કરવાનું કહે ને ? આજે વિષયોનો રાગ જતો નથી- એવી ફરિયાદ કરનારાને સૌથી . પહેલાં પૂછવું પડે કે રાગ કાઢવો છે ખરો ? વિષયોની વચ્ચે રહે અને પછી રાગ નડે છે – એની ફરિયાદ કરે તે ચાલે ? વિષયોથી દૂર રહેવા છતાં નડે છે એમ કહે તો તેને ઉપાય બતાવાય. શ્રી યોગશતકમાં કહ્યું છે કે રાગ, દ્વેષ અને મોહ : આ ત્રણે ભેગા થઈને ભાવરોગને ઉત્પન્ન કરે છે. આ ત્રણમાંથી આપણને ક્યારે ક્યો દોષ નડે છે તે તપાસી લેવાનું. જેને જે વસ્તુ ગમતી હોય તેનાથી તેણે જિંદગીભર દૂર રહેવું. એનું (૮૩) Page #87 -------------------------------------------------------------------------- ________________ નામ પણ ન સાંભળવું, તેનું સ્મરણ પણ ન કરવું. આજના મુમુક્ષુઓને વિષયની વચ્ચે રહીને રાગ મારવો છે! સંસારમાં રહીને વૈરાગ્ય આવે પછી તેમને નીકળવું છે! ઉકરડામાં બેસીને કોઈ કહે કે દુર્ગધ દૂર થાય તો બહાર નીકળું - તો એ શક્ય બને ખરું? જે વિષયની વચ્ચે વિરાગી રહી શકે તેવા વિષયો વચ્ચે રહે તો વાંધો નહિ. જેની પાસે એવું સત્ત્વ ન હોય તેણે તો વિષયથી આઘાને આઘા જ રહેવું. આરોગ્ય મેળવવું હોય તેણે રોગનાં નિમિત્તોથી દૂરને દૂર રહેવું, તેમ વૈરાગ્ય જેને જોઈતો હોય તેણે રાગનાં નિમિત્તોથી દૂર-સુદૂર રહેવું. જેઓ રાગનાં નિમિત્તોથી દૂર રહેવા તૈયાર ન હોય તેમને વૈરાગ્ય જોઇતો નથી – એમ સમજી લેવું. અહીં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે જેઓ પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયો સ્વરૂપ કામોનું નિવારણ ન કરે તેઓ સંકલ્પને આધીન થઈને ડગલે ને પગલે સ્કૂલના પામે છે. આથી અહીં શિષ્ય શંકા કરે છે કે “ભગવન્! બધા માટે આવું બને ?' કારણ કે જો બધા માટે આવું ન બનતું હોય અને કોઇક જીવને જ આવું થતું હોય તો આપણને વાંધો નહિ આવે’ – એમ સમજીને શિષ્ય સાધુ થવા તૈયાર છે. આજે આપણે પણ પૂછીએ ખરા કે ‘બધાને આવું થાય ?' પરંતુ એ આપણી જાતને બાદ કરવા પૂછીએ. કોઈકને આવું થાય અને એમાં આપણો જ નંબર લાગે તો? એના કરતાં દીક્ષા ન લેવી સારી - એમ કહીને પોતાની જાતના બચાવ માટે જે પૂછીએ ને? જ્યારે અહીં શિષ્ય માર્ગનો અર્થી છે, આથી માર્ગ પામવાના આશયથી પૂછે છે. જે અર્થી હોય તે ચઢનારાનાં આલંબન લે અને જે અનર્થી હોય તે પડનારાનાં આલંબન લે. અહીં ગુરુભગવન્ત શિષ્યની શંકાનું નિરાકરણ કરતાં જણાવે છે કે દુર્બુદ્ધિવાળા ક્ષુલ્લકની જેમ કોઈક જ સાધુ સંકલ્પને આધીન થઈને પગલે પગલે સ્કૂલના પામે છે, બાકી બુદ્ધિશાળી માણસો તો આ જ અનુકૂળ વિષયોમાં વૈરાગ્ય પામી, ભવ-અટવીને ઉલ્લંઘી જાય છે. આથી શિષ્ય પૂછે છે કે “એ ક્ષુલ્લક સાધુ કોણ હતા ?' આથી ગુરુભગવન્ત તે ક્ષુલ્લકસાધુનું કથાનક કહે છે. તમને કથા સાંભળવી ગમે ને ? સ. એમાં રસ પડે. રસ પડે એટલે ઊંઘ પણ ન આવે - ખરું ને? એટલે નક્કી છે ને કે રસ નથી પડતો માટે ઊંઘ આવે છે અને રસ કેમ નથી પડતો? અર્થકામનો રસ પડ્યો છે માટે. જેને અર્થકામનો રસ હોય તેને ધર્મમોક્ષની વાતમાં રસ ન પડે. અહીં કથાનકમાં જણાવે છે કે એક પિતાએ પુત્ર સાથે દીક્ષા લીધી હતી. પુત્રના સ્નેહના કારણે પિતામુનિ તેને જે જે અનુકૂળતા જોઈએ તે બધી જ આપતા હતા. તે કહે કે મારાથી (૮૪) Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉઘાડા પગે ચલાતું નથી તો તેને જોડા લાવી આપ્યા. તે કહે કે તડકો બહુ લાગે છે તો તેને માથે છત્ર રાખવાની રજા આપી. તે કહે કે પરસેવો બહુ થાય છે તો તેને પ્રાસુક જળથી સ્નાનની રજા આપી. તે કહે કે મારાથી ગોચરી નહિ જવાય તો તેને ગોચરી લાવીને આપવા માંડ્યા. ક્ષુલ્લક તો જેમ જેમ અનુકૂળતા મળતી ગઈ તેમ તેમ નીચે ને નીચે ઊતરતો ગયો. અંતે એક દિવસ શુલ્લક મુનિએ પોત પ્રકાશ્ય અને પિતામુનિને કહ્યું કે હું અવિરતિ (સ્ત્રી) વિના નહિ રહી શકું. ત્યારે પિતામુનિને પોતાની ભૂલ સમજાઈ. સ્નેહના યોગે શિથિલતા પોષી, તેનું આ પરિણામ આવ્યું-એમ સમજીને પોતાના પુત્રને દીક્ષા માટે અયોગ્ય જાણીને કાઢી મૂક્યો. પિતામુનિનો સ્નેહ ઊતરી ગયો આથી તેઓ તો આરાધનામાં લાગી ગયા. સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવ થયા. આ બાજુ ક્ષુલ્લક સાધુ ઘરમાં આવ્યો. કશું કામ આવડતું ન હતું, નિર્વાહ કઈ રીતે કરે ? એક ઠેકાણે પ્રસંગ નિમિત્તે જમણવાર હતો, ત્યારે ભિખારીઓને પણ જમાડતા હતા. તેમાં જઈને ખાધું. ઘણા દિવસે ખાવા મળ્યું એમ સમજીને એટલું ખાધું કે તેના કારણે અજીર્ણ થઈ ગયું. વિભૂચિકાના કારણે ત્યાં જ મરીને પાડો થયો. આ બાજુ દેવ થયેલા પિતામુનિએ પૂર્વના સ્નેહના યોગે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું. પુત્રને પાડો થયેલો જાણીને તેને પ્રતિબોધવા માટે દેવલોકમાંથી આવ્યા. એ પાડાને અત્યંત ભારવાળા ગાડામાં જોડ્યો. ભારના કારણે ચાલે નહિ એટલે તેને પ્રહાર કરતા જાય, આર ભોંકતા જાય અને જે જે અનુકૂળતા સાધુપણામાં માંગી હતી તે અનુકૂળતાની માંગણીને જણાવનારાં વચનો ક્રમસર સંભળાવતા જાય. એમ કરતાં છેલ્લું અવિરતિની માંગણીનું વચન સાંભળીને પાડાને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભારની પીડાથી હાંફી ગયેલો, ત્રાસી ગયેલો પાડો પણ જાતિસ્મરણ જ્ઞાન થતાંની સાથે શાંત થઈ ગયો. પૂર્વભવનું સાધુપણું યાદ આવ્યું. અવિરતિની આસક્તિના કારણે સાધુપણાની જે વિરાધના કરી તેના કારણે પોતાની આ દશા થઈ છે – એ જાણી પોતે કરેલ વિરાધનાનો ભારે પશ્ચાત્તાપ થયો. આ પશ્ચાત્તાપના યોગે પ્રતિબોધ પામેલા તે પાડાએ અણસણ કર્યું અને પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. આપણી શી ઈચ્છા છે ? સાધુ થઈને ઠેકાણું પાડવું છે કે પાડા થઈને ? સ. જવાબ નહિ મળે. જવાબ નહિ આપો એમ સમજીને જ પૂછ્યું છે. બાકી તો ખબર જ છે કે ઠેકાણું પાડવું જ નથી : સાધુ થઈને ય નહિ અને પાડા થઈને ય નહિ. સુખ જ્યાંથી મળે ત્યાંથી ખંખેરી લેવું છે – આ જ મનોદશા છે ને? તો ક્યાંથી ઠેકાણું પડે ? (૮૫) Page #89 -------------------------------------------------------------------------- ________________ સ. અનુકૂળતા એ પાપનું મૂળ છે. સાચું કહો છો ? હૈયાથી બોલો છો ? આટલું જો સમજાયું હશે તો અઠ્ઠાઈ મહોત્સવ કરવો પડશે. અનુકૂળતા જો પાપનું મૂળ છે એવું લાગતું હોય તો તેનું સિંચન નથી કરવું – આટલું નક્કી કરવું છે? શાસ્ત્રમાં કહયું છે કે સ્નેહના સિંચનથી. રાગ વધે છે. તેના કારણે કર્મબંધ થાય છે અને કર્મના યોગે સંસારમાં પરિભ્રમણ ચાલુ છે. ક્યારે પણ કોઈ અનુકૂળતા આપવાની વાત કરે તો તેને કહેવું. શરીરની ચિંતા છોડ, આત્માની ચિંતા કરવી હોય તો કર. સાધુસાધ્વી તો શરીરની ચિંતા છોડીને આત્માની ચિંતા કરવા માટે જ અહીં આવ્યા છે ને ? તો તેઓ ગુરુ કે સહવર્તી પાસે શરીરની અનુકૂળતા સચવાય એવી અપેક્ષા ન જ રાખે ને ? ઊલટું શરીરની ચિંતા કરે ત્યારે હાથ જોડીને, પગમાં પડીને વિનંતિ કરવી કે – શરીરની ચિંતા તો સગાસંબંધી ઘણી કરતા હતા એ ચિંતા કરવી નથી માટે સગાને છોડીને અહીં આવ્યો છું. આપ મારા શરીરની ચિંતા ના કરશો. પાપ મજેથી તો શું, પણ અજાણતાં પણ ન જું - એને ચોવીસે કલાક ધ્યાન રાખજો. મારાં પાપોને આપ જ્ઞાની જાણો છો. તેનાથી મને બચાવો. ક્યાંક પણ પાપ કરતો દેખાઉં, સુખ ભોગવતો દેખાઉં તો મને કડકાઈ કરીને પણ તેનાથી દૂર રાખજો. મને માઠું લાગે તો ભલે, પણ મારી-મારા હિતની ઉપેક્ષા ન કરશો. સ. પાપ પાપ લાગવું જોઈએ ને? તો પછી અનુકૂળતા પાપનું મૂળ છે – એ વચન બોલવા ખાતર જ બોલ્યા હતા, તે નક્કી ને ? જેઓ પોતાની જાતને છેતરીને લોકોને સારું લગાડવા માટે બોલે એવાઓનાં વચનની કોઈ કિંમત નથી. જે અસમાધિનાં નિમિત્તોથી દૂર રહેવા રાજી ન હોય અને અસમાધિની ફરિયાદ કરે તેને સમાધિ કઈ રીતે અપાય ? અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે સુખ મેળવવાનો અને દુઃખ ટાળવાનો પરિણામ તેનું નામ સંકલ્પ. આ સંકલ્પને આધીન બની જેઓ પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોની ઈચ્છાનું નિવારણ ન કરે તેઓ માટે સંયમ દુરારાધ્ય છે. આ રીતે કામભોગોનું નિવારણ ન કરનારા જેમ સાધુ નથી, તે જ રીતે આજીવિકાદિના ભયના કારણે જેઓએ દીક્ષા લીધી છે તેઓ દ્રવ્યથી સાધુક્રિયાને કરતા હોવા છતાં સંક્લિષ્ટ ચિત્તવાળા હોવાથી ત્યાગી નથી- તે જણાવે છે. અર્થાત્ પૂર્વે કામનો ત્યાગ ન કરવાના કારણે શ્રમણ્ય-સાધુપણું નથી હોતું, તે જણાવ્યું. હવે કામોનો ત્યાગ હોવા છતાં પણ સાધુપણું કઈ રીતે નથી હોતું તે બીજી ગાથાથી જણાર્થે છે : (૮૬) Page #90 -------------------------------------------------------------------------- ________________ वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । अच्छंद्रा जे न भुंजंति, न से चाइत्ति वुच्चइ ॥२-२॥ સ્વાધીને નહિ એવાં વસ્ત્ર, સુગંધી દ્રવ્યો, અલંકાર, સ્ત્રીઓ અને પલંગ વગેરેને જેઓ ભોગવતા નથી, તેઓ ત્યાગી કહેવાતા નથી : આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે વિષયનો ભોગવટો ન કરે છતાં પણ ભોગવટાનો પરિણામ પડ્યો હોય તો તે ત્યાગી એટલે કે સાધુ નથી કહેવાતા. વિષયથી દૂર રહેવા માત્રથી વિસ્તાર નથી થતો, વિષયના ભોગવટાના પરિણામથી દૂર રહેવું છે. વિષયો ખરાબ નથી, વિષયને ભોગવવાનો પરિણામ ખરાબ છે. વિષયથી દૂર રહેવા માત્રથી મોક્ષ મળતો હોય તો ભિખારી, તિર્યંચ વગેરેને સૌથી પહેલાં મોક્ષ મળે. વિષયના ભોગવટાનો પરિણામ માત્ર વિષયની યાચનામાં નથી, વિષયો મને મળે તો સારું આવી જે મનથી પ્રાર્થના છે તેનું જ નામ વિષયનો પરિણામ. સંયોગો ન હોય માટે પાપ ન કરે તેને ધર્મી ન કહેવાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પાપના પરિણામ જાગ્યા પછી પણ ભાન આવી ગયું તો સંયોગો હોવા છતાં પરિણામનો અમલ ન કર્યો. આથી બચી ગયા. જ્યારે તંદુલિયો મત્સ્ય સંયોગો ન હોવાથી પાપની પ્રવૃત્તિ કરી શકતો નથી પણ પાપની પ્રવૃત્તિ ન કરવા છતાં પાપના પરિણામ હોવાથી તેને નરકે જવું પડે છે. માટે નક્કી છે કે વિષયથી દૂર રહે તે ત્યાગી નહિ, વિષયના ભોગવટાથી દૂર રહે તે પણ ત્યાગી નહિ, વિષયભોગના પરિણામથી દૂર રહે તે જ ત્યાગી કહેવાય છે. જેને (ભોગવવાનો) પરિણામ જ ન હોય તે વિષયનો ભોગવટો કરે શા માટે ? અને જેને વિષયો ભોગવવા જ નથી તે વિષયોને રાખે શા માટે? આથી શરૂઆત કરવી હોય તો વિષયોને દૂર કરવાથી જ કરવી પડશે. વિષયોની ઈચ્છા નથી માટે વિષયોથી દૂર જ રહેવું છે. કદાચ વિષયો પાસે હોય તોપણ ભોગવવા નથી. જેમ રોગાદિના કારણે, વિષયો મળવા છતાં પણ ભોગવતા નથી તેમ રાગાદિનું કારણ હોવાથી મળેલા પણ વિષયોને જે ભોગવતા નથી તે ત્યાગી છે. કોઈવાર વિષયનો ભોગવટો કર્યા વગર ચાલે એવું ન હોય તો પણ ભોગના પરિણામથી દૂર જ રહેવું. આથી નક્કી છે કે માત્ર વિષયથી દૂર રહેવામાં કે તેના ભોગવટાથી દૂર રહેવામાં ત્યાગ નથી, વિષયના પરિણામથી દૂર રહેવામાં ત્યાગ સમાયેલો છે. વિષય કે ભોગવટાથી દૂર રહેવામાં ત્યાગ ત્યારે મનાય કે જ્યારે પરિણામથી દૂર રહેવાનું મન તેમાં પડેલું હોય. પહેલાં વિષયો ટાળવા, વિષયો આવે તો ભોગ ટાળવો, અને ભોગવટો કરવો જ પડે તો પરિણામ ટાળવા. જેમ રસ્તામાં ચાલતી વખતે સામેથી કોઈ ભટકાય નહિ તેની (૮૭) Page #91 -------------------------------------------------------------------------- ________________ કાળજી સૌથી પહેલાં રાખવાની, કદાચ કોઇ ભટકાઇ જાય તો પડી ન જવાય તેની કાળજી રાખવી અને તે પછી પણ પડી જ જવાય તો વાગે નહીં તેની કાળજી રાખો ને ? તે જ રીતે અહીં સમજી લેવું. તમે પણ અહીં એવું જ કરો છો ને ? સાધુ પાસે જવું જ નહિ. કદાચ જઇએ તો પણ દીક્ષાની વાત કાઢવી જ નહિ. અને જો દીક્ષાની વાત નીકળી તો આપણે ઉપેક્ષાપૂર્વક સાંભળીને આંખ આડા કાન કરીને ઊભા થઈ જવું. આના કારણે જ સાધુ પાસે જવા છતાં દીક્ષા ન પામ્યા ને ? તમે સાધુ પાસે જાઓ તો કઇ વાત કરો ? તમે કયા ગામના ? ક્યાં ચોમાસુ કર્યું છે ?હવે ક્યાં જવાના ? આવું આવું જ પૂછો ને ? આજે તમને નિયમ આપી દઉં કે સાધુભગવન્ત પાસે જઇને આડી-અવળી વાતો નહિ કરવાની ? સાધુ પાસે જઇને ચારિત્રની વાત કરી હોત તો અત્યાર સુધીમાં ચારિત્ર પામી ગયા હોત. એના બદલે તો આજે અમારા જેવા કદાચ પૂછે કે બાવીસ પરિષહ કે દસ યતિધર્મ સમજવા છે તો શું કહો? કાલે આવીશ, આજે ટાઇમ નથી-એમ જ ને ? તમે સાધુથી ને સાધુપણાથી જેટલા અળગા રહો તેટલા અળગા વિષયથી અને વિષયના પરિણામથી રહે તે સાધુ કહેવાય. ..... આ બીજી ગાથામાં એ જણાવ્યું છે કે વિષયો પાસે ન હોય માટે ન ભોગવે તે ત્યાગી નથી કહેવાતા. અમને જે બ્રાહ્મણપંડિતજી ભણાવવા આવતા હતા તેમને અમે કહીએ કે આ સાધુને દૂધ કાયમ માટે બંધ છે, આ સાધુને મિઠાઇ કાયમ માટે બંધ છે, આ સાધુને શાકભાજી કાયમ માટે બંધ છે, ત્યારે અમારા પંડિતજી કહેતા કે અમારા બિહારમાં તો માણસો માત્ર સક્કુ અને મરચું ખાઇને પગે રીક્ષા ચલાવે છે. દૂધ-મિઠાઇ તો એમણે જિંદગીમાં જોયાં નથી. આમ છતાં પણ પાછા પંડિતજી કહેતા કે ‘એમને તો મળતું નથી માટે ખાતા નથી. જ્યારે તમને તો મળે છે છતાં પણ તમે લેતા નથી માટે તમે ત્યાગી કહેવાઓ – એ બરાબર છે'. એ લોકો પણ એમ સમજતા હતા કે છતી વસ્તુને ન ભોગવવામાં ત્યાગનો પરિણામ સમાયેલો છે. આયંબિલમાં બે ચાર કે પાંચ-સાત દ્રવ્ય વાપરે – એમાં નવાઇ નથી. પારણે કેટલાં દ્રવ્ય વાપર્યાં - એ પૂછવું પડે ને ? ભગવાન પારણું કરે તો કેટલાં દ્રવ્યોથી કરે ? એક જ ને ? આપણને પારણામાં કેટલાં દ્રવ્યો જોઇએ ? એકથી ફાવે તો બે દ્રવ્ય નથી કરવાં અને બે દ્રવ્યથી ચાલે તો ત્રણ નથી લેવાં આટલું નક્કી કરવું છે ? વિષયોનો ત્યાગ નકામો છે – એમ નથી કહેવું. પરંતુ વિષયના ત્યાગ માત્રથી નિસ્તાર થતો નથી -એ સમજાવવું છે. ત્યાગ, ત્યાગના પરિણામવાળો જોઇએ. (૮૮) Page #92 -------------------------------------------------------------------------- ________________ અસ્વાધીન (અ ંદા) ભોગને જે ભોગવતા નથી તે ત્યાગી નથી કહેવાતા – આ વિષયમાં અહીં સુબન્ધુમંત્રીની કથા છે. ચંદ્રગુપ્ત જ્યારે રાજા થયો ત્યારે ચન્દ્રગુપ્તના રાજ્યમાં નંદરાજાનો સુબંધુ નામનો મંત્રી હતો જે ચાણક્ય પ્રત્યે દ્વેષને ધારણ કરતો હતો. આથી ચન્દ્રગુપ્તરાજાની નજરમાંથી ચાણક્ય ઊતરી જાય એ માટે તે ચાણક્યનાં છિદ્રો જોયા કરતો હતો. નંદરાજાને હણીને ચાણક્યે ચન્દ્રગુપ્તને રાજ્ય અપાવ્યું હતું, આથી ચન્દ્રગુપ્ત ચાણક્યને ગુરુતુલ્ય માનતો હતો. તેથી ચાણક્ય માટે સીધેસીધી તો ફરિયાદ ન કરાય. રાજ્ય કહેવાય ચન્દ્રગુપ્તનું, પણ રાજ્ય ચલાવવાનું કામ તો ચાણક્ય જ કરતો હતો. આથી સુબન્ધુને ચાણક્ય ઉપર ભારે ઇર્ષ્યા હતી. એકવાર અવસર પામીને સુબન્ધુમંત્રીએ રાજાને કહ્યું કે ‘તમારા ચિત્તમાં ભલે અમારું સ્થાન ન હોય પણ સેવકનું કર્તવ્ય છે કે સ્વામીના હિતની ચિંતા કર્યા વગર ન રહેવું....' આવું બોલનાર તમને તો સરળહૃદયી લાગે ને ? આ પ્રમાણે રાજાને આવર્જિત કરીને કહ્યું કે - તમારી માતાને ચાણક્યે મરાવી હતી. રાજાએ એ વાતની ખાતરી માટે પોતાની ધાવમાતાને પૂછ્યું. ધાવમાતાએ કહ્યું કે ખરી વાત છે. પરંતુ એ વખતે રાજાએ કારણ ન પૂછ્યું તેથી ધાવમાતાએ કાંઇ સ્પષ્ટતા ન કરી. તેથી રાજાને ચાણક્ય પ્રત્યે અણગમો થયો. રાજ્યના કાર્ય માટે ચાણક્ય જ્યારે રાજા પાસે આવ્યો ત્યારે રાજાએ ચાણક્ય સામે નજર પણ ન કરી, મોઢું ફેરવી લીધું. ચાલાક ચાણક્ય સમજી ગયો. રાજા નારાજ થયા છે અને આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે–એમ સમજીને પોતે અનશન સ્વીકારવાનું નક્કી કર્યું. પોતાના પરિવારના સભ્યોને આપવાનું ધન વગેરે આપી દીધું. એક સુગન્ધી દ્રવ્યવિશેષ તૈયાર કરી તે અંગેની સૂચનાનો પત્ર લખીને તે દ્રવ્યની સાથે તે પત્ર એક ડબીમાં મૂક્યો. ડબીને પાછી એક પેટીમાં મૂકી. એ પેટી બીજી પેટીમાં એમ ચાર પેટીમાં ડબી મૂકી અને તે મોટી પેટીને એક ગુપ્ત જગ્યામાં ખીલા મારીને મૂકી. અન્ને પરિવારજનોને હિતશિક્ષાદિ આપીને ગોકુળમાં છાણાની વચ્ચે ઇંગિનીમરણથી અણસણ સ્વીકાર્યું. રાજાએ ધાવમાતાને પૂછ્યું કે ચાણક્ય ક્યાં છે. ધાવમાતાએ બધી હકીકત જણાવી, માતાને મારવાનું કારણ પણ કહ્યું અને રાજાની નારાજી જાણી ચાણક્યે અણસણ સ્વીકાર્યું છે - એ પણ કહ્યું. એ સર્વ વૃત્તાન્ત જાણી રાજાને પોતાની ભૂલનો પસ્તાવો થયો. પરિવારસહિત ચાણક્યને પાછા બોલાવવા ગયા. ગોકુળમાં આવીને ચાણક્યની ક્ષમાપના કરી. બહુમાનપૂર્વક નગરમાં પાછા ફરવા જણાવ્યું. ચાણક્યે કહ્યું કે મેં સર્વપરિત્યાગ કરીને ભગવાનના શાસનનું અણસણ સ્વીકાર્યું છે હવે પાછા ન ફરાય. એમ કહીને પાછા ધ્યાનમુદ્રામાં સ્થિર થઇ ગયા. (૮૯) Page #93 -------------------------------------------------------------------------- ________________ ચાણક્ય કોઈ સંયોગોમાં પાછા નહિ આવે – એમ સમજી રાજા પાછા ફર્યા. એટલામાં સુબધુએ રાજાની અનુજ્ઞા લઈને ચાણક્યની પૂજા કરવાના બહાને ધૂપ બાળીને તેનો અંગારો છાણા પર નાખ્યો. એ છાણા બળવા માંડ્યા અને તેમાં રહેલ ચાણક્ય પણ બળીને સમાધિપૂર્વક મરણ પામી દેવલોકમાં ગયા. આ બાજુ સુબંધુએ રાજાને વિનંતિ કરી કે – ચાણક્યનું ઘર મને આપો. રાજાની અનુજ્ઞા મળવાથી ચાણક્યના ઘરમાં ગયો. ઘરમાં બધે નજર કરી, એક ઓરડો વાસેલો જોયો. એમાં કાંઈક પણ હશેએવા કૌતુકથી તે ઓરડાનાં બારણાં તોડીને અંદર પેઠો. તેમાં પેલી પેટી જોઈ. એ પેટીને ઉઘાડી. એમાંની એક પછી એક પેટી ઉઘાડીને છેવટે દાભડો ખોલ્યો. તેમાં મઘમઘાટ કરતું સુગન્ધી દ્રવ્ય પત્ર સાથે જોયું. એ દ્રવ્યને કુતૂહલથી સુંધીને તે પત્ર ખોલીને વાંચ્યો. તેમાં જણાવ્યું હતું કે આ ચૂર્ણને જે સુંઘે છે તે જો સ્નાન કરે, શરીર શણગારે, ઠંડું પાણી પીએ, મોટી શય્યામાં સૂએ તેમ જ આવી જાતના ઈષ્ટ વિષયોને ભોગવે અને સાધુભગવન્તોની જેમ ન જીવે તો તે તરત મરી જશે. સુબધુએ તરત જ તે ચૂર્ણ બીજાને સૂંઘાડીને એ પ્રમાણે ખાતરી કરી લીધી. હવે સુબધુ શું કરે ? પત્રની વિગત સાચી હોવાની ખાતરી થવાથી મરણના ભયે સુબધુ ઈષ્ટ વિષયોનો ત્યાગ કરી સાધુની જેમ જીવન જીવવા લાગ્યો. છતાં તે સાધુ ન કહેવાય ને? તેવી રીતે જેઓ અસ્વાધીનપણે પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ભોગવટો કરતા નથી તેઓ ત્યાગી-સાધુ કહેવાતા નથી. અસ્વાધીનપણે વિષયોનો ત્યાગ કરનારાનું મન વિષયમાં લાગેલું હોવાથી તેને ત્યાગી નથી કહેતા. એવી જ રીતે સ્વાધીનપણે વિષયોનો ત્યાગ કરનારા કોઈ વાર તે તે વિષયમાં પ્રવૃત્તિ કરતા દેખાતા હોવા છતાં તેમનું મન વિષયોથી ઊભગી ગયું હોવાથી તેઓ વિષયના ભોગી નથી કહેવાતા. ત્યાગ કે ભોગનું નિયમન પ્રવૃત્તિના આધારે નથી કરાતું. રાગની પરિણતિના આધારે થાય છે. સાધુભગવનો વિષયથી અને વિષયના રાગથી વિરામ પામેલા હોવાથી ત્યાગી કહેવાય છે. કોઇવાર અપવાદપદે રસકસવાળા આહારાદિ વિષયમાં પ્રવૃત્તિ કરે તો પણ તે ભોગી નથી કહેવાતા. અપવાદે વિષયોનું ગ્રહણ ક્યા સંયોગોમાં, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરાય તે માટે શાસ્ત્રમાં સુષમાનું દષ્ટાન્ત આવે છે. ચિલાતીપુત્ર સુષમાનું અપહરણ કરી ગયા ત્યારે સુષમાના માતા, પિતા, ભાઈ વગેરે તેને પકડવા તેની પાછળ પડ્યા હતા. એ લોકોને નજીક આવતા જાણી અંતે ચિલાતિપુત્રે સુષમાનું માથું તલવારથી કાપીને તેનું ધડ ત્યાં મૂકી Page #94 -------------------------------------------------------------------------- ________________ એકલું મસ્તક હાથમાં લઇને દોડવા લાગ્યા. સુષમાના પરિવારજનોએ સુષમાનું ધડ જોઇને આગળ જવાનું માંડી વાળ્યું. ચિલાતીપુત્રની પાછળ દોડતાં દોડતાં તેઓ ખૂબ થાકી ગયા હતા અને જંગલમાં એવા સ્થાને આવીને ઊભા હતા કે જ્યાં કોઇ ફળનું વૃક્ષ કે પાણીનું સરોવર જોવા ન મળે. ભૂખ અને તરસના કારણે તેમના પ્રાણ કંઠે આવી ગયા હતા. છેવટે ગત્યન્તરાભાવે સુષમાના માતાપિતા, ભાઇ વગેરેએ સુષમાના ધડમાંથી જ તેનાં માંસ અને રક્તનો ઉપભોગ કર્યો. એ ઉપભોગ કેટલો અને કેવી રીતે કર્યો હશે ? પોતાની બહેન કે દીકરીના માંસના ઉપભોગના પરિણામ કોઇને ન હોય ને? તેમ સાધુભગવન્તોને વિષયના ભોગનો પરિણામ ન હોય. સાધુને વિષયનો પરિભોગ કેવા સંયોગોમાં અને કેટલા પ્રમાણમાં હોય તે જણાવવા પૂરતું જ આ દૃષ્ટાન્ત છે. વિષયનો પરિભોગ હોવાથી પ્રવૃત્તિ હોવા છતાં લેપાતા ન હોવાથી પરિણતિ નથી. પરિણતિ એ મનનો વિષય છે. અને મન હોય ત્યાં રાગ ભળેલો જ હોય. રાગ હોય ત્યાં મન ભળેલું હોય. મનથી જે પાપ બંધાય છે તે રાગથી જ બંધાય છે. મનવચનકાયાની પ્રવૃત્તિને રાગદ્વેષનું પરિબળ મળે તો જ કર્મબંધ થાય. તેથી મનથી જે કર્મબંધ થાય તે રાગદ્વેષપ્રત્યયિક જ હોય છે. સાધન મન બને છે એ વાત સાચી પણ રાગ હોય તો જ મન સાધન બને. જ્યારે રાગ ન હોય ત્યારે મનવચનકાયા કોઇ કર્મબંધનું કારણ બનતા નથી. કષાયપ્રત્યયિક બંધ જ બંધમાં ગણાય છે. યોગપ્રત્યયિક બંધને બંધ તરીકે ગણતા નથી. કારણ કે રાગ ગયા પછી જે યોગપ્રત્યયિક બંધ થાય છે તે માત્ર શાતાવેદનીયનો અને તે પણ બે સમયની સ્થિતિવાળો હોય છે. તેથી જે કાંઇ ચિંતા કરવાની છે તે કષાયપ્રત્યયિક બંધની કરવાની છે. કષાયપ્રત્યયિક બંધ શુભ પ્રકૃતિનો હોય તોપણ તે સંસારમાં રાખનારો હોવાથી નથી જોઇતો. પુણ્યપ્રકૃતિ બંધાઇ જાય અને તેથી સંસારમાં રખડવું ન પડે તે માટે કષાયપ્રત્યયિક બંધ ટાળવા માટે પ્રયત્ન કરવો છે. મનના પાપ ટાળવા માટે સૌથી પહેલાં રાગ કાઢવો પડશે. સ. વધુ ખરાબ શું ? જે નડે તે. કોઇને રાગ વધારે નડે, કોઇને દ્વેષ વધારે નડે, કોઇને મોહ વધારે નડે અને કોઇને ત્રણે ત્રણ નડે. આપણને બધું જ નડે છે – એમ સમજી કામે લાગવું છે. કોને શું નડે છે – એ વિચારવા નથી બેસવું. આપણે આપણા રાગાદિ દોષને જ પ્રાધાન્ય આપવું છે. (૯૧) Page #95 -------------------------------------------------------------------------- ________________ સ. “મન પર્વ મનુષ્યનાં ઝાર વમોક્ષયોઃ' એમ કહ્યું છે ને? જો મન જ બંધનું કારણ હોય તો ભગવાનને મન હોવા છતાં કર્મબંધ કેમ નથી થતો - એવી શંકા ન પડી ? મનથી જે કર્મ બંધાય તે રાગના કારણે જ બંધાય છે. રાગદ્વેષસહચરિત મન જ બંધનું કારણ છે. આથી જ શ્રી વાસુપૂજયસ્વામી ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “ક્લશે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર'. ક્લેશ એટલે સંક્લેશ. અને સંલેશ એટલે રાગદ્વેષની પરિણતિ. મુહપત્તિના બોલમાં ‘મન પરિહરું નથી આવતું, કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહરું આવે છે. સ. મનદંડ પરિહરું આવે છે ને? આ મૂલોચ્છેદી પાંડિત્ય કહેવાય. કારણ કે તમારી જે ડાળ તમે કાપી રહ્યા છો. મનદંડ બોલ્યા એટલે નક્કી છે કે મન જેના કારણે દંડનું કારણ બને છે તેનો પરિહાર કરવાનો છે, અને તે રાગદ્વેષ જ છે. આથી પ્રતિક્રમણમાં પણ રાગેણ વા, દોસણ વા' કહ્યું. રાગ અને દ્વેષ ચાલ્યા ગયા પછી માત્ર દ્રવ્યમાન હોય છે ત્યારે કેવળીને કેવળ યોગપ્રત્યયિક બંધ થાય છે. આથી તેમને પ્રતિક્રમણ નથી હોતું. મનને કર્મબંધનું કારણ બનાવનાર રાગદ્વેષ છે. આમ છતાં આજે, મન માંકડા જેવું છે – એ યાદ આવે પણ રાગ સર્પ જેવો છે – એ યાદ નથી આવતું. બધા મનની ફરિયાદ કરવા આવે કે મન ઠેકાણે રહેતું નથી, પણ રાગની ફરિયાદ કરવા કોઈ આવતું નથી. રાગના કારણે મન બગડે છે અને એથી ખરાબ વિચાર આવે છે. સાધુ-સાધ્વીને ખરાબ વિચાર આવતા નથી કારણ કે તેઓ રાગને આધીન બનતા નથી. સાધુભગવનો ભણે એ રીતે, ગુરુની નિશ્રામાં રહે એ રીતે અને ભગવાનની આજ્ઞા પાળે એ રીતે કે જેથી તેમને ખરાબ વિચાર, નકામા વિચાર આવે જ નહિ. સ. મન સાધ્યું એટલે શું? મન સાધ્યું એટલે આપણી ઇચ્છાને બાજુએ મૂકીને ગુરુની ઈચ્છા પ્રમાણે જીવવા તૈયાર થવું. મનને ગુરુની ઈચ્છા મુજબ વર્તવા માટે તૈયાર કરવું – એનું નામ મનની સાધના. આજે ભક્તભક્તાણી કે સગપરિચિત પ્રત્યે જેટલું બહુમાન છે એટલું ગુરુ પ્રત્યે નથી, તેથી ગુરુની ઈચ્છા મુજબ જીવવાનું શક્ય બનતું નથી. જેની પ્રત્યે બહુમાન હોય એની ઇચ્છાને અનુસર્યા વિના ચેન ન પડે. ગુરુનું મોટું જોઈને સાધુપણામાં આવેલા જો ગૃહસ્થોનું મોટું જોઈ જીવ્યા કરે તો એવાનો નિસ્તાર કઈ રીતે થાય ? Page #96 -------------------------------------------------------------------------- ________________ સ. માટે જ દીક્ષા દોહિલી કહી છે ને? દીક્ષા દોહિલી છે માટે તમે દીક્ષાથી આઘા રહ્યા છો કે સંસારમાં રહીને ઘી દૂધ દોહવાનું મન આકંઠ છે માટે ઘરમાં રહ્યા છો ? દીક્ષા દુષ્કર ભલે હોય પણ સંસારમાં સુખ મળે એ તો અશક્ય છે. જે દુષ્કર છે તેને સુકર બનાવી શકાય પણ અશક્ય વસ્તુમાં હાથ ઘાલવો એ તો મૂર્ખાઇભર્યો ધંધો છે. દીક્ષા દોહિલી છે તે રાગાધીનો માટે. વૈરાગ્યથી વાસિત બનેલાને તો દીક્ષા અત્યન્ત સુકર છે. દીક્ષા દોહિલી કહી છે એ યાદ રાખ્યું પણ રાગને સર્પજેવો કહ્યો છે – એ યાદ નથી ને ? રાગ ઝેરજેવો લાગે છે કે મીઠો લાગે છે? પોતે રાગ કરે તો ખરાબ ન લાગે અને કદાચ પોતાને રાગ ન હોય પણ બીજા જે પોતાની ઉપર રાગ કરે તો એ ય ગમી જાય ને ? આપણી પાસે ભમરાની જેમ માણસો ફરતા હોય તો પુણ્યોદય લાગે ને ? એ ભમરા લોહી ચૂસે તો ય શેર લોહી વધે ને ? ક્રોધને અગ્નિ જેવો માન્યા પછી પણ રાગ સર્પ જેવો નથી લાગતો ને ? આથી જ કહ્યું છે કે વિષયના ત્યાગી એ ત્યાગી નથી વિષયના રાગના ત્યાગી એ જ ત્યાગી છે. અલ્સરનો રોગી કાંઈ ખાય નહિ છતાં તે ત્યાગી નથી કહેવાતો. કારણ કે તેને રાગ-ઇચ્છા પડી છે. સાધુભગવન્તો કારણે વિગઈ વાપરે છતાં તેઓ ત્યાગી છે. કારણ કે તેમને ઈચ્છા નથી હોતી. ‘ઇચ્છા નથી તો વાપરે છે શા માટે ? આવી શંકા પડે તો સુષમાનું દૃષ્ટાન્ત યાદ રાખવું. અરણ્યમાંથી ઘરે પહોંચવા માટે ના છૂટકે જેમ ત્યાં અનિચ્છનીય પ્રવૃત્તિ કરી હતી તેમ સાધુભગવન્તો પણ સંસારમાંથી મોક્ષે પહોંચવા સંયમદેહના નિર્વાહ માટે આહારાદિની પ્રવૃત્તિ કરે. સાધુભગવત વાપરે તો મજા છે, જલસા છે એવું ન બોલવું. સુષમાનું દષ્ટાંત યાદ હોય તે કોઈ દિવસ એવું પૂછે નહિ કે - ઈચ્છા નથી તો સવારના પહોરમાં પાત્રો લઈને શા માટે નીકળી પડે છે? - જેઓ એવું બોલે છે તેઓ ભયંકર અજ્ઞાનના કારણે ભયંકર પાપ બાંધે છે. સાધુભગવન્તો વૈરાગ્યવાસિત હોવાથી ઈચ્છા વગર પ્રવૃત્તિ કરી શકે છે. સાધુપણામાં જે મજા છે તે વૈરાગ્યની મજા છે, રાગની નહિ. સાધુપણામાં આવીને રાગની મજા માણવા માટે મહેનત કરે તેની વાત જુદી છે, તેવાઓની તો કફોડી હાલત થાય છે. પરંતુ એનો અર્થ એ નથી કે બધા સાધુઓ એવા જ હોય છે. અપવાદભૂત સાધુઓને લઈને સાધુપણાની નિંદા કરનારા મહાપાપના ભાગીદાર બને છે. આ પાપમાંથી બચવું હોય તો આ બધું સમજીને શાંતિથી વિચાર્યા વગર નહિ ચાલે. (૯૩) Page #97 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વિષયની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના, અસ્વાધીન એવા વિષયોના ભોગવટાનો જેઓ ત્યાગ કરે છે તેઓ ત્યાગી નથી કહેવાતા, તો પછી ત્યાગી કોણ કહેવાય છે તે ત્રીજી ગાથાથી જણાવે છે : जे य कंते पिए भोए लद्धे वि पिट्ठीकुव्वइ। साहीणे चयइ भोए से हु चाइति वुच्चई ॥२-३॥ પ્રિય અને મનોહર એટલે મનગમતા એવા પ્રાપ્ત થયેલા (સામેથી આવેલા) ભોગોને જે પાછળ નાંખે છે, ભોગો તરફ પીઠ ફેરવે છે અર્થાત્ ભોગવતા નથી અને પોતાની ઈચ્છાથી તેનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે. આશય એ છે કે મનોહર અને પ્રિય એવા વિષયો મળી જાય તો તેને ગળે ન લગાડે પણ પોતાની ઈચ્છાથી પીઠ પાછળ નાખે તે જ સાધુ-ત્યાગી કહેવાય છે. અહીં શિષ્ય શંકા કરે છે કે – જે કાંત એટલે મનોહર હોય તે પ્રિય જ હોય તો પછી પ્રિય' વિશેષણ શા માટે આપ્યું છે? તેના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે મનગમતી વસ્તુ પણ ચાર કારણોસર અપ્રિય થઈ પડે છે. ૧. રોષ, ૨. પ્રતિનિવેશ, ૩. અકૃતજ્ઞતા અને ૪. મિથ્યાભિનિવેશ (પૂર્વગ્રહ). આ ચાર કારણોને લઈને વિદ્યમાન પણ ગુણો નાશ પામે છે અર્થાત્ ગુણકારી વસ્તુ પણ ગુણનું કારણ નથી બનતી. ગમે તેટલી મનગમતી વસ્તુ હોય પણ આપણે ગુસ્સામાં હોઈએ તો તે પ્રિયન લાગે ને ? ગુસ્સામાં મનગમતી વસ્તુનો ત્યાગ કરો તેને ત્યાગ ન કહેવાય, તે જણાવવા માટે આ વિશેષણ છે. એવી જ રીતે પ્રતિનિવેશ એટલે એક પ્રકારની વ્યગ્રતા. પ્રતિ એટલે વિપરીતમાં અને નિવેશ એટલે મન જોડવું. વિપરીત વસ્તુમાં મન જોડાય તેનું નામ પ્રતિનિવેશ. તમારી ભાષામાં કહીએ તો ઈન્કમટેક્સનું કામ આવે તો મનગમતી પ્રવૃત્તિ એક જ ઝાટકે મૂકી દો ને? અન્યત્ર ચિત્ત આસક્ત બને તો રમણીય વસ્તુ પણ રમણીય ન લાગે. આના ઉપરથી એ પણ નક્કી છે ને કે ધર્મ કરતી વખતે ચિત્ત નથી લાગતું તે, ધર્મ ખરાબ છે માટે કે અરમણીય છે માટે નહિ, ધર્મ કરતાં પણ બીજી વસ્તુ ચઢિયાતી લાગે છે - માટે ચિત્ત નથી લાગતું. અકૃતજ્ઞતા એટલે કૃતજ્ઞતાનો અભાવ. કૃતજ્ઞતાભાવ ન હોય ઉપરથી કૃતજ્ઞતા હોય તો મનોહર પણ ન ગમે ને ? કરેલા ઉપકારની કિંમત જેને હોય તેને કૃતજ્ઞ કહેવાય. એવા જે ન હોય તેવાઓ ગમે તેટલા કમનીય-સુંદર હોય છતાં પ્રિય નથી બની શકતા. ચોથો હેતુ છે મિથ્યાભિનિવેશ. મિથ્યા અભિનિવેશ એટલે પૂર્વગ્રહ. સારામાં સારી વસ્તુ કે વ્યક્તિ માટે એક વાર પૂર્વગ્રહ બંધાઈ જાય, પછી કોઈ ગમે તેટલું કહે છતાં ન ગમે ને ? આયંબિલની વસ્તુ ગરમાગરમ તાજી હોય (૯૪) Page #98 -------------------------------------------------------------------------- ________________ છતાં આયંબિલનું છે માટે સારું ન લાગે ને ? એની વાસથી પણ ઊલટી જેવું થાય ને? એની જેમ સમજવું. વસ્ત્રપાત્ર વગેરેમાં અમુક જ બરાબર છે એવો આગ્રહ બંધાય પછી બીજી સારામાં સારી વસ્તુ પણ ન ગમે તે મિથ્યાભિનિવેશ. આ રીતે ચાર કારણે કાંત પણ અપ્રિય બને એ જણાવ્યા બાદ હવે ‘લબ્ધ' વિશેષણનો વિચાર કરીએ. કાન્ત અને પ્રિય પણ વસ્તુ જો અલબ્ધ હોય તો તેનો ભોગવટો કોઈ કરતું નથી. જેમ સાધુભગવન્તો સારામાં સારી વસ્તુ દૂરના ઘરે મળે એમ હોય કે ૧૦:૧૨ માળ ચઢીને મળે એવી હોય તેવા વખતે ત્યાગ કરે તે ત્યાગ ન કહેવાય. કારણ કે નજીકમાં મળે તો વાપરવાનું મન છે. દુર્લભનો ત્યાગ કરવો તે ત્યાગ નહિ, સુલભ હોવા છતાં ન લે તો ત્યાગનો પરિણામ છે – એમ કહી શકાય. એ જણાવવા માટે લબ્ધ' વિશેષણ આપ્યું. વિષયના વૈરાગ્ય વિનાનો વિષયનો ત્યાગ, ત્યાગના ઘરનો નથી, તે જણાવવા માટે અહીં ભોગનાં ચાર વિશેષણ આપ્યાં છે. કાન્ત, પ્રિય, લબ્ધ અને સ્વાધીન. ચારમાંથી એકાદ વિશેષણ ઓછું હોય તો તેવા ભોગોનો ત્યાગ રાગી પણ કોઈ કારણસર કરતા હોય છે. આથી રાગીઓના ત્યાગના વ્યવચ્છેદ માટે આ ચાર વિશેષણ છે. કાન્ત, પ્રિય અને લબ્ધ એવા પણ ભોગો જો ડોક્ટર ના પાડે તો ન ભોગવીએ ને? આથી છેલ્લે ‘સ્વાધીન' વિશેષણ આપ્યું. ડોક્ટરના કહેવાથી ભોગનો ત્યાગ કરે તે સ્વાધીન ભોગનો ત્યાગ ન કહેવાય. મનગમતો વિષય હોય, પ્રિય હોય, પ્રાપ્ત-સામેથી મળે એવો હોય અને કોઇની રોકટોક ન હોય કે શરીરાદિને હાનિકારક ન હોય છતાં એનો ત્યાગ કરીએ તો સમજવું કે વૈરાગ્યપૂર્વકનો ત્યાગ છે. રાગી માણસ જે વિષયોનો ભોગવટો ન કરતો હોય તો સમજી લેવું કે આ ચારમાંથી કોઈને કોઈ વિશેષણની ખામી હશે. આ સૂત્રમાં પદે પદે ઊભા રહેવું પડે એવા તર્ક અને એવું તત્ત્વ આમાં ભરેલું છે. આપણા ભવોભવના સંસ્કારને વાચા આપવાનું કામ ગ્રંથકારશ્રીએ કર્યું છે. આવા ગ્રંથ પ્રત્યે બહુમાન જાગે અને ગ્રંથકારશ્રી પ્રત્યે આસ્થા પ્રગટે તો સંસાર છોડીને દીક્ષા લેવાનું મન થયા વિના ન રહે. આ પ્રકારના શાસ્ત્રકાર પ્રત્યેના તાત્વિક બહુમાનના પ્રભાવે રાગ પણ મરે, દ્વેષ પણ મરે અને મોહ પણ મરે... અને ક્રમે કરીને મોક્ષ મળે. રાગાદિથી દૂર રહેવા માટે મનને મારવું પડશે, શરીરને કેળવવું પડશે. રાગાદિ દોષો એની મેળે નથી જવાના, એને પ્રયત્નપૂર્વક કાઢવા પડશે. ક્ષણમાત્રના કાલ્પનિક સુખ ખાતર જિંદગી વેડક્વી નથી. આપણી ઇચ્છાઓ માટે આખી જિંદગી વેડફી નાંખી. હવે બચેલી જિંદગી શાસ્ત્રોના જ્ઞાન માટે આપવી છે. આ સૂત્રને સંપૂર્ણપણે ભણવાની યોગ્યતા દીક્ષા લીધા વિના પ્રગટતી નથી, તેથી દીક્ષા લેવી છે ને ? દીક્ષા કાલે મળતી હોય તો આજે મળે અને આજે (લ્પ) Page #99 -------------------------------------------------------------------------- ________________ મળતી હોય તો અત્યારે મળે – એવું કાંઈક કરવું છે. એક વાર સંકલ્પબળ મજબૂત થાય તો નક્કર પરિણામ આવે. હવે અહીં શિષ્ય શંકા કરે છે કે એક વાર “મોર' પદ આપ્યા પછી બીજી વાર મો' પદ શા માટે આપ્યું છે? ... આ શંકાના નિરાકરણમાં જણાવ્યું છે કે – સંપૂર્ણ ભોગોનો ત્યાગ કરવાનું સૂચવવું છે માટે બે વાર જણાવ્યું. ત્યક્ત (તજેલા) અને ઉપનત (નવા આવેલા) : એમ બન્ને પ્રકારના ભોગોનો ત્યાગ કરવાનો છે. તપેલાને પાછા ગ્રહણ ન કરવા અને નવા આવેલાને સ્વીકારવા નહિ – એ જણાવવા માટે ભોગનું ગ્રહણ કર્યું છે. તમારી ભાષામાં કહીએ તો પરસેવો પાડીને મેળવ્યું હોય કે વારસામાં મળ્યું હોય તે બધાનો ત્યાગ કરવાનો છે. કાળા-ધોળાં કરીને ભેગું કર્યું હોય કે સામેથી ભેટણામાં મળ્યું હોય : કોઈ પણ ભોગ ભોગવવા નથી એમ સમજીને જે ત્યાગ કરે તે ત્યાગી કહેવાય છે. સાધુપણામાં આવતી વખતે જે જે ભોગોનો ત્યાગ કરીને આવ્યા એવા ભોગો સામેથી આવે કે કોઈ ધરે છતાં પણ તેનો સ્વીકાર ન કરે અને પીઠ પાછળ કરે તેને ત્યાગી કહેવાય. શ્રી વજસ્વામી મહારાજાને પરણવા માટે કરોડો રૂપિયા સાથે ઋષિદત્તા નામની કન્યા સામેથી આવેલી. સાધ્વીજી ભગવાના મુખે આચાર્યભગવન્તના ગુણો સાંભળીને તેમના પ્રત્યે આસક્ત બની તેમને જ પરણવાની ઈચ્છાથી આવેલી. તેણીના પિતાએ સમજાવવા છતાં તેમના સિવાય બીજાને નહિ પરણવાની હઠ લઈ બેઠેલી હોવાથી તેણીના પિતા તેને પરણાવવા માટે આવ્યા હતા. પરંતુ શ્રી વજસ્વામી મહારાજા સાવધ હોવાથી ચૂક્યા નહીં. ચૂક્યા હોત તો કેવું અનિષ્ટ પરિણામ આવતી પરંતુ ભગવાનના શાસનના પરમાર્થને પામેલા મહાપુરુષો અનિષ્ટ પરિણામના કારણ બને નહિ. શ્રી વજસ્વામી મહારાજાએ તેને પ્રતિબોધ પમાડી સાધ્વી બનાવી. આ રીતે ગૃહસ્થપણાના ભોગોનો ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી ફરી તે ભોગો સામે આવે તો પણ તેને ગ્રહણ ન કરે તે જણાવવા માટે બે વાર ભોગોનું ગ્રહણ કર્યું છે. એવી જ રીતે ગાથામાં વિપકવ્ય પદથી ત્યાગ બતાવ્યા બાદ ફરી વાર વય પદથી ત્યાગ કરવાનું બતાવ્યું છે – એનું કારણ શું? આવી શિષ્યની શંકાના નિરાકરણમાં જણાવે છે કે – પ્રતિસમય અર્થાત્ ક્ષણે ક્ષણે ત્યાગનો પરિણામ જેનો વૃદ્ધિ પામતો હોય તે ખરા ત્યાગી છે, એમ સૂચવવા માટે બે વાર ત્યાગનું ગ્રહણ કર્યું છે. એક વાર ત્યાગનો પરિણામ જાગ્યા પછી જે એમાં મંદતા આવે તો તે ત્યાગ આજે નહિ તો કાલે ભોગમાં પરિણામ પામવાનો. આથી જ ત્યાગીઓએ ત્યાગના પરિણામમાં મંદતા ન આવે અને એની વૃદ્ધિ થતી રહે તે માટે સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. (૯૬) Page #100 -------------------------------------------------------------------------- ________________ આ ગાથામાં ‘તે હૈં પતિ વુન્નરૂ' આ પ્રમાણે છેલ્લે હૈં પદથી તે જણાવ્યું છે કે આ રીતે, છતા ભોગોનો જે ત્યાગ કરે તેવા ભરતમહારાજા વગેરે જ ત્યાગી કહેવાય છે, બીજા નહિ. આ સાંભળીને ફરી શિષ્ય શંકા કરે છે કે જો ભરતમહારાજા, જંબૂસ્વામી વગેરેની જેમ વિદ્યમાન ભોગોનો ત્યાગ કરે તેઓ જ ત્યાગી કહેવાતા હોય તો જેઓ દરિદ્ર હોવા છતાં દ્રમકની જેમ ભાવથી દીક્ષા અંગીકાર કરી શ્રમણપણાના પાલનમાં ઉદ્યત થયા હોય તેમને અત્યાગી માનવા પડશે... આવી શંકાના નિરાકરણમાં જણાવે છે કે એ દ્રમકે પણ ત્રણ કરોડ રત્નોને છોડ્યા હતા. આ અનુસંધાનમાં અહીં રંકની કથા જણાવી છે. શ્રી સુધર્માસ્વામીજીની દેશના સાંભળીને એક કઠિયારો દીક્ષા લેવા તૈયાર થયો હતો. ભગવાનના સાધુ શ્રીમંત અને રંકને એકસરખી રીતે દેશના આપનારા હોય. શ્રીમંતની પાસે જે હોય તે પણ છોડાવે અને નવું ન મેળવવાનું શીખવે. જ્યારે રંકને જે મળ્યું નથી એની ઇચ્છા પણ મૂકી દેવાનું શીખવે. આવી વૈરાગ્યભીની દેશના સાંભળી કઠિયારાએ વૈરાગ્યપૂર્વક શ્રી સુધર્માસ્વામીજી પાસે દીક્ષા લીધી. દીક્ષા કોણ લે ? કઠિયારો જ લે ને ? કે કઠિયારો પણ લે ? આ તો પોતે લેવા તૈયાર ન થાય અને કદાચ આવા કોઇ તૈયાર થાય તો પાછા તેની ટીકા કરતાં કહે કે બિચારાના બે ભવ સુધર્યાં. આ ભવમાં ખાવાપીવાની ચિંતા ટળી અને પર ભવમાં પણ લહેર છે. જેને દીક્ષા પ્રત્યે બહુમાન હોય તે આવી ટીકા ન કરી શકે. કોઇના પરિણામ જાણ્યા વગર તેના વિષયમાં બોલવાનો આપણને કોઇ અધિકાર નથી. અહીં પણ લોકોએ સારા પરિણામ ન જોયા અને માત્ર પ્રવૃત્તિ જોઇને નિંદા કરવાનું શરૂ કરી દીધું. એ સાધુ ભિક્ષા લેવા જતા ત્યારે લોકો ગોચરીપાણી વહોરાવવાના બદલે કહેતા કે-ખાવાનું હતું નહિ માટે દીક્ષા લીધી. આ સાધુ શૈક્ષ(નવા) હોવાના કારણે આ અરતિપરિષહ સહી ન શક્યા આથી તેમણે આચાર્યભગવન્તને કહ્યું કે આ પરાભવ મારાથી સહન નથી થતો, આથી આપણે બીજે જતા રહીએ... આ રીતે રંક સાધુની અસહનશીલતા જાણીને શ્રી સુધર્માસ્વામીજીએ ત્યાંથી વિહાર કરવાનું નક્કી કર્યું. કોઇ સંઘના આગેવાનનેં બોલાવ્યા નથી કે કોઇને ફરિયાદ કરી નથી. માત્ર અભયકુમાર મંત્રીશ્વર આવ્યા ત્યારે તેમને કહ્યું કે-અમે અહીંથી વિહાર કરીને જઇએ છીએ. ત્યારે અભયકુમાર મંત્રીશ્વરે પૂછ્યું કે-ભગવન્ ! માસક‚પ્રાયોગ્ય આ ક્ષેત્ર છે તો આમ અચાનક અહીંથી વિહાર કરી જવાનું પ્રયોજન શું છે ? ત્યારે શ્રી સુધર્માસ્વામીજીએ કારણ જણાવ્યું. ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે–ભગવન્ ! આપ કોઇ જાતની ચિંતા કર્યા વિના અહીં બિરાજો. લોકોના અપવાદનું હું કોઇક ઉપાય વડે (૯૭) Page #101 -------------------------------------------------------------------------- ________________ -- નિવારણ કરું છું. આથી આચાર્યભગવન્તે વિહાર સ્થગિત કર્યો. અભયકુમાર મંત્રીશ્વર સમર્થ અને મહાબુદ્ધિશાળી હતા. તેમણે કોઇના ઉપર બળપ્રયોગ નથી કર્યો, કે ઢંઢેરો પિટાવીને જણાવ્યું નથી કે-જે આવું બોલશે તેની જીભ ખેંચી કાઢીશ. લોકો એની મેળે સમજીને બોલતા અટકી જાય-એવું કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે નગરની મધ્યમાં એક એક કોટિ રત્નના ત્રણ ઢગલા કર્યા. અને નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે અભયકુમાર મંત્રીશ્વર રત્નોનું દાન આપે છે. જેને જોઇએ તે લઇ જાય. આખા નગરના લોકો ત્યાં ભેગા થયા. મંત્રીશ્વરે લોકોને કહ્યું કે-તેને આ ત્રણ કોટિ રત્ન આપીશ કે જે અગ્નિનો, સચિત્ત પાણીનો અને મહિલાનો-સ્ત્રીનો જીવનભર માટે ત્યાગ કરે અર્થાત્ તેનો સ્પર્શ પણ ન કરે. આ સાંભળીને લોકો કહેવા માંડ્યા કે જો આ ત્રણને અડવાનું ન હોય તો આ રત્નોનું શું કામ છે ? ત્યારે અભયકુમાર મંત્રીશ્વરે કહ્યું કે - પેલા રંકે આજીવન આ ત્રણનો ત્યાગ કરેલો છે છતાંય તે આ રત્નો લેવા આવ્યો નથી. તો પછી એવું શા માટે બોલો છો કે રંક હતો માટે દીક્ષા લીધી. તમે જેને દરિદ્ર હોવાથી દીક્ષા લીધી-એમ કહો છો તેણે પણ ત્રણ કરોડ રત્નોનો ત્યાગ કરેલો જ છે. આ પ્રમાણે સાંભળીને લોકોએ પોતાની ભૂલ કબૂલીને કહ્યું કે હે સ્વામિન્ આપની વાત સાચી છે. ત્યાર પછી લોકો નિંદા કરતા અટકી ગયા. આથી સમજી શકાય છે ને કે પોતાની પાસે વિષયો ન હોવાથી તેનો ત્યાગ નહિ કરનારા પણ મહાત્માઓ, લોકમાં સારભૂત મનાતા એવા અગ્નિ, પાણી અને સ્ત્રીનો તો ત્યાગ કરે જ છે. તેથી તેઓ પણ ત્યાગી જ કહેવાય છે. જેની પાસે વિષયો હોય તે વિષયો છોડે અને જેની પાસે વિષયો ન હોય તે વિષયો મેળવવાનું મન છોડે. વિષયો જોઇતા નથી માટે વિષયો છોડવા છે અને વિષયો જોઇતા નથી માટે વિષયો મેળવવા નથી. આ રીતે રાજા હોય કે રંક હોય; બન્નેને ‘વિષયો જોઇતા નથી' આ પરિણામ હોય તો તે બન્ને ત્યાગી છે. આથી નક્કી છે કે જે વિષયના, વિષયના પરિભોગના અને વિષયના પરિણામ(ઇચ્છા)ના ત્યાગી હોય તે જ ખરા ત્યાગી છે. ઉપર જણાવ્યા મુજબ વિષયો હોય કે ન હોય તોપણ તેના ત્યાગના પરિણામને લઇને જ આત્મા ત્યાગી કહેવાય છે. આવા ત્યાગીવૈરાગી મહાત્માઓને પણ કોઇ વાર પૂર્વકૃત નિકાચિત કર્મના ઉદયથી પૂર્વે સેવેલા ભોગોના અનુસ્મરણથી અથવા તો કુતૂહલવૃત્તિથી મનમાં અસંયમના વિચાર આવતા હોય છે અને તેથી તેઓનું મન સંયમ માર્ગથી બહાર નીકળતું હોય છે... એ વખતે શું કરવું જોઇએ તે આગળની ગાથાથી જણાવે છે. આજે ઘણા લોકો ફરિયાદ કરે છે ને કે – આપણે વિષયો લેવા (૯૮) Page #102 -------------------------------------------------------------------------- ________________ ન જઈએ, પણ વિષયો જ એવા છે કે સામેથી આવે તો લેવાનું મન થયા વગર ન રહે. ન મળે ત્યાં સુધી વાંધો નહિ, પણ મળ્યા પછી છોડવાનું મન નથી થતું.... આવી ફરિયાદનો ઉપાય પણ આ ગાથાથી જણાવે છે... समाइ पेहाइ परिव्वयंतो, सिया मणो निस्सरइ बहिद्धा । न सा महं नो वि अहंपि तीसे, इच्चेव ताओ विणइज्ज रागं ॥२-४॥ જીવમાત્રમાં સમાનદષ્ટિવાળા અર્થાત્ પોતાના આત્માતુલ્ય સર્વ જીવોને ગણનારા અને ગુરુભગવન્તના ઉપદેશાદિ દ્વારા સંયમમાર્ગે પ્રયાણ કરનાર ત્યાગી મહાત્માનું મન સંયમમાર્ગથી બહાર નીકળે ત્યારે તે મારી નથી અને હું તેણીનો નથી એ પ્રમાણે વિચારીને તેની પ્રત્યેનો રાગ દૂર કરવો જોઈએ... આ પ્રમાણે આ ગાથાનો સામાન્ય અર્થ છે. આપણે પહેલાં જ જોઈ ગયા કે આ અધ્યયનમાં મુખ્યતયા મદનકામની વાત છે. કારણ કે મોટા ભાગે સ્ત્રીસંબંધી રાગ જ સંયમીઓને પણ સંયમમાર્ગથી બહાર લઈ જાય છે. આથી અહીં એને અનુલક્ષીને રાગને જીતવાનો ઉપાય બતાવ્યો છે. સાધુભગવન્તો સમાનદષ્ટિવાળા હોય છે. મને જેમ સુખ પ્રિય છે તેમ બીજાને પણ સુખ પ્રિય છે. મને જેમ દુઃખ નથી ગમતું તેમ બીજાને પણ દુઃખ નથી ગમતું. આ રીતે પોતાની જાત સાથે બીજાને સરખાવે તે જ સાધુપણું પાળી શકે. મને દુઃખ ગમતું નથી માટે બીજાને નહિ જ આપું અને મને સુખ ગમે છે માટે બીજાનું સુખ છીનવી નહિ લઉં – આનું નામ સમાનદષ્ટિ. કોઈને સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પણ કોઇના સુખમાં આડે ન આવવું અને કોઇના દુઃખમાં નિમિત્ત ન બનવું એ આપણા હાથની વાત છે. એક સંન્યાસીએ સિકંદરને કહ્યું હતું કે “આપણે કોઈની પણ જે વસ્તુ લઈએ, તે પાછી આપી શકાય એવી ન હોય તો લેવી નહિ.” સિકંદરે કહ્યું કે – સમજાયું નહિ. સંન્યાસીએ કહ્યું કે - કોઈના પણ પ્રાણ લઈએ તો પાછા આપી ન શકાય, માટે લેવા નહિ. આજે આપણને એટલો નિયમ ખરો કે કોઈનો પૈસો લીધો હોય તો પાછો આપી જ દેવો ? . દેવું પૂરું કરવા જાત ઘસી નાખવી પણ દેવું લઈને નથી જવું - એટલું ખરું? આજે દેવાદાર દેવું માફ કરવા દીક્ષા લેવા તૈયાર થઈ જાય - એ કેવી મનોવૃત્તિ કહેવાય ? સાધુભગવન્તો આવા ન હોય. આ રીતે સમાનદષ્ટિથી ગુરુભગવાના વચનાનુસારે ચારિત્રપાલનમાં રત બનેલા સાધુને કોઈક વાર ક્યાંક રાગ થઈ જાય તો તે આ રીતે એ રાગને દૂર કરે કે - “તે મારી નથી, હું એનો નથી. જ્યારે પણ મને બહાર જાય ત્યારે કેટલી ત્વરાથી તેને પાછું વાળવું તે માટે અહીં રાજપુત્રનું દષ્ટાન્ત આપ્યું છે. (૯૯) Page #103 -------------------------------------------------------------------------- ________________ એક રાજપુત્ર બહાર ફરવા નીકળેલો. એક દાસી તે માર્ગેથી માથે પાણીનો ઘડો લઈને પોતાના ઘર તરફ જતી હતી. તે રાજપુત્રે રમતરમતમાં કૌતુકથી તે દાસીના ઘડા પર કાંકરી નાંખી. તેનાથી તે ઘડામાં કાણું પડ્યું. એ જાણીને દાસી આકુળવ્યાકુળ થઈ ગઈ, હવે શું કરવું.... એની ચિંતામાં મૂંઝાવા લાગી. દાસીની એ વ્યાકુળતા જોઈને રાજપુત્રને વિચાર આવ્યો કે “જો રક્ષક જ ભક્ષક બને તો કોની આગળ જઈને ફરિયાદ કરવી ?, પાણીમાંથી આગ પ્રગટે તો તે બુઝાવવી કેવી રીતે ?' આ રીતે પોતાની ભૂલનો ખ્યાલ આવતાંની સાથે કાદવના ગોળાથી એ કાણું હસ્તલાઘવકળાથી પૂરી નાખ્યું. તેવી જ રીતે સંયમમાંથી મન બહાર જાય તો પ્રશસ્ત પરિણામ વડે તે અશુભસંકલ્પસ્વરૂપ છિદ્રને પૂરીને ચારિત્રરૂપી જળની રક્ષા કરી લેવી. વિકાર જાગતાંની સાથે તે જ ક્ષણે ત્યાંથી ખસી જવું. દરેક આત્મા પોતપોતાના કર્મના ફળને ભોગવનારા હોય છે. કર્મના યોગે થયેલા સંબંધ એ આત્માનો સંબંધ ક્યાંથી કહેવાય ? જે સંબંધ લાગે છે તે અતાત્વિક જ છે. આથી જ તત્ત્વનું દર્શન કરાવવા માટે સા માં નો વિ મા તીરે આ મંત્રનો જાપ કરવાનું જણાવ્યું. આ વિષયમાં અહીં એક વણિકપુત્રનું દષ્ટાન્ત આપ્યું છે. એક વાણિયાના પુત્ર પોતાની સ્ત્રીનો ત્યાગ કરી સાધુ થયા હતા. પાછળથી તે પતિતપરિણામી થયા. રોજ તે આ પ્રમાણે ગોખતા હતા કે તે મારી નથી, હું તેનો નથી. પરંતુ પતિત પરિણામના કારણે તે વિચારવા લાગ્યાં કે તે મારી છે અને હું પણ તેણીનો છું... તે મારી સ્ત્રી મારા પર અનુરાગવાળી છે તો હું તેનો ત્યાગ શા માટે કરું.. આ પ્રમાણે વિચારી સાધુના વેષમાં જ પોતાની સ્ત્રી જે ગામમાં હતી ત્યાં ગયા. ત્યાં જઈને ગામના પાદરે કૂવો હતો ત્યાં ઊભા હતા. ત્યાં તેમની સંસારીપણાની પત્ની પાણી ભરવા આવેલી. આ વણિપુત્રની દીક્ષા થયા બાદ તે શ્રાવિકા થયેલી અને તેથી દીક્ષા લેવાની ઇચ્છા ધરાવતી હતી. તેણી પોતાના પતિને ઓળખી ગઈ. પણ આ સાધુએ તેને ઓળખી નહિ. આથી તે સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે - અમુકની પુત્રી જીવે છે કે મરી ગઈ? કારણ કે પેલા સાધુ વિચારે છે કે જે તે જીવતી હોય તો દિક્ષા છોડું, નહિ તો દીક્ષા છોડવાનું શું કામ છે ?, પેલી સ્ત્રી સમજી ગઈ કે આ મારા રાગે દીક્ષા છોડવાની ઈચ્છા ધરાવે છે. જો આવું અનિષ્ટ થશે તો અમે બંને સંસારમાં રખડીશું. આથી તેણે સાધુને કહ્યું કે – એ સ્ત્રી તો બીજાને પરણાવી દીધી. આ સાંભળીને પેલા સાધુ વિચારવા લાગ્યા કે - સાધુભગવન્તોએ મને સાચું જ ગોખાવ્યું હતું કે - તે મારી નથી અને હું એનો નથી. મેં ખોટો વિચાર કર્યો. આ પ્રમાણે વિચારીને પરમસંવેગને પામ્યા. અને પાછા ગુરુભગવન્ત પાસે આવીને આલોચના કરીને ચારિત્રમાં સ્થિર થયા. આ રીતે જેમ એ સાધુભગવતે આ (૧૦) Page #104 -------------------------------------------------------------------------- ________________ જાપ વડે પોતાનું મન વૈરાગ્યથી વાસિત બનાવ્યું તેમ જેનું મન વૈરાગ્યમાર્ગની બહાર જાય તેણે પોતાના મનને સ્થિર કરવું. હવે તમે પણ આજે આ જાપ કરતા કરતા ઘરે જવાના ને ? મારે અને એને કોઈ લેવાદેવા નથી. આ ભવનો સંબંધ કર્મના યોગે થયો છે. કર્મના યોગે પતિપત્ની થયાં છીએ બાકી એ એના રસ્તે ને હું મારા રસ્તે.... આવું આવું વિચારવાના ને? આજે તો ઋણાનુબંધ યાદ કરીને લઈ આવે. પાછા કહે કે – કોણ જાણે કેમ, એની સાથે પૂર્વભવનો સંબંધ લાગે છે. સ. કોઇને ન હોય ? હોઈ શકે, એની ના નથી. પણ એવા પાત્રની સાથે જ ઋણાનુબંધ હોય, સાધુભગવન્ત સાથે ન હોય ? આજે તમને સાધુ સાથે તો જાણે ધૃણાનુબંધ હોય એવું માનવું પડે ને? સ. કારણ વગર કાર્ય ન બને ? રાગના અનુબંધ હોય તેમ દ્રષના પણ અનુબંધ હોય ને? એને કેમ સ્વીકારી નથી લેતા ? સર્પ કરડે તે કારણ વગર ન કરડે ને? તો તેનો પ્રતિકાર શા માટે કરો છો ? જે દિવસે સર્પ પાસે જવાની તૈયારી હોય તે દિવસે ચોરીમાં જવાની છૂટ, ભગવાને જે આજ્ઞાનું ચોકઠું બતાવ્યું છે તેમાંથી જરા પણ આઘાપાછા થયા તો માર્ગ ચૂકી જવાશે. ગયેલી તક પાછી નહિ આવે. આ બધું સાંભળવું ગમે છે એ તમારું પુણ્ય છે – એને વેડફી નથી નાંખવું. પુણ્ય તો સાધન-સામગ્રી આપે, તેને કામે લગાડવાનો પુરુષાર્થ આપણે જ કરવો પડે. જે આવા સાધનને કામે ન લગાડીએ તો તે આપણો મહાપાપોદય છે – એમ સમજી લેવું. આવા શાસ્ત્રનો અને ગુરુનો યોગ મળી ગયા પછી હવે શાસ્ત્રના અધ્યયનથી અને ગુર્વાજ્ઞાપાલનથી આપણા રાગને દૂર કરવાનો પ્રયત્ન કરી લેવો છે. ઉત્તમ સ્થાન પામ્યા પછી ઉત્તમ માર્ગદર્શકનો ભેટો ન થાય અને થાય છતાં એમના માર્ગદર્શન મુજબ ચાલવામાં ન આવે તો એ ઉત્તમ સ્થાન ઉત્તમ ફળનું કારણ ન બને. જેને સાધુપણું મળ્યું નથી એવાઓ પણ, જેને સાધુપણું મળ્યું છે એના આચારોને જુએ અને એ આચારમાં સ્થિર થવાના જે ઉપાય ભગવાને બતાવ્યા છે – એ સમજવા પ્રયત્ન કરે તો તેને સાધુપણા પ્રત્યે બહુમાન જાગ્યા વગર ન રહે. ગમે તેવી રાગની પરિણતિને તોડવા માટે, તેના મનોવિ ગરિ તીરે' આ મંત્રનો પાઠ એ અમોઘ ઉપાય છે. સારામાં સારી વસ્તુ પણ જો બીજાની હોય તો તેની પ્રત્યે મમત્વ નથી જાગતું ને ? તેવી રીતે સ્ત્રી વગેરે પણ મારા નથી (૧૦૧) Page #105 -------------------------------------------------------------------------- ________________ એવું વિચારે તો તેની આસક્તિથી દૂર થઈ શકાય ને? આવા સરળ ઉપાય પણ અજમાવવાનું બનતું નથી. તેનું કારણ એક જ છે કે આપણું મન જ વિચિત્ર છે. આજે નક્કી કરવું છે કે – જેની ઈચ્છા જાગે તેને મેળવવાના ઉપાય શોધવા નથી જવું? એક વખત ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિનો વિચાર આવ્યા પછી એનાથી કઈ રીતે ખસી જવાય એના માટે પ્રયત્ન કરવાના બદલે એ કઈ રીતે પ્રાપ્ત થાય એના માટે પ્રયત્ન કર્યા કરે – એવાઓ રાગાદિથી દૂર કઈ રીતે થઈ શકે? જેને શાસ્ત્રનો ભેટો કરવાનું મન ન થાય, શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો સેવવાનું મન ન થાય તેઓને તીર્થંકરભગવન્તોનો ભેટો પણ ફળે નહિ. સ. ભાવતીર્થંકરનો ભેટો સ્થાપનાતીર્થંકરના કરતાં મહત્ત્વનો નહિ? ઘણી વાર ભાવજિનથી ઠેકાણું ન પડે અને સ્થાપનાજિનથી નિસ્તાર થઈ જાય એવું બને. ભાવજિનથી જેટલા આત્માઓ તરે તેના કરતાં અનગુણા આત્માઓ સ્થાપનાજિનથી તરે છે. સ. આલંબનની કિંમત નહિ ? ભાવજિન આલંબન તો સ્થાપનાજિન આલંબન નહિ ? આલંબનના કારણે યોગ્યતા પ્રગટતી નથી. યોગ્યતા પ્રગટેલી હોય તો આલંબન કામ લાગે છે. એ યોગ્યતા કર્મલઘુતાથી અને આત્માના શુદ્ધિકરણથી વિકસે છે. આલંબનને ઝીલવાનો ભાવ હોય તો આલંબનની કિંમત. અર્જુનને ભાવનિક્ષેપાથી કળા સિદ્ધ થઈ અને એકલવ્ય સ્થાપના નિક્ષેપથી કળા આત્મસાત્ કરી. નિક્ષેપોં કામ નથી લાગતો, એનું આલંબન લેવાનો ભાવ કામ લાગે છે. તીર્થકર ભગવન્તની આજ્ઞા પાળવાનો ભાવ હશે તો દુનિયાના ગમે તે ખૂણામાં બેઠાં બેઠાં પણ તરી શકાશે. અને આજ્ઞાપાલનનો ભાવ જો નહિ હોય તો સમવસરણમાં પણ તરવાનું નહિ બને. પર વસ્તુના આલંબન કરતાં પણ આપણા આત્માની ભાવશુદ્ધિનું આલંબન મહત્ત્વનું છે. આશ્રવ પણ સંવર બનીને તારે તે આત્માનું આલંબન મજબૂત હોવાના કારણે અને સંવર પણ આશ્રવ બનીને ડુબાડે તે આપણા આત્માના આલંબનની નબળાઈના કારણે. આ અધ્યયનમાં જે ઉપાય બતાવ્યા છે તે આપણા ભાવની શુદ્ધિના ઉપાય બતાવ્યા છે. ગમે તેટલી સારી વસ્તુ પણ જો પારકાની હોય તો તેના પર રાગ નથી થતો, મોટે ભાગે તેમાં ઉદાસીનતા હોય છે. મારું નથી' આ ભાવના મમત્વને તોડે છે- આ ઉપાય વ્યવહાર પણ છે. નાના છોકરાઓ કોઈ વસ્તુ માટે જીદ કરે તો આપણે તેને એમ જ સમજાવીએ (૧૦૦) Page #106 -------------------------------------------------------------------------- ________________ છીએ ને કે “એ આપણું નથી, ફલાણાનું છે.' ? અને એનાથી એ માની પણ જાય છે, શાંત પણ થઈ જાય છે. સ. બાળકમાં એટલી બુદ્ધિ હોય? બાળકને કહેવાથી એ શાંત થાય અને તમે શાંત ન થાઓ તો બુદ્ધિ તેની પાસે છે – એમ કહેવાય કે તમારી પાસે ? તેમની બુદ્ધિ કરતાં પણ તેમની સરળતા અને આજ્ઞાંકિતતા દાદ માંગે એવી છે. આપણે મોટા થયા એટલે ખોટા થયા, વાંકા થયા. દુષ્ટ વિચાર આવ્યા પછી કે અપ્રશસ્ત ઈચ્છાઓ થયા પછી એ સંકલ્પને સફળ બનાવવા માટે મહેનત કરો કે ટાળવા માટે ? ઈચ્છાઓ થયા પછી ક્યારે મળે ?' એવું વિચારવાના બદલે ‘ક્યારે આ સંકલ્પ ટળે?' એવું વિચારે તો શાસ્ત્ર પણ કામ લાગે, ગુરુ પણ કામ લાગે, ભગવાન પણ કામ લાગે. કામની દસ દશાને આધીન થનારા પોતાની દશા બેસાડે છે. આથી આ કામની આધીનતા ટાળ્યા વિના સાધુપણું કઈ રીતે પળાય ? જેની પ્રત્યે રાગ થાય તેનાં દર્શન, સ્મરણ, ચિંતન, મનનથી દૂર રહેવું. માત્ર સ્ત્રીસંબંધી વિષય માટે આ ઉપાય છે – એવું નથી, કોઈ પણ વિષયનો રાગ ટાળવા માટે તેનાથી દૂર થયા વિના ચાલે એવું નથી. જે મેળવવાની ઈચ્છા થાય તેનું દર્શન-સ્મરણ-ચિંતન-મનન કરવું નથી : આટલો જે નિયમ લો તો બે ભવમાં નિસ્તાર થઈ જાય. ગમે તેટલા ખરાબ વિચારો આવે પણ જો એનો અમલ નથી કરવો, એ વિચારોને ચાલના નથી આપવી અને ઈચ્છાઓને સફળ નથી કરવી તો એની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આજે રાગ થયા પછી રાગનું પાત્ર મેળવવા પ્રયત્ન ચાલુ કરીએ કે રાગ દૂર કરવા? ઈષ્ટવિયોગની અરતિને ઇષ્ટપ્રાપ્તિની રતિ દ્વારા ટાળવાનો પ્રયત્ન કરવો-એ ખોટું છે. આજે માત્ર અરતિ ટાળવા પ્રયત્ન કરાય છે, રતિ ટાળવા પ્રયત્ન નથી કરાતો. બોલે ખરા કે રતિ-અરતિ પરિહરું અને ટાળે માત્ર અરતિ, રતિ ન ટાળે એ ચાલે? આવા પ્રકારની ઈચ્છા થઈ જ કેમ – એવું વિચારે તો ક્યાંકને ક્યાંક ભૂલ થઈ છે – એ સમજાયા વિના ન રહે. પ્રામાણિકતાથી આત્માને પૂછી જોજો કે – રાગ થયા પછી તેને દૂર કરવાનું મન થયું છે ખરું? રાગ સફળ થાય તો આનંદ થાય કે દુઃખ થાય? રાગનો સંકલ્પ ભોગવીને પૂરો કરવો છે કે ટાળીને ? સ. વિષયના ત્યાગથી સંકલ્પ દૂર થાય ખરો ? નાના છોકરાઓનો સંકલ્પ ત્યાગથી જ દૂર કરાવો છો ને ? (૧૦૩) Page #107 -------------------------------------------------------------------------- ________________ સ. એ તો બાળબુદ્ધિ છે એટલે માની જાય. આપણી પણ બાળબુદ્ધિ જ છે ને? અનન્તજ્ઞાનીઓની અપેક્ષાએ આપણે મહાબાળ છીએ. તેમની આજ્ઞા મુજબ આપણને ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં, ચાલતાં, ઊંઘતાં, કે સ્પંડિલ-માગું કરતાં ય ક્યાં આવડે છે? ભગવાને ત્રીજા પ્રહરે વાપરવાનું, વિહાર કરવાનું અને સ્પંડિલ ભૂમિએ જવાનું કહ્યું છે – એના બદલે સવારે ઠંડા પહોરે બધું પતાવી દે અને બપોરે આરામ કરે ! બપોરના ત્રણ કલાકમાં વહોરવા, વાપરવા અને સ્પંડિલભૂમિ જવાનું કામ કરે તો ઊંઘ તો ક્યાંય ઊડી જાય. સ. સાધુભગવન્તો બપોરે આરામ ન કરે ? . ' જે સાધના કરે તે સાધુ, આરામ કરે તે સાધુ નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે સંયમનૌકાથી ભવસરિતાને તરવા પ્રયત્ન કરે તે યતિ. આરામ તો માત્ર તેમના દેહમાં જ હોય. બીજા કોઈ યોગમાં આરામ ન હોય. રાત્રિના બે પ્રહર સિવાય સાધુભગવન્ત. ઊંઘે નહિ. કોઈ વાર ગંભીર માંદગી આદિના કારણે અપવાદપદે આરામ કરે તો પણ તેમની સંયમની સાધના ચાલુ હોય. વિહાર કલાક-એ-કલાક કરે બાકી મકાનમાં રહ્યા હોય છતાં વિહારમાં છે એમ કહેવાય ને? તેમ ભગવાનની આજ્ઞા મુજબ દિવસે કે રાત્રે નિદ્રા લેનારા સાધુભગવન્તની સાધના ચાલુ જ છે – એમ કહેવાય. ભગવાનની આજ્ઞા મુજબ જો ન સૂએ તો જ્યારે જાગતા હોય ત્યારે ય સાધુભગવન્ત સૂતેલા છે. એમ કહેવું પડે. આજે તો છ કલાકની નિદ્રા થઈ ગઈ હોય તો પણ કેટલા વાગ્યા છે- એ જોઇને પાછા શાંતિથી પોઢી જાય. કેટલા વાગ્યા છે – એ જોવાને બદલે કેટલું અંતર બાકી છે - તે જોઈએ તો ઊંઘ ઊડી જાય ને ? કેટલું છે એ જોવાનું કે કેટલું બાકી છે એ જોવાનું? તમે બુદ્ધિશાળી છો ને ?. સ. અક્કલ વગરના છીએ. તમે જાતે બોલ્યા એ સારું થયું. પણ સાથે એટલું ધ્યાન રાખો કે કોઇ તમને અક્કલ વગરના કહે તો ગુસ્સો ન કરતા. અનન્તજ્ઞાનીની અપેક્ષાએ અક્કલ નથી જ - એ યાદ કરાવ્યું, તે સારું થયું - એમ સમજીને તેના તિરસ્કારને ખમી લેવો. અત્યાર સુધી આપણી જાતને બુદ્ધિશાળી માનીને ચાલ્યા તેના કારણે જ ઠેકાણું પડ્યું નથી. હવે આપણી જાતને બાળ માનીને વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જીવતાં શીખી લેવું છે. ભગવાન જે જે કહે, જે જે ઉપાયો બતાવે તેને આપણી અક્કલ ચલાવ્યા (૧૦૪) Page #108 -------------------------------------------------------------------------- ________________ વિના સ્વીકારી લેવા છે–આટલું જો સમજાઇ જાય તો અલ્પ સમયમાં પણ ઘણું સાધી શકાય – એવું છે. સાધુધર્મની શરૂઆતમાં જ અધૃતિ થઇ જાય અને તેથી ધર્મમાર્ગથી પાછા ફરી ન જવાય એ માટે આ અધ્યયનમાં અધૃતિને જીતવાનો ઉપાય વિસ્તારથી બતાવ્યો છે. ઉત્કટ કોટિના આચાર પાળતી વખતે અધીરાઇ થાય એવું નવા માટે બની શકે એવું છે. આ અધ્યયન એવું છે કે જેમાં આચારનું વર્ણન નથી, ચારિત્રધર્મમાં સ્થિર કેવી રીતે થવું તે માટેની જ વાત આમાં જણાવી છે. અનાદિથી આ સંસારમાં દુ:ખ જ વેઠેલું હોવા છતાં એનો અભ્યાસ પડ્યો નથી અને સુખ લગભગ ભોગવવા મળતું ન હોવા છતાં તેનો અભ્યાસ જળવાઇ રહ્યો છે આ વિચિત્રતા સુખના રોગ અને દુઃખના દ્વેષના પ્રભાવે સર્જાઇ છે. દુઃખમાં અરતિ ટાળવા માટે દુઃખ વેઠી લેવા સિવાય બીજો ઉપાય નથી. શ્રી અરણિક મુનિનું દૃષ્ટાન્ત યાદ છે ને ? ઉષ્ણપરિષહથી અકળાઇને ઘરે ગયા. એના કારણે માતાને ગાંડી થઇને ફરતી જોઇને પોતાના અકૃત્યનો ભારે પરચાત્તાપ થયો. માતાના કહેવાથી ફરી દીક્ષા લીધી. લાંબા કાળ સુધી દીક્ષા પાળી શકવા સમર્થ ન હોવાથી દીક્ષા લેતાંની સાથે અણસણ કર્યું. તે પણ વૃક્ષની છાયામાં નહિ, ધગધગતી શિલા પર ! જે ઉષ્ણપરિષહથી હાર્યા તે જ પરિષહને જીતી કેવળજ્ઞાન પામ્યા. દુ:ખ સમજીને ભોગવતાં દુઃખમાં સમાધિ મળે છે, દુઃખ ટાળીને નહિ. જ્યાં સુધી ધર્માત્માઓ આટલું નહિ શીખે ત્યાં સુધી તેમનો કરેલો ધર્મ એળે જવાનો. આ ગાથા રોજ ગોખાવીએ છતાં સંયમમાં અરતિની ફરિયાદ ચાલુ જ છે ને ? નવાને અધૃતિ થાય – એ તો સમજ્યા, પરંતુ જૂના પણ દુઃખમાં આંસુ પાડે અને સુખની આશામાં જીવે તો આટલાં વરસોમાં કર્યું શું - એમ પૂછવું પડે ને ? સાધુભગવન્તોનું મન કોઇ કારણે સંયમમાર્ગમાંથી બહાર જાય તો તરત જ તેને માર્ગમાં લઇ આવવા માટે અભ્યન્તર - આન્તરિક ઉપાય ચોથી ગાથામાં બતાવીને હવે તે માટેના બાહ્ય ઉપાય પાંચમી ગાથાથી જણાવે છે आयावयाहि चय सोगमल्लं कामे कमाहि कमियं खु दुक्खं । छिंदाहि दोसं विणएज रागं एवं सुही होहिसि संपराए ॥२-५॥ સંયમમાર્ગમાંથી બહાર નીકળેલા મનને માર્ગે સ્થાપન કરવા માટે ‘આતાપનાને ગ્રહણ કર !, સુકુમારતાનો ત્યાગ કર ! કામોનું અતિક્રમણ કર ! તેથી દુ:ખ અતિક્રાન્ત જ છે. દ્વેષને છેદી નાંખ ! અને રાગને દૂર કર !.... આ પ્રમાણે કરવાથી તું સંસારમાં (૧૦૫) Page #109 -------------------------------------------------------------------------- ________________ સુખી થઈશ.” આ પ્રમાણે આ પાંચમી ગાથાનો અર્થ છે. આપણે પહેલાં જોઈ ગયા કે નિકાચિત કર્મોના ઉદય વગેરેના કારણે કોઈ વાર સાધુભગવન્તોનું મન સંયમમાંથી અસંયમમાં જાય છે. એમાં પણ સુખશાલિયાપણું મુખ્યપણે નિમિત્ત બનતું હોય છે. એ સુખશીલતાને દૂર કરવા માટે અનન્તજ્ઞાનીઓએ પરીષહોને નિરન્તર સહન કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમાં સૌથી પહેલાં આતાપના લેવાનું જણાવ્યું છે. એનાથી માંસ અને ચરબી સુકાય છે, શરીર કૃશ બને છે, જેથી શરીરમાં ઉદ્ભવતા વિકારો શાંત થાય છે. અહીં ગાથામાં આતાપના લેવાનું જણાવ્યું છે-એનો અર્થ એ નથી કે એક જ પરિષહ સહન કરવાનો. ગ્રહો તજ્ઞાતીયપ્રણમ્ આ ન્યાયે ઉષ્ણપરિષહની સાથે બીજા બધા જ પરિષહો સહન કરવાનું જણાવ્યું છે. પ્રયોગ ભલે વિશેષનો કર્યો હોય, તાત્પર્ય સામાન્યમાં છે. કોઈ એક પરિષહનો ઉલ્લેખ કર્યો હોવા છતાં દરેક પ્રકારના પરિષહ વેઠવાનું કહ્યું છે. ઠંડી, ભૂખ, તરસ વગેરે અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને જાણે શરીર પર અત્યાચાર ગુજારવો છે. મનને સ્થિર કરવા માટે અભ્યન્તર પ્રયોગોની સાથે બાહ્ય પ્રયોગો પણ કરવા પડે. જેમ ભૂત વળગે તો મંત્ર-જાપ વગેરે અભ્યન્તર પ્રયોગોની સાથે લીંબુમરચું-ધૂપ-દીપ વગેરે દ્વારા બાહ્ય પ્રયોગો પણ કરો ને? તેવી રીતે આ રાગનું ભૂત કાઢવા માટે બાહ્ય ઉપચાર પણ કરવાના. તમે છોકરાઓ માટે આવા બાહ્ય પ્રયોગ કરો ને? ચામડી ઉખડી જાય એ રીતે બાહ્ય પ્રયોગો કરો ને જાત માટે કશું નહિ? છોકરો ખોટું કરે તો પાપ લાગે કે બાપાને પણ લાગે ? એક દવા કામ ન લાગે તો બીજી, બીજી કામ ન લાગે તો ત્રીજી દવા લો ને? એ રીતે અહીં પણ એક પરીષહ રાગને જીતવા કામ ન લાગે તો બીજો, બીજો કામ ન લાગે તો ત્રીજો..... એમ અનેક પ્રકારના પરિષહ વેઠે તો છેવટે રાગ દૂર થયા વિના ન રહે. આ રીતે પરિષહો સહન કરવાથી સુખશીલિયાપણું દૂર થાય છે. દુઃખ સહન કરીએ તો કુદરતી રીતે જ સુખનું અર્થપણું જતું રહે છે, શરીર ખડતલ બને છે અને તેથી સુકુમારતાનો ત્યાગ થાય છે. સુખ જ માફક આવે અને દુઃખ તો સહેજ પણ ફાવે નહિ: આવી જાતના સ્વભાવને સુકુમારતા કહેવાય છે. સુકુમારતાના કારણે, આપણે કદાચ રાગ ન કરીએ તોપણ સામી વ્યક્તિ આપણી પ્રત્યે રાગ કરે. પરિણામે આપણને અનિષ્ટ થયા વિના રહેતું નથી. તેથી સુકુમારતાનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. આતાપના લેવાથી શરીરના માંસલોહી સુકાઈ જાય, લાવણ્ય-સૌંદર્ય-વર્ણ બધું જ ખલાસ થઈ જાય, બાંધો એકવડો થઈ જાય... તેના કારણે કાચોપોચો રાગ (સામાનો) હોય તો તરત ઓસરી જાય. બળદેવમુનિ પોતાના રૂપમાં સ્ત્રીઓ આસક્ત (૧૦૬) Page #110 -------------------------------------------------------------------------- ________________ થાય છે એવું જાણીને ગામ છોડીને જંગલમાં જતા રહ્યા. ત્યાં ખાવાનું કોણ આપશે, નિર્દોષ આહાર કેવી રીતે લઇશું.... વગેરે કોઇ પણ જાતની ચિંતા ન કરી. કેવળ રાગને દૂર કરવા માટે પ્રયત્ન કરી લીધો. સુકુમારતાના કારણે બીજાને પણ કામેચ્છા થાય માટે તેનો ત્યાગ કરવો છે. - સ. ભૂલ સ્ત્રીની અને દંડ આપણને ? જ ગરમ સ્વભાવ અગ્નિનો છે પણ સાવધાની આપણે રાખવાની ને ? સ્ત્રી તો અગ્નિ કરતાં ય ભયંકર છે. વિષયો ઠારે નહિ, વિષયો તો ભવોભવ બાળવાનું કામ કરે. કુલવાલક મુનિએ કેવું કામ કર્યું ? આચાર્યભગવન્ત પ્રત્યે દ્વેષ હોવાથી પર્વત ઉપરથી ઊતરતી વખતે પાછળથી તેમને મારવા માટે તેમની પર શિલા ગબડાવી. એનો અવાજ સાંભળતાં જ આચાર્યભગવન્ત સાવધ થઇ ગયા, બે પગ પહોળા કરી નાંખ્યા તેની વચ્ચેથી શિલા જતી રહી, પોતે બચી ગયા. તે વખતે કુલવાલક મુનિને કહ્યું કે – તારું સ્ત્રીથી પતન થશે. આચાર્યભગવન્તનું વચન ખોટું પાડવા માટે સ્ત્રીનું દર્શન પણ ન થાય તેવી જગ્યાએ જઇને રહ્યા. છતાં છેવટે વેશ્યાના યોગે પતન પામ્યા ને ? કારણ કે વિષયોનો સ્વભાવ છે કે આપણે સાવધ ન રહીએ તો બાળ્યા વગર ન રહે. સ. મયણાએ ઠાર્યા ને ? 1 મયણાસુંદરીએ ઠાર્યા તે પોતાની અને શ્રીપાળ મહારાજાની ઉત્તમતાના યોગે. આવી સ્ત્રી મળ્યા પછી પણ તેને જતી કરવા તૈયાર થયા, પોતાની રોગિષ્ઠ કાયાના સંસર્ગથી એનું સૌંદર્ય હણાય નહિ તે માટે સામેથી આવેલી સ્ત્રીને જતી કરે – એ શ્રીપાળમહારાજાની મહત્તા કેવી હશે ? ભગવાનના માર્ગમાં સ્થિત થયેલા હોય તો સ્ત્રીય ઠારે અને પુરુષય ઠારે. બાકી તો પુરુષ પણ બાળે અને સ્ત્રી પણ બાળે. ધર્મ પામેલાં, વિષયની ભયંકરતા સમજેલાં સ્ત્રી-પુરુષ પરસ્પરને ઠારે. પરંતુ એટલામાત્રથી વિષયોની મારકતા નાશ નથી પામતી. આથી વિષયોની ઇચ્છા નાશ પામે તે માટે આકરા ઉપાયો સેવવા જ પડશે. શરીર જોતાંની સાથે કાંતિ કે ઓજસ વગરનું લાગે એવું બનાવવું છે. વિષયની આસક્તિ દૂર કરવા શરીરને એવી રીતે કેળવવું છે કે જેથી વિષયો ઉપર કોઇ જાતનો રાગ ન રહે. શરીરને એવું કુરૂપ બનાવવું છે કે જેથી સંયમ સચવાઇ જાય. સનત્યુમાર ચક્રવર્તી જેવું રૂપ હોય તો સંયમ સચવાય કે ધન્નાકાકંદી જેવું બનાવીએ તો સંયમ સચવાય ? (૧૦૭) Page #111 -------------------------------------------------------------------------- ________________ સ. આતાપનાથી કોમળતા જાય ? તડકામાં મજૂરી વગેરે કરનારાના હાથ-પગ જોયા છે ? કેવા કઠોર સ્પર્શવાળા હોય છે ? આપણા હાથ-પગ દબાવે તો છોલાઇ જાય એવા હોય. એક વાર આવા જ એક ભાઇએ રાત્રે અડધા કલાક સુધી આચાર્યભગવન્તના પગ દબાવ્યા. સવારે ઉપાધ્યાયજી મહારાજે જોયું તો સાહેબના પગ છોલાઇ ગયા હતા. આચાર્યભગવન્ત પગ દબાવવાનું પણ ન કહે અને પગ છોલાય એ રીતે દબાવતા હોય તો ના પણ ન પાડે. સ. એ મહાપુરુષ હતા ને? ન તમારે જલસા કરવા છે માટે તેમને મહાપુરુષ કહેવા છે ને ? આપણા જલસા જળવાતા હોય તો બીજાને મહાપુરુષ કહેવા તૈયાર થવું અને આપણા જલસા જતા હોય તો મહાપુરુષને ગાળ આપવી - આ નીતિ સારી નથી. ગુણ નથી ગમતા અને સુખ જ ગમે છે, એનો આ પ્રતાપ છે. આચાર્યભગવન્ત ન બોલતા હોય તો આપણે કઇ રીતે બોલાય – એવું વિચારવાના બદલે એ તો મહાપુરુષ હતા માટે ન કહે આપણે તો કહેવું પડે.... એવું વિચારે તો સુધારો ક્યાંથી થાય ? આજે અમારાં સાધુસાધ્વી તો ચાલાક છે. સારા પગ દબાવનાર મળે તો તેને વાતે વળગાડે. તેને રસ પડે તે માટે તેના અંગત જીવન અંગે પૂછે. કારણ કે વાતે વળગે તો પગે વળગે ને ? આવી સુખની લાલસાવાળા સાધુપણું કઇ રીતે પાળી શકે ? આજના ધર્માત્માનું આ લક્ષણ છે કે ઇચ્છા થયા પછી તેને મારવા કે હઠાવવા માટે પ્રયત્ન ન કરે, તેને પરિપૂર્ણ કરવા મહેનત કરે. સ. શ્રાવક પોતાના મોભા પ્રમાણે રૂપરંગ રાખે ને ? વિષયની આસક્તિ થાય કે વધે એવા રૂપરંગ શ્રાવક ન રાખે. કારણ કે શ્રાવકને સાધુ થવું છે. અહીં તમે શેના માટે આવ્યા છો ? સાધુ થવા માટે જ ને ? જ સ. કંઇક પામવા માટે. કંઇક પામવા માટે કે બધું જ પામવા માટે ? અમે પણ તમને દેશના સંભળાવીએ તે કંઇક પમાડવા માટે નહિ, સાધુ બનાવી મોક્ષે પહોંચાડવા માટે સંભળાવીએ છીએ. વેપારી દુકાન ખોલે તો બધું વેચવા માટે કે થોડું ? દુકાનદાર આવેલા ગ્રાહકને પણ સૌથી કીમતી વસ્તુ પહેલાં બતાવે ને ? પછી એ પોસાય એવી ન હોય તો બીજી (૧૦૮) Page #112 -------------------------------------------------------------------------- ________________ બતાવે ને ? એમ અમારી પણ ઇચ્છા તમને સાધુ બનાવવાની છે. વિષયેચ્છા થતાંની સાથે જ ક્યાં મળશે – એ નથી પૂછવું. કેવી રીતે જશે, કેવી રીતે ટાળી શકાશે – તે જેવું છે, વિચારવું છે. સ. આવી ઈચ્છા પાપના ઉદયે થાય ને? આવી ઈચ્છા થયા પછી તેને હઠાવવાનું મન નથી એ મહાપાપોદય કહેવાય. આગ લાગે, સર્પ કરડે કે રોગ થાય તો પાપોદયે જ થાય ને? ત્યારે શું કરો ? કાઢવા માટે પ્રયત્ન કરો ને ? તે પણ કેવો? આગ લાગે તો ઉપરથી પણ કૂદીને નીચે પડો ને ? રોગ થાય તો કરોડોનો ફૂલેટ-બંગલો છોડીને પણ હૉસ્પિટલમાં જાઓ ને? તેવી રીતે અહીં પણ નક્કી કરવું છે કે શરીરનું જે થવાનું હોય તે થાય પણ વિષયાસક્તિને પરિપુષ્ટ નથી કરવી. સ. વિષયાસક્તિથી મોહનીયકર્મ નડે પણ આતાપના લેવાથી તો અશાતા વેદનીય નડે ને? - અશાતાદનીય નડે નહિ, ભોગવાઈ જાય. અશાતા વેદનીયને ભોગવીને પૂરી કરવી એ જ ઉપાય છે. સમસ્ત દ્વાદશાંગી ફેંદી વળો, અશાતા ભોગવવી નહિ એવો પાઠ ક્યાંય નહિ મળે. અને નાનામાં નાનો ગ્રંથ હાથમાં લેશો તો પણ તેમાં મોહનીયને મારવાની જ વાત હશે. મોહનીયને મારવાના ઉપાય શાસ્ત્રમાં મળશે પણ અશાતાને દૂર કરવાના-ટાળવાના ઉપાય શાસ્ત્રમાં ન મળે. કેવળીભગવન્તને પણ અશાતાનો ઉદય હોઈ શકે, તો આપણને હોય એમાં આટલી હાયવોય શું? જે અશાતા માર્ગાનુસારિતા, સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ કે કેવળજ્ઞાનને ન અટકાવે તેની પાછળ હાથ ધોઈને પડ્યા છીએ ને ? અશાતાનો ઉદય થાય તો ચિંતા કરવાની જરૂર નથી, પુણ્યનો ઉદય થાય તો ચિંતા કરવાની જરૂર છે. સમકિતીને દુઃખ આવે એની ચિંતા ન હોય, સુખ મળે ત્યારે ચિંતા થાય. વિષયો મળ્યા પછી તેના વિકાર સાથે મનને ન જોડે એ સમ્યકત્વનો પ્રભાવ છે. આનું જ નામ ઈન્દ્રિયોનો પ્રત્યાહાર. આપણી ઇન્દ્રિયોની લગામ આપણા હાથમાં છે ખરી? સારથિ અવદમન જેટલી કડકાઈથી કરે તે રીતે અહીં ઇન્દ્રિયોનું દમન કરવું પડશે. જેને મોક્ષ તરફ રથ લઈ જવો હોય તેણે ઈન્દ્રિયો પર લગામ રાખવી પડે ને? વિષયોનું સ્મરણ થાય અથવા - પુણ્યથી વિષયો મળી જાય તો તેનો ત્યાગ કરવા, તેની ઇચ્છાને નિષ્ફળ બનાવવા જે કરવું પડે તે કરવાની છૂટ છે, પણ વિષયોનો ભોગવટો નથી જ કરવો. (૧૯) Page #113 -------------------------------------------------------------------------- ________________ સ. પુણ્યોદયથી મોસંબીનો રસ મળ્યો, પી લીધો, વાત પૂરી થઈ ગઈ! ના ભાઈ ના ! વાત પૂરી નહિ, શરૂ થઈ. આજે મળી ગયું કાલે કોણ આપશે, કેવી રીતે મળશે તેની અનુપ્રેક્ષા શરૂ થવાની. વિષયના ત્યાગથી ઇચ્છા મારવી છે કે ભોગથી ? એક વારનો વિષયનો ભોગવટો વિષયની અનુપ્રેક્ષા શરૂ કરાવે. જેઓ ઈચ્છા પૂરી કરીને ઈચ્છા શાંત કરવા ઈચ્છે છે તેઓ બળતા અગ્નિમાં ઘી નાંખીને તેને ઓલવવાનો પ્રયત્ન કરનારા જેવા છે – એ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે. સ્મશાનભેગા થવાનો વખત આવ્યો છે, હવે વિષયની વાતો બંધ કરવી છે. વિષયના ભોગવટાથી વિષયની શરૂઆત થાય છે. વિષયોનો ત્યાગ કરવામાં આવે તો જ ઈચ્છાઓ મારવાનું શક્ય બનશે. આજે ઊગતાંની સાથે વિષયેચ્છાને દબાવી નહિ તેના કારણે આપણી અવદશા થઈ છે. બધી ઈચ્છાઓ પગ નીચે દબાવવાની હતી તેના બદલે માથે ચઢાવી માટે જ આજે વિષયોનો વિય પૂરો થતો નથી. આજે ગૃહસ્થો પણ પોતે તો તાજુંસ્વાદિષ્ટ વાપરે અને પાછા બીજાને ય સલાહ-સૂચન કરે કે તાજું નહિ વાપરો તો આરોગ્ય બગડશે. જેને સાધુ થવું હોય તેની નજર આરોગ્ય ઉપર હોય કે ગુણો ઉપર ? આજે આરોગ્ય બગડશે - એ સમજાય પણ સાથે જીભ બગડી ગઈ છે – એ યાદ ન કરે! આજે સાધુસાધ્વી પણ આરોગ્યની ચિંતા કરે કે ગુણોની? મોહનીયને દૂર કરવા માટે આવેલા અશાતાને દૂર કરવા મંડી પડ્યા હોય તો માનવું પડે ને કે લક્ષ્ય ચૂકી ગયા છે? અહીં જે કાંઈ વાત ચાલે છે તે સાધુસાધ્વીની ખરાબી બતાવવા માટે કે તેમની પ્રત્યે નફરત પેદા કરવા માટે નથી, દુષ્ટ આચારોથી જાતને બચાવી લેવા માટે આ વાત છે. આયુર્વેદમાં રોગીનાં લક્ષણ બતાવ્યાં હોય તે રોગીની નિંદા નથી ને? અહીં કોઈની પણ નિંદા કે ટીકા કરવાનો આશય નથી. શાસ્ત્રમાં જણાવેલા દોષો આપણામાં છે કે નહીં તે વિચારી લેવું. તમે જાતે વાંચો કે જાતે સમજો તો અમારે કાંઈ કહેવું નથી. જે પાટિયું વાંચીને માર્ગે ચાલતાં હોય તેને કાંઈ કહેવું ન પડે ને? આવી રીતે આતાપના લેવાથી અને સુકુમારતાનો ત્યાગ કરવાથી પાંચે ય ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ સરળ બને છે. સમર્થ જ્ઞાની, દર્શની કે ચારિત્રધર મહાત્માઓ પણ આ ઉપાયોનું સેવન કરતા હોય છે. જ્યારે આપણે તો જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ડગલે ને પગલે સ્કૂલના પામીએ છીએ તેથી આપણે તો સુકુમારતાનો ત્યાગ અવશ્ય કરવો પડશે. એક વાર આચાર્યભગવતે કહ્યું હતું કે આજે સાધુસાધ્વી દીક્ષા લેતાની સાથે સિદ્ધયોગીની જેમ વર્તે છે. દીક્ષા લીધા પછી તો કષ્ટકારી સાધનાની શરૂઆત (૧૧૦) Page #114 -------------------------------------------------------------------------- ________________ થાય છે. એના બદલે અહીં આવ્યા પછી અનુકૂળતાની શોધમાં નીકળી પડે-તે કઈ રીતે ચાલે ? સાધુપણામાં જે અનુકૂળ હોય તે શોધવાની વાત જ ન હોય. આગળ વધીને જે મળ્યું હોય તે વાપરી લેવાની ય વાત નથી, જે (ભગવાને) કહ્યું હોય તે વાપરવાનું છે. અભક્ષ્ય કે અપેય ન હોય, અકથ્ય ન હોય તોપણ ભગવાન ના પાડે તે ન લેવાય. ભગવાને અરસ-નીરસ આહાર લેવાનો કહ્યો છે. અરસ એટલે જે કુદરતી રીતે જ અરુચિકર ન ભાવે એવું) હોય છે. અને નીરસ એટલે રુચિકર બની શકે એવું હોવા છતાં જે બેસ્વાદ હોય છે. કરિયાતું અરસ આહારમાં ગણાય અને સાકર વગરની ચા કે મીઠા વગરની દાળ નીરસ આહાર કહેવાય. કૂરગડુ મુનિ ભૂખ અસહ્ય લાગવા છતાં ભાત લાવતા. તે પણ કેવા ? જોવા ય ન ગમે તેવા. ગ્રાહ્ય અને ત્યાજ્યમાં વિવેક કરવાની જરૂર છે. જે ગ્રાહ્ય લાગે તેનો ત્યાગ કરવો અને જે ત્યાજ્ય લાગે તેને ગ્રહણ કરવું. જેઓ યથેષ્ટ – અનુકૂળ આહાર વાપરવા ટેવાયેલા હોય તેઓ ત્યાગ ન કરી શકે. અનુકૂળ વિષયો વાપરવાથી શરીર સુકુમાલ બને કે ખડતલ? ગમે તેવા બાપા હોય કે દીકરા હોય : સાધુપણામાં આવીને શરીરને કસે નહિ તે ન ચાલે. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે બાપાને દીક્ષા આપી અને પ્રયત્નવિશેષ પણ ગોચરી જતા કર્યા ને? જેને મુલાયમ વસ્ત્ર અને ગરમાગરમ વસ્તુ જોઈતી હોય તે પરિષહ ન વેઠી શકે, તેવાનું પતન જલદી થાય. અરણિકમુનિનું પતન આ સુકુમાલતાના કારણે જ થયું ને? બાપા સાથે દીક્ષા લીધી હતી. બાપા ગોચરી લાવી આપતા. તેથી પરિષહ વેઠવાનો અભ્યાસ ન પડ્યો. અચાનક બાપા કાળધર્મ પામ્યા. બે દિવસ તો સાથેના સાધુઓએ ગોચરી લાવી આપી. ત્રીજે દિવસે સાથે લઈ ગયા. તડકો વેઠાયો નહિ. ઉષ્ણપરિષહથી હાર્યા, તેથી પતન પામ્યા. કામ કરવાનો અભ્યાસ ન પાડ્યો હોય તો પતન થાય-એ સમજાય છે ને ? કુમળી વય જોવા ન બેસાય. કામ કરીને શરીર કર્યું હોય તો પતનનો વખત ન આવે. કષ્ટ વેલ્યા વગર દુઃખમાં સમાધિ મળશે નહિ અને દુઃખની અસમાધિ ટળશે નહિ. જેને નરકનાં જેવાં દુઃખો ભોગવવાની તૈયારી હોય તેને સાધુપણામાં લાવવા. જેને દુઃખ ટાળવું હોય એવાને અહીં આવવા દેવા નહિ. વધારે દુઃખ ભોગવવા તૈયાર હોય તેવાને દીક્ષા આપવી. દીક્ષા પાળવા માટે કોમળતાનો ત્યાગ કરવો પડશે, અનુકૂળ વિષયોનો પણ ત્યાગ કરવો પડશે, અને કઠોરતા લાવવી જ પડશે. ભગવાન પણ સંયમમાં કઠોર હતા. ' હવે અહીં શિષ્ય શંકા કરે છે કે અનુકૂળ વિષયો સ્વરૂપ કામનો ત્યાગ કરવાનો ઉપદેશ શા માટે આપો છો ? આ સંસારમાં જે કાંઈ સુખ છે તે આ અનુકૂળ વિષયોના (૧૧૧) Page #115 -------------------------------------------------------------------------- ________________ કારણે જ તો છે. આથી એના નિરાકરણમાં જણાવે છે કે – અનુકૂળ વિષયોના ત્યાગથી દુઃખોને અંત આવે છે. શબ્દાદિ વિષયો દુઃખનું જ કારણ હોવાથી દુ:ખરૂપ છે. વિષયોનું અતિક્રમણ જે કરે છે અર્થા વિષયોને જે ઓળંગી ગયો છે તે દુઃખોને ? જ ઓળંગી ગયો છે. જે વિષયોમાં પડ્યો તે દુઃખમાં પડ્યો - એમ સમજી લેવું. વિષયોથી દુઃખ આવે છે. વિષયો જાય તો કારણ જવાથી કાર્ય-દુઃખ પણ જતું રહે છે. કામ એ દુઃખનું પ્રભવસ્થાન (ઉત્પત્તિનું સ્થાન) છે. અનુકૂળ વિષયોની પ્રાપ્તિ એ દુઃખની ઉત્પત્તિનું સ્થાન છે – એવું લાગે છે ? કે સુખનું સાધન લાગે છે ? વિષયોની આસક્તિ જ દુઃખનું કારણ છે – એ સમજવાનું જ ખરેખર તો અઘરું છે. જે દિવસે આપણને એ સમજાશે તે દિવસે આપણને આ સંસારમાં કોઈ રાખનાર નથી. અનન્તજ્ઞાનીઓએ દુઃખને કામપ્રભવ (વિષયોની ઈચ્છાથી ઉત્પન્ન થનાર) વર્ણવ્યું છે. જ્યારે આપણે કામના અભાવમાં દુઃખ માનીએ છીએ. તદ્દન જ વિરુદ્ધ કોટિની એ માન્યતા છે ને? એ માન્યતા ફરે નહિ ત્યાં સુધી આપણે આપણા હિતને સાધી શકીશું નહિ. વિષયો દુઃખનું કારણ છે કે વર્તમાનમાં દુઃખ ટાળીને સુખ આપનાર છે? સ. વર્તમાનમાં વિષય મળે તો આનંદ થાય ને? એ આનંદ વસ્તુના ભોગવટાનો નથી, ઇચ્છાની પૂર્તિનો આનંદ છે. વિષયના ભોગમાં સુખ છે જ નહિ. જો ઇચ્છાની ક્ષણિક પણ તૃપ્તિ ન થાય તો વિષયનો ભોગ હોવા છતાં આનંદનો અનુભવ નથી થતો : આ વસ્તુ તો અનુભવસિદ્ધ છે ને ? આ ઈચ્છાપૂર્તિનું સુખ પણ ત્યાં સુધી છે કે જ્યાં સુધી બીજી ઈચ્છા ઊભી ન થાય. એટલે વસ્તુતઃ વિષયના ભોગમાં પણ સુખ નથી અને ઈચ્છાની પૂર્તિમાં પણ સુખ નથી. સુખ માત્ર ઈચ્છાના અભાવમાં છે. સુખની ઈચ્છાને આધીન થઈને જે પ્રવૃત્તિ કરાય છે તે મોહજન્ય પ્રવૃત્તિ છે જ્યારે ઈચ્છાની ઉપરવટ થઈને, ઈચ્છાનો નિરોધ કરીને જે પ્રવૃત્તિ કરાય છે તે મોહના ક્ષયોપશમજન્ય પ્રવૃત્તિ કહેવાય. તેવા પ્રકારનું વિશિષ્ટ કોટિનું તથાભવ્યત્વ હોય તો વાત જુદી. બાકી તો અનુકૂળતાનું અર્થપણું દુઃખી બનાવે, બનાવે ને બનાવે જ. કામના ભોગવટાથી અસમાધિ વધે છે અને દુઃખને ભોગવી લેવાથી સમાધિ મળે છે. પુણ્યના ઉદયથી મળેલું સુખ પણ ભોગવવા જેવું નથી – એવું આચાર્યભગવન્ત કહેતા હતા તે આ આશયથી જ કહેતા હતા. પુણ્યથી મળેલું સુખ ભોગવવા બેસીએ તો દુઃખ આવે છે. આમ છતાં આજે આપણે સુખ ભોગવવા અને દુઃખ ટાળવા માટે જ રાતદિવસ મથીએ છીએ તેનું કારણ સુખ (૧૧૨) Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપરનો રાગ અને દુઃખનો દ્વેષ છે. આથી જ ગાથાના ઉત્તરાર્ધમાં દ્વેષને છેદવાનો અને રાગને દૂર કરવાનો ઉપદેશ આપ્યો છે. પ્રતિકૂળ વિષયો પ્રત્યેનો દ્વેષ અને અનુકૂળ વિષયો પ્રત્યેનો રાગ જ આપણા સમગ્ર સંસારનું મૂળ છે. એ દ્વેષ અને રાગનો અન્ત કરવાથી આપણા દુ:ખનો અન્ત આવે છે અને તેથી આ સંસારમાં જ સુખના અનુભવનો પ્રારંભ થાય છે-એ વાત ‘Ë મુઠ્ઠી હોહિતિ સંવરણ' આ ગાથાના છેલ્લા પાદથી જણાવી છે. દ્વેષ એ અમૂર્ત વસ્તુ હોવાથી તેનું તલવારાદિથી છેદન કરી શકાય એમ નથી. આથી અહીં દ્વેષના પરિણામને દૂર કરવો – એ જ દ્વેષનું છેદન છે. દુ:ખમાં જે અસમાધિ થાય છે તે દુઃખના કારણે નથી થતી, દુઃખ ઉપરના દ્વેષના કારણે થાય છે. આથી અસમાધિ ટાળવા માટે દુ:ખને ટાળવાની જરૂર નથી, દ્વેષને ટાળવાની જરૂર છે. અને દ્વેષ ટાળવા માટે નજીક જવું પડે. જેની સાથે સમાધાન કરવું હોય તેની પાસે જવું પડે ને ? દુ:ખની સાથે સમાધાન કરવું હશે તો તેની પાસે જવું પડશે. મોક્ષે જવું હશે તો દુઃખની પ્રીતિ કેળવ્યા વગર નહિ ચાલે. દુઃખની પ્રીતિ મોક્ષે પહોંચાડે છે અને સુખની પ્રીતિ નરકાદિમાં લઇ જાય, સંસારમાં રખડાવે. ભગવાનને ચંડકૌશિકની પાસે જવાની લોકોએ ના પાડી તોપણ ભગવાન ગયા, અનાર્યદેશમાં પણ સામે ચાલીને ભગવાન ગયા. ઉપસર્ગો અને પરીષહોની સામે ગયા. સામે ચાલીને જવું તેનું જ નામ દ્વેષ ટાળવો. સાધુચર્યા કહો કે કષ્ટ કહો બન્ને એક જ છે. આથી જ કહ્યું છે કે ‘ષ્ટાય રીક્ષા ।’ દુ:ખમાં અસમાધિ દ્વેષના કારણે થાય છે. આમ છતાં આજે દ્વેષને દૂર કરવા માટે ઉપાય બતાવવાના બદલે દુઃખ ટાળવા દ્વારા અસમાધિ ટાળવાનો ધંધો સાધુસાધ્વી લઇ બેઠા છે. સાધુના વાસક્ષેપથી જો તાવ જતો હોય તો એ સાધુ પોતાનો જ તાવ ન કાઢે ? આજે મંત્રતંત્ર દોરાધાગા કરનારા સાધુઓ પોતાની અને પોતાની પાસે આવેલાની રાગદ્વેષની પરિણતિને વધારવાનું કામ કરે છે. દ્વેષ ટાળવા માટે દુ:ખનો પ્રતીકાર નથી કરવો. દુ:ખ સામેથી ઊભું ન કરી શકાય એ બને, આવેલું દુઃખ ભોગવી ન શકાય તો તેને હળવું કરીને ભોગવીએ – એ ય બને, પણ દુ:ખનો પ્રતીકાર નથી કરવો. ઉનાળામાં સવારે ગોચરીએ જાય અને શિયાળામાં બપોરે ગોચરીએ જાય – એ ન ચાલે. આ રીતે દ્વેષ ન ટળે. ઉનાળામાં બપોરે જવાની ટેવ પાડે અને શિયાળામાં સવારે જવા માટે તૈયાર થાય તો દ્વેષ જીતી શકાય. ન જે સુખ છોડીને દુઃખ વેઠવા તૈયાર થાય તે ધર્મ કરી શકે. એના બદલે આજે ધર્મ કરતી વખતે પણ દુઃખ પડવું ન જોઇએ અને સુખ મળવું જોઇએ : આવી અપેક્ષા પડી છે ને ? ખેડૂતો પણ આપણા કરતાં ડાહ્યા છે, કારણ કે તેઓ બીજ વાવ્યા પછી (૧૧૩) Page #117 -------------------------------------------------------------------------- ________________ ફળને ઈચ્છે છે. જ્યારે આપણે તો વાવતી વખતે જ ફળ ખંખેરી લેવા માટે તત્પર છીએ ને ? ધર્મના ફળ તરીકે જેઓ સંસારના સુખ માંગે છે તેઓ તો ભૂંડા જ છે, પરંતુ જેઓ ધર્મ કરતી વખતે જ સુખ ભોગવી લેવાની ચેષ્ટા કરે છે તેઓ તો તેમના કરતાં ય ભૂંડા છે. જેઓ ધર્મ કરતી વખતે પણ સુખ જ ભોગવી લે તેમના નસીબમાં શું બચે? દુઃખ જ બાકી રહે ને? ધર્મથી સુખ મળે – એ વાત સાચી, પરંતુ જેણે ધર્મ કરતી વખતે સુખ ભોગવ્યું ન હોય તેને અને જેને સુખ ભોગવવાનું મન ન હોય તેને મળે. બીજાને ધર્મથી સુખ ન મળે અને કદાચ મળે તો ય ન મળ્યા જેવું થાય. જે સુખથી દૂર ભાગે એ જ દુ:ખની નજીક જઈ શકે. તડકાની નજીક જવા માટે છાંયડાનું સુખ છોડવું પડે ને ? સુખનો રાગ માર્યા વિના દુઃખની નજીક નહિ જવાય અને તે વિના દુઃખનો દ્વેષ નહિ ટળે. માટે છિન્દ્રાદિ તો પછી વિUજ્ઞ રા કહ્યું. લાગે છે ને કે પદો ક્રમસર વ્યવસ્થિત ગોઠવ્યાં છે. આ રીતે અર્થના ઉપયોગપૂર્વક ક્રમબદ્ધ આ સૂત્ર બોલતા હોઈએ તો મનના પરિણામ સાથે મેળ જામે. અત્યારે આપણે રોજ આ સૂત્ર બોલતા હોવા છતાં આ રીતે બોલતા નથી તેથી ભગવાનની વાત આપણા હૈયા સુધી પહોંચતી નથી. જો આ પ્રમાણે બોલીએ તો શાસ્ત્રકારો જે કહેવા માંગે છે તે સમજી શકીએ, આચરી શકીએ, ને આત્મસાત્ બનાવી શકીએ. આ બધું જો ગમી જાય તો જિંદગીભર અહીં(સાધુપણામાં રહેવાનું મન થાય ને? રોજ સાંભળવાનું બને તો મનના પરિણામ સ્વસ્થ બને, રાગદ્વેષની પરિણતિ ઘટી જાય. એક વાર દુઃખનો દ્વેષ ટળે અને સુખનો રાગ મરે પછી આ સંસારમાં કાંઈ દુઃખ છે ખરું ? આ અધ્યયનમાં રાગદ્વેષને મારવા માટેના ઉપાય બતાવ્યા છે. રાગદ્વેષને માર્યા વગર ચાલે એવું નથી – એવું જેને લાગે તેના માટે આ ઉપાય છે. આજના ધર્માત્માઓનું લક્ષણ કહો કે દૂષણ કહો તે એ છે કે તેઓ પ્રવૃત્તિ સુધારવા માટે મહેનત કરે છે પણ રાગદ્વેષ ટાળવા માટે મહેનત નથી કરતા. તેના કારણે પ્રવૃત્તિ સુધરવા છતાં મુક્તિ મળતી નથી. ધર્મ કેટલો કર્યો એ મહત્ત્વનું નથી, ધર્મ કરતી વખતે રાગદ્વેષની પરિણતિ કેટલી ટળી એ મહત્ત્વનું છે. અહીં રાગ ટાળવા માટે જે આતાપના લેવાનો અને સકુમાલતાનો ત્યાગ કરવાનો ઉપાય બતાવ્યો છે એ ઉપાય આકરો લાગે તો છેવટે સંયમ છોડીને ઘરભેગા થવાની ઈચ્છા જાગે ને ? હવે એવાને કઈ રીતે સ્થિર કરવા એ આગળની ગાથાથી જણાવે છે. દર્દી દવા માંગવા આવે અને દવા આપીએ તો ઘણા દર્દી કહે ને કે આ દવા માફક આવે એવી નથી, એવું અહીં પણ બને ને ? (૧૧૪) Page #118 -------------------------------------------------------------------------- ________________ સ. ખરેખર માફક ન આવતી હોય તો ? માફક ન આવે તો શરીર કેળવવું પડશે. જે રોગની જે દવા હોય તે જ લેવી પડે ને ? પાવર વધારે હોય તો શરૂઆતમાં ઓછા પાવરની લઈએ, આડ અસર ન થાય માટે સાથે બીજી દવા લઈએ, પથ્ય પાળીએ. મેલેરિયાની દવા માફક ન આવે તો થોડી લઈને પણ કોઠે પાડી દો ને? વિષકન્યાનું આલિંગન કરાવીને શત્રુઓ મારી ન નાંખે એ માટે ચાણક્ય ચંદ્રગુપ્તને વિષ આપતો હતો. રોજ થોડું થોડું વિષ લે તો વિષ પણ કોઠે પડી જાય. સ. ચંદ્રગુપ્તને ખબર હતી ? ખબર હતી, છતાં દલીલ કર્યા વિના લઈ લેતા. ગુરુ વિષ આપે તો ય વાપરી જાય એવા એ શિષ્ય હતા. ગુરપાતંત્ર્ય માટે ચંદ્રગુપ્ત અને ચાણક્યનું દષ્ટાન્ત કાયમ માટે યાદ રાખવું. “આર્ય જે કરે તે મારા હિતમાં છે આવો ભાવ ચાણક્ય માટે ચંદ્રગુપ્તના હૈયામાં કાયમ માટે હતો.આજે ‘ગુરુભગવઃ જે કહે, જે કરે તે મારા હિત માટે જ છે આવો પરિણામ છે? આટલું પાતંત્ર્ય કેળવવાની તૈયારી હોય તો જ સાધુપણામાં આવવું, બાકી ઉતાવળ કરવાની જરૂર નથી. જે ગુરુભગવાનું કહ્યું માનવા તૈયાર ન હોય તેને દીક્ષા કઈ રીતે અપાય ? વિષકન્યા મારી ન નાંખે તે માટે ચંદ્રગુપ્તનું શરીર કેળવી આપવાનું કામ ચાણક્ય કર્યું હતું. આવા ગુરુમહારાજ મળે તો આપણને ગમે ખરા ? સાધુપણાના કઠોરમાં કઠોર આચાર પાળી શકાય, પરિષહઉપસર્ગો વેઠી શકાય, ગમે તેવા ઉપદ્રવો સહી શકાય – તેવી રીતે શરીર કેળવાવે તો ગમે ખરું ? વિરાધનાના કારણે આપણે પાપ ન કરી બેસીએ એ રીતે શરીર કેળવાય - એવો પ્રયત્ન ગુરુભગવન્ત કરે તો સારું જ છે ને ? દુઃખ તો વેઠવું જ પડશે. ન માફક આવે એવું પણ વાપરવું પડશે – એ સિવાય વિસ્તાર નહિ થાય. સવારનું બનાવેલું સાંજે ટાટું થઈ ગયું હોય, જોવું ય ન ગમે – એવું પણ મન બગાડ્યા વિના વાપરવું પડે. સ. એવું બને ખરું? કે માત્ર અમને ઉત્સાહિત કરવા માટે કહો છો ? ના ભાઈ ના, વેડ્યું છે માટે કહીએ છીએ. તમે તમારે મળેલું ખંખેરી લેવામાં મશગુલ છો અને નહિ મળેલાની આશામાં મરો છો માટે આની કલ્પના નથી આવતી. જવાનું ક્યાં છે એ નિશ્ચિત કર્યું નથી અને પ્રયાણ ચાલુ છે ને ? કોઈ પૂછે કે ક્યાં જવું છે ? – તો શું કહો ? (૧૧૫) Page #119 -------------------------------------------------------------------------- ________________ સ. મોક્ષમાં! સંસારમાં રહેવું નથી અને સાધુપણામાં જવું છે – એ તો બોલતા જ નથી. . સીધું મોક્ષમાં એમને એમ થોડું જવાશે? પહેલાં સંસાર છોડવો પડશે, સાધુપણું લેવું પડશે, એ પણ સારી રીતે પાળવું પડશે અને નહિ જેવાં નિમિત્તોમાં સાધુપણાથી પતન ન થઈ જાય તેની તકેદારી રાખવી પડશે. આથી જ અહીં સ્ત્રીમાં આસક્તિ થયા પછી સમસ્ત સાધુપણું છોડી જવાની તૈયારીવાળાને સ્થિર કરવા માટે ઉપદેશ આપ્યો છે. સ. એક વાર છોડ્યા પછી પાછી ઈચ્છા કેમ થાય ? એક વાર રોગ ગયા પછી પાછો કેમ આવે છે? એક વાર જમી લીધા પછી પાછી ભૂખ કેમ લાગે છે? એક વાર ઊંઘ ઊડી ગયા પછી પાછી કેમ આવે છે ? એકવાર પૈસા મળ્યા પછી જાય છે કેમ? પ્રમાદ સેવો, સાવધાની ન રાખો, ટકાવવા માટે પ્રયત્ન ન કરો માટે જ ને ? તે જ રીતે અહીં પણ સમજી લેવું. આપણે તો એ વિચારવું છે કે તેવા પ્રકારના કર્મોદયે પતનને અભિમુખ થયેલા સાધુને બચાવવા માટે અહીં ઉપકારી મહાપુરુષોએ પૂરતો પ્રયત્ન કર્યો છે. પડતાને પડવા દે – એ કરુણા નથી, પડતાને બચાવી લેવા – એ સાચી કરુણા. દર્દી દવા કરવાની ના પાડે, મોઢેથી દવા જતી ન હોય, ટકતી ન હોય તો છેવટે બાહ્ય ઉપચાર પણ કરો ને? શરીરમાં સોંય ખોસીને લૂકોઝના બાટલામાં દવા નાંખીને પણ બચાવવા પ્રયત્ન કરો ને ? તે રીતે અહીં પણ ઉપકારી મહાપુરુષો પતનને અભિમુખ થયેલાને કઠોર અનુશાસન દ્વારા પણ સંયમમાં જે રીતે સ્થિર કરે છે તે જણાવે છે - पक्खंदे जलियं जोई धूमकेउं दुरासयं । नेच्छंति वंतयं भोत्तुं कुले जाया अगंधणे ॥२-६॥ જેમાંથી ધુમાડો નીકળી રહ્યો હોય, દુઃખે કરીને જેને અભિભૂત (શાંત) કરી શકાય એવા અને જ્વાળાઓથી ભડકે બળતા એવા અગ્નિમાં પ્રવેશવાનું અગંધન કુળના સર્પો પસંદ કરે છે પરંતુ વમી નાંખેલા વિષને ગ્રહણ કરવા ઈચ્છતા નથી. આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે સર્વે બે પ્રકારના હોય છે. કેટલાક સર્પે દંશ દીધા પછી માંત્રિકો વગેરેની વિદ્યાથી આકૃષ્ટ થઈને માંત્રિકો પાસે આવે છે ત્યારે દંશ દીધેલું વિષ પાછું ચૂસી લેવા અથવા તો જ્વાળાઓના સમુદાયથી ભયંકર એવા અગ્નિમાં પેસવાનું જણાવે છે. એ સાંભળીને જે ગંધનકુળના સર્પો હોય છે (૧૧૬) Page #120 -------------------------------------------------------------------------- ________________ તેઓ અગ્નિમાં બળી મરવાના ભયે વસેલું વિષ પાછું ચૂસી લે છે. જ્યારે અગંધનકુળના સર્પો અભિમાની હોવાથી બળતા અગ્નિમાં પ્રવેશ કરે છે પણ વમેલા વિષને પાછું ચૂસતા નથી. આ રીતે તિર્યંચગતિમાં રહેલા પણ જો અભિમાનમાત્રથી જીવિતની આશા મૂકી મરી જવાનું પસંદ કરે છે, પણ વમેલા વિષને ગ્રહણ કરવાની ઈચ્છા કરતા જ નથી તો હું શ્રી જિનવચનનો જાણકાર થઈને વમેલા ભોગોને ફરી કઈ રીતે ગ્રહણ કરું ? એના કરતાં તો મરી જવું સારું !... આ પ્રમાણે વિચારીને સાધુભગવન્તો પોતાના મનને સંયમઘરમાંથી બહાર જતાં રોકી રાખે છે. જે પ્રતિજ્ઞા અંગીકાર કરી તેનો ભંગ, પ્રાણ કંઠે આવે તો પણ નથી કરવો – આટલું નક્કી રાખે તેનો વિસ્તાર થયા વિના ન રહે. જે છોડ્યું તે કાયમ માટે છોડ્યું - એમ સમજવું. માતાપિતા, પત્ની, પુત્ર, સગાસંબંધી પરિવાર, પૈસો વગેરે છોડ્યા પછી, તેના પ્રત્યેનું મમત્વ મૂક્યા પછી તેમનું કામ કોઈ પણ રીતે ન પડે – એ રીતે જીવવું છે. જે છોડ્યું તેને પાછું નહિ ઇચ્છીએ આટલી તૈયારી જેની હોય તેને સાધુપણું અપાય. દીક્ષા લેતાં શરીરની મમતા છોડી તો છોડી જાણવી. શરીર જાણે મડદું છે – એમ સમજીને તેની સારસંભાળ નથી લેવી. આજે સાધુપણું લીધા પછી ઉપરથી શરીરની મમતા વધી ને ? શરીરને ઘસારો ન પહોંચે, માટે કામ કરવાની વૃત્તિ ઘસાવા માંડી ને? પોતાનું કામ પોતે કરીને બીજાનું કામ કરવાની તૈયારી સાથે આવેલા આજે નાનાને કે મોટાને કામ ભળાવતા થઈ ગયા અને એમાં પાછું સંકોચજેવું પણ રહ્યું નથી ને? જે રત્નાધિકોને પૂજ્યભાવે જોતા હતા તેમને હવે સમાનભાવે - મિત્રભાવે જેવા માંડ્યા ને? આજે નિયમ આપી દઉ કે શક્તિ હશે તો રત્નાધિકની ભક્તિ કરીશું પણ આપણે તેમની પાસે કામ નથી કરાવવું! જેનો ત્યાગ કર્યો તેને ગમે તેવી બિમારીમાં પણ ઇચ્છવું નથી. જે બીજી વાર ઉપાડવાનું ન હોય તેને પૂછ્યું કહેવાય. એક છોડીને બીજું ઉપાડે તો તે છોડ્યું કહેવાય કે બદલ્યું કહેવાય ? આજે વમેલાને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે ને ? જેમણે સંસાર છોડ્યો, ઘર છોડ્યું તેમણે ફૂલેટ વસાવવાની શરૂઆત કરી ! જેઓ ઘરના હિસાબ મૂકીને આવ્યા હતા તેમણે કરોડોના હિસાબ રાખવાના શરૂ કર્યા! સ. એક કલાકમાં તેર કરોડ ભેગા કર્યા. અમારે ત્યાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન મળે એમ છે – શું જોઈએ છે ? (૧૧૭) Page #121 -------------------------------------------------------------------------- ________________ સ. આ ભવમાં કેવળજ્ઞાન ક્યાં મળવાનું છે ? આ ભવમાં કરોડપતિ - અબજોપતિ થવાની કોઈ શક્યતા નથી, તો તેનો પ્રયત્ન કરવાનું માંડી વાળ્યું? જો અત્યારે કેવળજ્ઞાન મળવાનું નથી તો કેવળજ્ઞાનનું નામ શા માટે લો છો ? “મોક્ષ દૂર છે એવું બોલનારાએ “સિદ્ધા સિદ્ધિ મમ હિરતું બલવાનું પણ માંડી વાળવું જોઈએ ને? આજે કેવળજ્ઞાનનું અર્થપણું નાશ પામ્યું છે માટે “આ ભવમાં ક્યાં મળવાનું છે?' એમ કહીને તેની ઠેકડી ઉડાડવાનું શરૂ કર્યું છે. બાકી જેને કેવળજ્ઞાન જોઈતું હોય તેને તો વારંવાર તેની વાત સાંભળવી ગમે ને ? રાગ કોને કહેવાય? વારંવાર એની વાતો સાંભળવાનું મન થાય - તે જ ને ? આપણે ત્યાં તો કેવળજ્ઞાનની વાત સાંભળતાં કેવળજ્ઞાન પામનારા મહાપુરુષો થઈ ગયા છે. શ્રી પૃથ્વીચંદ્ર તથા શ્રી ગુણસાગરનું કથાનક સાંભળ્યું છે ને ? શ્રી ગુણસાગરને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન થયું તે જોઈને આશ્ચર્ય પામેલા સુધન નામના શ્રાવકને કેવળી ભગવંતે કહ્યું કે આના કરતાં ય અદ્ભુત અયોધ્યામાં જોવા મળશે. આ પ્રમાણે કેવળીભગવન્તનું વચન સાંભળીને તે શ્રાવક અયોધ્યાનગરીમાં ગયો. અને રાજસભામાં શ્રી પૃથ્વીચંદ્રરાજા સામે મસ્તક નમાવીને ઊભો રહ્યો. રાજાએ તેને પૂછ્યું કે દેશદેશાંતરમાં ફરતાં કાંઈક નવું-આશ્ચર્યકારક જોયું હોય તો કહો. ત્યારે સુધનશ્રાવકે શ્રી ગુણસાગરના કેવળજ્ઞાનનો વૃત્તાંત જણાવ્યો. એ સાંભળતાં શ્રી ગુણસાગરને ધન્ય કહેતાં કહેતાં શ્રી પૃથ્વીચંદ્રરાજાને ત્યાં જ રાજસિંહાસન પર કેવળજ્ઞાન થયું. આનું નામ પ્રભાવકતા ! પ્રભાવકતા ક્યાં ગણાય ? જ્ઞાન મળે તેમાં કે પૈસો મળે તેમાં ? માત્ર જાહોજલાલીમાં પ્રભાવકતા નથી સમાઈ, કેવળજ્ઞાનની નજીક જવામાં અને બીજાને લઈ જવામાં પ્રભાવકતા સમાઈ છે. કેવળજ્ઞાન પામવું હોય તે શાસ્ત્રજ્ઞાન પામવા મહેનત કરે કે કરોડોના પ્રોજેક્ટ પૂરા કરવા ? આજે તમને પણ શાસ્ત્રની વાતો કરનારા ગમે કે તમને ગમે એવી વાતો કરનારા ગમે? આજે તમે તો મુહપત્તી આડી રાખીને બોલે તેની ભાષા નિરવધ માનો ને ? મુહપત્તી આડી રાખે, હાથ આડો રાખે પણ શાસ્ત્રને આડું ન રાખે એવાની ભાષા સાવધ છે – એવું તમે માનવા તૈયાર થાઓ ખરા ? જે છોડે તે ત્યાગી નથી, છોડ્યા પછી પાછું માંગે નહિ તે ત્યાગી છે. સાધુપણું લેતી વખતે શું શું છોડ્યું છે તે બરાબર જોઈ લેવાનું. વિષયો છોડ્યા, તો હવે ભોગવવા નથી. કષાય છોડ્યા, તો હવે કરવા નથી. પાપ છોડ્યું, તો ફરી પાપ કરવું નથી. મળેલું પુણ્ય પણ છોડી દીધું, તો હવે નવું ભેગું નથી કરવું. અનુકૂળતા મૂકીને (૧૧૮) Page #122 -------------------------------------------------------------------------- ________________ આવ્યા, તો હવે પાછી અનુકૂળતા માંગવી નથી. સ્વજનવર્ગ છોડી આવ્યા તો હવે ભક્તવર્ગ ઊભો કરવો નથી... જે નીચ કુળના હોય તેઓ વસેલાને પાછું ગ્રહણ કરે. ઉત્તમકુળના તો અગ્નિમાં બળી મરે પણ વમેલું પાછું ન ગ્રહણ કરે. જે છોડી દીધું છે તે પાછું ઇચ્છે નહિ તેના માટે ખાનદાન કુળની જરૂર પડે. છોડવા પહેલાં સત્તર વાર વિચાર કરવો પણ છોડ્યા પછી પાછું લેવાનો વિચાર કોઈ કાળે નથી કરવો. તમારે પણ દાન આપતી વખતે સત્તર વાર વિચારવાનું પણ આપ્યા પછી પાછું નહિ માંગવાનું. તમે પ્રભાવના કરો અને ભૂલમાં ડબલ જાય તો પાછું માંગો ને ? લેનાર પાછું આપે તો લેવાનું, પણ પાછું માંગવાનું નહિ. સ. લેનારને દોષ ન લાગે ? લેનાર તો અજાણ હોય, તો દોષથી બચી જાય પણ આપનારને કૃપણતાનો દોષ લાગે છે તેનું શું? સ. સામુદાયિક પ્રભાવના હોય તો ? એવી સામુદાયિક પ્રભાવના કરવી નહિ. જો કરવા લીધી હોય તો પછી ઉદારતાપૂર્વક કરી લેવાની. જેઓ કામ સોંપ્યા પછી હિસાબ માંગે તેવાનું કામ હાથમાં ન લેવું. સામુદાયિક પ્રભાવનામાં પ્રભાવના કર્યાનો યશ બધાને મળે અને તમે પણતા દાખવો તો આબરૂ તમારી જાય. જે વિશ્વાસથી કામ સોંપે તેનું જ કામ હાથમાં લેવું, અને ઉદારતાપૂર્વક કરવું. “ઓછા પડે તો લઈ જજે પણ ઉદારતાપૂર્વક આપજો, હિસાબ મારે જોવો નથી.' આવું કહીને આપે એવાનું જ કામ હાથમાં લેવું. અને જેની પાસે હિસાબ પણ માંગવો ન પડે એને જ કામ સોંપવું. શ્રાવક તો ઉઘરાણી માંગવી પડે એવો ધંધો ન કરે. રોકડે ધંધો કરે. ભગવાનની આજ્ઞા મુજબ ધંધો કરે તો ક્યારે ય દેવાળું ન નીકળે. કારણ કે જેટલા ધંધામાં રોક્યા હોય એટલા પાસે જમા હોય જ. સહાય કરી હોય તો પાછું મળે એવી અપેક્ષા ન રાખે. મેળવવાની ઈચ્છાથી આપ્યું હોય તે આપ્યું ન કહેવાય. વમેલાની ઈચ્છા પાપ કરાવ્યા વગર નથી રહેતી. છોડેલી અવિરતિ જો સાધુપણામાં પાછી આવતી હોય તો આ વમેલાની ઈચ્છાના પાપે જ, આજે ધર્મ કરનારાઓ અનુકૂળતાનો ત્યાગ કરતા તો કરી નાંખે પણ પાછી એની ઈચ્છા એવી કરે કે સામેવાળા મુશ્કેલીમાં મુકાય અને એમને કહેવું પડે કે આના કરતાં તો તપ ન કર્યો હોત તો સારું થાત. “અનુકૂળતા માંગવી, એ પાપ છે' - એટલે તમારા મગજમાં બેસે ખરું ? સાધુભગવન્તો આઠમચૌદસના દિવસે એકાસણું - આયંબિલ કરે અને ગોચરીવાળાને સૂચના આપે કે વહેલા જજો. (૧૧૯) Page #123 -------------------------------------------------------------------------- ________________ સ. માત્ર વહેલું માગ્યું – એમાં શું? તેમાં જ ઘણું છે. આ તો સૂવનતિ મૂત્રમ્ છે. એક સૂચનાની સાથે બીજી ઘણી સૂચનાઓ અંદર સમાયેલી હોય. વહેલા જવાના કારણે ગરમાગરમ મળે, પૂરતા પ્રમાણમાં મળે અને સમયસર વાપરવા મળે..... આ બધું શું છે ? જે છોડીને આવ્યા તેની જ ઈચ્છા છે ને ? ગરમાગરમ સમયસર ભોજન ઘરમાં મળતું હતું તેના બદલે ઠંડું અંતરાંત વાપરવા માટે જ સાધુપણામાં આવ્યા હતા ને ? અગ્નિમાં બળી મરવું સારું પણ વમેલા ભોગોની ઈચ્છા કરવી સારી નહિ. સ. અગ્નિ એક ભવ મારે, ભોગો તો ભવોભવ મારે ને? . . બોલવું સહેલું છે, ભોગોથી બચવાનું કામ તમે ધારો છો એટલું સહેલું નથી. એક ભવ નજર સામે આવે તો ય પાપથી દૂર થવાય એમ છે, તો ભવોભવ નજર સામે આવે તેનું જીવન કેવું થાય ? પેલા શ્રેષ્ઠપુત્રની વાત સાંભળી છે ને ? નાસ્તિક જેવો હોવાથી તેને સુધારવા માટે રાજાએ ખોટા ગુનામાં સપડાવી ફાંસીની સજા ફરમાવી. અને એક શરત કરી કે કાંઠા સુધી તેલનો કટોરો હાથમાં લઈ આખા નગરમાં ફરવાનું, આજુબાજુ ખુલ્લી તલવારવાળા સૈનિકો ઊભા હશે, એક ટીપું પણ નીચે જાય તો તરત માથું છેદી નાંખશે અને જે તેલનો કટોરો અકબંધ લઈને આવે તો ફાંસીની સજા માફ. એ સાંભળીને મોતના ભયથી અને જીવિતની આશા થી સાવધ બનેલો તે શ્રેષ્ઠિપુત્ર આખા નગરમાં નાચગાન વગેરે ચાલુ હોવા છતાં તેમાં ચિત્ત રાખ્યા વિના તેલનો કટોરો અકબંધ લઈને પાછો આવ્યો. ત્યારે છેલ્લે રાજાએ તેની ફાંસીની સજા માફ કરતાં જણાવ્યું કે “મોત તો હજુ પણ માથે ભમે જ છે. હું નહિ મારું તોપણ યમરાજા ઊભો જ છે' આ લોકના રાજાથી કદાચ બચી જઈએ પણ પરલોકના રાજાનો ભય તો કાયમ માટે છે જ. આ રીતે મોત નજર સામે દેખાવાથી પાપ કરતાં કંપારી છૂટી અને એ શ્રેષ્ઠ પુત્ર પાપથી પાછો ફર્યો. આજે મોત નજર સામે દેખાતું નથી માટે જ વમેલું પાછું ભોગવવા તૈયાર થઈએ છીએ ને ? ત્યાગ કર્યા પછી ભોગ તરફ નજર જાય તો ત્યાગમાં ભલીવાર ન આવે. ત્યાગ તો સાધુઓએ કરવાનો ને શ્રાવકોએ પણ કરવાનો ને ? આજે તમારો ત્યાગ કેવો છે – એ તમે પણ વિચારી લો. એક તો ત્યાગ કરવાનું મન ન થાય અને કદાચ કરો તોપણ ભોગનો પરિણામ જ એમાં દેખાયા કરે ને ? સાથિયા માટે પાટલા પર ચોખા મૂકો તે ય વધારે લાગે તો પાછા વાટવામાં નાખી દો ને? ભંડારમાં પૈસા નાંખવા માટે ખીસામાંથી નોટ કાઢો (૧૨૦) Page #124 -------------------------------------------------------------------------- ________________ તે પણ વધારે લાગે તો તે મૂકીને બીજી કાઢો ને? ભોગો વિષજેવા છે, જ્યારે ત્યક્ત ભોગો વમેલા આહારજેવા છે. વમેલું ચોખ્ખા પાત્રમાં હોય, તાજું હોય ને પ્રાણ કંઠે આવ્યા હોય તો પણ કોઈ ગ્રહણ ન કરે ને ? એવી જ રીતે અવિરતિ-ભોગો જુગુપ્સનીય છે. જુગુપ્સનીય વસ્તુ નજર સામે આવે તો ય આંખો મીંચી દો ને ? તેની બાજુમાંથી પસાર થવું પડે તોપણ નાક મરડીને જાઓ ને? શ્રી સ્થૂલભદ્ર મહારાજા કોશ્યાને ત્યાં બાર વરસથી રહેલા હતા. તેમના પિતા શાકડાલમંત્રીનું અકાળે મૃત્યુ થવાથી તેમની મંત્રી મુદ્રા આપવા નંદરાજાએ શ્રી સ્થૂલભદ્રને કોશ્યાને ત્યાંથી તેડાવ્યા. રાજાના આદેશથી આવેલ શ્રી સ્થૂલભદ્રજી, રાજકારણના કાવતરામાં પિતાનું અકાળ મૃત્યુ થયેલું જાણી વૈરાગ્ય પામ્યા, અશોકવાટિકામાં જ રત્નકંબલનું રજોહરણ બનાવી દીક્ષા લીધી અને રાજસભામાં આવીને રાજાને ધર્મલાભ આપ્યો. રાજાને શંકા પડી કે – કોશ્યાને ત્યાં પાછા જવું છે તેથી મંત્રી મુદ્રા ન લેતાં દીક્ષાનું નાટક કર્યું લાગે છે. આથી તેમની પરીક્ષા માટે રાજા અગાસીમાં ચઢ્યા. જ્યારે કોશ્યાના મહેલ પાસેથી પસાર થયા ત્યારે જાણે સડેલા મડદાની ગંધ આવતી હોય તે રીતે મોટું આડું કરીને સડસડાટ ત્યાંથી ચાલ્યા ગયા. સ. બાર વરસની પ્રીતિની સ્મૃતિ તાજી ન થઈ? તમે બાર વરસ ભાગીદારી કરી હોય અને પછી ભાગીદારે નુકસાની કરવાથી એ ભાગીદારી તૂટે તો શું કરો ? તેનું મોટું પણ ન જુઓ ને? તેવી રીતે અહીં પણ એક વાર સમજાઈ જાય તો વૈરાગ્ય જ નહિ, કેવળજ્ઞાન આવતાં ય વાર ન લાગે. ભોગો વમેલા આહાર જેવા લાગવા જોઈએ. આજે અમારાં સાધુસાધ્વી ભગતના ઘરેથી આધાકર્માદિ દોષથી દૂષિત ગોચરી લાવે અને પાછા ક્યું કે આપણા માટે જ બનાવ્યું છે – ખબર હતી છતાં એના ભાવને આઘાત લાગે એવું હતું માટે લાવ્યો. ભગવાનની આજ્ઞા પાળવા માટે દીક્ષા લઈને આવેલા, ભગતના ભાવને સાચવવા આશાને આઘાત પહોંચાડે તો માનવું પડે ને કે – વમેલાની ઈચ્છા જાગી છે? એક વાર ભોગોનો ત્યાગ કર્યા પછી પાછી એની ઈચ્છા કરવી એના કરતાં તો મરવું સારું આ વિષયમાં અહીં શ્રી રામતીજી અને શ્રી રહનેમિનું દષ્ટાન જણાવ્યું છે. શ્રી નેમિનાથ ભગવાને દીક્ષા લીધી ત્યારે તેઓશ્રીના ભાઈ રહનેમિ, શ્રી રામતીજી પ્રત્યે આસક્ત હોવાથી તેમના માટે ભેટ-સોગાદ વગેરે આપવાના બહાને વારંવાર આવવા-જવા લાગ્યા. ભગવાનની દીક્ષા બાદ કામભોગથી નિર્વેદ પામેલાં શ્રી (૧૨૧) Page #125 -------------------------------------------------------------------------- ________________ રાજીમતીજીએ તેમની ચેષ્ટા ઉપરથી તેમના ભાવને જાણી તેમને પ્રતિબોધ પમાડવા માટે એક વાર મધુર ખીર વાપરીને મીંઢળના પ્રયોગથી એક પાત્રમાં તેનું વમન કર્યું અને જ્યારે શ્રી રહનેમિ આવ્યા ત્યારે તેમને તે વસેલું પીવા માટે કહ્યું. ત્યારે શ્રી રહનેમિએ કહ્યું કે - આ વસેલું તો કેવી રીતે પિવાય. ત્યારે શ્રી રામતીજીએ કહયું. કે – જો વમેલું ન પિવાય તો હું પણ શ્રી નેમિનાથ ભગવાન વડે વમન કરાયેલી છું તો મને પીવા (પરણવા) કેમ ઈચ્છે છે?... આ જ અનુસંધાનમાં આગળની ગાથા धिरत्थु ते जसोकामी, जो तं जीवियकारणा। वंतं इच्छसि आवेडे, सेयं ते मरणं भवे ॥२-७॥ .. શ્રી રામતીજી પોતાને પરણવા ઈચ્છતા શ્રી રહનેમિને પ્રતિબોધ પમાડવા માટે તિરસ્કારપૂર્વક કહે છે કે, “હે યશની (અપયશની) ઈચ્છા કરનાર ! તને ધિક્કાર થાઓ, જે તે જીવવા માટે, વમેલી (પરમાત્મા દ્વારા ત્યજાયેલી) એવી મને પીવા (પરણવા) ઇચ્છે છે. આવું અકાર્ય કરવા કરતાં તો તારે મરવું સારું !' આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. કુલીન આત્માઓ પોતાની મર્યાદાનું કોઈ પણ રીતે અતિક્રમણ કરતા નથી. મર્યાદાનું અતિક્રમણ કરવું એના કરતાં મરવું શ્રેયસ્કર છે. તે જ ભવમાં કેવળજ્ઞાન જેમને થવાનું છે તેમને પણ જો આવા પરિણામ જાગવાની સંભાવના હોય તો જેને સંસારમાં ભવ બાકી છે તેણે તો કેટલી સાવધાની રાખવી જોઈએ ? આપણને તો ડગલે ને પગલે વમેલાની ઈચ્છા થાય છે ને ? પાંચે ઈન્દ્રિયના વિષયોનો ત્યાગ કરી ફરી તેને ઈચ્છે તે સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય કે શ્રાવિકા હોય, બધા જ ગંધનકુળના બનવાના. જે છોડ્યું છે તે પાછું ગ્રહણ નથી કરવું. આ પ્રમાણે દઢ નિશ્ચય જેનો હોય તે શાસન મજેથી આરાધી શકે. ધર્મનું સ્વરૂપ સમજાવ્યા પછી એ ધર્મનું સેવન કરતી વખતે વિષયમાં મન ખેંચાવાના કારણે અધૃતિ થાય છે, તેને દૂર કરવાનો ઉપાય આ બીજા અધ્યયનમાં જણાવ્યો છે. દર્દ થઈ જાય એનો વાંધો નથી પણ તેનો ઉપાય સેવવામાં પાછી-પાની ન કરે તે દર્દથી બચી શકે. દર્દનું કારણ નાબૂદ કર્યા વિના દર્દને દૂર કરવા મહેનત કરે તો તે દર્દી સાજે ન થાય ને? અને કદાચ દર્દી પથ્ય પાળવા રાજી ન હોય તો કડકાઈ કરીને પણ તેને અપથ્યથી દૂર કરવો પડે ને ? તેવી રીતે અહીં પણ વિષયના કારણે જેને સંયમમાં અરતિ થઈ હોય અને તેથી વિષય ટાળવાના બદલે સંયમને ટાળવા જે (૧૨૨) Page #126 -------------------------------------------------------------------------- ________________ - તૈયાર થયો હોય તેને આચાર્યભગવન્ત કડક શબ્દોમાં અનુશાસન કરે. આ જ આશયથી શ્રી શય્યભવસૂરિ મહારાજે, શ્રી રાજીમતીજીએ શ્રી રહનેમિને કઠોર શબ્દોમાં જે હિતશિક્ષા આપી હતી તેનો અહીં સંગ્રહ કર્યો છે. ક્ષણિક સુખ ખાતર અનન્તા સુખને ઠોકર મારીએ તો માનવું પડે ને કે આપણામાં અક્કલ નથી ? આપણા નુકસાનને આપણે જોઇ નથી શકતા જ્યારે અનન્તજ્ઞાની ભગવન્તો જાણે છે. આથી જ તેઓ આ રીતે કઠોર અનુશાસન કરે છે. જેને સંયમ ગમતું હોય તે સંયમમાં થયેલી અતિ સહેલાઇથી ટાળી શકે. પણ જેને સંયમ ગમતું ન હોય તે અતિ ટાળવાના બહાને સંયમ ટાળવા તૈયાર થઇ જાય - એવા વખતે ક્ષણિક સુખ ખાતર સંયમ ગુમાવી ન બેસીએ તે માટે જ્ઞાનીઓ હિતશિક્ષા આપે ને ? હિતશિક્ષાના શબ્દો કેવા છે તે નથી જોવું, કેવી રીતે આપે છે – એ ય નથી જોવું, કેવી આપે છે – એ માત્ર વિચાર્યા વગર નથી રહેવું. અનન્યું સુખ ક્યાં અને આ ક્ષણિક સુખ ક્યાં ? એ સુખ પણ પાછું મળશે કે નહિ – તેની ખબર નથી, કેટલું મળશે- એ ય ભગવાન જાણે ! જેના ખાતર સંયમ મૂકવા તૈયાર થયા હોઇએ તે સામી વ્યક્તિને રાગ કેટલો છે – એની ય ખબર નથી. જે મળવાની ખાતરી નથી, ટકવાની ખાતરી નથી તેના માટે નિશ્ચિત પ્રાપ્તિ જેની છે એવા સુખને લાત મારવી એ મૂર્ખાઇ નહિ તો બીજું શું છે ? સાધુપણામાં આવેલાએ કયાંય પણ રાગ બંધાઇ ન જાય તેની ખાસ કાળજી રાખવી. જે ગુરુભગવન્તના યોગે તરવાનું છે તેમની પ્રત્યે પણ રાગ નથી કરવાનો તો બીજાની વાત જ ક્યાં રહી ? આજે તો રાગને અને બહુમાનને એક કરીને બહુમાનના નામે રાગની પુષ્ટિ કરે - એવાઓનો વૈરાગ્ય કઇ રીતે ટકે ? રાગના કારણે દીક્ષા કદાચ મળી જાય પણ એ દીક્ષા પળાય તો બહુમાનના યોગે જ પળાય. - સ. રાગ થાય તો બહુમાન પ્રગટે ને ? રાગ થાય તો નહિ, રાગ જાય તો બહુમાન પ્રગટે. રાગ ઔયિકભાવનો છે. બહુમાન ક્ષયોપશમભાવનું છે. રાગ ગળે લગાડવાનું મન કરાવે, બહુમાન આંગળી પણ અડાડવા ન દે. ગુરુ પ્રત્યે બહુમાન હોય તો દર્શન-વંદન કરે પણ સાડા ત્રણ હાથની અંદર ન જાય. જ્યારે રાગના કારણે સાડા ત્રણ હાથની અંદર જઇને પ્રવૃત્તિ શરૂ થાય. બહુમાન આશાતના ટાળવાનું કામ કરાવે, રાગ આશાતના કરાવવાનું કામ કરે. બહુમાન આજ્ઞા ઝીલવાનું શીખવે, રાગ આજ્ઞા મનાવવાનો આગ્રહ રાખે. ‘મારું પણ માનતા નથી ?' આવું દુઃખ રાગના યોગે થાય. જ્યારે બહુમાનના યોગે ‘એમનું પણ હું માનતો નથી ?’ એનું દુઃખ હોય. ગુરુભગવન્ત સહવર્તી સાથે બેાલવાની ના (૧૨૩) Page #127 -------------------------------------------------------------------------- ________________ પાડે ત્યારે મારા પર વિશ્વાસ નથી – એવું વિચારવાના બદલે, ‘ગુરુભગવન્ત કહે તે રીતે તમારે પણ જીવવાનું અને મારે પણ જીવવાનું' એમ કહીને સહવર્તીનો સંપર્ક ટાળવા પ્રયત્ન કરે તો સમજવું કે ગુરુભગવન્ત પ્રત્યે બહુમાન છે. ગુરુના હૈયામાં સ્થાન મેળવવા માટે મહેનત કરવી તે રાગ અને ગુરુને હૈયામાં પધરાવવા તેનું નામ બહુમાન. ગુરુની પાસે ને પાસે રહેવાનું મન કરાવે તે રાગ અને ગુરુની આજ્ઞામાં રહેવાનું મન થાય તે બહુમાન. બહુમાન એકતરફી નમન કરાવે જ્યારે રાગ સામાને નમાવે. બહુમાનમાં પૂજ્યભાવ પ્રગટે, રાગમાં પૂજ્યભાવ લગભગ હોય નહિ, હોય તો ય જાય. રાગમાં ગુરુ મને સમજે એવી અપેક્ષા હોય છે જ્યારે બહુમાનમાં ગુરુની વાત સમજવા માટેનો પ્રયત્ન ચાલુ હોય. જ્યાં સુધી રાગ અને બહુમાન વચ્ચેનો ફરક નહિ સમજાય ત્યાં સુધી અનુશાસન ઝીલવાની યોગ્યતા નહિ આવે. કઠોરમાં કઠોર અનુશાસન પણ લાયકનું કરાય. ચિકિત્સા પણ કોની કરાય ? અસાધ્યરોગીની નહિ ને ? રાગ અને બહુમાનના ભેદને જે સમજે તેનામાં યોગ્યતા પ્રગટવા માંડે. અને યોગ્યને કઠોર પણ અનુશાસન કોમળ લાગે. ગુરુ અનુશાસન કરે તો કઠોર લાગે, ‘કહે તો વાંધો નહિ, કઠોરતાથી ન કહેવું જોઇએ’, ‘એકાન્તમાં કહે તો વાંધો નહિ, ચાર માણસની વચ્ચે ન કહેવું જોઇએ'... આવું આવું બોલાય તે બહુમાનના અભાવને સૂચવે છે. રાગ મારીને દીક્ષા લેવાની હતી તેના બદલે દીક્ષા લઈને રાગ કરવા બેસે, રાગની અપેક્ષા રાખે તો હવે દર્દી અસાધ્ય થઇ ગયો છે – એમ માનવું પડે ને ? અનુશાસન કેમ નથી ગમતું ? રાગ જોઇએ છે, બહુમાન નથી જોઇતું; પુણ્યોદય જોઇએ છે, હિત નથી જોઇતું માટે જ ને ? આજના મુમુક્ષુઓ દીક્ષા લેતી વખતે ગુરુ પસંદ કરે છે, પણ આજ્ઞા પસંદ નથી કરતા. ગુરુ ગમે એ બરાબર નહિ, આજ્ઞાં ગમવી જોઇએ. ગુરુના રાગથી દીક્ષા લે તે મોહગર્ભિત વૈરાગ્ય છે. દીક્ષાના રાગથી, આજ્ઞાના રાગથી જે દીક્ષા થાય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય. સ. રાગ બહુમાનની ભૂમિકા પર લાવે ને ? ય અનાજનો ભંડાર એ જમણવારની ભૂમિકા છે તો ત્યાં જઇને બેસો ? અનાજ ખાવા કામ લાગે કે એ ભોજનમાં પરિણમે તો કામ લાગે. તેવી રીતે રાગ કામ ન લાગે, રાગ બહુમાનમાં પરિણમે તો કામ લાગે. આજે તમને રાગે ય ક્યાં કરતાં આવડે છે ? રાગ પણ સાચો હોય તો તેને બહુમાનમાં પરિણામ પામતાં વાર ન લાગે. આજે તો રાગ પણ બનાવટી છે, સ્વાર્થમૂલક છે. ગુરુભગવન્ત બધી ભૂલો ચલાવી લે તો ગમે અને બે શબ્દ કડક કહે તો મોઢું બગડી જાય, બીજી વાર પગ મૂકવા રાજી ન હોય (૧૨૪) Page #128 -------------------------------------------------------------------------- ________________ તો તે સ્વાર્થમૂલક જ રાગ છે ને ? જેને બહુમાન હોય તેને અપમાન અપમાન ન લાગે. એ તો ઊલટું વિચારે કે ‘ભૂલ થાય તો કહેવું જ પડે ને ? ગુરુ નહિ કહે તો કોણ કહેશે ?' ગુરુભગવન્ત શિષ્ય ઉપર તપે ત્યારે તમને દેખાય, પણ ગુરુભગવન્તે દસ વાર ભૂલ જતી કરી હોય, ચાર વાર શાંતિથી કહ્યું હોય છતાં ન માન્યું હોય તેનો ખ્યાલ ન હોય ને ? સ. ગુરુ તો કરુણાના ભંડાર હોય ને ? આપણે ગુનાના ભંડાર છીએ તેનું શું ? ગુરુની કરુણા એ ભંડારને ખાલી કરવા માટે જોઇએ છે કે ગુનાને ભંડારી રાખવા માટે ? આપણા દોષોને ચલાવી લેવાના કારણે ગુરુ પ્રત્યે રાગ થતો હોય તો તે ગુરુ પ્રત્યેનો રાગ નથી અસલમાં દોષો પ્રત્યેનો જ રાગ છે. અને જ્યાં સુધી દોષો પ્રત્યે રાગ હશે ત્યાં સુધી દોષો ટળશે નહિ. ગુણો આવશે નહિ, આવેલા ગુણો પણ જતા રહેશે. ચૌદપૂર્વી પણ પતન પામ્યા તો પ્રમાદના પ્રેમે જ ને ? આજ્ઞા પ્રત્યે બહુમાન હોત તો પ્રમાદ કરવાજેવો નથી – એવું સમજાત. સમસ્ત જગતને માર્ગ બતાવનારા પોતાના માર્ગને ન જોઇ શક્યા, કારણ કે રાગ આંધળો છે. પ્રમાદની ભયંકરતા જોવા ન દે તેનું નામ રાગ. આપણે ગુરુના રાગે તરવા માટે મહેનત કરીએ છીએ જ્યારે પૂ. યશોવિજયજી મહારાજ કહે છે કે ‘તુજ વચનરાગ–સુખસાગરે ઝીલતો...' આજ્ઞા સિવાય કશું ન ગમે અને એક-માત્ર ભગવાનની આજ્ઞા જ ગમે તેનું નામ બહુમાન. ભગવાનની આજ્ઞા સિવાય બીજું જે કાંઇ ગમે તે રાગમાં સમાય. આત્મકલ્યાણ સાધતી વખતે રાગ ન થઇ જાય અને બહુમાનભાવ કેળવાય એની કાળજી સતત રાખવી. રાગના કારણે જેણે ધર્મની શરૂઆત કરી હોય તેને બહુમાન પેદા કરાવીએ પણ જેઓએ બહુમાનથી ધર્મની શરૂઆત કરી હોય અને પછી રાગમાં અટવાયા કરે તો તેના માટે કઠોરમાં કઠોર અનુશાસન કરવું પડે ને ? જે નીચેથી ઉપર ચઢતો હોય તેને હાથનો ટેકો આપીને ચઢાવીએ, પણ જે ઉપરથી નીચે પડતો હોય તેને તો બાવડું ઝાલીને ખેંચવો પડે ને ? નાનું બાળક સર્પ કે અગ્નિની પાસે જતું હોય તો કેવી રીતે ખેંચો ? એના હાથપગ છોલાય તોપણ તેની ચિંતા ન કરો ને ? તેવી રીતે અહીં પણ પતનને અભિમુખ થયેલા સાધુને આચાર્યભગવન્ત કઠોર અનુશાસન કરે. આચાર્યભગવન્તનું અનુશાસન કઠોર છે – એવું જોયા કરે તેઓ સંસારમાં રઝળવા તૈયાર થયા છે, એમ માનવું પડે. સંસારમાં રઝળવું ન હોય તેણે કઠોર પણ અનુશાસન ઝીલવા સિવાય બીજો ઉપાય નથી. તેવા વખતે અયોગ્યતા બતાવવાને બદલે થોડી યોગ્યતા કેળવી લઇએ તો (૧૨૫) Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉપચાર સારો થાય. રાગાદિને આધીન થઈને વર્તવાના કારણે આજે બહુમાનથી દૂર રહ્યા છીએ. ગુરુ તો શિષ્યનું ધ્યાન રાખે પણ શિષ્ય ગુરુનું માનવાનું ધ્યાન રાખવાનું ગુરુને કહ્યા વગર ખાવા, પીવા, ઊંઘવા, વાતો કરવા, પ્રતિબોધવા બેસી જાય-તેના ચાલે. તરવા માટે આવેલાએ ઉપદેશની પ્રવૃત્તિથી દૂર રહેવું. પોતાનાં પાપ ટાળવા આવેલા બીજાનાં પાપને દૂર કરવા બેસે-એ લક્ષણ સારાં નથી. અવિરતિધરનો પરિચય સાધુ ન કરે. અવિરતિધરનો પરિચય કરે તેની વિરતિ જોખમમાં મુકાયા વગર ન રહે. આજે સાધુસાધ્વી મનની વાત ગુરુને કરે કે ભગતને કરે ? સંયમની અરતિ દૂર કરવાનું કામ ગુરુ કરે કે ભગત કરે ? પડતાને પકડવાનું કામ મજબૂત માણસ કરે કે કાચોપોચો? માંદગીની સારવાર માટે જેમ ડોક્ટર પાસે જાઓ તેમ સંયમની અરતિ ટાળવાનું કામ ગુરુભગવન્તને સોંપવું. ગુરુભગવન્ત આપણી નાડ પણ જાણે અને શાસ્ત્રીય ઉપાય પણ જાણે તેથી ધાર્યું પરિણામ આવે. આચાર્યભગવન્ત પતનાભિમુખ સાધુને જે રીતે હિતશિક્ષા આપે તે અહીં શ્રી રામતીજીના દષ્ટાંતથી જણાવી છે. દિલ્થ તેડનોકામી આ પ્રમાણે અહીં ‘મ'કારનો પ્રશ્લેષ સમજીને હે અપયશની ઈચ્છાવાળા તને ધિક્કાર થાઓ. આવો પણ અર્થ થાય છે. આવા કઠોર વચન કોણ બોલે છે? શ્રી રાજીમતીજી સતી ! અને કોને કહે છે ? શ્રી નેમનાથ ભગવાનના સગા ભાઈને ! આવું બોલાય? સ. માર્ગે લાવવા માટે કહેવું પડે. હવે તમને જો કઠોર શબ્દમાં કહું ને તમે ના પાડશો કે આ રીતે ન બોલાય તો એમ સમજી લઉં ને કે તમારે માર્ગે આવવું નથી? દુષ્ટ અવને માર્ગે ચલાવવા માટે ચાબૂક પણ મારવી પડે ને ? ઢાળ ઉપર ગાડી ઊભી રાખવી હોય તો પથ્થર મૂકવા પડે ને? આજે ગુરુભગવન્ત જો આવા શબ્દોમાં કહે તો શું લાગે ? હૈયામાંથી સ્થાન જતું રહ્યું છે – એવું લાગે ને ? એમને આપણી કશી પડી નથી – એવું લાગે ને? ગુરુભગવન્ત કેવા શબ્દોમાં બોલે છે – એવો વિચાર કરીએ છીએ માટે અનુશાસન આકરું લાગે છે. એના બદલે આવું ક્યા કારણસર બોલે છે – એવો વિચાર કરીએ તો આકરું ન લાગે. સ્ત્રીનું સેવન કરવાનો અભિલાષ એ નરકમાં લઈ જનાર અભિલાષ છે. આથી જ સ્ત્રીની ઈચ્છા કરવી તે અપયશની ઈચ્છા કરવા સ્વરૂપ છે. માટે અહીં એવું સંબોધન કર્યું છે. ગમે તેટલા ભોગપ્રિય હોય તોપણ અપયશપ્રિય બનવાની જરૂર નથી. જરૂર પડે તો તે માટે ભોગનો ત્યાગ કરવો છે. ભોગની ઈચ્છા જાગ્યા પછી પણ યશની ઈચ્છા જો પડી હોય તો ભોગોની પ્રાર્થના ન કરે. જે (૧૨૬) Page #130 -------------------------------------------------------------------------- ________________ અપયશનો કામી હોય તે જ ભોગને ઇચ્છે. સ્ત્રીનું સેવન તો હમણાં પતી જશે પણ અપયશની ટીલી તો આખી જિંદગી સુધી માથે લાગવાની. સાધુભગવન્ત ઉદયમાં આવેલા અપયશનો પ્રતિકાર ન કરે પણ સાથે અપયશના અર્થી ન હોય. એટલે કે અપયશ થાય એવું કાર્ય ન કરે. ઝાંઝરિયા મુનિ, સુદર્શન શેઠ આદિને અપયશ ઉદયમાં આવ્યો તો વેઠી લીધો પણ અપયશ થાય તેવું કાર્ય ન કર્યું. કરોડો રૂપિયા કરતાં પણ કીમતી એવી આપણી આબરૂ વેચીને કોઇ કામ નથી કરવું. આથી જ કહે છે કે સેયં તે મળ મવે અસંયમથી જીવવું તેના કરતાં તો મરવું સારું ને ? આજે તો કહે કે સાધુપણામાં અસંયમથી જીવવું તેના કરતાં ગૃહસ્થપણામાં જવું સારું – આવાઓ પ્રતિજ્ઞા કઈ રીતે પાળી શકે ? માત્ર સાધુ-સાધ્વીની જ નહિ તમારી પણ ભેગી વાત છે. તમારા જીવનમાં પણ નાની-મોટી પ્રતિજ્ઞા હોય ને ? તેનું પાલન પણ આ રીતે જ કરવાનું. મરી જઉં તે બને પણ લીધેલી પ્રતિજ્ઞા નહીં છોડું-એટલું સત્ત્વ હોય તો જ પ્રતિજ્ઞા પળાય. આમ રાત્રિભોજનનો ત્યાગ કરે ને માંદગીમાં રાત્રે દવા લે -એ ચાલે ? નાની પ્રતિજ્ઞા પણ જો પ્રાણના ભોગે પાળવાની તૈયારી નહિ કેળવાય તો સાધુપણા સુધી કઇ રીતે પહોંચાશે ? શ્રી રાજીમતીજી કહે છે કે અસંયમ જીવનમાં જીવવા કરતાં મરવું સારું. આજે ગુરુભગવન્ત એમ કહે કે – ‘સંયમજીવનનો ઘાત કરીને અસંયમજીવન ર્જીવવું તે તમારા માટે શોભાસ્પદ નથી, આના કરતાં તો અનશન કરી લેવું સારું !' તો શું થાય. જોકે અત્યારે કોઇ અનશન કરવાની વાત કરવાનું નથી. છતાં પણ જો આવું કહે તો શું વિચાર આવે ? ગુરુને તો પોતાની આબરૂની પડી છે, આપણા પ્રાણની કાંઇ પડી નથી !' એવો વિચાર આવે કે ‘પ્રાણ કરતાં પણ ધર્મની કિંમત વધારે છે માટે આ પ્રમાણે જ કહે – એ બરાબર છે,' એવો વિચાર આવે ? પ્રાણ કરતાં પ્રતિજ્ઞા કીમતી છે એ નહિ સમજાય ત્યાં સુધી પ્રતિજ્ઞાપાલનનું સત્ત્વ નહિ આવે. કોઇ પણ રીતે સ્થિર કરવા એનો અર્થ એ નથી કે સુખની લાલચ આપીને સ્થિર કરવા. સુખની લાલચ છોડાવીને સ્થિર કરવા તે સાધુપણામાં સ્થિર કરવાનો શાસ્ત્રીય ઉપાય છે. માત્ર વેષમાં સ્થિર કરવાના ઉપાયની અહીં વાત નથી. વેષમાં ટકવાનું કામ તો ગમે તે ઉપાયથી થઇ જાય. સાધુપણામાં ટકવા માટે શાસ્ત્રીય ઉપાય કામ લાગે. પહેલેથી ગુરુભગવન્તનું અનુશાસન ઝીલવાની ટેવ પાડી હોય તો આ રીતે પરિણામ બગડ્યા પછી પણ બચી જવાય. સૌથી પહેલાં તો ગુરુભગવન્તને બોલવું પડે એવું કામ જ નથી કરવું. કોઇ વાર ભૂલ થાય અને ગુરુમહારાજને બોલવું પડે તો ભૂમિમાં સમાવાનું મન થાય ને ? કે ‘ભૂલ ન કરે તે દેવ, ભૂલ કરે તે માનવ અને ભૂલ (૧૨૭) Page #131 -------------------------------------------------------------------------- ________________ કબૂલ કરે તે મહામાનવ. એવું એવું બોલવાનું મન થાય ? ગુરુભગવન્તનું અનુશાસન હિતબુદ્ધિથી જ કરાય છે, આપણી પ્રત્યેના દ્વેષથી નહિ – આટલી શ્રદ્ધા નહિ જાગે ત્યાં સુધી તેની પાત્રતા નહિ આવે. શ્રી રહનેમિ ઉત્તમ પાત્ર હતા. આથી જ શ્રી રાજીમતીજીની હિતશિક્ષા પ્રેમથી સાંભળી. પોતાને ‘વમેલું ઈચ્છનાર’ કહીને શ્વાન (કૂતરા)ની સાથે સરખાવ્યો છતાં તેને સ્વીકારી લીધું. આ તો શ્રી રામતીજી હિતશિક્ષા આપી શકે અને શ્રી રથનેમિજી ઝીલી શકે ! આપણું કામ નહિ ને? કે આપણે પણ અહીં સુધી પહોંચવું છે ? આ રીતે શ્રી રામતીજીનાં વચનોથી પ્રતિબોધ પામી શ્રી રથનેમિજીએ શ્રી નેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી અને શ્રી રાંજીમતીજીએ પણ તેને પ્રતિબોધીને ભગવાન પાસે દીક્ષા લીધી. પચ્ચખાણ પાર્યા પછી, ગોચરી લઈને આવ્યા હોવા છતાં પણ આહાર વાપરવાનું મન ન થાય તેવી આ ગાથાઓ છે ને ? સાધુસાધ્વી આવા અર્થવાળી સત્તર ગાથા રોજ પચ્ચખાણ માર્યા પછી બોલવાના કારણે વિષય તરફ ખેંચાતા નથી. આ શ્રી દશવૈકાલિકસૂત્રનો સ્વાધ્યાય માત્ર બે ઘડીમાં થાય એવો છે ને ? તો આજે દરેક સાધુસાધ્વીને નિયમ આપી દઉ કે આ શ્રી દશવૈકાલિક સૂત્રનો મોઢે સ્વાધ્યાય કર્યા વિના અથવા તેનું વાંચન કર્યા વિના મોઢામાં પાણી નાંખવું નહિ. આટલું તો બની શકે ને? સ. વિહારમાં ૯ વાગે સ્થાને પહોંચે, પછી શું કરે ? તમને ખબર નથી. બાવીસ કિ.મિ.નો વિહાર કરનારા પણ એક કલાક સુધી મંત્રજાપ કરીને પછી નીકળે છે. તો શ્રી દશવૈકાલિકસૂત્રનો સ્વાધ્યાય કરીને પછી નીકળાય ને? અને છતાં તમે કહેતા હો તો વિહારમાં છૂટ, પણ જે દિવસે વિહાર ન હોય, સ્થાયી મુકામમાં હોય ત્યારે તો આ નિયમનું પાલન મજેથી થઈ શકે ને ? આ અનુશાસન કઠોર છે કે ગમે એવું છે? સ. મોક્ષે જવું હશે તો ગમાડવું પડશે. જવું હશે કે જવું છે? જવું હોય તો આવું અનુશાસન ઝીલ્યા વિના નહિ ચાલે. આ ધિસ્થ ગાથામાં અનુશાસન કેવું છે? શ્રી દશવૈકાલિકસૂત્રની બારમી જ ગાથામાં કેવા શબ્દો વાપર્યા છે ? અને તે પણ માત્ર આઠ વરસની ઉમરના શ્રી મનકમુનિ માટે આ અનુશાસન હતું. આજે તો કહે કે-નાના છોકરાઓને લાડથી સમજાવીએ તો બાલમુમુક્ષુ તૈયાર થાય, પરિવાર કાંઈ એમને એમ ન થાય. શ્રી (૧૨૮) Page #132 -------------------------------------------------------------------------- ________________ શäભવસૂરિ મહારાજે લાડ ન લડાવ્યા ને ? સામાની પાત્રતા જોઈને કહેવાનું હોય, અવસરે કહેવાનું હોય અને એ પણ પરિણામ પામે એ રીતે કહેવાનું હોય - એની ના નહિ. પણ જે અનુશાસન કરવાનું હોય તે અહિતના માર્ગથી ખસેડનારું હોવું જોઈએ અને હિતમાં પ્રવર્તાવનારું હોવું જોઈએ. શ્રી રામતીજીના વચનથી પ્રતિબોધ પામીને સાધુ થયેલા શ્રી રહનેમિજી એક વાર દ્વારિકા નગરીમાં ભિક્ષા માટે ગયા હતા. પાછા વળતાં વરસાદ આવતો હોવાથી એક ગુફામાં પેસ્યા. શ્રી રામતી પણ તે વખતે શ્રી નેમનાથ ભગવાનને વંદન કરવા માટે ગયાં હતાં, વંદન કરીને ઉપાશ્રયમાં પાછાં ફરતાં હતાં ત્યારે વરસાદના કારણે તેઓ પણ કુદરતી રીતે એ જ ગુફામાં પ્રવેશ્યાં. શ્રી રામતીનાં વસ્ત્રો વર્ષમાં ભીંજાઈ ગયેલાં હોવાથી તેમણે પોતાનાં વસ્ત્રો સૂકવવા માટે મૂક્યાં. શ્રી રહનેમિજી ત્યાં આવેલા છે એની જાણ ન હોવાથી શ્રી રામતીજીએ અષ્કાયના જીવોની જયણાના નિમિત્તે વસ્ત્રો સૂકવ્યાં હતાં. પરંતુ તે વખતે વસ્ત્રરહિત એવી શ્રી રાજીમતીજીનાં સુંદર અંગોપાંગના દર્શનથી શ્રી રહનેમિજીને પૂર્વનો પરિણામ પાછો જાગૃત થયો. શ્રી રામતીજી ઈંગિતાકારને જાણવામાં કુશલ હોવાથી તેમને જોતાંની સાથે તેમના ભાવને કળી ગયાં. આથી પોતે તરત વસ્ત્રોને ધારણ કરી લીધાં અને તે વખતે આર્યા શ્રી રામતીજીએ ફરી શ્રી રહનેમિજીને જે હિતશિક્ષા આપી તે આગળની ગાથાઓથી જણાવે છે : अहं च भोगरायस्स, तं चऽसि अंधगवण्हिणोः। मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥२-८॥ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ। વાવિધુત્ર ડો, કિMા વિસિ પાર હું ઉગ્રસેન રાજાની પુત્રી છું તું સમુદ્રવિજયરાજાનો પુત્ર છે. તેથી આપણા બન્નેનાં શ્રેષ્ઠ એવાં કુળોમાં આપણે ગન્જનજાતિના સર્પજેવા ન થઈએ – એ માટે વ્યાક્ષિપ્તચિત્તવાળો બન્યા વિના તું સંયમનું પાલન કર. બીજું, જે જે સ્ત્રીઓને તું જોઇશ તે તે સ્ત્રીઓને વિષે ‘આ સુંદર છે માટે તેને સેવું આવા ભાવને કરીશ તો પવનના કારણે જે મૂળમાંથી હણાઈ ગઈ હોય તેવી હડો નામની વનસ્પતિની જેમ અસ્થિર સ્વભાવવાળો થઈને અહીંથી ત્યાં અટવાયા કરીશ. આ પ્રમાણે આ બે ગાથાનો સામાન્ય અર્થ છે. (૧૨૯) Page #133 -------------------------------------------------------------------------- ________________ ૪ કામનો આવેગ આવે ત્યારે માણસ બધું ભૂલી જાય છે. આથી તેને ભાનમાં લાવવા માટે આવા શબ્દો કહેવા પડે ને ? ત્યાગ કરેલી અવિરતિ વમેલા આહાર જેવી જુગુપ્સનીય છે. આથી જ શ્રી રાજીમતીજી કહે છે કે હું ભોગરાજાની પુત્રી છું અને તમે અંધકવિષ્ણુના પુત્ર છો. આપણે બન્ને વિષયાધીન થઇશું તો ગંધનકુળ જેવા નીચ કુળના થઇશું.... પોતાની કુલીનતા ઉપર ઘા પડે એવાં વચનો કોઈને પણ વસમાં લાગે ને ? છતાં પણ યોગ્ય જીવોને પોતાની કુલીનતાનું ભાન અકાર્યથી અટકાવનારું બને છે. આથી જ તે કહે છે કે ઉત્તમકુળમાં જન્મેલા પોતાની પ્રતિજ્ઞાનું ખંડન કરતા નથી. ગન્ધનજાતિના સર્પોની જેમ વમેલાને ફરી ગ્રહણ ન કરતા તેઓ જરૂર પડ્યે પોતાના પ્રાણ ત્યજી દે છે. આથી પ્રાણો કરતાં પણ કીમતી એવા સંયમમાં કોઇ પણ જાતની મલિનતા ન આવે, અધૂરાશ ન આવે, દોષનો લવલેશ ન લાગે તે રીતે સંયમમાં સ્થિર થઇને તું મોક્ષમાર્ગમાં ગમન કર. હવે જો શ્રી રથનેમિજી એમ કહે કે હું તો સ્વસ્થ જ હતો પણ આવા સુંદર રૂપદર્શનથી પાછો મને એવો ભાવ જાગ્યો તો તેમાં હું શું કરું ? આજે ઘણાઓ કહે છે ને કે મન તો ન હતું પણ વિષય સામે આવ્યો તો પાછું મન થઇ ગયું... તો તેના નિરાકરણમાં નવમી ગાથા છે. આજે પાપ કરનારા મોટાભાગે પોતાની જાતને નિમિત્તવાસી કહીને જ બચાવ કરતા હોય છે ને ? જાણે કે પોતે રાગદ્વેષથી વાસિત છે જ નહિ, નિમિત્તો આવી-આવીને જ રાગદ્વેષને ઊભા કરે છે ! જ સ. નિમિત્ત મળે તો રાગદ્વેષ ઉછાળો મારે ને ? પિત્તનો ઉછાળો આવે તો શું કરો ? દબાવવા માટે મહેનત કરો કે કાઢવા ? ચક્કર આવતા હોય તો આજુબાજુમાં જે મળે તે પકડીને સ્થિર થવા માટે મહેનત કરો કે પડી જાઓ ? સ. એના કરતાં નિમિત્તથી દૂર રહેવું સારું ને ? એ તો તમને પહેલાં જ કહ્યું કે સંસારમાં રાગનાં નિમિત્તો ઘણાં છે માટે તેનો ત્યાગ કરીને સાધુપણામાં આવી જવું. પરંતુ તમારે દ્વેષનાં નિમિત્તોથી દૂર ખસવું છે અને રાગનાં નિમિત્તોની વચ્ચે રહેવું છે. આપણે તો એ કહેવું છે કે નિમિત્તો ઊભાં નથી કરવાં પણ જો નિમિત્ત સામેથી આવી જાય તો રાગ પણ નથી કરવો ને દ્વેષ પણ નથી કરવો. જો નિમિત્તથી દૂર જ રહેવું હોય તો સૌથી પહેલાં સંસારનો ત્યાગ કરવો પડશે. જ્યારે તમારે તો સંસારમાં રહીને જ વૈરાગ્ય લાવવો છે ને ? પૃથ્વીચંદ્રગુણસાગરની જેમ કેવળજ્ઞાન પામવું છે ને ? (૧૩૦) Page #134 -------------------------------------------------------------------------- ________________ સ. તકલીફ ન પડે એ રીતે પામવું છે. તકલીફ ન પડે એ ભાવ છે કે સુખ ભોગવી શકાય - એવી લાલચ છે ? સુખ ભોગવવા છતાં નડે નહિ-એ અવસ્થા ગમે છે તેની પાછળ પણ સુખની લાલચ જ કામ કરે છે ને ? તકલીફ ન પડવી જોઈએ – એવો ભાવ હોય તેને તો હજુ સમજાવી શકાય કે આ તકલીફ એ તકલીફ જ નથી. પરંતુ જેને સુખ જ ભોગવવું ગમતું હોય તેને કેવી રીતે સમજાવાય? એને તો સુખથી દૂર જ કરવા પડે ને ? સુખની ઈચ્છા મારવાનું જ શીખવવું પડે ને ? આ સંસારમાં પાંચે ઈન્દ્રિયોના વિષયો તો રહેવાના જ છે, એ નાશ પામે પછી મોક્ષે જવાનું હોય તો ક્યારે ય કોઈનો મોક્ષ ન થાય. સુખનાં સાધનો સુખની ઇચ્છા નથી કરાવતાં. સુખની ઇચ્છા સાધનને ખેંચી લાવે છે. આ જગતમાં ભોગનાં સાધનોની કોઈ કમીના નથી. જેને જેને જોઈએ તેની તેની ઈચ્છા કર્યા કરીએ તો કોઈ પણ સ્થાને સ્થિરતા પ્રાપ્ત નહિ થાય. જેને માર્ગે ચાલવું હોય તે સ્થિર હોય તો ચાલી શકે કે અસ્થિર હોય તો? અસ્થિર તો લથડિયાં ખાય. સ્થિરતાપૂર્વક ડગલાં માંડવાં હોય, આત્મગુણોમાં સ્થિરતા કેળવવી હોય તો વિષયોની ઈચ્છાને દૂર કર્યા વિના ચાલે એવું જ નથી. જીવડો નિમિત્તવાસી છે – એવું બોલવાને બદલે જે જીવડો નિમિત્તને જીતે તે શિવલાસી બની શકે એટલું યાદ રાખવું. શ્રી રામતીજીનાં આત્મહિતકારી એવાં સુંદર વચનોથી લઘુકર્મી એવા શ્રી રથનેમિ ફરી સંયમમાં સ્થિર થયા તે દસમી ગાથાથી જણાવે છે – तीसे सो वयणं सोच्चा संजयाइ सुभासियं । अंकसेण जहा नागो धम्मे संपडिवाइओ॥२-१०॥ સંયતા એવી શ્રી રામતીજીનાં સુભાષિત અર્થાત્ સંવેગના કારણભૂત એવાં વચનોને સાંભળીને, અંકુશ વડે જેમ હાથી સ્થિર કરાય તેવી રીતે અંકુશતુલ્ય હિતવચનો વડે શ્રી રથનેમિ ધર્મમાં સ્થિર કરાયા- આ પ્રમાણે આ ગાથાનો અર્થ છે. શ્રી રથનેમિ પતનપરિણામી બનવા છતાં સંયમમાં સ્થિર થયા તે શેના કારણે થયા? શ્રી રામતીજી મળ્યા માટે કે તેમણે શ્રી રામતીજીનું કહ્યું માન્યું માટે ? આજે આપણું ઠેકાણું કેમ પડતું નથી ? કુમાર્ગથી બચાવનાર ગુરુ મળ્યા નથી માટે કે મળેલા ગુરુનું માન્યું નહિ માટે ? અત્યાર સુધી ગુરુનું માન્યું નહિ માટે જ . સંસારમાં રખડીએ છીએ ને? અને હજુ પણ ગુરુનું કહ્યું માનવું નથી ને? સાહેબ (૧૩૧) Page #135 -------------------------------------------------------------------------- ________________ (પ.પૂ.આ.શ્રી. રામચન્દ્ર સૂ.મ.) જેવા ગુરુ મળ્યા છતાંય આપણું ઠેકાણું કેમ ન પડ્યું ? સાહેબનું માન્યું નહિ માટે ને ? સ. સાહેબનું માન્યું હોત તો આ સંસારમાં ન હોત. તો હવે જીવડો નિમિત્તવાસી છે કે રાગાદિથી વાસિત છે ? આપણા રાગાદિને ચાલના આપે એવાં નિમિત્તો ન મળે તો સારું જ છે પણ કદાચ જો નિમિત્ત મળી જ જાય તો તેને આધીન નથી થયું. એ માટે ગુરુનું માની લેવું છે. અને કદાચ કોઇ સંયોગોમાં આધીન બની ગયા હોઇએ તો ગુરુનું અનુશાસન ઝીલી લેવું છે. અનુશાસન ઝીલવાની યોગ્યતા કેળવી લીધી હોય તેના માટે બચી જવાની તક છે. ભોગોની પ્રાર્થના કર્યા પછી પણ ભોગોથી વિરામ પામવાનું સામર્થ્ય આવ્યું તે હિતશિક્ષા મળી માટે નહિ, હિતશિક્ષા માની માટે આવ્યું. આજે ઠેકાણું નથી પડતું. કારણ કે માનતા જ નથી. ગુરુની વાત માનવાને બદલે એમ કહે કે – તમે કહો તે બધું સાચું, પણ મારા મનની હાલત તો હું જાણું. વેદના ઉદયની પીડા જેણે ભોગવી હોય તેને ખબર પડે.... આવુ આવું કહે તો ઠેકાણું કઇ રીતે પડે ? સ. આકર્ષણ અને અતિપરિચય એ એવી વસ્તુ છે કે જે ગમે તેવા ચમરબંધીને પણ ફેંકી દે ! જેને ગુરુભગવન્તનું આકર્ષણ ન હોય, ભગવાનની આજ્ઞાનું આકર્ષણ ન હોય, ભગવાન અને ગુરુની આજ્ઞા પાળવામાં ઉદ્યત એવા સહવર્તીનું આકર્ષણ ન હોય તેને આ વિષયનું આકર્ષણ માર્યા વગર ન રહે. આકર્ષણ કે અતિપરિચય એ ખરાબ વસ્તુ નથી. સારી વ્યક્તિનો પરિચય કર્યો હોય કે સારી-ઉત્તમ વસ્તુનું આકર્ષણ હોય તો તે ફેંકી ન દે, ઊલટું ઉગારનાર બને. શાસ્ત્રનો, ભગવાનની આજ્ઞાનો, તારક ગુરુભગવન્તનો અતિપરિચય કરીએ અને તે પણ તેમનું માનવા માટે કરીએ તો ચોક્કસ નિસ્તાર થાય. ઊંચામાં ઊચું સાધન પણ મળવાથી કે ગમવા માત્રથી કલ્યાણ ન થાય, એ સાધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી કલ્યાણ થાય. ચારિત્રજેવું ઊંચામાં ઊંચું અને અતિદુર્લભ એવું સાધન બીજું એકે નથી. આથી જ અર્થકામની સાધનામાં જાત ઘસવાને બદલે અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મની સાધનામાં જીવન સમર્પી દેવું છે. સાચું જ્ઞાન કે શ્રદ્ધા મળ્યા પછી પણ આ સંસારમાં ભટકવું પડતું હોય તો તે આ ચારિત્રની દુર્લભતાના કારણે. સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાન ગુમાવવું પડતું હોય તો તે સંસારસુખના રાગ સ્વરૂપ અવિરતિના કારણે જ. છાસઠ સાગરોપમ સુધી ટકાવેલું (૧૩૨) Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પણ ગુમાવી દેવું પડતું હોય તો તે એટલા કાળમાં ચારિત્ર ન પામી શકે માટે જ ને ? જે સમ્યગ્દર્શન પામ્યા પછી અન્તર્મુહૂર્તમાં મોક્ષે પહોંચાય, એના બદલે અર્ધપુદ્ગલપરાવર્ત કાળ આ સંસારમાં કાઢવો પડે એ પ્રભાવ આ ચારિત્રની અપ્રાપ્તિનો જ છે ને ? બધા જીવો માટે આવું નથી બનતું પણ જેના માટે આવું બને તેના માટે સમ્યગ્દર્શન-જ્ઞાન કામ ન લાગ્યાં એમ કહેવું પડે ને ? સમ્યગ્દર્શન-જ્ઞાન મળ્યા પછી ચારિત્ર મેળવવા મહેનત કર્યાં વિના નહિ ચાલે. અત્યારે તો આપણે જેણે સાધુપણું લીધું છે તેની વાત કરી રહ્યા છીએ. સર્વથા પાપથી વિરામ પામેલા પોતાની પ્રતિજ્ઞા તરફ નજર ન નાંખે તો મળેલા ચારિત્રના પણ ભૂકા બોલાવ્યા વિના ન રહે અને પરિણામે સંસારમાં રખડવાનો વખત આવે. ચારિત્ર ગુમાવ્યા પછી સમ્યક્ત્વને ટકાવવાનું કામ સહેલું નથી. ઉત્તમ સાધન હાથમાંથી સરી ગયા પછી સમ્યગ્દર્શન ટકી રહ્યાનો આનંદ હોય ? માટે જ કહેવું છે કે સમ્યગ્દર્શન કરતાં પણ ચારિત્રની કિંમત કંઇકગણી અધિક છે. સ. હંસણભટ્કો ભટ્યો.... એવી વાત આવે છે ને ? (સળમટ્ટો મઠ્ઠો, વંશળમદ્રસ્સ નથિ નિવ્વાĪ | सिज्झति चरणरहिया, दंसणरहिया न सिज्झति ॥ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલો ભ્રષ્ટ છે. સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાને મોક્ષ નથી મળતો, ચારિત્રથી રહિત હોય તેનો મોક્ષ થાય, પણ સમ્યક્ત્વ વિનાનાનો મોક્ષ ન થાય). એ વાત તો પડતાને બચાવવા માટે હતી તેનો ઉપયોગ તમે ચઢવા માટે કરો એ ચાલે ? ચારિત્રથી ભ્રષ્ટ થયેલો સમ્યક્ત્વને પણ ગુમાવી ન બેસે તે માટેની એ વાત હતી. સમ્યગ્દર્શન મળી ગયા પછી ચારિત્ર ન મેળવે તો ચાલે એવું જણાવનારી એ ગાથા નથી. તમને લોકોને સમ્યક્ત્વની વાતમાં બહુ રસ પડે ને ચારિત્રની વાતમાં રસ ન પડે ને ? કારણ કે ચારિત્રમાં પાપ છોડવું પડે છે અને સમ્યક્ત્વમાં પાપ ચાલુ હોવા છતાં નડે નહિ અને ધર્મીમાં ગણાઇએ... ખરું ને ? સ. સમકિતીને અલ્પબંધ કહ્યો છે ને ? તેના આશ્રવ પણ સંવર થાય ને ? સમ્યગ્દર્શનનો પરિણામ તમે ધારો છો એવો નથી. જેને આશ્રવમાં આનંદ આવતો હોય તે આશ્રવને સંવર ન બનાવી શકે. આશ્રવને સંવર તે બનાવી શકે જેના (૧૩૩) Page #137 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ ટાળ્યા ટળી શકે એવા ન હોય. જેણે આશ્રવ ચાલુ રાખ્યા હોય તેના આશ્રવ સંવર ન બને. યુદ્ધમાં જતી વખતે જે હાથમાં આવે તે શસ્ત્ર બનાવવાની વાત ન હોય. જતી વખતે તો યુદ્ધનાં જ શસ્ત્રો જોઈએ. જ્યારે કશું જ પાસે રહ્યું ન હોય ત્યારે મુગટ વગેરેને શસ્ત્ર બનાવવાનો વખત આવે. તે રીતે અહીં પણ સંવર માટે પૂરતો પ્રયત્ન કરી લીધા પછી જે આશ્રવ રહી ગયા હોય તે સંવરમાં પરિણમે. સમકિતીને અલ્પબંધ એટલા માટે કહ્યો છે કે તેનું ચિત્ત કાયમ માટે વિરતિમાં જ હોય છે. ચારિત્ર માટે જે તલસે તેનું નામ સમક્તિી. ચારિત્રની અભિલાષા વિના સમ્યકત્વ ટકે જ નહિ. છતાં અહીં સામો... માં જે વાત કરી છે તે ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને સ્થિર કરીને પાછા વાળવા માટેની છે, તમે ચારિત્રને ગૌણ બતાવવા માટે તેનો ઉપયોગ કરો તે કેમ ચાલે ? અને એમાં જે ચારિત્રની વાત છે તે દ્રવ્ય-અપ્રધાન ચારિત્રની વાત છે. “સિન્હેતિ ચરણરહિયા' નો અર્થ એ છે કે – દ્રવ્યચારિત્રથી રહિતને મુક્તિ મળે છે. બાકી જે ભાવચારિત્રથી ભ્રષ્ટ થાય તેને મુક્તિ ન જ મળે. તમને સમ્યગ્દર્શનનો મહિમા બતાવનારો આ શ્લોક યાદ આવ્યો પણ “ચારિત્ર વિણ નહિ મુક્તિ...' એ યાદ ન આવ્યું ને ? એ પદ ઉપરથી પણ સમજાય ને કે ભાવચારિત્ર વિના મુક્તિ નથી ? જેને ભાવચારિત્ર એક વાર પણ સ્પર્શે તેની અલ્પ કાળમાં મુક્તિ થયા વિના ન રહે. અનન્તી વાર જે ચારિત્ર લીધાની વાત આવે છે તે દ્રવ્ય-ચારિત્રને આશ્રયીને આવે છે. બધા જીવો પ્રાય: અનન્તી વાર રૈવેયકમાં જઈ આવેલા છે - એ પ્રમાણે શ્રી પંચસૂત્રમાં જણાવ્યું છે તે આ દ્રવ્યચારિત્રની જ વાત છે. કારણ કે દ્રવ્યથી પણ ચારિત્ર લીધા વિના નવમા રૈવેયક સુધી ન જવાય. સ. દ્રવ્યચારિત્રી પણ નવમા રૈવેયક સુધી જઈ શકે ? તમારી નજર પાછી ત્યાં ક્યાં ગઈ? તમારી આગળ શાસ્ત્રોની વાતો સમજાવવામાં જોખમ ઘણું છે. કારણ કે શાસ્ત્રની વાતોમાંથી પણ “સુખ કયાંથી મળે?’ એટલું જ યાદ રહે ને? ભાવચારિત્રની મહત્તા અને દુર્લભતા જણાવવા માટે જે કહ્યું હોય તેમાંથી પણ દ્રવ્યચારિત્રની ઉપાદેયતા સમજીને જાઓ તો શું કરવું? દ્રવ્યચારિત્ર પ્રધાન નથી. જે અપ્રધાન હોય તેનાથી શું મળે એ જોવાની જરૂર ખરી ? આપણે તો એ કહેવું છે કે જેને ભાવચારિત્ર સ્પર્શે તેને અનન્તો કાળ સંસારમાં ભટકવું જ ન પડે. દ્રવ્યચારિત્ર મળે એટલે ભાવ-ચારિત્ર આવી જ જાય: એવો નિયમ નથી. અચરમાવર્તકાળમાં ગમે તેટલી વાર દ્રવ્યચારિત્ર લે તોપણ ભાવ સ્પર્શે નહિ. ચરમાવર્તામાં પણ અર્ધપુદ્ગલપરાવર્ત કાળ સુધી ભાવ ન સ્પર્શે. બાકીના (૧૩૪) Page #138 -------------------------------------------------------------------------- ________________ અર્ધપુદ્ગલપરાવર્તમાં ભાવચારિત્ર સ્પર્યા પછી પણ ટકાવતાં ન આવડે તોદ્રવ્યચારિત્ર કામ ન લાગે. માટે નક્કી છે ને કે ભાવ હોય કે ભાવને લાવી આપે તેવું હોય તો તે દ્રવ્યચારિત્ર કામનું છે. સ. વર્તમાનમાં જે દીક્ષા અપાય છે તે દ્રવ્યથી કે ભાવથી ? દીક્ષા દ્રવ્યથી જ અપાય પણ તે ભાવનો આરોપ કરીને અપાય. સ. અંદરના ભાવ કેવી રીતે જણાય? શાસ્ત્રમાં ભાવ જાણવા માટે પ્રશનપરીક્ષા કરવાનું, પ્રવૃત્તિ વગેરેની પરીક્ષા કરવાનું જણાવેલું છે. પ્રશ્નપરીક્ષા ઉપરથી તે દુઃખથી કંટાળીને આવ્યો છે કે સંસારથી કંટાળીને આવ્યો છે તે સમજી શકાય. તેનાં પગલાં પરથી પણ પારખી શકાય. કાચા પાણીમાં પગ કેવી રીતે મૂકે છે અને કાચવાળી જગ્યામાં પગ કેવી રીતે મૂકે છે-એના પરથી પણ ખ્યાલ આવે ને ? દીક્ષાની ક્રિયામાં ઓઘો આપ્યા પછી મુંડન કરાવીને વેષ પહેરીને પાછો મંડપમાં આવે ત્યારે રસ્તામાં ફૂલ વગેરે પડ્યા હોય ત્યાં કેવી રીતે ચાલે છે, ફોટો પાડનારની સામે જુએ છે કે નહિ – એ બધા પરથી પણ ખબર પડે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે મુંડાપન કરી વેષ પહેરીને આવ્યા પછી પણ જો અયોગ્ય જણાય તો આગળની ક્રિયા અટકાવી દેવી. સ. વેષપલટો થયા પછી હું કોણ ?' એનું ભાન ન થાય ? વેષપલટાથી જ નહિ, માત્ર સાંભળવાથી પણ હું કોણ ?’ આવું ભાન તમને થાય છે ને ? પણ તે ટકે છે ખરું ? તેમ અહીં પણ વેષ પલટાવ્યા પછી જો વેષ ભજવવા માંડે તો ભાન ગયું છે એમ જ માનવું પડે ને ? માટે નક્કી છે કે ઉત્તમ સાધન મળવામાત્રથી નિસ્તાર ન થાય એ સાધનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કલ્યાણ થાય. ચારિત્ર જેવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન નહિ જેવા સુખની લાલચના યોગે હાથમાંથી સરી ન પડે – એ માટે આ શ્રી દશવૈકાલિક સૂત્રના બીજા અધ્યયનની રચના છે. સંસારના સુખ ઉપરથી નજર નહિ ઊઠે ત્યાં સુધી દીક્ષા લેવાશે પણ નહિ, પળાશે પણ નહિ. જેની નજર સુખ ઉપર જ ઠરી છે તેના માટે આ સૂત્રની રચના નથી. એવા લોકો આગળ આ સૂત્ર વાંચવું એ તો બહેરા આગળ ગાન છે. જેણે દીક્ષા લીધી છે, જેને દીક્ષા પાળવી છે અને જેને દીક્ષા લેવાની ભાવના છે તેના માટે આ સૂત્રની રચના છે. તમારે દીક્ષા લેવી છે ને? (૧૩૫) Page #139 -------------------------------------------------------------------------- ________________ સ. દીક્ષા લેવાના ભાવ તો છે. એ ભાવ કેવા છે? મળે તો સારું ? કે મેળવીને જંપવું છે? તમે ધંધો કરો ત્યારે ભાવ કેવો હોય ? પૈસા મળે તો સારું કે મેળવીને રહેવું છે? મેળવીને જ જંપવાવાળો તો આખો દિવસ અપડાઉન કરે, ચાલવું પડે તો ચાલે... અને ‘મળે તો સારું વાળી ઓફિસ ખોલીને બેસી રહે. આ મહાપુરુષોએ આપણા ઉપર ઉપકાર કરવામાં કશું બાકી નથી રાખ્યું. દીક્ષાનો માર્ગ બતાવ્યા પછી તેને ટકાવવા માટેના ઉપાય પણ પૂરેપૂરા બતાવ્યા. સાધુપણામાં જો અરતિ થાય તો ગમે તે ભોગે તેને દૂર કર્યા વિના રહેવું નથી. આપણે જોઈ ગયા કે શ્રી રામતીજીનાં સુભાષિતોના કારણે શ્રી રહનેમિજી સંયમમાં સ્થિર થયા. “પર્વ ાિં નાડું', “જિલ્થ તેડનસોવામી', ‘સેવં તે માં મ’... આ બધાં સુભાષિત કહેવાય ખરાં? સ. નિશ્ચયથી સુભાષિત કહેવાય, વ્યવહારથી કુભાષિત કહેવાય. આ નિશ્ચય અને વ્યવહારની વ્યાખ્યા ક્યાંથી શીખી આવ્યા? અમારે ત્યાં તો એક જ નય છે. જે મોક્ષે પહોંચાડે તે નય અને જે મોક્ષમાં બાધા પહોંચાડે તે બધા કુનય-નયાભાસ. આ વચનોને વ્યવહારથી કુભાષિત માને તે બધા વ્યવહારાભાસમાં રાચી રહયા છે - એમ સમજી લેવું. જે હિતકારી હોય તેને કુવચન ન કહેવાય – એવું માને તો જ શુદ્ધવ્યવહાર આવે. સ. વ્યવહારમાં નિશ્ચય દેખાવો જ જોઈએ? ' તમે પણ બતાવો જ છો ને? નાના છોકરાને પણ ગુસ્સાથી આપો તો ન લે, માટે પ્રેમથી આપો ને? ગુસ્સાથી આપ્યું એ આપ્યું ન કહેવાય, તેમ હિતબુદ્ધિથી બોલાયેલાં વચન કુવચન ન કહેવાય. આજે તો અમારાં સાધુસાધ્વીજી રોજ આ ગાથાનો સ્વાધ્યાય કરે છે. આ વચનોને સુભાષિત કહે અને પાછાં ગુરુભગવન્ત કઠોર બોલે છે – એવી ફરિયાદ કરે ! રોજ આનો સ્વાધ્યાય કરનાર, ગુરુના વચનને કઠોર કઈ રીતે કહી શકે? આ ગાથા બધાં જ સાધુસાધ્વીજીને આવડે છે. નૂતનદીક્ષિતને પણ બે દિવસમાં શીખવી દઈએ છીએ. આજે તો વળી ગૃહસ્થપણામાંથી જ શીખીને આવે છે. અત્યારનાં સાધુસાધ્વી તો ગૃહસ્થપણામાં જ બધી રીતે તૈયાર થઈને આવે છે ! સિદ્ધિ દીક્ષા લીધા પહેલાં જ મેળવી લે અને દીક્ષા લેતાંની સાથે વિનિયોગ કરવા બેસી જાય! એક સાધુમહાત્મા દીક્ષા લીધા બાદ હજી દીક્ષાના સ્ટેજ ઉપર જ બેઠા (૧૩૬) Page #140 -------------------------------------------------------------------------- ________________ હતા. સગાસંબંધીઓ વંદન કરવા માંડયા એટલે તરત નાના બાબાબેબીને ઓઘો બતાવીને પૂછવા લાગ્યા કે ‘ઓઘો લેવો છે ?’ આપણને કહેવાનું મન થઇ જાય કે હજુ આજે લીધો છે, આપવા ક્યાં નીકળ્યો ? તું જાતે પાળ તો ખરો ?' દુકાન ખોલો તો પહેલાં જ દિવસે કોઈને પૂછો ખરા કે પૈસા જોઈએ છે ? આપણે તો એ કહેવું છે કે જો ગૃહસ્થપણામાં જ આ બધું ભણીને આવ્યા હોય તેને ગુરુભગવન્તનાં વચન આકરાં ન લાગે ને ? ગુરુભગવન્ત ગમે તેટલા કઠોર હોય તોપણ શ્રી રાજીમતીજીજેવાં કઠોર વચન તો નથી બોલતા ને ? છતાં આકરું લાગે તો શું માનવું ? સ. એ અમારું અજ્ઞાન. ક્યારે ટાળવું છે ? જ્ઞાન મળ્યા પછી અજ્ઞાન ટળે-એવું નથી, સાન ઠેકાણે આવે ત્યારે જ અજ્ઞાન ટળે. જે સાધુસાધ્વી શ્રી રાજીમતીજીનાં વચનોને સુભાષિત માને તે ગુરુને કઠોરવચની કહી ન શકે. અહીં શ્રી રાજીમતીજીનાં વચનો દ્વારા શ્રી રહનેમિજી જે રીતે સંયમમાં સ્થિર થયા તે જણાવવા માટે એક નૂપુરપંડિતાનું કથાનક અહીં આપ્યું છે : વસંતપુર નામના નગરમાં એક શેઠિયાની પુત્રવધૂ રહેતી હતી. એક વાર તે નદી ઉપર સ્નાન કરવા ગઇ હતી. સ્નાન કરતી એ વધૂને જોઇને ત્યાં આવેલો એક યુવાન તેના ઉપર ખૂબ જ રાગી બન્યો. તે વધૂ સાથે કાંઇક વાત કરતાં તેણીનો પણ પોતાની પ્રત્યે અનુકૂળ ભાવ છે – એ જાણી લીધું. પેલી સ્ત્રી તો પોતાના ઘરે ગઇ, પણ આ તેણીના વિરહને ખમી શકતો નથી. આથી ત્યાં રહેલા યુવાન લોકોને આજુબાજુના ત્યાંના ઝાડ ઉપરથી ફૂલફળો આપીને ખુશ કર્યા. અને તેમની પાસેથી પેલી વધૂનું નામઠામ જાણી લીધું. એ સ્ત્રીને પોતાને વશ કરવા માટે એક સંન્યાસિનીને સાધી. એ સંન્યાસિનીને પોતાના ઘરે લઇ ગયો. સારામાં સારી ભિક્ષા આપી. આથી સંન્યાસિનીએ પ્રસન્ન થઇને કહ્યું કે – તમારું કાંઇ કામ હોય તો કહો. સંન્યાસી અને સાધુસાધ્વીમાં આટલો ફરક છે. સાધુસાધ્વીજી આવું ન કરે. તમે ગમે તેટલી ભક્તિથી પાત્રાં ભરો તોપણ અમારાથી એમ ન કહેવાય કે - ઉપાશ્રયમાં જઉ છું, કાંઇ કામ છે ? તમને પણ સાધુસાધ્વીના આ આચારની ખબર હોય ને ? આજે ઘણા લોકો આવા આચારથી અજાણ હોવાથી અમને મુશ્કેલીમાં મૂકી દે છે. ગામની બહાર સ્કૂલની બાજુમાં ઉપાશ્રય હોય અને અમે ગામમાં વહોરવા જઇએ ત્યારે બહેન કહે કે તમે ઉપાશ્રયમાં જાઓ છો તો મારા બાબાને સાથે સ્કૂલમાં લેતા જાઓ ને ? ... (૧૩૭) Page #141 -------------------------------------------------------------------------- ________________ તો અમારે શું કરવું ? તમારી અજ્ઞાનદશા આગળ તો અમારું જ્ઞાન પણ સાવ બૂઠું થઈ જાય એવું છે. આજે અમે ભલે ગમે તેમ વર્તીએ, ભગવાનનાં સાધુસાધ્વી આ રીતે ન વર્તે. સંન્યાસિની પૂછે છે કે સેવાનું ફળ શું કરું? જ્યારે અહીં ગૃહસ્થને સાધુસાધ્વી પાસે કોઈ અપેક્ષા હોતી નથી. સાધુને અને ગૃહસ્થને અરસપરસ ઉપકારની ભાવના હોતી નથી. ઉપકાર થઈ જાય એ જુદી વાત. આથી તો શ્રાવકોને મુધાદાયી અને સાધુઓને મુધાજવી કહ્યા છે. પેલા યુવાને તો સંન્યાસિનીને કહ્યું કે પેલી સ્ત્રી અને અનુકૂળ વર્તે-એવું કરી આપ. આથી પેલી સંન્યાસિનીએ પેલી પુત્રવધૂને ત્યાં જઈને કહ્યું કે ': અમુક યુવાન તને ઈચ્છે છે. તે વખતે તે સ્ત્રી વાસણ માંજતી હતી. સંન્યાસિનીની વાત સાંભળી બનાવટી ગુસ્સો કરીને રાખવાળા હાથથી તે સંન્યાસિનીના પીઠ પર હાથના પંજાની છાપ ઊઠે એ રીતે ધબ્બો મારીને પાછળના બારણેથી સંન્યાસિનીને કાઢી મૂકી. એના કારણે ડઘાઈ ગયેલી સંન્યાસિનીએ યુવાનને આવીને બધી વાત જણાવી અને કહ્યું કે તું તે સ્ત્રીને ભૂલી જા, એ તારું નામ પણ સાંભળવા રાજી નથી. પરંતુ ચાલાક યુવાન એ બનાવ ઉપરથી સમજી ગયો કે રાખવાળા હાથે પંજો મારીને પાછલે બારણેથી કાઢી છે તેથી કૃષ્ણ (વદ) પંચમીની અંધારી રાતે પાછલે બારણેથી મને આવવા માટે તેણીએ સંકેત કર્યો છે. સંકેત પ્રમાણે તે યુવાન પાછલે બારણેથી ગયો. ઘરની બહાર અશોકવાટિકામાં જઈને પોતાની ઈચ્છા મુજબ વિષયક્રીડા કરીને બંને જણા ત્યાં જ સૂઈ ગયા. તે વખતે તે પુત્રવધૂના સસરા લઘુનીતિ માટે બગીચામાં ગયા. ત્યાં પોતાની પુત્રવધૂને પરપુરુષ સાથે સૂતેલી જોઈ. એ પુરુષ પોતાનો પુત્ર નથી એની ખાતરી કરીને સસરાએ પુરાવા માટે તેના પગમાથી નૂપુર (ઝાંઝર) ધીરેથી કાઢી લીધું. છતાં પણ પુત્રવધૂને ખ્યાલમાં આવી ગયું. આથી તરત યુવાનને કહ્યું કે અહીંથી જલદી જતો રહે અને આપત્તિ વખતે સહાય કરજે. પોતે પુરાવા સાથે પકડાઈ ગઈ હોવાથી.... હવે રમખાણ મંડાશે, એમ સમજીને ચાલાક એવી વધૂએ બીજું નાટક કર્યું. યુવાનને રવાના કરીને એ સ્ત્રી ઘરમાં આવીને પોતાના પતિ પાસે આવીને સૂઈ ગઈ. થોડી વાર પછી પતિને જગાડીને કહે છે કે – અહીં બહુ ગરમી લાગે છે – ચાલો ને! આપણે અશોકવાટિકામાં જઈને સૂઈ જઈએ. પતિએ પણ તે પ્રમાણે કર્યું. ત્યાં પણ થોડી જ વારમાં પતિને જગાડીને કહ્યું કે – શું આ તમારા કુળને ઉચિત છે કે – સસરા મારા પગમાંથી નૂપુર કાઢી લે છે ? એ સાંભળીને ધણીએ કહ્યું કે – અત્યારે ઊંઘી જા ! સવારે મળશે. સવારે તેણીના સસરાએ પોતાના પુત્રને બધી વાત કરી અને કહ્યું કે (૧૩૮) Page #142 -------------------------------------------------------------------------- ________________ તારી સ્ત્રી વ્યભિચારિણી છે. એ સાંભળીને પુત્રે ગુસ્સે થઈને કહ્યું કે એક તો ઝાંઝર કાઢયું અને ઉપરથી એને ખરાબ કહો છો ? અમે જ વાટિકામાં સૂતા હતા. ત્યારે પિતાએ પુત્રને કહ્યું કે મેં પરપુરુષને નજરે જોયો છે. છતાં તેમની વાત કોઈ માનતું જ નથી. પિતાપુત્ર વચ્ચે ઘણો વિવાદ થયો. ત્યારે વચ્ચે પડી પુત્રવધૂએ કહ્યું કે હું દિવ્ય કરીશ, મારે અપવાદવાળું જીવન જીવવું નથી. તરત જ સસરાએ કહ્યું કે તો દિવ્ય કરો. કારણ કે તેમને તો ખાતરી જ હતી. દિવ્ય માટે સ્નાન વગેરે કરીને ઉજ્જવળ વસ્ત્રો ધારણ કરી, પૂજાની સામગ્રી લઈને નગરજનોની સાથે યક્ષના મંદિરમાં ચાલવા માંડી. દિવ્યમાં યક્ષમંદિરમાં યક્ષની મૂર્તિના પગ વચ્ચેથી નીકળવાનું હતું. જે અપરાધી હોય તે નીકળી ન શકે, જે શુદ્ધ હોય તે નીકળી જાય. આ બાજુ આ સ્ત્રી દિવ્ય કરવા નીકળી છે એવી જાણ થવાથી પેલો યુવાન ગાંડાનો ઢોંગ કરીને તેણીના રસ્તે સામેથી આવ્યો અને એને વળગી પડ્યો. લોકોએ તેને છૂટો કર્યો. ત્યાર બાદ તે સ્ત્રીએ યક્ષના મંદિરમાં જઈને તેની પૂજા કરીને યક્ષને કહયું કે મારા પતિ અને રસ્તામાં મને વળગી પડેલો પેલો ગાંડો માણસ : આ બે પુરુષને છોડીને બીજા કોઈ પણ પુરુષને જો જાણતી હોઉ (અર્થાત્ તેનો સ્પર્શ મેં કર્યો હોય, તો તું મને જાણી લે અર્થાત્ તારે જે કરવું હોય તે તું કરી લે. તે સ્ત્રીની આ કુટિલતાથી વિલખો પડી ગયેલો યક્ષ પણ વિચારમાં પડી ગયો કે - આ ધૂર્ત છે, આણે તો મને પણ છેતર્યો. આ તો સતી નથી છતાં અસતી નહિ ગણાય ... વગેરે વિચારે છે ત્યાં તો તે સ્ત્રી યક્ષના પગ નીચેથી આબાદ નીકળી ગઈ. આથી સર્વ લોકોએ તેને સતી માનીને તેના સસરાનો તિરસ્કાર કર્યો. આ બનાવ બનવાથી એ સ્થવિર પુરુષને પારાવાર દુઃખ થયું જેને લઈને તેને દિવસે કે રાત્રે ઊંઘ જ આવતી નથી. - આ વાત ધીરે ધીરે રાજાના કાને ગઈ. આ સ્થવિરને ઊંઘ નથી આવતીએ સાંભળીને ખુશ થયેલા રાજાએ તેને અન્તઃપુરની રક્ષાની જવાબદારી સોંપી. રાજાનો પટહસ્તી રાજગૃહની નીચે બંધાયેલો રહેતો હતો. આ બાજુ એક રાણી એ હાથીના મહાવતમાં આસક્ત હતી. રાત્રે એ રાણીને ઉપરના માળેથી હાથી નીચે ઉતારે અને સવારે પાછી ઉપર ચઢાવે. આ રીતે કેટલાય વખતથી ચાલતું હતું. આ નવો અંતઃપુરનો રક્ષક સૂતો ન હોવાથી એ દિવસે રાણી બેત્રણ વાર આવી અને તેને જાગતો જોઈ-જોઈને પાછી ફરી. એ જોઇને પેલા રક્ષકે સૂવાનો ડોળ કર્યો. આથી તેને સૂતેલો સમજીને રાણી રોજના ક્રમે હાથી ઉપરથી નીચે ઊતરી. રોજ કરતાં વિલંબ થવાથી તેની રાહ જોઇને બેઠેલા મહાવતે આવતાંની સાથે તેણીના પીઠ પર ગુસ્સાથી (૧૩૯) Page #143 -------------------------------------------------------------------------- ________________ સાંકળનો પ્રહાર કર્યો. ત્યારે તેને રાણીએ કહયું કે - મારી ઉપર ગુસ્સો ન કર ! અન્તઃ પુરનો રક્ષક નવો આવ્યો છે તે ઊંઘતો જ નથી. તે જોતો હતો એટલે મોડું થયું. આ સાંભળીને મહાવતનો ગુસ્સો શાંત થયો... આ બધું જોઇને પેલો અંતઃપુરનો રક્ષક વિચારે છે કે આટલું કડક રીતે ધ્યાન રાખવા છતાં આવી રાણીઓ પણ જો આ રીતે વર્તે છે તો બીજાને શું કહેવું ?... આમ વિચારી તે ઊંઘી ગયો. ઘણા દિવસથી સૂતો ન હોવાથી એવો ઊંઘ્યો કે સવારે ઊઠ્યો જ નહિ. લોકો ભેગા થયા, તેને જગાડવા માટે પ્રયત્ન કરે છે પણ તે તો ઊઠતો જ નથી. એટલે રાજાએ પણ કહ્યું કે – તેને ઊંઘવા દો ! ઘણી વારે એની મેળે જ્યારે તે જાગ્યો ત્યારે રાજાએ એ અંગે તેને પૂછ્યું. આથી તેણે અત્યાર સુધી કેમ ઊંઘતો ન હતો અને આજે કેમ ઊંઘ આવી – એ બધી વાત શરૂઆતથી માંડીને છેક સુધી કરી. અન્તે કહ્યું કે – કોઇ એક રાણી દુઃશીલ છે, કોણ છે તે હું જાણતો નથી. – આથી રાજાએ દુરાચારિણી રાણીને ઓળખી લેવા માટે એક વાર એક માટીનો હાથી બનાવરાવ્યો. એની પૂજા કરીને બધી રાણીઓને તે હાથીને ઓળંગી જવા જણાવ્યું. બધી રાણીઓએ રાજાના કહેવા પ્રમાણે કર્યું. પરન્તુ એક રાણીએ કહ્યું કે મને ડર લાગે છે. એટલે રાજાએ તેણીને કમલથી પ્રહાર કર્યો. તેથી તે મૂર્છા પામી. એનાં ઉપરથી રાજાને ખાતરી થઇ ગઇ કે આ જ રાણી દુરાચારિણી છે. રાજાએ તેણીને કયું કે મદોન્મત્ત હાથી ઉપર ચઢે છે અને માટીના હાથીથી ડરે છે ? સાંકળથી પ્રહાર કરાયો છતાં મૂર્છા ન પામી અને કમલથી પ્રહાર કર્યો, તો મૂર્છા પામી ? આ પ્રમાણે કહીને તેણીના શરીર ઉપરના સાંકળના પ્રહારનાં ચિહ્નો જોઇને ચોક્કસ નિર્ણય કર્યો, ત્યારે રાણીના દુરાચારથી ગુસ્સે થયેલા રાજાએ હાથી, મહાવત અને રાણી ત્રણેને મોતની સજા કરવાના ઇરાદે પર્વતની ખીણની ધાર ઉપર ચડાવ્યા અને મહાવતને કહ્યું કે હાથીને ત્યાંથી ખીણમાં પાડ. હાથીએ એક પગ ઊંચો કર્યો. એટલે લોકોએ કહયું કે- ‘હાથી તો તિર્યંચ છે, એ શું જાણે ? એનો વાંક નથી, વાંક તો આ બેનો છે. આથી રાણી અને મહાવતને જ મારવા જોઇએ...' આ પ્રમાણે સાંભળવા છતાં રાજા રોષને છોડતો નથી. ક્રમે કરીને હાથીએ ત્રણ પગ ઊંચા કર્યાં અને એક પગ ઉપર સ્થિર રહયો. ત્યારે લોકોએ આક્રન્દ સાથે કહયું કે આવા રત્નસ્વરૂપ હાથીનો નાશ ન કરો, ન કરો. આથી રાજાએ મહાવતને કહ્યું કે આ હાથીને તું પાછો ઉતારી શકીશ ? મહાવતે કહ્યું કે ચોક્કસ ઉતારી શકીશ પણ એક શરતે; અમને બંનેને અભય આપો તો ! રાજાએ કહ્યું કે તમને અભય આપ્યું. ત્યાર પછી મહાવતે (૧૪૦) Page #144 -------------------------------------------------------------------------- ________________ અંકુશની મદદથી ધીરે ધીરે તે હાથીને નીચે ઉતાર્યો. આ રીતે અંકુશ હોય તો મોતની ખીણમાંથી પણ હાથીને બચાવી શકાય. તે રીતે અસંયમની ગર્તામાંથી કાઢવા માટે આજ્ઞાનો અંકુશ છે. હાથીને વશ કરવા માટે અંકુશ કેવો હોય ? મહાવત જેટલું કહે તેટલું જ કરવાનું. આવા અંકુશથી હાથી બચે તેમ આજ્ઞાના અંકુશથી સાધુસાધ્વી પણ બચી જાય. માત્ર ગુરુભગવન્ત કહે એ પ્રમાણે કરવાની તૈયારી જોઈએ. જેને અસંયમની ગર્તામાંથી, આગળ વધીને સંસારની ગર્તામાંથી બચવું હોય તો તેને ગુરુભગવન્તનો અંકુશ ગમ્યા વિના રહે ? શ્રી રહનેમિને શ્રી રામતીજીનાં અંકુશતુલ્ય વચનો ગમી ગયાં, આથી તેઓશ્રી અસંયમની ગર્તામાં પડતાં બચી ગયા. આ સૂત્રનો રોજ ઉપયોગપૂર્વક સ્વાધ્યાય કરનાર સાધુસાધ્વી ક્યારે ય સુખના રસિયા ન બને. સુખ આવે તે ગમે : એ સુખના રસિયા. સુખની કલ્પનામાં રાચે તે સુખના રસિયા. સુખ જાય ત્યારે ગમે અને સુખની કલ્પનામાં રાચવાનું બંધ થાય ત્યારે સુખની રસિકતા જાય. સ. બધાં સાધુસાધ્વીને સૂત્ર અને અર્થથી આ સૂત્ર આવડે ? દિગમ્બર સમ્પ્રદાયના હોય, તેરાપંથી હોય, સ્થાનકવાસી હોય, શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં પણ એકતિથિવાળા હોય કે બેતિથિવાળા હોય.. બધાં જ સાધુસાધ્વીને આ સૂત્ર આવડે છે. સ. એકતિથિ અને બેતિથિ એટલે શું? બેતિથિવાળા બે તિથિ માને છે ? - તિથિ એ નથી હોતી, એક જ તિથિ લાંબી હોવાથી બે સૂર્યોદયને સ્પ, બે દિવસ સુધી રહે છે માટે બે તિથિ કહેવાય છે. દસ દિવસ સુધી એક વસ્તુ ટકે એટલામાત્રથી દસ વસ્તુ છે – એવું ન મનાય. તેમ બે દિવસ સુધી રહી માટે તેને બે તિથિ ન મનાય. આથી જ શાસ્ત્રીય પરિભાષામાં તેને વૃદ્ધિ તિથિ કહેવાય છે. જે તિથિ ૨૪ કલાકથી અધિક આલતી હોવાથી બે સૂર્યોદયને સ્પર્શે, તે તિથિ પર્વતિથિ હોય કે અપર્વતિથિ હોય, તે બધી જ તિથિની વૃદ્ધિ છે - એવું મનાય છે. આ રીતે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ એ શાસ્ત્રમાન્ય પરંપરા હોવા છતાં શાસ્ત્રની સાથે જેમને લેવાદેવા નથી તેવાઓ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય એવો કદાગ્રહ લઈ બેઠા છે. આથી તેઓ પોતાને એકતિથિવાળા તરીકે ઓળખાવે છે અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનનારા વર્ગને બેતિથિવાળા કહે છે. (૧૪૧) Page #145 -------------------------------------------------------------------------- ________________ સ. ઘણા લોકો કહે છે કે તિથિની ઝંઝટમાં શા માટે પડો છે ? તેનાથી ક્યાં મોક્ષ મળવાનો છે? આમે યદ્રવ્યચારિત્રથી મોક્ષ નથી મળવાનો, ભાવચારિત્રથી જ મોક્ષ મળવાનો છે તો ચારિત્ર પાળવાની ઝંઝટમાં શા માટે પડવું? અને લોકોને ચારિત્ર લેવાનો ઉપદેશ પણ શા માટે આપવાનો? જે લોકો આવું બોલતા હોય તેમને અમે સમજાવવા તૈયાર છીએ. સ. એ લોકો આવવાની ના પાડે છે. તો પછી એમની વાતમાં પોલ છે – એમ માનવું પડે ને ? અમે અમારી વાત એકાન્તમાં પણ સમજાવવા તૈયાર છીએ, જાહેરમાં પણ સમજાવવા તૈયાર છીએ, લખી આપવા પણ તૈયાર છીએ. કારણ કે અમારે આમારા ઘરનું કશું કહેવાનું નથી. જેઓ ના પાડે છે તેઓ બોદા છે - એમ જ માનવું રહયું ને? જેનો ઢોલ ટેલો હોય તે જ ઢોલ વગાડવાની ના પાડે ને ? અસલમાં એ લોકોનો ઉદ્દેશ અત્યારે એકતા કરવાનો છે, મોક્ષનો નહિ. આ એકતા કોઈ કાળે થવાની નથી. જેના ઉદ્દેશમાં ફરક હોય, જેની પ્રતિક્રમણાદિ ક્રિયામાં ફરક હોય, તેવાની સાથે એકતા કઈ રીતે થાય. જેની સાથે માન્યતાભેદ હોય તેની સાથે એકતા કરવી એનો અર્થ જ એ છે કે આપણી શાસ્ત્રીય માન્યતા મૂકી દેવી. આવી એકતા કરવાના બદલે આપણને જે શુદ્ધ માર્ગ મળ્યો છે તેની આરાધના કરી આત્મકલ્યાણ સાધીને જતા રહેવું છે. આ બીજા અધ્યયનના અને એના અર્થનું સમાપન કરતાં જણાવે છે : एवं करंति संबुद्धा पंडिया पवियक्खणा । विणियटति भोगेसु जहा से पुरिसुत्तमो तिबेमि॥२-११॥ જેઓ સંબંધ, પંડિત અને પ્રવિચક્ષણ છે તેઓ એ પ્રમાણે કરે છે કે જેમ પુરુષોમાં ઉત્તમ એવા શ્રી રહનેમિ ભોગોથી પાછા ફર્યા તેમ તેઓ પણ ભોગોથી પાછા ફરે છે. આ પ્રમાણે તને હું કહું છું : આ અગિયારમી ગાથાનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેઓ સંબુદ્ધ છે એટલે કે સમ્યગ્દર્શનને પામેલા છે, જેઓ પંડિત અર્થ સમ્યજ્ઞાની છે અને પ્રવિચક્ષણ એટલે કે ચારિત્રના પરિણામવાળા જેઓ છે તેઓ વિષયોના ઉપભોગથી વિરામ પામનારા હોય છે. આથી સ્પષ્ટ છે કે જેઓ વિષયભોગથી વિનિવૃત્ત બને છે તેઓ જ ખરી રીતે સંબુદ્ધ, પંડિત અને (૧૪૨) Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રવિચક્ષણ છે. બોધ, જ્ઞાન અને આચરણ : આ ત્રણની પારમાર્થિકતા વિષયોની વિરતિમાં છે.- એનો જેને ખ્યાલ છે તેવા મહાત્માઓ પોતાના સમ્યગ્દર્શનાદિનો ઉપયોગ વિષયની વિરતિ માટે જ કરે છે. સાધુપણામાં આ એક વાત સમજાય તો પછી બીજું બધું જ સરળ છે. સંયમમાં સ્થિર થવું હશે, સંયમની અરતિ અને સંસારની રતિ ટાળવી હશે તો ભોગોથી વિરામ પામવો જ પડશે. ગમે તેટલા હોશિયાર હોય, પંડિત હોય, સંબુદ્ધ હોય તો ય ભોગો ભોગવવાની રજા ન મળે. સ. ભોગનો ત્યાગ ન કરે તેનામાં પંડિતાઈ નથી એમ માનવું? ચોરની કુશળતાને પંડિતાઈ ગણો ખરા ? તેમ પાપકાર્યમાં જે બુદ્ધિ વપરાય તે પંડિતાઈ ન ગણાય. પાપથી મુક્ત થવામાં જે પોતાની બુદ્ધિ વાપરે તેને પ્રવિચક્ષણ કહેવાય. સ. સાધુમહાત્મા તો ભોળાભદ્રિક કહેવાય ને? સાધુમહાત્મા ભોળા હોય પણ બુધ્ધ ન હોય. પાપને ટાળવાની નિપુણતા તેમનામાં હોય જ. પાપથી દૂર રહેવા મહેનત કરે, પાપનો સરળભાવે એકરાર કરી લે, આચાર્યભગવન્તને છેતરે નહિ તેથી તેઓ ભોળા એટલે કે ઋજુ હોય છે-એમ કહેવાય. બાકી કોઈ પાપ કરવા માટે તેમને બનાવી જાય-એવા ભોળા ન હોય. દોષિત આહારને નિર્દોષ કહે તોપણ માની લે – એવા ભોળા ન હોય. નિર્દોષ આહારમાં પણ જો દોષની શંકા પડે તો તેનો ત્યાગ કરનારા સાધુભગવન્ત હોય. તમારે ત્યાં જેમ શંતિ મુહૂર્ત ન ચાલે તેમ સાધુપણામાં શંકિત આહાર ન કલ્પ. દર્શનમાં બોધ જોઈએ, જ્ઞાનમાં પંડિતાઈ જોઈએ અને ચારિત્રમાં પ્રવિચક્ષણતા જોઈએ. ઓછી મહેનતે વધુ લાભ મેળવવો તેનું નામ પ્રવિચક્ષણતા. તમારી ભાષામાં કહીએ તો ધંધો કરવો જોઈએએવું લાગે તે બોધ. ધંધાની લાઈન શીખવી અને એમાં હાથ બેસી જવો તે પંડિતાઈ અને ઓછી મહેનતે ઘણા પૈસા કમાવા તે પ્રવિચક્ષણતા. તેવી રીતે ઓછી મહેનતે વધુ નિર્જરા ચારિત્ર સિવાય શક્ય નથી. ગૃહસ્થપણામાં મહેનત ઘણી ને નિર્જરા અલ્પ છે. અવિરતિનો ભોગવટો ધર્મને નકામો બનાવી દે છે. આથી જ જે નિપુણ હોય, ભણેલો - ગણેલો હોય, કુશળ હોય તે પાંચ ઈન્દ્રિયના વિષયોથી વિરામ પામવા જ તત્પર હોય. બોધ નિર્મળ બને તો જ ચારિત્ર આવે. બોધ, જ્ઞાન અને નિપુણતા : આ ત્રણેનો ઉપયોગ ભોગથી વિરામ પામવામાં કરવો છે. આપણી પાસે (૧૪૩) Page #147 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણે છે ને? એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ ? અવિરતિથી બચવા માટે કે અવિરતિના બચાવ માટે ? જે શ્રદ્ધાવાળો હોય તે પોતાની અવિરતિનો બચાવ ન કરે, અવિરતિથી બચવા માટે મહેનત કરે. કોઈ પૂછે કે દીક્ષા કેમ નથી લેતા, તો માથે હાથ દેવાનો અને કહેવાનું કે સારું થયું યાદ કરાવ્યું. મને તો યાદ પણ નથી આવતું. અવિરતિનો બચાવ કરે તે સમકિતી નહિ, અવિરતિ માટે રોયા કરે તેનું નામ સમકિતી. જ્ઞાની તે કે જે પોતાના દોષનો બચાવ ન કરે. દોષ સેવે એ બને, દોષની ખાણ હોય એ ય બને પણ બચાવ તો ન જ કરે. કોઈ દોષ બતાવે તો ય ગુસ્સો ન આવે. આપણને તાવ આવ્યો હોય અને કોઈ કહે તો ગુસ્સો આવે ? તેમ અવિરતિ વગેરે દોષો આપણામાં પડ્યા હોય ને કોઈ બતાવે તો ગુસ્સો ન આવે ને ? જ્ઞાની અને શ્રદ્ધા- સંપન્ન ક્યારે ય પોતાના દોષનો બચાવન કરી શકે. મળેલા જ્ઞાનનો ઉપયોગ છડું શોધવા માટે નથી કરવો, છિદ્રોને પૂરવા માટે કરવો છે. યુદ્ધમાં ગયેલો છડું શોધે તો યુદ્ધનો બોધ નથી- એમ માનવું પડે ને? યુદ્ધમાં હણાવું નહિ અને સામાને હણવું - એવો પરિણામ તે બોધ. યુદ્ધમાં ઘા લાગે નહિ અને અચૂક ઘા કેવી રીતે કરવા તેનું જ્ઞાન મેળવીને જવું તે પંડિતાઈ અને સલામત અંતરે રહીને કુશળતાપૂર્વક સામાના ઘાને નિષ્ફળ બનાવી અચૂક ઘા કરીને જય મેળવવો તે પ્રવિચક્ષણતા. જે દીક્ષા લે તેને એટલી તો ખબર હોય ને કે સાધુપણામાં જલસા નથી કરવાના, બાવીસ પરિષહ વેઠવાના છે. સાધુપણામાં જલસા ટાળીને પરિષહ વેઠવાના છે- એવું માનવું તે બોધ. કઈ રીતે જલસા ટાળવા અને પરીષહ વેઠવા શું શું કરવું જોઈએ તે જાણવું તે જ્ઞાન અને કોઈ પણ રીતે પરિષહને જીત્યા વગર ન રહેવું તે પ્રવિચક્ષણતા. જે પાંચે વિષયોમાં મગ્ન હોય તેને બોધ પણ નથી, જ્ઞાન પણ નથી ને નિપુણતા પણ નથી. આ ત્રણ ગુણો હોય તો વિષયોનો ત્યાગ હોય જ અને વિષયોનો ભોગવટો ન હોય તો આ ત્રણ ગુણો છે – એમ સમજવું. જેનામાં આ ત્રણ ગુણો ન હોય અને ભોગવટાનો ત્યાગ દેખાતો હોય તો તે ત્યાગ નથી- એમ સમજી લેવું. બહારગામ જતી વખતે પેટીમાં સમાતો ન હોવાથી જે સામાન પડી રહ્યો હોય તેનો ત્યાગ કર્યો કહેવાય કે ન છૂટકે મૂકી રાખ્યો કહેવાય? ભોગવવું નથી માટે ન ભોગવે તે ત્યાગ કહેવાય, ભોગવાય એવું નથી માટે ન ભોગવે તે ત્યાગ નહિ. આપણે ક્યાં ઊભા છીએ - એ વિચારી લેવું. આપણે ત્યાગ કરીએ ખરા ? કરીએ તો કેટલો કરીએ ? અને તે પણ ભોગવવું નથી માટે ત્યાગ કરીએ? કે ભોગવાય એવું નથી માટે કરીએ ? આપણા દોષોનું નિદાન આપણે જાતે જ કરવું પડશે. જે પોતાના દોષનો બચાવ કરે (૧૪૪) Page #148 -------------------------------------------------------------------------- ________________ તે ધર્મ કરવા માટે લાયક નથી. દોષોનો સ્વીકાર કરવો છે, તે પણ પ્રામાણિકપણે કરવો છે. કોઈનું મોઢું બંધ કરવા માટે દોષો સ્વીકારવાના નથી. કોઇકને તોડી પાડવા માટે જે એકરાર કરાય તે એકરાર કર્યો ન કહેવાય. દોષોનો એકરાર શા માટે કરવો છે? પેલો બતાવતો અટકે માટે ? કે આપણા દોષો છૂટી જાય માટે ? મિચ્છામિ દુક્કડ પણ આપણા અપરાધની શુદ્ધિ માટે આપવાનું છે, સામાના અપરાધને અટકાવવા માટે નહિ. જેઓ પોતાના અપરાધની શુદ્ધિ માટે મિચ્છામિ દુક્કડ નથી આપતા તેમનાથી ધર્મ દૂર-સુદૂર છે. શાસ્ત્રના પરમાર્થને પામવાનું, સમ્યગ્દર્શન પામવાનું કામ કેટલું દુષ્કર છે તે આના ઉપરથી સમજી શકાય છે ને ? આજે તો અમારાં સાધુસાધ્વી પણ અવિરતિનો બચાવ કરતા થઈ ગયા છે. સાધુપણામાં આવીને મને આચાર નથી પળાતાં એનું દુઃખ છે – એવું કહે એ ચાલે? મને ખ્યાલ ન હતો – એમ કહે – એ ય ચાલે? સાધુપણામાં આવનારને જ્ઞાન તો પૂરેપૂરું આપવામાં આવે છે, કચાશ શ્રદ્ધાની છે. આપણી ભૂલ ખ્યાલમાં આવી જાય અથવા કોઈ બતાવે ત્યારે એમ કહે કે જ્ઞાન તો ચોક્કસ હતું પણ પ્રમાદના કારણે ભૂલ થઈ છે. આપે જોયું, બતાવ્યું તો સારું થયું. હવે એ ભૂલ સુધારી લઈશ, બીજી વાર ન થાય તેની કાળજી રાખીશ. એ પ્રમાણે કહે તો સમજવું કે સમ્યમ્ દર્શન છે, સમ્યજ્ઞાન છે અને સમ્યક્યારિત્રનો ખપ છે. - અધ્યયનની છેલ્લી ગાથામાં નહીં રે પુરસુરમો કહયું છે. તેમાં કોઈ એવી શંકા કરે કે – “શ્રી રથનેમિજીને વિષયનો અભિલાષ થયો હતો તેથી તેમને પુરુષોત્તમ નહિ કહેવા જોઈએ... તો એ પ્રમાણે કહેવું બરાબર નથી. શ્રી રહનેમિળને વિષયનો અભિલાષ થયો હતો તેની ના નહિ, પરંતુ તેમ છતાં તેઓશ્રીએ એવી પ્રવૃત્તિ કરી નથી. ઉપરથી તેઓ વિષયાભિલાષથી પણ નિવૃત્ત બન્યા હતા. બોધ પામેલા કોને કહેવાય? જે વિષયમાં આસક્ત હોય તે? જે વિષયનો છૂટથી ઉપભોગ કરે છે? કે જે વિષયથી નિવૃત્ત થાય તે ? કાયર પુરુષો તો આવા વખતે અભિલાષાને તાબે થઈને વિષયમાં પ્રવૃત્ત થાય છે. શ્રી રનેમિશ તેવા ન હતા. તેઓશ્રી વિષયથી પાછા ફરી, ભગવાન પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્તની શુદ્ધિ કરી અંતે સિદ્ધ થયા હતા. તેથી “નહીં તે પુત્તમો” આ પ્રમાણે જે કહ્યું તે ઉચિત જ છે, તેમાં કશું જ અનુચિત નથી : એ યાદ રાખવું. (૧૪૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ ' તૃતીય શ્રી ક્ષુલ્લકાચારકથા અધ્યયન - આત્માનો સ્વભાવ ગમે તેટલો શુદ્ધ હોય તો પણ તે કર્મથી આવરાયેલો હોવાથી તેને પ્રગટાવવા માટે પ્રયત્ન કર્યા વગર નહિ ચાલે. આત્માના એ શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે શુદ્ધ ધર્મની જરૂર છે. આ શુદ્ધ ધર્મનું સ્વરૂપ સમજાવવા માટે જ મહાપુરુષોએ આગમની રચના કરી છે. તેમાંથી આ શ્રી દશવૈકાલિક સૂત્ર આ પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે. સામાન્યથી આગમસૂત્રો ભણવાનો અધિકાર ગૃહસ્થોને નથી. સાધુભગવન્તોને પણ યોગોદ્વહન કર્યા બાદ તે તે સૂત્ર ભણવાનો અધિકાર મળે છે આમ છતાં મહાપુરુષોએ હિતબુદ્ધિથી કરુણા કરીને આ સૂત્રનાં ચાર અધ્યયનો ભણવાનો અધિકાર ગૃહસ્થોને પણ આપ્યો છે. તો આજે નક્કી કરવું છે કે આ ચાર અધ્યયન, સૂત્ર અને અર્થથી કંઠસ્થ કર્યા વિના નથી રહેવું. આ સૂત્રના પ્રત્યેક અધ્યયનમાં સાધુપણાનું સ્વરૂપ આંખ સામે આવ્યા વિના ન રહે એવું છે. આ સૂત્રના અર્થ સાંભળ્યા પછી સાધુ કોને કહેવાય એ સમજાવવાની જરૂર ન પડે. ઘણા કહે છે કે સાધુના આચાર શ્રાવકને શા માટે સમજાવવા. આપણે કહેવું છે કે આ પ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરવા માટે જ શાસ્ત્રનો આરંભ છે. શ્રાવકને શ્રાવકના આચાર પ્રાપ્ત જ હોય તેથી તે સમજાવવાની જરૂર નથી. આથી જ શ્રાવકની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે સાધુનાં સમીપે સાધુસમાચાર શુતિ તિ શ્રાવ: સાધુઓની પાસે સાધુની સામાચારી સાંભળે તેનું નામ શ્રાવક. સંસારથી ભાગી છૂટી સાધુ થવા ઈચ્છે તે શ્રાવક. આ સંસાર છૂટી જાય અને સર્વવિરતિની ઉપાસના એ રીતે કરાય છે જેથી જીવનની પ્રત્યેક પળ સર્વવિરતિથી વાસિત બની જાય, તો આપણું જીવન ધન્ય બન્યા વગર ન રહે. જેને દીક્ષા યાદ ન આવે, તેનું જીવન તદ્દન વ્યર્થ છે – એમ સમજવું. રોજ બાંધી નવકારવાળી ગણનારને, નમો લોએ સવ્વ સાહૂણં બોલનારને સાધુપણું યાદ ન આવે? જે દિવસે સાધુપણું યાદ ન આવે તે દિવસ નકામો ગયો છે એવું લાગે ને ? આ શ્રી દશવૈકાલિકસૂત્રના પહેલા દ્રુમપુષ્પિકા નામના અધ્યયનમાં આપણે અહિંસા, સંયમ અને તપ સ્વરૂપ ધર્મનું સ્વરૂપ અને મુખ્યત્વે સાધુની ભિક્ષાચર્યાનું સ્વરૂપ જોઈ ગયા. ત્યાર બાદ બીજા શ્રી શ્રમણ્યપૂર્વિકા નામના અધ્યયનમાં આપણે જોઈ ગયા કે આવા પ્રકારના ધર્મનો સ્વીકાર કર્યા બાદ નવદીક્ષિતને અવૃતિના કારણે સંયમમાં સંમોહ ન થઈ જાય તે માટે વૃતિ ધારણ કરવી જોઈએ. ધૃતિ હોય તો જ સંયમનું પાલન થઈ શકે. હવે આ શ્રી સુલ્લિકાચારકથા નામના ત્રીજા અધ્યયનમાં (૧૪૬) Page #150 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે કે આ વૃતિ પણ આચારના વિષયમાં કરવાની છે, આનાચારના વિષયમાં નહીં અનાચારનું વર્જન કરવું આ પણ એક આચાર છે. આ રીતે આચારમાં ધૃતિ કરવી એ જ સંયમનો ઉપાય છે. સાધુપણામાં પાપની નિવૃત્તિ પ્રધાન છે માટે અનાચાર બતાવવા દ્વારા આચારનું વર્ણન કર્યું છે. દીક્ષા લીધા પછી અસંયમનું જીવન જીવવું ન પડે તે માટે આ ક્ષુલ્લકાચાર અધ્યયન છે. નવાને કે નાનાને છૂટ આપવી જોઈએ - આ વાત મગજમાં ન રાખશો. આચારપાલનમાં છૂટ કોઈને ન મળે. પોતાના આઠ વર્ષના બાલસાધુને હિતબુદ્ધિથી આ કડક આચાર બતાવ્યા છે. આઠ વર્ષની ઉંમર હોય અને છ મહિનાનું આયુષ્ય હોય તો તમે શું કરો ? જે ખાવું હોય તે ખાવા દો, પીવું હોય તે પીવા દો. છેલ્લે છેલ્લે જે ઈચ્છા હોય તે પૂરી કરવાની વાત કરો ને? નાની ઉંમર અને અલ્પ આયુષ્ય હોય તો સુખ છોડાવો કે સુખ અપાવો ? આ મહાપુરુષ તો ઈચ્છા કઈ બાકી છે – એ નથી પૂછતા, પાપ કયું બાકી રહ્યું છે - એ જોવાનું કહે છે. આચાર્યભગવન્તો દ્રવ્યદયાને ન ચિંતવે, ભાવદયાને ચિંતવનારા તેઓ હોય છે. દ્રવ્યદયાને ચિંતવનારા આવા કડક આચાર બતાવી ન શકે. અસંયમની ભયંકરતામાં પડેલાને સંયમનું આરોગ્ય કેટલું જરૂરી છે – એ અનન્તજ્ઞાનીભગવન્તો જ જાણે. મહાપુરુષોએ આપણી જેટલી ચિંતા કરી છે એટલી જ આપણે એમની ઉપેક્ષા કરીએ છીએ. આ બધું ગંભીરતાથી વિચાર્યા વગર ચાલે એમ નથી. - આ ત્રીજા અધ્યયનનું નામ શુલ્લિકાચારકથા છે. યુલ્લિકા એ આચારકથાનું વિશેષણ છે. આગળ જઈને જે મહાચારકથા કહેવાના છે તેની અપેક્ષાએ આ આચારકથા નાની હોવાથી તેને યુલ્લિકા કહી છે. આ આચારનું પાલન કેવા પ્રકારના સાધુભગવન્તો કરવા માટે સમર્થ છે તે જણાવવા અહીં પહેલી ગાથા જણાવી છે. संजमे सुअिप्पाणं विप्पमुक्काण ताइणं । . . તેસિયમUI3vvi નિકથા મસિf iારૂ સંયમમાં જેમનો આત્મા સુસ્થિત છે, જેઓ વિપ્રમુક્ત છે, જેઓ ત્રાતા છે, જેઓ નિર્ઝન્ય છે અને મોક્ષના અર્થી છે તેમના માટે આ (હવે પછી કહેવાશે તે) અનાચાર છે. આ પ્રમાણે આ ગાથાનો અર્થ છે. આશય એ છે કે શાસ્ત્રાનુસાર સંયમમાર્ગમાં જેઓ સ્થિર છે તેઓ જ બાહ્ય અને અભ્યન્તર પરિગ્રસ્થી મુક્ત હોય છે. સંયમની સાધના માટે કોઈ પણ જાતના પરિગ્રહની જરૂર નથી, ઊલટું પરિગ્રહના કારણે સંયમની સાધના અવરોધાય છે. જેઓ આ રીતે વિપ્રમુક્ત છે તેઓ જ ખરેખર (૧૪૭) Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્વપરના ત્રાતા છે. પ્રત્યેક બુધ (નમિરાજર્ષિ વગેરે) સ્વના ત્રાતા (રક્ષક) છે, શ્રી તીર્થંકર પરમાત્માઓ પરના ત્રાતા છે અને ઉભયના ત્રાતા સાધુભગવન્તાદિ છે. જેઓ આ રીતે ત્રાતા છે તેઓ જ નિર્ચન્થસાધુઓ છે અને એ સાધુઓ જ મોક્ષના આભિલાષી છે. આવી જ રીતે કાર્યકારણભાવ ઊંધો પણ ઘટે છે. મોક્ષના અભિલાષી જ નિર્ચ . બને છે, નિર્ગળ્યો જ સ્વ પર અને ઉભયના ત્રાતા બને છે, ત્રાતા જ વિપ્રમુક્ત બને છે અને વિપ્રમુક્ત જ સંયમમાં સુસ્થિત હોય છે આ પ્રમાણે પણ વિચારી શકાય છે. આ આચારનું વર્ણન આપણી જાત સામે આંગળી ચીંધવા માટે સાંભળવાનું છે, બીજા સામે નહિ. આજે મોટા ભાગના ધર્માત્માઓમાં આ અપલક્ષણ છે કે તેઓ શાસ્ત્રમાં બતાવેલા આચાર બીજામાં જોવા મળે છે કે નહિ તે તપાસવા બેસી જાય એના બદલે આપણે આ આચાર ક્યારે આત્માસાત્ કરીશું એના માટે મહેનત કરીએ તો આપણું કલ્યાણ થયા વિના ન રહે. આપણા કલ્યાણનું કારણ એકમાત્ર વીતરાગપરમાત્માએ બતાવેલો ધર્મ જ છે. એ ધર્મ કરવો હશે તો આજ્ઞાની સામે જોવું પડશે. લોકોની સામે, સંયોગોની સામે, આગળ વધીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની સામે જોયું નથી. જેઓ દ્રવ્યક્ષેત્રકાળભાવ જ જોયા કરે તેઓ પરમપદની સામે જોતા નથી- એમ માનવું પડે. આજ્ઞાના પાલન માટે દ્રવ્ય ક્ષેત્ર જોવાં પડે-એ જુદી વાત, બાકી દ્રવ્યાદિના નામે આજ્ઞા ઉપર કાપ મુકાય એવું નથી કરવું. આજ્ઞા મુજબ આ આચારોનું પાલન કરવામાં આવે તો તે પરમપદે પહોંચાડ્યા વિના ન રહે. જે સાધુભગવન્તના આચાર અહીં જણાવ્યા છે તે સાધુભગવન્તનું સ્વરૂપ અહીં પાંચ પદો દ્વારા સમજાવ્યું છે. સૌથી પહેલું વિશેષણ છે સંયમમાં સુસ્થિતાત્મા. જેનો આત્મા સંયમમાં સુસ્થ હોય તે જ આ આચારો પાળી શકે. પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવથી અને બાર પ્રકારની અવિરતિથી વિરામ પામવું તેનું નામ સંયમ, આજે આપણે આવા સંયમમાં સુસ્થ છીએ કે સુસ્ત? જેઓ સંયમમાં સુસ્ત હોય તેઓ આ આચારોનું પાલન નહિ કરી શકે. જે સંયમમાં સુસ્થ હોય તેનું અહીં કામ છે. સુસ્થ એટલે કેવા? સ. સંયમમાં રક્ત. રક્ત શબ્દ તેમને વાપરતાં આવડતો હતો છતાં રક્ત ન કહેતાં સુસ્થ કહ્યું. તેનું કારણ એ છે કે રક્ત એટલે રાગી કહેવાય. રાગી કહેવામાં વિવેકિતા નથી જણાતી. જ્યારે સુસ્થ કહેવામાં વિવેકીપણું છતું થાય છે. સંયમ પ્રત્યે માત્ર રાગ નથી જોઈતો. (૧૪૮) Page #152 -------------------------------------------------------------------------- ________________ સંયમ પ્રત્યે વિવેકપૂર્વકનું બહુમાન જોઈએ છે. સંયમનો રાગી પોતે જે કરે તેને સંયમ માને, ગુરુપાતન્ત્ય ન કેળવે, ઈચ્છા મુજબના આચાર પાળે-એવું ય બને. જ્યારે સંયમમાં સુસ્થ હોય તે વિવેકી હોવાથી આજ્ઞાને ઝીલે, ઈચ્છામાં ન રમે. અહીં જે આચાર બતાવ્યા છે તે સ્વેચ્છાચારીના નથી બતાવ્યા, જે આજ્ઞા પાળે એના બતાવ્યા છે. સાધુભગવન્તો પાંચ પ્રકારના આશ્રવથી અને બાર પ્રકારની અવિરતિથી વિરામ પામનારા હોય છે. અવિરતિ કોને કહેવાય ? તમારી તો એક જ વ્યાખ્યા છે ને કે નિયમ ન લેવો તે અવિરતિ અને નિયમ લેવો તે વિરતિ. સ. વિરતિ ન હોય તે અવિરતિ. અને અવિરતિ ન હોય તે વિરતિ. આવી વ્યાખ્યા કરો તો બેમાંથી એકેનું જ્ઞાન નહિ થાય. પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય : આ છજીવનિકાયના હત્યાના પરિણામથી વિરામ ન પામવું અને પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન : એ છના વિષયને આધીન થઈને પ્રવૃત્તિ કરવી : એ બાર પ્રકારની અવિરતિ છે. એ અવિરતિનો ત્યાગ કરવો તેનું નામ વિરતિ. વિષયને આધીન થઈને પ્રવૃત્તિ ન કરવી એટલે અનુકૂળ વિષયોમાં લેપાવું નહિ અને પ્રતિકૂળ વિષયોમાં દુ:ખ ન ધરવું. આજે બધા બોલ્યા કરે છે કે અવિરતિનું પાપ ઘણું છે, નિયમ લઈએ તો અવિરતિના પાપથી બચી જવાય. પરંતુ નિયમ લેવા માત્રથી અવિરતિનું પાપ છૂટે નહિ અને વિરતિ આવે નહિ. અવિરતિને ભોગવવાનો પરિણામ નાશ પામે તો વિરતિ આવે. શ્રી પૃથ્વીચંદ્ર તથા શ્રી ગુણસાગરે કોઈ નિયમ લીધો ન હતો છતાં પણ અવિરતિનો પરિણામ છૂટી ગયો તો વિરતિના ફળને પામી ગયા. સ. તેમને તો વિરતિના પરિણામ આવી ગયેલા ને ? ન તેમને આવી ગયેલા એવું ન હતું પણ તેઓ વિરતિના પરિણામ લાવ્યા હતા. અવિરતિના પરિણામમાં ચિત્ત ન આપ્યું અને વિરતિમાં મન પરોવ્યું હતું. અને કદાચ તેમને આવી ગયેલા- એમ માની લઈએ તોપણ આપણને આવ્યા નથી તો આપણે પરિણામ લાવવા છે ખરા ? અવિરતિ ટાળવી છે ? બાર પ્રકારની અવિરતિને ટાળવા માટે બાર પ્રકારનો તપ બતાવ્યો છે. આ બારે ય પ્રકારનો તપ જે આદરે તેની અવિરતિ મરવા પડે. બાર પ્રકારનો તપ આચરવો ફાવે ને ? (૧૪૯) Page #153 -------------------------------------------------------------------------- ________________ સ. થોડી હળવાશ મળે તો સારું ? હળવાશ શેના માટે ? સંસારમાંથી નીકળવું છે ને ? જો નીકળવું હશે તો ઢીલાશ કર્યો નહિ ચાલે. કડકાઈ કરવી જ પડશે. સ. સંસારમાં રહ્યા છીએ ત્યાં સુધી જોઈએ ને ? સંસારમાં રહ્યા છો તો જલસા કરવા રહ્યા છો કે નીકળવા માટે ? સ. અનિચ્છાએ રહ્યા છીએ. અનિચ્છાએ રહ્યા છો - એ વાત સાચી પણ મોક્ષની અનિચ્છાએ રહ્યા છો કે સંસારની ? જેને મોક્ષની ઈચ્છા જ ન હોય તે કઈ રીતે કહી શકે કે સંસારમાં અનિચ્છાએ રહ્યા છીએ ? સ. મોક્ષની ઈચ્છા મંદ છે. મંદ હોય તો વાંધો નહિ. મંદ ઈચ્છા હોય તો કોઈકના કહેવાથી પણ નીકળો : ને? ધીમે ધીમે પણ પગલાં માંડો ને ? શ્રી શાલિભદ્રજીની ઈચ્છા મંદ હતી અને શ્રી ધન્નાજીની ઉત્કટ હતી આથી શ્રી ધન્નાઈ એક જ ઝાટકે છોડીને ચાલ્યા ગયા. તમારી ઈચ્છા મંદ હોય તો ધીરે ધીરે એક એક વસ્તુ પણ શ્રી શાલિભદ્રજીની જેમ છોડવી છે? સ. શ્રી શાલિભદ્રજીની ઈચ્છા મંદ હોય તો અમારી તો તેમના કરતાં મંદતર મંદતર જ નહિ, મંદતમ કહેશો તો ય માની લઈશ પણ તમે માત્ર બનાવટ ન કરશો. બાકી તો મંદ ઈચ્છા છે – એવું બોલતાં દુઃખ ન થતું હોય તો માનવું પડે ને કે બનાવટ કરો છો ? જો મોક્ષની મંદ પણ ઈચ્છા હોય તો કોઈ દિવસ સાધુભગવાને જઈને પૂછયું છે કે – “તમે સંસાર કેવી રીતે છોડ્યો ? મારાથી કેમ છૂટતો નથી ?' શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી અનાથી મુનિને એ રીતે પૂછ્યું કે જેથી પોતે સમ્યક્ત તો પામ્યા તથા એક ભવના આંતરે તીર્થંકરપદ નિકાચિત કરવા દ્વારા સિદ્ધિ નિશ્ચિત કરી લીધી. એમની સાધના કેવી અને સિદ્ધિ કેવી ? (૧૫૦) Page #154 -------------------------------------------------------------------------- ________________ સ. એમનો થોડો પણ ધર્મ ભાવધર્મ હતો, અમારો તો દ્રવ્યધર્મ છે. માત્ર દ્રવ્યધર્મ છે – એમ બોલીને ચાલશે? દ્રવ્યથી વિસ્તાર થવાનો? દ્રવ્ય ભોજન ચાલે? રોટલીના બદલે લોટ પીરસે, ભાતના બદલે ચોખા પીરસે તો ચાલે ને ? દ્રવ્યથી પણ ધર્મ હોય તો તેને ભાવધર્મ સુધી પહોંચાડવો છે. શ્રી શ્રેણિક મહારાજાનું દુઃખ ન ટળ્યું છતાં સિદ્ધિ બરાબર મેળવી લીધી. અજ્ઞાન ટાળ્યું, મિથ્યાત્વ ટાળ્યું, વિરતિને નજીક લઈ આવ્યા. સગા દીકરાના સો સો ફટકા રોજ ખાવા છતાં આર્તધ્યાન ન થાય તેવી સમાધિ કેળવી લીધી હતી. જાણે નરકનાં દુઃખો ભોગવવાની શરૂઆત અહીંથી જ કરી લીધી હતી. જેને સંયમમાં સુસ્થ થવું હશે તેણે દુઃખ વેઠવાની તૈયારી કરી લેવી પડશે. અપરાધની સામે ન જુએ અને ભગવાનની આજ્ઞા સામે જોયા કરે તે દુઃખ મજેથી વેઠી શકે. ક્યા ગુનાની સજા છે – એમ કોઈને પૂછવું નહિ અને સામાનો કયો ગુનો છે-એ પણ જેવું નથી. આજે તો ગુરુમહારાજ બોલે તો ય પૂછે કે આમાં મારો શો વાંક છે? કદાચ વ્યાખ્યાન-વાચનામાં મોઘમ કહ્યું હોય તો ઊડ્યા પછી કહેવા આવે કે મારા માટે વાત કરતા હો તો આપની ગેરસમજ થાય છે. આપણે કહેવું પડે કે તમારા માટેની વાત નથી, આ તો શાસ્ત્રકારોની વાત હતી એટલી સમજાવી. સ. વગર વાંકે દંડે તો ચાલે? એ ય વેઠી લેવાનું. ગુરુભગવન્ત જે કહે તે પ્રમાણ માની લેવાનું. સ. ગુરુનું ન માનવાનો ભાવ ન હોય પણ કારણ તો સમજવું જોઈએ ને ? * આપણે એક જ ભાવ રાખવાનો. ભગવાનની આજ્ઞા પાળવી છે અને જે દુઃખ પડે તે ભોગવી લેવું છે. કારણનો ખુલાસો ગુરુની પાસે માંગવાની જરૂર નથી. ભૂતકાળમાં, ગયા ભવોમાં પાપ આપણે કરેલું જ છે. આપણને જે દુઃખ આવે તે આપણી ભૂલના કારણે જ આવે ને ? બીજાની ભૂલના કારણે ન આવે ને ? સ. ન આવે. કોઈકની ગાડી નીચે આવી જાઓ તો વાંક કોનો ? આપણો કે ગાડી ચલાવનારનો ? (૧૫૧) Page #155 -------------------------------------------------------------------------- ________________ સ. આપણો જ. ગાડી નીચે આવ્યા નથી ત્યાં સુધી “આપણો વાંક' બોલવાનું સહેલું છે. આવ્યા પછી પણ એ પરિણામ ટકી રહે તો સમજવું કે ધર્મ પામવાની યોગ્યતા આવી. ક્યારે પણ દુઃખ આવે ત્યારે કયા ગુનાની સજા છે – એમ પૂછવું નથી અને કાર્યકારણભાવ વિચારતી વખતે પણ મારા ભૂતકાળના પાપ વગર મને દુઃખ આવે નહિ – એટલું હૈયામાં કોતરી રાખવું. સ. બોલવા જેટલું સહેલું નથી, અશક્ય જેવું લાગે છે. અશક્ય કશું નથી. વ્યક્તિ ગમતી હોય તો તેના બચાવ માટે આવું કહો ને? મિત્રની ગાડીમાં ગયા હો અને પગ ભાંગે તો શું કહો ? મિત્રે ભાંગ્યો એમ કહો કે મારા જ ભૂતકાળના પાપનો ઉદય-એમ કહો? અને વ્યક્તિ ગમતી ન હોય તો શું કહો? મારો વાંક બતાવો, પછી મારી નાંખશો તો ય ચાલશે. સહન કરવાની તૈયારી છે પણ અન્યાય કરો એ ન ચાલે, ખોટું મારાથી સહન ન થાય, નહિ આપો તો નથી જોઈતું પણ મારો હક નથી એમ કહો તો નહિ સાંભળી લઉં..... આવું આવું બોલો ને? સ. બરાબર આવો જ ભાવ હોય છે, આના કારણે જ અમારો સંસાર ટક્યો છે. ટક્યો તો છે અને હજુ ટકાવવો પણ છે ને ? કે આ કારણે જ છોડી દેવો છે ? સ. છોડવો તો છે. ક્યારે ? સ્મશાનભેગા થયા પછી ? સ. જોઈએ એવો વૈરાગ્ય નથી, વૈરાગ્ય આવ્યા વગર ન અવાય ને? વૈરાગ્ય લાવવા માટે પણ અવાય. ત્યાં બેઠા વૈરાગ્યનો જાપ જપ્યા કરશો એટલે વૈરાગ્ય આવી નહિ જાય. વૈરાગ્ય લાવવા માટે પણ સંસાર છોડવો પડશે. ધંધો આવડ્યા પછી ઘર છોડવાનું કે ધંધો શીખવા માટે પણ ઘર છોડીને બજારમાં જવું પડે? વૈરાગ્ય કાચો હશે તો પાકો અહીં કરાશે. પણ બનાવટી વૈરાગ્ય લઈને આવે - એવાનું અહીં કામ નથી. સંસારમાં બહુ દુઃખ પડે છે માટે સંસાર છોડી દેવો-એ બનાવટી વૈરાગ્ય. સંસારમાં દુઃખ આપવું પડે છે માટે સંસાર નથી જોઈતો - આનું નામ નક્કર વૈરાગ્ય. સામાના ગમે તેટલા અપરાધ હોય છતાં અપરાધીને સજા આપવાનો અધિકાર આપણો નથી. એ અધિકાર તો એના કર્મનો છે. (૧પર) Page #156 -------------------------------------------------------------------------- ________________ સ. તારું કર્મ તને સજા કરશે-એવું કહેવાય ? એવું કહેવાય નહિ અને એવી ઈચ્છા પણ ન કરાય, પ્રાર્થના પણ ન કરાય. આ તો માત્ર કોનો અધિકાર છે – એની વાત છે, આપણો તો બિલકુલ અધિકાર નથી એટલાપૂરતી વાત છે. ચોરો ચોરી કરે, તેમને સજા કરવાનો અધિકાર આપણો નથી. પોલીસ સજા કરે એવી પ્રાર્થના નથી કરવી. આપણે ય નથી પકડવા અને બીજા પકડે એવું ય નથી ઈચ્છવું. સ. એમ તો થોડું ચાલે, આટલી મહેનતથી વસાવ્યું હોય ને.... મહેનતથી વસાવ્યું છે કે પાપથી વસાવ્યું છે? જેના નસીબનું હોય તે લઈ જાય. સ. એમ કાંઈ નસીબ પર થોડું છોડાય ? આ (રજોહરણ) નસીબ ઉપર જ છોડ્યું છે ને ? અર્થકામ જોઈએ છે માટે નસીબ પર ન છોડાય અને દીક્ષા નસીબ પર છોડી છે ને ? દીક્ષા નથી જોઇતી કે જોઇએ છે ? છૂટવું છે? છોડવું છે ? આવવું છે? સ. અર્થકામમાં પ્રત્યક્ષ લાભ દેખાય છે, દીક્ષામાં નથી દેખાતો. - પ્રત્યક્ષ લાભને જ તમે માનતા હો તો પછી તમને નાસ્તિક કહેવા પડશે. અસલમાં પેલું ગમે છે ને આ ગમતું નથી. ગમતું હોય તો પરોક્ષ લાભ પણ ચાલે. જેને પૈસો ગમે તે નસીબ પર ન છોડે. જે ધર્મ પામેલો હોય તે તો અર્થકામને નસીબ ઉપર છોડી દે. પિંપળગામમાં એક સ્થાનકવાસી ભાઈ હતા. ૨૫-૩૦ વરસની ઉમર હશે. રોજ મારા ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં આવતા. આ બધી વાતો સાંભળીને ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા બન્યા હતા. એક વાર રાત્રે તેમના ઘરે ચોરો આવ્યા અને લગભગ પંદર લાખ જેટલી ચોરી કરી ગયા. કોઈને ફરિયાદ કરી નથી. બીજે દિવસે - સવારે રાબેતા મુજબ વ્યાખ્યાનમાં આવ્યા. મારા ગુરુમહારાજે કહ્યું કે – જે ગયું તેની આશા છોડી દે, તેની ફરિયાદ નથી કરવી. તે ભાઈએ પણ હ્યું કે – છોડી જ દીધું છે. તેનું હતું તે લઈ ગયો. જે લઈ ગયો તે મારું હતું જ નહિ. આથી મારે ફરિયાદ નથી કરવી. (૧૫૩) Page #157 -------------------------------------------------------------------------- ________________ સ. એક નંબરનો નહિ હોય. લાઈસન્સ હતું એની પાસે. તમારે જેટલી દલીલ કરવી હોય તેટલી કરી લો, નીચે કોઈ દલીલ નહીં ચાલે. ત્યાં ગયા પછી ગમે તેટલું સદ્વર્તન બતાવશો તોપણ તમારું દુર્વર્તન માફ નહિ થાય. ક્ષાયિક સમ્યત્વ લઈને ત્યાં જાય તોપણ દુઃખ ઓછું ન થાય. દુઃખ ઓછું લાગે, આર્તધ્યાન ન થાય, શાંતિથી વેઠી લે – એ જુદી વાત. બાકી તો નિકાચિત અશાતા અને નિકાચિત આયુષ્ય હોય છે. સંયમમાં સુસ્થિત થવું હોય તો આ બે પાયા મજબૂત કરી દો કે વગર અપરાધે પણ કોઈ દુઃખ આપે તો સહી લેવું છે અને કોઈ ગમે તેટલો મોટો અપરાધ કરે તો પણ તેને દુઃખ આપવું નથી. પ્રતીકારની ભાવના ટાળવી છે અને સહનશક્તિ કેળવવી છે. આ બે સંયમમાં સુસ્થિત થવાના ઉપાય છે. જે બાહ્ય અને અભ્યન્તર સંયોગોથી વિપ્રમુક્ત હોય તે જ સંયમમાં સુસ્થિત થઈ શકે. આથી સંયમમાં સુસ્થિતાત્મા પછી બીજું વિશેષણ વિપ્રમુક્ત આપ્યું છે. બાહ્ય સંયોગો હોય કે અભ્યન્તર, અનુકૂળ સંયોગો હોય કે પ્રતિકૂળ : કોઈ પણ સંયોગોમાં લેપાયું નથી. કારણ કે આ સંયોગોમાં લેપાય, પૂર્વપરિચિત માતાપિતાદિ કે પશ્ચાત્ પરિચિત વેવાઈ-વેવાણ વગેરેના મમત્વમાં તણાય તે સંયમ પાળી ન શકે. રાગ-દ્વેષને આધીન થવાથી અને તેના સાધનને આધીન થવાથી સંયમ સચવાતું નથી. જે છોડીને આવ્યા, મૂકીને આવ્યા તે પાછું જોઈતું ન હોય તેને વિપ્રમુક્ત કહેવાય. એક વાર ઈચ્છા જાગે તો અસ્વસ્થતા આવ્યા વિના ન રહે. જેને કશું જોઈતું નથી તેની સ્વસ્થતા ક્યારે ય હણાતી નથી. સાધુભગવન્ત કાયમ માટે સુસ્થિત હોય છે તેનું કારણ એક જ છે કે તેમને આ દુનિયાની એક પણ ચીજ જોઇતી નથી. એક છોડ્યા પછી બીજાની અપેક્ષા જાગે એવા સાધુઓ ન હોય. જે મળ્યું હોય તે છોડી દે, નથી મળ્યું તે જોઈતું નથી, જે છોડ્યું છે તે ય નથી જોઈતું એવા સાધુભગવન્ત હોય. ઘરમાં માતાપિતા, ભાઈ-બહેન, પત્ની-પુત્રાદિની લાગણી મળતી હતી છતાં તે છોડીને આવ્યા. હવે અહીં ગુરુભગવન્તની લાગણીની અપેક્ષા નથી રાખવી : આનું નામ સંયોગથી વિપ્રમુક્ત. સ. ગુરુને લાગણી ન હોય તો સંયમમાં આનંદ ન આવે ને ? જેને સંસારની લાગણી ન હોય તેને સંયમમાં આનંદ આવે. ગુરુને લાગણી કેવી છે એ નથી જોવાનું, ગુરુની આજ્ઞા કઈ છે – એ જોવાનું છે. આપણી પ્રત્યે ગુરુને કેવો (૧૫૪) Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાવ છે એ વિચારવાને બદલે આપણા માટે ગુરુની આજ્ઞા કઈ છે તે જોવાનું કામ કરે તે સાધુપણું સારામાં સારું પાળી શકે. આપણે ગુરુના ભાવથી નહિ, ગુરુની આજ્ઞાથી તરવાનું છે. ગુરુભગવન્ત હિતમાં પ્રવૃત્તિ કરાવે, અહિતમાંથી નિવૃત્તિ કરાવે, આપણી પ્રત્યે મમત્વભાવ ન રાખે, આપણી ભૂલો ચલાવી લેવાને બદલે સુધારવા પ્રયત્ન કરે એ જ એમની લાગણી છે – એમ સમજી લેવું. સંયમના પાલન માટે આનાથી વધુ બીજી કઈ લાગણી જોઇએ ? વિષય અને કષાયથી વિપ્રમુક્ત થયા વિના સંયમમાં સ્વસ્થ અને સુસ્થિત નહિ બનાય. સંયમમાં અસ્થિરતા કે અસ્વસ્થતા આવતી હોય તો તે વિષયની આસક્તિના કારણે અને કષાયની આધીનતાના કારણે. ગમે તેટલો ભણેલો હોય, અક્કલવાળો હોય કે નિપુણ હોય પણ જો તેને વિષયથી નિવૃત્ત થતાં ન આવડે તો તેની પાસે અક્કલનો છાંટો નથી, નિપુણતાનો લેશ નથી અને બુદ્ધિનો અંશ નથી. પાંચે ઈન્દ્રિયોના વિષયો ભોગવવાદેવા નથી-એવું જે માને તેને જ સાધુપણું સમજાયું છે. જેઓ ત્યાગ કરતાં હોય પણ તેમનું મન ભોગમાં હોય તેવા સાધુપણું પાળી ન શકે. સ. અભ્યન્તર પરિણતિનો ખ્યાલ અમને ક્યાંથી આવે ? ને પોતાના માટે સારામાં સારી રસોઈ બનાવી છે એવું જાણવા છતાં કારણ વગર વહોરી જાય તો સાધુપણામાં ખામી છે – એમ માનવું પડે ને? ભગતને રાજી રાખવા માટે તેના આગ્રહ ખાતર આધાકર્માદિ દોષથી દૂષિત આહારાદિ લે તેની અભ્યન્તર પરિણતિ સારી ક્યાંથી હોય? જીર્ણ શેઠ રોજ વિનંતિ કરવા છતાં ભગવાન પારણે ભિક્ષા લેવા તેમને ત્યાં ન ગયા. તે ભગવાનના સાધુ ભગતને રાજી રાખવા માટે આધાકર્માદિ દોષથી દૂષિત આહારાદિ વહોરે - તે ચાલે? જે ભોગથી વિરામ પામે તે જ સંયમમાં સુસ્થિત બની શકે. ભોગમાં આસક્ત અને પ્રવૃત્ત સંયમમાં અધીરો બન્યા વિના ન રહે. સાધુપણામાં રસનેન્દ્રિયનો વિષય સૌથી વધારે નડે છે. આથી જ રસનેન્દ્રિયના નિગ્રહથી શરૂઆત કરવી છે. સંયમમાં સુસ્થિત અને વિપ્રમુક્ત પછી ત્રીજું વિશેષણ આપ્યું છે-“સ્વપરત્રાતા'. જે સ્વપરનો ત્રાતા બને તે જ વિમુક્ત બને. જે સ્વપરના ત્રાતા એટલે કે રક્ષક ન હોય તેઓ છ જવનિકાયની હત્યામાં પ્રવૃત્ત હોવાથી વિપ્રમુક્ત બની શકતા નથી. અનુકૂળતા છોડી સુખનો રાગ મારી દુઃખ ભોગવવા તત્પર બને તે જ સ્વપરત્રાતા (૧૫૫) Page #159 -------------------------------------------------------------------------- ________________ બની શકે. દુઃખ ભોગવવું પડે તો ભોગવી લઈશ પણ બીજાને દુઃખ નથી આપવું અને સુખ જતું કરવું છે પણ બીજાનું સુખ ઝૂટવી લેવું નથી : આ રીતે પરનો વિચાર કરવામાં જ સ્વનું કલ્યાણ સમાયું છે. આપણે જે પ્રવૃત્તિ કરીએ તેની બીજા પર શું અસર પડે છે તેનો વિચાર કરવાના સ્વભાવવાળો સ્વપરવાતા બની શકે. જે પરિગ્રહ રાખે તે બીજાને દુઃખી બનાવ્યા વગર ન રહે તેથી સ્વપરત્રાતા પછી નિગ્રંથ વિશેષણ આપ્યું છે. જે નિર્ઝન્થ હોય તે સ્વપરત્રાતા બને. જે ગ્રન્થિ એટલે પરિગ્રહવાળો હોય. તે બીજાના અને પોતાના અકલ્યાણનું કારણ બન્યા વિના ન રહે. જેને સ્વપરત્રાતા બનવું હોય તેણે બીજાના દુ:ખનો વિચાર કરવો પડશે અને તે માટે નિર્ચન્થ બનવું પડશે. આપણો પરિગ્રહ બીજાને દુઃખી બનાવ્યા વિના ન રહે. તમારી ભાષામાં કહીએ તો જેની પાસે સામાન વધારે હોય તેને મજૂરની જરૂર પડે. આજે સિદ્ધગિરિની યાત્રાએ જનારા સામાન ઊંચકવા માટે કે નાના છોકરાને ઊંચકીને લઈ જવા માટે રાખેલ છોકરીનો ય કસ કાઢી લે ને ? થેલી પણ આપે, છોકરું પણ ઊંચકાવે અને પૈસા એકના આપે. પાછા બોલે કે તારે એ તીર્થ. આવાને તીર્થ કઈ રીતે તારે ? જેને તરતાં આવડે તેને તીર્થ તારે. બાકી તો એ જ તીર્થ ડુબાવનાર બને! તરવું હશે તો ઉદારતા કેળવવી પડશે. જેટલા નંગ હોય એસ્સા ઉપાડનારા કરવાના અને મોંમાંગ્યા દામ આપવાના, તો યાત્રા ફળે. જેની પાસે લોભનો પરિગ્રહ હોય તે બીજાને દુભવ્યા વિના ન રહે. નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. ત્રણ વેદ, હાસ્યાદિ કર્ક, મિથ્યાત્વ અને ચાર કષાય એમ ચૌદ પ્રકારનો અભ્યન્તર પરિગ્રહ છે. આ બાહ્ય અને અભ્યત્તર પરિગ્રહ વગરના હોય તેને નિર્ચન્થ કહેવાય. આજે સાધુપણામાં પણ આ પરિગ્રહ વધતો ગયો છે. દીક્ષા લેતી વખતે ઉપધિ છાબમાં સમાઈ જતી હતી, હવે તો ખોખામાં પણ સમાતી નથી. જેની પાસે વસ્તુ વધારે હોય તેને મમત્વ નડ્યા વગર ન રહે. સાધુપણામાં પણ બિનજરૂરી વસ્તુઓનો પરિગ્રહ વધતો ચાલ્યો છે. પહેલાં અમારે ત્યાં નવા સાધુને ભણવા માટે એક પુસ્તક અપાતું. એ આખું ભણાઈ જાય, કંઠસ્થ થઈ જાય એટલે તે પાછું આપીને બીજું લેવાનું. આજે તો નાના સાધુ-સાધ્વી પણ પુસ્તકના થોથા રાખતા થઈ ગયા. જેની પાસે પુસ્તક વધારે તે વધુ વિદ્વાન : એવું લોકો માનતા થઈ ગયા અને અસલમાં ‘ઠોઠ વિદ્યાર્થીને ઝાઝાં વાનાં જેવી હાલત છે. અમારા પંડિતજી જ્યારે ભણાવતા ત્યારે અમે પંડિતજીની સામે જોવાને બદલે પુસ્તકમાં જોઈએ તોપણ પંડિતજી ગુસ્સે થતા. “કિતાબ મેં ક્યા દેખતે હો, હમ કહ રહે હૈ ઉસ પર ધ્યાન રખો...' એમ ટકોર કરતા. આજે પુસ્તકોના આધારે ભણવાના કારણે જ્ઞાન પુસ્તકમાં રહ્યું અને મગજ તો ખાલીને ખાલી રહ્યાં. (૧૫૬) Page #160 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનો પણ પરિગ્રહ ગણાતો હોય તો બીજી વસ્તુ માટે શું કહેવું ? આ જ અધ્યયનમાં અંતે સાધુભગવંન્તનું વિશેષણ આપ્યું છે - “લહુભૂયવિહારિણો’. લઘુભૂત થઈને વિહાર કોણ કરી શકે? જે પરિગ્રહ વગરના હોય તે જ ને ? આજે સાધુસાધ્વીનો સામાન જોઈને ગૃહસ્થને ત્રાસ ઊપજે તો નવાઈ નહિ. આ વિષમ દશમાંથી બહાર નીકળવું હશે તો મમત્વ માર્યા વિના અને બિનજરૂરી સમાન ઘટાડ્યા વિના નહિ ચાલે. નિર્ઝન્થ તે જ બની શકે કે જે મહેષી હોય. આથી છેલ્લું વિશેષણ ‘મહૈષી’ આપ્યું છે. મહૈષી એટલે મહાનને ઈચ્છવાના સ્વભાવવાળા. મહાન શું છે? સંસારનું સુખ કે મોક્ષ? અહીં ટીકામાં મહાન તત્ત્વ તરીકે મોક્ષ બતાવ્યો છે. ઊંચામાં ઊંચું દ્રવ્ય કહો, ઊંચામાં ઊંચો ગુણ કહો કે ઊંચામાં ઊંચો પર્યાય કહો, તે એક આ મોક્ષ જ છે. જેને મોક્ષની ઈચ્છા હોય તે જ પરિગ્રહ વગરના બને. જેને મોક્ષની ઈચ્છા ન હોય તે નિર્ચન્થ ન હોય. જે નિર્ગસ્થ ન હોય તે સ્વપરત્રાતા ન હોય. જે સ્વપરત્રાતા ન હોય તે વિપ્રમુક્ત ન હોય અને જે વિપ્રમુક્ત ન હોય તે સંયમમાં સુસ્થિત ન હોય. હવે મૂળ પકડાયું ને? સંયમમાં અરતિ થતી હોય તો તેનું મૂળ કારણ એક જ છે કે મોક્ષની ઈચ્છા નાશ પામી છે. “સંયમમાં અરતિ થાય છે તેનું કારણ મોક્ષેચ્છાનો અભાવ છે... આ નિદાન વરસો પહેલાં શ્રી શય્યભવસૂરિ મહારાજે કરેલું છે. આમ છતાં આજે સાધુસાધ્વીને જો કહીએ તો માનવા તૈયાર થાય ખરા ? આજે તો તરત દલીલ કરે કે – “જો મોક્ષની ઈચ્છા ન હતી તો અહીં આવ્યા શા માટે ? આ તો દુઃખ સહન થતું નથી માટે અરતિ થાય છે. ગુરુભગવન્ત કે સહવર્તી તેમનો સ્વભાવ સુધારે તો અમે પણ રહેવા તૈયાર છીએ'. આ બધો જ પાંગળો બચાવ છે. મુખ્ય કારણ એક જ છે, મોક્ષમાં જવું નથી. અહીં મહેફી પદનો અર્થ કરતી વખતે જણાવ્યું છે કે મહાષિતું શીયસ્થ - અહીં શીલાર્થક રૂનું પ્રત્યય કર્યો હોવાથી “મોક્ષને ઈચ્છવાનો સ્વભાવ છે જેનો' – એવો અર્થ થાય છે. એકાદ વાર મોક્ષની ઈચ્છા થાય એટલાથી નિસ્તાર ન થાય. એ ઈચ્છા સ્વભાવભૂત બની જવી જોઈએ. એક વાર મોક્ષે જવાનો ભાવ આવ્યા પછી તેને ટકાવવો પડે. તે માટે સંસાર છોડવો પડે, સુખ ઉપરથી નજર હઠાવવી પડે, વિષયકષાયની પરિણતિ મારવી પડે, ગુરુની-ભગવાનની આજ્ઞા માનવી પડે તો પછી મોક્ષેચ્છા ટકે અને સ્વભાવગત બની જાય. આવા ગુણોથી યુક્ત સાધુભગવન્તો જ અનાચારનું વર્જન કરી આચારના પાલન દ્વારા મોક્ષની સાધના કરવા માટે સમર્થ બને છે. (૧૫૭) Page #161 -------------------------------------------------------------------------- ________________ આ રીતે શ્રી દશવૈકાલિક સૂત્રની પહેલી સત્તર (૫ + ૧૧ + ૧) ગાથાનું વર્ણન આપણે પૂરું કર્યું. આ સત્તર ગાથાનો સ્વાધ્યાય પૂસાધુ-સાધ્વીજી ભગવન્તોને પચ્ચખાણ પાર્યા પછી, વાપરતાં પૂર્વે અવશ્ય કરવાનો હોય છે. સત્તર પ્રકારના સંયમના પાલન માટે સત્તર ગાથાનો સ્વાધ્યાય રાખ્યો છે. ઓછામાં ઓછા સત્તર પ્રકાર સંયમના છે. બાકી તો સિત્તેર કે એકસો ચાળીસ વગેરે ભેદો પણ સંયમના બતાવેલા છે. આનાથી વધુ સ્વાધ્યાય કરો તો ચાલશે પણ ઓછામાં ઓછી આટલી ગાથાનો સ્વાધ્યાય તો કર્યા વગર ન રહેવું. સાધુપણામાં અનિવાર્ય એવી આહારાદિની પ્રવૃત્તિ કરતી વખતે પણ ક્યાંય રાગદ્વેષની છાયા આત્મા ઉપર પડી ન જાય તે માટે ભગવાને સુંદર ચર્યા ગોઠવી આપી છે. ઉપયોગપૂર્વક આ સત્તર ગાથાના સ્વાધ્યાયથી આત્માને ભાવિત બનાવીએ તો વાપરતી વખતે રાગદ્વેષની પરિણતિથી આત્માને દૂર રાખવાનું કામ ખૂબ જ સરળ છે. આ સૂત્રની આ સત્તર ગાથાના સ્વાધ્યાયથી ભાવિત બની બાકીની પણ બધી જ ગાથાઓના અધ્યયન-પરિશીલનાદિનું સદ્ભાગ્ય વહેલામાં વહેલી તકે પ્રાપ્ત કરી રાગાદિની પરિણતિથી પર બની વીતરાગદશાને પામવા માટે પ્રયત્નશીલ બની રહો – એ જ એકની એક સદા માટેની શુભભિલાષા.... (૧૫૮) Page #162 -------------------------------------------------------------------------- _