________________
--
નિવારણ કરું છું. આથી આચાર્યભગવન્તે વિહાર સ્થગિત કર્યો. અભયકુમાર મંત્રીશ્વર સમર્થ અને મહાબુદ્ધિશાળી હતા. તેમણે કોઇના ઉપર બળપ્રયોગ નથી કર્યો, કે ઢંઢેરો પિટાવીને જણાવ્યું નથી કે-જે આવું બોલશે તેની જીભ ખેંચી કાઢીશ. લોકો એની મેળે સમજીને બોલતા અટકી જાય-એવું કરવાનું નક્કી કર્યું. બીજા દિવસે નગરની મધ્યમાં એક એક કોટિ રત્નના ત્રણ ઢગલા કર્યા. અને નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે અભયકુમાર મંત્રીશ્વર રત્નોનું દાન આપે છે. જેને જોઇએ તે લઇ જાય. આખા નગરના લોકો ત્યાં ભેગા થયા. મંત્રીશ્વરે લોકોને કહ્યું કે-તેને આ ત્રણ કોટિ રત્ન આપીશ કે જે અગ્નિનો, સચિત્ત પાણીનો અને મહિલાનો-સ્ત્રીનો જીવનભર માટે ત્યાગ કરે અર્થાત્ તેનો સ્પર્શ પણ ન કરે. આ સાંભળીને લોકો કહેવા માંડ્યા કે જો આ ત્રણને અડવાનું ન હોય તો આ રત્નોનું શું કામ છે ? ત્યારે અભયકુમાર મંત્રીશ્વરે કહ્યું કે - પેલા રંકે આજીવન આ ત્રણનો ત્યાગ કરેલો છે છતાંય તે આ રત્નો લેવા આવ્યો નથી. તો પછી એવું શા માટે બોલો છો કે રંક હતો માટે દીક્ષા લીધી. તમે જેને દરિદ્ર હોવાથી દીક્ષા લીધી-એમ કહો છો તેણે પણ ત્રણ કરોડ રત્નોનો ત્યાગ કરેલો જ છે. આ પ્રમાણે સાંભળીને લોકોએ પોતાની ભૂલ કબૂલીને કહ્યું કે હે સ્વામિન્ આપની વાત સાચી છે. ત્યાર પછી લોકો નિંદા કરતા અટકી ગયા. આથી સમજી શકાય છે ને કે પોતાની પાસે વિષયો ન હોવાથી તેનો ત્યાગ નહિ કરનારા પણ મહાત્માઓ, લોકમાં સારભૂત મનાતા એવા અગ્નિ, પાણી અને સ્ત્રીનો તો ત્યાગ કરે જ છે. તેથી તેઓ પણ ત્યાગી જ કહેવાય છે. જેની પાસે વિષયો હોય તે વિષયો છોડે અને જેની પાસે વિષયો ન હોય તે વિષયો મેળવવાનું મન છોડે. વિષયો જોઇતા નથી માટે વિષયો છોડવા છે અને વિષયો જોઇતા નથી માટે વિષયો મેળવવા નથી. આ રીતે રાજા હોય કે રંક હોય; બન્નેને ‘વિષયો જોઇતા નથી' આ પરિણામ હોય તો તે બન્ને ત્યાગી છે. આથી નક્કી છે કે જે વિષયના, વિષયના પરિભોગના અને વિષયના પરિણામ(ઇચ્છા)ના ત્યાગી હોય તે જ ખરા ત્યાગી છે.
ઉપર જણાવ્યા મુજબ વિષયો હોય કે ન હોય તોપણ તેના ત્યાગના પરિણામને લઇને જ આત્મા ત્યાગી કહેવાય છે. આવા ત્યાગીવૈરાગી મહાત્માઓને પણ કોઇ વાર પૂર્વકૃત નિકાચિત કર્મના ઉદયથી પૂર્વે સેવેલા ભોગોના અનુસ્મરણથી અથવા તો કુતૂહલવૃત્તિથી મનમાં અસંયમના વિચાર આવતા હોય છે અને તેથી તેઓનું મન સંયમ માર્ગથી બહાર નીકળતું હોય છે... એ વખતે શું કરવું જોઇએ તે આગળની ગાથાથી જણાવે છે. આજે ઘણા લોકો ફરિયાદ કરે છે ને કે – આપણે વિષયો લેવા
(૯૮)