________________
થતી ન હોય તો તેનું કારણ એક જ છે કે પાપ ખટકતું નથી. ધર્મ કરનારને પાપનો ભય પેદા થવો જ જોઈએ. પછી જ પ્રાયશ્ચિત્ત લેવાની પાત્રતા આવે. માત્ર પાપની સજા ભોગવ્ય નિર્જરા નહિ થાય. પાપ ખટક્યા પછી આલોચના લેવાની. આજે ય પાપ તો ખટકે, પણ કોઈ જાણી જાય તો! પાપ થતાંની સાથે આંચકો લાગે તો સમજવું કે પાપ ખટક્યું. પાપની નફરત હોય તે જ પ્રાયશ્ચિત્ત કરી શકે. કપડાં ધોતી વખતે મેલ પ્રત્યે નફરત કેવી હોય ? કપડું ફાટે ત્યાં સુધી ઘસઘસ કરે ને ? જ્યારે અહીં પ્રાયશ્ચિત્ત કેવું લો?
સ. મનનાં પાપ તો કહેતા નથી !
મનનાં પાપ પણ યોગ્ય અને ગંભીરાશયી ગુરુને જણાવવાનાં, અયોગ્ય આગળ નહિ. યોગ્ય ગુરુનો યોગ ન હોય અને તેવા સંયોગો ન હોય તેથી ન જણાવીએ-એ બને, પણ મનના અશુભ ભાવ ગુરુભગવન્ત પાસે છુપાવવાનો ભાવ હશે તો શુદ્ધિ નહિ જ થાય.
સ. પરિણામે જ ધર્મ છે ને ? એટલે પાપ ન કહીએ તો ચાલે ને?
પરિણામે ધર્મ છે એની સાથે યાદ રાખવું કે ઈચ્છા મુજબની પ્રવૃત્તિ અધર્મ છે. પાપ છુપાવવાં નથી અને કબૂલ કરવાના પરિણામ છે તો એવી પ્રવૃત્તિ શા માટે નથી કરતા તેનું વ્યાજબી કારણ હોવું જોઈએ ને ? ગુરુ અયોગ્ય છે માટે પાપની કબૂલાત નથી કરતા કે ખરાબ દેખાવાનો ડર છે માટે ?
સ. મનના પાપની આલોચના મનથી જ કરી લેવી-એવું એક વાર આપે કહ્યું હતું ને?
એ તો માત્ર મનમાં વિચારો આવતા હોય તો બધે કહેવા ન જવું એટલા પૂરતી વાત હતી. બાકી મનના વિચારો અમલમાં મૂકવાની ઈચ્છા થાય તો તરત ગુરુને કહેવા જવાનું. માત્ર વિચારો જ આવતા હોય તો પંદર દિવસે, મહિને કે વરસે આલોચના લેતી વખતે જણાવી દેવાનું કે આવા વિચારો પણ આવે છે. સાવ નિર્દોષ છીએ - એવો દેખાવ ન કરવો અને સાથે વાતવાતમાં ફરિયાદ કરવાની જરૂર નથી કે બહુ ખરાબ વિચાર આવે છે. કરવું કશું નહિ ને ફરિયાદ કર્યા કરવી એ સુધરવાનાં લક્ષણ નથી. આપણે કહીએ કે વિચારો ભલે આવે પણ અમલ નથી કરવો ને ? તો ગોખવા બેસી જા ! પેલો કહે કે વિચારો જાય તો ભણવામાં ચિત્ત લાગે, આપણે કહીએ કે