________________
કારણે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજને તેમના ગુરુએ આ પ્રાયશ્ચિત્ત આ પાંચમા આરામાં આપ્યું.હતું અને તેમણે પૂરું પણ કર્યું હતું. પ્રાયશ્ચિત્ત નાશ નથી પામ્યા, ગુના નાશ નથી પામ્યા પણ યોગ્યતા નાશ પામી છે: ગણધરભગવન્તોએ જે ભાષામાં સૂત્રો રચ્યાં છે તેનું ભાષાન્તર નથી કરવું. વર્તમાનમાં જે સમશ્લોકી અનુવાદ થાય છે તે યોગ્ય નથી.
સ. મહાપુરુષો જે કરી ગયા હોય તેમાં ફેરફાર ન કરાય.
અને એમ છતાં જે ફેરફાર કરે તેને મહાપુરુષ ન મનાયઃ એ પણ ભેગું યાદ રાખવું. ગણધરભગવન્તોને ગુજરાતી આવડતું હતું છતાં તેમણે આવશ્યકસૂત્રો ગુજરાતીમાં ન રચ્યા. તેમના પછી પણ ઘણા સમર્થ મહાપુરુષો થઇ ગયા. તેમણે ટીકાઓ રચી, ગ્રંથો રચ્યા પણ સૂત્રોનો સમશ્લોકી અનુવાદ ન કર્યો, તો આપણે એવો પ્રયત્ન શા માટે કરવો ? શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે આ પ્રાયશ્ચિત્ત પૂરું કર્યું, તો આજે અમારા જેવા સખણા રહ્યા. આ રીતે એ મહાપુરુષની ભૂલ પણ આપણને ઉન્માર્ગથી બચાવનાર છે.
સ. આજે નવકારમાં NAMO નમો લખે તે ચાલે ?
એ તો લીપીનો ભેદ છે, ભાષાનો નહિ. પરંતુ એમાંય વાંધો છે જ. કારણ કે ત્યાં ‘ત’ ના બદલે ‘ટ’ નો ઉચ્ચાર કરે, ‘ણ’ ના બદલે ‘ન’ નો ઉચ્ચાર કરે - એ ન ચાલે. છોકરાને અંગ્રેજીમાં નવકાર શીખવવાને બદલે તેમને ગુજરાતી આગળ વધીને સંસ્કૃતપ્રાકૃત શીખવીને નવકારાદિ સૂત્રો ભણાવવાની જરૂર છે. આ રીતે આપણે દશેય પ્રાયશ્ચિત્તનું વર્ણન પૂરું કર્યું. આ પ્રાયશ્ચિત્તોનું સ્વરૂપ જેને સમજાય તેને પાપની ભયંકરતા અને પાપશુદ્ધિની મહત્તા સમજાયા વિના ન રહે. પાપ ખટક્યા વિના સાધના થઇ શકવાની જ નથી. આત્માને શુદ્ધ બનાવવાના-પાપરહિત બનાવવાના ઉપાયો જાણવા છતાં આડેધડ પ્રવૃત્તિ કરે અને એનો કોઇ રંજ ન હોય તેવાઓ પોતાનું આત્મહિત કઇ રીતે સાધી શકવાના ? અયોગ્ય જીવોની ઉપેક્ષા કરાય, પણ યોગ્યની ઉપેક્ષા ન કરાય. તેથી યોગ્યને સુધરવા માટે આ પ્રાયશ્ચિત્તના પ્રકાર જણાવ્યા છે. વીતરાગપરમાત્માના શાસનમાં કર્મનિર્જરા માટેનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હોય તો આ તપ જ છે. શ્રી તીર્થંકરપરમાત્માના આત્માઓ પણ તે જ ભવમાં નિશ્ચે કરી કેવળજ્ઞાન અને મોક્ષ પામવાના છે એવું જાણવા છતાં તપ કર્યા વિના રહેતા નથી. જ્યારે આપણે તો અનેક ભવોથી સુખના રાગે પાપોનો ઢગલો કર્યો છે
(૫૩)