________________
તમારા પરિચિત હોય, સંબંધી હોય કે સગાં દીકરાદીકરી વગેરે હોય પણ જો તે ગુરુ કે સહવર્તીની ફરિયાદ કરે તો તેમને સ્પષ્ટપણે કહી દેવું કે સાધુપણામાં આવી ફરિયાદ કરવાની હોય નહિ. જો સાધુપણું પાળવું હશે તો સુખની – અનુકૂળતાની અપેક્ષા મૂક્યા વગર નહિ ચાલે અને દુ:ખ સહેવાનું સત્ત્વ કેળવ્યા વગર નહિ ચાલે. આથી જ અહીં કહ્યું છે કે સંકલ્પને આધીન થયેલો સાધુપણું પાળી ન શકે. સંકલ્પ એટલે અપ્રશસ્ત અધ્યવસાય. સુખ મેળવવાનો અને દુઃખ ટાળવાનો અધ્યવસાય અપ્રશસ્ત છે. આવા પરિણામવાળા સંયમમાર્ગમાં અલના પામવાના જ. રસ્તો ગમે તેટલો સરળ હોય, પણ ચાલવાનું મન જ જેને ન હોય તે ડગલે પગલે સ્કૂલના જ પામે ને ? સંકલ્પને આધીન થયેલાનું ચિત્ત કશામાં ચોંટતું નથી. આજે ઘણાની ફરિયાદ છે કે પ્રતિક્રમણમાં ચિત્ત લાગતું નથી. અમારા જેવા કદાચ કહે કે અર્થનો ઉપયોગ નથી રાખતા માટે ભાવ નથી આવતો. બાકી અમને પણ ખબર છે કે ભાવ નથી આવતો એનું કારણ એક જ છે કે પાપ ખરાબ નથી લાગતું અને સુખ ગમે છે. સ્વાધ્યાયમાં ચિત્ત ન લાગતું હોય તેનું પણ આ જ કારણ છે. જેને વિષયની આસક્તિ ચઢી ગઈ હોય તેને જ્ઞાન ન ચઢે. રોગ ભલે અનેક હોય તેનું નિદાન એક જ છે અને એથી ચિકિત્સા પણ એક જ પ્રકારની છે. બધા દોષોનું નિદાન સુખનો રાગ અર્થાત્ મોહ છે. અને એ મોહને મારવા માટે “સઝાયસમો નલ્થિ મંતો’ (સ્વાધ્યાયસમાન કોઈ મંત્ર નથી.) જેને સાધુ થવાની ઈચ્છા હોય જેને સાધુપણું લેવું હોય તેણે વિષયનો વિરાગ કેળવ્યા વિના ચાલે એમ નથી. આજે ક્રિયારૂચિ પર જેટલો ભાર અપાય છે તેટલો વિષયના વિરાગ પર નથી અપાતો. વિષયના રાગને દૂર કરવા માટે શાસ્ત્રમાં ઉત્કટમાં ઉત્કટ કોટિના ઉપાય બતાવ્યા છે. જરૂર પડે તો અનશન કરવાની પણ રજા આપી છે. રાગની માત્રા વધતી હોય તો વિષયથી દૂર રહેવું – એવી ભલામણ યોગશતકમાં કરેલી છે. જેને જે વસ્તુ માફક ન આવે તેનાથી દૂર રહેવાનું ડોક્ટરો પણ કહે છે ને ? દૂધની કે માવાની વસ્તુ માફક ન આવે તો ડોક્ટરો કાયમ માટે બંધ કરવાનું કહે ને ? આજે વિષયોનો રાગ જતો નથી- એવી ફરિયાદ કરનારાને સૌથી . પહેલાં પૂછવું પડે કે રાગ કાઢવો છે ખરો ? વિષયોની વચ્ચે રહે અને પછી રાગ નડે છે – એની ફરિયાદ કરે તે ચાલે ? વિષયોથી દૂર રહેવા છતાં નડે છે એમ કહે તો તેને ઉપાય બતાવાય. શ્રી યોગશતકમાં કહ્યું છે કે રાગ, દ્વેષ અને મોહ : આ ત્રણે ભેગા થઈને ભાવરોગને ઉત્પન્ન કરે છે. આ ત્રણમાંથી આપણને ક્યારે ક્યો દોષ નડે છે તે તપાસી લેવાનું. જેને જે વસ્તુ ગમતી હોય તેનાથી તેણે જિંદગીભર દૂર રહેવું. એનું
(૮૩)