________________
[ જેની દષ્ટિએ તિયિદિન અને પરાધન. લવાદ શ્રી પી. એલ. વૈદ્યનું જાહેર નિવેદન જૈનેના તિથિ ચર્ચાના ચૂકાદા સામે જાગેલા વંટોળ અંગે લવાદ
શ્રી. વૈદ્યને પડકાર “આક્ષેપો સાચા હોય તો મારી સામે કાયદેસર પગલાં ભરે' [ સેવકના ખાસ પ્રતિનિધિ દ્વારા ].
- પુના, તા. ૧૨ જેને ના તીથી ચર્ચાના પ્રશ્નમાં લવાદ બનેલા, વાડિયા કેલેજના પ્રોફેસર ડે. પી. એલ. વૈધે પિતાને ચૂકાદો જાહેર કર્યા પછી, શ્રી. વૈદ્યની તટસ્થતા સામે લાગતાવળગતા પક્ષો તરફથી જે આક્ષેપો થઈ રહ્યા છે તે સંબંધમાં શ્રી. વૈદ્યનું ધ્યાન ખેંચવામાં આવતાં, તેમણે એક નિવેદન પ્રસિદ્ધ કર્યું છે.
કાયદેસર પગલાં ભરે આ નિવેદનમાં શ્રી. વૈદ્ય જણાવે છે કે તિથી ચર્ચા અંગે, લવાદ તરીકે મેં આપેલા ચૂકાદા સામે, કેટલાક ગુજરાતી અખબારમાં અને હસ્ત પત્રો દ્વારા લાગતા વળગતા પક્ષે તરફથી જે પ્રચાર ચલાવવામાં આવે છે, તે તરફ મારું ધાન ખેંચાયું છે. એક લવાદ તરીકે આવા પ્રચાર પર ધ્યાન આપવું, એ કાંઈ મારું કામ નથી. તેમજ વિરોધ પક્ષે મને ઉદ્દેશીને આવું કઈ સાહિત્ય પ્રગટ કરવું પણ ન જોઈએ.
જેઓને આ ચુકાદાથી અસંતેષ થયે છે અને જે એ આક્ષેપ કરી રહ્યા છે, તેવા પશેને માટે મારી સામે તેઓ જે આક્ષેપ મૂકે છે તે માટે ૧૯૪૦ના આબીશન એક્ટની કલમ ૩૦ (અ) મુજબ પગલાં ભરવાને માગ ખુલ્લો છે.
પણ વિરોધ પક્ષ, અત્યાર સુધી તે કાયદાની આ કલમ મુજબ પગલાં ભરવામાં નિષ્ફળ થયા છે અને એથી હું એમ માનું છું કે વિરોધ પક્ષ મારી સામે જે આક્ષેપ કરે છે એ આક્ષેપ પાયા વિનાના છે.
મારે વધુ કાંઈ કહેવાનું નથી આ સંબંધમાં શેડ કસ્તુરભાઈ લાલભાઈએ ગઈ તા. ર૭ મી જુલાઈના રોજ જે નિવેદન કર્યું છે, તેમાં મારે કાંઈ ઉમેરવાનું રહેતું નથી.
(“સેવક' તા. ૧૩-૧૧-૧૯૪૩ માંથી સાભાર.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org