________________
સ. તારું કર્મ તને સજા કરશે-એવું કહેવાય ?
એવું કહેવાય નહિ અને એવી ઈચ્છા પણ ન કરાય, પ્રાર્થના પણ ન કરાય. આ તો માત્ર કોનો અધિકાર છે – એની વાત છે, આપણો તો બિલકુલ અધિકાર નથી એટલાપૂરતી વાત છે. ચોરો ચોરી કરે, તેમને સજા કરવાનો અધિકાર આપણો નથી. પોલીસ સજા કરે એવી પ્રાર્થના નથી કરવી. આપણે ય નથી પકડવા અને બીજા પકડે એવું ય નથી ઈચ્છવું.
સ. એમ તો થોડું ચાલે, આટલી મહેનતથી વસાવ્યું હોય ને.... મહેનતથી વસાવ્યું છે કે પાપથી વસાવ્યું છે? જેના નસીબનું હોય તે લઈ
જાય.
સ. એમ કાંઈ નસીબ પર થોડું છોડાય ?
આ (રજોહરણ) નસીબ ઉપર જ છોડ્યું છે ને ? અર્થકામ જોઈએ છે માટે નસીબ પર ન છોડાય અને દીક્ષા નસીબ પર છોડી છે ને ? દીક્ષા નથી જોઇતી કે જોઇએ છે ? છૂટવું છે? છોડવું છે ? આવવું છે?
સ. અર્થકામમાં પ્રત્યક્ષ લાભ દેખાય છે, દીક્ષામાં નથી દેખાતો. - પ્રત્યક્ષ લાભને જ તમે માનતા હો તો પછી તમને નાસ્તિક કહેવા પડશે.
અસલમાં પેલું ગમે છે ને આ ગમતું નથી. ગમતું હોય તો પરોક્ષ લાભ પણ ચાલે. જેને પૈસો ગમે તે નસીબ પર ન છોડે. જે ધર્મ પામેલો હોય તે તો અર્થકામને નસીબ ઉપર છોડી દે. પિંપળગામમાં એક સ્થાનકવાસી ભાઈ હતા. ૨૫-૩૦ વરસની ઉમર હશે. રોજ મારા ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં આવતા. આ બધી વાતો સાંભળીને ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા બન્યા હતા. એક વાર રાત્રે તેમના ઘરે ચોરો આવ્યા અને લગભગ પંદર લાખ જેટલી ચોરી કરી ગયા. કોઈને ફરિયાદ કરી નથી. બીજે દિવસે - સવારે રાબેતા મુજબ વ્યાખ્યાનમાં આવ્યા. મારા ગુરુમહારાજે કહ્યું કે – જે ગયું તેની આશા છોડી દે, તેની ફરિયાદ નથી કરવી. તે ભાઈએ પણ હ્યું કે – છોડી જ દીધું છે. તેનું હતું તે લઈ ગયો. જે લઈ ગયો તે મારું હતું જ નહિ. આથી મારે ફરિયાદ નથી કરવી.
(૧૫૩)