________________
..લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ]
૩૪૫
* શાસ્ત્રીય પૂરાવા” નામની ચોપડી, પ્રસ્તુત “ તિથિદિન” અને “પર્વારાધન’ સંબંધી મન્તવ્યભેદથી તમય વાતાવરણ બનેલું તેવા સમયમાં આ૫ની દેખરેખ નીચે છપાઈને પ્રચારાઈ હતી. અને આપે તે ચોપડીને આપના નિરૂપણના પૂરાવા તરીકે જણાવેલી છે. અમને તે ચોપડીમાં છપાયેલા પૂરાવાઓ વિષે ઘણે અંશે શક છે અને તેથી જ અમે તેની મૂળ હસ્તલિખિત પ્રતો તપાસવા ઈછીએ છીએ. આથી આપેજ તે પ્રતિઓ મંગાવી આપવી જોઈએ. હાલ એજ. વિ. સં. ૧૯૯૯ ના માગશર શુ. ૮ મંગળવાર. ) શ્રી જન સાહિત્ય મંદિર, પાલીતાણ.
વિરામચંદ્રસૂરિ. પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મને શેઠ ક. લા. ઉપરનો પત્ર
શ્રી જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. માગશર વદ ૯ વિજ્યરામચન્દ્રસુરિ તરફથી દેવગુરૂભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યોગ ધર્મલાભ સાથે લખવાનું કે-માગશર સુદ ૯ ના લખેલો પત્ર તથા તેની સાથે મોકલેલ ચીકી વ્યવહારની નકલ મલી હશે. તમારી રૂબરૂમાં નક્કી થયા મુજબ આજ તા. ૩૧-૧૨-૪ર ના રોજ પરસ્પરના ખંડનની નકલ પરસ્પરને સુપ્રત કરી તેની તથા તે પહેલાંનાં લખાણની નકલો અમો બન્નેએ તમને તા. ૧-૧-૪૩ ના રોજ મોકલી આપવી જોઈએ, પરંતુ પરસ્પરના ખંડનની નક્ષેની અમારા બે વચ્ચે લેવડ–દેવડ તથા તમને જે નકલે મોકલવાની છે તે મોકલવાનું તા. ૫-૧-૧૯૪૭ ના બની શકશે એમ લાગે છે.
આચાર્ય શ્રી સાગરાનંદસરિઝએ આજે સવારે રમણલાલ નામના માણસ સાથે અમોને કહેવડાવ્યું છે કે-આપણે પરસ્પરના ખંડનની લેવડ–દેવડ કરવાનું તથા કસ્તુરભાઈને મોકલવાનું સોમવારે રાખીએ.
એજ ધર્મની આરાધનામાં અવિરત ઉજમાળ રહો એજ એક અભિલાષા
[[ઉપરોક્ત પત્રના આધારે જણાય છે કે તા. ૩૧-૧૨-૪ર સુધી તે પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ. ખંડનની લેવડ–દેવડ કરવાના વિચારના હતા પરંતુ તે પછી કઈ પણ કારણસર તેમને વિચાર બદલાયે. -સં૦] પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ.ને શેઠ . લા. ઉપરને પત્ર:
પાલીતાણા, સાહિત્ય મંદિર. માગશર વદ ૦)) વિજયરામચન્દ્રસૂરિ તરફથી દેવગુરૂભક્તિકારક સુશ્રાવક કસ્તુરભાઈ લાલભાઈ યોગ ધર્મલાભ સાથે લખવાનું જે-તા. ૩૧-૧૨-૪૨ ના રોજ અમોએ લખેલો પત્ર ભર્યો હશે. આ સાથે અમારા ર૫ મુદ્દાઓનાં પૃ. ૩, અમારા પચીસ મુદ્દાઓને આશ્રયી અમારા મન્તવ્યનું સમર્થન પૃ. ૩૧, અને આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના નિરૂપણનો પ્રતિવાદ પૃ. ૧૧૧, તેમજ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી સાથેનો ચીઠ્ઠીવ્યવહાર પૃ. ૫, મોકલેલ છે. તેની સાથે જગદગુરૂ આચાર્યભગવાન શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટકની, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસેનસૂરીશ્વરજી મહારાજના પટ્ટકની અને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટકની પ્રાચીન નકલ તેમજ વિ. સં. ૧૯૪પનું પંચાંગ, આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીની આજ્ઞાથી ઉપાધ્યાય દયવિજયજીએ લખેલી ચોપડી તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાએ કરેલે ખુલાસો પણ મોકલેલ છે.
વિશેષ લખવાનું કે–આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ તેમણે લખેલા ખંડનની નકલ અમોને આપવાની ના પાડી છે અને તેથી અમે એ લખેલા ખંડનની નકલ આપવાને ગયેલા સુશ્રાવકે અમારી લખેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org