________________
માટે અનિશ્રિત વિશેષણ આપ્યું છે. ગૃહસ્થ વિનંતિ કરે માટે ત્યાં જાય એવું નહિ, ખપ હોય તો જાય અને એ પણ જ્યાં ઉચિત લાગે ત્યાં જાય. ભમરો જેમ પુષ્પ ધારીને કે રસનું પ્રમાણ નક્કી કરીને જતો નથી તેમ સાધુભગવન્ત અમુક દાતાના કુળમાં નિયમિતપણે, નિયમિત પ્રમાણમાં, નિયમિત વસ્તુ લેવા જતા નથી. પોતાને અનુકૂળ હોય એવી નહિ પરંતુ આજ્ઞાને અનુકૂળ હોય એવી ભિક્ષા તેઓ ગ્રહણ કરે છે. મુંબઈમાં હોવા છતાં કોઈ સુરતી ઘરમાં જ ગોચરી જાય, કોઈ રાજસ્થાની ઘરોમાં જાય તો કોઈ વળી ગુજરાતીનાં ઘરોમાં જાય. આ રીતે જેને જે ફાવે તેવાં કુળોમાં જાય તે નિશ્રિત કહેવાય. સાધુસાધ્વી ભગવન્તો સંસારીની નિશ્રા સ્વીકારે તો તેમને અબુધ જ કહેવા પડે ને ? જે બુદ્ધ હોય તે તો અનિશ્ચિત જ હોય. જે ભગવાન અને ગુરુની નિશ્રાએ જીવે તે જ સાધુપણું પાળી શકે. ભગતની નિશ્રાએ જીવનારા સાધુપણું પાળી ન શકે. આજે શરમ સંકોચ નડે તો કોના નડે? ગુરુભગવન્તના કે ભગતના?
સાધુભગવન્ત બુદ્ધ હોવાથી અનિશ્રિત હોય છે અને અનિશ્રિત હોવાથી જ નાનાપિંડરત એટલે કે અનેક પ્રકારના પિંડને ગ્રહણ કરવામાં રત હોય છે. અનેક પ્રકારના પિંડમાં રક્ત રહેવાનું છે, અનેક પ્રકારની ઈચ્છાઓમાં નહિ. ઇચ્છા તો એક જ જોઈએ કે ભગવાનની આજ્ઞામાં રહેવું છે. ઉદયન-રાજર્ષિ રાજર્ષિ હોવા છતાં ભૂતકાળની સારું વાપરવાની ટેવ છોડીને અંતપ્રાંત વાપરવાની ટેવ પાડી ને? રોગ વકરવા છતાં પણ ભિક્ષામાં ફેરફાર ન કર્યો. આજ્ઞાપાલન ખાતર શરીરની ઉપેક્ષા કરવી છે, ચિકિત્સા કરવી નથી - આટલા સુધી કદાચ ન પહોંચી શકીએ તોપણ જે મળે તે વાપરી લેવું છે, જેવું મળે તેવું ચલાવી લેવું છે - આટલું બને ને ?
સ. માફક ન આવે તો?
માફક આવે એ માટે પ્રયત્ન કરવો જ પડે. “આપણને તો ભાવે જ નહિ, આપણે તો જોયું જ નથી એવું સાધુ ન બોલી શકે. જેવું મળે તેવું વાપરવાની ટેવ પાડવી જ પડશે. જમણવારના ભોજનની પણ ટેવ પાડવી પડે. દાંતથી પણ ન તૂટે એવી પુરી હોય, કાચા ભાત હોય, તીખા તમતમતાં શાક હોય છતાં ટેવ પાડી હોય તો ન નડે. ખુદ આચાર્યભગવન્ત પણ ખંભાત જેવા ગામમાં વાલ લગભગ આવે તો સૌથી પહેલાં પોતાના પાત્રામાં લે. સાહેબ કહેતા કે સ્વાદથી ન વાપરો તો કશું ન નડે. ઈચ્છાથી કે સ્વાદથી વાપર્યું હોય તો નડે. આ રીતે અનેક પ્રકારના પિંડ વાપરે પણ સાથે આસક્ત ન બને તે જણાવવા દાન્ત’ વિશેષણ છે. મન અને ઈન્દ્રિયોનું દમન
(૭૮)