________________
જણાવે છે કે આ વૃતિ પણ આચારના વિષયમાં કરવાની છે, આનાચારના વિષયમાં નહીં અનાચારનું વર્જન કરવું આ પણ એક આચાર છે. આ રીતે આચારમાં ધૃતિ કરવી એ જ સંયમનો ઉપાય છે. સાધુપણામાં પાપની નિવૃત્તિ પ્રધાન છે માટે અનાચાર બતાવવા દ્વારા આચારનું વર્ણન કર્યું છે. દીક્ષા લીધા પછી અસંયમનું જીવન જીવવું ન પડે તે માટે આ ક્ષુલ્લકાચાર અધ્યયન છે. નવાને કે નાનાને છૂટ આપવી જોઈએ - આ વાત મગજમાં ન રાખશો. આચારપાલનમાં છૂટ કોઈને ન મળે. પોતાના આઠ વર્ષના બાલસાધુને હિતબુદ્ધિથી આ કડક આચાર બતાવ્યા છે. આઠ વર્ષની ઉંમર હોય અને છ મહિનાનું આયુષ્ય હોય તો તમે શું કરો ? જે ખાવું હોય તે ખાવા દો, પીવું હોય તે પીવા દો. છેલ્લે છેલ્લે જે ઈચ્છા હોય તે પૂરી કરવાની વાત કરો ને? નાની ઉંમર અને અલ્પ આયુષ્ય હોય તો સુખ છોડાવો કે સુખ અપાવો ? આ મહાપુરુષ તો ઈચ્છા કઈ બાકી છે – એ નથી પૂછતા, પાપ કયું બાકી રહ્યું છે - એ જોવાનું કહે છે. આચાર્યભગવન્તો દ્રવ્યદયાને ન ચિંતવે, ભાવદયાને ચિંતવનારા તેઓ હોય છે. દ્રવ્યદયાને ચિંતવનારા આવા કડક આચાર બતાવી ન શકે. અસંયમની ભયંકરતામાં પડેલાને સંયમનું આરોગ્ય કેટલું જરૂરી છે – એ અનન્તજ્ઞાનીભગવન્તો જ જાણે. મહાપુરુષોએ આપણી જેટલી ચિંતા કરી છે એટલી જ આપણે એમની ઉપેક્ષા કરીએ છીએ. આ બધું ગંભીરતાથી વિચાર્યા વગર ચાલે એમ નથી. - આ ત્રીજા અધ્યયનનું નામ શુલ્લિકાચારકથા છે. યુલ્લિકા એ આચારકથાનું વિશેષણ છે. આગળ જઈને જે મહાચારકથા કહેવાના છે તેની અપેક્ષાએ આ આચારકથા નાની હોવાથી તેને યુલ્લિકા કહી છે. આ આચારનું પાલન કેવા પ્રકારના સાધુભગવન્તો કરવા માટે સમર્થ છે તે જણાવવા અહીં પહેલી ગાથા જણાવી છે.
संजमे सुअिप्पाणं विप्पमुक्काण ताइणं । . . તેસિયમUI3vvi નિકથા મસિf iારૂ
સંયમમાં જેમનો આત્મા સુસ્થિત છે, જેઓ વિપ્રમુક્ત છે, જેઓ ત્રાતા છે, જેઓ નિર્ઝન્ય છે અને મોક્ષના અર્થી છે તેમના માટે આ (હવે પછી કહેવાશે તે) અનાચાર છે. આ પ્રમાણે આ ગાથાનો અર્થ છે. આશય એ છે કે શાસ્ત્રાનુસાર સંયમમાર્ગમાં જેઓ સ્થિર છે તેઓ જ બાહ્ય અને અભ્યન્તર પરિગ્રસ્થી મુક્ત હોય છે. સંયમની સાધના માટે કોઈ પણ જાતના પરિગ્રહની જરૂર નથી, ઊલટું પરિગ્રહના કારણે સંયમની સાધના અવરોધાય છે. જેઓ આ રીતે વિપ્રમુક્ત છે તેઓ જ ખરેખર
(૧૪૭)