________________
એ જોઈને તેમનું હૈયું દ્રવી ગયું. અનેક જીવોનો સંહાર ન થાય તે માટે ગુરુની આજ્ઞા અનુસાર પોતાની કુક્ષિરૂપ નિરવઘ સ્થાનમાં આહાર પધરાવ્યો અને પોતાના પ્રાણના ભોગે બીજા અનેક જીવોના પ્રાણ બચાવ્યા. આપણા પ્રાણ ગમે તેટલા કીમતી હોય તો ય બીજાના પ્રાણના ભોગે તેની રક્ષા નથી કરવી. આ જ શ્રી દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં જણાવ્યું છે કે સર્વે નવા વિ રૂછતિ નીવિડ ન મન્નિડ બધા જીવો જીવવાને ઈચ્છે છે, કોઈ પણ મરવાને ઇચ્છતા નથી, માટે આપણા મનવચનકાયાના યોગો ભગવાનની આજ્ઞાથી એ રીતે પ્રવર્તાવવા કે જેથી કોઈને પણ દુઃખ આપવાનું ન થાય. આ પરિણામ સાચવવા માટે સાધુપણું છે.
સ. અમે તો જીવદયા પાળવી તેને અહિંસાધર્મ કહીએ.
વર્તમાનમાં અહિંસાધર્મ પશુ-પંખી વગેરે જીવ બચાવવામાં જ સમાયો છે પરંતુ આ રીતે જીવદયામાં પૈસા લખાવવા માત્રથી કે કતલખાનેથી જીવ છોડાવવા માત્રથી અહિંસાધર્મ ન પળાય. આપણી અહિંસા તો કોઈ પણ જીવને દુઃખ ન. પહોંચાડવાના આત્મપરિણામ સ્વરૂપ છે. આજે ચણ નાખવા વગેરે દ્વારા ઢોરની દયા પાળનારા, માણસની કેટલી દયા પાળે ? રાતદિવસ સાથે રહેનારાની કેટલી દયા પાળે? એક બાજુ ઘરના લોકોને – માતાપિતા, ભાઈ, બહેન, પત્ની, સંતાન વગેરેને - દુઃખ પહોંચાડે અને બીજી બાજુ જીવદયાનો રસ બતાવે એ ચાલે? જીવદયાનો પ્રેમી તો કોઈની સાથે ઝઘડે નહિ. આપણને દુઃખ થાય તો વાંધો નહિ પણ બીજાને કકળાટ થાય, મનદુઃખ થાય એવું નથી કરવું એ સાચી અનુકંપા. આ અનુકંપાની શરૂઆત આપણા ઘરથી કરવાની. તમારી જીવદયાની પ્રવૃત્તિ બંધ કરવાની આ વાત નથી, પરંતુ એ પ્રવૃત્તિ લેખે ત્યારે લાગશે કે જ્યારે આપણા વડીલોની, ઘરના લોકોની અપ્રીતિનો - દુઃખનો પરિહાર કરીએ. આપણા વર્તનના કારણે કોઈનેય દુઃખ થાય તેવું નથી કરવું. આપણે અપમાન વેઠવું પડે, નુકસાન વહોરવું પડે, આપણું જતું કરવું પડે તો વાંધો નહિ, પણ ઘરના વડીલ કહે તો કરી લેવું છે-આટલું નક્કી કરવું છે ?
સ. ઘરના વડીલને તો ઘરનાને કહેવું ય પડે ને? તો વડીલ અહિંસા કઈ રીતે સાચવે?
બીજાને કહેતાં આવડે તો અહિંસા મજેથી સચવાય. તમે જેવું બીજાને કહો છો એવું તમને કોઈ કહે તો તમને ગમે કે નહિ – એનો વિચાર કરીને કહો તો લગભગ કોઈને દુઃખ પહોંચાડવાનો વખત નહિ આવે. તમે બીજાને-ઘરનાને કહો તો એનું
(૨૨)