________________
=
=
૨૭૮
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન... તિથિ બે વાર સૂર્યોદયને સ્પર્શે તે વૃદ્ધતિથિ કહેવાય. સૂર્યપ્રજ્ઞપ્તિમાં છ અતિરાત્રોને નિર્દેશ જણાય છે પણ અતિરાત્ર અને તિથિવૃદ્ધિ બન્નેને એક જ અર્થ નથી, એ પણ અહીં અવશ્ય કહેવું જોઈએ. - સિદ્ધાન્તટિપ્પણમાં દરેક યુગમાં ૩૦ અને દરેક સંવત્સરમાં ૬ તિથિઓ ક્ષીણ થાય છે, એ અમે આગળ કહી ગયા. તે સંબંધી કેટલુંક વિશેષ અહીં અવશ્ય કહેવું જોઈએ. પહેલું એ કેસિદ્ધાન્તટીપ્પણમાં ભાદ્રપદના શુકલ પક્ષમાં પાંચેય સંવત્સરેમાં કઈપણ તિથિને ક્ષય હોતે જ નથી. યુગ દરમિયાન ત્રીજા સંવત્સરમાં પિષની પૂર્ણિમાને તથા યુગને અંતે પાંચમા સંવત્સરમાં આષાઢી પૂર્ણિમાને ક્ષય નક્કી હેય છે. પહેલા સંવત્સરમાં ચૈત્ર વદ આઠમને ક્ષય થાય. બીજા સંવત્સરમાં આસો વદમાં અને ચોથા સંવત્સરમાં ચૈત્ર વદમાં ચૌદશને ક્ષય થાય. બીજી પણ ક્ષીણ તિથિઓ હોય છે, પણ પ્રસ્તુત વિવાદમાં તે બહુ ઉપયોગી નથી એટલે તેના નિર્દેશની જરૂર નથી. આ પ્રમાણે સિદ્ધાન્તટિપ્પણની વિશેષતાઓ વર્ણવી.
હવે એને વિચાર કરીએઃ-તિથિ, વાર, નક્ષત્ર, ગ અને કરણ એ પાંચેય અંગોથી પરિપૂર્ણ સિદ્ધાન્તટિપ્પણ કદી હતું ખરું, કે જે લૌકિક ટિપ્પણ સાથે બધી રીતે મળતું આવે? હા, એવું પરિપૂર્ણ સિદ્ધાન્તટિપ્પણું હતું ખરું, પણ અત્યારે તે વ્યછિન્ન થયું છે એવી પરંપરા છે. પંચે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને આગ્રહપૂર્વક પૂછતાં, તેમણે પણ સ્વીકારેલું કે અત્યારે સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથની મદદથી પણ સિદ્ધાન્તટિપ્પણ રચવું શક્ય નથી જ. એનું કારણ શું?-એમ પુનઃ પૂછતાં, તેમણે એમ કહ્યું કે ચન્દ્રસૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથમાં માત્ર ચન્દ્રની અને સૂર્યની ગતિએ આપેલી છે. નક્ષત્રો વગેરેની ગતિ સંબંધી ગ્રંથ જૈનાગમાં અત્યારે મળી આવતા નથી જ, તેથી કેવળ જૈન સિદ્ધાન્તના આધારથી ટિપ્પણ રચવું એ અશક્ય જ છે. અમને પણ એમ જણાય છે કે-આ જ કારણને લઈને સિદ્ધાન્તટિપ્પણ રચવાની પરંપરા બુચ્છિન્ન થઈ. સિદ્ધાન્તટિપ્પણ રચવાની પરંપરા બુચ્છિન્ન થતાં તેવું ટિપ્પણ પણ બુચ્છિન્ન થયું. એ બુચ્છિન્ન થયેલા સિદ્ધાતટિપ્પણને ફરી પ્રચાર શક્ય નથી. લોકવ્યવહાર સાધવા માટે ટિપ્પણ આવશ્યક છે, તે તે લૌકિક ટિપ્પણ જ રહ્યું. સિદ્ધાન્તટિપ્પણના વ્યુછેદ પછી આ લૌકિક ટિપ્પણને જ શ્રી જૈન સંઘે પણ આદર કર્યો હશે. લૌકિક અને લોકેત્તર અને વ્યવહારમાં તે જ ઉપયોગમાં લેવાયું હશે. વાચકમુખ્ય ઉમાસ્વાતિના સમયમાં પણ તેવા લૌકિક પંચાંગને જ પ્રચાર હશે, એમ અમે માનીએ છીએ. શ્રી જૈન સંઘે આદર કરેલું લૌકિક પંચાંગ તે જ હોવું જોઈએ કે જે વૈદિક પરંપરાથી ચાલ્યું આવતું હશે અને હાલમાં ગ્રહલાઘવીય નામે જે પ્રસિદ્ધ છે, તેના જ જેવું હશે, એવું અમારું અનુમાન છે. વૈદિક પરંપરાથી મળી આવતા એ જ પંચાંગને શ્રી જૈન સંઘે સ્વીકાર્યું છે. આ પંચાંગમાં દરેક સંવત્સરમાં લગભગ દસ તિથિઓ ક્ષીણ થાય છે અને પાંચ-છ તિથિઓ વૃદ્ધિ પામે છે. માત્ર પિષ અને આષાઢ જ નહિ પણ શ્રાવણ, ભાદ્રપદ વગેરે બીજા પણ ઘણા માસે છે કે જે અધિક માસ તરીકે આવે છે. અને જ્યારથી આવા પ્રકારનું લૌકિક પંચાંગ સર્વ વ્યવહારને માટે શ્રી જૈન સંઘે સ્વીકાર્યું, ત્યારથી ક્ષય અને વૃદ્ધિ પામેલી તિથિઓની આરાધનાના નિયમન માટે તેમ જ અધિક માસ આવે ત્યારે માસાદિની આરાધનાના નિયમન માટે કઈક શાસ્ત્ર હોવું જ જોઈએ, કારણ કે તિથિ ક્ષય પામે તે પણ તે ક્ષીણ તિથિ સંબંધી આરાધન ઘટતું નથી, તેમ જ તિથિ વૃદ્ધિ પામવાથી તે તિથિ સંબંધી આરાધન વધતું પણ નથી. પ્રાયઃ એટલા માટે જ વાચકમુખ્ય આચાર્ય ઉમાસ્વાતિજી, કે જેઓ જૈનોની બધી શાખા-ઉપશાખાઓને માન્ય ગ્રંથરચના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org