________________
અને કહ્યું કે – ‘જે જૈન હોય તે દુઃખી હોય નહિ અને જે દુઃખી હોય તેને જૈન કહેવાય નહીં. રોવું એ શોકમોહનીયનો ઉદય છે, એક પ્રકારનું આર્તધ્યાન છે. સાધર્મિકનું વાત્સલ્ય કરવા તૈયાર થવું નહિ અને માત્ર તેના દુઃખને રોવા બેસવું. આ તો એક જાતની બનાવટ છે.
સ. ગુરુના વિરહમાં આંસુ આવે તો?
એ આંસુ ગુરુના વિરહના છે કે સ્વાર્થના વિરહના-એ વિચારવાની જરૂર છે. ગુરુના ગુણો યાદ આવવાના કારણે ગુણવાનના વિરહને લઈને આંખ ભીની થઈ જાય એ જુદી વાત. અથવા ગુણવાનને પામવા છતાં આપણે ગુણહીન જ રહી ગયા તેનો વસવસો થવાથી આંખ ભરાઈ જાય, એ ય જુદી વાત. પરંતુ એવો કોઈ ભાવ હોય નહિ અને હવે મારું કોણ ?' એવી દીનતાના કારણે રોવું આવે એ ગુણ નથી; એ તો એક પ્રકારનો મોહ છે, સ્વાર્થ છે, કાયરતા છે. ગુરુ પાસે જે સ્વાર્થ સધાતો હતો તે હવે નહિ સધાય, જે દોષો નભી જતા હતા તે હવે નહિ નભે. એનું દુઃખ ધરે તો તે ગુણ ક્યાંથી કહેવાય? જેઓ ગુરુ પાસે સ્વાર્થ ન સાધતા હોય અને પરમાર્થની સાધના કરતા હોય તેવાઓને ગુરુના વિરહનું દુઃખ થવા છતાં રોવા ન બેસે, ઊલટા વધુ મજબૂત થવા મહેનત કરે. એને “મારું કોણ ?' એથી દીનતા ન હોય. મોહનો ઉછાળો આવી જાય તોય તેને સ્વસ્થ બનતાં વાર ન લાગે. એ તો; “ભગવાનનું શાસન મારું છે, ભગવાનની આજ્ઞા મારી છે, ગુરુભગવન્ત બતાવેલો માર્ગ મારી પાસે છે, ગુરુની હાજરીમાં તો પ્રમાદપૂર્ણ જીવન નથી જતું હતું હવે તો પ્રમાદ ખંખેરીને સાધના કરવા લાગી જવું છે...' એમ વિચારીને બીજા યોગ્ય ગુરુની નિશ્રા સ્વીકારીને અપ્રમત્તપણે જીવવા માંડે. આપણા પરમાત્માએ અને આપણા ગુરુભગવતે આપણા પર કેટલો ઉપકાર કર્યો ? આપણા આત્માની કેટલી બધી ચિંતા કરી છે! વિરાધનાથી જ જેની શરૂઆત થાય અને વિરાધનાથી જ જેનો અંત આવે, એવા ગૃહસ્થપણાનો ત્યાગ કરીને જીવવા માટે એવો સુંદર સાધુપણાનો માર્ગ બતાવ્યો કે જેમાં ચાલતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં, ખાતાં-પીતાં, બોલતાં..... એક પણ પાપ કરવું ન પડે. આવું જીવન બતાવીને મહાપુરુષોએ આપણા પર જે કરુણા બતાવી છે એ કરુણા જો ઝીલતાં આવડી જાય તો આપણે ક્યારે ય મોહજન્ય કરુણાના ભાજન ન બનીએ. મસ્તક ઉપર ભગવાનની આજ્ઞા હોય, હૈયામાં ગુરુના વચનની પરતંત્રતા હોય અને કોઈને પણ દુઃખ પહોંચાડયા વગર જીવવા સ્વરૂપ સંયમનો પરિણામ હોય તો એ ત્રણના બળે સહેલાઈથી સંસારના પારને પામી શકીશ આટલો વિશ્વાસ જેને હોય તેને
(૨૬)