________________
સ. દીક્ષા લેવાના ભાવ તો છે.
એ ભાવ કેવા છે? મળે તો સારું ? કે મેળવીને જંપવું છે? તમે ધંધો કરો ત્યારે ભાવ કેવો હોય ? પૈસા મળે તો સારું કે મેળવીને રહેવું છે? મેળવીને જ જંપવાવાળો તો આખો દિવસ અપડાઉન કરે, ચાલવું પડે તો ચાલે... અને ‘મળે તો સારું વાળી ઓફિસ ખોલીને બેસી રહે. આ મહાપુરુષોએ આપણા ઉપર ઉપકાર કરવામાં કશું બાકી નથી રાખ્યું. દીક્ષાનો માર્ગ બતાવ્યા પછી તેને ટકાવવા માટેના ઉપાય પણ પૂરેપૂરા બતાવ્યા. સાધુપણામાં જો અરતિ થાય તો ગમે તે ભોગે તેને દૂર કર્યા વિના રહેવું નથી. આપણે જોઈ ગયા કે શ્રી રામતીજીનાં સુભાષિતોના કારણે શ્રી રહનેમિજી સંયમમાં સ્થિર થયા. “પર્વ ાિં નાડું', “જિલ્થ તેડનસોવામી', ‘સેવં તે માં મ’... આ બધાં સુભાષિત કહેવાય ખરાં?
સ. નિશ્ચયથી સુભાષિત કહેવાય, વ્યવહારથી કુભાષિત કહેવાય.
આ નિશ્ચય અને વ્યવહારની વ્યાખ્યા ક્યાંથી શીખી આવ્યા? અમારે ત્યાં તો એક જ નય છે. જે મોક્ષે પહોંચાડે તે નય અને જે મોક્ષમાં બાધા પહોંચાડે તે બધા કુનય-નયાભાસ. આ વચનોને વ્યવહારથી કુભાષિત માને તે બધા વ્યવહારાભાસમાં રાચી રહયા છે - એમ સમજી લેવું. જે હિતકારી હોય તેને કુવચન ન કહેવાય – એવું માને તો જ શુદ્ધવ્યવહાર આવે.
સ. વ્યવહારમાં નિશ્ચય દેખાવો જ જોઈએ? '
તમે પણ બતાવો જ છો ને? નાના છોકરાને પણ ગુસ્સાથી આપો તો ન લે, માટે પ્રેમથી આપો ને? ગુસ્સાથી આપ્યું એ આપ્યું ન કહેવાય, તેમ હિતબુદ્ધિથી બોલાયેલાં વચન કુવચન ન કહેવાય. આજે તો અમારાં સાધુસાધ્વીજી રોજ આ ગાથાનો સ્વાધ્યાય કરે છે. આ વચનોને સુભાષિત કહે અને પાછાં ગુરુભગવન્ત કઠોર બોલે છે – એવી ફરિયાદ કરે ! રોજ આનો સ્વાધ્યાય કરનાર, ગુરુના વચનને કઠોર કઈ રીતે કહી શકે? આ ગાથા બધાં જ સાધુસાધ્વીજીને આવડે છે. નૂતનદીક્ષિતને પણ બે દિવસમાં શીખવી દઈએ છીએ. આજે તો વળી ગૃહસ્થપણામાંથી જ શીખીને આવે છે. અત્યારનાં સાધુસાધ્વી તો ગૃહસ્થપણામાં જ બધી રીતે તૈયાર થઈને આવે છે ! સિદ્ધિ દીક્ષા લીધા પહેલાં જ મેળવી લે અને દીક્ષા લેતાંની સાથે વિનિયોગ કરવા બેસી જાય! એક સાધુમહાત્મા દીક્ષા લીધા બાદ હજી દીક્ષાના સ્ટેજ ઉપર જ બેઠા
(૧૩૬)