________________
જ
તે તપ વિના કઇ રીતે પૂરો થશે ? વર્તમાનમાં ગમે તેટલા નિષ્પાપ બનીએ, નિષ્કર્મ બનવા માટે તપ કરવામાં આવે તો જ કૈવલ્યની પ્રાપ્તિ થશે. સુખના રસિયા પાપકર્મનું ઉપાર્જન કર્યા કરે છે. એક વાર સુખનો રસ ઊડી જાય તો એક-બે ભવમાં તપધર્મથી સિદ્ધ થઇ જવાય. પાપ જ્યાં સુધી ખટકે નહિ ત્યાં સુધી અત્યંત ઘોર તપની પણ કોઇ કિંમત નથી.
પાપનું પ્રાયશ્ચિત્ત કરવા ગુરુભગવન્ત પાસે જવાનું. તે વખતે વિનય અવશ્ય કરવા યોગ્ય હોવાથી પ્રાયશ્ચિત્ત પછી વિનય નામનો તપ જણાવ્યો છે. રોગથી મુક્ત થવા માટે ડોક્ટરનો વિનય જેવો કરીએ તેવો વિનય પાપથી મુક્ત થવા માટે ગુરુનો કરવાનો. આજે ડોક્ટરનો વિનય જેવો કરો એવો વિનય ગુરુનો કરવાનું ફાવે ખરું ? રોગની ચિકિત્સા માટે જે રીતે જાઓ અને રોગમુક્તિની પ્રાર્થના જે રીતે કરો તે રીતે અહીં કરવાનું બને ખરું ? આલોચના લેવા આવે અને કહે કે લખી આપું તો ચાલશે ને ? ડોક્ટરની પાસે રોગ લખીને આપો કે મોઢે કહો ? ત્યાં લખી આપો તો ન ચાલે અને અહીં ચલાવવાનું ને ?
સ. ગુરુભગવન્ત તો કરુણાના ભંડાર કહેવાય ને ?
ન
ગુરુ તો કરુણાના ભંડાર છે પણ તમે પાપના ભંડાર કેમ રહ્યા તેનું કારણ વિચારવું પડે ને ? પાપ ખાલી કરવું હશે તો વિનય શીખવો જ પડશે. રોગ ખટકે છે માટે ત્યાં વિનય કરવો ફાવે છે, પાપ એવું ખટકતું નથી માટે વિનય શીખવવો પડે છે. ડોક્ટરનો વિનય કેવો કરે ? લેવા જાય, મૂકવા જાય, બેસવા માટે આસન આપે, એની બેગ હાથમાંથી લઇ લે, દોડધામ કરે. ગુરુનો જેવો વિનય કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે તેવો વિનય બરાબર ત્યાં કરે અને અહીં ગુરુનો ન કરે. ગુરુની કરુણા પાપથી મુક્ત થવા માટે જ જોઇએ છે ને ? ગુરુને માથે રાખવાનું પ્રયોજન જ આ છે કે આપણે પાપરહિત બનવું છે. વિનય એ જિનશાસનનું મૂળ છે છતાં તેને અહીં બીજા ક્રમમાં જણાવ્યો તેનું કારણ જ એ છે કે વિનયની જરૂર પાપમુક્ત થવા માટે છે. તેથી જ પહેલાં પ્રાયશ્ચિત્ત તપ બતાવી તેના સાધન તરીકે વિનયતપ બતાવ્યો. વિનયની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે વિશેષે અષ્ટ નિ નીયન્ત અનેન - જેના કારણે આઠેય કર્મો વિશેષે કરીને અર્થાત્ ફરી પાછા ન આવે તે રીતે-દૂર કરાય તેનું નામ વિનય. વિનય કરવાનું તો તમને શીખવવાની જરૂર જ નથી. તમારા લોકવ્યવહારમાં અર્થકામના ક્ષેત્રમાં કેવી રીતે વિનય કરવો એ તમને આવડે જ છે. એવો વિનય 6
(૫૪)