________________
વિના સ્વીકારી લેવા છે–આટલું જો સમજાઇ જાય તો અલ્પ સમયમાં પણ ઘણું સાધી શકાય – એવું છે.
સાધુધર્મની શરૂઆતમાં જ અધૃતિ થઇ જાય અને તેથી ધર્મમાર્ગથી પાછા ફરી ન જવાય એ માટે આ અધ્યયનમાં અધૃતિને જીતવાનો ઉપાય વિસ્તારથી બતાવ્યો છે. ઉત્કટ કોટિના આચાર પાળતી વખતે અધીરાઇ થાય એવું નવા માટે બની શકે એવું છે. આ અધ્યયન એવું છે કે જેમાં આચારનું વર્ણન નથી, ચારિત્રધર્મમાં સ્થિર કેવી રીતે થવું તે માટેની જ વાત આમાં જણાવી છે. અનાદિથી આ સંસારમાં દુ:ખ જ વેઠેલું હોવા છતાં એનો અભ્યાસ પડ્યો નથી અને સુખ લગભગ ભોગવવા મળતું ન હોવા છતાં તેનો અભ્યાસ જળવાઇ રહ્યો છે આ વિચિત્રતા સુખના રોગ અને દુઃખના દ્વેષના પ્રભાવે સર્જાઇ છે. દુઃખમાં અરતિ ટાળવા માટે દુઃખ વેઠી લેવા સિવાય બીજો ઉપાય નથી. શ્રી અરણિક મુનિનું દૃષ્ટાન્ત યાદ છે ને ? ઉષ્ણપરિષહથી અકળાઇને ઘરે ગયા. એના કારણે માતાને ગાંડી થઇને ફરતી જોઇને પોતાના અકૃત્યનો ભારે પરચાત્તાપ થયો. માતાના કહેવાથી ફરી દીક્ષા લીધી. લાંબા કાળ સુધી દીક્ષા પાળી શકવા સમર્થ ન હોવાથી દીક્ષા લેતાંની સાથે અણસણ કર્યું. તે પણ વૃક્ષની છાયામાં નહિ, ધગધગતી શિલા પર ! જે ઉષ્ણપરિષહથી હાર્યા તે જ પરિષહને જીતી કેવળજ્ઞાન પામ્યા. દુ:ખ સમજીને ભોગવતાં દુઃખમાં સમાધિ મળે છે, દુઃખ ટાળીને નહિ. જ્યાં સુધી ધર્માત્માઓ આટલું નહિ શીખે ત્યાં સુધી તેમનો કરેલો ધર્મ એળે જવાનો. આ ગાથા રોજ ગોખાવીએ છતાં સંયમમાં અરતિની ફરિયાદ ચાલુ જ છે ને ? નવાને અધૃતિ થાય – એ તો સમજ્યા, પરંતુ જૂના પણ દુઃખમાં આંસુ પાડે અને સુખની આશામાં જીવે તો આટલાં વરસોમાં કર્યું શું - એમ પૂછવું પડે ને ?
સાધુભગવન્તોનું મન કોઇ કારણે સંયમમાર્ગમાંથી બહાર જાય તો તરત જ તેને માર્ગમાં લઇ આવવા માટે અભ્યન્તર - આન્તરિક ઉપાય ચોથી ગાથામાં બતાવીને હવે તે માટેના બાહ્ય ઉપાય પાંચમી ગાથાથી જણાવે છે
आयावयाहि चय सोगमल्लं कामे कमाहि कमियं खु दुक्खं । छिंदाहि दोसं विणएज रागं एवं सुही होहिसि संपराए ॥२-५॥
સંયમમાર્ગમાંથી બહાર નીકળેલા મનને માર્ગે સ્થાપન કરવા માટે ‘આતાપનાને ગ્રહણ કર !, સુકુમારતાનો ત્યાગ કર ! કામોનું અતિક્રમણ કર ! તેથી દુ:ખ અતિક્રાન્ત જ છે. દ્વેષને છેદી નાંખ ! અને રાગને દૂર કર !.... આ પ્રમાણે કરવાથી તું સંસારમાં
(૧૦૫)