________________
ફળને ઈચ્છે છે. જ્યારે આપણે તો વાવતી વખતે જ ફળ ખંખેરી લેવા માટે તત્પર છીએ ને ? ધર્મના ફળ તરીકે જેઓ સંસારના સુખ માંગે છે તેઓ તો ભૂંડા જ છે, પરંતુ જેઓ ધર્મ કરતી વખતે જ સુખ ભોગવી લેવાની ચેષ્ટા કરે છે તેઓ તો તેમના કરતાં ય ભૂંડા છે. જેઓ ધર્મ કરતી વખતે પણ સુખ જ ભોગવી લે તેમના નસીબમાં શું બચે? દુઃખ જ બાકી રહે ને? ધર્મથી સુખ મળે – એ વાત સાચી, પરંતુ જેણે ધર્મ કરતી વખતે સુખ ભોગવ્યું ન હોય તેને અને જેને સુખ ભોગવવાનું મન ન હોય તેને મળે. બીજાને ધર્મથી સુખ ન મળે અને કદાચ મળે તો ય ન મળ્યા જેવું થાય. જે સુખથી દૂર ભાગે એ જ દુ:ખની નજીક જઈ શકે. તડકાની નજીક જવા માટે છાંયડાનું સુખ છોડવું પડે ને ? સુખનો રાગ માર્યા વિના દુઃખની નજીક નહિ જવાય અને તે વિના દુઃખનો દ્વેષ નહિ ટળે. માટે છિન્દ્રાદિ તો પછી વિUજ્ઞ રા કહ્યું. લાગે છે ને કે પદો ક્રમસર વ્યવસ્થિત ગોઠવ્યાં છે. આ રીતે અર્થના ઉપયોગપૂર્વક ક્રમબદ્ધ આ સૂત્ર બોલતા હોઈએ તો મનના પરિણામ સાથે મેળ જામે. અત્યારે આપણે રોજ આ સૂત્ર બોલતા હોવા છતાં આ રીતે બોલતા નથી તેથી ભગવાનની વાત આપણા હૈયા સુધી પહોંચતી નથી. જો આ પ્રમાણે બોલીએ તો શાસ્ત્રકારો જે કહેવા માંગે છે તે સમજી શકીએ, આચરી શકીએ, ને આત્મસાત્ બનાવી શકીએ. આ બધું જો ગમી જાય તો જિંદગીભર અહીં(સાધુપણામાં રહેવાનું મન થાય ને? રોજ સાંભળવાનું બને તો મનના પરિણામ સ્વસ્થ બને, રાગદ્વેષની પરિણતિ ઘટી જાય. એક વાર દુઃખનો દ્વેષ ટળે અને સુખનો રાગ મરે પછી આ સંસારમાં કાંઈ દુઃખ છે ખરું ?
આ અધ્યયનમાં રાગદ્વેષને મારવા માટેના ઉપાય બતાવ્યા છે. રાગદ્વેષને માર્યા વગર ચાલે એવું નથી – એવું જેને લાગે તેના માટે આ ઉપાય છે. આજના ધર્માત્માઓનું લક્ષણ કહો કે દૂષણ કહો તે એ છે કે તેઓ પ્રવૃત્તિ સુધારવા માટે મહેનત કરે છે પણ રાગદ્વેષ ટાળવા માટે મહેનત નથી કરતા. તેના કારણે પ્રવૃત્તિ સુધરવા છતાં મુક્તિ મળતી નથી. ધર્મ કેટલો કર્યો એ મહત્ત્વનું નથી, ધર્મ કરતી વખતે રાગદ્વેષની પરિણતિ કેટલી ટળી એ મહત્ત્વનું છે. અહીં રાગ ટાળવા માટે જે આતાપના લેવાનો અને સકુમાલતાનો ત્યાગ કરવાનો ઉપાય બતાવ્યો છે એ ઉપાય આકરો લાગે તો છેવટે સંયમ છોડીને ઘરભેગા થવાની ઈચ્છા જાગે ને ? હવે એવાને કઈ રીતે સ્થિર કરવા એ આગળની ગાથાથી જણાવે છે. દર્દી દવા માંગવા આવે અને દવા આપીએ તો ઘણા દર્દી કહે ને કે આ દવા માફક આવે એવી નથી, એવું અહીં પણ બને ને ?
(૧૧૪)