________________
સ. ભગવાને શિલ્પકર્મ વગેરે બીજો બધો આચાર બતાવ્યો તો દીક્ષાનો આચાર પહેલાં કેમ ન બતાવ્યો?
દીક્ષાનો આચાર તો કેવળજ્ઞાન થયા પછી તીર્થની સ્થાપના કર્યા બાદ બતાવવાનો હતો, માટે પહેલાં ન બતાવ્યો. સર્વજ્ઞ થયા પછી ધર્મ બતાવે તો તેમાં કોઈ જ જાતની ખામી ન રહે, માટે પાછળથી બતાવ્યો. અને જે લૌકિક આચાર ભગવાને બતાવ્યો તે પોતે તીર્થંકર હતા માટે નથી બતાવ્યો. અવસર્પિણીકાળમાં પહેલા ભગવાનનો એવો કલ્પ હોવાથી બતાવ્યો હતો. બાકી ઉત્સર્પિણી કાળમાં તો આ બધો વ્યવહાર કુલકરો જ પ્રવર્તાવે છે. લૌકિક આચાર શ્રી ઋષભદેવ ભગવાને બતાવ્યો છે – એવું નથી, રાજા ઋષભે બતાવ્યો છે – એ યાદ રાખવું. જે ભગવાને ગૃહસ્થપણામાં અગ્નિ પ્રગટાવવાનું શીખવ્યું, તે જ ભગવાને દીક્ષા લીધા પછી અગ્નિને એડવાની ના પાડી; જે અગ્નિ પર પાત્ર મૂકી તેમાં પાણી નાંખીને રાંધવાનું જણાવ્યું, તે અગ્નિ પર પાત્ર મૂકેલું હોય તો આહાર લેવાની ના પાડી. શિલ્પકલા વગેરે શીખવી, પણ સાધુપણામાં તે તે કળાને જણાવનારાં શાસ્ત્રને પાપગ્રુત તરીકે જણાવ્યાં. લૌકિક આચાર સંસારમાં રાખનારો છે, જ્યારે લોકોત્તર આચાર તો સંસારથી તારનારો છે, માટે એ આચારમાં કોઈ ખામી ન જ આવવી જોઈએ. તેથી ભગવાને કેવળજ્ઞાન પામ્યા પછી બતાવ્યો અને આથી જ ભગવાને બતાવેલા માર્ગમાં કોઈ પણ જાતની શંકા કર્યા વગર તેનું પાલન કોઈ પણ જાતની કચાશ રાખ્યા વિના કરવું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સંઘયણ વગેરેને અનુરૂપ જ માર્ગ ભગવાને બતાવ્યો છે. હવે તેમાં બાંધછોડ કરવાનું રહેતું જ નથી. જેટલી છૂટ આપવાની હતી તેટલી આપી જ દીધી છે. હવે જે બાંધછોડ કરાય છે તે સંયમની સાધના માટે નથી કરાતી પણ તે સુખશીલતાને આભારી છે. એવું જ માનવું પડે ને? ભગવાને પોતે સાડા બાર વરસ સુધી ઉગ્ર તપ કર્યો હોવા છતાં આપણને નિત્ય એકાસણાં કરવાનું જણાવ્યું. ભગવાન ભગવાન થયા પછી પણ આ એકાસણાનો તપ કરે છે. હવે આમાં છૂટ માંગવાની કે એને અનુકૂળ બનવાનું ? ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે દુઃખ વેઠવા અને સુખ છોડવા માટે બતાવ્યો છે, પરંતુ તે ગજા ઉપરાંતનો નથી બતાવ્યો. માર્ગ કદાચ આકરો લાગે તોય અશક્ય નથી જ. અહિંસા, સંયમ અને તપ સહનશીલતાના પાયા પર રચાયેલા છે અને સહનશીલતા ત્યારે જ આવે કે જ્યારે આપણું જતું કરવાની વૃત્તિ કેળવાય. ભગવાને બતાવેલો આચાર પણ ભગવાનની આજ્ઞા મુજબ પાળવાનો છે, આપણી ઇચ્છા મુજબ નહિ. આજના મુમુક્ષુઓને પણ ચારિત્ર ગમે ખરું પરંતુ તે
(૬૧)