________________
કરવી. પરંતુ બીજા જે પોતાની મેળે પાપ કરતા હોય અને એમાં આપણે વેઠવાનો વખત આવે તો વેઠી લેવું છે, પ્રતીકાર નથી કરવો. આટલી જ વાત છે. જો આપણે વેઠીશું નહિ ને પ્રતીકાર કરીશું તો શું સામો જીવ પાપ કરતો અટકી જશે? તમે કદાચ બળવાન હો ને તેની પ્રવૃત્તિ અટકાવો તો ય તેના મનના પરિણામને અટકાવવાનો કોઈ ઉપાય છે? અને તમે પ્રતિકાર કરો તો સામો વધુ ઉગ્ર બને ને ? જે ખરેખર સામાના હિતની ચિંતા હોય તોય પ્રતીકાર કરવામાં એનું હિત નથી. ઊલટું, તમે કાંઈ પણ પ્રતીકાર કર્યા વગર સહન કરી લો તો પેલા ઉપર તમારી સમતાની છાયા પડવાથી તેને સુધરવાની-પાપથી પાછા ફરવાની તક છે. તેથી નક્કી છે ને કે સહન કરી લેવામાં આપણા આત્માના હિતની સાથે બીજા-સામા આત્માનું પણ હિત સમાયેલું છે..?
સ. સામો માણસ શાસનનો દ્રોહ કરતો હોય તો ય સહન કરી લેવાનું?
અત્યારે આપણી જાત ઉપર આવતી આપત્તિની વાત ચાલે છે તેમાં શાસન ' ઉપરની આપત્તિની વાત વચ્ચે ક્યાંથી લઈ આવ્યા? શાસન સ્પરની આપત્તિને તો પહેલી તકે, સઘળા પ્રયત્ન, આપણી જાતના, આપણા માનના, આપણા સ્થાનના ભોગે પણ ટાળવાની. પરંતુ પોતાના ઉપર આવેલી આપત્તિને શાસનની આપત્તિમાં ખતવીને તેને ટાળવી એ પણ એક જાતનો શાસનદ્રોહ કહેવાય છે – એટલું યાદ રાખવું. પોતાની અવહેલનાને શાસનની અવહેલના તરીકે ખતવે અને પોતાની ભક્તિને શાસનની ભક્તિ તરીકે લેખવે તેઓ જાતના પૂજક છે, શાસનના આરાધક નથી. શાસનની આપત્તિને પોતાની આપત્તિ માનીને ટાળવી અને પોતાની ભક્તિને રોકી શાસનની ભક્તિમાં તેને ફેરવવી. લોકો ભલે આપણી ભક્તિ કરે, આપણે તો શાસનની ભક્તિ વધારવા પ્રયત્ન કરવા.
સ. આપણે ભક્તિ ન લઈએ તો બીજાને વિનયભક્તિના સંસ્કાર કઈ રીતે પડે?
બીજાને સંસ્કાર આપવા પહેલાં આપણે જાતે સંસ્કાર ઝીલવાની જરૂર છે. આપણને જો ઝીલતાં આવડે તો બીજાને સંસ્કાર આપવા ન પડે એ એની મેળે ઝીલતો થઈ જાય. આપણે ભક્તિ લઈએ તો કરનારને પણ લેવાના સંસ્કાર પડે. આપણે જાતે ભક્તિ કરીએ તો જેનારને ભક્તિ કરવાના સંસ્કાર પડે. દીકરાને વિનયના સંસ્કાર આપવા હોય તો તેને કહેવાનું નહિ કે દાદાને પાણી આપ. આપણે જાતે જ ઊઠીને
(૩૪)