________________
સ. ખરેખર માફક ન આવતી હોય તો ?
માફક ન આવે તો શરીર કેળવવું પડશે. જે રોગની જે દવા હોય તે જ લેવી પડે ને ? પાવર વધારે હોય તો શરૂઆતમાં ઓછા પાવરની લઈએ, આડ અસર ન થાય માટે સાથે બીજી દવા લઈએ, પથ્ય પાળીએ. મેલેરિયાની દવા માફક ન આવે તો થોડી લઈને પણ કોઠે પાડી દો ને? વિષકન્યાનું આલિંગન કરાવીને શત્રુઓ મારી ન નાંખે એ માટે ચાણક્ય ચંદ્રગુપ્તને વિષ આપતો હતો. રોજ થોડું થોડું વિષ લે તો વિષ પણ કોઠે પડી જાય.
સ. ચંદ્રગુપ્તને ખબર હતી ?
ખબર હતી, છતાં દલીલ કર્યા વિના લઈ લેતા. ગુરુ વિષ આપે તો ય વાપરી જાય એવા એ શિષ્ય હતા. ગુરપાતંત્ર્ય માટે ચંદ્રગુપ્ત અને ચાણક્યનું દષ્ટાન્ત કાયમ માટે યાદ રાખવું. “આર્ય જે કરે તે મારા હિતમાં છે આવો ભાવ ચાણક્ય માટે ચંદ્રગુપ્તના હૈયામાં કાયમ માટે હતો.આજે ‘ગુરુભગવઃ જે કહે, જે કરે તે મારા હિત માટે જ છે આવો પરિણામ છે? આટલું પાતંત્ર્ય કેળવવાની તૈયારી હોય તો જ સાધુપણામાં આવવું, બાકી ઉતાવળ કરવાની જરૂર નથી. જે ગુરુભગવાનું કહ્યું માનવા તૈયાર ન હોય તેને દીક્ષા કઈ રીતે અપાય ? વિષકન્યા મારી ન નાંખે તે માટે ચંદ્રગુપ્તનું શરીર કેળવી આપવાનું કામ ચાણક્ય કર્યું હતું. આવા ગુરુમહારાજ મળે તો આપણને ગમે ખરા ? સાધુપણાના કઠોરમાં કઠોર આચાર પાળી શકાય, પરિષહઉપસર્ગો વેઠી શકાય, ગમે તેવા ઉપદ્રવો સહી શકાય – તેવી રીતે શરીર કેળવાવે તો ગમે ખરું ? વિરાધનાના કારણે આપણે પાપ ન કરી બેસીએ એ રીતે શરીર કેળવાય - એવો પ્રયત્ન ગુરુભગવન્ત કરે તો સારું જ છે ને ? દુઃખ તો વેઠવું જ પડશે. ન માફક આવે એવું પણ વાપરવું પડશે – એ સિવાય વિસ્તાર નહિ થાય. સવારનું બનાવેલું સાંજે ટાટું થઈ ગયું હોય, જોવું ય ન ગમે – એવું પણ મન બગાડ્યા વિના વાપરવું પડે.
સ. એવું બને ખરું? કે માત્ર અમને ઉત્સાહિત કરવા માટે કહો છો ?
ના ભાઈ ના, વેડ્યું છે માટે કહીએ છીએ. તમે તમારે મળેલું ખંખેરી લેવામાં મશગુલ છો અને નહિ મળેલાની આશામાં મરો છો માટે આની કલ્પના નથી આવતી. જવાનું ક્યાં છે એ નિશ્ચિત કર્યું નથી અને પ્રયાણ ચાલુ છે ને ? કોઈ પૂછે કે ક્યાં જવું છે ? – તો શું કહો ?
(૧૧૫)