________________
કપડાંની ગડી વાળે, ઉપધિ-પાત્રાં પલેવે, અને બાકીના સમયમાં મકાનમાં જેટલી વાચના ચાલે તે બધામાં બેસે. બહોંતેર વરસની ઉંમરેં કાળ કરી ગયા. જેને આરાધવું હોય તેને માટે ઉપાય છે. પણ જેને આરાધના કરવી જ ન હોય તેના માટે ઉપાય પણ શું કામ લાગવાના ?
અત્યાર સુધીમાં આપણે જોઇ ગયા કે પોતાની મન-વચન-કાયાની કોઇ પણ પ્રવૃત્તિથી કોઇને પણ દુ:ખ પહોંચાડવું નહિ- એવા પરિણામને અહિંસા કહેવાય છે. સૂક્ષ્મ નિગોદના જીવથી માંડીને સંશીપંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થાને પામેલા જીવો સુધીના અનન્તાનન્ત જીવોમાંથી કોઇને ને કોઇને પણ આ સંસારમાં દુઃખ પહોંચાડ્યા વિના જિવાતું નથી. આપણા જીવનના અસ્તિત્વ માટે બીજાના જીવનનું અસ્તિત્વ મિટાડવું જ પડે છે–એનો જેને ખ્યાલ છે એવા આત્માઓ જેમ બને તેમ વહેલાં આ સંસારનો અન્ત લાવવા પ્રયત્નશીલ બને છે. આવા આત્માઓને ઉદ્દેશીને શ્રી વીતરાગ પરમાત્માએ ધર્મનો ઉપદેશ કર્યો છે. કોઈ પણ જીવને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડયા વિના જીવન જીવવાની શૈલી આ સૂત્રમાં વર્ણવી છે. પ્રમાદાદિને આધીન બનીને આપણે કંઇ કેટલાય જીવોને દુ:ખ પહોંચાડતા હોઇએ છીએ. અમિયા, વત્તિયા, ઝેશિયા, વગેરે દશ પ્રકારે જીવોને દુઃખ પહોંચતું હોય છે. એ દશ પ્રકારને; એકેન્દ્રિયાદિ પાંચ પ્રકારના જીવોની સાથે, મનવચનકાયાના ત્રણ યોગની સાથે અને કરણ-કરાવણ અનુમોદન સ્વરૂપ ત્રણ કરણની સાથે ગુણવાથી હિંસાના જે ભેદો (૧૦૪૫૪૩૪૩=૪૫૦) થાય છે તે નજર સામે આવે તો આ આખોય સંસાર હિંસામય જણાયા વિના નહિ રહે. ‘બધા જ જીવો મારી જેમ જીવવાને ઇચ્છે છે, કોઇપણ જીવ મરવાને ઇચ્છતો નથી માટે મારે કોઇપણ જીવને દુ:ખ આપવું ન જોઇએ' - આવી ભાવનાથી સદાને માટે સર્વથા હિંસાથી વિરામ પામેલા સાધુભગવન્તોનો ધર્મ જ અહિંસાસ્વરૂપ છે. આપણે એ પણ જોઇ ગયા કે માત્ર કોઇપણ જીવને દુ:ખ ન આપવાના પરિણામથી અહિંસાધર્મ પ્રાપ્ત કરી શકાતો નથી. એની સાથે એ પરિણામ પણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે કે : ‘મને કોઇપણ દુ:ખ આપે તો તે હું સહી લઇશ.’ અન્યથા ‘હું કોઇને દુઃખ આપતો નથી, કોઇની પ્રત્યે દુષ્ટ વર્તન કરતો નથી, તો મને શા માટે હેરાન કરે છે ?....' વગેરે પરિણામ આવે તો દુઃખ આપનારને દુઃખ પહોંચાડવાનો પરિણામ આવી જશે. આવા પ્રસંગે એમ વિચારવું જોઇએ કે “આ ભવમાં મેં કોઇને દુ:ખ ન આપ્યું હોય તો ય પૂર્વેના ભવોમાં દુ:ખ આપેલું જ છે. વર્તમાનની સા ભૂતકાળના અપરાધનું ફળ છે. વગર ગુનાની સજા શ્રી જિનશાસનમાં નથી. તેથી ચૌદ
(૩૬)