________________
માની ટાળવા મથો? લીમડાના રસમાં, જેમ સાકરનો સ્વાદ ભળી જાય તેમ શાતા પણ અશાતામાં ભેળવીને ભોગવાઈ જાય એવું છે – બોલો, કરવું છે? ભગવાન પરિષહ ઉપસર્ગો વેઠે ત્યારે ઈન્દ્રાદિ દેવતા સ્તવના કરે, શાતા પૂછે છતાં ભગવાન કાઉસ્સગ્ગ ધ્યાને રહે, આંખ ઊંચી કરીને પણ ન જુએ. કારણ કે પુણ્યોદય ભોગવવો નથી. આજે તો કો'કના બદલે કો'ક આવે તો કહે કે પદ્માવતી આવ્યાં. એવાઓ પુણ્યના ભોગવટાને ક્યાંથી છોડી શકે? પાપના ઉદય વખતે પણ પુણ્ય ભોગવવાની લાલસા ન મરે તો સાધુપણું કઈ રીતે આરાધી શકાય?
સુખ ઉપરથી નજર ખસે, સુખ આપનાર પુણ્ય ઉપરથી નજર ખસે પછી ધર્મ કરવાની યોગ્યતા આવે. સંસારના સુખના આશયથી ધર્મ ન કરાય તેમ એ સુખ અપાવનાર પુણ્ય બંધાય એવી લાલસાથી પણ ધર્મ ન કરાય. ધર્મ તો કર્મમાત્રની નિર્જરા દ્વારા આત્માને નિર્મળ બનાવવા માટે કરવાનો છે. આત્માનું એ નિર્મળ સ્વરૂપ પ્રગટાવનાર ચારિત્રધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગલ છે. કારણ કે આ ચારિત્રધર્મથી જ આત્માનું હિત સધાય છે અને આ ચારિત્રધર્મથી જ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આ ચારગતિમય સંસારથી અળગા થઈ પંચમગતિરૂપ મોક્ષમાં જવાય છે. પરમપદે પહોંચવું એ આ ધર્મનું ફળ છે અને અહિંસા, સંયમ, તપ એ ધર્મનું સ્વરૂપ છે. અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ.
સ. આજ્ઞા એ ધર્મ નહિ ?
આશા એ ધર્મ ખરો, પરંતુ એ આજ્ઞા કોની ? પરમાત્માની જ ને ? પરમાત્માની આશા કઈ ? અહિંસા, સંયમ અને તપનું પાલન કરવું એ જ ભગવાનની આજ્ઞા છે. ધર્મનું સ્વરૂપ સમજવા માટે ભગવાનની આજ્ઞાનું સ્વરૂપ સમજવું પડે અને આજ્ઞાનું સ્વરૂપ સમજવા માટે અહિંસા, સંયમ અને તપનું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે. અહિંસા, સંયમ અને તપની વ્યાખ્યા ટીકાકાર પરમર્ષિએ અહીં વિસ્તારથી કરી છે, એ જોતાં આપણી વ્યાખ્યા અને શાસ્ત્રકારોની વ્યાખ્યામાં ઘણું અંતર છે એમ લાગ્યા વિના નહિ રહે. એ અંતર કાપવા આપણે ક્રમસર અહિંસા વગેરેનું સ્વરૂપ સમજી લેવું છે. અહિંસા કોને કહેવાય? 1. સ. કોઈ પણ જીવને મારવું નહિ. " દુઃખ પહોંચાડીએ તો વાંધો નહિ, પણ મારવું નહિ – એમ જ ને?
(૧૯)