________________
ભણવામાં પરાણે પણ ચિત્ત પરોવો તો વિચારો જાય : આ બેનો મેળ કઈ રીતે બેસે ? જેને કીધું કરવું ન હોય, તેને ગુરુ તો શું ભગવાન પણ સુધારી ન શકે. જેને પાપની ખટક છે તેના માટે પ્રાયશ્ચિત્ત છે, બાકી તો માત્ર ઉપચાર છે. પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર બતાવ્યા છે : ૧.આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. મિશ્ર, ૪. વિવેક, ૫. કાયોત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯. અનવસ્થાપ્ય, ૧૦. પારાંચિત.
૧. આલોચનપ્રાયશ્ચિત્ત : પાપ ખટકવાના કારણે પાપનું નિવેદન કરવું તે આલોચના પ્રાયશ્ચિત્ત. આજની આલોચના તો માત્ર જાણ કરવા પૂરતી જ રહી છે, તેમાંથી પાપની ખટક નીકળવા માંડી છે- એમ કહીએ તો ખોટું નહિ ને? શુદ્ધ થવા માટે આલોચના લેવાય છે કે આચાર જાળવવા માટે એ પૂછવું પડે એવી દશા છે ને? સામાન્યથી ભિક્ષાચર્યામાં આહારાદિ ગ્રહણ કર્યા બાદ તે આલોવવા તે આલોચન પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૨. પ્રતિક્રમણ : એટલે પાપથી પાછા ફરવું તે. સમિતિનું પાલન બરાબર ન કરવાથી જે સામાન્ય અપરાધ થયો હોય તેની શુદ્ધિ મિચ્છામિ દુક્કડ આપવાથી થાય છે. માટે પાપ થતાંની સાથે મિચ્છામિ દુક્કડું આપવું તે પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત. ૩. મિશ્ર : મિશ્ર પ્રાયશ્ચિત્ત તેને કહેવાય કે જેમાં આલોચના અને પ્રતિક્રમણ આ બંને પ્રાયશ્ચિત્ત ભેગાં હોય. માર્ગમાં જતાં-આવતાં જે એકેન્દ્રિયાદિ જીવની વિરાધના થઈ હોય તે વખતે ઉપયોગ રાખી તેનું પ્રતિક્રમણ કરવું - ઈરિયાવહી બોલવા તે મિશ્ર પ્રાયશ્ચિત્ત. એમાં જીવવિરાધનાનું નિવેદન અને મિચ્છામિ દુક્કડ બન્ને હોવાથી તેને મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ૪. વિવેકપ્રાયશ્ચિત્ત એટલે ગોચરીમાં આવેલ અશુદ્ધ આહારાદિ પરઠવવા. ૫. કાયોત્સર્ગ : એટલે જે ગુના કર્યા હોય તેની સજા જાતે ભોગવી લેવી. કાયાથી કષ્ટ ભોગવવા તૈયાર ન થઈએ ત્યાં સુધી કાયાનું મમત્વ નહિ છૂટે. નદી ઊતર્યા પછી, ગમણાગમણે આલોવતાં, અશુભ સ્વપ્નદર્શન નિમિત્તે. એમ અનેક પ્રકારે કરાતો કાઉસ્સગ્ગ એ કાયોત્સર્ગપ્રાયશ્ચિત્ત છે. ૬. તપ્રાયશ્ચિત્ત: અઠ્ઠમથી આગળનો તપ આ તપપ્રાયશ્ચિત્તમાં આવે છે. આરાધના માટેનો આ તપ નથી. પાપના પ્રાયશ્ચિત્તરૂપે, અપરાધની સજારૂપે આ તપ છે. દાનમાં પૈસા આપવા અને કર ભરવો એ બેમાં જેમ ફરક છે તેમ આરાધના માટેના તપમાં અને પ્રાયશ્ચિત્તરૂપ તપમાં ફરક છે. ૭. છેદપ્રાયશ્ચિત્ત : રાજા કે રાજમાન્ય પુરુષની હત્યા, ચોથા વ્રતનો ભંગ... વગેરે સ્વરૂપ તેવા પ્રકારનો ઘોર અપરાધ કર્યો હોય ત્યારે એક દિવસથી માંડીને પંદર, ત્રીસ દિવસ, વરસ, પાંચ વરસ વગેરેના પર્યાયનો છેદ કરવો અર્થીએટલો પર્યાય ગણતરીમાં ન લેવો તે છેદ પ્રાયશ્ચિત્ત. ૮. મૂલપ્રાયશ્ચિત્ત: