________________
સ. મોક્ષમાં!
સંસારમાં રહેવું નથી અને સાધુપણામાં જવું છે – એ તો બોલતા જ નથી. . સીધું મોક્ષમાં એમને એમ થોડું જવાશે? પહેલાં સંસાર છોડવો પડશે, સાધુપણું લેવું પડશે, એ પણ સારી રીતે પાળવું પડશે અને નહિ જેવાં નિમિત્તોમાં સાધુપણાથી પતન ન થઈ જાય તેની તકેદારી રાખવી પડશે. આથી જ અહીં સ્ત્રીમાં આસક્તિ થયા પછી સમસ્ત સાધુપણું છોડી જવાની તૈયારીવાળાને સ્થિર કરવા માટે ઉપદેશ આપ્યો છે.
સ. એક વાર છોડ્યા પછી પાછી ઈચ્છા કેમ થાય ?
એક વાર રોગ ગયા પછી પાછો કેમ આવે છે? એક વાર જમી લીધા પછી પાછી ભૂખ કેમ લાગે છે? એક વાર ઊંઘ ઊડી ગયા પછી પાછી કેમ આવે છે ? એકવાર પૈસા મળ્યા પછી જાય છે કેમ? પ્રમાદ સેવો, સાવધાની ન રાખો, ટકાવવા માટે પ્રયત્ન ન કરો માટે જ ને ? તે જ રીતે અહીં પણ સમજી લેવું. આપણે તો એ વિચારવું છે કે તેવા પ્રકારના કર્મોદયે પતનને અભિમુખ થયેલા સાધુને બચાવવા માટે અહીં ઉપકારી મહાપુરુષોએ પૂરતો પ્રયત્ન કર્યો છે. પડતાને પડવા દે – એ કરુણા નથી, પડતાને બચાવી લેવા – એ સાચી કરુણા. દર્દી દવા કરવાની ના પાડે, મોઢેથી દવા જતી ન હોય, ટકતી ન હોય તો છેવટે બાહ્ય ઉપચાર પણ કરો ને? શરીરમાં સોંય ખોસીને લૂકોઝના બાટલામાં દવા નાંખીને પણ બચાવવા પ્રયત્ન કરો ને ? તે રીતે અહીં પણ ઉપકારી મહાપુરુષો પતનને અભિમુખ થયેલાને કઠોર અનુશાસન દ્વારા પણ સંયમમાં જે રીતે સ્થિર કરે છે તે જણાવે છે -
पक्खंदे जलियं जोई धूमकेउं दुरासयं । नेच्छंति वंतयं भोत्तुं कुले जाया अगंधणे ॥२-६॥
જેમાંથી ધુમાડો નીકળી રહ્યો હોય, દુઃખે કરીને જેને અભિભૂત (શાંત) કરી શકાય એવા અને જ્વાળાઓથી ભડકે બળતા એવા અગ્નિમાં પ્રવેશવાનું અગંધન કુળના સર્પો પસંદ કરે છે પરંતુ વમી નાંખેલા વિષને ગ્રહણ કરવા ઈચ્છતા નથી. આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે સર્વે બે પ્રકારના હોય છે. કેટલાક સર્પે દંશ દીધા પછી માંત્રિકો વગેરેની વિદ્યાથી આકૃષ્ટ થઈને માંત્રિકો પાસે આવે છે ત્યારે દંશ દીધેલું વિષ પાછું ચૂસી લેવા અથવા તો જ્વાળાઓના સમુદાયથી ભયંકર એવા અગ્નિમાં પેસવાનું જણાવે છે. એ સાંભળીને જે ગંધનકુળના સર્પો હોય છે
(૧૧૬)