________________
...લવાદી ચર્ચામાં આ॰ શ્રી સાઞરાનન્દસૂરિજીએ રજૂ કરેલું ખંડન ] હેતુથી બેયની આરાધના જણાવત. અને તેથી વિદ્યમાનત્યેન ઢો વ્યાધિનમ્ લખત ‘તસ્યા મેં વ્યાયનમ્ ' લખ્યું છે તે ન લખત.
,
(વળી આગળ જે આરોપજ્ઞાન કહેવાને પ્રસંગ આવે છે તે પણ આવત નહિં. આખા અવયવી એવા દિવસ પૂનમપણે માનવાના હોય, તેાજ આરોપની શંકાના વખત આવે. ચૌદશના એક ભાગમાં તા પૂનમનીજ વિદ્યમાનતા બન્ને પક્ષે સ્વીકારેલી છે. એટલે ચૌદશમાં પૂનમના આરોપની શંકાને અવકાશજ રહેતા નથી. )
(ચૌદશના આખા દિવસને પૂનમ તરીકે માનવામાં આવે તે પૂનમે ચૌદશ માનતાં જેમ આરોપ ગણાય તેમ ચૌદશના દિવસના એક ભાગમાં ચૌદશ હોવાથી તે પૂનમ તરીકે માનતા આરોપ ગણવા જોઈએ. એમ પર શંકા ધારીને ખરતરાને એમ કહે છે કે) તે ચૌદશને દિવસે જે પૂનમ આરાધાય તે પણ પૂનમને આરોપ કરીનેજ નથી આરાધાતી. અર્થાત્ ચૌદશને દિવસે પૂનમ વિદ્યમાન છતાં ચૌદશના ભાગમાં તે પૂનમના આરોપ કરવાજ નથી પડતો. કેમકે પૂનમ ક્ષય પામેલી હોવાથી ચૌદશની તિથિને દિવસે પૂનમની વાસ્તવિક સ્થિતિ છે. નહિ કે આરાપિત સ્થિતિ છે.
( ટીપ્પણાની ચૌદશને દિવસે પૂનમની સ્થિતિ વાસ્તવિક છે, એમ ઠરાવવામાં વિદ્યમાનતા હેતુ ન રાખતા ‘શ્રુતિત્વન’ એ શબ્દથી ક્ષયના હેતુ જે રાખ્યા છે તે થૅના સિદ્ધાંતથી ચૌદશને પૂનમ મનાવવા માટેજ છે. )
તે ચૌદશના દિવસને પૂનમ તરીકે માનવામાં યુક્તિ ક્ષીણતિથિ-વૃદ્ધિતિથિના સાધારણ લક્ષણ અવસરે આગળ કહેલી છે. ( ચૌદશના ક્ષયે તેરશને દિવસે તેરશના વ્યપદેશનો અભાવ કહીને પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશજ છે એવા વ્યપદેશ સંઘમાં થાય છે’એમ જણાવેલું છે. વળી આગળ પણ ક્ષીણ તિથિ વૃદ્ધિ તિથિના લક્ષણની વખતે ખરતરને સમજાવવા માટે સંપૂર્ણ થતી તિથિ માનવી
Jain Education International
૧૧૫
એમ કહેશે તે અપેક્ષાએ પણ ચૌદશને દિવસે છેલ્લી પૂનમજ ચાવીસે કલાક માનવી જોઇએ. )
( ખરતરાને કહે છે કે તમે તા ક્ષય પામેલી ચૌદશ પ્રઘાષના આધારે તેરશે તે બદલી શકો પરન્તુ) ક્ષય પામેલી ચતુર્દશી પૂનમને દિવસે બદલા છે તે તે માત્ર બુદ્ધિથી આરાપીનેજ આરાધા છે. કેમકે તે પૂનમને દિવસે તમારી અપે ક્ષાએ પણ ચૌદશના ભાગની ગંધનો અભાવ છતાં પણ ( અને પૂનમ માન્યા છતાં પણું ) ચૌદશ પણ લા છે, અને એવી રીતના આરાપ કરવા તે તે મિથ્યાજ્ઞાન છે. જે માટે પૂજ્ય શ્રી દેવાચાર્યજીએ ‘ પ્રમાણનયતત્ત્વલેાકાલંકાર ’માં કહ્યું છે કે—જેમાં જે વસ્તુ ન હોય તેમાં તેના નિશ્ચય કરવા તે સમારપ કહેવાય. જેમ છીપ છતાં તેમાં આ રૂપ છે એવું જ્ઞાન (સમારોપ છે) તે ( શાસ્ત્રીય વ્યવહાર કે સામાચારીથીનિરપેક્ષપણાને માટે ખરતરાને અંગે આ વચન કહેવામાં આવ્યું છે. કેમકે જો એમ ન હોય તે ચૌશના ક્ષયની વખતે તેરશના દિવસે તેરશના બ્યપદેશનો અભાવ અને આખા દિવસ ચૌદશ શાસ્ત્રકાર કહેતજ નહિં. વળી શ્રી જિનેશ્વરની મૂર્તિને જિનેશ્વરપણે માની શકાયજ નહિ.)
|
વળી ક્ષય પામેલી એવી ચૌદશનું અનુષ્ઠાન તમે (ખરતા) પૂનમને દિવસે કરો તેને પૂનમનું અનુષ્ઠાન કહો કે ચૌદશનું અનુષ્ઠાન કહો ?
( આ ઉત્તર ગ્રન્થથી નક્કી થાય છે કે પૂર્વનું પ્રકરણ પણ ચૌદશના માટેજ હતું. વળી ખરતર ગચ્છવાળા કે તપાગચ્છવાળા બન્નેમાંથી કાઈપણ એક તિથિ માનીને તે દિવસે એ તિથિના અનુષ્ઠાન કરવાનું માનતુંજ નહોતું, કેમકે જો એ નવા વર્ગની માફક એક તિથિએ એ તિથિના અનુષ્ઠાન કરાતાં હોત તો ત્રીજો વિકલ્પ ઉભયાનુષ્ઠાનના પણ જરૂર કરત, પણ ગ્રન્થમાં તે કહેલ નથી. )
ખરતાને કહે છે કે જો તમે તે પૂનમે કરાતા પક્ષીના અનુષ્ઠાનને પણ પૂનમનું અનુષ્ઠાન છે એમ કહેશે! તો પક્ષીના અનુષ્ઠાનના લાપના પ્રસંગ આવશે.
/
For Personal & Private Use Only
www.jainelibrary.org