________________
- સ. ન ટાળી શકે તો ?
તો પહેલાં રાત્રિભોજન ટાળતાં શીખે પછી નવકારશી કરે. રાત્રિભોજન માટે ભાગે આહારની લાલસાના કારણે થાય છે. સંયોગો કરતાં પણ મન વધારે નબળું છે. નવકારશી, એકાસણાં, આયંબિલ... વગેરે ગમે તેટલો તપ કરો પણ એની સાથે જે ખાવાનો પરિણામ નાશ ન પામે ત્યાં સુધી તે તપની કિંમત નથી. અનશન કર્યા પછી પણ ઊણોદરી રાખી શકાતી ન હોય તો તે આહારની લાલસાના કારણે, ઊણોદરીપમાં આહારનું પ્રમાણ ઘટાડવાનું હોય છે. પુરુષોએ બત્રીસ કોળિયાથી અને સ્ત્રીઓએ અઠયાવીસ કોળિયાથી બે-પાંચ કોળિયા ઓછું વાપરવું તે ઊણોદરી. સામાન્યથી ૩ર કે ૨૮ કોળિયા આહારથી ભૂખ શમી જાય. એ ભૂખ કરતાં ઓછું વાપરવું તે ઊણોદરી. આ તપ માટે સૌથી પહેલાં, ભૂખ લાગ્યા પછી જ ખાવું - આ નિયમ જાળવવો પડશે, નહિ તો ઊણોદરી કરવાનો પ્રસંગ જ નહિ આવે. આથી જ સાધુભગવન્તને છે કારણ ઉપસ્થિત થયે છતે જ આહાર લેવાનું ફરમાવ્યું છે. જે, કારણે વાપરે તે જ તપસ્વી, અકારણે વાપરે તે ઊણોદરી વગેરે તપ કરવા છતાં તપસ્વી ન ગણાય. છમાંથી એક પણ કારણ ઉપસ્થિત ન હોય તેવા વખતે નિર્દોષ આહાર વાપરે તો ય દોષ લાગે. અને કારણ ઉપસ્થિત થયે છતે કોઇવાર આધાકર્માદિ દોષયુક્ત આહાર વાપરે તો ય દોષ ન લાગે. બેંતાલીસ દોષથી રહિત આહાર લાવ્યા પછી પણ જો કારણાભાવ, સંયોજના, પ્રમાણાતિરિક્તતા વગેરે પાંચ માંડલીના દોષ ટાળવામાં ન આવે તો નિર્દોષ આહાર પર પાણી ફરી જાય. આખું ચિત્ર તૈયાર થયા પછી એના પર શાહીનો ખડિયો ઢોળાઈ જાય તો ચિત્રની શી દશા થાય?
સ. કોઈનો આહાર કુદરતી વધારે હોય તો?
આહાર ઘટાડવાનો ઉપાય પણ શાસ્ત્રમાં બતાવ્યો છે. જેનો આહાર વધારે હોય તેને રોટલીમાં ઘી ભેળવીને આપે, મિષ્ટાન્ન-ભારે ખોરાક વધારે આપે એટલે તેનો આહાર ઘટી જાય. પછી મિષ્ટાન્નાદિ બંધ કરાવી દે. એટલે આહાર પ્રમાણસરનો થઈ જાય.
સ. સાધુભગવન્તને આહાર મળે તો સંયમવૃદ્ધિ કહી અને ન મળે તો તપોવૃદ્ધિ કેમ કહેવાય ?
ન મળે ત્યારે પણ સંયમ તો હતું જ, તપ કુદરતી રીતે થઈ જવાથી તપોવૃદ્ધિ છે પણ થઈ એમ સમજવું. તપની ભાવના હતી પણ પરિણામ ન હતો માટે વહોરવા
(૪૨)