________________
જાપ વડે પોતાનું મન વૈરાગ્યથી વાસિત બનાવ્યું તેમ જેનું મન વૈરાગ્યમાર્ગની બહાર જાય તેણે પોતાના મનને સ્થિર કરવું. હવે તમે પણ આજે આ જાપ કરતા કરતા ઘરે જવાના ને ? મારે અને એને કોઈ લેવાદેવા નથી. આ ભવનો સંબંધ કર્મના યોગે થયો છે. કર્મના યોગે પતિપત્ની થયાં છીએ બાકી એ એના રસ્તે ને હું મારા રસ્તે.... આવું આવું વિચારવાના ને? આજે તો ઋણાનુબંધ યાદ કરીને લઈ આવે. પાછા કહે કે – કોણ જાણે કેમ, એની સાથે પૂર્વભવનો સંબંધ લાગે છે.
સ. કોઇને ન હોય ?
હોઈ શકે, એની ના નથી. પણ એવા પાત્રની સાથે જ ઋણાનુબંધ હોય, સાધુભગવન્ત સાથે ન હોય ? આજે તમને સાધુ સાથે તો જાણે ધૃણાનુબંધ હોય એવું માનવું પડે ને?
સ. કારણ વગર કાર્ય ન બને ?
રાગના અનુબંધ હોય તેમ દ્રષના પણ અનુબંધ હોય ને? એને કેમ સ્વીકારી નથી લેતા ? સર્પ કરડે તે કારણ વગર ન કરડે ને? તો તેનો પ્રતિકાર શા માટે કરો છો ? જે દિવસે સર્પ પાસે જવાની તૈયારી હોય તે દિવસે ચોરીમાં જવાની છૂટ, ભગવાને જે આજ્ઞાનું ચોકઠું બતાવ્યું છે તેમાંથી જરા પણ આઘાપાછા થયા તો માર્ગ ચૂકી જવાશે. ગયેલી તક પાછી નહિ આવે. આ બધું સાંભળવું ગમે છે એ તમારું પુણ્ય છે – એને વેડફી નથી નાંખવું. પુણ્ય તો સાધન-સામગ્રી આપે, તેને કામે લગાડવાનો પુરુષાર્થ આપણે જ કરવો પડે. જે આવા સાધનને કામે ન લગાડીએ તો તે આપણો મહાપાપોદય છે – એમ સમજી લેવું. આવા શાસ્ત્રનો અને ગુરુનો યોગ મળી ગયા પછી હવે શાસ્ત્રના અધ્યયનથી અને ગુર્વાજ્ઞાપાલનથી આપણા રાગને દૂર કરવાનો પ્રયત્ન કરી લેવો છે. ઉત્તમ સ્થાન પામ્યા પછી ઉત્તમ માર્ગદર્શકનો ભેટો ન થાય અને થાય છતાં એમના માર્ગદર્શન મુજબ ચાલવામાં ન આવે તો એ ઉત્તમ સ્થાન ઉત્તમ ફળનું કારણ ન બને. જેને સાધુપણું મળ્યું નથી એવાઓ પણ, જેને સાધુપણું મળ્યું છે એના આચારોને જુએ અને એ આચારમાં સ્થિર થવાના જે ઉપાય ભગવાને બતાવ્યા છે – એ સમજવા પ્રયત્ન કરે તો તેને સાધુપણા પ્રત્યે બહુમાન જાગ્યા વગર ન રહે. ગમે તેવી રાગની પરિણતિને તોડવા માટે, તેના મનોવિ ગરિ તીરે' આ મંત્રનો પાઠ એ અમોઘ ઉપાય છે. સારામાં સારી વસ્તુ પણ જો બીજાની હોય તો તેની પ્રત્યે મમત્વ નથી જાગતું ને ? તેવી રીતે સ્ત્રી વગેરે પણ મારા નથી
(૧૦૧)