________________
તેવા પ્રકારના અપરાધમાં મૂળમાંથી બધો પર્યાય કાપી નાંખવો તે મૂલપ્રાયશ્ચિત્ત કહેવાય. ઘાવાળા અંગની પાટાપિંડી કરવા જેવું તપપ્રાયશ્ચિત્ત છે, અંગના સડેલા ભાગને કાપી નાંખવા જેવું છેદ પ્રાયશ્ચિત્ત છે અને મૂળમાંથી સડેલું અંગ કાપી નાંખવા જેવું મૂલપ્રાયશ્ચિત્ત છે. ૯. અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત : સર્વ પર્યાયનો છેદ કર્યા બાદ ગચ્છબહાર કરીને છ એક મહિના જેટલો તપ કરાવ્યા બાદ ફરી ગચ્છમાં લેવો તે અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત. જે વખતે તપ કરે તે વખતે કોઇ પણ સાધુ તેની વૈયાવચ્ચ ન કરે. અશક્તિ આદિના કારણે ચક્કર ખાઇને પડી જાય તોપણ કોઇ તેમને ઊભા ન કરે... એવું કડક પ્રાયશ્ચિત્ત આ છે.
સ. આવા નિબઁસ પરિણામ સાધુઓ રાખે ?
ગંભીર બિમારીવાળા દર્દીને ડોક્ટર આઇ.સી.યુ. માં રાખે, આખા શરીરમાં નળીઓ મૂકે, સળિયા નાંખે, ખાવા ન આપે.... તોય તે નિર્બંસ ન કહેવાય ને ? ત્યાં દર્દીની દયા જ સમાયેલી છે ને ? ત્યાં જેમ ગમે તેમ કરીને દર્દીને જિવાડવો છે તેમ અહીં પણ પૂરતા પ્રયત્ને અપરાધીને સુધારવો છે. કડક પ્રાયશ્ચિત્ત છે, એ જોવાને બદલે ભારેમાં ભારે અપરાધ કર્યાં પછી પણ જેને સુધરવું હોય તેના માટે સુધરવાની પૂરતી તકો ભગવાનના શાસનમાં છે – એવું વિચારશો તો શાસન પ્રત્યે બહુમાન જાગ્યા વગર નહિ રહે.
સ. આજના કાળમાં આવાં પ્રાયશ્ચિત્ત અપાય છે ?
આજે આવાં પ્રાયશ્ચિત્તને યોગ્ય ગુના વિદ્યમાન હોવા છતાં જીવો એ પ્રાયશ્ચિત્ત આપવા માટે યોગ્ય ન હોવાથી આવાં પ્રાયશ્ચિત્ત અપાતાં નથી. ડોક્ટરો પણ કહે ને કે આ દર્દ માટે આ દવા છે પરંતુ આ ઉંમરે કે આ સ્થિતિમાં આ દવા ન અપાયતેમ અહીં સમજવું. શરીરના આરોગ્ય જેટલી ભાવઆરોગ્યની કિંમત સમજાય તો આ બધું સમજી શકાય એવું છે. ડોક્ટર ખાવા-પીવાનું ન આપે, કડક ચરી પળાવે તોય દયાના દેવ કહેવાય, નવી જિંદગી આપનારા કહેવાય તેમ અહીં પણ પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરાવીને ગુરુમહારાજ શિષ્યનો ભવ સુધારે છે.
૧૦. પારાંચિતપ્રાયશ્ચિત્ત : ગચ્છબહાર થઇ, બાર વરસ સુધી સાધુવેષ છુપાવીને સાધુપણામાં રહેવાનું અને બાર વરસ બાદ એક રાજાને પ્રતિબોધીને પછી પાછું ગચ્છમાં આવવું-તે પારાંચિત પ્રાયશ્ચિત્ત. નવકારમંત્રનું સંસ્કૃતમાં ભાષાંતર કરવાના
(૫૨)
g