Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પવ ૧૦ સુ ક્ષેત્રમાં વીર નામે છેલ્લા તીર્થંકર થશે. વળી પાતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પહેલા વાસુદેવ અને વિદેહ ક્ષેત્રને વિષે સૂકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવ્રુત્તી થશે.' તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરિચિ પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને તેને વંદના કરી. પછી કહ્યું કે- શ્રી ઋષભપ્રભુના કહેવા પ્રમાણે તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશેા, પાતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પહેલા વાસુદેવ થશે અને વિદેહક્ષેત્રની સૂકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવત્તી' થશેા. તમે સન્યાસી છે તેથી હું તમને નાંદતા નથી, પણ ભાવી તીર્થંકર છે તેથી તમને વંદના કરુ છુ.' આ પ્રમાણે કહી વિનયવાન ભરતચક્રી પ્રભુને ફરીવાર વંદના કરીને હર્ષ પામતા વિનીતાનગરીમાં આવ્યા.
રિચ ભરતચક્રીએ કહેલી હકીકત સાંભળી હર્ષોંથી ત્રણવાર ત્રિપદી નગાડીને નાચવા લાગ્યા, અને ઉંચે સ્વરે કહેવા લાગ્યા કે, ‘· પેાતનપુરમાં હું પહેલા વાસુદેવ થઈશ, સૂકાનગરીમાં ચક્રવત્તી થઈશ અને પછી ચરમ તીથ કર થઈશ. હુવે મારે ખીજાની શી જરૂર છે? હું વાસુદેવામાં પહેલા, મારા પિતા ચક્રવત્તી આમાં પહેલા અને મારા પિતામહ તીર્થંકરામાં પ્રથમ. અહા! મારું' કુળ કેવુ' ઉત્તમ છે?' એવી રીતે વારવાર ભુજાફ્રાટ કરી જાતિમદ કરતાં મરિચિએ નીચ ગાત્ર ઉપાર્જન કર્યું.
:
શ્રી ઋષભસ્વામીના નિર્વાણુ પછી પણ સાધુઓની સાથે વિહાર કરતા મિિશ્ચ ભવ્ય જનાને આધ કરી કરીને સાધુઓની પાસે મેાકલતા હતા. એક વખતે મરિચિ વ્યાધિગ્રસ્ત થયા. તે વખતે આ સ`યમી નથી, એવું ધારીને ખીજા સાધુઓએ તેની આવાસના કરી નહીં, તેથી ગ્લાનિ પામીને મરિચિએ મનમાં વિચાયુ” કે, અહા! આ સાધુમા કે જે દાક્ષિણ્ય વગરના, નિય, સ્વાર્થ માંજ ઉદ્યમવ'ત અને લેાકવ્યવહારથી વિસુખ છે તેમને ષિકાર છે. હું કે જે તેમને પરિચિત, સ્નેહવાળા અને એકજ ગુરૂના દીક્ષિત તેમજ વિનીત છું, તેનું પાલન કરવું તે દૂર રહ્યું પણ તે સામું પણ જોતા નથી; પરંતુ મારે આવુ.. ખરાબ ચિંતન ન કરવુ જોઇએ. કારણ કે આ સાધુએ પાતાના શરીરની પશુ પસ્ચિર્યા કરતા નથી તા મારી જેવા ભ્રષ્ટની પરિચર્યા તા કેમ કરે ? માટે હવે જો હું આ વ્યાધિમાંથી મુક્ત થાઉં" તા પછી કાઈ મારી સેવા કરે તેવા એક શિષ્ય કરૂ કે જે આવુ જ લિંગ ધારણ કરે.' આ પ્રમાણે ચિ ંતવ્રતા મરિચિ દૈવયેાગે સાો થયા. એક વખતે તેને કપિલ નામે કુલપુત્ર મળ્યા. તે ધના અથી હતા, તેથી તેણે કપિલને આહત ધમ કહી સંભળાવ્યા. એ વખતે કપિલે તેને પૂછ્યુ કે તમે પાતે એ ધમ પ્રેમ માચરતા નથી ?' મરિચિ મેલ્યા કે 'હું તે ધમ પાળવાને સમથ નથી.' કપિલે કહ્યું કે ‘ ત્યારે શું તમારા માર્ગમાં ધમ નથી?' આવા પ્રશ્નથી તેને જિનધમાઁમાં આળસુ અણી શિષ્યને ઇચ્છતા મરિથિ આલ્યેા કે ‘· જૈન માર્ગીમાં પણ ધમ છે અને મારા માગમાં પશુ ધમ છે.' પછી કપિલ તેના શિષ્ય થયા. તે વખતે મિથ્યા ધર્મના ઉપદેશથી મરિચિએ કાટાકાટી સાગરાપમ પ્રમાણુ સ ́સાર ઉપાર્જન કર્યા. તે પાપની કાંઈ પણ અલાચના કર્યાં વગર પ્રાંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org