________________
નામ પણ ન સાંભળવું, તેનું સ્મરણ પણ ન કરવું. આજના મુમુક્ષુઓને વિષયની વચ્ચે રહીને રાગ મારવો છે! સંસારમાં રહીને વૈરાગ્ય આવે પછી તેમને નીકળવું છે! ઉકરડામાં બેસીને કોઈ કહે કે દુર્ગધ દૂર થાય તો બહાર નીકળું - તો એ શક્ય બને ખરું? જે વિષયની વચ્ચે વિરાગી રહી શકે તેવા વિષયો વચ્ચે રહે તો વાંધો નહિ. જેની પાસે એવું સત્ત્વ ન હોય તેણે તો વિષયથી આઘાને આઘા જ રહેવું. આરોગ્ય મેળવવું હોય તેણે રોગનાં નિમિત્તોથી દૂરને દૂર રહેવું, તેમ વૈરાગ્ય જેને જોઈતો હોય તેણે રાગનાં નિમિત્તોથી દૂર-સુદૂર રહેવું. જેઓ રાગનાં નિમિત્તોથી દૂર રહેવા તૈયાર ન હોય તેમને વૈરાગ્ય જોઇતો નથી – એમ સમજી લેવું.
અહીં ગ્રંથકારશ્રીએ જણાવ્યું કે જેઓ પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયો સ્વરૂપ કામોનું નિવારણ ન કરે તેઓ સંકલ્પને આધીન થઈને ડગલે ને પગલે સ્કૂલના પામે છે. આથી અહીં શિષ્ય શંકા કરે છે કે “ભગવન્! બધા માટે આવું બને ?' કારણ કે જો બધા માટે આવું ન બનતું હોય અને કોઇક જીવને જ આવું થતું હોય તો આપણને વાંધો નહિ આવે’ – એમ સમજીને શિષ્ય સાધુ થવા તૈયાર છે. આજે આપણે પણ પૂછીએ ખરા કે ‘બધાને આવું થાય ?' પરંતુ એ આપણી જાતને બાદ કરવા પૂછીએ. કોઈકને આવું થાય અને એમાં આપણો જ નંબર લાગે તો? એના કરતાં દીક્ષા ન લેવી સારી - એમ કહીને પોતાની જાતના બચાવ માટે જે પૂછીએ ને? જ્યારે અહીં શિષ્ય માર્ગનો અર્થી છે, આથી માર્ગ પામવાના આશયથી પૂછે છે. જે અર્થી હોય તે ચઢનારાનાં આલંબન લે અને જે અનર્થી હોય તે પડનારાનાં આલંબન લે. અહીં ગુરુભગવન્ત શિષ્યની શંકાનું નિરાકરણ કરતાં જણાવે છે કે દુર્બુદ્ધિવાળા ક્ષુલ્લકની જેમ કોઈક જ સાધુ સંકલ્પને આધીન થઈને પગલે પગલે સ્કૂલના પામે છે, બાકી બુદ્ધિશાળી માણસો તો આ જ અનુકૂળ વિષયોમાં વૈરાગ્ય પામી, ભવ-અટવીને ઉલ્લંઘી જાય છે. આથી શિષ્ય પૂછે છે કે “એ ક્ષુલ્લક સાધુ કોણ હતા ?' આથી ગુરુભગવન્ત તે ક્ષુલ્લકસાધુનું કથાનક કહે છે. તમને કથા સાંભળવી ગમે ને ?
સ. એમાં રસ પડે.
રસ પડે એટલે ઊંઘ પણ ન આવે - ખરું ને? એટલે નક્કી છે ને કે રસ નથી પડતો માટે ઊંઘ આવે છે અને રસ કેમ નથી પડતો? અર્થકામનો રસ પડ્યો છે માટે. જેને અર્થકામનો રસ હોય તેને ધર્મમોક્ષની વાતમાં રસ ન પડે. અહીં કથાનકમાં જણાવે છે કે એક પિતાએ પુત્ર સાથે દીક્ષા લીધી હતી. પુત્રના સ્નેહના કારણે પિતામુનિ તેને જે જે અનુકૂળતા જોઈએ તે બધી જ આપતા હતા. તે કહે કે મારાથી
(૮૪)