________________
૧. લવાદી ચર્ચામાં આવેલા નિર્ણયના સમર્થક શ્રી અર્હત્તિથિભાસ્કર ]
૧૭
ચિન્નસ્વામી શાસ્ત્રીથી થવા પામ્યા હતા અને જે પુસ્તિકાનું પં. શ્રી ચિહ્નસ્વામી શાસ્રીના વિનયાદિને વશ બનીને ખેાલનારા ઘણા પંડિતા દ્વારા લાલન-પાલન કરાયું હતું. આ પુસ્તિકા પં. શ્રી રાજનારાયણ શુક્લને આપીને, ગુજરાતના તેમના જૈન મિત્રાએ તેમને વિનંતિ કરી કે આપ આ પુસ્તિકાનું સર્વાગીણુ પરીક્ષણ કરે અને તે પછી આપ આના વિષયમાં આપની સમ્મતિ આપેા.” આ પ્રકારે “ શાસનજયપતાકા” નામની પુસ્તિકા પેાતાની પાસે રજૂ થતાં, પં. શ્રી રાજનારાયણ શુક્લના હૈયામાં પણ મોટું કૌતુક પેદા થયું અને એથી પહેલાં તે તેમણે પોતે જ પવિત્ર અન્તઃકરણે મજકુર (6 શાસનજયપતાકા ”ની પરીક્ષા કરી. પેાતે કરેલી પરીક્ષાના પરિણામે, “ શાસનજયપતાકા ”ના વિષયે પોતાના હૈયામાં જે ભાવ ઉત્પન્ન થવા પામ્યા, તે ભાવને તેમણે, “ શાસનજયપતાકા ને પોતાના હસ્તાક્ષરાથી જે પંડિતાએ સમ્મતિ આપી હતી, તેમાંના કાશીના કેટલાક પંડિતાને જણાવ્યા. “ શાસનજયપતાકા ”ને પોતાના હસ્તાક્ષરોથી સમ્મતિ આપનારા એ પંડિતાએ, પં. શ્રી રાજનારાયણ શુક્લને સાચેસાચી હકીકત જણાવી દેતાં કહ્યું કે “ પં. શ્રી ચિન્નસ્વામી શાસ્ત્રી આપણા પાડેાશી છે અને તેમણે આ પુસ્તિકા લખેલી છે, એમ કરીને કાંઈ પણ જોયા વિના જ અમે ‘ શાસનજયપતાકા ’માં હસ્તાક્ષર કરીને તેને પ્રતિષ્ઠાપિત કરી હતી.”
6 શાસનજયપતાકા ’ને સમ્મતિ આપનારા પંડિતાના મુખેથી આવા ખૂલાસો મળતાં, પં. શ્રી રાજનારાયણ શુક્લને એમ થઈ ગયું કે- હવે તેા મારે આ પુસ્તિકાના સંબંધમાં તાત્ત્વિક નિર્ણય કરીને જ જંપવું' અને એથી તેમણે ઘણા પ્રખ્યાત, બહુશ્રુત, સ્વભાવથી જ નિષ્પક્ષ નિર્ણયવાળા અને અનેક શાસ્ત્રોના રહસ્યને જાણનારા તથા કાશીના પંડિતેમાં પ્રકાણ્ડ એવા વિદ્વાનાની એક સમિતિની સંચેાજના કરી; અને મજકુર વિદ્વત્સમિતિને પં. શ્રી રાજનારાયણ શુક્લે મજકુર શાસનજયપતાકા 'ની પરીક્ષાના ભાર સુપ્રત કર્યાં.
શ્રી અર્હત્તિથિભાસ્કર ગ્રન્થના ‘આદ્યમવેનમ્ ’માં ઉપર જણાવેલી વિગતાના ઉલ્લેખ કર્યો પછીથી, પં. શ્રી રાજનારાયણ શુક્લે, આ નીચે આપવામાં આવતી હકીકતા જણાવેલી છેઃ—
“ તે વિદ્વાનોની સમિતિએ એને લાગતી વળગતી એવી સામગ્રી ભેગી કરી. (૧) પતાકાએ તિરસ્કારેલા પૂનાના વિદ્વાન શ્રી પરશુરામ વૈદ્યના નિણૅય પત્ર, અને (૨) એને નિંદા પતાકાના રહસ્યમિત્ર તુલાકૃષ્ણ ઝાના ‘આગમાનુસારી મત વ્યવસ્થાપત્ર ’, તથા (૩−૪) આ બધાના મૂળ આધારભૂત જૈનાચાર્ય શ્રીસાગરાન ંદસૂરિ અને શ્રીરામચંદ્રસૂરિના મતભેદનાં લખાણાને દી કાળ સુધી સારી રીતે જોયા પછી, જૈન શાસ્ત્ર અને સામાચારીને અનુસારે પતાકા જૈન જનતાને ગ્રાહ્ય છે કે નહિ, એના નિય માટે સારી રીતે પરિશ્રમ કરીને જોતાં, વિદ્વાનોની સમિતિ એમ નિણ્ય કરે છે કે, (૧) આગળ કહેવાશે તે મુજબ શાસનજયપતાકા જૈન જનતાને ખીલકુલ ગ્રહણ કરવા યોગ્ય નથી; અને સાથે સાથે (૨) પતિથિની ક્ષયવૃદ્ધિ અંગે શાસ્ત્રીય સિદ્ધાંત શું છે, તે અંગે પણ સમિતિ વિસ્તારથી વર્ણવે છે; તેમ જ (૩) યુક્તિ વગરના ખોટા આચારને ચલાવનારા અને જુઠ્ઠા શાસ્ત્રપાથી જન્મેલા પરમતનું ખંડન કરે છે.
“ કાશીના વિશિષ્ટ ક્રેટિના વિદ્વાન વગે શ્રેષ્ઠ તરીકે માનેલા એવા વ્યાકરણ-સાહિત્યના, ન્યાય-મીમાંસાદિ સમગ્ર દર્શનશાસ્ત્રોના, જ્યોતિષ, ધર્મશાસ્ત્ર, વેદશાસ્ત્ર, ઋતિહાસ અને પ્રાકૃતાદિ ભાષાસમૂહના પૂર્વીય તથા પાશ્ચિમાત્ય પદ્ધતિથી સર્વાંગીણ પાંડિત્યને ધરાવતા કાશીના કલશભૂત એવા શ્રેષ્ઠ પડિતાના સભ્ય તરીકે સંગ્રહ કરતી આ સમિતિ આ પ્રમાણે માને છે કેઃ—
“ જ્યારે પતિથિની ક્ષયવૃદ્ધિને વિષે આ વિવાદ ઉત્પન્ન થયા અને એના નિણૅય કરવા માટે બંને પક્ષોએ રાજનગરના મુખ્ય શ્રેણી, ભારતના રાજ્યસંધ અને પ્રજાએ સન્માનિત, આંતરરાષ્ટ્રિય ખ્યાતિવાળા, જૈન સંધના
૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org