________________
=
=
=
૧. લવાદી ચર્ચામાં આવેલા નિર્ણયને સમર્થક શ્રી અહરિથિભાસ્કર ] લાગે છે. હવે વાસ્તવિકપણે અહંત-તિથિભાસ્કર ગ્રંથે દર્શાવેલી વ્યવસ્થા જ શાસ્ત્ર-પ્રમાણુથી અને શાસ્ત્રાનુકૂલ યુક્તિ–પ્રમાણથી સિદ્ધ છે, એવું જાહેર કરૂં છું. કાશી–પોષ સુદ ૭, વિ. સં. ૨૦૦૬
દ, સભાપતિ શર્મોપાધ્યાય, (૩) સાહિત્ય, વ્યાકરણ, વેદાંતાદિ અનેક શાસ્ત્રના પ્રખર પંડિત, શ્રી કાશી-વિપરિષના વિશેષાધિકારી, કાશીસ્થ શ્રી ગાયનકા સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યક્ષ, શ્રીમાન કમલાકાત મિશ્ર મહાશયની સમ્મતિઃ
“મ. પ. શ્રી ચિસ્વામીજી શાસ્ત્રીજીએ સ્વરચિત શાસન જયપતાકામાં મારી સમ્મતિ, જે વાત કરીને લીધી હતી, તે એમના પતાકા નામના ગ્રંથમાં નથી; અને જે વસ્તુ પતાકામાં છે તે કોઈ પણ પંડિતજન માન્ય કરી શકે તેમ નથી. એટલા માટે, તેનું સારી રીતે ખંડન કરવા પૂર્વક કાશીના વિદ્વાનોની સમિતિએ “અહંત-તિથિભાસ્કરમાં જૈન પર્વતિથિની ક્ષયદિ બાબતમાં જે સિદ્ધાન્ત સ્થાપિત કર્યો છે, તે જ જૈન શાસ્ત્રોને અને અતિ પ્રાચીન જૈન સામાચારીને અનુકૂળ છે, એમ હું માનું છું. - વિશુદ્ધ ગણિતાનુસારી ટીપ્પણા(પંચાંગ)માં લખેલ ચૌદશ આદિના સમયનું અશાસ્ત્રીય રૂપે ખંડન કરનારી જે શાસન જયપતાશ્ર, તેમાં અસત પ્રકારથી કરેલા મારા હસ્તાક્ષરનું સ્મરણ મારા દિલને દુભાવે છે; તેથી ‘અતિથિભાસ્કરમાં જે પક્ષની સ્થાપના કરી છે, એ જ સિદ્ધાંત–પક્ષ ધાર્મિક જનોએ પ્રમાણ માને, એવી હું આગ્રહપૂર્વક ભલામણ કરું છું.' ગે. સં. મહાવિદ્યાલય-લલિતાઘાટ .
દ, કમલાકાત મિશ્ર, કાશી-પષ સુદ ૧૫, ૨૦૦૬ ઈ
(૪) ન્યાયવેદાંતાદિષ દર્શનવિદ્યાવિદ્દ, શાસ્ત્રપારંગત, કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના દર્શનવિભાગના અધ્યક્ષ, ભામતીપ્રકાશવિકાસવ્યુત્પત્તિવાદપ્રકાશાદિ ગ્રંથના રચયિતા, પંડિતવર્ય શ્રીમાન લક્ષ્મીનાથ ઝાની સમ્મતિઃ
શાસનજયપતાકાના કર્તાને પૂર્વે મને ઘણે પરિચય હોવાથી, એમને ગ્રંથ જોયા વગર, એ પક્ષને વિષે મેં સમ્મતિ આપી હતી, પરંતુ હવે આ વિષયના પ્રાયઃ સર્વ જૈન ગ્રંથોને અને બન્ને આચાર્યોના વકતવ્યને સારી રીતે અભ્યાસ કરીને, નિશ્ચિત કરવામાં આવે છે કે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિમાં શ્રી સાગરાનંદસૂરિજીને મત જૈન શાસ્ત્રથી વિરુદ્ધ છે. એવા શાસ્ત્રવિરૂદ્ધ મતનું સમર્થન કરતી એવી “શાસન જયપતાકા’ પણ યુક્તિ વગરની, પ્રમાણહીન અને અશાસ્ત્રીય છે. એટલા માટે કાશીના વિદ્વાનોની સમિતિએ લખેલ અહંત-તિથિ-ભાસ્કર ગ્રંથ જ શાસ્ત્રીય, પ્રામાણિક અને જૈન જનતાને ઉપાદેય છે, એમ અમે સુદઢપણે જાહેર કરીએ છીએ. કાશી, પિષ વદ ૧૪, વિ. સં. ૨૦૦૬
| દર લક્ષ્મીનાથ ઝા. - (૫) શ્રી. જે. એ. ગોયનકા સંસ્કૃત મહાવિદ્યાલયના ઉપાધ્યક્ષ, શ્રી ટીકમણિ સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યક્ષ, સાહિત્યશાસ્ત્રના પ્રધાનાધ્યાપક, ધર્મશાસ્ત્રવિશારદરત્ન સાહિત્યાચાર્ય, સાહિત્યરત્નાકર, વિદ્યાસાગરાદિ અનેક પદવીવાળા પં. શ્રી તારાચરણશર્મા ભટ્ટાચાર્યની સમ્મતિઃ
શાસનયપતાકાના કર્તાના મતને સ્થાલીપુલાક ન્યાયે (ચૂલે ચડતી ખીચડીમાંથી બે દાણા તપાસવા રૂપે) પૂર્વે વિચારેલે; પણ હવે અહંતતિથિભાસ્કરમાં કહેલા મતની સારી રીતે વિચારણા (પરીક્ષા) કરવાથી, તથા પર્વતિથિ-ક્ષય-વૃદ્ધિને વિષે મતભેદ ધરાવતા એવા બને આચાર્યોના વક્તવ્યને વિશેષ રૂપે અભ્યાસ કર્યા પછી, એમ ચોકકસ લાગે છે કે-શાસનજયપતાકાને મત જૈન શાસ્ત્રોની અને શાસ્ત્રને અવિરૂદ્ધ એવી પ્રાચીન આચારપરંપરાની વિરૂદ્ધ જાય છે. એટલા માટે અહંત-તિથિ-ભાસ્કરે નકકી કરેલે સિદ્ધાંત જૈન પ્રજાને નિઃશંક રીતે આદરણીય છે, એવું નિશ્ચયપૂર્વક કહું છું. ગે. સં. મ., લલિતાધાટ, કાશી-પષ સુદ ૫, વિ. સં. ૨૦૦૬
દા. તારાચરણુશર્મા ભટ્ટાચાર્ય " (૬) કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના સાહિત્યવિભાગના અધ્યક્ષ, યુનિવર્સિટિની મહાસભા શિક્ષાસભા (કેર્ટ, સિનેટ, ફેકલ્ટી) ના સભ્ય, અખિલ ભારતવર્ષીય સંસ્કૃત સાહિત્ય સમેલનના સંસ્કૃત રત્નાકર નામના મુખપત્રના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org