________________
પ્રવિચક્ષણ છે. બોધ, જ્ઞાન અને આચરણ : આ ત્રણની પારમાર્થિકતા વિષયોની વિરતિમાં છે.- એનો જેને ખ્યાલ છે તેવા મહાત્માઓ પોતાના સમ્યગ્દર્શનાદિનો ઉપયોગ વિષયની વિરતિ માટે જ કરે છે. સાધુપણામાં આ એક વાત સમજાય તો પછી બીજું બધું જ સરળ છે. સંયમમાં સ્થિર થવું હશે, સંયમની અરતિ અને સંસારની રતિ ટાળવી હશે તો ભોગોથી વિરામ પામવો જ પડશે. ગમે તેટલા હોશિયાર હોય, પંડિત હોય, સંબુદ્ધ હોય તો ય ભોગો ભોગવવાની રજા ન મળે.
સ. ભોગનો ત્યાગ ન કરે તેનામાં પંડિતાઈ નથી એમ માનવું?
ચોરની કુશળતાને પંડિતાઈ ગણો ખરા ? તેમ પાપકાર્યમાં જે બુદ્ધિ વપરાય તે પંડિતાઈ ન ગણાય. પાપથી મુક્ત થવામાં જે પોતાની બુદ્ધિ વાપરે તેને પ્રવિચક્ષણ કહેવાય.
સ. સાધુમહાત્મા તો ભોળાભદ્રિક કહેવાય ને?
સાધુમહાત્મા ભોળા હોય પણ બુધ્ધ ન હોય. પાપને ટાળવાની નિપુણતા તેમનામાં હોય જ. પાપથી દૂર રહેવા મહેનત કરે, પાપનો સરળભાવે એકરાર કરી લે, આચાર્યભગવન્તને છેતરે નહિ તેથી તેઓ ભોળા એટલે કે ઋજુ હોય છે-એમ કહેવાય. બાકી કોઈ પાપ કરવા માટે તેમને બનાવી જાય-એવા ભોળા ન હોય. દોષિત આહારને નિર્દોષ કહે તોપણ માની લે – એવા ભોળા ન હોય. નિર્દોષ આહારમાં પણ જો દોષની શંકા પડે તો તેનો ત્યાગ કરનારા સાધુભગવન્ત હોય. તમારે ત્યાં જેમ શંતિ મુહૂર્ત ન ચાલે તેમ સાધુપણામાં શંકિત આહાર ન કલ્પ. દર્શનમાં બોધ જોઈએ, જ્ઞાનમાં પંડિતાઈ જોઈએ અને ચારિત્રમાં પ્રવિચક્ષણતા જોઈએ. ઓછી મહેનતે વધુ લાભ મેળવવો તેનું નામ પ્રવિચક્ષણતા. તમારી ભાષામાં કહીએ તો ધંધો કરવો જોઈએએવું લાગે તે બોધ. ધંધાની લાઈન શીખવી અને એમાં હાથ બેસી જવો તે પંડિતાઈ અને ઓછી મહેનતે ઘણા પૈસા કમાવા તે પ્રવિચક્ષણતા. તેવી રીતે ઓછી મહેનતે વધુ નિર્જરા ચારિત્ર સિવાય શક્ય નથી. ગૃહસ્થપણામાં મહેનત ઘણી ને નિર્જરા અલ્પ છે. અવિરતિનો ભોગવટો ધર્મને નકામો બનાવી દે છે. આથી જ જે નિપુણ હોય, ભણેલો - ગણેલો હોય, કુશળ હોય તે પાંચ ઈન્દ્રિયના વિષયોથી વિરામ પામવા જ તત્પર હોય. બોધ નિર્મળ બને તો જ ચારિત્ર આવે. બોધ, જ્ઞાન અને નિપુણતા : આ ત્રણેનો ઉપયોગ ભોગથી વિરામ પામવામાં કરવો છે. આપણી પાસે
(૧૪૩)