________________
પાણી આપવાનું. તમે તમારા દીકરાના ભલે બાપ હો પણ તમારા બાપાના તો દીકરા ખરા ને ? તમને બાપાની ભક્તિ કરતા જોઈ ડાહ્યો દીકરો એની મેળે જ તમારી ય ભક્તિ કરતો થઈ જશે કે “બાપુજી ! તમે રહેવા દો, હું જ દાદાજીને પાણી આપું છું અમારે ત્યાં પણ કહ્યું છે કે ઉપાધ્યાય ભગવન્ત વિનયના ભંડાર હોય. છતાં કોઈને વિનયના પાઠ શીખવવા ન બેસે. પોતે જાતે આચાર્ય ભગવન્તનો વિનય જ એ રીતે કરે કે જેથી નાના સાધુને થાય કે આમના જેવા જ્ઞાની, પદસ્થ પણ જો આ રીતે આચાર્યભગવન્તની ભક્તિ કરતા હોય તો આપણે કેટલા અપ્રમત્તપણે આપણા વડીલોની ભક્તિ કરવી જોઈએ ! જે યોગ્ય હોય તે જોઈ-જોઈને શીખે, જે અયોગ્ય હોય તેને કીધા પછી પણ અસર ન થાય. આજે તો તમે સંસ્કાર ઝીલવાના બદલે સંસ્કાર આપવાની શરૂઆત કરી તેથી ન તો તમે સંસ્કારી બન્યા ને ન તો બીજાને સંસ્કારી બનાવી શક્યા. સંસ્કાર આપવા ઘરમાં રહેવાના બદલે મહાપુરુષોએ આપેલા સંસ્કાર ઝીલીને નીકળી ગયા હોત તો આજે ઠેકાણું પડી જાત. સંસ્કાર ઝીલવાની કેટલી તકો જતી કરી ? સૌથી પહેલાં આઠમા વરસે દીક્ષા લેવાનું કહ્યું હતું, તે તક ગુમાવી ને? બીજી તક વીસમા વરસે સંસાર માંડવા પહેલાં હતી તે પણ ગુમાવી ને ? હવે ત્રીજી તક છે કે પહેલાં છોકરાના લગ્ન થતાંની સાથે ઘરની જવાબદારી તેને સોંપીને નીકળી જવું. આ તક પણ જતી કરવી છે કે લગભગ ગઈ જ છે- એમ સમજે? હજુ પણ સંસ્કાર આપવા માટે સંસારમાં જ રહેવું છે? .
સ. આ ઉમરે આવીને શું કરીશું ? ગુરુભગવન્તનું કહ્યું માનીશું ! સ. ઘરમાં કોઈનું નથી માનતા તો અહીં શું માનવાના ?
ઘરમાં કોઈનું ન માનો છતાં મુસાફરીમાં ડ્રાઈવરનું માનો ને ? માંદગીમાં ડોકટરનું માનો ને ? જ્યાં તમારી ગરજ હોય ને જ્યાં તમે લાચાર હો ત્યાં બીજાનું માનતાં આવડે છે ને? જેનું અર્થપણું હોય તેમાં આપણા કરતાં જાણકાર મળે તો તમારું ડહાપણ ન ચલાવો ને ? તેમ અહીં પણ ગુણનું અર્થીપણું જાગે, પોતાના અજ્ઞાનનું "ભાન થાય અને ગુરુભગવન્તના જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા જાગે તો ગુરુનું માનવાનું અઘરું નથી. પોતાના સ્વભાવને સુધારે અને ગુરુનું કહ્યું માને તેવાને સાધુપણામાં કોઈ મુશ્કેલી નથી. અમારે ત્યાં મોટી ઉંમરે દીક્ષા લીધેલ એક સાધુભગવન્ત હતા, પોતાનો કાપ પણ કાઢી ન શકે. પણ બેઠાં બેઠાં ઘણાં કામ કરે. બીજા મહાત્માઓના કાપ કાઢેલા
(૩૫)