SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મળતી હોય તો અત્યારે મળે – એવું કાંઈક કરવું છે. એક વાર સંકલ્પબળ મજબૂત થાય તો નક્કર પરિણામ આવે. હવે અહીં શિષ્ય શંકા કરે છે કે એક વાર “મોર' પદ આપ્યા પછી બીજી વાર મો' પદ શા માટે આપ્યું છે? ... આ શંકાના નિરાકરણમાં જણાવ્યું છે કે – સંપૂર્ણ ભોગોનો ત્યાગ કરવાનું સૂચવવું છે માટે બે વાર જણાવ્યું. ત્યક્ત (તજેલા) અને ઉપનત (નવા આવેલા) : એમ બન્ને પ્રકારના ભોગોનો ત્યાગ કરવાનો છે. તપેલાને પાછા ગ્રહણ ન કરવા અને નવા આવેલાને સ્વીકારવા નહિ – એ જણાવવા માટે ભોગનું ગ્રહણ કર્યું છે. તમારી ભાષામાં કહીએ તો પરસેવો પાડીને મેળવ્યું હોય કે વારસામાં મળ્યું હોય તે બધાનો ત્યાગ કરવાનો છે. કાળા-ધોળાં કરીને ભેગું કર્યું હોય કે સામેથી ભેટણામાં મળ્યું હોય : કોઈ પણ ભોગ ભોગવવા નથી એમ સમજીને જે ત્યાગ કરે તે ત્યાગી કહેવાય છે. સાધુપણામાં આવતી વખતે જે જે ભોગોનો ત્યાગ કરીને આવ્યા એવા ભોગો સામેથી આવે કે કોઈ ધરે છતાં પણ તેનો સ્વીકાર ન કરે અને પીઠ પાછળ કરે તેને ત્યાગી કહેવાય. શ્રી વજસ્વામી મહારાજાને પરણવા માટે કરોડો રૂપિયા સાથે ઋષિદત્તા નામની કન્યા સામેથી આવેલી. સાધ્વીજી ભગવાના મુખે આચાર્યભગવન્તના ગુણો સાંભળીને તેમના પ્રત્યે આસક્ત બની તેમને જ પરણવાની ઈચ્છાથી આવેલી. તેણીના પિતાએ સમજાવવા છતાં તેમના સિવાય બીજાને નહિ પરણવાની હઠ લઈ બેઠેલી હોવાથી તેણીના પિતા તેને પરણાવવા માટે આવ્યા હતા. પરંતુ શ્રી વજસ્વામી મહારાજા સાવધ હોવાથી ચૂક્યા નહીં. ચૂક્યા હોત તો કેવું અનિષ્ટ પરિણામ આવતી પરંતુ ભગવાનના શાસનના પરમાર્થને પામેલા મહાપુરુષો અનિષ્ટ પરિણામના કારણ બને નહિ. શ્રી વજસ્વામી મહારાજાએ તેને પ્રતિબોધ પમાડી સાધ્વી બનાવી. આ રીતે ગૃહસ્થપણાના ભોગોનો ત્યાગ કરે અને ત્યાગ કર્યા પછી ફરી તે ભોગો સામે આવે તો પણ તેને ગ્રહણ ન કરે તે જણાવવા માટે બે વાર ભોગોનું ગ્રહણ કર્યું છે. એવી જ રીતે ગાથામાં વિપકવ્ય પદથી ત્યાગ બતાવ્યા બાદ ફરી વાર વય પદથી ત્યાગ કરવાનું બતાવ્યું છે – એનું કારણ શું? આવી શિષ્યની શંકાના નિરાકરણમાં જણાવે છે કે – પ્રતિસમય અર્થાત્ ક્ષણે ક્ષણે ત્યાગનો પરિણામ જેનો વૃદ્ધિ પામતો હોય તે ખરા ત્યાગી છે, એમ સૂચવવા માટે બે વાર ત્યાગનું ગ્રહણ કર્યું છે. એક વાર ત્યાગનો પરિણામ જાગ્યા પછી જે એમાં મંદતા આવે તો તે ત્યાગ આજે નહિ તો કાલે ભોગમાં પરિણામ પામવાનો. આથી જ ત્યાગીઓએ ત્યાગના પરિણામમાં મંદતા ન આવે અને એની વૃદ્ધિ થતી રહે તે માટે સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. (૯૬)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy