________________
ગયા અને નિર્દોષ આહાર ન મળે ત્યારે નરકાદિ ગતિની સુધાને યાદ કરીને, ભગવાનની આજ્ઞાનું આલંબન લઈને શુભ ભાવે તપ કરે. આહાર ન મળવાથી સંયમની વૃદ્ધિ ભલે ન થઈ હોય, પણ સાથે સંયમ સિદાયું પણ નથી. સંયમની સાથે તપ પણ ભળ્યો માટે તપોવૃદ્ધિ થઈ એમ કહેવાય છે. એ જ રીતે આહાર મળ્યા પછી પણ આ પાંચ દોષો ટાળવામાં આવે તો જ સાધુભગવન્ત ખાવા છતાં તપસ્વી કહેવાય. ઊણોદરી કરવા માટે સંયોજના ટાળવી જરૂરી છે. સંયોજના કરે તે ઊણોદરી ન કરી શકે. સંયોજના ન કરે તો ઊણોદરી મજેથી કરાય. કોળિયાનું પ્રમાણ સાચવવા માટે વસ્તુ પસંદગી કરીને ન લેવી. ઊણોદરી ત્યારે કરી શકાય કે જ્યારે દ્રવ્ય ઘટાડીએ, વધુ દ્રવ્ય વાપરનાર ધારે તોય ઊણોદરી ન કરી શકે. આથી ઊણોદરી પછી ત્રીજો તપ વૃત્તિસંક્ષેપ (દ્રવ્યસંક્ષેપ) જણાવ્યો અને દ્રવ્યનો સંક્ષેપ કરતી વખતે પાંચ દ્રવ્યો પણ સારાંમાં સારાં રસકસવાળાં ગ્રહણ ન કરે તે જણાવવા માટે ચોથો રસત્યાગ નામનો તપ બતાવ્યો. નવકારશી વગેરે તપ કરનાર પણ જો ઊણોદરી, વૃત્તિસંક્ષેપ કે રસત્યાગ (વિગઈત્યાગ) ન કરે તો તેનો તપ લેખે નથી લાગતો. સાધુભગવન્તને પણ નિત્ય એકાસણાને બદલે અપવાદે નવકારશી કરાવે તોપણ વિગઈ વાપરવાની રજા આપવામાં આવતી ન હતી. આયંબિલ મજેથી કરનારા આયંબિલના પારણે નવકારશીમાં લૂખા ખાખરા ન વાપરી શકે? તપનું પારણું એવું ન હોવું જોઈએ કે જે તમને ધોઈ નાંખે. ભક્તિ માટે સત્તર જાતની વસ્તુ બનાવવાની, પણ જાત માટે બે દ્રવ્યથી ચાલે તો ત્રીજું પણ નથી લેવું. તપ કર્યા પછી અશક્તિ લાગે છે માટે પારણે પૌષ્ટિક આહાર લેવાની જરૂર નથી. કારણ કે અશક્તિ લગાડવા માટે જ તપ કરવાનો છે. લોહી, માંસને સૂકવવા માટે તપ છે. આચાર્યભગવન્ત કહેતા હતા કે પારણે વિશિષ્ટ વસ્તુની અપેક્ષા જાગે તેવો તપ ન કરવો. તપનો અભ્યાસ પાડવા પહેલાં પારણાં કરતાં શીખવાની જરૂર છે. રોટલી, દાળ, ભાત, શાકથી ચાલતું હોય તો પાંચમી વસ્તુ વાપરવી નથી. આ અભ્યાસ પાડ્યા પછી ઉત્કૃષ્ટ તપ કરવાનો અભ્યાસ પાડવાનો. ખામાં વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ : આ બે તપ તો કુદરતી રીતે થઈ જાય. આજે તો વિગઈનો ત્યાગ કરનારા પણ પહેલેથી સૂચના આપી દે ને ? વિગઈનો ત્યાગ તો ભાણે બેસ્યા પછી કહેવાનો. જે બનેલું છે તેમાંથી ત્યાગ કરવાનો છે. ઘી નથી વાપરવું માટે ઢેબરાનો વિકલ્પ શોધવો એ વિગઈત્યાગ નથી.
(૪૩)