________________
ઈચ્છા મુજબનું ગમે. તેમને સાધુપણું પાળવું છે, પણ પોતાની કલ્પના મુજબનું પાળવું છે, આજ્ઞા મુજબનું જીવન નથી જીવવું. એ એમ કહે કે – લોટ(પાત્રા)નું પાણી વાપરીશ, ખાદીનાં કપડાં પહેરીશ, કાપ નહિ કાઢું.. પણ એમ ન કહે કે ગુરુભગવાનની આજ્ઞા જે હશે તે પ્રમાણે કરીશ. પોતાની ઈચ્છા મુજબ દુઃખ વેઠવા તૈયાર થાય પણ ગુરુની આજ્ઞા ખાતર પોતાની ઈચ્છા મૂકવા તૈયાર ન થાય ! તમને પણ કેવો ધર્મ ગમે ? આજ્ઞા મુજબનો? કે ઈચ્છા મુજબનો? અષ્ટપ્રકારી પૂજા કરવી ગમે પણ સવારે કરવી ગમે ને ? આયંબિલ કરવું ગમે પણ ગરમાગરમ અને મરીમસાલાવાળું ગમે ને?
સ. ઠંડું ફાવતું નથી.
‘મને ફાવતું નથી'-આ શબ્દ જ આપણા મોઢામાં ન જોઈએ. ફાવતું ન હોય તો વડાવવું છે. જેને ભગવાનની આજ્ઞા ફાવે તેને બધું જ ફાવે. જ્યાં સુધી ઈચ્છામાં ફાવટ છે ત્યાં સુધી આજ્ઞા નહિ ફાવે. ભગવાને બતાવેલા આચાર પ્રત્યે શ્રદ્ધા અને બહુમાન જાગે તો એનું પાલન આજે પણ આપણા માટે સુકર છે. ભમરો જેમ દરેક પુષ્પ ઉપરથી થોડો થોડો રસ ચૂસે છે તેમ સાધુભગવન્ત એક ઘરેથી બધી ગોચરી નથી લેતા પરંતુ દરેક ઘરમાંથી થોડો થોડો આહાર લે છે. અને તે પણ તે રીતે કે જેથી દાતાને કોઈ જાતની તકલીફ ન પડે. ભમરો રસ એ રીતે લે કે જેથી પુષ્પને કિલામણા ન થાય.
સ. પુષ્પના જીવને અવ્યક્ત પીડાનો અનુભવ થાય ને ?
અહીં કિલામણા નથી થતી એનો અર્થ એટલો કરવાનો છે કે પુષ્પ કરમાઈ નથી જતું. પુષ્પ ઉપર ભમરો બેસવાથી પુષ્પ કરમાઈ નથી જતું તેમ દાતાના ઘરેથી સાધુભગવન્ત વહોરે એટલામાત્રથી દાતાના આહારાદિમાં કોઈ ઓછાશ આવી નથી જતી, તેને ખૂટી પડે કે ફરી રાંધવું પડે તેવું સાધુભગવન્ત વહોરે નહિ એટલું જ કહેવાનું તાત્પર્ય છે. તમે ભણ્યા નહિ એટલે આવો પ્રશ્ન થાય છે. દૃષ્ટાન્ત સર્વ અંશે ઘટાડવાનું નથી હોતું, અમુક અંશે જ સરખામણી કરાય છે. કોઈ સ્ત્રીનું મુખ પૂનમના ચંદ્ર જેવું છે એવું કીધું હોય એનો અર્થ એવો નથી કે એ હોય તો રાત્રિમાં દીવાની જરૂર ન પડે અથવા તો તેના કારણે રોજ પૂનમ કહેવાય. અહીં ભમરાની અનિયતવૃત્તિ બતાવવાનું તાત્પર્ય છે. આ રીતે ભમરો પુપે પુષ્પ જાય અને થોડું થોડું ચૂસે તો તે તૃપ્ત ન થાય – આવું કોઈ કહે તો તેના નિરાકરણમાં જણાવે છે કે જો ન પીને
(૬૨)