________________
આ સંસારમાં કયું દુઃખ રોવડાવી શકે ? શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ જો પોતાના આચારમાં માર્ગમાં સ્થિર રહે તો આરાધક પણ બને અને પ્રભાવક પણ બને. પરંતુ જે ભગવાનની અને ગુરુની આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળે તે વિરાધક બની પાપમાં પડ્યા વગર ન રહે.
સ. પાપને છોડીને આજ્ઞા પાળવા માટે તૈયાર થયેલા આજ્ઞાને મૂકી પાછા પાપમાં કેમ પડે ?
દુઃખ અસહ્ય લાગવા માંડે અને સુખની ભૂખ જાગે એટલે આજ્ઞાના ચોકઠામાંથી બહાર નીકળીને ઉન્માર્ગગામી બને. મરીચિના ભવમાં ભગવાનના જીવને દુઃખ અસહ્ય લાગ્યું તો પાછા પાપમાં પડ્યા ને ? પડ્યા તો કેવા પડ્યા? દુઃખની અસહનશીલતા સુખની ભૂખને પણ ખેંચી લાવી ને ? અને એ બેએ ભેગા થઈને ઉત્સુત્રભાષણ પણ કરાવ્યું ને? એક ભૂલ કેવી ભૂલોની પરંપરા સઈ ?
સ. તો માર્ગસ્થ બની રહેવા માટે શું કરવું?
જે છોડ્યું છે તે છોડી જાણવું. સુખનો રાગ મારવો અને એ માટે દુઃખ વેઠવા સહનશીલ બની જવું. દુઃખ ભોગવી લેવાથી સંસાર કપાય છે અને દુઃખને ટાળવાથી દુઃખની પરંપરાવાળો સંસાર વધે છે. સહન થતું નથી – એમ બોલવાથી દુઃખ ટળી નથી જવાનું. આથી દુઃખને ટાળવાને બદલે અસહનશીલતાને ટાળવા પ્રયત્ન કરવો છે. જે સુખશીલતાનો ત્યાગ કરે તે સહનશીલ બની શકે. શાસ્ત્રમાં કહ્યું છે કે સિંહની જેમ જીવે તે સાધુપણું પાળી શકે. જે છોડ્યું છે તે પાછું વાળીને જોયું નથી. સુખશીલતા ટાળવાનો આ જ ઉપાય છે. વાપરતી વખતે શું નથી આવ્યું તે નથી જેવું, જે હાજર છે તે રાગ વગર વાપરીને ઊઠી જવું છે. ખાવુ, પીવું, પહેરવું, ઊઠવું, બેસવું... વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે તેમાંથી સુખ કેમ મળે એ શોધવા નથી બેસવું. સુખનો રાગ સહનશીલતાનો વિરોધ કરે છે. જેને સહનશીલ બનવું હોય તે સુખની શોધમાં ન નીકળે. જેને ઠંડી વેઠવી હોય તે ધાબળો કે બંધ મકાન ગોતવા ન બેસે ને ? ઠંડી વેઠતી નથી – એવું બોલવાના બદલે ‘ઠંડી વેઠી લેવી છે? એ પરિણામ કેળવવો છે. દુઃખનો પર્યાય છે - એવું માની લીધું છે માટે દુઃખ ટાળવાનું મન થાય છે. દુઃખ ભોગવી લેવા સિવાય બીજો કોઈ પર્યાય નથી – એવું વિચારશો તો સહનશીલતા કેળવાશે. આપણને જે દુઃખ આવ્યું છે તેના કરતાં કંઈકગણું અધિક દુઃખ ટાળવાનો પર્યાય હોવા છતાંય સમતાથી વેઠનારા પણ આ
(૨૭)