________________
કરે તે દાન્ત. અનિયત સ્થાને અનિયત આહારાદિ ગ્રહણ કરવા માટે ઈન્દ્રિય અને મનનું દમન કરવાનું પણ અનિવાર્ય છે. કોઈ વાર કોઈ વિશિષ્ટ (કેરીનો રસ વગેરે) વસ્તુ અનિયત સ્થાને જવા છતાં નિયમિત રીતે મળતી હોય છે - આવા પ્રસંગે દમન કરવું જોઈએ. જેમ બને તેમ ઈન્દ્રિયોને અનુકૂળ વિષયોથી દૂર-સુદૂર રાખી પ્રતિકૂળ વિષયોમાં કેળવવી – તેને ઈન્દ્રિયોનું દમન કહેવાય છે. મળેલું અનુકૂળ છોડવાનું અને પ્રતિકૂળ શોધવાનું તે ધારીએ છીએ એટલું સહેલું નથી જ.... આ બધું શ્રી શäભવસ્વામી મહારાજા પોતાના સંસારીપણાના આઠ વર્ષના પુત્ર શ્રી મનકમુનિને સમજાવી રહ્યા છે. જે, શિષ્યનું અનુશાસન કરી ન શકે તે સાધુપણું પળાવી ન શકે. પુત્ર હોવા છતાં બચાવ નથી કર્યો. દુઃખ વેઠવાનો અને સુખ છોડવાનો અભ્યાસ પાડવાનું શીખવ્યું. દીક્ષા આપી તો સાચવવા પડે – એવું નથી. દીક્ષા આપ્યા પછી સુકુમાલ નથી બનાવવાના, દુઃખ વેઠવા માટે પાવરધા બનાવવાના. સારણાવારણા કરવા માટે તો ખુદ ભગવાન પણ દીક્ષા આપ્યા પછી સ્થવિરભગવન્તને સોંપે છે. માત્ર દયા રાખે તે સારણાવારણા ન કરી શકે.
સ. નવા નવા સાધુને તો સાચવવા પડે ને ?
નવાની તો કોઈ ચિંતા નથી, એ તો સામેથી હિતશિક્ષા માંગતો આવે. ચિંતા જૂનાની છે. આજે તો જૂના, નવાને બગાડે નહિ તો નસીબ. ‘ગુરુ મહારાજ કહે તે સાંભળવાનું એમ કહે, પણ કરવાનું ન કહે. જવાબ નહિ આપવાનો' કહે, પણ આજ્ઞાંતિ બનવાનું, માનવાનું ન કહે. કાન ફૂંકીને તૈયાર કરે તેનું કામ નથી. કામ કરે, કામ કરાવે, આજ્ઞાંતિ બનાવે તેવાનું કામ છે. માત્ર છ મહિનાના દીક્ષા પર્યાયમાં આત્મકલ્યાણ કરાવવાના સામર્થ્યને જેઓ આ અધ્યયનમાં જોઈ શકે છે તેઓએ આ અધ્યયનના અર્થની ઉપેક્ષા કરવાને બદલે તેને આત્મસાત્ કરી લેવા પ્રયત્નશીલ બનવું જોઈએ.
દ્વિતીય શ્રી ગ્રામર્થપૂર્વક અધ્યયન ક અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મનું સ્વરૂપ પહેલા અધ્યયનમાં વર્ણવ્યું હતું-તે આપણે જોઈ ગયા. આવા ઉત્તમ કોટિના સર્વવિરતિધર્મને પામ્યા પછી એના પાલનમાં અવરોધ આવે તો એ અવરોધને દૂર કરીને ધર્મમાં સ્થિર કઈ રીતે થવું તે આ અધ્યયનમાં જણાવે છે. જે ગુણ પામ્યા હોઈએ એ ગુણને વમી નાંખવાનું ન બને
(૯)