________________
..લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ].
૩૨૯
આવ્યો નહિ. એ પછીથી અવસર આબે સુશ્રાવક કરતુરભાઈ લાલભાઈની દરયાનગર થી ચર્ચા વા પામી. ચર્ચાને અને પંચનો નિર્ણય પણ આવી ગયો. એ નિર્ણયને સામા પક્ષે કબૂલ નહિ રાખવાથી, સુશ્રાવક કરતુરભાઈને એક નિવેદન કરવું પડયું, જેમાં તેમણે દુ:ખપૂર્વક એ વાત જાહેર કરી ... ફક્ત મમત્વને વશ થઈ મતાગ્રહ બંધાતાં વિદ્વાન આચાય પિતાની લેખિત કબૂલાત નાકબૂલ કરે છે અને એક સજજન અને વિદ્વાન પંચ સામે ગમે તેવો પ્રચાર આચરે છે તે યોગ્ય નથી. કરતુરભાઈને તે તમે ઓળખે છે ને ? કરતુરભાઈ જેવા માણસ વચ્ચે હોવા છતાં પણ, અને જે નિર્ણય આવે તેને સ્વીકારવાની કબૂલાત લખી આપેલી હોવા છતાં પણ, નિર્ણય આવ્યો તે ય સામા પક્ષે માન્ય રાખે નહિ અને એવી સ્થિતિ ઉભી કરી કેકસ્તુરભાઈને નિવેદન કરીને સાચી રિથતિની જાહેરાત કરવી પડી. કરતુરભાઈએ તે જે કામ ઉપા તે પાર પાડયું અને પછી ન પહોંચાયું એટલે ખસી ગયા. સાંભળ્યું છે કે–એ વાતનું એમને એટલું બધું દુઃખ થયું કે એમણે આવા કામમાં ફરીથી નહિ પડવું, એવું નકકી કરી લીધું છે. કસ્તુરભાઈ ભલે ઉપાશ્રયે ઓછું આવનાર છે અને કેટલીક ધાર્મિક બાબતોમાં એમને જરૂરી સમજણ ન પણ હોય, પરંતુ એક વાત અમે અનુભવી છે કે–ગમે તેવી વિષમ સ્થિતિમાં પણ કહેવાજોગી વાત કહી શકે છે અને જે કામ હાથમાં લે તેમાં પિતાને સમજાય તે રીતિએ પણ પિતાની જવાબદારીને ખ્યાલ રાખે છે. આ વાતનો, હું ધારું છું ત્યાં સુધી, કેઈ ઈનકાર નહિ કરે. એટલે હું કહું છું કે અમે તે ચર્ચા પણ કરી ચૂકયા છીએ અને એને નિર્ણય પણ આવી ગયેલ છે, છતાં પણ જો કોઈને એમ લાગતું હોય કે બીજી વાર ચર્ચા થાય.” તે જેમને ચર્ચાને સંગ ઉભો કરવાની ભાવના હોય, તેમણે કસ્તુરભાઈ ને જણાવવું જોઈએ. જે સમુદાય લખી બોલીને ફરી ગયા છે તે સમુદાયમાંના કોઈ આવી વાત કરે, તો કસ્તુરભાઈ એ તરફ લય ન આપે તે સ્વાભાવિક છે, પરંતુ અન્ય સમુદાયના આગેવાતો જે એક થઈને કસ્તુરભાઈને ચર્ચાની ગોઠવણ કરવાનું અને વચ્ચે નિયામક તરીકે તેમને રહેવાનું
ણાવે. તે કસ્તુરભાઈ કદાચ પહેલાં બનેલા પ્રસંગને લઈને વધારે ખાત્રી માગે, પણ તેમની દરમ્યાનગીરીથી આ પ્રશ્નનું જ છેવટનું નિરાકરણ આવી જશે એમ લાગે, તે શ્રીસંઘમાં ચાલુ રહેલા વિક્ષેપને દૂર કરવાના આશયથી, આ કામને ફરીથી હાથ ધરે એ બનવાજોગ છે. આવતા વર્ષમાં કલકત્તા પહોંચવાની ભાવનાને અંગે, આ વર્ષે અત્રેથી આશરે ૨૫૦-૩૦૦ માઈલ જઈને ચોમાસું કરવાની ભાવના હતી; પરન્તુ કેટલાક સંજોગોને કારણે આ ચોમાસું અહીં કરવાનો નિર્ણય કરવો પડયો છે અને ચોમાસું ઉતર્યો તરત વિહાર કરવાની ભાવના છે. શ્રી આત્મારામજી મહારાજ સંવત ૧૯પરમાં કાલધર્મ પામ્યા હતા અને પહેલાં કહ્યું તેમ સંવત ૧૯૫૨ માં ભાદરવા સુદ પાંચમના ક્ષય અંગે ચોથ ઉદયતિથિએ જ સંવત્સરી કરવાનો પ્રસંગ બન્યો હતે. એ વાત આજે કહેવાની હેઈને, ભેગાભેગી આ વાત પણ કહેવી એવો વિચાર થયે, કે જેથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની વાત કરનારાઓને પ્રયત્ન કરવાની યોગ્ય તક મળે. આ પ્રશ્નને અંગે જેમને ચર્ચા કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય, તેઓ સુશ્રાવક કસ્તુરભાઈને નિયામક તરીકે વરચે રાખવાનો નિર્ણય કરીને, સુશ્રાવક કસ્તુરભાઈને એ હકીકત જણાવે અને ચર્ચા માટે ગોઠવણ કરવાનું કહે. એ અપેક્ષાએ આજે હું જાહેર કરું છું કે-જો કસ્તુરભાઈ મને ફરીથી ચર્ચા કરવાનું કહે, તો એમની એ વાતને સહર્ષ સ્વીકાર કરવાને હું તૈયાર છું. લેખિત કહે તો લેખિત, લેખિત મંડન તથા ખંડન થયા પછી એના આધારે મૌખિક કહે તો મૌખિક, ખાનગીમાં કહે તે ખાનગીમાં અને જાહેરમાં કહે તે જાહેરમાં, જે રીતિએ આ પ્રશ્નનું શાસ્ત્રાધારપૂર્વક વ્યાજબી નિરાકરણ આવી શકે તેમ હોય અને કોઈ પણ નહિ ઈચ્છવાગ બનાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org