________________
એક રાજપુત્ર બહાર ફરવા નીકળેલો. એક દાસી તે માર્ગેથી માથે પાણીનો ઘડો લઈને પોતાના ઘર તરફ જતી હતી. તે રાજપુત્રે રમતરમતમાં કૌતુકથી તે દાસીના ઘડા પર કાંકરી નાંખી. તેનાથી તે ઘડામાં કાણું પડ્યું. એ જાણીને દાસી આકુળવ્યાકુળ થઈ ગઈ, હવે શું કરવું.... એની ચિંતામાં મૂંઝાવા લાગી. દાસીની એ વ્યાકુળતા જોઈને રાજપુત્રને વિચાર આવ્યો કે “જો રક્ષક જ ભક્ષક બને તો કોની આગળ જઈને ફરિયાદ કરવી ?, પાણીમાંથી આગ પ્રગટે તો તે બુઝાવવી કેવી રીતે ?' આ રીતે પોતાની ભૂલનો ખ્યાલ આવતાંની સાથે કાદવના ગોળાથી એ કાણું હસ્તલાઘવકળાથી પૂરી નાખ્યું. તેવી જ રીતે સંયમમાંથી મન બહાર જાય તો પ્રશસ્ત પરિણામ વડે તે અશુભસંકલ્પસ્વરૂપ છિદ્રને પૂરીને ચારિત્રરૂપી જળની રક્ષા કરી લેવી. વિકાર જાગતાંની સાથે તે જ ક્ષણે ત્યાંથી ખસી જવું. દરેક આત્મા પોતપોતાના કર્મના ફળને ભોગવનારા હોય છે. કર્મના યોગે થયેલા સંબંધ એ આત્માનો સંબંધ ક્યાંથી કહેવાય ? જે સંબંધ લાગે છે તે અતાત્વિક જ છે. આથી જ તત્ત્વનું દર્શન કરાવવા માટે સા માં નો વિ મા તીરે આ મંત્રનો જાપ કરવાનું જણાવ્યું. આ વિષયમાં અહીં એક વણિકપુત્રનું દષ્ટાન્ત આપ્યું છે. એક વાણિયાના પુત્ર પોતાની સ્ત્રીનો ત્યાગ કરી સાધુ થયા હતા. પાછળથી તે પતિતપરિણામી થયા. રોજ તે આ પ્રમાણે ગોખતા હતા કે તે મારી નથી, હું તેનો નથી. પરંતુ પતિત પરિણામના કારણે તે વિચારવા લાગ્યાં કે તે મારી છે અને હું પણ તેણીનો છું... તે મારી સ્ત્રી મારા પર અનુરાગવાળી છે તો હું તેનો ત્યાગ શા માટે કરું.. આ પ્રમાણે વિચારી સાધુના વેષમાં જ પોતાની સ્ત્રી જે ગામમાં હતી ત્યાં ગયા. ત્યાં જઈને ગામના પાદરે કૂવો હતો ત્યાં ઊભા હતા. ત્યાં તેમની સંસારીપણાની પત્ની પાણી ભરવા આવેલી. આ વણિપુત્રની દીક્ષા થયા બાદ તે શ્રાવિકા થયેલી અને તેથી દીક્ષા લેવાની ઇચ્છા ધરાવતી હતી. તેણી પોતાના પતિને ઓળખી ગઈ. પણ આ સાધુએ તેને ઓળખી નહિ. આથી તે સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે - અમુકની પુત્રી જીવે છે કે મરી ગઈ? કારણ કે પેલા સાધુ વિચારે છે કે જે તે જીવતી હોય તો દિક્ષા છોડું, નહિ તો દીક્ષા છોડવાનું શું કામ છે ?, પેલી સ્ત્રી સમજી ગઈ કે આ મારા રાગે દીક્ષા છોડવાની ઈચ્છા ધરાવે છે. જો આવું અનિષ્ટ થશે તો અમે બંને સંસારમાં રખડીશું. આથી તેણે સાધુને કહ્યું કે – એ સ્ત્રી તો બીજાને પરણાવી દીધી. આ સાંભળીને પેલા સાધુ વિચારવા લાગ્યા કે - સાધુભગવન્તોએ મને સાચું જ ગોખાવ્યું હતું કે - તે મારી નથી અને હું એનો નથી. મેં ખોટો વિચાર કર્યો. આ પ્રમાણે વિચારીને પરમસંવેગને પામ્યા. અને પાછા ગુરુભગવન્ત પાસે આવીને આલોચના કરીને ચારિત્રમાં સ્થિર થયા. આ રીતે જેમ એ સાધુભગવતે આ
(૧૦)