________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટા ]
૩૫૩
[ મૌખિક પૃચ્છામાં આ સિવાય તિથિપ્રશ્ન સાથે સંબંધ ધરાવતા પ્રશ્નોત્તરામાં જે શાસ્ત્રથી અસ’ગત રજૂઆત થઈ છે, તેનું નિરસન તે આ ગ્રન્થમાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલા પોતાના ૨૫ મુદ્દાઓના નિરૂપણ સાથે પ્રતિપક્ષના કરેલા પ્રતિવાદમાં બહુ સુંદર રીતે થયેલું છે. તે વિષે વધુ લખી આ નાંધને લખાવવી આવશ્યક નથી. પરન્તુ ‘પતિથિ નિર્ણય ની આ મૌખિક પૃચ્છાની નોંધના અંતે તેના સંપાદકે પેાતાની નોંધ મૂકી છે, જેમાં તેઓ લખે છે કે મૌખિક પૃચ્છા અહીં એટલા માટે રજી કરવામાં આવી છે કે વૈદ્ય મૌખિક પૃચ્છા કરવા આવ્યા તે અગાઉ તેમનુ માનસ એકપક્ષીય હતું તે વાત તેમના સવાલ પૂછવાની પદ્ધતિ જ જણાવે છે. ”
આવી સ`પાદકીય નોંધ મૂકનાર સ ́પાદકની બુદ્ધિ ઉપર ભારે અહેાભાવ પેદા થાય છે! કારણ કે-એ જ ગ્રન્થમાં (પરિશિષ્ટ ૬, પૃ. ૫૪-૫૫) પ્રગટ થયેલા, પૂ. આ. શ્રી સાગરાન’દસૂરિજીએ શેડશ્રી ઉપર તા. ૨૦-૬-૪૩ના લખેલા પત્રમાં–
(૪) તટસ્થને પાલીતાણા લાવ્યા ત્યાં સુધી તેનું નામ તમારા કુટુંબીઓને પણ ન જણાવતાં ખરાખર ગુપ્તતા જાળવી.
(૫) પાલીતાણા લાવવામાં ખુલાસાનુ સ્થાન ગેાઠવવામાં અને ખુલાસે કરાવવામાં ખરેખર દુરન્દેશીથી કામ લીધું છે.
આ વિગેર તમારા બુદ્ધિ અને તટસ્થતાનાં કાર્યાં તા અનુમોદના કરવા લાયક છે જ. સર્વે કુટુંબને ધ લાભ.
–માનન્દસાગર.
ઉપર મુજબ લખેલી હકીકતથી લવાદ શ્રી વૈધ પાલીતાણા આવ્યા ત્યાં સુધી તેમના નામની પણ કાઈ ને ખબર હતી નહિ, એ વાત ખુદ પૂ. આ. શ્રી સાગન ંદસૂરિજી કબૂલ કરે છે. અને છતાં આ વિચક્ષણ સંપાદકશ્રી, પાલીતાણા આવવા અગાઉ શ્રી વૈધનુ માનસ એકપક્ષીય હાવાનુ' સંશોધન રજૂ કરે છે. આ સ ંશોધન રજૂ કરવા પાછળ તેમના આશય ગમે તે હાય, પરંતુ વાસ્તવમાં લવાઇશ્રીની અપ્રામાણિકતાના પ્રચારના પરપોટા આ વિધાનથી ફૂટી જાય છે, કારણ કે–લવાદશ્રીએ પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની તરફેણમાં ચૂકાદો આપવાનું કારણ, તેએાના પાલીતાણા આવવા અગાઉ તેમણે વાંચેલું પૂ. આ. શ્રી વિજયરામચ ́દ્રસૂરીશ્વરજી મહારાજનું સચાટ લખાણુ જ હતું, એ આ સંપાદકશ્રીની આત્મઘાતક નોંધ દ્વારા સ્પષ્ટ પૂરવાર થઈ જાય છે.
આશ્ચર્યની વાત એ છે કે—સ'પાદકશ્રીની નજરે આખી મૌખિક ચર્ચા જ તે શ્રી વૈદ્યનું એકપક્ષીય માનસ છતું કરનારી હતી, તે એ હકીકત પૂ. આ. શ્રી સાગરાન’દસૂરિજીના ખ્યાલમાં કેમ આવી નહિ હેાય ? જો આવી હાય, તા મૌખિક ચર્ચાને છેલ્લે દિવસે શેઠશ્રીએ ઘડેલા નીચેના મુસદ્દા ઉપર ( જીએ પતિથિ નિર્ણય, પરિ. ૧, પૃ. ૧૪૦ અને પ્રસ્તુત ગ્રંથ, પૃ. ૨૨૪) પૂ. આ. શ્રી સાગરાનન્દસૂરિજીએ સહી શા માટે કરી ? કે પછી, ચૂકાદો જો ફાવતા ન આવે, તે ફગાવી દેવાના ઈરાદે ત્યારથી જ પૂ. આ. શ્રી સાગરાન ંદસૂરિજીના દિલમાં રમતા હતા ? –સ્′૦]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org