________________
કહેવાય છે. મન, વચન અને કાયાના યોગોને ગોપવીને રાખવાં તેનું નામ સલીનતા. શરીરનાં અંગોપાંગ પહોળા કરીને બેસવાની ટેવ હોય તેને સંલીનતાતપ આકરો જ પડવાનો. સંસારનાં કાર્યોમાં તો સલીનતા રાખતાં આવડે જ છે. ટ્રેઈનમાં કે બસમાં મુસાફરી કરતી વખતે કઈ રીતે બેસો? મન પણ સલીન, વચન પણ સલીન અને કાયા પણ સંલીન. મન જે સંલીન નહિ હોય તો વચન અને કાયાની સંસીનતા બનાવટી હોવાથી વ્યર્થ જવાની. તેથી મનની સંલીનતા સૌથી વધુ જરૂરી છે પરંતુ એની સાથે એ યાદ રાખવું કે મનની સંલીનતા લાવવા માટે અને ટકાવવા માટે વચન અને કાયાને કાબૂમાં રાખવા જ પડશે. કલાક સુધી ગોખે છતાં ગાથા ન ચઢે તેનું કારણ મોટે ભાગે મનની અસલીનતા જ છે. કારણ કે મન જો એકાગ્ર હોય તો ગાથા જલદી ચઢે છે- આ આપણો અનુભવ છે ને? છતાં એવા વખતે કોઈ પૂછે કેગાથા કેમ નથી થઈ તો શું કહીએ ? “આજે તો જ્ઞાનાવરણીયનો ઉદય ભારે છે.” અસલમાં આ જ્ઞાનાવરણીયનો ઉદય છે કે મોહનીયનો ? સુખ ગમી ગયું - તેમાં શું કારણ? જ્ઞાનાવરણીય કર્મ કે મોહનીય કર્મ? સુખ ગમી જાય અને દુઃખ અકળાવે એટલે મન સ્થિર હોય તો ય ચંચળ બને.
સ. ટેન્શનમાં મનસલીનતા લાવવા શું કરવાનું ?
જ્ઞાનીએ દીઠું હશે તે પ્રમાણે થશે' એમ કહીને ટેન્શન દૂર કરીને બેસવું. જે કાળે જે બનવાનું હોય છે તે બન્યા વગર નથી રહેવાનું. આપણે ગમે તેટલું ટેન્શન રાખીએ તો ય તેનાથી કશું વળવાનું નથી. જેને જ્ઞાનીના વચન પર વિશ્વાસ છે તેને કોઇ ટેન્શન નથી. કૃષ્ણમહારાજા ત્રણ ખંડના અધિપતિ, છપ્પન્ન કરોડ યાદવના સ્વામી અને બત્રીસ હજાર સ્ત્રીઓના ભર્તા હોવા છતાં અંતસમયે કોઈ પાસે ન હતું. ગ્રીષ્મ ઋતુના તાપથી તરસ અને થાક લાગવાથી શરીર અને મન અત્યંત વ્યાકુળ હોવા છતાં તે વખતે તૃણનો સંથારો કરીને અદીનપણે સમભાવમાં લીન બની જે ભાવનાઓ ભાવી તેં પ્રભાવ જિનવચન પરની અવિતથ શ્રદ્ધાનો જ હતો. આખું જગત પલટાઈ જાય તોપણ જિનવચન મિથ્યા ન થાય- એવી અવિચલ શ્રદ્ધા હોવાથી જ પોતાની દ્વારિકા નગરી નજર સામે બળતી જોવા છતાં સમતા ગુમાવી નથી. દ્વારિકા નગરીના દાહનો વૃત્તાંત સાંભળતાં જરાકુમાર રુદન કરવા લાગ્યા હતા, કૃષ્ણમહારાજા તો નજરે જોયેલાનું વર્ણન કરતી વખતે પણ સ્વસ્થ હતા. એનું કારણ શું? ‘જ્ઞાનીએ જે જોયું હોય તે થયા વગર ન રહે : આવી શ્રદ્ધા જ ને ?