________________
અને મનુષ્યગતિ ગમતી હોય, જોઇતી હોય તેણે નરક અને તિર્યંચગતિમાં પણ જવાની તૈયારી રાખવી જ પડશે. પુણ્યના કે પાપના ઉદયથી મળનાર ચારે ગતિમય સંસારથી ભાગી છૂટવાની ભાવના જાગે ત્યારે ધર્મનું સાચું અથાણું પ્રગટે. આ ચારગતિમય સંસારથી તારનારો ધર્મ અહિંસા, સંયમ અને તપસ્વરૂપ છે. તેમાં આપણે બે પાસાએ અહિંસાધર્મ જોઈ ગયા. હવે આપણે સંયમધર્મની વાત શરૂ કરવી છે. આપણે જોઈ ગયા કે આપણે કોઇને પણ દુઃખ આપવું નહિ તે અહિંસાધર્મનું પહેલું પાસું છે. અને કોઈએ પણ આપણને આપેલું દુઃખ કોઈ પણ જાતના વિકલ્પ વિના સમભાવે વેઠી લેવું-એ અહિંસાધર્મનું બીજું પાસું છે.
સ. બીજા સહન કરવાના પાસામાં તો માત્ર આપણા આત્માની જ ચિંતા આવી ને?
આપણે સહન નહિ કરીએ તો બીજાને સહન કરાવ્યા વગર નહિ રહીએ. તેથી આપણા કારણે બીજાને સહન કરવાનો વખત ન આવે તે માટે આ સહન કરવાની વાત છે. આમાં બીજા પ્રત્યેનો દયાભાવ પણ સચવાઈ ગયો ને ? એ જીવની પણ ચિંતા સમાઈ ગઈ ને ?
સ. આપણને દુઃખ આપવા દ્વારા સામો જીવ આપણા નિમિત્તે પાપ બાંધેતેનું શું ?
આપણે દુઃખનો પ્રતીકાર ન કરીએ અને સહન કરી લઈએ એવા વખતે બીજા આપણા નિમિત્તે કર્મ બાંધે, એમાં આપણો ઉપાય નથી. આપણને બીજાના કર્મબંધમાં નિમિત્ત બન્યાનો દોષ ત્યારે લાગે કે જ્યારે આપણે સામેથી નિમિત્ત આપીએ. આપણે વિવેકપૂર્વક સહન કરવાની વાત કરીએ છીએ. “તું મને માર.” એમ ન કહીએ પણ કોઈ મારતું હોય તો તેનો પ્રતીકાર નથી કરવો : મૈત્રી ભાવનામાં કોઈ પણ જીવ પાપ ન કરે, કોઈ પણ દુઃખી ન થાય...' એવી ભાવના ભાવવાનું કહ્યું. પણ સાથે પાપ કરનારનું કાંડું પકડીને તેને અટકાવવાનો ઉપદેશ નથી આપ્યો. કારણ કે બીજા પાપ કરે તેમાં આપણો મોક્ષ નથી અટકતો. આપણે બીજાને પાપની પ્રેરણા કરીએ તો ચોક્કસ આપણો મોક્ષ અટકે. ગૌતમબુદ્ધ સામે જઈને પોતાનું માથું સિંહના મોઢામાં ધતો શાસ્ત્રકારોએ તેમને આત્મભરિ (સ્વાર્થી, પોતાની જાતનો જ વિચાર કરનારા) કહ્યા અને આવા સાહસને પણ માત્ર મોહ-અજ્ઞાનજનિત ચેષ્ટા કહી. કારણ કે તેમણે સિંહને પાપ કરવાની પ્રેરણા કરી. આપણે બીજાને પાપ કરવાની પ્રેરણા નથી
(૩૩)